Victim - 2 books and stories free download online pdf in Gujarati

વિક્ટીમ - 2

ડો.સ્નેહલ નું દરરોજનું લગભગ એક જ રૂટીન હોય છે. એ સ્પેશીયલ રૂમમાં જ સુઈ જવું ત્યાજ પેશન્ટના બેડ પાસે સવારે ઊઠીને ઉપર ગેસ્ટહાઉસમાં જઈ ફ્રેશ થઈને સિમ્પલ સાડીમાં તૈયાર થઈને નીચેના મંદિરમાં આવી બધા જ સ્ટાફ મેમ્બર સાથે મળીને આરતી કરવી, ત્યાર પછી આરતી લઇ સ્પેશ્યલ રૂમના પેશન્ટ પાસે જઈ તેને તિલક કરવામાં આવે ત્યાર બાદ જ બીજું કામ આગળ વધે છે. આ કામ પત્યા પછી ડો.સ્નેહલ તે રૂમ માં આવીને પોતાનો નાસ્તો ત્યાજ કરે છે જે બાકીના પેશન્ટ માટે બનાવવામાં આવેલો હોય તે એકદમ સાદો. ત્યાર બાદ તે રૂમમાં જ બેઠા બેઠા જ ઘરે ફોન કરી તેના પુત્રની તથા બીજા લોકોના ખબર અંતર પૂછીને તે પેશન્ટ ને એ બધીજ વાતો કરવાની જાણે એ બધું જ સાંભળતા હોય અને હમણાં જ તેની સાથે બોલી પડશે પણ એ માત્ર નિરાળી આશા જ ઠરે છે છતાં એના ચેહરા પરનું એ હાસ્ય તો એમનું એમ અકબંધ જ રહે છે. ત્રીસીની નજદીક પહોચેલા એ ચેહરા પર એની એ જ રોનક એક અણીયાળી મોટી ધનુષ આકારની આંખો ફૂલ ગુલાબી અને મરોડદાર હોઠો, મીડીયમ લાંબા વાળ, અને ચેહરાનો રંગ જાણે કોઈ યુરોપિયન યુવતી જ જોઇલો. યોગ્ય ઘાટીલું પાતળું શરીર, તેના પર યોગ્ય આકારમાં આપેલા વળાંકો એની સુંદરતા માં ઓર વધારો કરે છે એમાં પણ એક સીધો સાદી ગૃહિણી વેશ જાણે સ્વર્ગની અપ્સરા જ જોઇલો. કૉલેજ સમયમાં તો કેટલાય છોકરાઓ તેની આસપાસ ફરતા રેહતા. તેની પાસે ક્યાં કોઈ સમય જ ક્યાં હતો, એ બિચારાઓ માટે તો દર્શન જ દુર્લભ થઇ પડતા. અને અત્યારે પણ એની આ પોતાની દુનિયા સિવાય ક્યાં કઈ કોઈની પડી હતી.

આજે પણ ડો.સ્નેહલ સ્પેશીયલ રૂમમાં જ બેઠા છે. એ પેશન્ટનો હાથ પોતાના હાથમાં લઇને અને તેની સાથે બસ એકલાજ વાતો કરે છે.અચાનક બારણે ટકોરા પડા, અંદર આવવાની રજા લઇ એક નર્સ દોડતી આવી. હાંફતા હાંફતા એને કહયું કે મેડમ તમે જલ્દીથી આવો એક ઈમરજન્સી કેસ છે. ડો.સ્નેહલ ફટાફટ ઉભા થઇ ને બહાર આવે છે. ત્યાજ સામે ટ્રેચર ઉપર એક વ્યક્તિને લઈને દોડતા કેટલાક લોકો આવે છે. ડો.સ્નેહલ પાસે આ સવારી અટકે છે, તે વ્યક્તિ ના માથા માં વાગેલું છે અને તે બેહોશ છે તેના નાક અને કાન માંથી લોહી નીકળીને સુકાવા લાગ્યું હોય એવું સ્પષ્ટ પણે દેખાઈ આવે છે. તેનું શરીર આખું જટકા લઇ રહ્યું છે. ડોક્ટર ત્યાં જ ઉભા ઉભા તે વ્યક્તિના ઘાવ તપાસે અને તેના સ્ટાફને જરૂરી સૂચનો કરે છે. સહાયક ડોક્ટર તે પેશન્ટને લઈને આગળ જાય છે અને તે પેશન્ટની પરિવારને ત્યાજ રોકી લેવામાં આવે છે. ડો.સ્નેહલ પણ તેના રૂમમાં જઈ તેનો સમાન લઈ ને ઝડપથી બહાર આવે છે. ત્યાં જ તે પેશન્ટના પરિવાર વાળા તેને રોકીલે છે. એક પાત્રીશક વર્ષની સ્ત્રી જે તે પેશન્ટની પત્ની હતી તો બીજો એક ઘરડો આદમી એ કદાશ તેના ફાધર હોય તેવું લાગતું હતું. તે મહિલાના કપડા થોડા ફાટેલા અને અતિશય મેલા હતા ત્યાં સુધી કે તેના ચેહરા પર પણ ધૂળ લાગેલી હતી અને તેનાપર એના આંસુના લીધે નિશાન પડી ગયા છે. જેમ કે કોઈ પુરાની વસ્તુ ઉપર ધૂળ ઉપર પાણી પડે અને અને જે પછી નિશાન પડી જાય એવા નિશાન પડી ગયેલા છે, જોતા લાગે છે કે કોઈ જગ્યા મજુરી કરતા ત્યાંથી જ સીધેસીધા અહી આવી ગયા હોય એવું લાગી રહ્યું છે. તેના આંસુ તો હવે સુકાઈ ગયા છે, પણ નાક માંથી વહેતા પાણી ના ખેચવાનો અને હળવા ડુસકા ભરવાનો અવાજ તેના રડવાની સાડી ખાય જાય છે, તેની આખો માં એક દર સ્પષ્ટ દેખાય આવે છે તો પેલા ઘરડાં આદમીના સફેદ કપડાનો તો કલર પણ પૂરો બદલાઈ ગયો છે અને તેની આંખોમાં લાચારી સ્પષ્ટ તરી આવતી હતી. તેની આસપાસ પણ બીજા કેટલાક લોકો પણ જમા થઇ ગયા હતા. ડો.સ્નેહલને રોકીને એ સ્ત્રીએ પોતાની સાડીનો છેડો હાથથી પોતાના મો પર દબાવી બોલવાનું ચાલુ કર્યું. તેના ડુસકા ભરવાના અવાજ સાથે ભાળીને આવતો હતો. અને બોલવાનું ચાલું કરું – “દાક્તર બેન મારા ઘરવાળાને બસાવીલો નકર હું અને મારા નાના નાના છોકરા રખડી જાહે, બેન તમે જ અમારા ભગવાન સો હું તમારી આગળ મારો ખોળો પાથરું છુ.” એ કહેતા જ તેની આંખો એ બધી રાખેલો બંધ તૂટીને વહેવા લાગો, હજુ ડો.સ્નેહલ આગળ કઈ વિચારે કે કઈ પણ બોલે એ પેહલા જ તે બુઢા માણસે બોલવાનું ચાલુ કરું “દાક્તર સા’બ મારા છોરાને બસાવીલો મારા ઘડપણને બસાવીલો હું મારું ઘર ખોવડું વેસીને ય હું તમારી ફીજ આપી દછ” એની આંખોમાં પણ પાણી દેખાય આવું પણ એણે તેને વહેવાના દીધું. અને તે ડો.સ્નેહલની સામે લાચાર નજરે હાથ જોડીને ઉભો રહી ગયો. ડો. સ્નેહલ માટે જોકે આ કોઈ નવી વાત નથી એટલે એમણે ડોક્ટર વળી ભાષા જ સાંત્વના આપતા જ કહયું –“ અમે અમારી રીતે બધા જ પ્રયત્નો કરીશું બાકી તો ઉપરવાળા ઉપર છે.“ તેણે કહીતો દીધું પણ તેને પોતાની આ હાલત થઇ હતી એ યાદ આવી ગઈ . હા ત્યારે તેની પણ આજ હાલત તો હતી. પણ તરત જ પોતાને સંભાળી લઈને અને તે લોકોને વેઈટીગ રૂમમાં બેસવાનું કહીને તે પોતાના કામમાં લાગી ગયા.

