વિક્ટીમ - 8 Bhavesh Tejani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિક્ટીમ - 8

ધડામ.......... એક મોટા આવાજ સાથે દરવાજો તૂટી ગયો અને બહાર રહેલા લોકો એક સાથે અંદર દોડી આવ્યા. ડો.વિનોચંદ્રએ મોર્ચો સંભાળો અને જલદીથી એને પેશન્ટ તરફ કુચ કરી અને વચ્ચે ડો.સ્નેહલના ખભે હાથ મુકો અને તેની સામે જોયું અને આખોથી જ દિલાસો આપી અને આગળ વધી ગયા. પાછળથી દેવી બહેને આવી અને ડો.સ્નેહલ પાસે ઉભા રહ્યા અને એનો હાથ પોતાના હાથ માં લઇ અને બંને હાથથી દબાવી અને સાત્વના આપવાનો પ્રયત્ન કરો. ડો.સ્નેહલ તો ડઘાઈ જ ગયા હતા.

ડો.વિનોદચંદ્રના મો એથી ફટાફટ આદેશો છુટતા હતા અને આખી હોસ્પીટલનો સ્ટાફ તેને અનુસરી રહ્યો હતો. ડો.વિનોદચંદ્રની દવાની પણ કોઈ અસર એ પેશન્ટના શરીર પર કોઈ અસર થતી હોઈ એવું લાગી રહ્યું હતું નહિ બસ એજ કહાની એ પેશન્ટના શરીર પર એજ આચકીઓનું સામ્રાજ્ય સવાયેલું હતું. એના બ્લાડપ્રેશરમાં આચાનક આટલો વધારો ક્યાંથી થઇ રહ્યો છે હદયના ધબકારા જોતા તો એવું લાગતું હતું કે જાણે એ આખા શરીરમાં પરાણે લોહીને પહોચાડવા માગતું ના હોઈ. આજે તો આ હદય પણ ઓવરટાઈમ કરી રહ્યું હોઈ એવું લાગી રહ્યું હતું. આખરે ડો.વિનોદચંદ્ર હારા શું કરવું એ એની સમજમાં આવતું ન હતું. એણે પોતાના ચશ્માં આંખો પરથી હટાવી અને પોતાની આખો ચોળી અને પોતાના મગજ પર જાણે જોર આપતા હોઈ એમ વિચારવા લાગ્યા.

અચાનક એણે પોતાના ચશ્માં આખો પર લાગવા અને જાણે કઈ રસ્તો મળી ગયો હોઈ એમ ફટાફટ તેની સાથે રહેલા બીજા ડો.મેહતા ની સામે જોઈ ને કહયું “ તમે જલ્દીથી આના માઈન્ડ અને હાર્ટ ના બધી જ પ્રકારના રીપોર્ટ કરીને મને આપો.”

ડો. મેહતાએ સામે પ્રશ્ન કરો “ પણ સર આ હાર્ટબીટ નું શું કરશું એતો વધતી જ જઈ છે જો રીપોર્ટ આવે ત્યા સુધી કઈ થઇ......” બ્લોલો જાણી જોઇને પોતાનું વાક્ય અધૂરું છોડી દીધું.

ડો. વિનોદચન્દ્ર એ પોતાનો હાથ ઉચો કરી તેને રોકા અને કહયું “ તમે સમય ખરાબ ના કરો બસ જલ્દી કરો.” પણ જોકે એને પણ આ વાતનો ડર હતો પણ કયાંક થી તો શરૂઆત કરવીને.

તેવો આગળના બધાજ રીપોર્ટસને લઇ આગળ વધા અને ડો.સ્નેહલ પાસે આવ્યા એતો હજુ એવી જ હાલતમાં હતા કોઈ હોશ નહોતો હજુ પણ એ આઘાતમાંથી બહાર નહોતા આવ્યા કે ન તો એના આખો એ પોતાના હદયના દર્દને આંસુમાં બહાર નહોતું રેલાવા દીધું. આખો પણ થીજી ગઈ એવું લાગતું હતું.

ડો. વિનોદચન્દ્રએ કહયું ” બેટા હોશમાં આવ શું થયું તને તું એક ડોક્ટર છે જો તું આમ કરશે તો કેમ ચાલશે તે આટલા વર્ષોથી ઉપરવાળા પર ભરોસો રાખો હવે થોડો વધારે, તું જ તો કહેતી હતી કે જો તારો પ્રેમ સાચો હશે તો તેને કઈ નહિ થઇ અને હવે તને તારા જ પર ભરોસો નથી, અરે તે જ તો કહયું હતું કે આખરી શ્વાસ સુધી રાહ જોઈશ અરે આમ હાર ના માન”

“સાહેબ તમે જાવ હું સંભાળું છુ અત્યારે તમારે તમારા કામ પર ધ્યાન આપવું જરૂરી છે “ દેવીબહેને ડો. વિનોદચન્દ્રને કહયું એટલે એ ત્યાંથી નીકળી ગયા.

દેવી બહેન ડો.સ્નેહલ ને બાજુમાં બેચારી અને પાણી પોતાના હાથે પાયું અને સમજાવાનો પ્રયત્ન કરવા લાગ્યા પણ એતો ગેહરા વિચારોમાં જ ખોવાયેલા હતા.

થોડી વારપછી એક લગભગ ૩૩-૩૪ વર્ષની ઉંમરની સ્ત્રી ત્યાં ઉતાવળા પગલે ડો.સ્નેહલ પાસે આવીને ઉભા રહ્યા. દેવી બહેને ઉભા થઇ તેમને આવકાર્યા અને જે બન્ત્ય હતું એ ટુકમાં કહયું. એટલે એ સ્ત્રીએ આગળ આવી ડો.સ્નેહલને બંને હાથથી પકડી ઉભા કર્યા અને કહયું સ્નેહલ.. સ્નેહલ ... તેમ છતાં ડો.સ્નેહલના વર્તનમાં કોઈ ફેરના આવતા એ સ્ત્રીએ જોરથી કહયું સ્નેહલ... અને તેનું મો કડીને ટટોળું અને પોતના ચેહરા સામે એનો ચહેરો કરો. ડો.સ્નેહલ જને નિદ્રામાંથી બહાર આવ્યા અને એ સ્રી સામે જોઈ ને બોલ્યા “ ભાભી મે એને મારી નાખા મારા લીધે અત્યારે એની આ હાલત છે. મારે એને આ બધું કેહવાની શું જરૂર હતી મારી માટી મારી ગઈ હતી મેં એની હત્યા કરી નાખી હું હત્યારી છુ....” અમે મોટા આવાજ સાથે રડવાનું ચાલુ કરી દીધું. એ સ્રીએ એમને પોતના ગળે લગાડી એણે ખુ રડવા દીધું જયારે એના રડવાનો આવાજ જયારે ડુસકામાં ફેરવાયો ત્યારે અને પોતાનાથી દુર કરી અને સમજાવતા કહયું તારો કોઈ વાંક નથી જે ઉપરવાળા ને મંજુર હોઈ એજ થઇ છે તું બીજું કઈ ન વિચાર અત્યાર સુધી જો એના શ્વાસ ચાલે છે તો એ તારા પ્રેમના લીધે બાકી બધા એ આશા છોડી દીધી હતી તો એજ આશા પર ફરીથી તારે લડવાનું છે. તું ધીરજ રાખ બધું જ ઠીક થઇ જશે. ડો.સ્નેહલે એ વાતમાં જાણે સહમતી આપતા હોઈ એમ એ ત્યાજ એની બાજુ માં બેસી અને એ સ્ત્રીના ખભા પર પોતાનું માથું ઢાળી દીધું.

આ બાજુ ડો. ડો. વિનોદચન્દ્રનની હાલત પણ કઈ જુદી હતી અને કઈ જ સમજી નહોતું રહ્યું શું કરવું ને શું ન કરવું. એણે જુના બધાજ રીપોર્ટસ જોઈ લીધા પણ ક્યાય કોઈ બદલાવ નહોતો દેખાય રહ્યો છેલ્લા બધા જ રીપોર્ટસ એક જેવા જ હતા તો અચાનક આ શું થયું કઈ જ સમજમાં નહોતું આવી રહ્યું. થોડી વાર કોઈ સાથે ફોન પર વાત કરે તો થોડીવાર કોમ્પ્યુટરમાં જુવે અરે ત્યાં સુધી કે તેની ઓફિસમાં રહેલા પુસ્તકો કે જેને વર્ષો થી હાથ લગાડવાની જરૂર નહોતી પડી એણે આજે ખોલા તો પણ કોઈ ઉપાય નહોતો સુજી રહ્યો. ક્યારેય એને ગુસ્સો નહોતો આવતો પણ આજે એણે ગુસ્સામાં પોતાના હાથ માં રહેલી પેન ને જોરથી ફેકી અને પોતાના ચશ્માં ઉતારી અને ટેબલ પર રાખી અને પોતાની ચેર પર લાંબા થઈને પોતાની આખો બંધ કરી દીધી.

થોડીવાર પછી ઓફીસના દરવાજે ટકોરા પડ્યા. એટલે ડો.વિનોદચંદ્રએ અંદર આવવાની પરમીશન આપી તો ડો.મેહતા તાજા આવેલા રીપોર્ટસ લઈને હાજર હતા. એણે એ ફાઈલ્સ ડો.વિનોદચંદ્રને આપી એણે તપાસી હદય માટે બધું નોર્મલ હતું એટલે મગજ માટે ના રીપોર્ટસ તપાસવાનું ચાલુ કરું. અચાનક એની આખો પહોળી થઇ ગઈ અને તરત જ જુના રીપોર્ટસ સાથે સરખવા. વારંવાર આ ફાઈલ થી પેલી ફાઈલ જોવા લાગ્યા અને એના મો માંથી શબ્દો નીકળી ગયા “ઓહ્હ માય ગોડ..... અરે આમાં તો બ્લોક થયેલા હિસ્સામાં પણ લોહીના જવાની શરૂઆત થઇ ગઈ ડો.મેહતા તમે સતત રીપોર્ટસ કરવો અને અમને જણાવતા રહો.” ડો.મેહતા ત્યાંથી રવાના થયા કે તરત જ ડો.વિનોદચંદ્ર પણ પોતાની ઓફિસમાંથી બહાર આવ્યા અને સીધા જ જ્યાં ડો.સ્નેહલ હતા ત્યાં જ પહોચી ગયા.

ડો.વિનોદચંદ્ર એ ત્યાં રહેલી પેલી સ્ત્રીને ખબર અંતર પૂછ્યા તો સામે તે સ્ત્રીએ પણ પગે પડી અને સામે એના અને તેના પરિવારના ખબર અંતર પૂછ્યા. ત્યાર પછી સીધા જ ડો.સ્નેહલ પાસે ગયા. ડો.સ્નેહલ ઉભા થઇ ગયા અને એની આંખોમાં પાણી આવી ગયું ઘણું પૂછવું હતું કે કેમ છે હવે એ પેશન્ટને પણ કશું જ ના બોલી શક્યા બસ સામે જોઈ રહ્યા જાણે બધું જ આખોથી પૂછી લેવાનું ના હોઈ. સામે ડો.વિનોદચંદ્ર પણ બધી જ વાત સમજી ગયા હોઈ એમ એણે પોતાના હાથ માં જે રીપોર્ટસ હતા એ તેને આપી દીધા.

ક્રમશઃ

આ મારી પેહલી સ્ટોરી છે એટલે કદાચ મારી કેટલીક ભૂલો હોય શકે અને હું આમાં આગળ શું ફેરફાર કરુતો રસપ્રદ બને તે માટે મને તમારા પ્રતિભાવની રાહ જોઇશ. મારો વોટ્સએપ નંબર છે ૮૪૬૦૧૫૨૧૦૬ આભાર