ગઝલ - એક કાવ્યપ્રકાર Archana Bhatt Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગઝલ - એક કાવ્યપ્રકાર

શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888

શીર્ષક : ગઝલ - એક કાવ્યપ્રકાર
શબ્દો : 1304
સજેસ્ટેડ શ્રેણી : માહિતીપ્રદ / શૈક્ષણિક

ગઝલ - એક કાવ્યપ્રકાર

ગઝલ જેવા વિવિધ સાહિત્યપ્રકારો માં અનેક કૃતિઓ છે, ગઝલ માટે સૌથી વધુ પ્રસિદ્ધ છે.ગઝલ પર્શિયન શબ્દ છે. ગઝલ શબ્દ નો અર્થ સ્ત્રી સાથે પ્રેમ ની વાતો કરવો એવો થાય છે. ગઝલ સૂફીઓનું ભક્તિસંગીત ગણાય છે. તે હિન્દી અને ઉર્દૂમાં લખાય છે


ગુજરાતી પ્રતિનિધી ગઝલો’ના સંપાદકીય વિદ્વત્તાપૂર્ણ લેખમાં ડૉ. ચિનુ મોદી લખે છે કે ‘ગઝલ’ એ અરબી સાહિત્યસંજ્ઞા છે. આ શબ્દ ‘ગઝલ’ એ અરબી શબ્દ પરથી બન્યો છે. ‘ગઝલ’નો અર્થ છે હરણનું બચ્ચું. શ્રી ફિરાક ગોરખપુરી ‘ઉર્દૂ સાહિત્યનો ઇતિહાસ’માં આથી જ એમ નોંધે છે કે તીર ખૂંપેલા હરણની ચીસ એટલે ગઝલ. (૨૧) હકીકતમાં ‘ગઝલ’ શબ્દનો અર્થ ‘હરણનું બચ્ચું’ થતો નથી. હરણના બચ્ચા માટે ‘ગિઝાલ’ શબ્દ છે અને હરણીને ‘ગિઝાલા’ કહેવામાં આવે છે. ધ્વનિસામીપ્ય સિવાય આ બે શબ્દો વચ્ચે કોઈ સંબંધ નથી. ફિરાક ગોરખપુરીના અભિપ્રાયને કાવ્યાત્મક અભિવ્યક્તિ માનીને ચાલવું જોઈએ. એમના જેવા મહાકવિને આવી વ્યાખ્યા કરવાનો અધિકાર છે જ . પણ શાબ્દિક રીતે ‘ગજલ’ અને ‘હરણ’ ને કોઇ સંબંધ નથી, એમ માનવું જ વધુ ઉચિત છે. વ્યુત્પત્તિના નિયમો પ્રમાણે પણ ગિઝાલ કે ગિઝાલા શબ્દ પરથી ગઝલ શબ્દ બની શકે નહીં.

ઉર્દૂ–ફારસી કવિતાનો એક વિશેષ પ્રકાર જેમાં સામાન્ય રીતે પથી ૧૧ શેર હોય છે. તમામ શેર એક જ રદીફકાફિયામાં હોય છે. દરેક શેરોમાં વિષય અલગ હોય છે. પહેલા શેરને મત્લા કહે છે. છેલ્લા શેરને મક્તા કહે છે જેમાં શાયર પોતાનું ઉપનામ વણી લે છે. (૨૨) આ વર્ણનાત્મક વ્યાખ્યા એકંદરે સ્વીકાર્ય લાગે છે. પ્રિયતમાની સાથેની ગોષ્ઠિ અને રૂપનાં વખાણ જેવા સીમિત વિષયોમાથી શરૂ થયેલો કસીદાનો આ પેટાપ્રકાર આજે જ્યારે એના શાબ્દિક અર્થની સીમાઓને પાર કરી ચૂક્યો છે ત્યારે ગઝલને “ખાસ છંદોમાં લખાતું, વિશિષ્ટ સ્વરૂપ અને સ્વભાવ ઘરાવતું ઊર્મિકાવ્ય” ગણી શકાય. શેર : શેર શબ્દની ઊત્પત્તિ અરબી ભાષાના ‘શઉર’ શબ્દ પરથી થઈ છે, જેનો શાબ્દિક અર્થ છે જાણવું, (૨૩) શેરનો ઉચ્ચાર ‘શેઅર’ જેવો કરવામાં આવે છે. શેરનો સામાન્ય અર્થ જાણવા જેવી વાત એવો કરી શકાય. શેર ગઝલનો મૂળભૂત એકમ છે. ગઝલમાં દરેક શેર પોતે અર્થની દૃષ્ટિએ સ્વતંત્ર હોય છે. અર્થાત કોઈ એક ગઝલનો ત્રીજો શેર સમજવા માટે બીજો કે ચોથો શેર વાંચવાની જરૂર ન પડવી જોઈએ. એક શેરમાં છેડેલી વાત એ જ શેરમાં સંપૂર્ણ થવી જોઈએ. એ રીતે શેર ગઝલનો અંશ હોવા છતાં પોતાની રીતે સ્વતંત્રતા એકમ છે.

