Kariyavar Mayur Koradiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

Kariyavar

કરિયાવર

મયુર કોરડિયા

mayurkoradiya72@gmail.com



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

કરિયાવર

ઉનાળાનાં દિવસોમાં હું ખડકી વચમાં બેઠી બેઠી ભરત ભરતી હોઉં. ખડકીની અંદર એક જ ઓરડો હતો. વીજળીનો તાર લઈ શકાય એવી પરિસ્થિતિ નો’તી. ખડકી એક જ એવી જગ્યા હતી જ્યાં ઉનાળાનાં દિવસોમાં થોડો પવન આવે. ડુંગરાળ વિસ્તારમાં સિત્તેર-એંસી ઘર બંધાયને ગામડું બનેલું અને વસ્તી પણ આછી-પાતળી. ઉનાળની બપોરે રસ્તા પર માણસોની પાંખી અવર-જવર રહેતી. રસ્તા પર ક્યારેક કો’ક માણસ નીકળે અને એ પણ ઘર સામે જોતું જોતું નીકળી જાય. અમારી પરિસ્થિતિ કોઈ બોલાવે એવી પણ ન હતી.

ગામમાં ચાર ધોરણ સુધીની નિશાળ હતી. ભણવા માટે નહિ પણ નિશાળમાં બપોરનું ખાવાનું મળતું એટલા માટે મને નિશાળમાં પણ બેસાડવામાં આવી હતી. બાપુજી ગામમાં મજુરી કરવાં ગયા હતાં ત્યાંથી કોઈએ નિશાળમાં પેરવાનાં કપડાં આપ્યાં હતાં. થોડાક ફાટેલાં હતાં પણ હું પડખેનાં ઘરેથી સોઈ-દોરો માંગી લાવી એટલે ’બા’એ ટેભા લઈ દીધેલાં!

હું સમજણી થઈ ત્યારથી મારી બાને લકવો થયેલો એટલે તે તો સાવ પથારીવશ જ હતી. હું નાનપણથી બાની સેવા કર્યા કરતી. બાપુજી મજુરી કરવા જાય ત્યારે ખાવાનું બનાવીને જાય અને સાંજે આવીને પાછું બનાવે. થોડી માટી થઈને હું બનાવતાં શીખી ગઈ પછી બાપુને થોડી રાહત રહેતી.

હું સોળેક વરસ હઈશ. બાપુજી બપોરે સાયકલ લઈને ખાવા આવે. હું ખડકીમાં જ બેઠી હોઉં ત્યાથી ભરવાનું પડતું મૂકી બાપુને ખાવાનું આપવાં જાવ એટલી વારમાં બાપુ ઠીકરાની ઠીંબડીંમાં હાથ ધોઈને પથરાની ઓશરીમાં ચડે. માથા પરનો મેલો, ફાટેલો, જૂનો રૂમાલ ઉતારીને હાથ લૂછે પછી એ જ રૂમાલનું પાથરણું કરીને ઉપર ખાવા બેસે. ઘરમાં એક જ થાળી હતી. મારી ભરત ભરવાની સામગ્રી એક ગુણિયામાં મૂકીને એ થાળીમાં બાપુને ખાવાનું આપું. બાપુ ઉતાવળમાં ખાયને ફરી પાછું સાયકલનું પેડલ મારીને ઉપડી જતાં.

એક દિવસ ગામનાં એક જમીનદારને ત્યાં બાપુ કામે ગયેલાં. બદલામાં તેણે એક આખી જોડ કપડાં આપ્યાં હતાં. બાપુજી કહે, "આટલી બધી ખુશીઓ ઉપાડી હું માંડમાંડ ઘરે પહોચ્યો". આખું ઘર એ દિવસે હિલોળે ચડયું હતું. આટલી મોટી ખૂશીની અમને ક્યારેય અપેક્ષા પણ નો’તી. મે એ કપડાં કોથળીમાં બાંધીને જ સાચવી રાખ્યાં હતાં.

આજે હું ખડકીમાં બેઠી બેઠી ભરત ભરતી હતી ત્યાં સુમલી રોતી રોતી આવી. સુમલી એ પાડોશી લાખાકાકાની છોકરી. આમ તો તેનું નામ સુસ્મિતા હતું પણ મે તેનાં મોં પર કોય દિ’ સ્મિત જોયું જ ન હતું. મોં લાલચોળ થઈ ગયું હતું, વેર-વિખેર મેલા વાળ અને મોઢામાંથી લાળો પડતી જાય. લાખાકાકાએ દારૂની કોથળી લેવાં મોકલી ત્યાં પૈસા પાડીને આવી હતી! પછી તો વાત પતિ જાય ને. કેમ કે બીજી ઘણી નાની-મોટી વાતોમાં સુમલી ધમરોળાય જતી. ચોરી કરવી, જુગાર રમવો અને દારૂ પીવો એ જ લાખાકાકાનાં કામ હતાં. એનાં ઘરમાં મારામારી અને ગાળાગાળી રોજ ચાલું રહેતાં. સુમલીને જ્યારે જ્યારે માર પડે ત્યારે મારી પાસે આવી જતી. ચોધાર આંસુએ રોતી હોય. હું માંડમાંડ છાની રાખું. સુમલી અમારા ઘરે આવી એવી લાખાકાકાને ખબર પડે તોય બીચારીને માર ખાવો પડે.

સુમલી ઓજે વળી વળીને રોતી હતી. આંસુ તેનાથી રોક્યા રોકાતા ન હતાં. મને કહેતી હતી કે "તમારા ગયાં પછી મારૂં શું થશે?" થોડાં સમયમાં મારાં લગ્ન થવાનાં હતાં. હું પણ સુમલીને છાની રાખી શકું તેમ ક્યાં હતી! મારાં ગયાં પછી બા-બાપુનો નિર્વાહ અશક્ય જેવો થઈ જવાનો હતો. બા અહી સાસરે આવી ત્યારથી હું હવે સાસરે જાવ ત્યાં સુધીનાં આટલાં વર્ષોમાં ઘરનો ઓરડો પણ એવોને એવો જ રહ્યો હતો. બધાં ખાયને જીવતાં રહ્યાં અને સમયનું ચક્ર ફરતું રહ્યું. આ સિવાય વિશેષ કાંઈ આ ઘરમાં બન્યું નો’તું.

મારો કરિયાવર હવે તૈયાર થઈ ગયો હતો. પેલી જમીનદારે આપેલી નવીનકોર કપડાંની એક જોડ, બીજા ત્રણ જોડ હું રોજ પહેરતી એ જૂનાં કપડાં, બે નાનીનાની ભરત ભરેલી થેલીઓ અને ઓંશીકાનું એક કવર!!

મારા ગયાં પછી આ બધું અહીં છુટી જવાનું હતું, એક મારા આધાર પર જીવતી પથારીવશ ’બા’, એક બાપુજી અને એક સુમલી. એક અંગત વાત કહી દવ, "બાપુને દમ ચડતો. જલ્દી કે વધારે કામ કરી શકતાં નહિ એટલે નહિ જેવી મજુરી આપીને લોકો કામ કરાવતાં. ખડકીમાં બેસીને બીજાનાં ભરત ભરતાં-ભરતાં મે ઘર સંભાળી રાખ્યું હતું."

- મયુર કોરડિયા