હાઇલાઇટ.
ભાગ 2
એક સમય ની સુપરસ્ટાર નૈના શર્મા ની કહાની શોર્ટ માં મેઘા એ લોકો સમક્ષ કહી, અને નૈના શર્મા ની આવનારી નવી ફિલ્મ અને એના ગીતો થી નૈના શર્મા નું કમ બેક ચર્ચા માં છે, નૈના ના ઘર ની બહાર એના ફેન્સ એમની રાહ આતુરતા થી જોઈ રહ્યા હતા, પણ એ વચ્ચે જ કોઈ વ્યક્તિ નૈના પર જાનલેવા હુમલો કરે છે, જેનું નામ છે,આકાશ.
(કોણ છે આ આકાશ, નૈના નું હવે શું થશે, આગળ આ સ્ટોરી કેવા વંળાકો લઈ છે, ચાલો જોઈએ.)
નૈના ને I. C. U માં લઇ ગયા, ડોકટર એ તેમની ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી, હું બહાર બેઠી હતી ત્યાં જ પાર્થ દોડતો દોડતો આવ્યો...
"નૈના ક્યાં છે?" હાંફતા હાંફતા પાર્થ એ પૂછ્યું.
"I.C.U. માં ."
પાર્થ તેના દરવાજા પાસે પંહોચ્યો અને પારદર્શક કાચ ના એ ટુકડા માંથી અંદર તાકવા લાગ્યો.
મેં પાર્થ ના ખભે હાથ રાખ્યો અને એને દિલાસો દીધો.
"કોણે કર્યું છે આ?" પાર્થ એ મને પૂછ્યું.
"આકાશ..!"
"આકાશ...છોડીશ નહીં હું એને." પાર્થ ગુસ્સા માં બોલ્યો.
"પાર્થ...પાર્થ, શાંત પોલીસ એ એને અરેસ્ટ કરી લીધો છે."
પાર્થ ત્યાં જ પાસે બેન્ચ પર માથે હાથ દઈ ને બેસી ગયો.
હું સામે દીવાલ ના ટેકે ઉભી ગઈ, મારી અને પાર્થ બંને ની આંખો માં આંસુ હતા.
મેં દૂર ઉભા ઉભા જ દરવાજા માં લાગેલ એ પારદર્શક કાચ માં થી નૈના સામે જોયું, અને એનો ચહેરો જોઈ હું નૈના અને અમારા ભૂતકાળ માં સરી પડી.
***
આઠ વર્ષ પહેલા
***
"ના રાહુલ, હું તને અનહદ પ્રેમ કરું છું, તું બસ મારો જ છે, હું તને બીજા કોઈ નો નહીં થવા દઉં."નૈના ભીની આંખે ઉદય નો હાથ પકડી ને બોલી.
"પણ હું તને પ્રેમ નથી કરતો પાયલ, હું અંજલિ ને ચાહું છું." ઉદય હાથ છોડાવતા બોલ્યો.
"ના, રાહુલ મને છોડી ને ન જા, હું નહીં જવા દઉં તને...ના રાહુલ પ્લીઝ પ્લીઝ.." નૈના ઉદય ને પોતાની તરફ ખેંચી અને જકડી રાખતા બોલી.
"તું પાગલ થઈ ગઈ છો પાયલ...છોડ મને...જવા દે." ઉદય નૈના ને દૂર ધક્કો મારતા બોલ્યો.
નૈના ઉદય ના ધક્કા થી સામે ની દીવાલ માં અથડાઈ, અને ત્યાં રહેલ કાચ એના પેટ માં ખૂંચી ગયો.
નૈના એ દર્દ માં તડપતી ચીસ પાડી,"રાહુલ...."
ત્યાં જ દૂર થી પાર્થ જોર થી બોલી પડ્યો, "નૈના...."
બધા સ્ટેજ નીચે ઉભા આર્ટિસ્ટ પાર્થ તરફ જોવા લાગ્યા, હું સ્ટેજ પાસે થી દોડતી પાર્થ પાસે પહોંચી અને બોલી,
"પાર્થ...સસસ, નાટક ની રિહર્સલ ચાલે છે યાર...."
"સોરી સોરી… હું થોડો આ નાટક ની લાગણીઓ માં વહી ગયો હતો, સોરી." પાર્થ શરમાતા બોલ્યો.
