તસ્વીરે દર્દ-1 Mohammed Saeed Shaikh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તસ્વીરે દર્દ-1

તસ્વીરે દર્દ-1

મોહમ્મદ સઈદ શેખ

અજુમને હિમાયતે ઇસ્લામના વાર્ષિક અધિવેશનોમા ડૉ. ઇકબાલ જે કવિતાઓ વાચતા એમા 'તસ્વીરે દર્દ' અથવા 'દર્દનાક ચિત્ર' પણ એમાથી એક છે. આ કવિતામા એમણે પ્રવર્તમાન પરિસ્થિતિ ઉપર દેશવાસીઓની અસવેદનશીલતાનુ વર્ણન કર્યુ છે. આ સાથે જ એમણે ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે કે જો તેઓ પોતાનુ વર્તન નહી બદલે તો પાયમાલ પણ થઈ શકે છે. તેથી પોતાની બેહતરી માટે સપીને પ્રયાસ કરે એ આવશ્યક છે.

(૧) થી (૪)

નહી મિન્નત કશે તાબે શનીદન દાસ્તા મેરી

ખમોશી ગુફતગુ હૈ, બેઝબાની હૈ ઝુબા મેરી

યહ દસ્તૂરે ઝબાબદી હૈ કૈસા તેરી મહેફિલમે

યહા તો બાત કરનેકો તરસતી હૈ ઝુબા મેરી

ઉઠાએ કુછ વર્ક લાલેને, કુછ નરગિસને, કુછ ગુલને

ચમનમે હર તરફ બિખરી હુઈ હૈ દાસ્તા મેરી

ઉડા લી કમરિયોને, તૂતિયોને, અન્દલીબોને

ચમન વાલોને મિલ કર લૂટ લી તર્ઝે ફુગા મેરી

(શબ્દાર્થ - મિન્નત કશે તાબે શનીદન કોઈ સાભળવાની હિમ્મત નથી કરી શકતુ; દસ્તૂરે ઝુબાબદી વાત કરવાની મનાઈ)

ભાવાર્થ મારી દાસ્તાન કે કથા સાભળવાની કોઈ હિમ્મત નથી કરી શકતુ. એ વાતનો મને દુખ છે કે મારી કથા પ્રત્યે કોઈએ ધ્યાન નથી આપ્યુ. તેથી મે ચુપ રહેવાનુ યોગ્ય માન્યુ છે. આવી સ્થિતિમા મારી ચુપ જ મારી ભાષા બની ગઈ છે. બીજા શે'રમા તેઓ દેશવાસીઓ કહે છે તારી સભામા વાત કરવાની મનાઈ ફરમાવી દેવામા આવી છે જો કે મને અહી કોઈની સાથે વાત કરવાની ખૂબ તલબ છે. એમ છતાય આ પણ વાસ્તવિકતા છે કે મારી કથાના કેટલાક પૃષ્ઠો કેટલાક ફૂલોએ અર્થાત્ કેટલાક છોડોએ ઊઠાવી લીધા છે. જ્યારે આ પૃષ્ઠો બાગમા વિખરાયેલા પડયા હતા. આવી રીતે કેટલાક લોકોએ મારી શૈલી અને વિચારો ઉપર કબજો કરીને એને લૂટી લેવાનો પ્રયત્ન કર્યો છે.

(૫) થી (૮)

ટપક એ શમ્અ! આસૂ બનકે પરવાને કી આખોસે

સરાપા દર્દ હૂ, હસરત ભરી હૈ દાસ્તા મેરી

ઇલાહી! ફિર મઝા કયા હૈ યહા દુનિયામે રહનેકા?

હયાતે જાવેદા મેરી, ન મર્ગે નાગેહા મેરી

મિરા રોના નહી, રોના હૈ યહ સારે ગુલિસ્તાકા

વહ ગુલ હૂ મૈ, ખિઝા હૂ હર ગુલકી હૈ ખિઝા મેરી

"દરી હસરત સરા ઉમરયસ્ત અફસૂને જરસ દારમ

ઝ ફૈઝે દિલ તબીદન હા ખરોશે બે નફસ દારમ"

(શબ્દાર્થ - ખિઝા પાનખર)

ભાવાર્થ આ સ્થિતિમા ઇકબાલ શમ્અ/ મીણબત્તીને સબોધીને કહે છે કે હુ તો પગથી માથા સુધી દર્દ બનીને રહી ગયો છુ. અને મારી કથામા હવે અભિલાષાઓ સિવાય બીજુ કશુ નથી. એ શમઅ! તુ મારા દુખ દર્દની સાથી બની જા અને પતગિયાની આખમાથી અશ્રુ બનીને ટપકી જા. આશય આ છે કે જેવી રીતે હુ કૌમના દર્દ માટે અશ્રુ વહાવી રહ્યો છુ એમા તુ પણ મારો સાથ આપ. આગળના શે'રમા ઇકબાલ ઈશ્વરથી કહે છે કે તુ મને બતાવ હે ઈશ્વર! કે તારા બનાવેલા આ જગતમા જીવવા માટે કે રહેવા માટે મને આનદ કેમ પ્રાપ્ત નથી? ન તો મારા જીવન ઉપર ન જ મારા મૃત્યુ ઉપર મને કોઈ અધિકાર છે! અને આ કઈ મારા એકલાની ફરિયાદ નથી. આ તો બધા જ લોકોની ફરિયાદ છે. હુ તો એક એવા પુષ્પની જેમ છુ જે સમગ્ર ઉદ્યાનની પાનખર અને બરબાદીને પોતાની પાનખર સમજે છે. અભિલાષા અને નિરાશાની આ દુનિયામા મારી જાત તો આગાહી કરવાવાળી એક ઘટી સમાન છે. જે તડપની અનુભૂતિ હુ કરૃ છુ એનુ પ્રાગટ્ય પણ જોશપૂર્વક મારી કવિતામા કરૃ છુ, પરતુ અફસોસ આ છે કે મારા દર્દાનુભૂતિ ઉપર કોઈ ધ્યાન નથી આપતુ.

