નુતન વર્ષાભિનંદન... વીતેલ વર્ષ માં તમામ વાંચકો એ જે પ્રેમ થી મને સ્વીકાર્યો છે એના માટે આપ સહુ નો ખુબ ખુબ આભાર. આવનાર વર્ષમાં ઈશ્વર તમારી બધી ઇચ્છાઓ પૂરી કરે તેવી પ્રાર્થના. આજે ટેકટોક વર્ઝન ૧૦ માં આપણે વન પ્લસ એક્ષ વિષે જાણશું.
વન પ્લસ મૂળ ચાઈનાની કંપની છે અને છેલ્લા દોઢેક વર્ષ થી ભારતીય બજાર માં ખુબ ધૂમ મચાવી રહી છે. બજેટ ફ્રેન્ડલી કે પોકેટ ફ્રેન્ડલી ફોન ની સીરીઝમાં વન પ્લસ એ સેમસંગ, સોની કે એચટીસી માટે ખરેખર ખુબ જ જોરદાર ટક્કર ઉભી કરી છે. જોકે મૂળ ચાઈના ની કંપની હોય તેને થોડી તકલીફ પડે તે સ્વાભાવિક છે.
વન પ્લસ દ્વારા અત્યાર સુધી માં ૪ ફોન લોન્ચ કરવામાં આવ્યા છે. વન પ્લસ ની જો કોઈ એક મુખ્ય બાબત મને ગમતી હોય તો તે છે તેનું કસ્ટમાઇઝેશન.. તમે ફોન ના ફોન્ટ થી લગાડી ને આઇકોન્સ અને બેકગ્રાઉન્ડ થી ડાઈલર સુદ્ધા બદલાવી શકો છો અને એ ખરેખર એક એન્ડ યુઝર માટે ખુબ જ સારી બાબત છે.
વન પ્લસ એક્ષ ૧૬૯૯૯ રૂપિયા ની કિંમતે માત્ર અને માત્ર અમેઝોન ની વેબસાઈટ ઉપર જ મળશે અને એમાં પણ જો તમારી પાસે ઇન્વીટેશન હશે તો જ તમે ખરીદી શકશો. હકીકતે કહું તો આ ઇન્વીટેશન હોય તો જ ફોન મળે એ ખરેખર જબ્બરજસ્ત માર્કેટિંગ ફંડા છે. એક તો લીમીટેડ યુઝર્સ હોય એટલે કંપની સ્વાભાવિક રીતે પોતાની પ્રોડક્ટને રોયલ ક્લાસ અથવા તો એમાં કંઇક ખાસ છે એવું કહી શકે.
વન પ્લસ એક્ષ ના ટેકનીકલ સ્પેસીફીકેશન ની વાત કરીએ તો ૫ ઇંચ ની એમેલોડ ડિસ્પ્લે છે જે અત્યાર સુધી જનરલી માત્ર સેમસંગ દ્વારા આપવામાં આવતી હતી. ક્વોલ્કોમ સ્નેપડ્રેગોન 801 ચીપસેટ છે, જયારે ૨.૩ ગીગાહર્ટઝ નું ક્વોડકોર પ્રોસેસર છે અને ૩૩૦ એડ્રેનો જીપીયું છે. ૩ જીબી રેમ તથા ૧૬ જીબી ઇન્ટરનલ સ્ટોરેજ તમને મળશે. આ ફોન ડ્યુઅલ સીમ છે જેમાં પ્રથમ સીમ કાર્ડ તરીકે તમારે નેનો સીમ યુઝ કરવું પડશે જયારે બીજા સ્લોટ માં તમે નોર્મલ સીમકાર્ડ અથવા તો ૧૨૮ જીબી સુધીના માઈક્રો એસડી મેમરી કાર્ડ નો ઉપયોગ કરી શકો છો.
વન પ્લસ એક્ષ માં તમને ૧૩ મેગાપીક્ષ્લ નો રીઅર કેમેરા મળેશે જે ખરેખર શાર્પ અને ક્રિસ્ટલ ક્લીયર ઈમેજ આપે છે જયારે ફ્રન્ટ કેમેરા ૮ મેગાપીક્ષ્લ નો છે જેમાં હજુ પણ સોની અને એચટીસી ની જેમ ફ્લેશ ની ખામી વર્તાય છે.
વન પ્લસ એક્ષ ના બોડી ડીઝાઇન વિષે વાત કરીએ તો અમુક અંશે તમને એપલ ની ફિલ ચોક્કસ થી મળશે. જોકે બેક સાઈડ પર ગ્લોસી પ્લાસ્ટિક હોવાના લીધે ફિંગર પ્રિન્ટ્સ પડશે એ નક્કી છે. ફોન ના ફરતે જે રીતે મેટલ નો ઉપયોગ કરવામાં આવ્યો છે એ ખરેખર ફોન ને એક રોયલ લુક તથા મજબૂતાઈ આપે છે. ૫ ઇંચ ની એમોલેડ સ્ક્રીન માટે પણ ગોરિલા ગ્લાસ નો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી ઓછી ઉંચાઈ થી ફોન પડે તો નુકશાન થવાની શક્યતાઓ ખુબ જ ઓછી છે.
વન પ્લસ એક્ષ માં ડાબી બાજુ પર એક નોટીફીકેશન સ્લાઈડર આપવામાં આવ્યું છે જેના વડે તમે નક્કી કરી શકો છો કે તમારે કયા કયા નોટીફીકેશન જોઈએ છે અથવા તો કોના કોના જોઈએ છે (અફકોર્સ એના માટે નું પ્રાયોરીટી લીસ્ટ તમારે જાતે નક્કી કરવું પડશે) મોટે ભાગે આપણે ત્યાં નવો ફોન લઈએ એટલે સ્ક્રીનગાર્ડ લગાવવાનું પસંદ કરીએ છીએ જયારે વન પ્લસ એક્ષ માં કંપની તમને ફોન સાથે સ્ક્રીનગાર્ડ લગાવી ને જ આપે છે અને આ સિવાય એક રબર કેસ પણ આપે છે જેનો તમે બેકકવર પ્રોટેક્ટર તરીકે ઉપયોગ કરી શકો છો.
વન પ્લસ એક્ષ માં બાય ડીફોલ્ટ તમને ઓક્સીજન ઓપરેટીંગ સીસ્ટમ વન મળશે જેને ઈન્ટરનેટ સાથે કનેક્ટ કરતા જ અપડેટ મળશે અને વર્ઝન ટુ તમે ડાઉનલોડ કરી શકો છો. આ સિવાય બેઝીક ઓપરેટીંગ સીસ્ટમ તરીકે તમને એન્ડ્રોઇડ વર્ઝન ૫.૧.૧ મળશે.
ફાયનલ કનક્લુઝન વિષે વાત કરું તો જો તમારું બજેટ ૧૬૦૦૦ સુધી નું હોય અને તમે એક દીસેન્ત ફોન લેવા માંગતા હોય તો વન પ્લસ એક્ષ ખરેખર ખુબ જ સારી ચોઈસ છે. હા કદાચ તમને પ્રોસેસર અને ચીપસેટ લેટેસ્ટ નહિ મળે પણ આ બજેટ માં આટલા સારા ફંક્શન વાળો ફોન મળવો મુશ્કેલ છે (મુખ્યત્વે ૩ જીબી રેમ અને ૧૬ જીબી ઇન્ટરનલ સ્ટોરેજ)
આજના આર્ટીકલ વિષે કોઈ પણ Comments/Compliments/Suggestion હોય તો yashc8@gmail.com પર Email કરી શકો છો.