"ઇટ્સ ઓકે.… પણ હવે લાગણી પર થોડો કન્ટ્રોલ રાખજે હો..."
" હા હા..પાકું."
હું ફરી સ્ટેજ પાસે આવી અને ઉભી ગઈ, પણ મારું ધ્યાન ફરી પાર્થ પર પડતું હતું, એ પાયલ ના કેરેક્ટર સાથે બંધાઈ ગયો હતો, કારણકે એ કેરેક્ટર નૈના પ્લે કરતી હતી.
નૈના સાથે સાથે પાર્થ સ્ટેજ નીચે એવા જ એક્સપ્રેશન આપતો હતો.
મારા મન માં પાર્થ ની થોડી મસ્તી કરવા નો વિચાર આવ્યો.
સ્ટેજ પર નૈના અને ઉદય, એટલે કે પાયલ અને રાહુલ નો હોસ્પિટલ માં વાળો સીન ચાલતો હતો.
હું પાર્થ પાસે ગઈ અને બોલી.
"પાર્થ, નાટક કેવું લાગે છે..?"
"હા, એ જ જોઉં છું, જોઈ ને કહું હો."
"હમ્મ, અને તને ખબર છે આ લાઇટિંગ મિશ્રા જી એ કરી છે.."
"ગુડ..સારી છે." પાર્થ નાટક માં નૈના સામે ધ્યાન આપતો બોલ્યો.
"એન્ડ યુ નો, ડાયલોગ્સ મેં લખ્યા છે."
"વાહ વેરી નાઇસ મેઘા."
"અને સ્ક્રિપટિંગ નું કામ ઉદય અને મેં જોડે કર્યું છે."
"હમ્મ,ગુડ ગુડ."
"અને પાર્થ તને ખબર છે..."
"મને નથી ખબર કાંઈ, પણ બધું પછી જણાવજે ને, અત્યારે નૈના નું નાટક જોવા દે ને પ્લીઝ યાર.." મને વચ્ચે અટકાવી પાર્થ ઇરિટેટ થતા બોલ્યો.
હું હસી પડી,"ઓકે ઓકે બ્રો ચિલ, હું બસ તને હેરાન કરતી હતી...ચિલ, કન્ટીન્યુ..."
મને હસતા જોઈ ...પાર્થ ફરી ભોઠો પડ્યો..અને બોલ્યો,"યાર શું તું એ..."
અને અમે બંને નાટક જોવા લાગ્યા....
પાંચ મિનિટ માં નાટક પૂરું થયું, બધા આર્ટિસ્ટ તાળીઓ પાડતા હતા, નૈના સ્ટેજ પર થી દોડતી મારી પાસે આવી અને મને ગળે મળી ને બોલી.,
"કેવી લાગી મારી એક્ટિંગ..?"
"ફર્સ્ટ કલાસ...યાર સુપર"
ત્યાં જ અમારી પાસે ઉભેલ પાર્થ બોલ્યો.
"સાચે મસ્ત નૈના, તું ટોપ ની એક્ટર્સ બનીશ એક દિવસ જોજે."
"થેન્ક્સ પાર્થ." નૈના પાર્થ ને ફોર્મલી ગળે મળી અને બોલી.
પાર્થ હસ્યો અને બોલ્યો."યોર વેલકમ નૈના..."
હું એ બંને સામે જોઈ ને બોલી," ગાયઝ કેન્ટીન માં જઈ ને બીજી વાતો કરીએ..."
"હા હા ચાલો, ખૂબ ભૂખ લાગી છે.." નૈના મારો અને પાર્થ નો હાથ પકડી ચાલવા લાગી.
ત્યાં જ પાછળ થી ઉદય એ પાર્થ ને એની પાસે બોલાવ્યો...
" હું એક મિનિટ માં આવ્યો હો...." એમ કહી પાર્થ ઉદય પાસે સ્ટેજ પર પંહોચ્યો.
હું ને નૈના કેન્ટીન તરફ આગળ વધ્યા.
"નૈના આઈ થિંક પાર્થ તને લાઈક કરે છે."
"નો,.… આઈ મીન ના, એવું કંઈ નથી, મેઘા." નૈના કન્ફ્યુઝ એક્સપ્રેશન સાથે બોલી.
"તને કેમ ખબર એવું કંઈ નથી?"
"તો તને કેમ ખબર એવું કાંઈ છે?" નૈના સામે સવાલ કરતા બોલી.
"હમ્મ ...મને એની આંખો માં દેખાયું." અમે બંને સામ સામે ખુરશી માં બેઠા.
"અચ્છા, આંખો માં, વાહ શું વાત છે, મેઘા તું આ કરણ જોહર ના મુવી જોવા નું થોડું ઓછું કરી દે.." આટલું બોલી નૈના હસી અને મારો મજાક ઉડવા લાગી.
"હા હા હા… વેરી ફની...નૈના, પણ ઇટ્સ ટ્રુ, એ તને લાઈક કરે છે." મેં મારી વાત પકડી રાખી.
"કોણ કોને લાઈક કરે છે ગર્લ્સ....?"
ઉદય પાર્થ અને દીપ ત્રણેય ખુરશી લઈ ને આવ્યા, અને ઉદય મારી પાસે ખુરશી માં બેસતા બોલ્યો.
" પાર્થ, નૈના ને...." હું આટલું બોલી અટકી ગઈ.
આ સાંભળી નૈના ડોળા કાઢી મારી સામે જોવા લાગી,અને પાર્થ આશ્ચર્ય સાથે ....
"શું... રિઅલી..?" દીપ બોલી પડ્યો.
નૈના એ મને એક ચીમટો ભર્યો..
"આઉચ..., મતલબ કે પાર્થ નૈના ને હોટ ચોકલેટ પીવી છે સો..." હું વાત બદલાવતા બોલી.
"ઓહ ઓકે લઈ આવું હમણાં." પાર્થ ઉભો થતા બોલ્યો.
"અને મારી માટે કોફી હો.." હું ઓર્ડર દેતા બોલી
"મારી માટે ચા." દીપ અને ઉદય એક સાથે બોલી પડ્યા.
પાર્થ ને વેઈટર ની જેમ ઓર્ડર આપી બધા એક સાથે હસી પડ્યા.
***
"મેઘા...મેઘા..." ઉદય એ માર ખભે હાથ રાખી મને બોલાવી.
હું અચાનક મારી એ યાદો માંથી બહાર આવી, સામે ઉદય ને ઉભો જોયો, કાંઈ વિચાર્યા વિના હું એને ગળે મળી ને રડવા લાગી.… ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.
રડતા રડતા બોલી, "ઉદય, નૈના....નૈના I.C.U. માં છે...."
"સસસસ, ઠીક થઈ જશે બધું...શાંત....મેઘા...."
ઉદય મને શાંત પડાવતા બોલ્યો.
પાર્થ મારી માટે પાણી લઈ આવ્યો.
પાણી પી હું થોડી શાંત થઈ, ત્યાં ઉદય બોલ્યો..
"પાર્થ આ કોણે કર્યું છે બધું..?"
"આકાશ....." પાર્થ એ પ્રત્યુતર આપ્યો.
"કોણ આકાશ....?" ઉદય બોલ્યો.
"કાસ્ટિંગ ડાયરેકટર...." હું બોલી.
"આકાશ.… ak.... ધ ફેમસ કાસ્ટિંગ ડિરેક્ટર....?"
"હા એ જ ak.... આકાશ...જેને નૈના ને એનો પહેલો બ્રેક દીધો હતો." પાર્થ બોલી પડ્યો.
"એને આ શા માટે કર્યું… એની શું દુશ્મની નૈના
સાથે..?" ઉદય ના પ્રશ્ન માં એનું કન્ફ્યુઝન છલકતું હતું.
(જેને નૈના ને પહેલો ચાન્સ આપ્યો એને નૈના સાથે શું દુશમની ?
નૈના ને એનો પહેલો બ્રેક આકાશ એ કઈ રીતે આપ્યો હતો, શું સ્ટોરી છે એ વાત પાછળ, જોઈશું 3 પાર્ટ માં....)
વાંચતા રહો સ્ટારડમ ...
5 સ્ટાર માંથી કેટલા સ્ટાર આપશો આ ભાગ ને...?
અને તમારા સ્ટોરી માટે ના રિવ્યુ દેવા નું ન ભૂલતા...
-Megha gokani