Stardom - 6 books and stories free download online pdf in Gujarati

સ્ટારડમ - 6

હાઇલાઇટ -

નૈના ની હાલત હજુ ક્રિટિકલ હતી, એટલા માં જ મીડિયા હોસ્પિટલ બહાર આવી પહોંચી, નૈના એ અટેન્શન સ્ટંટ કરે છે, પોતા ની ફિલ્મ ને હિટ બનાવવા અને લાઈમ લાઇટ માં આવા નો આ એક સ્ટંટ છે એવું ટ્વીટ આર્યન જોશી એ વાયરલ કરેલ છે, અને એ ટ્વીટ ને રિટ્વીટ કરી વિકી દવે એ પણ આ વાત ને વાયરલ કરી છે, એવું મીડિયા નું કહેવું હતું. એ વાત ને ઉદય અને પાર્થ એ નકારી ને મીડિયા ને શાંત કરાવી.

વિકી દવે અને નૈના શર્મા કેવી રીતે મળ્યા..?

નૈના શર્મા એ સુમન ની ફિલ્મ સાઈન કરી અને ફિલ્મ ની લીડ એક્ટ્રેસ તરીકે કામ શરૂ કરી દીધું હતું, ફિલ્મ નો લીડ એકટર હતો વિકી દવે, નૈના અને વિકી બંને એકબીજા સાથે વધુ સમય વિતાવી ને એમનું બોન્ડિંગ સ્ટ્રોંગ કરે એ કારણે સુમન એ તેમને સાથે સમય વિતાવવા ની સલાહ કરી.

સાથે સમય વિતાવતા, સાથે કામ કરતા બંને એક બીજા ના પ્રેમ માં પડી ગયા. શૂટિંગ પૂરું થયા બાદ ફિલ્મ રિલીઝ અને પ્રમોશન વિસે ચર્ચા કરવા સુમન નૈના ને ફોન કરતી હતી,પણ નૈના એ એને ઇગ્નોર કરી, મેઘા એ નૈના ને ફોન કર્યો, નૈના ફોન પર રડતી હતી, એટલે મેઘા એ ઉદય અને પાર્થ ને ઈનફોર્મ કર્યું અને બધા નૈના ને મળવા એના ઘરે પહોંચ્યા....

આગળ શું થાય છે, ચાલો જોઈએ.

તૈયાર છો શરૂ કરીએ સ્ટારડમ ભાગ 6.

***

અમે સાથે જ નૈના ના ઘરે પહોંચ્યા,

નૈના નો ચહેરો લાલ હતો, આંખો પણ થોડી સુજેલી હતી.

પહોંચતા ની સાથે જ નૈના મને ભેટી પડી અને રડવા લાગી.

"અરે, શું થયું યાર, કેમ રડે છે તું..?" નૈના ને ચૂપ કરાવતા હું બોલી.

"કાંઈ નહીં બસ એમજ." નૈના બોલી.

"કંઈક તો વાત છે, નૈના બોલ શું થયું, હું તને રડતા નથી જોઈ શકતો, તો ફટાફટી બોલી દે આ તારા મોટા મોટા આંસુ પાછળ નું કારણ શું છે?"પાર્થ નૈના પાસે આવતા બોલ્યો.

" વિકી... વિકી દવે..." નૈના આટલું બોલી ત્યાં પાર્થ ઉભો થઇ ને બોલી પડ્યો,

"વિકી, શું કર્યું એ વિકી એ... છોડીશ નહીં હું એને.."

"પાર્થ એને એવું કંઈ નથી કર્યું, ભૂલ મારી હતી, હું એને પ્રેમ કરવા લાગી હતી..."નૈના પાર્થ નો હાથ પકડી બોલી.

"ભૂલ તારી હતી,મતલબ...તું કેહવા શું માંગે છે..?" હું બોલી.

"મતલબ કે અમારા બંને વચ્ચે જે હતું, એને હું પ્રેમ માનતી હતી, પણ એ પ્રેમ નહતો, મારુ અટરેક્શન હતું, અને વિકી માટે એ રિહર્સલ..."

"મતલબ..?" ઉદય બોલી પડ્યો.

"મતલબ કે એ ક્યારેય આ રિલેશનશિપ માં હતો જ નહીં. એ બસ ફિલ્મ માટે અમારી કેમિસ્ટ્રી સારી ઉભરી આવે એ માટે મારી નજીક આવ્યો."

નૈના ભીની આંખે બોલી.

"પણ તમે બંને એ એક બીજા ને પ્રપોઝ કર્યું હતું ને..એ...?"હું આશ્ચર્ય માં બોલી.

"એ બધું નાટક હતું...એના મન માં મારા પ્રત્યે કોઈ લાગણી ક્યારેય જાગી જ નથી." નૈના આંખ માંથી જબરદસ્તી બહાર નીકળતા આંસુ ને લૂંછતા બોલી.

હું નૈના ને ગળે મળી " ઇટ્સ ઓકે ચિલ, ચાલ્યા કરે.. નૈના… ઘણા લોકો જીવન માં એટલા માટે જ આવે છે કે તમને એક સબક શીખવાડે. દુઃખી થવા ને બદલે એમાં થી શીખી ને વધુ સ્ટ્રોંગ બની જા."

"પણ યાર મારી ભૂલ શું હતી એમાં..?" નૈના બોલી.

"બસ એક જ, કોઈ પર જલ્દી ભરોસો કરી લેવા ની ભૂલ, સમજ્યા વિચાર્યા, તપાસ કર્યા વિના ના આપણે કોઈ ને પૈસા પણ નથી આપતા, આ તો દિલ છે, એ કેમ આપી દઈએ છીએ..? " ઉદય બોલ્યો.

"દિલ ની કિંમત નથી હોતી, એ અનમોલ છે, એટલે હંમેશા એને સાચવી ને રાખવું, ગમે ત્યારે ગમે એને નહીં દઈ દેવા નું. " હું ઉદય ની વાત માં થોડું ઉમેરતા બોલી.

મારા, ઉદય અને પાર્થ નું કેટલું સમજાવ્યા બાદ નૈના થોડી નોર્મલ થઈ અને સુમન ની ઓફીસ એ જવા તૈયાર થવા લાગી.

નૈના વૉશરૂમ માં હતી, અમે બહાર એનો વેઇટ કરતા હતા....

મેં ત્યારે પાર્થ સામે જોયું, એ મન માં ને મન માં મલકાતો હતો.

"કેમ પાર્થ આટલો ખુશ કેમ છે..?"હું પાર્થ ની મસ્તી કરતા બોલી.

"ખુશ..,હું..ના ના એવું કંઈ નથી.."

"તો આટલું હશે છે કેમ.?"ઉદય પણ મસ્તી ના મૂડ માં બોલ્યો.

"હું ક્યાં હસું છું યાર..?" પાર્થ એની સ્માઈલ છુપાવી થોડો સિરિયસ થતા બોલ્યો.

"હ... હવે રસ્તો ક્લિયર છે એટલે, પેલા દિવસે જોયુ હતું લીંબુળી જેવું મોઢું થઈ ગયું હતું.?"ઉદય બોલ્યો.

"કયા દિવસે ઉદય..?"હું બોલી.

"અરે જે દિવસે ખબર પડી કે વિકી અને નૈના એક બીજા ને પસંદ કરે છે એ દિવસે."

"એ હા બસ હવે...થઈ ગયું ને બ્રેકઅપ...શું જૂનું જૂનું યાદ કરો છો.."પાર્થ ટોપિક ક્લોઝ કરતા બોલ્યો.

ત્યાં નૈના તૈયાર થઈ બહાર આવી.

"ચાલો, હું રેડી છું."

"હવે ત્યાં જઈ ને તને વિકી મળશે તો તું કેવી રીતે બીહેવ કરીશ..?" પાર્થ એ પૂછ્યું.

"હું એને ઇગ્નોર કરીશ."

"અમમ ના...ઇગ્નોર નહીં...., નૈના તું એની સાથે નોર્મલી વાત કરજે..., જાણે કાંઈ થયું જ નથી.."હું બોલી.

"શું કહે છે તું,મેઘા..."ઉદય બોલી પડ્યો.

"હા, સાચું કહું છું, આપણે દુનિયા સામે શા માટે એવું દેખાડીએ...કે તને કાંઈ પ્રોબ્લેમ છે એના થી,તું નોર્મલી જ વાત કરજે..., જાણે કાંઈ થયું જ નથી, કોઈ આપણે શા માટે કોન્ટ્રોલ કરી જાય તું જે છે એ જ રહેજે.....

તને આમ નોર્મલ જોઈ એ પણ આશ્ચર્ય માં પડી જવો જોઈએ,

અને હા જો એ કોઈ આડી અવળી વાતો કરે તો જરા પણ રીએક્ટ કર્યા વિના પ્રેમ થી જવાબ આપી દેજે, પણ જવાબ એવો આપજે કે એની બોલતી બંધ થઈ જાય....."હું નૈના ને જ્ઞાન આપતા બોલી.

"તું સાચે બૌ ખરતનાખ માણસ છે યાર મેઘા..." ઉદય હસતા હસતા બોલ્યો.

"થેન્ક્સ મેઘા..."કહેતા નૈના મને ગળે મળી.

"ચાલો હવે લેટ થાય છે.." હું બોલી.

"મેઘા તું અને ઉદય પણ આવો છો ને...?"

ઉદય એ હા પાડી,અને અમે નીકળી પડ્યા.

સુમન ના ઓફીસ એ પહોંચ્યા ત્યાં જ સુમન નો ગુસ્સો સાતમા આકાશ પર હતો.

"ઓહ લુક નૈના શર્મા ઇઝ હિઅર...ફાઇનલી....તમને સમય મળી ગયો નૈના શર્મા..?"

"સો સોરી સુમન, સાચે, તબિયત થોડી વધુ ખરાબ હતી મારી, પિલ લઈ અને સુઈ ગઈ હતી, બીજું કાંઈ નહીં,

બાકી ક્યારેય એવું બન્યું છે કે તે આપેલ સમય એ હું હાજર ન થઈ હોઉં...." નૈના ખોટું પણ સાચી રીતે બોલી.

"હમ્મ, આ વખતે ઓકે પણ નેક્સ્ટ ટાઈમ.."

નૈના સુમન ને વચ્ચે બોલતા અટકાવી ને બોલી પડી,"ડિરેકટર સાહીબા નેક્સ્ટ ટાઈમ આવું નહીં થાય પ્રોમિસ."

"હમ્મ, હવે તબિયત સારી છે..?"સુમન ગુસ્સો થૂંકી મિત્રતા ના સંબંધ ને યાદ રાખી બોલી.

"હા, એકદમ પરફેક્ટ,જે પિલ મેઘા લઈ આવી એ ઘણી અસરકારક હતી." નૈના મારી સામે જોઈ હસી.

"ઓકે ચાલો હવે કામ ની વાતો કરીએ.."સુમન બોલી.

બધા કામ ની વાતો માં લાગી ગયા.

નૈના થોડી દૂર સોફા પર એકલી બેઠી હતી, ત્યાં વિકી એની પાસે આવી ને બેઠો.

નૈના એ એને એક મોટી ફેક સ્માઈલ આપી અને પછી નજર ફેરવી લીધી.

"તો તબિયત કેવી છે હવે." વિકી કટાક્ષ માં પૂછતો હોય એમ બોલ્યો.

" સારી , અને હવે તે પૂછી લીધું એટલે એકદમ પરફેક્ટ થઈ ગઈ." નૈના ફૂલ એટીટ્યુડ માં બોલી.

"અચ્છા..."

"તારી તબિયત કેવી છે..?" નૈના એ વિકી ને પૂછ્યું.

"મને શું થયું છે..આઈ એમ પરફેક્ટલી ઓલરાઇટ."

" આર યુ સ્યોર..?"

"હા,સ્યોર,પણ કેમ એવું પૂછે છે ?" વિકી કન્ફ્યુઝ થઈ ને બોલ્યો.

"નહીં બસ એમ જ પૂછ્યું..." નૈના વાત કટ કરતા બોલી.

,,,,,

ફિલ્મ હવે રેડી હતી, ફર્સ્ટ લુક અને ટ્રેલર રિલીઝ થઈ ગયા હતા, લોકો નો ફિલ્મ પ્રત્યે ઉત્સાહ વધતો જતો હતો.

ફિલ્મ નું ટ્રેલર ચર્ચા નો વિષય બનતો જતો હતો,સાથે સાથે ઈન્ટરનેટ માં પણ ઘણું પોપ્યુલર બનતું જતું હતું,

લોકો માટે નૈના નો લુક અને એની એક્ટિંગ પણ એક ચર્ચા ની વિષય બની ગયા હતા.

અંતે રિલીઝ ડેટ આવી પહોંચી,રિલીઝ ડેટ ના એક દિવસ અગાઉ પ્રીમિયમ નાઈટ રાખવા માં આવી હતી, ઇન્ડસ્ટ્રી ના ઘણા નામી ચહેરાઓ પ્રીમિયમ નાઈટ માં આવ્યા હતા.

એ દિવસ સુમન અને નૈના બંને માટે સરખો જ હતો, બંને નર્વસ દેખાતી હતી.

પણ ઇન્ડસ્ટ્રી ના લોકો એ ફિલ્મ ને દિલ થી વધાવી લીધી, ખૂબ પ્રશંસા મળી. સ્ટોરી,ડિરેક્શન,એક્ટિંગ, એડિટિંગ બધા ના વખાણ થયા. નૈના ખુશ હતી.

પણ સાચી પરીક્ષા તો બીજે દિવસે હતી, પબ્લિક ને કેટલી ગમે છે ફિલ્મ એ જોવા નું હતું.

પ્રીમિયમ શો હતો એ મોલ ના થિયેટર માં

ફર્સ્ટ ડે ફર્સ્ટ શો 80% ફૂલ હતો.

શો પૂરો થવા નો સમય હતો, આખુ ફિલ્મ ક્રુ એ મોલ માં હાજર હતું.

સુમન ની કોઈ એન્ટરટેઇમેન્ટ રિપોર્ટર લોકો પાસે ફિલ્મ વિસે રિવ્યુ જાણવા ઊતાવડી થતી હતી.

શો પૂરો થયો ઓડિયન્સ બહાર આવી, રિપોર્ટર એ એનું કામ શરૂ કર્યું, લોકો તરફ થી પોઝિટિવ રીપ્લાય આવવા લાગ્યા.

ફિલ્મ લોકો ને પસંદ પડી એ જાણી બધા ખુશ હતા, એક બીજા ને ગળે મળી કૉંગ્રેટયૂલેટ કરતા હતા. આખી ફિલ્મ ક્રૂ એ ઑડિયન્સ સામે પહોંચી.

લોકો વિકી, નૈના અને સુમન સાથે સેલ્ફી ખેંચવા માં અને ઓટોગ્રાફ લેવા એમને ઘેરી લીધા, નૈના આ બધું જોઈ,અનુભવી ને ખુશ હતી.

જેમ તમને તમારો કોઈ ક્રશ કે પહેલો પ્રેમ તમારી પાસે સામે થી આવી અને તમારા દિલ ની વાત એના શબ્દો માં કહે, ત્યારે જે ફીલિંગ થાય એવી ફીલિંગ નૈના ને થઈ રહી હતી.

હું અને ઉદય દૂર ઉભા ઉભા આ બધું જોઈ રહ્યા હતા.

અમે નૈના માટે ખુશ હતા.

લોકો ની ભીડ થોડી ઓછી થઈ, નૈના ફ્રી થઈ અમારી પાસે આવતી હતી ત્યાં જ કોઈક એ એના ખભે હાથ રાખ્યો અને બોલ્યો "મેડમ એક ઓટોગ્રાફ પ્લીઝ "

"હા, હા સ્યોર " બોલતા નૈના પાછળ ફરી.

એ વ્યક્તિ નો ચેહરો જોઈ નૈના બસ જોતી રહી ગઈ.

પેલો વ્યક્તિ ફરી બોલ્યો, "તમારા સૌથી મોટા ફેન ને પણ એક ઓટોગ્રાફ આપી દો."

" આર્યન જોશી......" નૈના આશ્ચર્ય માં એની સામે જોતા બોલી પડી.

***

સુપરસ્ટાર આર્યન જોશી એ નૈના શર્મા ની લાઈફ માં કેવી રીતે એન્ટ્રી કરશે એ જોવું ઘણું રસપ્રદ રેહશે.

આર્યન જોશી કોણ છે એના વિશે થોડી માહિતી તમને સ્ટારડમ ભાગ 1 માં આપેલ હતી, હવે સ્ટારડમ માં નવો ટ્વિસ્ટ શું આવશે ?

નૈના અને આર્યન ની લવસ્ટોરી......? કે પછી...?

જાણવા માટે વાંચતા રહો સ્ટારડમ.

તમને સ્ટારડમ ભાગ 6 કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરી ને જણાવી શકો છો.

અને સ્ટારડમ 06 ને 5 સ્ટાર માંથી કેટલા સ્ટાર આપવા નું પસંદ કરશો...?

તમારા સ્ટાર અને કોમેન્ટ ની રાહ માં.

Megha gokani.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED