Stardom - 7 books and stories free download online pdf in Gujarati

સ્ટારડમ - 7

હાઇલાઇટ -

નૈના વિકી દવે ને પ્રેમ કરતી હોય છે પણ, વિકી નૈના સાથે પ્રેમ નું નાટક કરતો હતો. નૈના નું પેહલી વખત દિલ તૂટ્યું હતું, મેઘા પાર્થ અને ઉદય ત્રણેય એ નૈના ને સમજાવી અને હિંમત આપી. ટૂંક માં એ ઇન્ડસ્ટ્રી માં રહેવું હોય તો કોઈ ઉપર જલ્દી ટ્રસ્ટ ન કરવો એવી સલાહ આપી.

નૈના સમજી, સાંભળી ને આગળ વધી, નૈના ની ફિલ્મ ના પ્રમોશન વખતે એને વિકી સાથે કોઈ પણ જાત ની નારાઝગી દેખાડ્યા વિના નોર્મલી વર્તન કર્યું.

નૈના ની ફિલ્મ રિલીઝ પેહલા સુમન એ ઇન્ડસ્ટ્રી ના લોકો માટે પ્રીમિયમ નાઈટ પણ રાખી. ઇન્ડસ્ટ્રી ના લોકો ને ફિલ્મ ઘણી પસંદ પડી. બીજે દિવસે મુવી માટે ના પબ્લિક રીએકશન ને જાણવા ફિલ્મ ક્રુ એક મોલ માં પહોંચ્યા.ફિલ્મ લોકો ને ઘણી પસંદ પડી, લોકો એ નૈના ની એક્ટિંગ અને લુકસ ને વધાવી લીધા.

લોકો એ નૈના નેઓટોગ્રાફ અને સેલ્ફી ઓ પડાવવા ઘેરી લીધી.

થોડી ભીડ ઓછી થતા કોઈ એ વ્યક્તિ નૈના પાસે આવી અને ઓટોગ્રાફ માંગ્યો, નૈના તે વ્યક્તિ ને આશ્ચર્ય માં જોતી જ રહી ગઈ......

હવે આગળ શું થશે...? ચાલો શરૂ કરીએ સ્ટારડમ ની સફર...

તૈયાર છો...? ચાલો.

***

"આર્યન જોશી..." નૈના આશ્ચર્ય માં એની તરફ જોતા બોલી પડી.

સુમન આર્યન પાસે આવતા બોલી "hii આર્યન, તું અહીંયા...?"

"હા, મને તારી હીરોઇન ની એક્ટિંગ એટલી પસંદ પડી કે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા માટે આવી ગયો." આર્યન નૈના સામે જોતા બોલ્યો.

"થેન્ક્સ..." નૈના આશ્ચર્ય માં આટલું બોલી.

"થેન્ક્સ નહીં, ઓટોગ્રાફ આપો."

"શું તમે પણ.."

"ફેન્સ ને ક્યારેય નારાઝ ન કરાય..." આર્યન જોશી ફિલ્મી અંદાજ માં બોલ્યો.

નૈના એ હરખાઈ ને આર્યન ને ઓટોગ્રાફ આપ્યો.

" hey આર્યન, .." વિકી આર્યન પાસે આવી એને ગળે મળતા બોલ્યો.

"વિકી...… બ્રો આ મુવી માં તારું જાદુ ઓછું ચાલ્યું, નૈના વધુ છવાઈ ગઈ હો." આર્યન નૈના ની એક્ટિંગ વાખાણતા બોલ્યા.

આવુ કોમ્પીમેન્ટ સાંભળી વિકી નું મોઢું પડી ગયું. અને નૈના એની સામે જોઈ ને કટાક્ષ માં હસી.

"અચ્છા લુક, નૈના... હું એક ફિલ્મ બનાવી રહ્યો છું જેનો પ્રોડ્યૂસર અને હીરો બંને હું જ છું, ઇટ્સ અ બિગ બજેટ ફિલ્મ અને આ ફિલ્મ થી મારી એકસ્પેકટેશન પણ આટલી જ ઊંચી છે.