ધીરે ધીરે સમય પસાર થવા લાગો, સતત માણસોની આવર જવર ચાલુ છે કોઈ થોડી વાર આમ દોડે તો થોડી વાર તેમ દોડે છે. પેલા પેશન્ટ નો પરિવાર સતત ત્યાં જ ચોકી કરતો બેઠો છે એ આશાએ કે કોઈ આવે અને તેને સમાચાર આપે પણ કોઈ પણ તેના પ્રશ્નો નો કોઈ જવાબ નથી આપતું બસ સૌ પોત પોતાની રીતે દોડે છે.આખરે તે પરિવારની આતુરતા નો અંત આવે છે અને ડો.સ્નેહલ બહાર આવે છે એટલે દોડીને તેની પાસે જાય છે. તે પૂછે એ પેહલા જ તેને કહેવાનું ચાલુ કરે છે કારણ કે એ જાણે છે કે કોઈ પોતાનું જીવન મરણ વચ્ચે હોય ત્યારે શું હાલત હોય. તેણે તે પેશન્ટના પિતાને જ કહયું તે સમજે તેવી ભાષામાં કહું –“ જુઓં અત્યારે તો તેની આચકી તો બંધ થઇ ગઈ છે પણ માથાના ભાગે અંદરના ભાગ માં લોહી નીકળવાનું ચાલુ છે. બપોર સુધી રાહ જોઈએ જો બંધ ન થાય તો પછી તેનું ઓપરેશન કરવું પડશે.” તે હજુ આગળ કઈ બોલવા જાય તે પેલા જ તે ઘરડાં માણસે બોલવાનું ચાલુ કરી દીધું અને એકીશ્વાસે બોલી ગયો- “દાકતર સા’બ મારા સહારાને કઈ થાહેતો નઈને, એ હજો થઇ જાહેને.” આટલું બોલતા તો તે હાંફી ગયો જાણે આખી જિંદગીનો થાક આજે જ લાગી ગયો હોય. ડો.સ્નેહલ ટુંકમાં જ એટલું કહે છે કે “ જુઓ અત્યારે તો તેની તબિયતમાં થોડો સુધરો છે પણ જયારે હોશ માં આવે ત્યારે જ કહી શકાય બાકી તો.....” બાકી તું વાક્ય અધૂરું છોડી દે છે અને તે પોતાની કેબીન બાજુ ચાલવા લાગે છે. અને તે પોતાની કેબીનમાં જઈને તેના રૂટીન કામમાં પડી જાય છે.

આ મારી પેહલી સ્ટોરી છે એટલે કદાચ મારી કેટલીક ભૂલો હોય શકે અને હું આમાં આગળ શું ફેરફાર કરુતો રસપ્રદ બને તે માટે મને તમારા પ્રતિભાવની રાહ જોઇશ. મારો વોટ્સએપ નંબર છે ૮૪૬૦૧૫૨૧૦૬ આભાર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED