Lohi-no Sambandh Algotar Ratnesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Lohi-no Sambandh

ALGOTAR RATNESH

algotarraj2@gmail.com

(m) +919426288591

.......લોહીનો સંબંધ ........

........
લોહીનો સંબંધ ........

શહેરથી 25 કિ.મી. દૂર માધુપુર ગામ.
જયાં ટ્રેન જાય તે પણ ફકત, એક સવારે અને એક સાંજે.
બાકી કોઇ બીજી સગવડ નહીં, અહીંથી શહેરમાં જવા.....

ચા પીતા પીતા રોહીત શર્મા ઘડીયાળ સામે વારે વારે જોયા કરે."
શું સાહેબ, આમ વારંવાર ઘડીયાળ જોયા કરો છો ?
આજે કંઇ જલ્દી છે ઘરે જવાની ?"
તેમના હાથ નીચે કલાર્કનું કામ કરતા રમેશભાઇએ પૂછયું.
હા રમેશભાઇ, " આજે મારી લગ્નતારીખ છે .
માટે આજે ઘરે નાનકડી પાર્ટી જેવું રાખવા વિચાર્યું હતું.
ને થોડો વહેલો જાઉં તો પત્ની માટે કંઇક સારી ભેટ પણ લેતો જાઉંને.
પણ અહીં તો આઠ વાગ્યાની ટ્રેન સિવાય કયાં કંઇ મળવાનું છે ?"
કહી રોહીતભાઇ હસી પડયા ને રમેશભાઇએ પણ હસીને સુર પુરાવ્યો.

રોહીત શર્મા, ઉંમર 30 વષૅ.
હજી નવા જ, અહીં રેલ્વે સ્ટેશનમાં 'સ્ટેશન માસ્ટર' તરીકે આવ્યા હતા.
ઉજળો વાન, મજબુત બાંધો ને વાંકડીયા વાળ, તેમના દેખાવમાં વૃધ્ધિ કરતા હતા.
હજી 5 જ વાગ્યા હતા.
3 કલાક પછી ટ્રેન આવે, પછી ઘરે જઇ શકે માટે સમય પસાર કરવા વારે વારે ચા પીતાને ઉભા થઇ ઑફિસમાં આંટા મારતા હતા.

ચા પીતા પીતા યાદ કરે છે . વર્ષ પહેલાં થયેલા લગ્નને.
આખું દશ્ય તેના આંખ સામે તરવા લાગ્યું.
અત્યારે આવા સમયે તો લગ્ન કરીને અમે પરત ઘરે પહોંચી ગયા હતા.
ને મારી સુહાગરાત માટેની તૈયારી થતી હતી.
મિત્રો બધા બેડ શણગારતા હતા.
આમ સુહાગરાતના બધા દશ્યો રોહીતભાઇ યાદ કરી હસતા હતા.

થોડી વારમાં આકાશમાં વાદળો દેખાવા શરુ થયા.
વાતાવરણ કાળા ડીંબાંગ વાદળોથી છવાઇ ગયું.
વાદળો સાથે પવન પણ સુસવાટા મારવા લાગ્યો.
જાણે કે વાવાઝોડું જ આવ્યુ.
ને થોડીવારમાં વીજળીના કડાકા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસવાનો ચાલુ થયો.
(2)

(2)

જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ વરસાદ અને વાવાઝોડું વધતા જ ગયા.
હવે તો એવા મંડાણ કર્યા વરસાદે કે એમ જ લાગે, હવે વરસાદ બંધ જ નહીં
થાય.

8 વાગ્યેજે ટ્રેન આવવાની હતી, તે આગળ ઉપર ખુબ જ વરસાદ હોવાથી અને પાટા ઉપર પણ પાણી ફરી વળ્યા હોવાથી રદ થઇ.
આથી હવે રોહીતભાઇને ના છુટકે રેલ્વે સ્ટેશનમાં જ રાત્રી રોકાણ કરવાનું નકકી કર્યું.

રમેશભાઇ સાંજે પોતાના ઘરે ટીફીન બનાવરાવી લાવ્યા.
રોહીતભાઇને જમાડયા અને પોતે પણ સ્ટેશનમાં જ રાત્રે રોકાવાનું નક્કી કર્યું.

વરસાદ બંધ થાય તેમ લાગતું જ નહોતુ.
ટ્રેન પણ રદ થઇ હોવાથી હવે બહુ કામગીરી અહીં ન હતી.
રમેશભાઇને લાગ્યું કે, સાહેબને અહીં સુવડાવ્યા તેના કરતાં પાસેના મારા ઘરે સુવરાવું.
"સાહેબ, હું અહીં સ્ટેશને છું.
રેલ્વેનું કવાટર્સ મોટું છે.
બે રુમ, ગેલેરી વાળું.
એક રુમમાં તમને પથારી કરી દઉં.
તમે ત્યાં સૂઇ રહેજો.
હું આજે સ્ટેશનમાં જ રહીશ.
તમે તો જાણો જ છો કે વાયરલેસ ઑપરેટ કરવા માટે એક વ્યકતિને રહેવું જરુરી છે.
તમે ચાલો મારા ઘરે.

