સ્ટારડમ - 10 Megha gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ટારડમ - 10

હાઈલાઈટ -

નૈના ના ઘરે આવતા જ દીપ નૈના ને બધા વચ્ચે પ્રપોઝ કરી દે છે, નૈના એ સાંભળી થોડો સમય સુન્ન બની જાય છે, પણ દીપ પ્રત્યે એને ક્યારેય એવી ફીલિંગ્સ હતી જ નહીં અને આવશે પણ નહીં એમ કહી દીપ ના પ્રપોઝલ નો નકારાત્મક માં જવાબ આપી દે છે. એ સાંભળી દીપ લાગણીઓ માં વહેવા લાગે છે, અને પાર્થ પણ નૈના ને પ્રેમ કરે છે, અને મેઘા નૈના નું ધ્યાન રાખવા અને એને સંભાળવા માટે પાર્થ સાથે કરતી બધી વાતો નૈના ને કહી દે છે.

મેઘા નો નૈના પર ના અવિશ્વાસ થી નૈના ખૂબ જ દુઃખી થાય છે, અને મેઘા પર ગુસ્સે થઈ એ પરિસ્થિતિ થી દૂર ચાલ્યી જાય છે, એને જતા રોકતી મેઘા ને એ ઘણી વાતો સંભળાવે છે. પણ આ બધું જોઈ ને પણ પાર્થ ખુશ હતો, કે આ બધી બાબતો માં નૈના એક વખત પણ એમ ન બોલી કે એ પાર્થ ને પ્રેમ નથી કરતી.

બીજી તરફ નૈના એની ફેવરેટ જગ્યા એટલે કે દરિયા કિનારે એકલી બેઠી હોય છે. અને ત્યાં જ આર્યન જોશી આવી પહોંચે છે. આર્યન જોશી અને નૈના શર્મા બંને એક કેફે માં બેસી વાતો કરી અને એ રાત ના હમસફર બંને છે. સવાર પડતા નૈના આર્યન નો આભાર પ્રગટ કરે છે એનો સાથ આપવા માટે. અને બંને છુટા પડે છે.

હવે આગળ નૈના શર્મા ના જીવન માં શું અને કેવા ટ્વિસ્ટ આવે છે જાણવા માટે ચાલો વાંચીએ સ્ટારડમ ભાગ 10.

તૈયાર છો?

શરૂ કરીએ?

નૈના ચાલતા ઘર પાસે પહોંચી.

ત્યાં એની સામે એક રિક્ષા આવી ને ઉભી રહી, રીક્ષા માંથી ડ્રાઇવર એ મોઢું બહાર કાઢી ને નૈના સામે જોયું.

નૈના એ એની સામે જોયું અને નૈના ચાલતી થઈ ગઈ.

રીક્ષા ડ્રાઇવર બોલ્યો, " મેડમ..સાંભળો તો મેડમ."

"ભાઈ, મારે રીક્ષા નથી કરવી, મારુ ઘર આવી ગયું છે, તમે જઈ શકો છો."નૈના આટલું બોલી ને ચાલતી થઈ ગઈ.

રીક્ષા ડ્રાઇવર રીક્ષા માંથી ઉતરી એની પાછળ દોડ્યો "અરે ના ના મેડમ મને ખબર છે આ તમારું ઘર છે, મેં તમને ઘણી વખત અહીંયા છોડ્યા છે, આ તો કાલે તમારું પિક્ચર જોયું કાલે થિયેટર માં, મસ્ત હતું, એટલે તમારી સાથે સેલ્ફી ખેંચવા હું રાત નો અહીંયા આવી ને ઉભો હતો, પણ અત્યારે હવે ધંધા નો સમય થઈ ગયો એટલે જતો હતો, ત્યાં તમે મને દેખાયા, એટલે પાછો આવી ગયો.

નૈના મેડમ એક સેલ્ફી.. પ્લીઝ..."

નૈના ફુલી નહતી સમાતી, "હા હા જરૂર થી."

નૈના એ તે રીક્ષાડ્રાઇવર સાથે સેલ્ફી પડાવી અને ખુશ થતા થતા ઘર તરફ આગળ વધી.

નૈના ઘરે પહોંચી, સીધી એના રૂમ માં આવી, આવતા જ બોલી પડી, "તમે લોકો અહીંયા..?"

હું, પાર્થ અને ઉદય એના રૂમ માં બેઠા હતા.

"નૈના આવી ગઈ તું."પાર્થ બોલ્યો.

"હા, પણ તમે ઘરે જ નથી ગયા..?"

"ના, તારી રાહ જોઈ ને બેઠા હતા, ક્યાં હતી યાર આખી રાત..?" હું બોલી પડી.

મારી પૂછપરછ થી ચીડતી હોય એમ મોઢું બનાવી ને નૈના બેડ પર બેસતા બોલી, "આર્યન જોશી સાથે હતી, બીજા કોઈ સવાલ કરો એ પહેલાં કહી દઉં કે, અમે આખી રાત એક કેફે માં બેઠા બેઠા વાતો કરતા હતા." નૈના મારી તરફ જોતા બોલી.

"નૈના છોડ એ બધું, આ જો, જોઈ ને તું ખુશ થઈ જઈશ." પાર્થ વાત ચેન્જ કરવા માટે, એક મેગેઝીન નૈના ને આપતા બોલ્યો.

નૈના એ તે મેગેઝીન જોયું, થોડું હસી અને મેગેઝીન ને બેડ ઉપર રાખી ઉભી થઇ ને બોલી, "ચાલો હું ફ્રેશ થઈ આવું, પછી ક્યાંક નાસ્તો કરવા જઈએ."

"નૈના, આર યુ સિરિયસ, આટલું નોર્મલ રિએક્શન, રાઇઝિંગ સ્ટાર મેગેઝીન માં ફ્રન્ટ પેજ માં તારો ફોટો છે, અને તું કાંઈ રિએક્શન પણ નથી આપતી." હું બોલી.

નૈના ઉભી રહી મારા તરફ ફરી અને બોલી, "મેઘા, આ વાત જૂની થઈ ગઈ, અને મને આ મેગેઝીન ની હેડલાઈન વાંચી ને જરા પણ ખુશી નથી થઈ, હા કાલે હું ખુશ હતી કારણકે વિકી દવે ને મારે એની જગ્યા દેખાડવી હતી."

"તો આજે કેમ ખુશ નથી તું..?" ઉદય એ પૂછ્યું.

"કમોન ઉદય, તું આ મેગેઝીન ની હેડલાઈન તો વાંચ."નૈના બોલી પડી.

ઉદય એ મેગેઝીન ઉઠાવ્યું અને જોર થી વાંચવા લાગ્યો."આર્યન જોશી ની નેક્સ્ટ ફિલ્મ ની લીડ એક્ટ્રેસ તરીકે નૈના શર્મા."

"આ મેગેઝીન રાઇઝિંગ સ્ટાર માટે ની છે એટલા માટે મારો ફોટો એમાં છે, બાકી સાચી ન્યુઝ તો આર્યન જોશી માટે ની છે, આર્યન જોશી ની ફિલ્મ ની લીડ એક્ટ્રેસ નૈના શર્મા." નૈના બોલી.

"હા, તો શું.. શું ખોટું છે એમાં?"પાર્થ બોલ્યો.

" પાર્થ, મારે એ નથી જોતું, આર્યન ની ફિલ્મ ને કારણે આ ફ્રન્ટ પેજ મારા નામ એ થયું. સાચી ખુશી તો ત્યારે થશે જ્યારે ન્યુઝ એમ આવે કે નૈના શર્મા છે આર્યન જોશી ની નેક્સ્ટ ફિલ્મ માં લીડ એક્ટ્રેસ."

"ખાલી વાક્ય ની ગોઠવણી માં ફેરફાર..?" પાર્થ કન્ફ્યુઝ થઈ બોલ્યો.

"એ ફક્ત વાક્ય ની ગોઠવણી નથી પાર્થ, તને નહીં સમજાય." નૈના વાત કટ કરતા બોલી.