એક ગઝલના અલગ અલગ શેરો અર્થની દૃષ્ટિએ એકબીજાથી સંબંધિત કે એકબીજા પર આધારિત હોવા જરૂરી નથી. એક ગઝલમાં આવેલા તમામ શેરો એક જ છંદમાં હોય અને રદીફ-કાફિયા જાળવીને લખાયા હોય, એટલું જ અનિવાર્ય છે. એમ કહી શકાય કે એક ગઝલના તમામ શેરો કોઈ એક ભાવ કે વિશેષ અર્થથી નહીં, પરંતુ છંદ, રદીફ અને કાફિયાથી જોડાયેલા હોય છે.

એક ગઝલના તમામ શેરોમાં ભાવસાતત્ય અનિવાર્ય નથી એટલું નોંધ્યા પછી ઉમેરવું જોઈએ કે ગઝલમાં ભાવસાતત્ય વર્જ્ય કે અસ્વીકાર્ય છે, એવું હરગિજ નથી. ખરેખર તો ભાવસાતત્યવાળી ગઝલો ઘણીવાર વધારે ઉચ્ચ રસાનુભૂતિ કરાવે છે.

શેર બે પંક્તિઓનો બનેલો હોય છે. પંક્તિઓની લંબાઈ પસંદ કરેલા છંદ અનુસાર હોય છે. શેરની બે પંક્તિઓ અર્થની દૃષ્ટિએ એકબીજાની પૂરક હોય છે. ‘એક પંક્તિમાં દાવો હોય છે અને બીજી પંક્તિમાં દલીલ હોય છે.’ એવી પ્રચલિત સમજણ દરેક કિસ્સામાં સાચી નથી હોતી. એ ખરું કે ઘણા ચોટદાર શેરો તપાસતાં એમની સંરચનામાં દાવો અને દલીલની યોજના જોવા મળે છે, પરંતુ શેર રચવાની એ એકમાત્ર તરકીબ નથી. બે પંક્તિઓમાં વિવિધ અર્થછટા નિપજાવી તર્ક, સૌંદર્ય કે ઊર્મિની દૃષ્ટિએ એમની વચ્ચે વિવિધ પ્રકારનો સંબંધ રાખી શેર અનેક રીતે લખી શકાય છે. શાયરનાં સંવેદનશીલતા, ચતુરાઈ અને અભિવ્યક્તિકૌશલ્યના નિચોડરૂપે લખાતા શેર અસંખ્ય પ્રકારે લખી શકાય, શેર લખવાની તરકીબને વ્યાખ્યાના ચોકઠામાં બદ્ધ કરવાની કોઈ આવશ્યકતા જણાતી નથી.

સામાન્યત: શેર ગઝલના અંશરૂપે જ આવે છે, પરંતુ કદીક એવું બને કે કવિ એક શેર લખ્યા પછી બીજો શેર ન લખી શકે ત્યારે, જો એ એકમાત્ર શેર સાહિત્યિક દૃષ્ટિએ ઉચ્ચ મૂલ્ય ધરાવતો હોય તો એ ‘છૂટા શેર’ તરીકે પ્રસિદ્ધિ પામી શકે. ઘણી વાર સંપૂર્ણ ગઝલમાંથી પણ એકાદ શેર જ લોકપ્રિય થાય છે અને અવતરણ તરીકે એ જ વારંવાર ટાંકવામાં આવે છે. જેમ કે, ‘ઓજસ’ પાલનપુરીનો આ શેર :

“મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ

આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ”

આખી ગઝલમાંથી ઘણી વાર આવો એકાદ ચોટદાર શેર જ પોતાની અવતરણ-ક્ષમતાને કારણે પ્રસિદ્ધિ પામે છે, પરંતુ એ યાદ રાખવું જોઈએ કે કવિ પોતાની પસંદગી કે ઇચ્છાથી ‘છૂટો શેર’ નથી લખતો, એમ થઈ જાય છે. ગઝલની સંપૂર્ણ રસાનુભૂતિ માટે એક જ છંદ, રદીફ અને કાફિયા જાળવીને લખાયેલી અનેક શેરોવાળી ગઝલ જ વધુ સ્વીકાર્ય ગણાય. એકાદ છૂટો શેર નહીં, પરંતુ આખી ગઝલ જ શાયરની કવિત્વશક્તિની સાચી કસોટી છે.

શેર ઉપરથી જ ‘શાયર’ અને ‘મુશાયરો’ શબ્દ આવ્યા છે, એ દેખીતું છે. મુશાયરાનો અર્થ છે જ્ઞાનીઓની સભા, જેમાં બોલનાર અને સાંભળનાર બંને જ્ઞાની અથવા જ્ઞાનપિપાસુ હોય એ જરૂરી છે! આટલા વિવરણ પછી એટલું સમજી શકાયું હશે કે ભારતીય પરંપરામાં શ્ર્લોકની વિભાવના અરબી-ફારસીના શેરની ખૂબ નજીક બેસે છે. ફરક માત્ર રદીફ-કાફિયાની યોજનાનો છે. એમ કહી શકાય કે છંદ, રદીફ અને કાફિયાની એક દોરી પર ગૂંથેલાં અલગ અલગ પુષ્પો જેવી શેરોની પુષ્પમાળા એટલે જ ગઝલ.

હવે અહીં અભ્યાસ માટે કેટલીક મારી પોતાની ગઝલ રચના સ્વરૂપે મૂકું છું

ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાગાગા

આજ હૈયે હામ લૈને હું જ શ્વસી જોઉં તો ?
એમ તારા પ્રેમ પાશે હું ઉલ્લસી જોઉં તો ?

તુજ સુધી પ્હોંચવાનો છે અડગ નિર્ણય અને
વદન પર આવી શરમ હું જો ધસમસી જોઉં તો ?

ભ્રમર સમું ગાન તારું ખૂબ ગમતીલું છે ને,
ફૂલ જેવું હું જરા જો સ્હેજ જ રસી જોઉં તો ?

મંજર રસ્તાનો સરળ થૈ ને રહેશે આવે તું
આજ તારી ચાહત સખી હું કસી જોઉં તો ?

શ્વાસની જો વાત હો તો ચાલ મારી સંગે તું
આજ તારા શ્વાસમાં હું આમજ વસી જોઉં તો ?

સંગ તારો છે મજાનો રાહ પણ છે સુંદર ને
હાથ ઝાલી પ્રેમમાં થોડું શ્વસી જોઉં તો ?

****************************


ગાલગાગા ગાલગા ગાલગા

બે ઘડીની રમતમાં શું કરું ?
ચાર પળનાં મમતમાં શું કરું ?

પ્રેમ મીઠાં વખતમાં શું કરું ?
તું ન હો જો જગતમાં શું કરું ?

નજર સામે સતતમાં શું કરું ?
હૃદય ડરે લડતમાં શું કરું ?

મૌસમોની શરતમાં શું કરું ?
તુજ સંગે તરતમાં શું કરું ?

ભીતરે કૈં નડતમાં શું કરું ?
લાગણીની રમતમાં શું કરું ?

***********************


ગાગાગાગા ગાગાગા ગાગાલગા ગાગાલગા

આ અરસપરસની ચાહત ને આંગળીનાં ટેરવાં
આ આંસુની ગરમાહટ ને આંગળીનાં ટેરવાં

આ હૈયા સાથે સોબત ને આંગળીનાં ટેરવાં
આ યૌવન હૈયે કૌવત ને આંગળીનાં ટેરવાં

આ જીભ શબ્દની દાવત ને આંગળીનાં ટેરવાં
આ રીત મને મનભાવત ને આંગળીનાં ટેરવાં

આ સ્મરણ સતત સતાવત ને આંગળીનાં ટેરવાં
આ પાંપણની ટપકાંવત ને આંગળીનાં ટેરવાં

આ શમણાં આંખે આવત ને આંગળીનાં ટેરવાં
આ પ્રેમે રોજ રળાવત ને આંગળીનાં ટેરવાં

આ સગપણની છે આદત ને આંગળીનાં ટેરવાં
આ સ્પર્શે મીઠી ચાહત ને આંગળીનાં ટેરવાં

********************************


ગાલગાગા ગાલગાગા ગાગાગાગા

કોઈ 'દિ જીવનસફર લંબાવી તો જો
એમ તારું મન જરા સમજાવી તો જો

સાથ તારો સાદગીસમ વ્હાલો છે કૈં
હાથ છોડી પ્રીતને ભૂલાવી તો જો

ક્યાં કહું છું કે પથપર નથી ભરોસો
વગર લાઠીએ ધજા ફરકાવી તો જો

અરજ મારી સાજન તને આવીજાને
મુજ જેવું જીવતર વિતાવી તો જો

સાંભળું તારા અવાજો તો હાંશ થશે
આવ આવી છા મને શરમાવી તો જો

નૈ રહે તારે જગત સાથે વિરોધો
હૃદય બસ જરાક હચમચાવી તો જો

કેમની સમજાવવી વાતો હૃદયની
સ્હેજ અમસ્તી આંખ તું મિલાવી તો જો?

થૈ જશે અવસર ઉત્સવોનો આજ અહીં
બોલ ન જરા આતમ ખળભળાવી તો જો

*****************************

ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

ભીતરે જો આગ લાગે ભીતરે શું વાવવું ?
વાયરો જો આગ ઓકે ચોતરે શું પામવું ?

પ્રેમભીની મજલ છે બે ડગ બસ ને આપણે
પ્રેમનું ધીમું ઝરણ જો છેતરે શું ઝારવું ?

વાત જો ને બની ગૈ આજ આપણ પ્રેમમાં
જીદ્દ જો હો ઉડવાની ઊતરે શું માનવું ?

સ્વાદની જો વાત હો તો ચાવી લઉં હું પ્રેમથી
ઝેર દુનિયા તણું શું અંતરે ઉતારવું ?

થાક લાગ્યા છે મને બૌ જીવન તણાં સાજના
તુંજ કે'ને સાજન બસ ભીતરે નિભાવવું ?

*****************************

ગાગાગા ગાગાગાગા ગાગાગાગા લગા

પુષ્પો લૈ પોંખે ઈશને ને પૂજારી બને
આજીવન કારાગારે તે સંસારી બને

ડગભરતો જીવનરાહે જ્યાં નિભાવી અને
પળપળ મરતો ને તોય ફરી શૃંગારી બને

કૈં જીવ્યું નૈં આ મનખે ભૂલી તેં શું કર્યું ?
આમ રડી ને જીવે ધૂર્ત ઉદ્દગારી બને

ખૂબ મજાની સફર રહે જો નિયમમાં રહે
સ્થિર રહી મોટો કે ખોટો સંચારી બને

આવી કૈં કૈં જીદ્દોને મેં સાંભળ્યા કરી
પણ તું જો આવી જાય ખરો અવતારી બને

*********************************

શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ :