TeckTalk Version 8.0 Yash Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

TeckTalk Version 8.0

ટેક ટોક વર્ઝન ૮.૦ માં હકીકતે મારે નેક્સસ ના ૨ નવા લોન્ચ થયેલા મોબાઈલ વિષે વાત કરવી હતી પણ હજુ સુધી તેના વિષે પુરતી માહિતી એકત્રિત નાં થઇ હોય નાછુટકે તેને હવે આગામી વર્ઝનમાં ન્યાય આપવો પડશે. આ વખતે આપણે વાત કરશું મોટોરોલાના નવા લોન્ચ થયેલ મોટો એક્ષ વિષે.

મોટોરોલા આમ જુઓ તો ભારત માં એક સમયે નોકિયા ને ભારે ટક્કર આપી રહ્યું હતું પરંતુ અચાનક જ કંપનીની કહેવાતી આર્થિક સ્થિતિ ગબડતા કંપનીએ તાત્કાલિક ધોરણે ભારતમાં થી પોતાના તમામ સ્ટોર બંધ કરી અને થોડા સમય માટે સેવાઓ બંધ કરી દીધી હતી. કટ ટુ યર ૨૦૧૪ અને મોટોરોલા ની ભારતીય બજારમાં ધમાકેદાર વાપસી થઇ અને આ વખતે મોટોરોલા કંઇક નવી જ ગણતરી સાથે માર્કેટ માં આવ્યું હતું. કંપની નો ઓડીયન્સ ટાર્ગેટ હતા કોલેજ જનાર "ટીનએજર" ભારતીય વિદ્યાર્થીઓ. છેલ્લા દોઢ વર્ષના ગાળામાં કંપનીએ યંગ લોકોમાં ખાસ્સી ચર્ચાઓ જગાવી દીધી હતી અને એની પાછળનું જો સૌથી મોટું કોઈ કારણ હોય તો એક તો પોકેટ ફ્રેન્ડલી/બજેટ ફ્રેન્ડલી ડીવાઈસ અને આજકાલ નું યુથ જ્યાં આખો દિવસ પસાર કરે છે તેવા ઇન્ટરનેટ સિવાય તેને મેળવવાનો કોઈ સ્ત્રોત જ નહિ. આ વર્ષે મીડ રેંજ ડીવાઈસ કહી શકાય તેમાં મોટોરોલાએ મોટો એક્ષ પ્લે નામનું મોડેલ માર્કેટમાં લોન્ચ કર્યું છે. આ મોબાઈલ તમને માત્ર અને માત્ર ફ્લીપકાર્ટ પર જ મળશે અને તેની ૧૬ જીબી માટે કીમત છે ૧૮૪૯૯ રૂપિયા તથા ૩૨ જીબી માટે ૧૯૯૯૯ રૂપિયા.

મોટો એક્ષ વિષે વધુ વાતો કરીએ તે પહેલા તેના મુખ્ય સ્પેસીફીકેશન વિષે જણાવી દઉં. મોટો એક્ષ પ્લે ને જે ખરેખર શક્તિશાળી બનાવે છે તે છે તેનું પાવરફુલ ક્વોલ્કોમ MSM8939 સ્નેપડ્રેગોન 615 ચીપસેટ અને ક્વોડકોર ૧.૭ ગીગા હર્ટઝ વાળું કોર્ટેક્ષ-A53 CPU અને આ સિવાય GPU ની વાત કરીએ તો તે છે અડ્રીનો ૪૦૫. ઇન્બીલ્ત સ્ટોરેજની વાત કરીએ તો તેમાં ૨ ઓપ્શન મળે છે ૧૬ જીબી અને ૩૨ જીબી . ૨ જીબી રેમ આજકાલ ના ખુબ જ જરૂરી એવા મલ્ટીટાસ્ક ને ખુબ જ આસન અને સ્મુધ બનાવશે એ વાત નક્કી છે. ૫.૫ ઇંચની 1080p HD સ્ક્રીન ધરાવતા મોટો એક્ષ પ્લેમાં તમને ગોરિલા ગ્લાસ ૩ પ્રોટેક્શન પણ મળશે.

મોટો એક્ષ પ્લે માં કેમેરા વિષે વાત કરું મેઈન કેમેરા તમને ડ્યુલ એલીડી ફ્લેશ તથા ઓટો ફોકસ સાથે ૨૧ મેગાપીક્ષ્લ નો મળશે જયારે ફ્રન્ટ કેમેરા છે ૫ મેગાપીક્ષ્લ નો, એચટીસી અને સોની એ હવે ફ્રન્ટ કેમેરામાં પણ ફ્લેશ આપી સેલ્ફી ઘેલા લોકોને પોતાની તરફ આકર્ષ્યા છે ત્યારે મોટોરોલા હજુ પણ એ પગલા થી દુર રહ્યું છે.

મોટોરોલા દ્વારા વધુ એક વખત મોબાઈલ હાથમાં હોય તો ગ્રીપ બની રહે અથવા લસરી નાં જાય તે માટે પુરતો પ્રયાસ કરાયો છે. બેકકવર ની ડીઝાઇન ખુબ જ સુંદર બનાવાય છે. કદાચ પાણી પાસે ઉભા હશો અને ભૂલ થી ફોન લસરી જાય તો પણ ફિકર નોટ જનાબ .... આ ફોન વોટર રેઝીસ્ટંટ છે એટલે જો તમે તરત જ બહાર કાઢી લેશો અથવા ઝરમર વરસાદમાં ગર્લસખી સાથે લોંગ ડ્રાઈવ પર જતા હશો તો ફોન પલળી જશે તેવો ડર રાખવાની જરૂર નથી. NFC સપોર્ટ સાથેનું બેક કવર હોય તમે વાયરલેસ ચાર્જર પર પણ ફોન ને ચાર્જ કરી શકો છો.

મોટોરોલા દ્વારા જે ૨ બાબતોનું આ ફોનમાં ખાસ ધ્યાન રખાયું છે તેમની એક બાબત છે મોટો એક્ષ પ્લે ની ઓલ ડે લોંગ બેટરી. મોટો એક્ષ પ્લે ૩૬૫૦mh નો પાવરફુલ બેટરી બેકઅપ ધરાવે છે તથા ફાસ્ટ ચાર્જીંગ પણ હાજર હોય તમે લગભગ અડધા કલાક માં જ ૪૦ થી ૫૦ ટકા જેટલી બેટરી ચાર્જ કરી શકો છો. આ સિવાય વધુ એક વખત મોટોરોલા એ પણ એપલ ના સીરી તથા સેમસંગ ના ગેલેક્ષી વોઈસને ટક્કર આપતું વોઈસ કમાંડ હાજર કર્યું છે. તમે ફોનને ટચ કર્યા વગર પણ હવે ઓપરેટ કરી શકો છો અને એ પણ બહુ જ આસાની થી. જો તમારે કોઈ ને ફોન કરવો છે તો તમારે Hi Buddy, Call Name બસ આટલો જ ઓર્ડર કરવાનો એટલે તમારો ફોન લાગી જશે. છે ને ક્વિક એન્ડ સુપર ઇઝી ?

ફાયનલ ક્ન્કલ્યુંઝ્ન વિષે વાત કરીએ તો જો તમારું બજેટ ૨૦૦૦૦ સુધી હોય અને એમાં તમારે કોઈ ક્લાસી હેન્ડસેટ લેવો હોય તો મોટો એક્ષ પ્લે ખરેખર ખુબ જ સારી પસંદગી સાબિત થઇ શકે છે.

ટેક બીટ :- ગરજ્યા વાદળ વર્ષે નહિ ને એપલની ભાષામાં લખવું હોય તો કદાચ કંઇક આવું થાય ગર્જ્યું એપલ વહેંચાય નહિ .. બહુ જોરશોર થી માર્કેટ માં આવેલ એપલ આઈફોન ૬એસ ને માર્કેટ માં ખુબ જ મોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

આજના આર્ટીકલ વિષે કોઈ પણ Comments/Compliments/Suggestion હોય તો yashc8@gmail.com પર Email કરી શકો છો.