"પણ નૈના, તારી શરૂઆત મુજબ આ સારું જ કહેવાય, સારું શું બેસ્ટ કહેવાય મારા ખ્યાલ થી. " હું મારો મંતવ્ય જણાવતા બોલી.

નૈના "હુહ" નો અલંકાર કાઢી મારી તરફ ફરી અને બોલી, "તારી માટે તો બેસ્ટ જ કહેવાય ને, કારણકે તે મારી પાસે આટલું એસ્પેક્ટ કર્યું જ ક્યાં હતું, તારી માટે તો હું હંમેશા ખોટા રસ્તે જતી હોઉં. હું એકલી કાંઈ કરવા લાયક જ નથી, મને તો હાલતા ચાલતા કોઈ સહારો જોઈએ.

પણ મેઘા હું એ નથી જે તું વિચારે છે, આ મેગેઝીન તો બસ શરૂઆત છે, મારુ સ્થાન તો ઘણું ઉંચુ છે, આટલા થી ખુશ થઈ જઈશ તો આગળ કેમ વધીશ ?"

"આગળ વધવા ના સપના માં આટલું ન ખોવાઈ જવાય કે નાની નાની ખુશીઓ ને નકારવા લાગીએ. તારે જ્યાં પહોંચવું છે ત્યાં તું જરૂર થી પહોંચીશ પણ ત્યાં પહોંચવા માટે ના જે પગથિયાં છે એ ચઢીશ તો સારું રહેશે, કોઈ લિફ્ટ ના સહારે તું ત્યાં પહોંચી જઈશ તો ભી ત્યાં ટકી નહીં શકે, ક્યારે સ્ટારડમ બોજ લાગવા મંડશે ખબર પણ નહીં પડે. એના કરતાં આરામ થી પગથિયાંઓ ચઢી ને જઈશ તો એ સ્ટારડમ ની ઈજ્જત કરતા શીખી જઈશ." હું નૈના ના ઓવર એમ્બેસિયસ નેચર ને પરખતા અને એને વોર્ન કરતા બોલી.

આ સાંભળતા ઉદય મારી પાસે પહોંચ્યો અને મને શાંત થવા માટે કહ્યું.

"તું કેહવા શું માંગે છે મેઘા, કે હું આર્યન જોશી ને લિફ્ટ ની જેમ યુઝ કરું છું..?" નૈના એના ગુસ્સા ને કંટ્રોલ કરતા ધીમા અવાજે બોલી.

"ના, હું એવું કંઈ નથી કહેતી, નૈના તું ઊંધું સમજે છે..." હું હજુ બોલતી હતી.

ત્યાં નૈના બોલી પડી, "મેઘા, પ્લીઝ લીવ."

હું નૈના પાસે આવી "નૈના.."

"મેઘા પ્લીઝ તું જા અહીંયા થી, તું બસ જા અહીંયા થી, લીવ."નૈના એના ગુસ્સા ને કંટ્રોલ કરતા બોલી.

પાર્થ એ પણ નૈના ને શાંત કરાવવા ની કોશીશ કરી.

"મારે કાંઈ નથી સાંભળવું, તમે બધા જાઓ અહીંયા થી, જસ્ટ ગો અવેય...., જસ્ટ ગો..."નૈના મૉટે થી બોલી પડી.

અને અમે ત્રણેય ત્યાં થી ચાલતા થઈ પડ્યા.

ગુસ્સો છે ને એ સંબંધો માટે ઝેર જેવો હોય છે તે, એ જ સમય એ નીકળી જાય ને તો સંબંધો હજુ બચી શકે છે, પણ જો માણસ એ ઝેર ને પી લઈ ને તો એ ધીરે ધીરે સંબંધો ને તડપાવી તડપાવી ને મારે છે.

એ દિવસે નૈના એ ગુસ્સા ના ઝેર ને પી ગઇ હતી.

***

ICU બહાર અમે લોકો હજુ બેઠા હતા, નૈના ને હજુ હોશ આવ્યો નહતો. એટલા માં જ અવાજ આવ્યો"મિસ મેઘા, તમારી સાથે થોડી વાતચીત કરવી છે."