રમેશભાઇના કવાટર્સમાં અંદર દાખલ થતાં જ જે બહારથી જાળીવાળો બેઠકરુમ હતો, ત્યાં સાહેબની પથારી કરી આપી.
સાહેબને સુવડાવી રમેશભાઇ ફરી રેલ્વે સ્ટેશન પહોંચ્યા.
વરસાદ અને વાવાઝોડું એટલા વધતા ગયા કે બધી બાજુ પાણી પાણી.
રોહીતભાઇના ખાટલામાં પણ વાછટ આવવા લાગી અને અરધો ખાટલા સુધી ગોદડા ભીના થઇ ગયા.
ત્યાં પણ સુઇ શકાય એવી હાલત ન રહી.

અચાનક રમેશભાઇની પત્ની કુસુમનું ધ્યાન ગયું કે અહીં વાછટ આવતી હોવાથી સાહેબના ગોદડાં તો પલળી ગયા છે તો આખી રાત તે કેમ સૂઇ શકશે ?

"સાહેબ, અંદર રુમ મોટો છે. તમારો ખાટલો અંદર લઇ લો."

(3)

(3)

રોહીતભાઇને શરમ તો લાગી, પણ અહીં આ હાલતમાં સુવાય તેમ ન હોવાથી તે ચુપચાપ અંદરના રુમમાં ખાટલો લઇ ચાલ્યા ગયા.
કુસુમ તેના બેડ પર સુતી.

બાજુના બીજા ખાટલામાં રોહીતભાઇ બીજી બાજુ પડખું ફરી સુવા પ્રયત્ન કરવા લાગ્યા.
વરસાદે ખુબ જ જોર પકડયું હતુ.
રાત પણ ખુબ અંધારી.
લાઇટ તો વરસાદ શરુ થતાં જ જતી રહી હતી.
અચાનક જયાં કુસુમ સુતી હતી ત્યાં ઉપરથી એક ઉંદર તેના પર પડયો.
ઓચિંતા ઉંદરના પડવાથી કુસુમ ગભરાઇને સીધી કુદીને રોહીતભાઇના ખાટલામાં જતી રહી. રોહીતભાઇ પણ જાગી ગયા ને પૂછતાં કહ્યું કે બેડમાં ઉંદર પડયો.
ખુબ ગભરાયેલી હતી કુસુમ.
રોહીતભાઇ કાંઇ બોલ્યા નહિ.
એમ જ કુસુમને બેસી રહેવા દીધી.
કુસુમની સાડી પણ ખસી ગઇ હતી.
ચણીયા બ્લાઉઝમાં તે તેમની સામે બેઠી હતી.
પ્રથમ વાર રોહીતભાઇએ કુસુમની સામે જોયું ને કંઇક અનુભવ્યું.

સાડી વિના કુસુમને જોઇ રોહીતનું મન થોડું વિહવળ થયું.
કુસુમે પણ વીજળીના ચમકારામાં પ્રથમવાર રોહીતની આંખમા આંખ મીલાવી જોયું ને થોડું મલકીને નીચું જોઇ ગઇ.
આમ તો મનમાં થતું કે અહીં જ સામે બેસી રહે તો સારું.
પણ તોય પરાણે એટલું બોલ્યો, ઉંદર હવે નથી.
તમારા બેડમાં જાવ એમ કહી કુસુમનો હાથ પકડી ઉભી કરી.
આવો વરસાદ, બે યુવાન હૈયાં, મેઘલી રાત ને વળી એકાંત, નહીં કોઇ અડચણ.
કુસુમ પણ રોહીતના હાથનો સ્પર્શ થતાં રોમાંચિત થઇ ગઇ.
તેને પણ નિંદર ના આવી.
પરાણે બેડમાં પડી રહી સુવાનું નાટક કર્યું .
મનમાં રોહીતના સ્પર્શને, ચહેરાને વાગોળતી રહી.
રોહીતની હાલત પણ આવી જ કંઈક હતી.

વરસાદ હજી બંધ થયો ન હતો.
રાત્રે દોઢેક વાગ્યા હશે ને, કુસુમની આંખો સહેજ મીંચાઇ હશે ત્યાં જોરદાર ધડાકા સાથે વિજળી કડકી ને તેમના બાજુના કવાટર્સની દિવાલ પડી.
રાત્રે તે ધડાકો એટલો જોરદાર થયો કે કુસુમ હવે ડરી જ ગઇ.

(4)

(4)

તેના બેડમાંથી ઠેકડો મારી પાછી રોહીતના ખાટલામાં.
રોહીત પણ જાગી જ ગયો હતો.
ધીરે ધીરે રોહીતે કુસુમને શાંત પાડી.
પાણી પીવરાવ્યું.
પછી ધીરે ધીરે તેના માથે હાથ ફેરવ્યો.
કુસુમ જેમ જેમ રોહીતનો હાથ ફરતો ગયો તેમ તેમ તેની નજીક ખેંચાતી ગઇ.
બેય એટલા નજીક ગયા કે એકબીજાના તેમના ગરમ શ્વાસના અહેસાસ થવા લાગ્યા ને બન્ને વરસતા રહ્યા
રાતભર.

રમેશભાઇ સવારે આવ્યા."
સાહેબ, અમારા ગરીબને ઘરે ફાવ્યું તો ખરું ને ?
મારી કુસુમ એમ તો ડાહી છે.
કાંઇ હેરાનગતી નથી થઇને?"
કુસુમ નીચી નજરે બોલી, "હેરાન તો થયા.
આખી રાત વરસાદ એવો હતો કે સૂઇ નથી શકયા."
રોહીત મનમાં બોલ્યો, હેરાન નહીં પણ જીંદગીમાં કદી જે નથી મળ્યું એવું કંઇક કુસુમે આપ્યું છે.

રમેશભાઇએ એક કવર આપ્યું.
સાહેબ, લો આ કવર કાલનું આવ્યું છે.
હું તમને આપવાનું ભૂલી ગયો હતો.
અત્યારે થયું કે તમને જલ્દી આપી દઉં નહીં તો તમે ઘરે જતા રહેશો.

કવર ખોલતાં તેમાં રોહીતભાઇનો બદલીનો ઑર્ડર હતો.
થોડા વર્ષમાં રમેશભાઇની બદલી પણ બીજે થઇ.
કેન્દ્રીય કર્મચારી હોવાથી કયારે, કોની બદલી, કયાં થાય તે નક્કી જ નહી.
સાથે નોકરી કરે ત્યાં સુધી નાતો.
ફરી નવા કર્મચારી સાથે ભળવાનું.
આમ તેમની જીંદગીના 25 વર્ષ સર્વિસના નીકળી ગયા.

એક જ દિકરો મલય.
હવે કૉલેજમાં ભણતો હતો.
ખુબ જ હોંશિયાર.
રમેશભાઇ અને કુસુમબેનનો ખુબ લાડકો.

(5)

(5)

મલય તેની જ સાથે કલાસમાં ભણતી નીલીમાને પ્રેમ કરતો.
બંને એકબીજાને ખુબ ચાહતા.
બંનેની જોડી આખા કૉલેજમાં જાણીતી બની હતી.

" તે હેં મલય, તારા માતા- પિતા આપણા લગ્ન માટે હા પાડશે?""
હા હા કેમ નહીં? ને નહીં માને તો આપણે કૉર્ટમેરેજ કરીશું.
પણ રહીશું તો સાથે જ."

મલયે એના માતા-પિતાને સમજાવી લીધા.
તેઓ રાજી પણ થયા.
તેં તારી જાતે છોકરી શોધી લીધી, સારું અમારે તો જવાબદારી ઓછી પણ અમને છોકરી ગમશે તો જ હા પાડીશું.
તે પહેલા નહી.

અરે મમ્મી, તારા દિકરાની ચોઇસ કંઇ જેવી તેવી ન હોય.
તું જોજે ને!
મારા જેટલી જ રુપાળી છે.
તું જોતાં જ હા પાડી દેશે તેની ગેરંટી છે.

મલયે નીલીમાને પણ સમજાવી કે "મારા મમ્મી- પપ્પા તને જોવા વગર 'હા ' નહીં જ પાડે."
નીલીમા કહે, "મારા મમ્મી-પપ્પા પણ માની ગયા છે ને કહયું છે કે ભલે આપણી જ્ઞાતિ અલગ હોય, પણ પહેલાં અમે છોકરો અને તેના માતા-પિતાને મળીએ.
પછી આગળ નક્કી કરીશું.
બોલ, હવે તું કહે તેમ કરીએ.

તો આપણે આપણાં બંનેના માતા-પિતાને પૂછીને તેઓ હા કહે ત્યારે, મળવાનું ગોઠવીએ.
ત્યાં સુધી ઘરે કંઇપણ કહેવાનું નહી.
આપણાં માતા-પિતા વિશે સરપ્રાઇઝ જ રાખવી.
જેથી તેઓ મળે ત્યારે જ પરિચય કેળવે.

રવિવારના દિવસે બંનેના માતા-પિતા ફ્રી હોવાથી મળવાનું નક્કી થયું.
રમેશભાઇ પૂછતાં મલય, વાત તો કર.
કોના ઘરે જવાનું છે તે !

અરે, તમે ત્યાં જઇને જાતે જ છોકરી અને તેના મમ્મી- પપ્પાને મળો.
ત્યાં સુધી હું કાંઇ નહીં કહું.
આજે સાંજે તો આપણે 6 વાગ્યે ત્યાં જવાનું જ છે. (6)

(6)

નીલીમાએ પણ તેના મમ્મી- પપ્પાને કહયું કે મલય અને તેના મમ્મી- પપ્પા આજે સાંજે આવવાના છે.
તેના પપ્પાએ કહ્યું, બેટા કહે તો ખરી, કોણ છે તેઓ ?
શું કરે છે? જ્ઞાતિ કઇ?" ત્યારે નીલીમા બોલી, પપ્પા આવે એટલે તમે જ પૂછી લેજો ને. જાતે જ.
હું કંઇ નહીં કહું.

સાંજના 5 વાગવા આવ્યા.
આ બાજુ અચાનક વાદળો ઘેરાયા આકાશમાં.
વરસાદ પડે તેવું વાતાવરણ થઇ ગયું.
રમેશભાઈ ને કુસુમબેન મલયને કહે, બેટા વરસાદ પડવાની શરુઆત થાય તે પહેલાં જલ્દી નીકળીએ તો જલ્દી પાછા અવાય.

રીક્ષામાં મલય અને તેના મમ્મી-પપ્પા સાથે નીલીમાના ઘરે જવા નીકળ્યા.
વરસાદની શરુઆત થઇ ગઈ ને ત્યાં પહોંચ્યા ત્યારે તો ધોધમાર વરસાદ વરસી પડયો.
નીલીમા રાહ જ જોતી હતી મલયની.
જેવી રીક્ષા ઉભી રહી એટલે નીલીમા દોડીને રમેશભાઇ ને કુસુમબેનને પગે લાગી, અંદર લઇ ગઇ.
પપ્પા, "મહેમાન આવી ગયા છે."
સાંભળી નીલીમાના પપ્પા ને મમ્મી બહાર આવ્યા.
જેવા રમેશભાઇ આગળ વધ્યા કે તરત ઓળખી ગયા.

"અરે, રોહીતભાઇ સાહેબ તમે ?"
કુસુમ તો રોહીતભાઇ સાહેબને જોઇ ત્યાં જ મૂર્છીત થઇ ગઇ.
થોડી વારે ભાનમાં આવ્યા તો બધા પુછવા લાગ્યા.
શું થયું તમને?
કુસુમે કહ્યું કે ઉંમરને કારણે બી.પી. લૉ રહે છે.
માટે ચકકર આવી ગયા.
રોહીતભાઇ કુસુમબેન સામે જોઇ હસ્યા.
પણ કુસુમબેન નજર ઉંચી કરી જોઇ શકતા ન હતા.

ચા-નાસ્તો પતાવ્યા બાદ ઔપચારીક વાતો કરી "ચાલો હવે રજા લઇએ"
રોહીતભાઇએ કહ્યું, "ના, આજે અહીં જ રોકાઇ જાવ. આપણે જુની ખુબ વાતો કરીશું.
તમે પણ મને એક રાત આવા જ વરસાદમાં તમારે ત્યાં ખુબ સાચવ્યો હતો.
મારે તો અહીં બધી જ સગવડ છે જ.

આખી રાત બધાએ ખુબ વાતો કરી.
નોકરીની ને ક્યાં ક્યાં બદલીમાં ફરતા રહયા ને આજે ફરી આમ મળ્યા.(7)

(7)

ખુશીનો માહોલ થઇ ગયો.
બધાને આ સગાઇ મંજુર હતી પણ કુસુમ હજી કંઇ બોલતી ન હતી.

સવારે જયારે બધા છુટ્ટા પડયા ત્યારે, કોઇ ન જુએ તેમ કુસુમે એક ચીઠ્ઠી રોહીતભાઇના હાથમાં મૂકી.
રોહીતભાઇ રાજી થયા કે હજી મને ભુલી નથી. તેને ફરીને તે રાત તાજી થઇ.

ચીઠ્ઠી ખોલી તો લખ્યું હતું કે "રોહીત, આ લગ્ન શકય નથી.
મલય અને નીલીમા વચ્ચે લોહીનો સંબંધ છે.
યાદ કર, તે મેઘલી રાત. બસ.......

કુસુમ

'નિરાશ'
અલગોતર રતન