Manan Neeta Kotecha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Manan

મનન

નીતા કોટેચા "નિત્યા "

Neetakotecha.1968@gmail.com

9867665177

9699668394

મનન

સ્વપ્નીલ અને સંધ્યા નું એક જ બાળક અને એ મનન, ચેલા કેટલા દિવસ થી એને તાવ આવતો હતો , મન્ન ને જરા સરખું પણ કઈ થતું સ્વપ્નીલ અને સંધ્યા બહુ જ ટેન્શન લઇ લેતા , મનન એટલે એમનો જીવ હતો એમનો શ્વાસ હતો . આજે મનન ને તાવ આવે ચાર દિવસ થઈ ગયા..પણ તાવ ઉતારવાનું નામ જ નહોતો લેતો.. હવે સ્વપ્નીલ અને સંધ્યા થી સહન નહોતુ થતુ..આખરે એમણે પોતાના ફેમીલી DR. ને કહ્યુ હવે આપણે મનન ને હોસ્પિટલ માં દાખલ કરીયે તો કેમ રહેશે?? પણ ડોક્ટર માનતા ન હતા

ડોક્ટરે ના પાડી કે ના એવી કોઇ જરુરત નથી..ઉતરી જશે..ડોક્ટર નું માનવું હતું સીઝન ખરાબ હોવાને લીધે એમની પાસે દિવસ માં આવા પચાસ કેસ આવતા હતા તો શું બધાને હોસ્પિટલ માં એડમીટ કરાય ?

પણ હવે બન્ને માન્યા નહી અને મનન ને શહેર ની સારા મા સારી હોસ્પીટલ ગોકુલ હોસ્પિટલ માં દાખલ કરવા મા આવ્યો..

ઉમર નાની હતી..ખાલી સાત વર્ષ નો હતો મનન..

મનન ને સરખી રીતે હોંશ નહોતો આવતો...

નીંદર મા એનો બબડાટ ચાલુ જ હતો...

શું બોલતો હતો કોઇને ખબર પડતી ન હતી....કેટલી એ દવાઓ બદલાવામાં આવી , કેટલા ગ્લુકોઝ નાં બાટલા ચડાવાવામાં આવ્યા પણ કોઈ જ ફર્ક ન પડ્યો

આખરે હોસ્પિટલ નાં ડોક્ટર લલિત ગોકુલેશ્વરે સ્વપ્નીલ અને સંધ્યા ને ને પોતાની off.. માં બોલાવ્યાં..અને કહ્યું કે " હવે આ કેસ મારા હાથ માં નથી કારણ મેં મારી રીતે બધા ઈલાજ કરી લીધા પણ મનન ને સારું થતું નથી તો હું એક છેલ્લી કોશિશ કરવા માંગુ છુ જો આપ બંને ની રજા હોય તો ? સંધ્યાની આંખમાં થી આંસુ વહેવા લાગ્યા , સ્વપ્નીલ ને પણ ફિકર થઇ ગઈ કે મનન ને શું થી ગયું છે એવું કે ડોક્ટર પાસે હવે ફક્ત એક છેલ્લો ઈલાજ જ બચ્યો છે. સ્વપ્નીલે કહ્યું " ડોક્ટર સાહેબ આ હોસ્પિટલ અને આપનું નામ બને સારા છે , અમને આપ પર પૂર્ણ ભરોસો છે તમારે જે કરવું હોય તે કરો બસ મારા મનન ને સારું કરી દ્યો " ડોક્ટરે કહ્યું કે મારે એક મનોવૈજ્ઞાનિક ડોક્ટર ને બોલાવા પડશે કે જે મનન નાં મનમાં શું છે તે જાણે ? એક મિનીટ માટે તો સ્વપ્નીલ ને ગુસ્સો આવી ગયો કે શું મારો દીકરો ગાંડો છે કે એની માટે મનોવૈજ્ઞાનિક ને બોલાવવા પડે , પણ ચર્ચા કરવા મમા કોઈ ફાયદો ન હતો તે સ્વપ્નીલ ને સમજાતું હતું તેને હા પાડી , તરત ડોક્ટરે શહેર નાં પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક ડોક્ટર સતીશ ને ફોન લગાડ્યો અને મનન વિષે જણાવ્યું , ડોક્ટર સતીશે જવાબ આપ્યો " હું સાંજે આવીશ પણ હું આવું ત્યારે મનન સાથે રહેવા વાલા બધાને હોસ્પિટલ માં હાજર રહેવાનું કહેજો " ડોક્ટર લલિતે ડોક્ટર સતીશ નો સંદેશો સ્વપ્નીલ અને સંધ્યાને આપી દીધો અને કહ્યું કે સાંજે ડોક્ટર આવશે તમે અહિયાં હાજર રહેજો . સવ્પનીલ ને આ બધું ગમતું ન હતું કારણ એના મત પ્રમાણે કોઈને માનસિક બીમારી હોતી જ નથી , આ બધી વાતો એને નકામી લાગતી હતી. કદાચ જો આ જ વાત સંધ્યા સાથે હોત અને કોઈ એ એની માટે મનોવૈજ્ઞાનિક ને બોલાવાનું કહ્યું હોત તો સ્વપ્નીલ બોલાવત જ નહિ આ તો બાળક પાસે એ લાચાર હતો , ડૂબતે કો તિનકે કા સહારા જેવી વાત હતી. એને વિચાર્યું કે આ પણ અજમાવી જોવ જો આનાથી મનન ને સારું થઇ જતું હોય। સાંજ થઇ ડોક્ટર સતીશ એમની કેબીન માં ગયા અને મનન ને જોયા પહેલા તેમને પોતાની કેબીન માં સ્વ્પનીલ અને સંધ્યા ને બોલાવ્યા , સ્વપ્નીલ ને સમજાતું ન હતું કે આ ડોક્ટર છે કે હજામ ? જે બાળક બીમાર છે એને જોવા નથી જતા અને અમને મળવા બોલાવે છે . સ્વપ્નીલ અને સંધ્યા ડોક્ટર ની સામે ની ખુરશી માં બેઠા , ડોક્ટર સતીશે એક મીઠી મુસ્કાન આપીને વાત શરુ કરી , મ્સ્વપ્નીલે વિચાર્યું કે હા આવા જ હોય મનોવૈજ્ઞાનિક ડોક્ટર , મીઠું મીઠું હસીને વાત કરવા વાળા , આ લોકો શું કોઈને વાતો થી સારા કરી શકતા હશે ? ડોક્ટર સતીશ બોલ્યા "મને એ કહો કે જ્યારે તમારા બાળક ને તાવ આવ્યો..એનાં આજુબાજુ નાં દિવસો માં તમારા ઘરમાં શું શું થયું હતુ??

સ્વપ્નીલ એ કહ્યુ "એવુ કાંઇ ખાસ નહોતુ થયું..બસ અમારા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો..એ તો ચાલે રાખે...એ તો અમારે રોજ નું હોય છે। એમાં કોઈ નવી વાત નહોતી "

મીઠી મુસ્કાન આપવા વાળા ડોક્ટર સતીશ . ભડકી ગયા..."ચાલે રાખે એટલે..તમારી કાંઇ જવાબદારી છે કે નહી...તમને કાંઇ અક્કલ છે કે નહી...ઝઘડો શું હતો એ મને કહો હવે....."

સ્વપ્નીલ ડોક્ટર નો ગુસ્સો ઓઈને એકદમ શાંત થઈ ગયો...એણે કહ્યુ "એ દિવસે મારી પત્ની નાં પિયરમાં એટલે કે મારા સાસરા વાળા ઓ એ પુજા રાખી હતી...અને અમારા વચ્ચે ઝગડો હતો કે આમંત્રણ આપવા માટે કોનો ફોન આવ્યોં??

અને સંધ્યા એ મને કહ્યું કે તમને જોઇયે તો મનન ને પૂછી લ્યો કે મમ્મી અને પપ્પા બન્ને નો ફોન આવ્યો હતો..અને મે મનન ને હચમચાવી નાંખ્યો હતો કે સાચુ બોલ..મમ્મી એ જ તને ખોટુ બોલવાનું કહ્યુ હશે..

અને એ ડરી ગયો અને એની મમ્મી ની પાછળ છુપાઈ ગયો હતો...અને અમે પૂજા માં ગયા નહી ..અને સંધ્યા રડતા રડતા સુઇ ગઇ.....રાતના અમે સુઈ ગયા અને સવારનાં જોયુ તો મનન ની આવી હાલત હતી...

આટલું સાંભળીને ડોકટરે જોરથી ટેબલ ઉપર હાથ પછાડી ને કહ્યુ, તમારા લોકો માં અક્કલ છે કે નહી ..તમારી વાત ને સાચ્ચી અને ખોટી કરવા માટે તમે એક બાળક નો સહારો લીધો...શરમ આવવી જોઇયે તમને બન્નેને..

સ્વપનીલ અને સંધ્યા ને પોતાની ભુલ સમજાણી...

મનન નો તાવ હજી ઉતરતો ન હતો...

છેલ્લે ડોકટરે એ કહ્યું આનો એક જ રસ્તો છે...તમે તમારી પત્ની નાં પિયરીયા ને બોલાવો..અને માનન સાંભળે એમ હસતા હસતા વાતો કરો..

સ્વ્પનીલ સાસરે ગયો...સાસુ સસરા ની માફી માંગી અને ડોકટરે કહેલી બધી વાત કહી..એનાં સાસુ સસરા તરત જ એની સાથે હોસ્પિટલ માં પહોચ્યાં અને જેમ ડોકટરે .એ કહ્યુ હતુ એમ જ એ લોકો એ કર્યું...

પણ મનન ને તો પણ સારા થવામા બીજા ત્રણ દિવસ નીકળી ગયા...

પણ ત્રણ દિવસ પછી હવે એની તબીયત એકદમ સારી હતી...આજે રજા લેવાની હતી...

સ્વપ્નીલ અને સંધ્યા ડોક્ટર સતીશ અને ડોક્ટર લલિત .પાસે ગયા..એમનો આભાર માન્યો અને સ્વપ્નીલે કબુલ કર્યું કે હું મનોવૈજ્ઞાનિક ડોક્ટર કે એના ઈલાજ માં બિલકુલ માનતો જ નહોતો પણ હવે મને મારી ભૂલ સમજાય છે " ડોક્ટર સતીશે ખુબ મીઠી મુસ્કાન સાથે કહ્યું " તમારી માટે જે નાની વાત છે એ બાળકો માટે બહુ મોટી વાત હોય છેં..એ લોકો ઝગડા સહન નથી કરી સક્તા...

તો મહેરબાની કરીને સંભાળજો...કારણ જેટલી બીમારી ઓ થાય છે એમાંથી બીમારી નું સાચ્ચું કારણ 755 માનસિક હોય છે , અને એક વાત હમેશ યાદ રાખજો સંબંધ એક એવો બંધ છે કે જો એને સાંભળવામાં ભૂલ થઇ જાય તો વાત જીવ નાં જોખમ ની આવી જાય છે, અને એમાં પણ જ્યારે પતિ પત્ની નો સંબંધ અને એમાં પણ જ્યારે એ ઘર માં બાળકો હોય. અને એ બાળકો ને એમની વાતો સાંભળવી પડતી હોય , અને એ બાળ માંસ પર એ એવો અત્યાચાર છે કે જે દેખાતો નથી પણ નુકશાન બહુ પહોચાડે છે . માતા પિતા વચ્ચે નો સારો સંબંધ બાળકો નાં ઉછેર માટે અને એના સંસ્કાર માટે પૂર્ણ પણે જવાબદાર હોય છે. ફક્ત બાળકો ને જન્મ આપવો , બાળકો નાં જન્મ વખતે રાજી થવું પાર્ટી આપવી કે પછી બાળકોના જન્મદિવસે ઉજવવો એ ફરજ પુરતી નથી. ઘરની રીતભાત અને બેસવા ઉઠવા થી કરીને બાળકો બધું જ જોતા હોય છે અને એનું અનુકરણ કરતા હોય છે . તો ભવિષ્ય માં જો બાળક ભૂલ કરે તો પહેલા યાદ કરજો કે આ ભૂલ આપણે પણ કરી હતી શું ક્યારેક ? " આટલું બોલી ને ડોક્ટર સતીશ સ્વપ્નીલ નાં ખભા પર હાથ મુકીને કેબીન ની બહાર ચાલ્યા ગયા .

એ દિવસ સ્વપ્નીલ અને સંધ્યા એ એમની જીવવાની રીત બદલાવી નાંખી અને હંમેશ ઘર માં ખુશ્ખુશાલ વાતાવરણ રાખવા લાગ્યાં...હવે એમને ખબર પડી કે

બાળકો ને ખુબ જ પ્રેમ થી ઉછેરવુ જરુરી છે....

આપણાં અભિમાન માં અને માન અપમાન નાં ચક્કર માં બાળકો પિસાતા હોય છેં અને આપણને ખબર પણ પડતી નથી હોતી...

નીતા કોટેચા..."નિત્યા"