અમે બધા એ પાછળ ફરી ને જોયું, ત્યાં ખાખી કપડાં માં સજ્જ એક ઇન્સ્પેકટર, બે મેલ કોન્સ્ટેબલ અને બે ફિમેલ કોન્સ્ટેબલ ઉભા હતા.

"શું, વાત ચિત ?" ઉદય આગળ આવી ને બોલ્યો.

"તમે કોણ..?" ઇન્સ્પેકટર એ પૂછ્યું.

"હું જે કોઈ પણ હોઉં એ, પણ તમે કહો શું વાતચીત કરવી છે મિસ્ટર..." ઉદય એમની છાતી પર લાગેલા બેચ પર નામ વાંચતા બોલ્યો, "મિસ્ટર એમ. એચ સોલંકી."

"અમારે મિસ મેઘા સાથે વાતચિત કરવી છે, તો સારું રહેશે તમે ચુપચાપ સાઈડ માં ઉભા રહી જાઓ." ઇન્સ્પેકટર સોલંકી એના ખાખી કપડાં ના પાવર ને દેખાડતા બોલ્યા.

"હા, બોલો શું કામ છે ? અને સોરી એ મારો ફ્રેન્ડ છે અને થોડો ટેન્શન માં છે એટલા માટે આમ બીહેવ કરે છે." હું સ્ટિટ્યૂએશન ને કંટ્રોલ કરવા માટે બોલી.

" હમ્મ, ઇટ્સ ઓકે. તો મિસ મેઘા નૈના શર્મા પર અટેક થયો ત્યારે તમે ત્યાં જ હતા રાઈટ?"

"જી હા, હું ત્યાં જ હતી, અને અટેક કરવા વાળો માણસ છે આકાશ."

"હા એમને અમે કસ્ટડી માં લઇ લીધા છે, પણ એમને હજુ કાંઈ સ્ટેટમેન્ટ આપ્યું નથી. આગળ ની તાપસ કરતા પહેલા એ વાત જાણવી અમારી માટે વધુ મહત્વ ની છે કે નૈના શર્મા પર અટેક ની વાત ક્યાંક ફેક તો નથી ને, એ ફક્ત એક પબ્લિસિટી સ્ટંટ તો નથી ને?" ઇન્સ્પેકટર એની વાત રાખતા બોલ્યો.

આ સાંભળી હું ને હું મારા મગજ પર નો કાબુ ગુમાવતા બોલી, " આર યુ સિરિયસ ઇન્સ્પેકટર સોલંકી, નૈના પર અટેક થયો એના આટલા સમય પછી તમારે આકાશ નું સ્ટેટમેન્ટ લઈ ને આવું જોઈએ, એની જગ્યા પર તમે હજુ એ વાત નું કનફર્મેશન કરવા આવ્યા છો કે શું ખરેખર નૈના પર અટેક થયો છો કે નહીં.

ઓકે આવી ગયા ને જોઈ લો...આવો "હું ICU ના દરવાજા ની વધુ નજીક આવી અને એમાં લાગેલ પારદર્શક કાચ થી અંદર નૈના ને દેખાડતા બોલી, "જુઓ, શું દેખાય છે તમને અહીંયા ? ઇન્સ્પેકટર આ કોઈ ફિલ્મ નું શૂટિંગ નથી ચાલતું અને નૈના કે અમે કોઈ અહીંયા એક્ટિંગ નથી કરતા, આ રિયલ હોસ્પિટલ છે, અંદર નૈના ની ટ્રીટમેન્ટ કરતા ડોકટર્સ પણ રિયલ છે, હવે તમે ડોકટર્સ નું ID માંગશો, અને નૈના ની રિપોર્ટ્સ બરાબર ને, ચાલો એ પણ તમને આપી દઈએ."

"મિસ મેઘા, વેઇટ " ઇન્સ્પેકટર સોલંકી મારી પાસે આવતા બોલ્યો "હું અત્યારે તમારી હાલત સમજી શકું છું પણ હું એ મારી ડ્યુટી જ કરું છું ને, મીડિયા ન્યુઝ દેખાડે છે, તો અમારે પણ કોઈ કેસ પર કોઈ પણ જાત નું એક્શન લીધા પેહલા બધા પહેલું જોવા પડે ને."

"સર હવે તો બધા પહેલું જોઈ લીધા ને હવે તો નૈના પર આકાશ એ સાચે અટેક કર્યો છે એ વાત નું કન્ફોર્મેશન મળી ગયું ને, તો હવે તો એક્શન લઈ શકો છો ને તમે." પાર્થ બોલી પડ્યો.

"હા, તમે ચિંતા ન કરો, હવે એ આકાશ પાસે બધું બોલાવી ને રહેશું." આટલું કહી ઇન્સ્પેકટર સોલંકી અને કોન્સ્ટબલ્સ બધા ચાલતા થઈ ગયા.

"આ આકાશ નો શું સીન છે મને સમજાતું નથી, આકાશ એ આવું શા માટે કર્યું, એનું કરીઅર આમ પણ પૂરું થવા પર છે, અને આવું કર્યા પછી એની લાઈફ પણ બરબાદ થઈ જશે એવું વિચાર્યું નહીં હોય એને?" ઉદય બોલી પડ્યો.

"આકાશ નું કરીઅર કોણે કારણે પૂરું થવા પર છે એ યાદ છે તને..?" હું બોલી પડી.

"હા, પેલી.. પલક... રાઈટ.? પલક એ જ.. પણ એ બધી વાતો નું નૈના સાથે શું કનેકશન... અને આમ પણ એ વાત ને અઢી ત્રણ વર્ષ થઈ ગયા છે ને." ઉદય બોલ્યો.

" અને પલક ને એ બધું કરવા માટે સપોર્ટ આપવા વાળુ કોણ હતું ખબર છે તને...?" મેં ઉદય ને પૂછ્યું.

"નૈના, રાઈટ.?એ બધા પાછળ નૈના હતી." સુમન અચાનક થી બોલી પડી.

"તને કેવી રીતે ખબર આ વિસે." પાર્થ આગળ આવતા બોલ્યો.

" તો મારો ડાઉટ સાચો નીકળ્યો. પલક મારી સાથે કામ કરી ચુકી છે, અને પલક ને હું સારી રીતે જાણું છું, એના માં આટલી હિંમત નહતી કે કોઈ સામે અવાજ ઉઠાવે, અને ત્રણ વર્ષ પહેલાં મીડિયા સામે ના એના સ્ટેટમેન્ટ ને જોઈ હું પણ ચોંકી ગઈ હતી, એ વખતે મને ખબર પડી હતી કે નૈના ની એ સમય એ એક જ સોશિયલ ફ્રેન્ડ હતી જેની સાથે એ સમય વિતાવતી હતી અને એ પલક હતી.

પણ મેઘા નૈના એ આકાશ સાથે એવું કેમ કર્યું..?, મતલબ કે આકાશ જેવો હતો પણ એને જ નૈના ને એનો પહેલો ચાન્સ આપ્યો હતો." સુમન પણ કન્ફ્યુઝ હતી.

હું અને પાર્થ એક બીજા સામે જોતા રહ્યા, અને ઉદય, દીપ અને સુમન અમારી સામે એમના બધા પ્રશ્નો અને કન્ફ્યુઝન નો જવાબ સાંભળવા માટે આતુર બની જોતા રહ્યા.

***

શું છે એ વાત, જેને કારણે આકાશ એ નૈના પર અટેક કર્યો ?, શું બન્યું હતું એવું ત્રણ વર્ષ પહેલાં ? અને આકાશ એ ત્રણ વર્ષ ના લાંબા સમયગાળા પછી શા માટે આવું કર્યું ? પલક કોણ છે ?, પલક અને નૈના એક બીજા ને કેવી રિતે ઓળખે છે ?

આ પ્રશ્નો નો જવાબ મેળવશું આગળ ના ભાગ માં ત્યાં સુધી વાંચતા રહો સ્ટારડમ.

સ્ટારડમ ભાગ 10 કેવો લાગ્યો ? 5સ્ટાર માંથી કેટલા સ્ટાર આ ભાગ ને આપશો?

તમારા રીવ્યુ ની રાહ માં

Megha gokani