સ્વકેન્દ્રિતા: ઓળખ આપો નહિ, ઉભી થવા દો Mayur Koradiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વકેન્દ્રિતા: ઓળખ આપો નહિ, ઉભી થવા દો

સ્વકેન્દ્રિતા: ઓળખ આપો નહિ, ઉભી થવા દો

લેખક: મયુર કોરડિયા

Email:- mayurkoradiya72@gmail.com


સ્વકેન્દ્રિતા: ઓળખ આપો નહિ, ઉભી થવા દો

દોઢડાહ્યા લાગીએ એવો કોઇમાં રસ લેવા કરતાં રસ નહિ લો તો લોકો તમારામાં રસ લેશે, તમારામાં શું છે તે જાણવા માટે.

હું બારમું ધોરણ પૂરૂં કરી કોલેજકાળમાં જ્યારે કોલેજ જવા લાગ્યો ત્યારે શરુશરુમાં હું સાવ અબુધ છું એવી છાપ ઉભી કરેલી, (મેં) કરેલી કહેવા કરતા લોકોએ કરેલી. કોઇપણ વધારાની પંચાત નહિ, બીજાની નજીક જઈને તેનામાં ઉતરવા કરતાં હું મારામાં ઉતરતો પણ પોતાની જ જાતને સ્માર્ટ સમજતા મારી સાથેનાં છોકરઓએ પોતાની સ્માર્ટનેસ બતાવવાનું ચાલુ કરેલું પોતે હોશિયાર છે અને વિવિધ પ્રકારે સારા છે તેવુ સાબિત કરવા લાગ્યા હતા, ખાસ કરીને મહિલામંડળમાં. થોડીવાર માટે ભલે લોકોને મજા આવતી હોય, તમારી વાત પર હસી લેતા હોય, તમારી સાથે થોડું બોલી લેતા હોય પણ તમારૂં આ ડહાપણ લોકોને બહું ગમતું નથી હોતું. ॑ને ભલા, આપણે તો અંતર્મુખી દેખાવના, કોઈનામાં રસ ન લેવાવાળા! (આપણે આપણી જાતને બતાવીયે નહિ કે સાબિત ના કરીયે ત્યાં સુધી લોકો આપણી નજીક આવવાની કોશિશ કરે, આપણે છિયે શું તે જાણવા માટે.) કોલેજમાં મારો અબુધ જેવો લાગતો સ્વભાવ લોકોને મારા સુધી નજીક ખેંચી લાવ્યો હતો. લોકો મારામાં રસ લેવા લાગ્યાં હતાં. લોકોને મેં મારી ઓળખ આપી નહિ પણ એની રીતે જ જાણવા દીધી, એને મારામાં જે દેખાયું તે. ચાંપલાયગીરી વિરુદ્ધ એક વંટોળ અંદરખાને ઉભો થઇ ગયો હતો અને બીજી બાજુ લોકોએ પોતાની માપપટ્ટીથી મને માપી લીધો હતો. એવા સમયે કોલેજમાં એક સ્થાનિક આવી. ચૂટણીમાં સૌએ મને સર્વોચ્ચ પોસ્ટ પર ચૂટીને હિરો સાબિત કરી દીધો અને સામે ચાલાને કોઈનાં મોંમાં આંગળી નાખીને બોલાવવાવાળાને ફેંકી દીધા, દોઢા સમજીને.

ફરી એકવાર, આપણે આપણામાં રસ લઈએ, આત્મોન્નતિ માટે. આપણે બેસ્ટ છીયે તેની સાબિતી આપવા ન જઈએ. લોકો એની જાતે જ નક્કી કરી લેશે કે કોણ કેટલામાં છે. લોકોને આપણી ઓળખ આપવા કરતા ઓળખ ઉભી થવા દો.

સમય અને લાગ મળતા ગમે તે ગમે તેને તમાચો મારી શકે છે. પોતાના પર જ ઉભા થઈએ. બીજાએ બતાવેલ માર્ગ પર ચાલવાવાળા કરતા પોતે શોધેલા માર્ગ પર ચાલવાવાળા વધારે સફળ થતા હોય છે.

સમાજ અને લોકો બહું બુદ્ધીશાળી છે. સૌ જ્ઞાની પણ છે. બધાને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરતા આવડે છે એટલે પાણી પણ સફેદ દૂધ થઈને આવે તોય પણ જ્યારે ચાખવામાં આવે ત્યારે પરખાય જાય, પછી થૂંકાય પણ જાય. યાદ રહે, લોકોને આપણી હોશિયારીની જરૂર નથી.

પોતાની સફળતામાં રસ લો. લોકો સફળતાને સલામ કરે છે. બાકી બધાને ભાજીમૂળા જ સમજે છે.

મારા એક ઓળખીતા ભાઈ પોતે સમાજ સેવક છે તેવુ સાબિત કરતા રહેતા. ગામમાં જ્યાં નીકળે ત્યાં એમની વાહ વાહ થાય. ભાઈએ પોતાની લોકપ્રિયતા જોઈને પંચાયતની ચૂટણીમાં ફોર્મ ભર્યું. ગામમાં એના વોર્ડનાં ૧૨૦૦ મતદારોમાંથી ૪૨ મત મળ્યા. તમે સારા હોવાની સાબિતી આપો એ પણ લોકોને ગમતું નથી. લોકો તમને આગળ કરીને ગાળિયામાં ઉતારી શકે. સમય જતાં તમને ભૂંસી નાખી શકે છે.

સફળતા મળવામાં મોડું થાય ત્યારે લોકો આપણને નિષ્ફળ સમજી લેતાં હોય છે પરંતુ લોકોને નજર અંદાજ કરો, પોતાને નજરમાં રાખો. પોતાની જાતને મજબૂત બનાવતાં રહો. જરૂરી નથી શિક્ષણ કે નોકરીમાં જ સફળ થાઓ. કોઇપણ ક્ષેત્રે સફળતા મેળવો, પછી સફળતાની અસર જુઓ. તમને રોજ ચર્ચાનો વિષય બનાવતા લોકો જ તમને શોધતા શોધતા આવશે. એ આવે ત્યારે વળી પાછું યાદ રાખો, તમારી હોશિયારીની સાબિતી ના આપો!

કોઈની વાહવાહી કે કોઈની નફરતથી આપણને કંઈ ફેર પડે જ નહિ તેવા આત્મસદ્ધર બનીયે.

મારા અમુક સહપાઠી મિત્રો પ્રત્યે મને અરુચિ આવતી. સાવ માનસિક કમજોર હતા, એ. સંસ્થામાં જે મોટુ નામ ધરાવતા હોય તેની ચરણસેવા કરતા! બીચારા સાવ ગળગળા થઈ જતા, ગળામાં દમ આવી ગયો હોય તેવા. જાણે એ લોકોનું અસ્તિત્વ જ પેલા લોકો વગર શક્ય ન હોય એમ. અરે મોટા, એની સામે ગયા વગર કઇ તેની લાચારી કર્યા વિના આપણું કંઇ હલી જવાનું નથી. હું તેને કહેતો પણ ખરો, “ભાઈ, આપણે આપણી મહેનતે અને જેમ લેવાતુ હોય તેમ પદ્ધતિસર જ એડમિશન લીધું છે નહિ કે કોઇની દયા પર! પરીક્ષા પણ આપણા દમ પર આપવાની. લખવાનું, વાંચવાનું, ભણવાનું વગેરે બધુ આપણા દમ પર કરવાનું એમા વળી એની શું ગુલામી?” તેમ છતાં પોતાની જાતને નિર્બળ સમજતા લોકો માથુ ઉંચું કરીને થોડાં જીવી શકે?

મારે કોઇની લાચારી કે ગુલામી કરવી પડતી નહિ, કોઇની દયાની પણ જરુર પડતી નહિ કેમ કે હું મારામાં દમ છે એમ સમજતો! સમજુ પણ છું. મે મારામાં જ રસ લઇને મારી જાતને મજબૂત બનાવી રાખેલી છે.

-મયુર કોરડિયા