એટલા માટે મારે એ ફિલ્મ માં બધું પરફેક્ટ જોઈએ છીએ, હીરોઇન પણ.....

હીરોઇન ના ઓડિશન્સ હજુ ચાલુ છે પણ અમને હજુ એ ફેસ નથી મળ્યો જેને અમે શોધીએ છીએ, પણ તને જોઈ ને મને એવું થાય છે કે અમારી એ તલાશ પુરી થવા પર છે. મારુ તને સજેશન છે કે તું ઓડિશન આપ, મને ખાતરી છે કે તું મારી ફિલ્મ ની હીરોઇન માટે પરફેક્ટ છે. "આર્યન એ નૈના ને કહ્યું.

"ઓહ માય ગોડ.." નૈના ખુશી માં ઉછળી પડી.

"સાચે....મતલબ કે હું જરૂર થી આપીશ ઓડિશન..." નૈના બોલી.

"ઓહ્હહ, નૈના શર્મા શું વાત છે " સુમન નૈના ને ગળે મળી અને બોલી.

"થેન્ક્સ સુમન."

"તો નૈના હવે શું પ્લાન છે?" આર્યન બોલ્યો.

"બસ હવે કાઈ ખાસ નહીં...કેમ..?"

"તને પ્રોબ્લેમ ના હોય તો હું તને તારા ઘરે ડ્રોપ કરી શકું છું ..."

"હા, ઓકે...સ્યોર, પણ સુમન ને કોઈ હવે કામ નથી એ પૂછી લઉં" નૈના અચકાતા બોલી.

"ધેટ્સ ગ્રેટ.... અમમ સુમન હું તારી હીરોઇન ને લઈ જઈ શકું છું..?" આર્યન સુમન ની સામે જોઈ બોલ્યો.

" હા જરૂર થી, હવે એ તમારી હીરોઇન..." સુમન આટલું કહી હસવા લાગી.

આર્યન અને નૈના ચાલતા થયા.

નૈના એ દૂર થી જ મને અને ઉદય ને બાય કહી ને પછી કોલ કરીશ એવો ઈશારો કરી ચાલતી થઈ ગઈ.

આર્યન અને નૈના આર્યન ની કાર માં બેઠા.

આર્યન કાર ચાલવા લાગ્યો અને બોલ્યો. " નૈના, તને ઘરે છોડતા પેહલા આપણે એક નાનો બ્રેક લઈ શકીએ છીએ..?"

"ક્યાં બ્રેક લેવો છે તમારે..?"

"અહીંયા નજીક માં જ એક કેફે છે, ત્યાં ની કોફી મારી ફેવરેટ છે તો....?" આર્યન આટલું બોલી અટક્યો.

"ઓકે, મને પણ આર્યન જોશી ની ફેવરેટ કોફી ટેસ્ટ કરવી ગમશે." નૈના પણ વધુ સ્વીટ થતા બોલી.

"ઓકે."

આર્યન જોશી એ કેફે પાસે કાર પાર્ક કરી, બંને કેફે માં પહોંચ્યા, આર્યન એ બે કોફી નો ઓર્ડર આપ્યો.

"તો સુપરસ્ટાર આર્યન જોશી, તમે મને આ ઓડિશન વાળી વાત કાલે પ્રીમિયમ નાઈટ પર પણ કરી શકતા હતા, કે પછી ફોન કરી ને પણ જાણ કરી શકતા હતા તો આવી રીતે મારા ફેન બની અને...." નૈના કોફી પીતા બોલી.

"હું મારી હીરોઈન ને બધી રીતે જોવા માંગતો હતો,કાલે હું એક સ્ટાર બની ને આવ્યો હતો, આજે મેં તને ઑડિયન્સ બની ને જોઈ .."

"અને બંને માં શું ફરક લાગ્યો ..?"

"કાંઈ જ નહીં, તારો જાદુ બધી રીતે સરખો જ લાગ્યો, તારી એક્ટિંગ અને તારા લુકસ , સ્ટાર હોય કે સામાન્ય માણસ બધા ને ઘાયલ કરી દે છે." આર્યન નૈના ની આંખો માં આંખો પરોવી ને બોલ્યો.

