વિક્ટીમ - 5 Bhavesh Tejani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિક્ટીમ - 5

ટક...ટક... બારણે ટકોરા પાડવાનો આવાજ આવ્યો. ડો.સ્નેહલ પોતાની તંદ્રા માંથી બહાર આવ્યા અને પોતાની આંખમાં સવાયેલા આંસુ સાથે તેમાં રહેલા એની તકલીફ અને મનગમતાની યાદોના આવરણ ને પોતાના સાડીના પાલવથી સાફ કરી અને પોતાને બને એટલા સ્વસ્થ દેખાવાનો પ્રયત્ન કરો અને અંદર આવવા માટે કહયું. દરવાજો ખુલતા જ અંદરઠ એક એક આધેડ ઉમરની એક સ્ત્રી પ્રવેશી અને સીધા જ ડો.સ્નેહલની પાસે જઈ એની એના માથે હાથ ફેરવે છે જાણે એજ એમની જનેતા ના હોઈ. ડો.સ્નેહલ પોતાને સંભાળતા ઉભા થઇ જઈ છે અને એ સ્ત્રી સામે જોઈ ને એક સરસ મુસ્કાન આપે છે અને એવું દેખાડવાનો પ્રયત્ન કરે છે કે એને કઈ જ નથી થયું પણ સામે પણ એ સ્ત્રીનો અનુભવ અને ડો.સ્નેહલ જેને નજર સામે જ મોટા થયા હોઈ અને એના મનમાં શું ચાલે છે એ ન ખબર પડે એવું બને નહિ પણ બન્નેની આખો એ જ જાણે વાત કરી લીધી હોઈ એવું લાગુ. ડો.સ્નેહલ બાથરૂમમાં ફ્રેશ થવા ગયા અને એ સ્ત્રી પણ એના રૂમમાંથી બહાર નીકળી અને પોતાના કામમાં લાગી જાય છે.

ડો.સ્નેહલ ફ્રેશ થઈને પોતાના કામમાં લાગી જાય છે. પોતાની કેબીનમાં બીજા ડોકટરો સાથેની મીટીંગ ત્યાર બાદ બધા જ પેશન્ટના બેડ પર જઈ જાતેજ તપાસ કરી પોતાની ઓફીસ તરફ જવા જાય છે ત્યાં જ એક નર્સ દોડતી આવે છે અને હાંફતા હાંફતા કહયું કે સવારે જે પેશન્ટ આવ્યો હતો તેને આચાકીઓ આવવા લાગી છે અને બ્લડ પ્રેશર પણ ઘટવા લાગુ છે, આટલું સંભાળતા જ તેની સમાન્ય ચાલમાં તેજી આવી ગઈ અને તે પેશન્ટ તરફ ભાગે છે અને રસ્તામાં જ ઓપરેશન કરવા માટેની જરૂરી સુચનાઓ આપી.

ઓપરેશન થીયેટરમાં ડો.સ્નેહલ પોતાના કામે લાગી ગયા તો બહાર બધું જ પેપર વર્ક ચાલુ હતું પણ તે પેશન્ટ ના પરિવાર માટે આ ઓપરેશન માટેનો ખર્ચ મોટી મુસીબત હતી પણ એ કર્યા વિના પણ ચાલે એમ પણ નહોતું. તે પેશન્ટના પિતા એ કમને પણ બધા જ પેપર પર પોતાનો અંગુઠો તો લાગીવી દીઘો પણ તેના પર જે રકમ જમા કરાવવાનું કહયું હતું તે લગભગ તેના માટે નામુન્કિન હતું. પણ તે છતાં એમને પોતાના સંબંધીઓને કગરી કગરીને થોડા ઘણાનો પ્રબંધ કરવાનો પ્રયત્ન કરો બાકીના રૂપિયાની ચિંતા એક બાજુ હતી તો બીજી બાજુ પોતાના વહાલસોયા દીકરાની ઉપાડી એણે અંદર અંદર કોરી ખાતી હતી. તો બીજી બાજુ તે પેશન્ટની પત્નીની હાલત પણ કઈક એવી જ હતી અને તે તેના સસુરના ચેહરા પરની ચિંતાને ઓળખવામાં સહેજે વાર ના લાગી. તે ધીરે રહીને ને તેના સસુર પાસે આવી અને પોતાના ચેહરાની ઘુંઘટમાં છુપાવી અને કહ્યું મારા ઘરેણા કાલે ઘરેથી લઇ અને વેચી આવજો. બુધી આંખો એની વહુનો સામનો ના કરી શકી અને તે પોતે એ કામ કરવાની ના પણ ન પડી શક્યાં કે ન હા કહી શક્યા. પણ એની આંખોમાં રહેલી વેદના બખૂબી બધું જ કહી રહી હતી. એટલે આ બુધી એમનો સામનો ના કરી શકી અને તેમણે પોતાની આખો તેની સામેથી ફેરવી લીધી.

ડો.સ્નેહલ ઓપરેશન પૂરું કરી બહાર આવ્યા એવા જ એમને ઘેરી લીધા. એ પેશન્ટના પરિવારવાળા કઈ પણ પૂછે એ પેહલા જ એમને બોવાનું શરુ કરી દીધું કે “ જુઓ ઓપરેશન તો સફળ રહ્યું છે પણ હોશમાં આવે પછી જ કહી કહીશકાય નઈતર કોમમાં જવાનો ખતરો છે.” થોડી વાર અટકી અને આગળ કહયું કે “ અમારા હાથમાં જે હતું એ અમે કરી લીધું છે બાકી ઉપરવાળા ના હાથ માં છે.” આટલું કહી એ પોતાની કેબીન તરફ ચલવા લાગ્યા.

ડો.સ્નેહલે એ પેશન્ટની ફાઈલ માં જરૂરી દવા અને સૂચનાઓ લખી અને એક નર્સ ને આપી અને નિરાતનો શ્વાસ લીધો. થોડીવાર પછી સંધ્યા સમય થતો હોવાથી એ સ્પેશલ રૂમ પર ફ્રેશ થવા માટે ચાલ્યા જાય છે.

તેઓ ફ્રેશ થઇ અને ફરી એ પેશન્ટના બેડ પાસે આવી થોડી વાર તેની પાસે આવી અને બેઠા અને પોતાના મનમાં ત્યાં રહેલી વાતો કરવાનું ચાલુ કરું જાણે કે સાંભળવાના હોઈ. ત્યાર બાદ તેઓ તેના હાથને ચૂમી અને રીસેપ્શન પાસે આવેલા મંદિર તરફ ચાલ્યા.

અહી તેમની જ રાહ જોવાઈ રહી હતી સૌ કોઈ ત્યાં આવી ગયું હતું હોસ્પિટલનો મોટા ભાગ નો સ્ટાફ અહીં હાજર હતો જોકે અહી આરતી સમયે અહી હાજર રેહવું ફરજિયાત નહોતું પણ તે છતાં સૌ કોઈ પોતાની રીતે જ હાજર રેહતું તો આજે પણ સૌ કોઈ હાજર હતું અને સાથે પેશન્ટ સાથે આવેલા લોકો પણ હાજર હતા એટલે ત્યાં કાફી ભીડ હતી. ડો.સ્નેહલના આવવાથી તે ભીડમાં એક રસ્તો બનીગયો જાણે કે કોઈ મોટા કિલ્લામાં આચાનક તેના ફાટકના ખુલતા હોઈ. આ રસ્તો મંદિર ના દ્વાર સુધી નો હતો. ડો.સ્નેહલ તેમાં થઇને આગળ વધા એટલે પાછળ લોકો એ રસ્તો બંધ કરતા ગયા. તેમને આરતી કરવાનું ચાલુ કરું એટલે બાકીના લોકો એ મોટેથી આરતી ગાવાનું ચાલુ કરી દીધું. આરતી પૂરી થતા એ લોકોની ભીડ સ્વયંભુ એક કતારમાં આવી ગઈ અને એક બાદ એક સૌ કોઈ આરતી લેવા લાગ્યું પણ જેવું આજે આવેલા પેલા પેશન્ટનો પરિવાર આવો અને તેનો ચેહરો જોતા જ એણે પછી પોતાની એ હાલત યાદ આવી ગઈ એ પોતાની આખો આવતા એ પાણી ને માંડ રોકી શકયા. આરતીનું કામ પતાવી પોતાની ઓફિસમાં ગયા.

ઓફિસમાં આવી અને બેઠા એટલે કેશિયર પણ તેની પાછળ પાછળ અંદર આવ્યો અને જે લોકોએ પોતાને ભરવાનો થતો ચાર્જ નહોતો જમા કરાવ્યો એવા લોકોનું લીસ્ટ આપ્યું`એટલે ડો.સ્નેહલે તેના પર એક નજર નાખી અને તેઓને એક પછી એકને બોલાવવાની સુચના આપી. પેહલા જ આજે સવારે આવેલા પેશન્ટનો એ પરિવાર હતો. તે સસરો વહુ બંને પોતાના મસ્તક નીચે કરી લાચારી ભાર ચેહરે ઉભા રહ્યા કેમકે તેમને ખબર હતી કે એમને ક્યાં કારણોથી અહી બોલાવવામાં આવ્યા હતા. ડો.સ્નેહલે તેમને બંન્ને ને હાથના ઇશારાથી તેની સામે રહેલી ચેર પર બેસવા કહું અને તેમને ફાઈલ માંથી પોતાનું માથું ઉચું કર્યું. થોડીવાર તો ખામોશી સવાયેલી રહી પણ ત્યાર બાદ એ બુઢા વ્યક્તિએ જ ખામોશી તોડી અને પોતાના બન્ને હાથ જોડી અને બોલવાની શરૂઆત કરી “ દાક્તર સા’બ મને કાલ સુધીનો ટેમ આપો હું કાલ હવારે હોની નો દુકાન ખુલશે એટલે બધા પૈસા આપી દશ.” આટલું બોલતા તો એમની ખુદ્દારી જાણે જવાબ આપી ગઈ અને તેની બાજુમાં બેઠેલી તેની વહુએ પણ પોતાના હાથ જોડી પોતાની આખોથી સહમતી આપી.

“જુઓ તમારે ચિંતા કરવાની જરૂર નથી હું તમારું નામ એક ટ્રસ્ટમાં આપી દવું છુ જો એ મંજુર કરી દેશે તો તમારે હવે પછી કોઈ જ ફી આપવાની રેહશે નહિ અને તે લોકો બધો જ ખર્ચ ચૂકવશે. જો કદાચ એ લોકોતો નામ મંજુર નઈ કરે તો તમને સવાર જાણ કરશું પણ એવું તો લગભગ નઈ બનવા દઈએ.” ડો.સ્નેહલ તે બન્નેની સામે ખોટું બોલ્યા કેમ કે ત્યાં કોઈ જ ટ્રસ્ટ નહોતું, પણ એ પોતે જ મફત સારવાર કરતા. એવું એટલા માટે કરતા કે કોઈ ખોટી વ્યક્તિ એનો ગેરલાભ ના ઉઠાવે અને સાચા લોકો સુધી એ લાભ પહોચી શકે. ડો.સ્નેહલે પોતાના ટેબલ પરથી એક ફોર્મ કેશિયરને આપ્યું અને તે ભરી અને જમા કરાવવાનું કહ્યું જોકે એ પણ એક ફોર્માલીટી જ હતી. તે બન્ને ઉભા થઇ અને જવા માટે દરવાજા બાજુ ફરા પણ જતા જતા તે સ્ત્રીએ ડો.સ્નેહલને પૂછ્યું “ એમને ભાન કારે આવસે....”

ક્રમશઃ

આ મારી પેહલી સ્ટોરી છે એટલે કદાચ મારી કેટલીક ભૂલો હોય શકે અને હું આમાં આગળ શું ફેરફાર કરુતો રસપ્રદ બને તે માટે મને તમારા પ્રતિભાવની રાહ જોઇશ. મારો વોટ્સએપ નંબર છે ૮૪૬૦૧૫૨૧૦૬ આભાર