Ek hati puja... books and stories free download online pdf in Gujarati

એક હતી પૂજા..

શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : dhara2402@gmail.com
Mobile : 9408478888

શીર્ષક : એક હતી પૂજા..
શબ્દો : 2034
સજેસ્ટેડ શ્રેણી : વાર્તા

એક હતી પૂજા..

એનું નામ પૂજા, સાંભળ્યુ હતું કે જન્મી ત્યારથી જ બિચારી દુનિયાની લાતો ખાવા જ સર્જાઈ હોય એમ જાણે એ મહાપરાણે બાળકો એનાં આંગણે રમતાં હોય ત્યારે એ હસી શકતી હતી, વાંકડિયા વાળ અને હસે ત્યારે ડાબા ગાલમાં પડતું મીઠું ખંજન તેનાં બાળપણને ઔર વધુ મીઠું બનાવતું હતું અને તેમ છતાંય એની આંખોમાં એક પ્રકારનો ખાલીપો વર્તાઈ આવતો, હા ન હસતી હોય ત્યારનાં એનાં મોઢાનાં હાવભાવ પણ મારાથી નથી ભૂલી શકાતા, શું હશે એ વાત ? આલોક પોતે કંઈ કળી શકતો નહોતો, ક્યારેય આલોકે એને બીજા બાળકો સાથે રમતાં પણ નથી જોઈ, બસ પોતાને ઓટલે બેઠી બેઠી બધાંને રમતાં જોયાં કરે અને જો સ્હેજ એને રમતનો આવેગ આવી જાય તો ઊભી થઈને તાલીઓ પાડે પણ આથી વિશેષ ક્યારેય બીજી કોઈ રમત પણ એને કરતાં એણે એને જોઈ જ ન હતી. એની સૂકી આંખોમાં એક ખોજ હતી એ ખોજ શાની એ હજુ સુધી આલોક ન્હોતો ઓળખી શક્યો. એને દુનિયાથી સતત ડર જ લાગ્યા કરતો, સ્હેજ કોઈક એની પાસે જાય કે એને કંઈક પૂછે તો એ ખૂબ ડરી જતી અને છતાં પણ આલોક પાસે એને એવી તે શું સિક્યૉરીટી લાગતી કે મારી કોઈપણ વાત હોય ન આલોકથી એ દૂર ભાગે ન એને આલોકનો ડર લાગતો, અને આ જ બાબતે આલોક પોતાની જાતને ખૂબ ખુશનસીબ માનતો. ઘણી વાર એને થાય કે લાવને એને બે ઘડી પાસે બોલાવી એની સાથે વાતો કરું એને એનું દર્દ પૂછું ? પણ સતત મનમાં એવી બીક રહ્યા કરે કે રખેને એને ક્યાંક આલોકનો પણ ડર લાગવા લાગશે તો ?

હજુ આલોકને અહીં આ કોલોનીમાં રહેવા આવ્યે બે મહિના જ થયા પણ મને આ નાનકડી ઢીંગલી સાથે જાણે જન્મોથી નાતો હોય તેવો કોઈ મીઠો અને મોટો ૠણાનુબંધ ભાસતો હતો. આજે આખી રાત પણ એને પૂજા નાં જ વિચારો આવ્યાં કર્યા, ક્યારેય એને એણે એની મા સાથે પણ નથી જોઈ ક્યાંક એની મા જ આ દુનિયામાં નહીં હોય અને એટલે એ સદાય સૂની રહેતી હશે એવું તો નહીં હોય ને ? એવું તે શું હતું એ નાનકડા જીવમાં જે એને ખૂબ પોતીકું લાગી રહ્યું હતું ? આવાં અનેકો પ્રશ્નો એને પૂજા માટે સતત થયાં જ કરતાં, હવે આ પ્રશ્નોનો અંત આવે અને એનાં વિચારોને વિરામ મળે તે માટે આજે સાંજે ઓફિસેથી છૂટીને આવે અને એ એનાં આંગણામાં બેઠી હોય ત્યારે એને સ્હેજ બોલાવી તો જોશે જ એવો મનમાં પાક્કો નિર્ધાર કરીને જ આલોક પથારીમાંથી બેઠો થયો. બદલી થઈને અહીં આવ્યા પછી હજુ જ્યાં સુધી સેટ ન થાઉં ત્યાં સુધી મમ્મી પપ્પાને તો અહીં નથી જ તેડાવવાની મારી જીદ્દમાં બે મહિના થયા છતાં મારી રુમ કોઈ કૉલેજનાં નફિકરા યુવાનની જેમ અસ્તવ્યસ્ત જ રહેતી, સવારનું રૂટિન પતાવીને ફટાફટ ચા બનાવી અને ન્યુઝપેપરનાં સાંનિધ્યમાં એને ન્યાય આપ્યો અને પછી નાહી ધોઈને રેડી થાય ત્યાં તો ઑફિસની બસનું હૉર્ન સંભળાયું, પૂજાનાં વિચારોમાં જ એક તો સવારે મોડો ઊઠ્યો હતો અને એમાં પાછું એકલા હાથે આલોક પોતે જ નોકર ને પોતે જ માલિકની જેમ ઘરકામ પરવારવાનું આકરું તો હતું જ, લગભગ દોડતા દોડતા જ એ બસ સુધી પહોંચી શક્યો.

આખો દિવસ એને પૂજાનાં જ વિચારો ચાલ્યા કર્યાં, ઓફિસ નાં કામમાં પણ આ પ્રશ્ન સતત સતાવ્યા કરતો, કે પૂજાની સાથે એવું તે એનું કયુ ૠણાનુબંધ છે જે એને સતત એની તરફ ખેંચી રહ્યું છે ? અને બસ આ જ બધા વિચારોની વચ્ચે એક એણે નક્કી કરી લીધું કે આજે ભલેએ ઘરે વહેલો જાય કે મોડો પણ પૂજાને મળવા જરૂરથી જશે જ, થોડાંક બિઝનેસ કોલ્સ પતાવીને મારકેટીંગ હેડ ના નાતે સૌ ટીમ મેમ્બર્સને સૌનું કામ વહેંચી ને આજે વહેલો જ નીકળી જાઉં એમ વિચારી ફટાફટ ઑફિસનું તેનું રૂટિન પતાવી દીધું અને ઑફિસ બસ ને બદલે રીક્ષા કરીને જરાક વહેલાં ઘરે પહોંચવાનું એને યોગ્ય લાગ્યું.


સમયસર ઘરે આવી જવાયું જેથી એને પણ જરી હાંશ હતી, આવીને ફ્રેશ થઈને તરત જ પછી પૂજાને ઘરે જવા નીકળ્યો, પૂજા એનાં ઘરનાં ઓટલે જ બેઠી હતી, એણે જઈને એને રસ્તામાંથી લીધેલ ડેરીમિલ્ક આપી,


આલોક : બેટા તું શું ભણે છે ?


પૂજા : ના હું ભણવા નથી જતી.


આલોક : કેમ બેટા , મને એના જવાબથી ખૂબ નવાઈ લાગી.


પૂજા : ભણવા જઈએ તો માંદા પડાય.


આલોક : અરે એવું તે કંઈ હોતું હોય, ભણવા જઈએ તો તો હોંશિયાર બનાય, ભણીગણીને તો જલદી મોટાં થઈ જવાય, ભણીને તે વળી માંદા પડાતું હશે કાંઈ ?


પૂજા : સહેજ અચકાતાં, પણ હું તો જ્યારે પણ ભણવા જાઉં છું માંદી પડી જાઉં છું, જાવ અંદર જઈને મારી મમ્મીને પૂછી જોવો જો હું ખોટું બોલતી હોઉં તો બસ ?


આલોક : ઓકે બાબા, તારી મમ્મીને પૂછી જોઈશ બસ ? ક્યાં છે તારા મમ્મી ? અને તારા પપ્પા ? ઑફિસ ગયા છે ?


પૂજા : પપ્પા ? વિસ્ફારીત નજરે એ મને તાકી જ રહી.


આલોક : હા, તારા પપ્પા, હજુ નથી આવ્યા ઑફિસથી ?


પૂજા : આંખમાં અશ્રુ સાથે... એ તો કેટલાંય દિવસથી ઑફિસ જ ગયા છે આવતા જ નથી ને, મમ્મી કહે છે કે હું સાજી થઈ જઈશ એટલે ત્યાં સુધીમાં તારા પપ્પા આવી જશે.


પૂજાનાં આ પ્રત્યુત્તરથી એને સ્હેજ આંચકો લાગ્યો, એનાં પપ્પા શું એમની સાથે નહીં રહેતાં હોય ? ક્યાંક કોઈ એવું કારણ તો નહીં હોય ને કે એ પૂછવાથી કોઈનાં હૃદયને દુઃખ થાય, આમ અસમંજસમાં આલોક પાછો ફરી જવા જ જતો હતો ત્યાં પૂજાનાં ઘરમાંથી ખૂબ જ જાણીતો લાગે એવો સ્વર સંભળાયો, પૂજા બેટા કોણ આવ્યું છે ? આલોકે પાછળ ફરીને જોયું તો આ તો સરિતા.... !

અરે સરિતા તું ? હજુ કંઈ પૂછું એ પહેલાં જ સરિતાએ એને ચૂપ રહેવા ઈશારો કર્યો અને પૂજાને કહ્યુ કે જા બેટા અંદર જા હું આવું છું હમણાં, પૂજા ઊભી થઈને અંદર ગઈ અને સરિતા મને કહેવા લાગી આલોક તું ? અને એનાં અવાજમાં ઉમળકાની સાથે સાથે સ્હેજ નિરાશા પણ વ્યાપી ગઈ, આવ અંદર આવ આલોક એમ કહી એઅંદર જવા લાગી અને આલોક પણ સ્થળ કાળ અને સંજોગનો દોરવાયો સરિતાની પાછળ પાછળ એનાં ઘરમાં ગયો. સરિતાને મળ્યાનો ઉત્સાહ એક તરફ અને એક તરફ સરિતા મને છોડીને ગઈ ત્યારથી અત્યાર સુધીનો રોષ અને અનેકો પ્રશ્નો એ બધું જ હૃદયનાં એક ખૂણામાં કેદ કરી અંદર સોફા પર જઈને બેઠો. સરિતા હમણાં કંઈક કહેશે અને સરિતાને એમ કે આલોક કંઈક બોલીશે એમ પાંચેક મિનિટના મૌન પછી બંને એક સાથે જ બોલી પડ્યા, અરે તું અહીં ? કેવી રીતે ? અને સહસા હસી પડ્યા.


આલોક : લેડીઝ ફર્સ્ટ, સરિતા એમ કહે કે તું અહીં ? અને પૂજા તારી દિકરી, મને એટલે જ એમ થતું હતું કે આને હું ઓળખું છું કંઈક મારો એની સાથે પૂર્વજન્મનો નાતો જરૂર છે જેથી મને આજે અહીં સુધી આવવાનું મન થયુંઅને વ્હૉટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ, જેને હું ગુમાવી ચૂક્યો હતો એની જ સામે આજે આવીને અહીં ઊભો છું.

સહેજ ઝંખવાણી પડી જતાં સરિતાએ કહ્યું કે આલોક તું હજુ પણ મને ભૂલ્યો નથી ? હું તો કેટલીય આગળ નીકળી ગઈ છું જિંદગીમાં કે જ્યાંથી લગભગ પાછા ફરવાની કોઈ જ શક્યતા નથી. અને વાતાવરણને સ્વસ્થ કરતાં આલોકે કહેલું કે ચાલ જવાદે એ બધી વાત, એમ કહે કે મૌનસ ક્યાં છે ? પૂજા તો કહેતી હતી કે પપ્પા તો કેટલાંય વખતથી ઑફિસ ગયા છે પાછા નથી આવતાં અને હજુ એમને આવવાની બધી બહુ વાર છે ? ક્યાંક તારે અને મૌનસને અણબનાવ ? મારી વાત કાપતા જ સરિતા બોલી ઊઠી કે ના ના કોઈ જ અણબનાવ નથી, અણબનાવ તો ઈશ્વરને મારી સાથે છે જે એણે મારી ખુશહાલ જિંદગીને કાળા ડિબાંગ એવાં દુખનાં વાદળોથી ઘેરી દીધી છે, મૌનસ અને હું લૉનાવાલા ગયા હતા, પાછા ફરતા અકસ્માત થયો અને મૌનસ એ જ જગ્યાએ કહેતાં સરિતા રડી પડેલી, પણ પૂજાનો ખ્યાલ આવતા તરત જ સ્વસ્થ થઈને આલોકને કહેલું કે પૂજા નો તો એ વખતે જન્મ પણ ન્હોતો થયો, મને પાંચમો મહિનો જતો હતો અને મૌનસની દુનિયામાંથી વિદાય થઈ ગઈ અને મારે જીવનમાં એ પછી સાડાત્રણ મહિનામાં જ એનો અંશ પૂજા મારા હાથમાં આવ્યો, ત્યારથી હું જ મા અને હું જ બાપ એમ થઈને એને જીવાડી રહી છું. હજુ તો હું પૂજાની શાળાએ જવાની વાત અંગે પૂછપરછ કરું એ પહેલાં જ સરિતાએ કહ્યું કે પૂજા થેલેસેમિયા માયનૉર છે, ઘડી ઘડી એ થાકી જાય છે અને સ્કૂલ વાળાઓ પણ હવે આટલી નાદુરસ્ત તબિયતમાં એને સ્કૂલમાં રાખવા તૈયાર નથી, એટલેએને સ્કૂલમાંથી ઊઠાડી લીધી છે. ઘરે જ ભણે એટલું ભણાવું છું અને બાકી અહીં આંગણમાં જ બીજા છોકરાંઓ ને રમવા બોલાવું છું જેથી પૂજા ભલે રમી ન શકે પણ બીજા બાળકોની સાથે રમ્યા જેટલો જ આનંદ જરૂર માણી શકે. હવે મારા મગજમાં આખું પિક્ચર સાફ હતું , એકસમય એવો હતો કે હું સરિતાને ખૂબ પ્રેમ કરતો - કરતો શું હજુય કરું જ છું એમ કહેવું વધુ ઉચિત રહેશે, પણ સરિતા મારી માત્ર મિત્ર જ રહી આજીવન અને મૌનસ એનાં જીવનમાં આવી ગયો, પૂજા માટેનું મારું કુદરતી ખેંચાણ મને હવે સ્પષ્ટ દેખાતું હતું કે એ સરિતાની દિકરી હતી. અચાનક જઘડિયાળમાં આઠના ટકોરા થયા અને આલોકને સમયનો ખ્યાલ આવ્યો કે પહેલી જ વાર અહીં આવીને લગભગ બે કલાક કરતાં પણ હું વધારે બેસી ચૂક્યો હતો, ચાલ સરિતા હું રજા લઉં ફરી કાલે આવીશ એમ કહી ઘરે પાછો ફર્યો.


ટીફીન આવી ગયું હતું જે ફટાફટ જમીને સૂવા ભેગો જ સીધો પથારીમાં એમ માની આડો પડ્યો પણ આજે આટલા વર્ષે સરિતાને મળ્યાનો ખૂબ આનંદ સાથે સાથે ઢીંગલી જેવી એની દિકરીના તબિયતના તેમજ મૌનસની મોતનાં સમાચાર મને કંઈ જ ખ્યાલ ન્હોતો આવતો, એકવાર તો એમ થઈ આવ્યું કે સરિતાને લગ્નનો પ્રસ્તાવ મૂકી જોઉં ? આમેય એ ભલે મનેપ્રેમ ન કરે પણ હું તો કરું છું ને પ્રેમ એને પણ કદાચ સરિતા એને મારો પ્રેમ સમજવાને બદલે ક્યાંક મારી હમદર્દી સમજી બેસશે તો એનાં કરતાં સમય આવ્યે જોયું જશે એમ માની ને રોજ પૂજા સાથે સાંજે થોડો સમય વિતાવવું એવું નક્કી કરીને ઊંઘમાં મન નાંખ્યું ઊંઘ ક્યારે આવી ગઈ અને ક્યારે સવાર પડી એ આજે કંઈ ખ્યાલ જ ન આવ્યો. રોજનું રૂટિન પતાવી ઑફિસ અને ઑફિસ થી પાછા વળતા સીધા જ સરિતાને ઘરે એવું રૂટિન હવે ધીમે ધીમે સેટ થઈ ગયું હતું. રોજ પાછા ફરતા કોઈ ને કોઈ રમકડાં, કોઈ પુસ્તક કે એવું કંઈક હાથમાં લઈને જ આલોક સરિતાને ઘરે જતો થોડો સમય પૂજા સાથે રહેતો, વાતો કરતો અને પછી પોતાનાં ઘરે પાછો ફરતો. એક વાર સરિતાએ એમ જ કહી દીધું કે આલોક તું રોજ મારો આટલો ખ્યાલ રાખે છે અને પૂજાની પણ ઘણીખરી સાંજ તારી સાથે હવે ખુશમાંજ વીતે છે એટલે સાંજે અહીં જ જમી લેતો હોય તો, હા તે જમીશ ને ચોક્કસ આવતી કાલથી સાંજનું ભોજન તારા હાથે અને મારી દિકરીની સાથે એમ કહી આલોક ઘરે પાછો ફર્યો હતો. આલોકને જાણે હવે એ પોતાનું જ કુટુંબ હોય તેમ લાગવા માંડ્યુ હતું, ધીમે ધીમેદિવસો પસાર થતા હતાં ત્યાં એકદમ જ એક દિવસ આલોક પર સરિતાનો ફોન આવ્યો, હલ્લો આલો..ક... પૂ...જા... પૂજાની તબિયત ખૂબ ખરાબ છે તું પ્લીઝ આવી શકે તો આવી જા ને... જીવરાજ મહેતા હોસ્પિટલ વૉર્ડ નં - 3. હા એટલું કહેતાં તો આલોકે ફોન કાપ્યો હતો અને ઑફિસમાંથી બે દિવસની રજા લઈ સીધો હોસ્પિટલ પહોંચી ગયો હતો. પૂજા.... પૂજા બેટાએમ કહેતાં આલોકે પૂજાનો હાથ પોતાનાં હાથમાં લીધો ત્યાં પૂજાએ સ્હેજ આંખ ખોલી અને ધીમું સ્મિત આપી પાછી જાણે ઊંઘમાં જ સરતી જતી હતી, વળી પાછી આંખ ખોલી ને આલોક સામે જોઈને હષે અને પાછી સ્મિત કરીને સૂઈ જાય. આલોકને ન છાણે એની સાથે શું ૠણાનુબંધ હતો તે ક્યાલ જ નહોતો આવતો, સવાર સુધી આલોક પણ ત્યાં હોસ્પિટલમાં પૂજાની પાસે જ રહ્યો, દવાની અસર અને આખી રાતનાં આરામ બાદ પૂજા સ્હેજ સ્વસ્થ લાગતી હતી, પૂજાએ સરિતા ને બોલાવી મમ્મી... પપ્પા ક્યારે આવશે ? સરિતાએ કહ્યું બેટા આવી જશે હોં છલદી જ આવી જશે, ત્યાં પૂજા એ કહ્યું કે મમ્મી મને ખબર છે કે પપ્પા તો મારા જધ્મ પે'લ્લા જ ભગવાનને ઘરે ચાલી ગયા છે તું આલોક અંકલને કેતી હતી ત્યારે મેં સાંભળી લીધું હતું, તે હેં મમ્મી.... આ આલોક અંકલ પણ મારા પપ્પાની જેમ જમારું ધ્યાન રાખે છે ને... તે તું એમની સાથે જ લગન કરી લે ને મમ્મી ? આલોક અંકલ ? એણે આલોકને બોલાવ્યો, તમે મારા પપ્પા બનશો ? અને આલોક તરત જ હા ... હા... બેટા જરૂરથી બનીશ હોં એમ કહી સરિતાની સામે પ્રશ્નસૂચક નજરે જોઈ રહ્યો, બીજા જ દિવસે સવારે હોસ્પિટલમાં પૂજાની સામે જ બંને જણે એકબીજાને હાર પહેરાવ્યા અને વકીલને બોલાવી ત્યાંજ લગ્ન રજિસ્ટર કરાવ્યા, અને પૂછાને કહ્યું બસ બેટા ? હવે તું મને પપ્પા જ બોલાવજે હોં, અને પૂજા ખુશ થતી પ્પા....પ...પ્પા.... એવું બોલે છે ત્યાંતો એને ખૂબ જ શ્વાસ ચડે છે અને ડોક્ટર આવે એ પહેલાં તો પૂજા..... અને સરિતા પૂજા..... ના નામની પોક મૂકે છે... આલોક આલોક મારી દિકરી... મારી દિકરી મને છોડીને ચાલી ગઈ.... એમ કહી સરિતા આલોકને વળગીને ત્યાંજ જાણે ઢગલો થઈને પડે છે... આલોક પરિસ્થિતિ સંભાળતા સરિતાને ઊભી કરે છે... અને હોસ્પિટલ તેમજ પૂજાનું ક્રિયાકર્મ વગેરે સઘળું પૂરું કરી ને સરિતાને ખૂબ પ્રેમથી સાચવવા લાગે છે. કેટલું બધું ઝડપથી બની ગયું બધું એમ વિચારતો આલોક પૂજાને યાદ કરી મનોમન ઈશ્વરનો આભાર માને છે જાણે પૂજા આલોકને સરિતાથી મળાવવા જ આવી હોય એમ અને પૂજાની યાદમાં આલોકની આંખ ભીની થઈ જાય છે.

શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : dhara2402@gmail.com
Mobile : 9408478888

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED