પસ્તાવો Algotar Ratnesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પસ્તાવો

ALGOTAR RATNESH

algotarraj2@gmail.com

(m) +919426288591

.........પસ્તાવો........

જમનાબેન 65 ની ઉંમરે પહોંચ્યા.
હજી સ્વાસ્થય એવું જ સારું.
આંખો પણ સારી,
પણ શરીર ઉંમર વધવા સાથે કમરેથી નમી ગયેલું.
ચાલે ત્યારે નીચા વળીને અને એક હાથે ટેકા માટે લાકડી રાખે.

તેમના પતિ દામોદરભાઇ ઈલેકટ્રીકલ એન્જીનિયર હતા.
એટલે સંપત્તિ સારી એવી હતી.
ખાવા-પીવાના સુખને કારણે શરીર પણ હંમેશા સારું જ રહયું.
કદી કોઇ પ્રકારની ચિંતા પણ ન કરતા.
દિકરા બે,
મનોજ અને સંકેત.
બંનેને સારી રીતે ભણાવી પરણાવ્યા પણ.
સંપૂર્ણ જવાબદારી દામોદરભાઇ અને જમનાબેને સારી રીતે નીભાવી હતી.

સંકેત અને તેની પત્ની મીના બંને જો કે નોકરી કરતા હોવાથી બીજા શહેરમાં રહેતા.
જયારે મનોજ અને કવિતા અહીં જ રહેતા.
દામોદરભાઇએ ધંધા માટે રોકાણ કરી આપ્યું હોવાથી ધંધો સંભાળતો અને સાથે જ રહેતા.

મનોજ પણ ધંધામાં વ્યવસ્થિત ધ્યાન આપતો.
કયારેક કવિતાને તે સમજાવતો પણ.
તેમ છતાં તે કારણ વિનાની ફરીયાદો કરયા કરતી.
ને મનોજને ટોણા સંભળાવતી."
ખાલી મારી એકલીની જ ફરજ સાસુ-સસરાને સાચવવાની?
બીજો દિકરો છે ત્યાં કેમ નથી જતા?"
આ વાત દામોદરભાઇ અને જમનાબેન સાંભળી ગયેલા.
ને તરત તેમનું પોતાનું ઘર છોડી ભાડાના ઘરમાં રહેવા લાગ્યા.

દામોદરભાઇ ગામડે ચાલ્યા જવાની વાત કરે તો પણ જમનાબેન ન માન્યા.
તે કહેતા, "વહુ તો હજી બાળક છે. આપણે થોડા તેના જેવા થવાય?"
અહીં બાજુમાં જ હોઇએ તો તેની ખબર પણ રખાય ને કાળજી પણ લેવાય.આપણી સંભાળ ભલે ન લે.

2

2

"મનોજનો આમાં વાંક પણ શું? કવિતાના સંસ્કાર જ એવા હશે તો આપણે બોજ લાગ્યા."
પણ આપણાથી એવું થોડું થાય?

આપણે તો છોકરાઓનું ધ્યાન રાખવું રહયું.
દૂર નહિ જ જઇએ, અહીં પાસે જ રહીશું.

કવિતા અને મનોજ એકલા રહેતા, પણ તેમનો દિકરો મીત તો કાયમ દાદા-દાદી સાથે જ રહેતો.
ફકત સાંજે સુવા જ ઘરે જતો.
કવિતા તેને સમજાવતી તો કહેતો, 'દાદા-દાદી મને ખુબ ગમે છે.
આખો દિવસ તે ખુબ સાચવે છે.
રોજ તમારી ખબર પણ પૂછે છે.

પાંચ વર્ષ પસાર થઇ ચૂકયા એ રીતે.
એક દિવસ અચાનક દામોદરભાઇ સૂતા હતા પછી સવારે ઉઠયા જ નહિ.
જમનાબેન જગાડવા ગયા તો જોયું કે તેમણે તો કાયમી વિદાય લઇ લીધી છે.
જમનાબેન રડી પડયા.
તરત બધા ભેગા થઇ ગયા.
મનોજ-કવિતા આવી ગયા.
સંકેતને પણ બોલાવ્યો.
ભેગા થઇ સ્મશાનવિધિ પતાવી.
બેય દિકરા 'બા'ને સમજાવે કે હવે ઘરે ચાલો.
ત્યારે જમનાબેન બોલ્યા, "નહીં, હું અહીં એકલી જ રહીશ. બેસણું પણ આ ઘરે જ રાખવાનું છે. આટલા પાંચ વર્ષોમાં તમે એક પણ દિકરો કે વહુ મને જોવા આવ્યા નથી." અમે સાજા-માંદા હોય ત્યારે હંમેશા આ પડોશીઓએ સાચવ્યા છે.

જમનાબેન આક્રોશથી બોલ્યા, " તમે અત્યારે મને કેમ ઘરે લઇ જવા માંગો?
સમાજમાં તમારી વગોવણી ન થાય તે માટે સારું લગાડવા મને તમારા ઘરે લઇ જશો.
પછી 13 દિવસ પૂરા થતાં ફરી એની એજ રામાયણ. "
આપણે એકલાએ જ કેમ બાને સાચવવા.
હું એકલી અહીં જ રહીશ.
આ મારું જ ઘર છે અને આ બધા પડોશીઓ જ મારા સગા-વહાલા. તમે તમારી રીતે જીવો."
જમનાબેન જયાં રહેતા હતા ત્યાં જ રહેવા લાગ્યા.
દામોદરભાઇ નિવૃત હતા. તેથી પેન્શન પણ સારું આવતું હતું.
હવે તે જમનાબેનને પણ મળતું.
તેથી કોઇ જ તકલીફ ન હતી.
દિવસો પસાર થતા રહયા. 3

3

જમનાબેન વૃધ્ધાવસ્થાને લીધે ખુબ બીમાર પડયા.
સતત આઠ દિવસ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા.
પડોશીએ તેમના દિકરાને ફોન કરી કહયું, તો દિકરાઓ કહે. "જે થયું તે, હવે અમે નહિ આવીએ.
અમે જયારે કહયું ત્યારે તે કેમ ન આવ્યા?
હવે ભલે એકલા ભોગવે પીડા."

જમનાબેન મકકમ મનના હતા.
પડોશીઓ બધા તેમની ખુબ કાળજી પણ લેતા હોવાથી બહુ જ થોડા સમયમાં સાજા થઇ ગયા.
ફરી રોજીંદી જીંદગીમાં હતા તેમ જોડાઇ ગયા.
જમનાબેન પડોશીઓને કંઇ પણ કામ હોય તો તેમના જીવનના અનુભવ પ્રમાણે સલાહ આપતા.
પડોશીઓ પણ તે પ્રમાણે કરતા.
દરેકને જમનાબેન પ્રત્યેબહુ લાગણી હતી.

એક દિવસ મીત જમનાબેન પાસે આવી રડવા લાગ્યો."
મારે જમવું છે પણ, મમ્મી ઉભી થઇ શકતી નથી. એટલે રસોઇ બનાવી જ નથી."
જમનાબેને મીતને પાસે બેસાડી જમાડયો.
પછી કહે, ચાલ તારી સાથે આવું.
જમનાબેન મનોજના ઘરે ગયા.
કવિતાએ ઘણું છુપાવ્યું કે તેના પગે પાટો આવ્યો છે.
પણ જમનાબેનની અનુભવી નજરે પારખી લીધું.
છુપું ન રહેવાથી તે નીચી નજરે જોઇ બેસી રહી.
જમનાબેને પૂછતાં તેણે કહયું કે બે દિવસ પહેલાં સ્કુટી લઇ શાકભાજી લેવા જતાં વળાંકમાં સ્કુટી લપસ્યું ને પગમાં ફ્રેકચર થયું.
આઠ દિવસ આરામ કરવાનો છે.
આજે ત્રણ દિવસ થયા, રોજ બે ટાઇમ હૉટેલમાંથી ટીફીન આવે છે.
આજે ત્યાં કોઇ વેઇટર ફ્રી ન હોવાથી ટીફીન આવ્યું ન હતું.
જમનાબેને જોયું તો સાંજના 5 વાગવા આવ્યા હતા.
કવિતાની હાલત જોતા તે જાતે રસોડામાં જઇ કંઇ કરી શકે તેવી ન હતી.
જમનાબેને રસોડામાં જઇ મીતને બોલાવી કહયું. 'લે બેટા, ગેસ ચાલુ કર, આજે હું રસોઇ બનાવું. '
ને મનોજને ભાવતી ખીર, પૂરી ને બટાકાની સૂકી ભાજી બનાવી ને કવિતાને જાતે જમાડીને પોતાને ઘરે ગયા.

સાંજે મનોજ ઘરે આવ્યો. બધી વાત જાણી.
આટલા વર્ષે 'બા' ના હાથની ખીર, પૂરી ખાવા મળ્યા.
તેણે કવિતાને કહયું , "જો બા આઠ દિવસ બિમાર હતા ને આપણે ખબર પણ ન પૂછી."
ને તેમને ખબર પડતાં તરત દોડી આવ્યા.
કેટલો પ્રેમ છે તેમને આપણા પર પણ આપણે 'બા'ની ભાવનાને ઓળખી ન શકયા. 4 4

કવિતાનું પણ હ્રદય પરિવર્તન થઇ ગયું ને વાત સાચી લાગી.
તેણે કહયું, "તમારી વાત સાચી છે.
આજે સવારથી હું ભૂખી હતી. સાંજે બાએ આવી રસોઇ બનાવીને પોતાના હાથે મને જમાડી.
મેં કદી આટલા પ્રેમથી જમાડવાની વાત તો બાજુએ રહી સામે જોઇને પ્રેમથી વાત પણ નથી કરી. કે કદી બા ને કામમાં કોઇ મદદ પણ નથી કરી. આમ તો બા ને સાચવવાની જવાબદારી તો મારી હોય." હવે પસ્તાવો થાય છે, અત્યાર સુધી તેમની સાથે મેં કરેલા વલણ પર.

સવારે કવિતા, મનોજ અને મીત બધા 'બા' ના ઘરે જવા નીકળ્યા.
નક્કી કર્યું હતું કે 'બા' જો આપણા ઘરે રહેવા ન આવે તો હવે આપણે જ 'બા'ના ઘરે તેમની સાથે રહીશું. ત્રણેય સવારમાં બા જયાં રહેતા હતા તે ઘરે પહોંચ્યા.
બારણું બંઘ હતું.
ઘણી વાર બૂમો પાડવા છતાં અંદરથી કોઇ જવાબ ન આવ્યો....

'નિરાશ'
અલગોતર રતન