વિક્ટીમ Bhavesh Tejani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિક્ટીમ

સદ્દભાવના મલ્ટીસ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલમાં મેઈન ઓફીસની બાજુમાં એક સ્પેશીયલ રૂમમાં એક પેશન્ટના બેડ પાસે ડો.સ્નેહલ પટેલ બેઠા છે. તે પેશન્ટ તેના માટે ખાસ છે. તે વ્યક્તિ અહી વર્ષોથી જીવતી લાશ બનીને પડી છે. આ સ્પેશીયલ રૂમ તેના માટે ખાસ બનાવવામાં આવેલો છે. એ પણ શહેરના મશહુર ન્યૂરોસર્જન એવા ડો. સ્નેહલ ના કેબીનની એકદમ બાજુના રૂમમાં. આ રૂમમાં માત્ર એક જ બેડ આવેલો છે. તેમ છતાંય આ રૂમમાં જરૂરી બધા જ સાધનો અને સુવિધાઓં ઉપલબ્ધ છે. રૂમમાં માત્ર ટુક-ટુક નો ધીમો ધીમો અવાજ આવી રહ્યો છે. નિરવ શાંતિ વચ્ચે આ ધીમો અવાજ પણ વીકરાળ લાગે છે. તે પેશન્ટના શરીર સાથે કેટલાક કેબલો અને નળીઓ લગાવેલી છે. અનેતે તેની બાજુમાં પડેલા મશીન સાથે લગાવેલા છે. તે મશીનના ગ્રીન કલરના ડિસ્પ્લેમાં એક સળકતી લાઈન સતત ઉપર-નીચે થઇ રહી છે. તે લાઈન એ એક માત્ર તે વ્યક્તિના જીવિત હોવા માટેની એક માત્ર નિશાની છે. તે પૂરો સફેદ રંગમાં રંગાયેલો એક નિર્જીવ રૂમ છે. તેમાં મોટા ભાગે માત્ર ડો. સ્નેહલ ની અવર-જવર વધારે હોય છે. બાકીના સમયમાં તો તે પેશન્ટ રૂમમાં ટીકટીક ના અવાજ સાથે એકલા હોય છે પણ આ સમય ખુબજ ઓછો હોય છે. હા, એક નર્સ તેના ઉપર સતત નજર રાખે છે.

શહેરના રીંગ રોડ પર એક મોટું ભવ્ય બિલ્ડીંગ આવેલું છે. તેનો વિશાળ અને ભવ્ય ગેટ કલાત્મક રીતે બનાવવામાં આવેલો છે તેની દિવલોની બાજુમાં લીલા છોડ લાઈનમાં લગાવેલા છે જે તેની સુંદરતામાં ઓર વધારો કરે છે. તેમાં પ્રવેશ કરતા જ એક મોટી જગ્યા છે તેની વચ્ચે થઇને રસ્તો તે બિલ્ડીગ સુધી જાય છે. અને બંને બાજુએ પાર્કિંગ માટે ની વ્યવસ્થા કરવામાં આવેલી છે. બિલ્ડીગ પાસે પહોચતા જ ડાબી બાજુ એ એક મોટું મેડીકલ સ્ટોર બનાવેલું છે. તેના પર સતત લોકોની અવર-જવર ચાલુ છે. તેની પાછળના ભાગમાં ઉપર જવા માટે લીફ્ટની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને તેની બાજુ માં જ દાદરની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. તે સીડીઓની બાજુમાં જ દવાઓ માટેનો મોટો સ્ટોર રૂમ બનાવવામાં આવેલો છે. તો જમણી બાજુ એ પેશન્ટ માટે જમવાનું બનાવવા માટેના રસોડાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તેની પાછળના ભાગમાં આરામ કરવા માટેના રૂમ બનાવવામાં આવેલા છે. સીડીઓ ગોળાઈ લઈને ઉપર પેહલા માળે આવે છે. ત્યાંથી તે ફરીને ગોળાઈ લઈને ઉપર જવા માટે તેની સફર પર નીકળી પડે છે. તે ગોળીની વચ્ચે જ લીફ્ટ માટે નો દરવાજો આવેલો છે. દાદરની સામે થોડી જગ્યા મુકીને સામે રીસેપ્શન કાઉન્ટાર આવેલું છે. તેનાથી આગળ જતાજ પેલો સ્પેશ્યલ રૂમ આવેલો છે. તેની પાસે મેઈન ઓફીસ અને તેનાથી થોડું આગળ જતા બીજા ડોકટરો માટેના કેબીનો આવેલા છે.તો તેની સામેની લાઈનમાં ઓપરેશ થીયેટર અને ત્યાર બાદ I.C.U. રૂમ આવેલા છે. ઓપરેશન થીયેટરની ઉપર ક્યારેક લાલ લાઈટ ચાલુ તો ક્યારેક બંધ થઇ રહી છે. તેની આસપાસ સતત ડોકટરો અને નર્સો દોડધામ કરી રહ્યા છે .ક્યારેક તેના ચેહરા પર ગંભીર ભાવ દેખાય છે તો ક્યારેક તેના ચેહરા પર ખુશીનો માહોલ દેખાય છે. I.C.U. ની બાજુમાં જ એક વેઈટીંગ રૂમ બનાવવામાં આવેલો છે. તેની બાજુમાં જ પીવાના પાણી ની વ્યવસ્થા કરવા માં આવેલી છે. રીસેપ્શનની સામે જ એક નાનકડું રાધા-કૃષ્ણ મંદિર બનાવેલું છે. તે મંદિરમાં દરરોજ સવાર-સાંજ ડો. સ્નેહલ ની આગેવાનીમાં પૂજા કરવામાં આવે છે અને આ રોજ નું વણ કહ્યું રૂટીન છે. આ નિત્યક્રમ જ્યારથી ડો. સ્નેહલ એ આ હોસ્પિટલ સંભાળી છે ત્યારથી ચાલ્યો આવે છે.