(૯) થી (૧૬)

રિયાઝે દહરમે નાઆશનાએ બઝમે ઇશરત હૂ

મૈ હર્ફે ઝેરે લબ, શરમિદએ ગોશે સમાઅત હૂ

પરેશા હૂ મૈ મુશ્તે ખાક, લેકિન કુછ નહી ખુલતા

સિકદર હૂ કિ આઈના હૂ યા દર્દે કદૂરત હૂ

યહ સબકુછ હૈ મગર હસ્તી મિરી મકસદ હૈ કુદરતકા

સરાપા નૂર હો જિસકી હકીકતમે વહ ઝુલ્મત હૂ

ખઝીના હૂ, છુપાયા મુઝકો મુશ્તે ખાકે સેહરાને

કિસીકો કયા ખબર હૈ મે કહા હૂ કિસકી દૌલત હૂ

નઝર મેરી નહી મમનૂને સૈર એ અરસએ હસ્તી

મૈ વહ છોટી સી દુનિયા હૂ કિ આપ અપની વિલાયત હૂ

ન સેહબા હૂ, ન સાકી હૂ, ન મસ્તી હૂ, ન પૈમાના

મૈ ઇસ મયખાનાએ હસ્તીમે હર રાયકી હકીકત હૂ

મુઝે રાઝે દો આલમ દિલકા આઇના દિખાતા હૈ

વહી કહતા હુ જો કુછ સામને આખોકે આતા હૈ

(શબ્દાર્થ - હુર્ફે ઝેરે લબ ધીમા અવાજે બોલવુ જેથી બીજાને સભળાઈ ન શકે ; શર્મિન્દએ ગોશે સમાઅત જે વાત કાન સુધી ન પહોચે ; સૈર અરસએ હસ્તી જીવનના મેદાનનુ ભ્રમણ ; શહેબા દારૃ)

ભાવાર્થ હુ દુનિયાના બગીચામા એવી વ્યક્તિ છુ જે આનદ અને ઉલ્લાસથી વચિત છે. હુ તો એ લોકોમાથી છુ જેના પર આનદ-ઉલ્લાસ પણ અશ્રુ વહાવે છે. મારા બગડેલા ભાગ્યનુ વર્ણન પણ કરી શકુ એમ નથી. મારો અવાજ હોટો સુધી સીમિત રહી જાય છે. તેથી બીજા લોકો એ સાભળવાથી પણ વચિત રહી જાય છે. હુ આમ તો મુઠ્ઠીભર માટી સમાન છુ પરતુ આજ દિન સુધી નથી સમજી શકયો કે હુ અડધી દુનિયાના વિજેતા સિકદરની જેમ છુ કે પછી જમશેદના એ પ્યાલા જેવો કે જેમા સમગ્ર વિશ્વના દૃશ્યો એ જોઈ લેતો હતો, કે પછી ધૂળ જેવો તુચ્છ. આશય એ છે કે ફાની દુનિયામા મે અસ્તિત્વ તો ટકાવી રાખ્યુ છે પરતુ એને સમજી નથી શકયો. આ બધી અનુભૂતિઓ છતાય એટલુ તો નક્કી છે કે મારા અસ્તિત્વ પાછળ કુદરતનો કોઈ હેતુ છે, અને હુ એક એવા અધકાર સમાન છુ જે હકીકતમા પ્રકાશ સમાન છે. હુ એક એવા ખજાના સમાન છુ જે કોઈ રણની રેતીમા છુપાયેલો છે. આ જ કારણ છે કે હજી સુધી કોઈ જાણી નથી શકયુ કે હકીકત શુ છે અને હુ કોની મત્તા છુ? મારી દૃષ્ટિને શુ આવશ્યકતા છે કે જીવનની સાથે સમગ્ર સૃષ્ટિ ઉપર નાખે? જ્યારે કે મારી જાત પોતે જ એક નાનકડી દુનિયા સમાન છે જેમા મારી પોતાની સલ્તનત છે.

ઇકબાલ કહે છે કે ન તો હુ શરાબ છુ, ન સાકી છુ, ન મસ્તી છુ ન પ્યાલો. આનાથી વિપરીત જીવનના શરાબખાનામા ઉપસ્થિત દરેક વસ્તુની વાસ્તવિકતાનો પ્રતીક છુ. આશય આ છે કે સમગ્ર સૃષ્ટિમા ઈશ્વરે માનવને કુલ મુખત્યાર બનાવીને મોકલ્યો છે. એના વિના જીવન અપૂર્ણ અને અર્થહીન છે. મારૃ હૃદય એવા અરીસા સમાન છે જેમા લોક-પરલોકના રહસ્યો સ્પષ્ટરૃપે પ્રતિબિબિત થાય છે આ જ કારણ છે કે હુ મારી પક્તિઓમા એ વાસ્તવિકતાઓને સામે લાઉ છુ જેને હુ જોઉ છુ.

(૧૭) થી (૨૦)

અતા ઐસા બયા મુઝકો હુઆ રગી બયાનોમે

કિ બામે અર્શકે તાઇર હૈ મેરે હમઝબાનોમે

અસર યહ ભી હૈ ઇક મેરે જુનૂને ફિત્નએ સામાકા

મિરા આઈનાએ દિલ હૈ કઝીકે રાઝદાનોમે

રુલાતા હૈ તિરા નઝારાએ હિન્દુસ્તા! મુઝકો

કિ ઇબરતખૈઝ હૈ તેરા ફસાના સબ ફસાનોમે

દિયા રોના મુઝે ઐસા કિ સબ કુછ દે દિયા ગોયા

લિખા કલકે અઝલને મુઝકો તેરે નોહા ખ્વાનોમે

(શબ્દાર્થ - જુનૂને ફિત્નએ સામા એ જુનૂન કે જોશ જે અવ્યવસ્થા સર્જે ; ઇબરતખૈઝ પાઠ શીખવા જેવો)

ભાવાર્થ ઇકબાલ કહે છે કે કુદરતે મને રગીબયા અર્થાત્ વાક્ચતુર લોકોમા એવા ઉચ્ચ સ્થાને બિરાજ્યો છે કે ફરિશ્તાઓ પણ મને સાભળે છે. મારી પ્રેમની ભાવનાને કારણે હુ મારી કવિતામા જીવન-મરણના રહસ્યો પ્રકટ કરવાની ક્ષમતા ધરાવુ છુ. એ પછી ઇકબાલ પોતાના સમયના ભારતની દર્દનાક તસ્વીર રજૂ કરે છે અને કહે છે તારી અફસોસજનક સ્થિતિ ઉપર મારૃ હૃદય ખૂબ રડે છે કેમકે દુનિયાના બીજા અફસાના કે કથાઓમા તારી કથાથી પાઠ શીખવા જેવો છે. તારી દર્દનાક સ્થિતિ ઉપર રડવાથી કુદરતે મારૃ નામ રડનારાઓમા સામેલ કરી દીધુ છે.

(૨૧) થી (૨૪)

નિશાને બર્ગે ગુલ તક ભી ન છોડા ઇસ બાગમે ગુલચી

તિરી કિસ્મતસે રઝમ આરાઈયા હૈ બાગબાનોમે

છુપા કર આસ્તીમે બિજલિયા રખી હૈ ગરદૂને

અનાદિલ બાગકે ગાફિલ ન બેઠે આશિયાનોમે

સુન એ ગાફિલ સદા મેરી! યહ ઐસી ચીઝ હૈ જિસકો

વઝીફા જાન કર પળ્હતે હૈ તાઇર બોસ્તાનોમે

વતનકી ફિક્ર કર નાદા! મુસીબત આનેવાલી હૈ

તિરી બરબાદીયોકે મશ્વરે હૈ આસમાનોમે

(શબ્દાર્થ - રઝમ આરાઇયા લડાઈ માટે કતારબદ્ધ થવુ ; ગરદૂ આકાશ ; અનાદિલ કોયલ ; ગાફિલ બેધ્યાન ; સદા અવાજ ; વઝીફા રટણ કરવુ, મત્રોચ્ચાર ; તાઇર પક્ષીઓ)

ભાવાર્થ ઇકબાલ ફૂલ તોડનાર અર્થાત્ દુશ્મનથી સબોધીને કહે છે કે જ્યારે બાગના માળી અને રખેવાળ જ અરસપરસ લડતા હોય તો બાગની બરબાદીમા પછી કોઈ શકા રહેતી નથી. આમ પણ આકાશે વીજળીઓ છુપાવી રાખી છે એવામા બાગની કોયલો અર્થાત્ વતનવાસીઓએ બેધ્યાન રહેવુ જોઈએ નહી. નહિતર બરબાદી સિવાય કશુ જ મળવાનુ નથી. મારો અવાજ ધ્યાનથી સાભળો! આ એવો અવાજ છે જે બાગમા પક્ષીઓ મત્રોચ્ચાર સમજીને ઉચ્ચારે છે અર્થાત્ બીજા લોકો તો મારી વાત સાભળે છે પરતુ વતનવાસીઓ તમે બેધ્યાની વર્તો છો. મારા પ્રિય! તુ કેટલો નાદાન-ભોળોભાળો છે કે દેશની રક્ષા કરવાનો તને ખ્યાલ પણ નથી, જ્યારે કે આકાશમા તારી બરબાદીની ચર્ચા-વિચારણા ચાલુ છે.

(૨૫) થી (૨૮)

ઝરા દેખ ઇસ કો જો કુછ હો રહા હૈ, હોને વાલા હૈ

ધરા કયા હૈ ભલા અહદે કુહનકી દાસ્તાનોમે

યહ ખામોશી કહા તક? લઝ્ઝતે ફરિયાદ પૈદા કર

ઝમી પર તૂ હો, ઔર તેરી સદા હો આસમાનોમે

ન સમઝોગે તો મિટ જાઓગે એ હિન્દોસ્તા વાલો!

તુમ્હારી દાસ્તા તક ભી ન હોગી દાસ્તાનોમે

યેહી આઇને કુદરત હૈ યેહી અસ્લૂબે ફિતરત હૈ

જો હૈ રાહે અમલમે ગામઝન મહબૂબે ફિતરત હૈ

(શબ્દાર્થ - અસ્લૂબે ફિતરત કુદરતનો કાનૂન)

ભાવાર્થ થોડુક અવલોકન આ દૃશ્ય વિશે પણ કર કે જે થઈ રહ્યુ છે અને જે થવાનુ છે, પરતુ તુ ભૂતકાળની વાર્તાઓમા ખોવાયેલો છે, વર્તમાનમા આવી વાર્તાઓનુ કોઈ મહત્ત્વ નથી. જરા બતાવ! તુ કયા સુધી ચુપ રહીશ? પોતાનો અવાજ ઊચો કર કે જેથી તુ ધરતી ઉપરથી ફરિયાદ કરે તો એનો પડઘો આકાશ સુધી પહોચે. ભારતવાસીઓને સબોધીને ઇકબાલ કહે છે કે મારી ચેતવણીઓ છતાય જો તમે જાગૃત થાવ અને જે કાઇ ગતિવિધિ થઈ રહી છે એના ઉકેલ માટે સઘર્ષરત્ નહી થાવ તો પછી ભૂતકાળ અને વર્તમાનકાળની દાસ્તાનમા - કથાનકોમા તમારો ઉલ્લેખ પણ નહી હોય. કુદરતનો કાનૂન આ જ છે કે જે લોકો સઘર્ષ કરે છે એ જ કુદરતના પ્રિય હોય છે.

(૨૯) થી (૩૨)

હુવૈદા આજ અપને ઝખ્મે પિન્હા કરકે છોડૂગા

લહૂ રો રો કે મહફિલકો ગુલિસ્તા કરકે છોડૂગા

જલાના હે મુઝે હર શમ્અએ દિલકો સોઝે પિન્હાસે

તિરી તારીક રાતોમે ચરાગા કરકે છોડૂગા

મગર ગુન્ચેકી સૂરત હો દિલે દર્દ આશ્ના પૈદા

ચમનમે મુશ્તે ખાક અપની પરેશા કરકે છોડૂગા

પિરોના એક હી તસ્બીહમે ઇન બિખરે દાનોકો

જો મુશ્કિલ હૈ તો મુશ્કિલકો આસા કરકે છોડૂગા

(શબ્દાર્થ - હુવૈદા પ્રકટ, જાહેર ; ઝખ્મે પિન્હા છુપાયેલા જખમ ; સોઝે પિન્હા છુપાયેલી બળતરા)

ભાવાર્થ આ પક્તિઓમા ઇકબાલ ખૂબ જ દુખ પરતુ જુસ્સાપૂર્વક એલાન કરે છે કે આજે હુ મારા છુપાયેલો જખ્મોને પ્રકટ કરીને રહીશ. મારી આખોમાથી લોહી વહેશે જે આખા બાગ અને વતનમા ફેલાઈ જશે. મારા હૃદયની બળતરાથી દરેક હૃદયની મીણબત્તી પ્રજવલિત કરીશ, અને આ જ મીણબત્તીઓથી અય વતન હુ તારી અધકારભરી રાતોને જગમગાવી દઈશ. હુ તો મારા પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર છુ શરત એ છે કે તારા વાસીઓના અતરમા દર્દે દિલ પેદા થઈ જાય. મારા દેશવાસીઓ ઘૃણા અને નફરતની આગમા બળી રહ્યા છે એમની વચ્ચે એકતાની ભાવના જન્માવવી મુશ્કેલ કાર્ય છે. એમ છતાય આ મુશ્કેલ કાર્યને હુ સરળ કરીને જ જપીશ.

(૩૩) થી (૩૫)

મુઝે અય હમનશી! રહને દે શુગલે સીના કાવી મે

કિ મૈ દાગે મુહબ્બતકો નુમાયા કરકે છોડૂગા

દિખા દૂગા જહાકો જો મિરી આખોને દૈખા હૈ

તુઝે ભી સૂરતે આઈના હૈરા કરકે છોડૂગા

જો હૈ પરદોમે પિન્હા, ચશ્મે બીના દેખ લેતી હૈ

ઝમાનેકી તબિઅતકા તકાઝા દેખ લેતી હૈ

(શબ્દાર્થ - શુગલે સીના કાવી તડપવામા વ્યસ્ત ; નુમાયા જાહેર, સ્પષ્ટ)

ભાવાર્થ મને એ મારા મિત્ર! મારી છાતીના જખ્મોને ખોદવામા અને મને તડપવામા વ્યસ્ત રહેવા દે કે જેથી પ્રેમના દાગ પ્રકટ થઈ જાય. મારી નજરોએ જે વાસ્તવિક દૃશ્યો જોયા છે એને દુનિયાને પણ દેખાડી દઈશ. જેથી તેઓ વેર અને ઘૃણાને છોડી એકસપ થઈ શકે. પછી ઇકબાલ કહે છે કે માત્ર હુ જ નહી પરતુ જેઓ છુપી દૃષ્ટિ રાખે છે તેઓ વાસ્તવિકતાને જોઈ લે છે અને પોતાના પ્રવર્તમાન તકાદાઓને પણ ઓળખી લે છે.

૩૬) થી (૪૦)

કીયા રિફઅત કી લઝ્ઝત સે ન દિલ કો આશ્ના તૂને

ગુઝારી ઉમ્ર પસ્તીમે મિસાલે નકશે પા તૂને

રહા દિલ બસ્તએ મહેફિલ મગર અપની નિગાહો કો

ફિદા કરતા રહા દિલકો હસીનો કી અદાઓ પર

મગર દેખી ન ઇસ આઈનેમે અપની અદા તૂને

તઅસ્સુબ છોડ નાદા, દહર કે આઈના ખાને મે

યહ તસ્વીરે હૈ તેરી જિનકો સમઝા હૈ બુરા તૂને

સરાપા નાલ એ બેદાદ સોઝે ઝિન્દગી હો જા

સપન્દ આસાગરહમે બાધ રખી હૈ સદા તૂને

(શબ્દાર્થ - રિફઅત ઊચાઈ, બુલદી ; આશ્ના ઓળખીતો ; પસ્ત અધમતા, નીચતા ; મિશાલે નકશે પા નિશાનની જેમ ;દિલ બસ્તએ મહેફિલ મહેફિલ કે સભાનો શોખીન ; દહર સમય, કાળ, દુનિયા)

ભાવાર્થ આ બદમા ઇકબાલ આલિમે બે અમલ અર્થાત્ આચરણહિન ધાર્મિક વિદ્વાનને સબોધે છે જે ધર્મનો ઠેકેદાર બની બેઠો છે. કેટલાક વિવેચકોએ આના વિવેચનમા રાજકીય કે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યને મદેનઝર રાખ્યુ છે પરતુ એવુ નથી. ઇકબાલનુ સબોધન ધર્મના ઠેકેદાર મુલ્લાઓ વિરુદ્ધ છે જેમણે તુચ્છ મતભેદોને મોટા મોટા બતાવી લોકોના હૃદયમા ઘૃણાના બીજ વાવી દીધા છે. કહે છે દિલને ઉચ્ચતા આપવાનો કદી પ્રયત્ન જ ન કર્યો અને જીવન પગના નિશાનની જેમ અધમતામા જ વિતાવ્યુ. અર્થાત્ સમગ્ર જીવન વેરઝેર અને ઘૃણામા જ પ્રસાર કર્યુ. તુ તારી જાતમા જ સમેટાઈને મહેફિલોમા પણ સ્વકેન્દ્રી જ રહ્યો. આ મહેફિલોની બહાર પણ ઘણુ બધુ છે એ તે જોયુ જ નહી. બીજાઓની સુદરતા ઉપર મોહિત થતો રહ્યો પરતુ તારી અદર જ છુપાયેલી સુદરતાને જોવા જાણવાનો પ્રયત્ન કર્યો નહી. કુદરતે કરેલા સર્જનોમા તુ પક્ષપાત કરતો રહ્યો. દેશ અને દેશવાસીઓ ઉપર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ એના બદલે તે આખ આડા કાન કરી લીધા અને જીભને સીવી લીધી, જાણે કશુ થયુ જ નથી. આશય એ છે કે જે બાબતોમા વિરોધ કરવો જોઈએ અને અવાજ ઉઠાવવો જોઈએ ત્યા વિરોધ કરતો નથી કે અવાજ ઉઠાવતો નથી.

(૪૧) થી (૪૫)

સફાએ દિલકો કિયા આરાઈશે રગે તઅલ્લુકસે

કફે આઈના પર બાધી હૈ અય નાદા! હિના તૂને

ઝમી કયા આસ્મા ભી તેરી કજબીની પે રોતા હૈ

ગજબ હૈ સતરે કુર્આ કો ચલીપા કર દિયા તૂને

ઝબા સે ગર કિયા તૌહીદ કા દાવા તો કયા હાસિલ

બનાયા હૈ બુતે પિન્દારકો અપના ખુદા તૂને

કુવે મે તૂને યૂસુફ કો જો દેખા ભી તો કયા દેખા

અરે ગાફિલ! જો મુતલક થા મુકય્યદ કર દિયા તૂને

હવસ બાલાએ મિમ્બર હૈ તુઝે રગી બયાની કી

નસીહત ભી તિરી સૂરત હૈ, ઇક અફસાના ખ્વાની કી

(શબ્દાર્થ - હિના મહેદી ; કજબીની વક્રદૃષ્ટિ ; ચલીપા શૂળી, ખ્રિસ્તીક્રોસ ; તૌહીદ એકેશ્વરવાદ ; બુત મૂર્તિ ; પિદાર વિચાર, કલ્પના, અભિમાન ; મુતલક પ્રકટ, જાહેર ; મુકય્યદ કેદી)

ભાવાર્થ જો અતકરણ પવિત્ર-નિર્મળ હોય તો પછી કોઈ જાતના રગની આવશ્યકતા નથી હોતી, પરતુ હે આલિમે બેઅમલ! (આચરણ વિનાના વિદ્વાન) તેે તો દર્પણની સ્વચ્છ સપાટી ઉપર મહેદી લગાવી એને રગવાનો નિરર્થક પ્રયાસ કર્યો છે. તુ એટલો વક્રદૃષ્ટા છે કે માત્ર ધરતી જ નહી આકાશ પણ તારા આ અભિગમથી વિરુદ્ધ થઈ દુખી થઈ ગયા છે, એ પણ રડે છે. તે તો કુઆર્નની આયતોના ખોટા અર્થઘટન કર્યા છે. તુ તારી જીભથી તો અલ્લાહના એક હોવા (એકેશ્વરવાદ) વિશે ગવાહી આપે છે પરતુ કાર્મિક રીતે પોતાના નિજી સ્વાર્થ માટે વિચારો અને કલ્પનાઓની ઘણી મૂર્તિઓને વસાવી રાખી છે. તે હઝરત યૂસુફ અ.સ.ની હકીકત વર્ણવતા હદ અને કેદથી સ્વતત્ર ઘણી બાબતોને તેે હદ અને કેદના વર્તુળમા કેદ કરી દીધી. તારો આશય તો આ જ છે કે મિમ્બર ઉપર રગીબયાની અર્થાત્ જોરદાર તકરીરો કરતા રહેવી પરતુ તુ જે નસીહતો કરે છે એ માત્ર અફસાનાખ્વાની (કથા કરણી)થી વધુ કઈ નથી.

(૪૬) થી (૫૨)

દિખા વહ હુસ્ને આલમ સોઝ અપની ચશ્મે પુરનમકો

જો તડપાતા હૈ પરવાનેકો, રૃલાતા હૈ શબનમકો

તિરા નઝારા હી અય બુલહવસ! મકસદ નહી ઇસકા

બનાયા હૈ કિસીને કુછ સમઝ કર ચશ્મે આદમકો

અગર દેખા ભી ઇસને સારે આલમકો તો કયા દેખા

નઝર આઈ ન કુછ અપની હકીકત જામ સે જમકો

શજર હૈ ફિરકા આરાઈ, તઅસ્સુબ હૈ સમર ઇસકા

યહ વહ ફલ હૈ કિ જન્નતસે નિકલવાતા હૈ આદમ કો

ન ઉઠા જઝ્બએ ખુરશીદસે ઇક બર્ગે ગુલ તક ભી

યહ રિફઅતકી તમન્ના હૈ કિ લે ઊડતી હૈ શબનમકો

ફિરા કરતે નહી મજરૃહે ઉલ્ફત ફિક્રે દરમામે

યહ ઝખ્મી આપ કર લેતે હૈ પૈદા અપને મરહમ કો

મહબ્બતકે શરરસે દિલ સરાપા નૂર હોતા હૈ!

ઝરાસે બીજસે પૈદા રિયાઝે તૂર હોતા હૈ

(શબ્દાર્થ - ચશ્મે પુરનમ ભીની આખો ; પરવાના પતગિયુ ; બુલહવસ ખૂબ જ લાલચુ ; શજર વૃક્ષ ઝાડ ; સમર ફળ ; ખુરશીદ સૂર્ય ; બર્ગે ગુલ ફૂલની પાખડી ; ફિક્રે દરમા ઇલાજની ચિતા ; શરર ચિગારી)

ભાવાર્થ આ પક્તિઓમા ઇકબાલ પોતાના સમકાલીન આલિમે બે અમલને સલાહ આપે છે કે પોતાની ભીની આખોમા એ સૌદર્ય પેદા કર કે જે પતગિયાના હૃદયમા તડપ જન્માવે છે અને એના કારણે ઝાકળને અશ્રુભીના થવુ પડે છે. તુ જે રીતે સૃષ્ટિના મામલાઓને જુએ છે એ કુદરતે સમજી વિચારીને સહેતુક કરેલા નિર્માણને અનુસરે છે, કેમકે ઈશ્વરે માનવ આખને કોઈ કારણથી જ નિર્માણ કરી છે. ઈરાનના રાજા જમશેદે જમ નામના જે પ્યાલાનુ નિર્માણ કરાવ્યુ હતુ એમા એ વિશ્વભરના દૃશ્યોને જોઈ લેતો હતો એમ છતાય વાસ્તવિકતાના દૃશ્યો જોવાથી એ વચિત જ રહ્યો. પોતાની હકીકતને ક્યારે પણ સમજી શક્યો નહી. સાભળી લે, ફિરકા પરસ્તી,પક્ષપાત, ભેદભાવ આ બધા એ વૃક્ષ સમાન છે જેના ફળ વેર-દ્વેષ જ છે. અર્થ એ છે કે ફિરકાપરસ્તીથી સમાજમા તોડફોડ થાય છે,સમાજને જ નુકસાન ભોગવવુ પડે છે. હઝરત આદમ અને ફરિશ્તાઓ વચ્ચે જે ભેદભાવ થયા એના પરિણામે જ આદમને જન્નતમાથી નીકળવુ પડ્યુ. આગળની પક્તિમા ઇકબાલ કહે છે સૂર્ય આટલી દૂર રહીને પણ પોતાનુ કાર્ય કરે છે એમ છતાય એક ફૂલની પાદડી પણ એનાથી ઊચકાતી નથી. આનાથી વિપરિત ઝાકળ ઊડીને અવકાશમા ભળી જાય છે કેમ કે તે બુલદ ફિત્રત- ઉચ્ચતાના સ્વભાવની માલિક છે. પ્રેમ બાણથી વીધાયેલા લોકો ઇલાજની ચિતા કરતા નથી, તેઓ તો જાતે જ પોતાનુ મરહમ બનાવી લે છે. એમને તબીબની દવાની કોઈ હાજત નથી હોતી. આ મહોબ્બતની ચિગારી જ છે જેના થકી હૃદય પ્રકાશમાન થાય છે. મહોબ્બતના નાનકડા બીજથી જ તૂર પર્વત ઉપર ઉદ્યાનોનુ નિર્માણ થાય છે. ઇકબાલનો આશય એ છે કે મહોબ્બતની ભાવના થકી જ માનવ હૃદય કાર્યકારી રીતે ઈશ્વરના નૂર (પ્રકાશ)થી પ્રકાશિત થઈ જાય છે.

(૫૩) થી (૬૧)

દવા હર દુખ કી હૈ મજરૃહ તેગએ આરઝૂ રહના

ઇલાજ એ ઝખ્મ હૈ આઝાદ અહસાન સે રફૂ રહના

શરાબે બેખુદીસે તા ફલક પરવાઝ હૈ મેરી

શિકસ્તે રગસે સીખા હૈ મૈને બનકે બૂ રહના

થમે કયા દીદએ ગિરયા વતનકી નોહા ખ્વાનીમે

ઇબાદત ચશ્મે શાઇર કી હૈ હરદમ બાવઝૂ રહના

બનાએ કયા સમઝ કર શાખે ગુલ પર આશિયા અપના

ચમનમે આહ! કયા રહના જો હો બે આબરૃ રહના

જો તૂ સમઝે તો આઝાદી હૈ પોશીદા મહોબ્બત મે

ગુલામી હૈ અસીર ઇમ્તિયાઝે મા વ તૂ રહના

યહ ઇસ્તિગ્ના હૈ પાની મે નગૂ રખતા હૈ સાગર તો

તુઝે ભી ચાહીએ મિસલે હબાબ આબરૃ રહના

ન રેહ અપનોસે બેપરવા ઇસીમે ખૈર હૈ તેરી

અગર મઝૂર હૈ દુનિયામે ઓ બેગાના ખૂ રહના

શરાબે રૃહ પરવહ હૈ મહબ્બત નૌએ ઇન્સા કી

સિખાયા ઇસને મુઝકો મસ્ત બે જામ વ સબૂ રહના

મહબ્બત હીસે પાઈ હૈ શિફા બીમાર કૌમોને

કીયા હૈ અપને બખ્તએ ખુફતા કો બેદાર કૌમોને

મહબ્બત હી સે પાઈ હૈ શિફા બીમાર કૌમો ને

કિયા હૈ અપને બખ્તએ ખુફતા કો બેદાર કૌમોને

(શબ્દાર્થ - તેગ તલવાર ; મજરૃહ ઘાયલ, જખ્મી ; રફૂ ફાટેલા કપડાને દોરાથી ગૂથી લેવુ ; બેખુદી બેશુદ્ધિ, અજ્ઞાન ; તા ફલક આકાશ સુધી ; પરવાઝ ઉડાન ; નોહાખ્વાની રડવુ ; પોશીદા છુપાયેલી ; અસીર કેદી ; ઇસ્તિગ્ના લાપરવાહી ; હુબાબ પાણીનો પરપોટો ; નૌએ ઇન્સા માનવજાતિ ; બખ્તએ ખુફતા સૂતેલુ ભાગ્ય)

ભાવાર્થ આ પક્તિઓમા ઇકબાલ યુગની સ્થિતિ વિશે પોતાનો દૃષ્ટિકોણ રજૂ કરતા કહે છે કે દુનિયામા જેટલા દુખ-દર્દ છે એનો ઇલાજ મહોબ્બત છે. મારા વિચારોની ઉડાન આકાશ સુધી છે એનુ કારણ આ છે કે મે ફૂલોથી પ્રેરણા મેળવી છે. એમનો રગ ભલે ઊડી જાય પરતુ તેઓ વાતાવરણને પોતાની ખુશ્બૂથી મહેકાવી દે છે. દેશ અને દેશવાસીઓની અસવેદનશીલતા માટે હુ કહુ છુ એ એક સ્વાભાવિક પ્રક્રિયા છે. માત્ર મારા માટે જ નહી પરતુ દરેક કવિ માટે આ કાર્ય બદગીથી ઓછુ નથી કે તે પોતાના સર્જન થકી આ પરિસ્થિતિ વિશે ચર્ચા કરતો રહે. પરતુ દેશવાસીઓની અકર્મણ્યતા પરાકાષ્ઠા ઉપર હોય તો એક જાગૃત અને સ્વાભિમાની સર્જક માટે આ વિચારવાની બાબત છે કે જ્યા ઇજ્જત-આબરૃ ન હોય ત્યા વસવાથી શો ફાયદો? દરેક માણસે એ સમજવુ જોઈએ કે સ્વતત્રતા મહોબ્બતમા છુપાયેલી છે. એનાથી વિપરિત પક્ષપાત અને વેર-દ્વેષમા ગુલામી છે.

આ નિસ્પૃહા કે બેપરવાઇ જ છે જે પ્યાલાને પાણીમા ડુબાડી રાખે છે. બિલકુલ એવી જ રીતે જેમ કોઈ નદીના પાણીમા પરપોટા ઉપર નીચે થયા કરે છે પરતુ ડૂબતા નથી. તારા માટે આવશ્યક છે કે તુ પણ નિસ્પૃહ થઈ જાય. તે તો વેરઝેર અને ઘૃણાથી પોતાની જાતને બીજાથી અલગ કરી રાખી છે. જો જગતમા રહેવુ હોય તો આ રીત છોડી દે, અને બધાથી મળીને સપીને રહે. કારણ કે પ્રેમ અને મહોબ્બત જ માનવજાતિને આનદી અને પ્રસન્ન રાખે છે. હુ શરાબ પીધા વિના પણ મસ્ત અને ચૂર રહુ છુ એનુ કારણ પ્રેમ છે. પ્રેમની ભાવના જ એવી છે જેનાથી બીમાર કોમો સાજી થાય છે. અને એના કારણે જ એમનામા જાગૃતિ આવે છે. અહી ઇકબાલનો આશય એ છે કે ઘૃણા અને ભેદભાવને લીધે કોમો કે જાતિઓ વિનાશ નોતરે છે અને પ્રેમની ભાવના જ છે જેનાથી કોમો કે જાતિઓ સફળતા મેળવે છે.

(૬૨) થી (૬૯)

બયાબાને મહબ્બત દશ્તે ગુરબત ભી, વતન ભી હૈ

યહ વીરાના કફસ ભી, આશિયાના ભી, ચમન ભી હૈ

મહબ્બત હી વહ મઝિલ હૈ કિ મઝિલ ભી હૈ સહરા ભી

જરસ ભી, કારવા ભી, રાહબર ભી, રાહઝન ભી હૈ

મર્ઝ કહતે હૈ સબ ઇસકો, યહ હૈ લેકિન મર્ઝ ઐસા

છુપા જિસમે ઇલાજે ગરદિશે ચર્ખે કુહન ભી હૈ

જલાના દિલકા હૈ ગોયા સરાપા નૂર હો જાના

યહ પરવાના જો સોઝા હોતો શમ્એ અજૂમન ભી હૈ

વહી ઇક હુસ્ન હૈ, લેકિન નઝર આતા હૈ હર શયમે

યહ શીરી ભી હૈ ગોયા, બે સુતૂ ભી કોહકન ભી હૈ

ઉજાડા હૈ તમીઝે મિલ્લત વ આઈને કૌમોકો

મિરે અહલે વતન કે દિલમે કુછ ફિક્રે વતન ભી હૈ?

સુકૂત આમોઝ તોલ દાસ્તાને દર્દ હૈ વરના

ઝબા ભી હૈ હમારે મુહ મે ઔર તાબે સુખન ભી હૈ

"નમી ગર દીદ કો તહ' રિશ્તએ મ્આની રિહા કરદમ

હિકાયત બૂદ બે પાયા, બખામોશી અદા કરદમ"

(શબ્દાર્થ - જરસ એ ઘટ કે કાફલાની રવાનગી વખતે વગાડવામા આવે છે ; મર્ર્ઝ બીમીરી)

ભાવાર્થ કવિતાના છેલ્લા બદમા ઇકબાલ આ નિર્ણય ઉપર આવે છે કે આ જગતમા પ્રેમ જ બધુ છે. એનાથી જ સૃષ્ટિ ટકેલી છે. પ્રેમ ક્યારેક વેરાન રણ તો ક્યારેક દેશનુ પ્રતીક બની જાય છે. ક્યારેક બગીચો. ક્યારેક વીરાનો, ક્યાક ચમનનુ રૃપ ધારણ કરી લે છે. પ્રેમ ભાવના છે જે મઝિલ તો ક્યારેક રેગિસ્તાન, તો ક્યારેક કાફલાને રવાના કરતા સમયે વગાડવામા આવતુ ઘટ, તો ક્યારેક કાફલો પોતે જ, ક્યારેક માર્ગદર્શક તો ક્યારેક લુટારો બની જાય છે. આમ તો લોકો પ્રેમને એક બીમારી સાથે સરખાવે છે, પરતુ આ એક એવી બીમારી છે જેમા સૃષ્ટિની બીમારીઓનો ઇલાજ છુપાયેલો છે. આ ભાવનાથી જ્યારે હૃદય બળે છે ત્યારે સરાસર પ્રકાશ પથરાઈ જાય છે કેમકે આ એક એવુ પતગિયુ છે જે મીણબત્તીની તાકતનુ પરિણામ બની જાય છે.

પ્રેમ એક એવુ સૌદર્ય છે જે બધી જ વસ્તુઓમા ઝલકે છે. શીરી, ફરહાદમા આમ તો ઘણો તફાવત છે પરતુ પ્રેમની અનુભૂતિએ જ એમને એકબીજાથી પ્રભાવિત કરી રાખ્યા છે. વેરઝેર અને ઘૃણાએ કોમો કે જાતિઓની બરબાદી નોતરી છે. પરતુ અફસોસ મારા દેશવાસીઓને આ બાબતે કોઈ ચિતા નથી. આ કથા આમ તો હજી પણ લાબી ચાલી શકે એમ છે કારણ કેમારા વિચારોની અમાપતા ઘણી છે. કવિતાને તેઓ નઝીરીના ફારસી શે'ર સાથે પૂર્ણ કરે છે જેનો અર્થ એ છે કે વિષયની લબાઈ પૂર્ણ થતી ન હોતી તેથી મે એને છોડી દીધો. આ એક એવુ વર્ણન છે જે ખૂબ જ વિસ્તૃત છે. તેથી ચુપ થઈ જવા સિવાય મારી પાસે બીજો કોઈ ઉપાય નથી.

***