વિક્ટીમ - 9 Bhavesh Tejani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિક્ટીમ - 9

ડો.સ્નેહલે રીપોર્ટસ જોવાનું ચાલુ કરું અને ડો.વિનોદચંદ્ર એ બોલવાનું ચાલુ કર્યું “ હાર્ટ આચાનક આટલી ઝડપથી કામ કરવા લાગુ મને તો હજુ પણ ભરોસો નથી બેસતો, અરે આપડે મેહનત કરીને થાકી ગયા પણ એના મગજમાં રહેલું બ્લોકેજ આપડે સારું ન કરી શકા પણ અત્યારે એ બ્લોકેસ જાણે મેળે ખુલવા લાગુ હોઈ એવું લાગે છે. અત્યારે તો એવું લાગેછે કે એના માં અચાનક જીવવાની ચાહત પેદા થઇ ગઈ હોઈ અને હદય પણ જાણે મોત સામે જંગે ચડું હોઈ એવું લાગે છે. એના પર કોઈ જ દવાની અસર જ નથી થતી.હવે તો આપડે માત્ર દર્શક બની ને જોવાનું છે કે શું થાય છે કેમ કે જે અત્યારે થઇ છે એ કઈંક ચમત્કાર જેવું જ છે આપડે તો રીપોર્ટસ કરાવીને મોનીટર કરવાનું છે કે શું થઇ છે. બાકી હવે ઉપરવાળા પર છે”.

ડો.સ્નેહલે એ સાંભળું પણ એને પાતાના કાન પર ભરોસો નહોતો આવી રહ્યો એણે બધાજ રીપોર્ટસ ફરી તપાસા. અને જયારે એણે ખાતરી થઇ તો જાણે દિલ જુમી ઉઠું આખો ખુશીના લીધે નમ થઇ ગઈ. જાણે એણે એવું લાગુ કે ચારો દિશાના ફેલાયેલ એ અંધકાર વચે જાણે એક નાનું સરખું પ્રકાશ નુ પુંજ આવ્યુ હોઈ અરે વર્ષોથી આવી પણ ક્યાં કોઈ આશા જન્મી હતી. નાચવાનું મન થઇ આવ્યું પણ મહામેહનતે પોતાની જાત પર કાબુ રાખી અને ત્યાં જ શાંતિ થી બેસી રહ્યા કે જાણે કશું બન્યું ન હોઈ એમ કદાશ એક ડર પણ હોઈ કે કહી આ નાનકડી ખુશી પળભર ની ના બની જાય. હવે તો ડો.સ્નેહલને ખુશી પરથી જાણે ભરોસો ઉઠી ગયો હોઈ એવું લાગતું હતું.

ત્યાં બેઠેલી બધી જ વ્યક્તિની આંખોમાં હર્ષના આંસુ હતા. ડો.વિનોદચંદ્ર ત્યાંથી ગયા અને બીજા કામમાં લાગી ગયા. દેવી બહેન પણ હવે પોતાના કામ માં લાગી ગયા. બસ હવે ડો.સ્નેહલ અને પેલી સ્રી જ બચ્યા હતા. ડો.સ્નેહલને થયું કે અત્યારે એણે એકાંત માળે અને તે એ પેશન્ટને મળી લે પણ પેલી સ્રી ત્યાં જ છે શું કરવું? એવી હાલત છે કે એને કહી પણ ના શકે અને રહી પણ ના શકે આજે આ દિલ ની આજીબ કશ્મકશમાં માં ફસાયા હતા. ત્યાં જ પેલી સ્રી એ એણે કહયું તું થોડીવાર આહી બેસ હું ઘરે ફોન કરીને આવું. ડો.સ્નેહલને ભાવતું હતું અને વૈદે કહયું જેવો ઘાટ થયો. એ સ્ત્રી ત્યાંથી ગઈ પણ પશી નવી ઉલજન સામે આવી કે હવે એ પેશન્ટ પાસે જઈને શું કરવું. દિલ ની ખુશીઓ એ દિમાગ પર તાળું મારી દીધું અને તે ત્યાજ મનમાં હરખાતા ત્યાં જ બેસી રહ્યા.

સમય એ એનું કામ ચાલુ રાખ્યું. એ પેશન્ટના પરિવારના લોકો પણ હવે હોસ્પિટલ આવી ગયા હતા. પૂરો દિવસ રીપોર્ટસનો ખેલ ચાલ્યો. દરેક રીપોર્ટસમાં બ્લોકેસ ઓછા થતા જતા હતા. સાંજ થતા તો લગભગ પુરા મગજમાં લોહીનું ભ્રમણ ચાલુ થઇ ગયું હતું પણ હજુ એ પેશન્ટ કોમાં માંથી બહાર નહોતો આવ્યો પણ હવે જે આચકીઓ ચાલુ હતી એ બંધ થઇ ગઈ હતી અને ફરીથી પેહલાની જેમ શરીર શાંત થઇ ગયું હતું. પલ્સ રેટ પણ હવે નોર્મલ થઇ ગયા હતા.

ડો.સ્નેહલે એ પેશન્ટના પરિવારને સમજાવી અને પોતાના ઘરે મોકલી આપો અને હવે તો ડો.વિનોદચંદ્ર પણ પોતાના ઘરે ચાલ્યા ગયા હતા. ડો.સ્નેહલ પણ હવે તોટાના રોજિંદા કામ પતાવી અને એ પેશન્ટ પાસે જઈને બેઠા અને તેને એક નજર ભરીને જોઈ રહ્યા અને એને પોતાનો ભૂતકાળ આખો સામે આવી ગયો. બધા જ દ્રશ્યો એની આખો સામે એક પછી એક પસાર થવા લાગ્યા અને ત્યાં જ તે પેશન્ટનો હાથ પોતાના હાથ માં લઇ ને નિંદ્રાધીન થઇ ગયા.

સમયે ફરીથી પોતાના અતિતના પન્ના ખોલવાનું ચાલુ કરી દીધું. આ વમળ માં ફસાયેલી જિંદગીનો એ પળેપળનો સાક્ષી હતો. આ વિચારો અને પોતાની જીદ્દના લીધે ફસાયેલી જિંદગીને સમયે આજે ફરી પછી યાદ કરી.

સાંજ ઢળવા માટે તૈયાર હતી સૂર્યએ પણ પોતાની ચલ વધારી દીધી હતી જાણે એણે પણ ઘરે જવાની જલ્દી ના હોઈ. શહેરના સીટી ગાર્ડનમાં રોજ લોકોનો જમાવડો લાગે અને સૌ પોતપોતાની ધૂનમાં ગાર્ડનમાં ચક્કર મારે. ગાર્ડનના પાછળના ભાગમાં થોડી બેંચ હતી ત્યાં લોકોની ભીડ ઓછી હતી ત્યાં થોડા મોટી ઉમરના બેઠા હતા બાકી એકદમ શાંતિ કોઈ મોટી ચહલપહલ નઈ.

ત્યાં એક ખુણાની બેંચ પર એક ઉપર એક યુવાન બેઠો છે. સહેજ ઢળતો વાન માયુસ ચેહરો જાણે આખી દુનિયાનું દર્દ લઈને બેઠો હોઈ મુર્જાયેલું મુખ છે એનું ચેહરા પણ નું નુર જાણે ગાયબ હતું. ૨૨-૨૩ વર્ષ માંડ હશે. આકાશ સામે જોઈ ને બેઠો છે. મન માં જાણે એક તુફાન ઉઠેલું છે. એની જિંદગીમાં આવેલા તુફાનને યાદ કરતા બેઠો છે.

એ યુવાનનું નામ ભાવેશ તેજાણી. એ હમણા થોડા દિવસોથી સમય મળે એટલે બેસવા આવી જાય. ના કોઈ શિકાયત ના કોઈ ગુસ્સો બસ ઉદાસ ચેહરો અને એની યાદો સાથે અહી એકાંતમાં જ પોતાનો સમય ગાળે, એકાંત તો એની આદત બની ગઈ હતી. એ ઘરે પણ કામ સિવાય કઈ બોલે નઈ કે પછી એની ઓફિસમાં કામ વગર બોલવાનું નઈ મૌન જ એની જિંદગી બની ગઈ હતી.જાણે કે આ દુનિયામાં એનું કોઈ ન હોય કે એ કોઈ નો હોઈ બસ એ યાદો સાથે જિંદગીના સફરને જાણે પૂરું કરવાનું હોઈ એમ સમય કાઢે. સાંજ થતા પોતાના ઘર તરફ પ્રયાણ કરે.

આજે પણ એ એવી જ રીતે એ આ ગાર્ડનમાં આવીને બેઠો છે. ફોર્મલ કપડામાં ઇનશર્ટ કરેલું છે બ્લેક શુસ સાથે આવીને એ ત્યાં બેંચ પર બેસીને બસ શંતિથી એ આકાશ તરફ તો ક્યારેક ઝાડ પર તો ક્યારેક એ પક્ષીઓને જુએ છે. અને પોતાની મધુર યાદોને વાગોળે છે. નથી એણે આજુ બાજુના લોકો ની પડી કે એ શું કરે છે શું કેહશે એતો બસ એની જ ધૂન માં કલાકો વિતાવી દે.કેટલીય વખત તો એણે ત્યાં બેઠેલા બુજુર્ગોના મો એથી પણ સંભાળું હતું એને ગાંડા જેવો કેહતા પણ એણે હવે ક્યાં કોઈ ફર્ક પડતો હતો. જિંદગીના એટલા જખ્મો સામે તો આ જખમો કઈ નહોતા અને તેમ છતાં એમને જિંદગી સામે કોઈ જ ફરિયાદ ન હતી. બસ એ પોતાની રીતે જીવે જતો હતો.

એ રોજે અલાર્મ સેટ કરીને બેસે નહીતર એણે સમય નું પણ ભાન નહોતું રેહતું અને ઘરે જઈ એટલે ઘરવાળા બધાને ચિંતા થઇ જઈ અને એણે ગોતવા નીકળી જતા. આજે પણ એ અલાર્મ ચાલુ કરીને બેઠો હતો અને એ વાગતા જ એ પોઅતની તંદ્રામાંથી બહાર આવો અને પોતાના ઘર તરફ પોતાના પગ ઉપાડા.

એ રોજે ચાલીને જ ઘરે જતો કે જેથી કરીને જમવાના સમયે જ પહોચે અને કોઈ સાથે વધારે બોલવુંના પડે. આજે પણ એણે એ ગાર્ડનની બાજુ માંથી પસાર થતા રસ્તા પર ચાલવાનું ચાલુ કરું. ત્યાં જ એનું ધ્યાન સામેની બાજુ બેકાબુ બનેલા ટ્રક પર પડ્યું એ આડો તીરસો થતો રસ્તામાં આવતું બધું જ તોડીને આગળ વધી રહ્યો હતો. એણે જોયું કે ટ્રક જે દિશામાં આગળ વધી રહ્યો છે ત્યાં આગળ જ ત્રણ લોકો વાતો કરતા કરતા જઈ રહ્યા હતા. જેમાં બે પુરુષો અને એક સ્રી હતી એમાંથી વળી એ મહિલાને શું સુજુ કે ત્યાં નીચે બેસી અને પોતાના શુસને સારખા કરવા લાગી અને એ પુરુષો સાથે થોડું અંતર વધુ અને ટ્રક એજ દિશામાં આવી રહ્યો હતો ભાવેશે કઈ પણ વિચાર વગર દોડ મૂકી જાણે કે એ ટ્રક સાથે રેસ હોઈ કે પેલી સ્રી સુધી પેહલા કોણ પહોચે? પણ આખરે ભાવેશની જત થઇ એણે પેલી સ્રી હજુ થોડું જ ઉભી થઇ હશે કે જોર થી ધક્કો મારી દીધો એ સીધી જ આગળ જતા બંને પુરુષો સાથે અથડાઈ અને ત્રણેય દુર ફેકાઈ ગયા અને પશી પાછળથી એક જોરદાર ધમાકાનો આવાજ આવો ધડામ.....

ક્રમશઃ

આ મારી પેહલી સ્ટોરી છે એટલે કદાચ મારી કેટલીક ભૂલો હોય શકે અને હું આમાં આગળ શું ફેરફાર કરુતો રસપ્રદ બને તે માટે મને તમારા પ્રતિભાવની રાહ જોઇશ. મારો વોટ્સએપ નંબર છે ૮૪૬૦૧૫૨૧૦૬ આભાર