બીજા માળે નાની-નાની રૂમ આવેલી છે, જેમાં માત્ર એક એક બેડ છે. જે બધા જ એ.સી. રૂમ છે.ત્યાં એક નાનો I.C.U. એરિયા છે જેમાં I.C.U. માટેની બધી જ સુવિધા મળી રહે તે માટે ખાસ ધ્યાન રાખવા માં આવેલું છે. તે આ આખો ફ્લોર વી.આઈ.પી. લોકો માટે રાખવા માં આવેલો છે.

ત્રીજો ફ્લોર જનરલ વોર્ડ માટેનો છે. જે સામાન્ય લોકો માટે બનાવવામાં આવેલો છે, જે ડો. સ્નેહલએ હોસ્પિટલનો ચાર્જ સંભળ્યા બાદ બનાવવામાં આવેલો છે. આ વોર્ડમાં રાહત દરે કાર્ય કરવામાં આવે છે. આ વોર્ડમાં સારવાર માટે નો ખર્ચ મામુલી જ લેવામાં આવે છે. માત્ર નિભાવ ખર્ચ જ લેવા માં આવે છે.

ટેરેસ ઉપર નાનકડું ગેસ્ટ હાઉસ બનાવવામાં આવેલું છે. જેનો ઉપયોગ પેહલા ગેસ્ટ ડોક્ટર માટે કરવામાં આવતો પણ સમય સાથે બદલાયો છે. હવે એ ગેસ્ટ ઉપયોગ ડો. સ્નેહલ પોતે પોતાના ઘરની જેમ કરે છે. ગેસ્ટ હાઉસ માં બેડરૂમ હોલ કિચન છે, જેમાં કોઈ ખાસ કોઈ સજાવટ નથી કરવામાં નથી કરવામાં આવેલી બસ માત્ર વ્યવસ્થિત રાખવાનો પ્રયત્ન કરવામાં આવેલો નથી કારણકે તેનો ઉપયોગ ડો. સ્નેહલ માત્ર ફ્રેશ થવા માટે જ ઉપયોગ કરે છે બાકી તેનું ઘર તો પેલો સ્પેશલ રૂમ જ છે. બહાર આગળ જગ્યામાં નાનો એવો ગાર્ડન બનાવવામાં આવેલો છે. જે તેની સુંદરતામાં થોડો ઘણો વધારો કરે છે. બાકી આ જગ્યા માત્ર સાફસુફ કરેલી હોય પણ બીજું કઈ નવું જોવા નથી મળતું.

આ મારી પેહલી સ્ટોરી છે એટલે કદાચ મારી કેટલીક ભૂલો હોય શકે અને હું આમાં આગળ શું ફેરફાર કરુતો રસપ્રદ બને તે માટે મને તમારા પ્રતિભાવની રાહ જોઇશ. મારો વોટ્સએપ નંબર છે ૮૪૬૦૧૫૨૧૦૬ આભાર