નૈના પોતાના ના આટલા વખાણ થી અને આર્યન ની એના તરફ પ્રેમ થી જોવા ની સ્ટાઇલ થી થોડી શરમાઈ ગઈ, અને એને પોતાની નજર નીચી કરી ને કોફી માં ધ્યાન આપવા લાગી.

નૈના અને આર્યન બને કોફી પી અને નીકળી ગયા. આર્યન એ તેને એના ઘર પાસે ડ્રોપ કરી.

નૈના ગાડી માંથી નીચે ઉતરી.

"હેય નૈના, ઓડિશન કાલે અગિયાર વાગે, યાદ છે ને..?" આર્યન ફરી યાદ કરાવતા બોલ્યો.

"હા, યાદ છે..,મળ્યા કાલે...." નૈના બોલી.

"ઓલરાઈટ,બાય સ્વીટહાર્ટ.." આર્યન ગાડી સ્ટાર્ટ કરી ને નીકળી પડ્યો.

નૈના મલકાતી રહી.અને મલકાતાં ઘર તરફ આગળ વધી.

***

બે દિવસ વીતી ગયા, હું અને ઉદય સુમન સાથે બેઠા હતા.

"તો મેઘા, નૈના વિસે કાંઈ અપડેટ..?" સુમન બોલી.

"અમમ ના, કાંઈ ખાસ નહીં, બે દિવસ થી મળી તો છે જ નહીં એ મને, અને મેસેજ માં પણ ખાસ વાત નથી થતી. "

" ઓહકે અને પેલી આર્યન જોશી ના ફિલ્મ ના ઓડિશન વિસે..?" સુમન એ ફરી પૂછ્યું.

"હું પણ એ જ જાણવા ઉતાવળી થાઉં છું,પણ નૈના સાથે વાત જ નથી થઈ, કાલે એના ઘરે ગઈ હતી,તો એ હાજર નહતી.... "

"ઓહ...., મેં પણ એને ફોન કર્યા હતા પણ રિસીવ ન કર્યા..... તો આજ ની આપણી ફિલ્મ સકસેસ પાર્ટી માં નૈના .." સુમન આટલું બોલી.

"આવશે જ, હું અને ઉદય હમણાં એના ઘરે જઈએ છીએ ." હું બોલી પડી.

થોડા સમય પછી, હું,ઉદય અને પાર્થ એના ઘરે જવા નીકળી પડ્યા.

પાર્થ એ નૈના ઘરે છે કે નહીં એ પૂછવા એને ફોન કર્યો.

નૈના એ ફોન રિસીવ કર્યો.

"હેલો નૈના, ક્યાં છે તું યાર..?"

"મારા ઘરે.." ધીમા અવાજ માં નૈના બોલી.

"ઓકે,અમે આવીએ છીએ તારા ઘરે, પણ તારો અવાજ કેમ ધીમો છે, શું થયું...?"

"તમે લોકો પ્લીઝ જલ્દી આવી જાઓ પછી વાત કરીએ.." નૈના રડતા રડતા બોલી.

આટલું કહી નૈના એ ફોન કટ કરી નાખ્યો.

"મેઘા, આ નૈના ફોન ઉપર રડતી હતી..." પાર્થ બોલ્યો.

"પણ કેમ શું થયું..?" હું બોલી પડી.

"ખબર નહીં,એને કહ્યું કે તમે લોકો જલ્દી આવી જાઓ, પછી વાત કરીએ..." પાર્થ બોલ્યો.

"ઓહ, ઓકે આપણે જઈએ જ છીએ ...જોઈ લઈએ...

કેમ રડતી હશે યાર.....

એક તો ફોન માં સસ્પેન્સ ક્રિએટ કરે ને...."

હું ચિંતા કરતા બોલી.

અમારી ચિંતા માં ને ચિંતા માં એના ઘરે પહોંચી ગયા અમે.

નૈના પાસે પહોંચ્યા, એ બેડ પર મોઢા ની આડે ઓશીકું રાખી ને સૂતી હતી.

"ઓય નૈના.… શું થયું...." પાર્થ બોલી પડ્યો.

"બોલ નૈના...." હું પણ બોલી.

નૈના એ ઓશીકું સાઈડ માં રાખ્યું, ઉદાસ મોઢે બેડ ઉપર બેઠી થઈ,

અને અચાનક થી જમ્પ મારી,

અને દોડતી મારી તરફ આવી ને ગળે મળતા બોલી.

"મેઘા..... હું ઓડિશન માં સિલેક્ટ થઈ ગઈ છું,અને આર્યન જોશી ની એ ફિલ્મ માં એની હીરોઇન તરીકે હું એટલે કે નૈના શર્મા એની ફિલ્મ માં લીડ એક્ટ્રેસ તરીકે ફાઇનલ થઈ ગઈ છું.

આઈ કાન્ટ બિલિવ કે મારી નેક્સ્ટ ફિલ્મ આર્યન જોશી સાથે કરવા જઈ રહી છું...." નૈના એક્સઆઇટમેન્ટ માં બોલી પડી.

"ઓહહ માય ગોડ, કૉંગ્રેટયૂલેશનસ..." હું પણ ખુશ થતા બોલી પડી.

નૈના, પાર્થ અને ઉદય ને ગળે મળી, બંને એ તેમને કૉંગ્રેટયૂલેટ કરી.

"શું નૈના તે તો અમને ટેન્શન આપી દીધું, ફોન ઉપર રડતી કેમ હતી..?" પાર્થ બોલી પડ્યો.

"અરે એ તો બસ એમ જ મસ્તી કરતી હતી..." નૈના હસતા હસતા બોલી.

મેં એને આજ સાંજ ની ફિલ્મ સકસેસ પાર્ટી ની બધી ડિટેઇલ્સ આપી.

" આજ ની પાર્ટી મારી માટે ઘણી ખાસ રેહશે, અને વિકી દવે માટે યાદગાર. મારી સકસેસ જોઈ ને એ બળી ને ખાખ થઈ જશે, આર્યન જોશી ને પણ આજ રાત ની પાર્ટી માં હું ઇનવાઈટ કરીશ. આજ ની પાર્ટી ની લાઇમલાઈટ હું બની જઈશ.

વિકી દવે ને બધા ભૂલી જશે, આજે બધા બસ નૈના શર્મા ને જ યાદ રાખશે. આજે વિકી દવે ને હું મારો સ્ટારડમ દેખાડીશ. " એ બોલતા ની સાથે નૈના ની આંખો માં એક બદલા ની ચમક દેખાતી હતી.

"તું શું કરવા ની છો..?"હું નૈના ને ટોકતા બોલી.

"કાંઈ ખાસ નહીં, વિકી દવે નું સ્ટારડમ મારા સ્ટારડમ સામે ઝાંખું દેખાય એવું કંઈક." નૈના બોલી પડી.

***

નૈના આજ ની પાર્ટી ની સ્ટાર કેવી રીતે બનશે...? શું કરશે એવું કે એ વિકી દવે એની સામે ઝાંખો પડશે..?

હવે પછી નો સ્ટારડમ નો ભાગ ઘણો રસપ્રદ રેહશે, નૈના ની લાઈફ માં ઘણું એવું થશે,જે તમે વિચાર્યું પણ નહીં હોય.

નૈના ના સ્ટારડમ ના આ સફર ની શરૂઆત ને નૈના કેવી રીતે હેન્ડલ કરે છે, અને કોણ કોણ નૈના ની લાઈફ માં એન્ટ્રી મારે છે, અને કોણ કોણ એક્ઝિટ કરે છે, એ બધું જાણવા માટે વાંચતા રહો સ્ટારડમ.

સ્ટારડમ ભાગ 7 કેવો લાગ્યો, કોમેન્ટ કરી ને મને જણાવો.

સ્ટારડમ ભાગ 7 ને 5 સ્ટાર માંથી કેટલા સ્ટાર આપશો...?

તમારા રિવ્યુ ની રાહ માં

Megha gokani.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED