લાગણીનો લહેકો - Letter to your Valentine BINAL PATEL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીનો લહેકો - Letter to your Valentine

લાગણીનો લહેકો ટુ,

બિનલ પટેલ

માય "PRINCE CHARMING ",

"તને શોધ્યા કરું હું પ્રેમભરી નજરોમાં,

તુ મને મળ્યા કરે સપનાની ડગરમાં,

વાટ જોવું હું તારી, આ સુંદર સફરમાં,

કયારે આવીશ તુ મારા જીવનમાં?"

પ્રેમ એટલે શું એ અવ્યાખ્યાયિત પદ છે જેની વ્યાખ્યા દરેક માટે અલગ જ હોય. આજે હું એવી વ્યક્તિને પત્ર લખી રહી છું જેને મારે કયા સરનામે મોકલવો એ મને ખબર નથી. એક એવી વ્યક્તિ જેનું અસ્તિત્વ મેં જીવંત રાખ્યું છે યાદોમાં અને સપનાઓમાં. આ પત્ર દ્વારા મારા માનનાં ભાવ કાગળ ને કલમ પર જેમ ઉતરે છે એમ આ પત્ર વાંચી તારા દિલના દરવાજા પર મારા નામની ડોરબેલ વાગે તો જરાક પ્રેમથી દરવાજો ખોલી વધાવી લેજે.

તને એવું થશે કે આજના ટેક્નોલોજીના જમાનામાં આ મને પત્ર કેમ લખે છે? એમાં એવું છે ને "HANDSOME "(હા, હું તને આ નામથી બોલાવીશ) કે બોલીને જે હું નથી કહી શકતી એ કદાચ આ પત્ર જરર કહી દેશે, જે કદાચ તુ સાંભળવા આતુર હોઈશ. " જીવનમાં પરીક્ષાની ઉંમર વીતી જાય પછી જિંદગીની પરીક્ષાના સફરમાં સાથ આપવા એક એવો હાથ મળે જેમાં હું અને તુ મટીને "આપણે" થઇ જઈએ અને આપણો સાથ આપણા બંનેના જીવનને સુગંધિત ફૂલોની જેમ સુવાસિત કરે. જિંદગીની પરીક્ષાઓ શરુ થઇ ગઈ છે. મને ખબર છે કે તને પણ મારી કમી એટલી જ વર્તાય છે જેટલી કે મને.

પ્રેમ મારા મતે શું છે એ હું તને આજે કહી જ દઉં છું. મારા હિસાબે પ્રેમ એટલે પૂજા, વિશ્વાસ, આસ્થા, માન-સમ્માન, શ્રદ્ધા, અનુભૂતિ અને એક મજબૂત ડોર. એક એવી ડોર જેનો દોરો ભલે દેખાય નહિ પણ એ દોરાના ભરોસે આખી જિંદગી સુખ-દુઃખના પ્રસંગો સુકવાય અને એ દોરો દિવસે ને દિવસે મજબૂતીની એક પાક્કી ઇમારત ઉભી કરી દે જે કોઈ ત્રીજી વ્યક્તિના ૧૦૦૦૦ પ્રયત્ન છતાં તૂટી ના શકે. પ્રેમ એટલે એક અહેસાસ.. તુ દૂર હોય છતાં તારા સ્પર્શની અનુભૂતિ, તારા શ્વાસની સોડમ અને તારા અવાજનો ઝણકાર જે મને હંમેશા તારા સાથનો આભાસ કરાવે. તારા ના બોલવા છતાં મારુ બધું જ સમજી જવું, તારી "હા"માં તારી "ના" છુપાઈ છે કે "ના"માં "હા" એ તારા વગર કીધે સમજી જવું, આંખોનો વાર્તાલાપ, શબ્દોની રમત, રંગોની દુનિયા ને જિંદગીનો સાથ. વિરહની વેદના, મેળાપની તડપ ને પ્રેમની તરસ, મીઠો ઝગડો ને પછી લાડના મનામણાં, દિવસ-રાતની ખુશી ને જીવનની તકલીફ બધું જ એક વ્યક્તિની સાથે આવે છે અને એ એક અનુભૂતિ જ પ્રેમ છે મારા મતે. પ્રેમમાં "સ્પર્શ"નું જેટલું મહત્વ નથી એટલું મહત્વ "અનુભૂતિ"નું છે, જીવનમાં દરેક પળ એકબીજાનો "હાથ" પકડીને આપણે ચાલી નથી શકવાના એ ખબર છે પણ આપણા "સાથ"માં એટલી તાકાત હશે કે દુનિયા જીતી શકીએ. ટૂંકમાં પ્રેમ એટલે એવી બેંક જેમાં મુકેલી લાગણીઓ બમણી થઈને આવે કે ના આવે પણ આપણી મુદ્દલ કરતા ઘટશે તો નહિ જ. વગર અપેક્ષાએ કરવામાં આવતી એક પ્રેમભરી "DEPOSIT " જેમાં "PROFIT -LOSS " જેવું કાંઈ હશે નહિ બસ આનંદ હશે તો ખાલી "DEPOSIT " મૂક્યાનો..

"મન મળે ત્યાં કોણ નડે?

તારો સાથ મળે ત્યાં જગ જડે."

પ્રેમમાં સૌથી મોટી ડોર હોય તો એ "વિશ્વાસ" જેની કમી કયારેક આપણા સંબંધમાં નહિ આવા દઈએ એ વાતની હું અત્યારથી ખાતરી આપું છું. કયારેય "શક" નામના કીડાને આપણી ઇમારતમાં ઉધઈ બની આવવા નહિ દઈએ. ખાસ આપણી ઇમારત સત્યના મજબૂત પાયાથી ચણેલી હશે જેથી એમાં ઉધઈ જેવી બીમારી માટે કોઈ સ્થાન નહિ જ હોય.

પ્રેમ કરીને લગ્ન કરવા કે લગ્ન નક્કી થાય પછી પ્રેમ કરવાની શરૂઆત કરવી એ મને નથી ખબર. આપણા નસીબ આપણને કેવી રીતે મળાવશે એ સમયની પ્રતીક્ષા હું કરીશ. તને પામી ચુક્યાનો આનંદ જેટલો મારા અંતરમાં નહિ સમાતો હોય એટલો મારા ચહેરા પર દેખાશે અને એ જોવા તુ તત્પર હોઈશ અને મને રાહ જોતી જોઈને તને પણ જે પ્રેમ ઉભરશે એ જોવા હું આતુર હોઈશ. કેમ ના હોઈએ? કોઈની રાહ જોવી, અને એ પણ એક આશા સાથે એમાં પણ એક "અવસર" જેવો આનંદ મળે છે.

"તુ લાગે "HANDSOME " તને પ્રેમથી "WELCOME ",

તારું નામ મેં પડ્યું "CUTTIEE " તને પ્રેમ કરવો એ મારી "DUTY ",

તારી સાથેની એ દરેક "FIGHT " ને મારા પર ખાલી તારો જ "RIGHT ",

તારી "WAIT " માં મેં ખુલ્લા રાખ્યા "GATE ",

તારી એ ચકાચક "SMILE " ને ખુલી જાય મારા દિલની "FILE "

તું જલ્દી આવે તો સારું હવે, નહિ તો બહુ લાગી છે "LINE ". હા હા હા હા. મઝાક હવે!

તને મારા જીવનની દરેક સેકન્ડ, મિનિટ અને કલાકમાં સ્થાન આપવા, મારા સુખ-દુઃખમાં ભાગીદાર બનાવવા, મારી સુંદરતાના વખાણ કરવા, મારી મસ્તીભરી વાતો પર હસવા, મીઠો ઝગડો કરવા ને મને જીવનમાં હર હંમેશ સાથ આપવા પ્રેમભર્યું આમંત્રણ છે અને તારા જીવનની દરેક મુશ્કેલીઓમાં તને સાથ આપવા, તને દુનિયાથી પર રહીને પ્રેમ કરવા, તારા ઘરમાં તુલસી કયારે દીવો કરવા ને તારા જીવનમાં અંધકાર દૂર કરી ખુશીઓના દીવા કરવા હું તત્પર છું.

ફ્રોમ,

યોર "CUTTIE "

-બિનલ પટેલ