ફેમસ ડિરેકટર વિક્રમ પ્રજાપતિ ની શોર્ટ ફિલ્મ માટે આકાશ ak કાસ્ટિંગ ડિરેકટર દ્વારા આપેલ લીડ એક્ટ્રેસ ની ઓફર ને સ્વીકારી અને નૈના એના જીવન ની નવી સફર શરૂ કરવા તૈયાર થઈ ગઈ છે, આકાશ ak ની ઇમેજ વિસે સાંભળી જ્યારે મેઘા એને સાંભળી ને ચાલવા નું કહે છે તો થોડી નાની બોલાચાલી પછી બંને થોડા દિવસો એક બીજા થી નારાજ થઈ જાય છે ,પણ અંતે જૂની મિત્રતા ને યાદ કરી બંને મિત્રો ફરી બોલી જાય છે.
હવે આ મિત્રતા ની સફર કેટલી લાંબી ચાલશે ચાલો જોઈએ...આગળ શું બન્યું અને કેવા નવા કેરેક્ટર્સ નૈના શર્મા ની લાઈફ માં આવશે એ પણ જોવું ઘણું ઇન્ટરેસ્ટિંગ છે.
તો તૈયાર છો શરૂ કરીએ નૈના શર્મા ના જીવન નો સફર - સ્ટારડમ.
***
ડોકટર્સ અંદર બહાર આવ જાવ કરે છે. પણ હજુ કોઈ કાંઈ કહેતું નથી.
એટલા માં જ મારા ખભે હાથ રાખી કોઈ લેડી બોલી.
"મેઘા નૈના ની હાલત કેવી છે હવે ?"
હું પાછળ ફરી.
"સુમન...તમે અહીંયા... અમમ નૈના I.C.U માં છે , હજુ એની કન્ડિશન વિશે ડોકટર્સ એ હજુ કાંઈ કહ્યું નથી."
"ઓહ ,ઓકે.."સુમન ના અવાજ માં સિમ્પથી હતી.
હું, પાર્થ , ઉદય, દીપ અને સુમન અમે બધા I.C.U ની બહાર ઉભા હતા.
સુમન એ વ્યક્તિ છે જેને નૈના ના કરીઅર ને એની મંઝિલ સુધી પહોંચવા નો રસ્તો દેખાડ્યો હતો અને પેહલી મંઝિલ સુધી સાથે પણ ચાલી.
ખરી રીતે જોવા જઈએ તો સુમન એ એના ડિરેક્શન ની અને નૈના એ એની એક્ટિંગ ની શરૂઆત એક સાથે શરૂ કરી હતી.
ભલે સુમન નૈના થી ઉંમર અને એક્સપિરિયન્સ માં સિનિયર હોય પણ ઇન્ડસ્ટ્રી માં એક અલગ ઓળખાણ કરવા ની શરૂઆત બંને એ સાથે કરી હતી.
***
નૈના એ એના ઘરે પાર્ટી રાખી હતી. અને ત્યાં જ અમારી પેહલી વખત મુલાકાત સુમન સાથે થઈ .
એક્ચ્યુઅલી મારી પેહલી મુલાકાત હતી, નૈના સુમન ને પહેલે થી ઓળખતી હતી.
એ પાર્ટી માં જ્યારે સુમન એ દૂર થી નૈના સામે સ્માઈલ કરી ત્યારે મેં એને પૂછ્યું હતું. "તે કોણ છે નૈના..?"
" એ... વિક્રમ પ્રજાપતિ સાથે કામ કરે છે એડી એટલે કે આસિસ્ટન ડિરેકટર તરીકે. અને એને પણ અત્યાર સુધી લગભગ બે કે ત્રણ શોર્ટ ફિલ્મ બનાવી છે....મસ્ત માણસ છે ... ટેલેન્ટેડ પણ છે વિક્રમ પ્રજાપતિ ને એના પર પૂરો ભરોસો છે.
એક અંદર ની વાત કહું...ગૉસિપ માં સાંભળ્યું છે કે બંને નું અંદરખાને ચક્કર પણ ચાલે છે." નૈના ગૉસિપ કરતા બોલી.
"ઓહકે...ગૉસિપ કવીન.." હું એની મસ્તી કરતા બોલી.
"શું તું એ મેઘા."
ત્યાં જ સુમન નૈના પાસે આવી ને બોલી.
"નૈના....તારી એક્ટિંગ માં એક જાદુ છે તારી અદા માં પણ એક અલગ જાદુ છે...લોકો ને તારી તરફ આકર્ષવા માટે એ એક પલ્સ પોઇન્ટ છે તારા માં."
"થેન્ક્સ સુમન." નૈના આભાર વ્યક્ત કરતા બોલી.
"નૈના બે મિનિટ તારી સાથે વાત કરવી છે ...ઈમ્પોર્ટન્ટ છે..શું કરી શકીએ..?"સુમન મારી તરફ ત્રાંસી મારી નૈના ને કેહવા લાગી.
"અરે બોલો ને શું વાત, એ પેહલા આ મારી બેસ્ટ ફ્રેન્ડ છે મેઘા, આ મારા વિશે બધું જાણે છે અને હું એના વિશે...આપણે બંને એકલા માં વાતો કરવા જઈશું તો પણ હું આવી એને બધું કહી દઈશ સો તમે એની સામે ગમે એ વાત કરી શકો છો." નૈના એની મિત્રતા પર ગર્વ કરતા બોલી.
"ઓહકે, ધેટ્સ ગ્રેટ...તો નૈના વાત એમ છે કે હું એક ફીચર ફિલ્મ બનાવા નું વિચારી રહી છું, વિચાર શું મેં એના પર કામ પણ શરૂ કરી દીધું છે. કોન્સેપટ પણ રેડી છે સ્ક્રિપટિંગ અને સ્ક્રિનપ્લે પર કામ હવે શરૂ થશે."
"અરે વાહ, કૉંગ્રેટયૂલેશન.... ઘણી સારી વાત કહેવાય આ તો." નૈના બોલી.
"સારી વાત તો છે પણ એના થી સારી વાત એ છે કે હું એ ફિલ્મ ની હીરોઇન તરીકે તને સાઈન કરવા માગું છું. વિક્રમ ની શોર્ટ ફિલ્મ માં તારી એક્ટિંગ જોઈ હું તારા થી ઘણી ઈમ્પ્રેસ થઈ છું.."
"શું , રિઅલી...? મતલબ કે.."નૈના ખુશી માં વધુ કાંઈ ન બોલી શકી.
"હા રિઅલી..., તું એક સારી એક્ટ્રેસ છે હું મારા ફિલ્મ માટે તારા જેવી જ એક્ટ્રેસ ની તલાશ કરતી હતી, જે હવે પુરી થઈ ગઈ... થઈ ગઈ ને..?" સુમન એ કન્ફર્મ કરતા પૂછ્યું.
"થઈ જ ગઈ...પૂછે છે શું યાર...આઈ મીન હા છે મારી...હું થોડી ના પાડવા ની હતી...ઓહ ગોડ.. થેન્ક યુ સો મચ સુમન." નૈના ખુશી માં સુમન ને ગળે મળતા બોલી.
"પણ નૈના સ્ટોરી તો જાણી લે પછી ડિસિઝન લે." હું વચ્ચે રંગ માં ભંગ નાખતા બોલી.
"શું સ્ટોરી મેઘા...આઈ મીન તું હજુ સુમન ને ઓળખતી નથી એટલે આમ કહે છે." નૈના મારી વાત કાપતા બોલી.
"નો નો નૈના ...મેઘા ઇઝ રાઈટ...તારી વાત માં પોઇન્ટ છે મેઘા , આ વાત મેં સ્ક્રિપટિંગ ચાલુ થવા ની છે ત્યારે એટલા માટે કરી કે હું ઈચ્છું છું કે નૈના આ કામ માં સાથે રહે જેથી કરી એ સ્ટોરી ને અને એના કેરેક્ટર ને સારી રીતે જાણી અને નિભાવી શકે. બરાબર ને નૈના..?"
"હા ..હા પરફેક્ટ...." નૈના હજુ એક્સાઇટેડ જ હતી.
"સો હવે કોઈ ડાઉટ મેઘા..?" સુમન મારી સામે જોઈ બોલી.
"ના હવે નો ડાઉટ....કૉંગ્રેટયૂલેશનસ નૈના....." હું આ બોલી નૈના ને ગળે મળી.
ત્યાં જ નૈના એ ઈશારા થી ઘર માં એન્ટર થયેલ પાર્થ ઉદય અને દીપ ને બોલાવ્યા.
જેવા તે લોકો નજીક આવ્યા ત્યાં નૈના એક્સાઇમેન્ટ માં બોલી પડી. "ગેસ વોટ..?"
પાર્થ, "શું નૈના..?"
" એ બધા પેહલા આ સુમન છે , એ એક ફીચર ફિલ્મ બનાવા જઈ રહી છે અને એ ... મને...એની ...ફીચર ફિલ્મ માં...લીડ ...એક્ટ્રેસ તરીકે લેવા માંગે છે...." નૈના આટલું જ બોલી ત્યાં જ પાર્થ ઉદય અને દિપ એક સાથે બોલી ઉઠ્યા...."ઓઓઓ......વાહ....."
દીપ,"શું મસ્ત ન્યુઝ છે યાર...નૈના....સુપર્બ..."
ઉદય, "કૉંગ્રેટ્સ નૈના શર્મા...."
"થેન્ક યુ ગાયસ...." નૈના આટલું બોલી પાર્થ સામે જોયું. હસતા ચહેરે નૈના એ બંને આઈબ્રો ઊંચી કરી પાર્થ ને ઈશારા થી પૂછ્યું "સાંભળ્યું ..ન્યુઝ કેવી લાગી?"
પાર્થ ખુશ થતા મોઢું ખુશી માં હલાવી ઈશારા થી કહ્યું..."મસ્ત..." આટલું કહી એને ગળે મળ્યો.
નૈના પણ ગળે મળી.
ત્યાં સુમન બોલી." સો ...હેલો પીપલ...થોડું ઇન્ટરોડક્શન થઈ જાય..?"
"હા હા અફકોર્સ... આ દીપ છે...આ ઉદય અને આ પાર્થ...." નૈના ઇન્ટરો આપતા બોલી.
" હેલો..."સુમન બોલી .
"અમમ ઉદય રાઇટર છે.." હું વચ્ચે ઉદય નું વધુ પડતું ઇન્ટરો આપતા બોલી પડી.
"અરે હા સુમન...મારા કોલેજ ના નાટક ની સ્ક્રિપટ ઉદય અને મેઘા એ લખી હતી.
"ઓહ ગ્રેટ...સો ઉદય અને મેઘા...અમારી ટિમ માં પણ લગભગ બધા નવા ટેલેન્ટ ને અમે ચાન્સ આપીએ છીએ... તમને વાંધો ના હોય તો તમે અમને જોઈન કરી શકો છો, અમારી પણ મદદ થઈ જશે અને તમને પણ ઘણું શીખવા મળી જશે. અને હા નૈના નું એ નાટક મેં જોયું હતું એટલા માટે તમને આ ઓફર આપું છું." સુમન બોલી
"અફકોર્સ આવી બાબત માં કોની ના હોય...થેન્ક યુ સુમન.." ઉદય આભાર પ્રગટ કરતા બોલ્યો.
"અને મેઘા તું.."સુમન બોલી પડી.
"એનો ઇંટ્રેસ્ટ રિડીઓ જોકી બનવા માં છે પણ એ આવશે , કેમ મેઘા." નૈના બોલી.
"હા શીખવા મળતું હોય તો જરૂર થી તમારી ટિમ જોઈન કરીશ હું."
"ગ્રેટ...સો નૈના હવે ફિલ્મ ના બજેટ અને પેયમેન્ટ વિસે થોડી એકલા માં ચર્ચા કરી લઈએ...." સુમન બોલી.
" હા હા સ્યોર...ચાલો..." નૈના અમને બાય કહી સુમન સાથે ચાલવા લાગી.
પાર્થ નૈના સામે જોતો રહ્યો.
હું થોડી આગળ ચાલી પાણી પીવા કિચન માં પહોંચી.
ઉદય મારી પાછળ આવ્યો.
" થેન્ક્સ મેઘા..."
"કઈ વાત માટે."
"તું નથી જાણતી..?"
"ના.."
"ઓકે ...સુમન સામે મને રાઇટર તરીકે ઇન્ટ્રોડ્યુસ કરવા માટે."
"એમાં શું થેન્ક્સ...તું પણ....ઓય પેલા પાર્થ ને જો." હું પાર્થ સામે જોતા બોલી.
"કેવો નૈના ને હંમેશા એક સાઈડેડ આશિક ની જેમ જોતો રહેતો હોય છે નહીં.."
"હમ્મ હાઉ રોમાન્ટિક.."
"રોમાન્ટિક...અચ્છા આપણે બંને નૈના સાથે કામ કરીશું પણ કાશ આ પાર્થ ને પણ કંઈક કારણ મળી ગયું હોત ટિમ જોઈન કરવા નું...બિચારો હવે તો દરરોજ નૈના ને મળી પણ નહીં શકે."
"સાચું કહ્યું ઉદય..પણ મારા ખ્યાલ થી કંઈક ને કંઈક બહાને મળવા આવતો રેહશે જોજે."
"હમ્મ મને પણ એવું જ લાગે છે..આપણા બંને ના વિચાર કેટલા મળે છે ને.."ઉદય ફ્લર્ટ કરતા બોલ્યો.
"હમ્મ."
"તને ખબર છે આ પાર્થ નૈના ને જોઈ છે એવી રીતે હું પણ તારી સામે જોતો હોઉં છું ઘણી વખત."
"અચ્છા...પણ કેમ..?"
"બસ એમ જ તને જોતી રહેવી તારી સાથે વાતો કરવી મને પસંદ છે."
"અચ્છા...તો પેલી અંજલિ સાથે કેમ ફ્લર્ટ કરતો ફરે છે.?"
"અરે તે નોટિસ કર્યું હતું...હું એ જ જોતો હતો તું મને નોટિસ કરે છે કે નહીં, કોઈ બીજી છોકરી સાથે ફ્લર્ટ કરતા જોઈ તને કાંઈ ફરક પડે છે કે નહીં.., પણ તે દિવસે તો તને કાંઈ ફરક નહતો પડ્યો.
એનો મતલબ કે તું મને છુપી છુપી રીતે નોટિસ કરતી હતી..?"
"ડોબો.." હું હસી ને એને ટપલી મારતા બોલી.
"અરે ડોબો શેનો, મેં તને પકડી પાડી જોયું....કેમ મારી બધી વાતો પર નજર રાખતી હતી..?"
"અરે મારી આંખો...મારે જે કરવું હોય એ કરું."
"અચ્છા...." ઉદય મારી નજીક આવતા બોલ્યો.
"શું કરે છે ઉદય.." હું ઉદય થી દુર જતા બોલી.
ઉદય એ મારો હાથ પકડ્યો અને મને નજીક ખેંચતા મારી આંખો માં આંખ પરોવી જોયા રાખ્યો.
અમે બંને એક બીજા ની આટલા નજીક હતા કે અમને બંને ને એક બીજા ના શ્વાસ ઉછવાસ મહેસૂસ થતા હતા.
"શું કરે છે તું ઉદય ?" હું ધીમે થી ગણગણી.
"કિસ...." ઉદય ધીમું હસતા બોલ્યો.
"ના..."હું આડું જોઈ બોલી.
"હા એ તો હું કરી ને રહીશ.."
"પણ કેમ..?"હું ઉદય સામે ફરી જોઈ ને બોલી.
"મારા હોઠ મારી ઈચ્છા.." ઉદય વધુ નજીક આવતા બોલ્યો .
અને અંતે એને એના હોઠો ની બિલકુલ નજીક કિસ કરી.
મેં મારી આંખો બંધ કરી લીધી હતી, હું વિચારતી હતી કે મને શાયદ હોઠો પર કિસ કરશે.પણ ના એને એવું ના કર્યું.
મેં આંખો ખોલી એની સામે જોયું. એ મારી સામે પહેલે થી જ જોતો હતો.
હું એની આંખો માં જોતા બોલી "આ શું હતું ઉદય..."
" મારા પ્રેમ નો ઇઝહાર. "ઉદય મારી આંખો માં આંખો પરોવી ને બોલ્યો.
"પ્રેમ..?" હું આશ્ચર્ય માં બોલી.
"હા , મેઘા પ્રેમ...હું તને પ્રેમ કરું છું..કેટલા દિવસ થી હું આ બોલવા ની હિંમત એકઠી કરતો હતો પણ...અંતે આજે..."ઉદય હજુ બોલતો હતો.
ત્યાંજ એની વાત વચ્ચે અટકાવી હું બોલી પડી ,"હા..."
"હે...શું.... હા..?" ઉદય કન્ફ્યુઝ થઈ બોલ્યો.
"હા મતલબ હું તારો પ્રપોઝલ ઍક્સેપટ કરવા રેડી છું, આઈ લવ યુ...." હું પણ એક્સાઇટ થઈ બોલી પડી...
ઉદય હસ્યો..મારી વધુ નજીક આવી ને બોલ્યો ,"આઈ લવ યુ ટુ.."
એને એની આંખો મારી આંખો માંથી હટાવી મારા હોઠો તરફ કરી..અને મેં પણ...
એ મારી વધુ નજીક આવ્યો..મેં આંખો બંધ કરી નાખી.. અને એને પણ...એને મારા હોઠો પર એના હોઠ મૂકી કિસ કરી અને મેં પણ એનો પૂરતો સાથ આપ્યો.
એના હાથ મારી કમર ફરતે વીંટળાયેલા હતા અને મારા હાથ એના માથા ના વાળ પર.
અચાનક અમારા પ્રેમ ના રંગ માં ભંગ નાખતી કોઈ ની ઉધરસ નો અવાજ સંભળાયો...મેં આંખો ખોલી...સામે નૈના દેખાઈ...
મેં ઉદય ને મારા થી દુર કર્યો...અને હું બોલી પડી.."નૈના..."
નૈના મારી અને ઉદય સામે જોતી રહી....અને બોલી "શું ચાલી રહ્યું છે આ..?"
"અમમ આ...આ" હું અચકાતી વાળ સરખા કરતી આટલું બોલી.
"કીધું પણ નહીં તે મને મેઘા.."
"એવું નથી...આ ઉદય હજુ હમણાં જ મને...અને હું પણ ના ન કહી શકી.."હું નૈના પાસે આવી બોલી.
" બેવકૂફ....આઈ એમ સો સો હેપી ફોર યુ.."નૈના હસતા મને ગળે મળતા બોલી.
હું રાહત નો શ્વાસ લેતા બોલી ,"શું યાર નૈના મને લાગ્યું કે તને ખોટું લાગી ગયું હશે..."
"ખોટું...શું એમાં... પાગલ… ડબલ સેલિબ્રેશન નો સમય છે આ તો, તારી ન્યુ રિલેશનશિપ અને મારી ન્યુ લાઈફ ....ચાલો અહીંયા કિચન માં શું ઉભા છો..ચાલો ચાલો બહાર જઈએ...ચાલો..." નૈના એક્સાઇટેડ હતી અને હું પણ.
અમે બંને એ એક નવી શરૂઆત કરી હતી....જેમ નૈના એ કહ્યું મેં બસ એક નવા રિલેશનશિપ ની શરૂઆત કરી હતી ,પણ એને એક ન્યુ લાઈફ , નવી જિંદગી જીવવા ની શરૂઆત કરી હતી.
શરૂઆત તો હવે થશે રીઅલ સ્ટારડમ ની કહાની..આ તો બસ ઇન્ટરોડક્શન હતું બધા નું.....
સ્ટારડમ ભાગ 4 કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરી જરૂર થી જણાવજો.
આ ભાગ ને તમે 5 માંથી કેટલા સ્ટાર આપશો....?
વાંચતા રહો " સ્ટારડમ ".