Pratichhaya Neeta Kotecha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Pratichhaya

નીતા કોટેચા "નિત્યા "

9867665177

9699668394

પ્રતિચ્છાયા

પ્રતિચ્છાયા

સિધ્ધિવિનાયક મંદિર નાં ગેટ પાસે ડ્રાઇવરે કાર ઉભી રાખી અને એમાંથી એક જાજરમાન સ્ત્રી અને એક સૌને ગમી જાય એવો પુરુષ ઉતર્યોં.

એ સ્ત્રી એટલે ૪૫ વર્ષની કવિતા અને પુરુષ એટલે અવિનાશ ..બંને પતિ_પત્ની ધીરે ધીરે મંદિર તરફ જતા હતા.. સ્વાભાવિક રીતે જેમ પુરુષો ની આદત હોય એમ અવિનાશે મંદિર ઉપર બાંધેલી રુમ અને બદલાયેલા મંદિરનાં બાંધકામ પર એણે ચર્ચા શરુ કરી .

પણ કવિતા નું મન બીજાં જ વિચારે ચડ્યું હતુ.એના મન માં જાણે તોફાન મચ્યું હતુ આજે ૨૧ વર્ષે કવિતાએ આ મંદિર માં પગ મૂક્યો હતો..બધું જ બદલાયેલુ હતુ.મંદિર ની આજુબાજુ નું વાતાવરણ , મંદિર પણ કેટલું બદલાઈ ગયું હતું .અને એ પોતે પણ તો..

૨૧ વર્ષ પહેલા એ આ મંદિર માં આવતી ત્યારે એક મસ્તી હતી ,ચાલ દોડાદોડી થી ભરેલી હતી અને સાથે વિનય ને મળવાની ઉતાવળ રહેતી હતી..આટલાં વર્ષો માં એનો એક એક દિવસ વિનય અને અવિનાશ ની સરખામણી માં જ કાઢ્યો હતો..

કવિતા નાં લગ્ન જયપુર થયા હતા, થયા હતા ન કહેવાય એણે આવેલા માગા માં થી કંઇ વિચાર્યા વગર અવિનાશ પર હા ની મોહર લગાડી હતી ..અને એને ખબર હતી કે એ મોહર અવિનાશ પર નહી પણ જયપુર પણ હતી ..

કારણ એને આ શહેર માં રહેવુ ન હતુ..મુંબઈ એને હંમેશ વિનય ની યાદ તાજી રખાવશે. એવી એની માન્યતા થઈ ગઈ હતી..અને એ આ શહેર થી દૂર ભાગવા માંગતી હતી..પણ એનાં મન એ મંદિર માં જતા જતા પણ એ વિચારતી હતી કે જયપુર જઈને શું એ વિનય ને ભૂલી શકી હતી ..??

એવુ ન હતુ કે એ અવિનાશ સાથે ખુશ ન હતી .સુખ સમ્રુધ્ધિ થી ભરપૂર ઘર હતુ..ઘરે કોઇ વાત ની કમી ન હતી..અને કહેવાય છે ને કે મન ને બધી વાત વિચારવાની છૂટ હોય છે એમ એ ક્યારેક છૂપી રીતે વિચારી પણ લેતી કે શું વિનય સાથે એ પરણત તો એને આ બધું મળત??

અને પછી એ વિચારતી હતી કે કેવાં છે આપણે કે જ્યારે જે ગમે એનાં વિષે વિચારીયે..અને જ્યારે જે યાદ આવે એની સોડ માં છુપાઈ જઈયે..

વિનય એ કવિતા નો પ્રથમ પ્રેમ..પ્રથમ પ્રેમ ભૂલાતો નથી એમ કહેવાય છે પણ કવિતા બહુ વાર વિચારતી કે કેમ ન ભૂલાય પ્રથમ પ્રેમ..કદાચ એક વિજાતિ આકર્ષણ એક વિજાતિ વ્યક્તિ નો સ્પર્શ અને એ સ્પર્શ નાં કારણે જ ભૂલાતો નથી આ પ્રથમ પ્રેમ. આ સ્પર્શ નાં સંબંધ ની જાણકારી કરાવે છે પ્રથમ પ્રેમ..અને કવિતા પણ માનતી હતી કે વિનય પણ એટલે જ નહોતો ભુલાતો કારણ એ પ્રથમ સ્પર્શ ની અનુભૂતિ એણે જ તો એને કરાવી હતી..

મંદિર નાં ગેટ થી કરીને બાપા ની મૂર્તિ સુધી પહોંચતા પહોંચતા એને જાણે એનો આખો ભૂતકાળ નજર સમક્ષ દેખાઈ ગયો હતો..ત્યાં બાપા ની મૂર્તિ પાસે એ લોકો પહોંચી ગયા..ત્યાં પહોંચીને અવિનાશ એ ૧૦૦૧ રૂ. આપ્યા ..પૂજારી એ પેટી માં ધરાવ્યા અને સરસ પૂજા કરાવી ..ત્યાં થી તેઓ બહાર આવ્યાં એટલે અવિનાશે જોયુ તો મોટા ઉંદર ની બનાવેલી મુર્તિ પાસે લાઇન લાગી હતી અને બધા ત્યાં એના કાન માં કંઇક કહેતા હતા. એક કાન હાથ થી બંધ કરતા હતા અને એક કાન માં કંઇક કહેતા હતા..અવિનાશે અચરજ થી કવિતા સામે જોયું

કવિતા એના બાળક જેવા ભાવ સામે જોઇને હસી પડી અને એણે કહ્યુ "અવિનાશ, અહીંયાં ઉંદર મામા નાં કાન માં આપણી ઇચ્છા કહેવાથી એ આપણી ઇચ્છા બાપા ને કહે , અને એમની વાત બાપા એ પુરી કરવી જ પડે .એટલે બધાં પોતાની ઇચ્છા એમને કહે અને બીજાં હાથે બીજો કાન ઢાંકી રાખે કે બીજા કાન માં થી એ ઇચ્છા બહાર ન નીકળી જાય..આવી અહીંયાં ની માન્યતા છે ."

અવિનાશ એ હસીને કહ્યુ" okk, એટલે જેમ મને મળવા માટે બધાં આપણાં નીરજ ભાઈ ને પટાવતા હોય છે એમ જ ને.."

નીરજ ભાઈ એટલે અવિનાશ ના વર્ષો જુના સેક્રેટરી ..

અવિનાશે કવિતા નો હાથ પકડીને કહ્યુ કે " ચલ ને આપણે પણ કાંઇક માંગી આવીયે.."

કવિતા એ કહ્યું " ના અવિનાશ એમ કંઇ પૂરું ન થાય..આ તો એક અંધશ્રધ્ધા છેં લોકો ની.."

પણ અવિનાશ તો જીદે ભરાણો હતો એને તો માંગવુ જ હતુ..

એણે કહ્યુ" જા તુ ન આવે તો કંઇ નહી , હુ જઉ છું.."

અને એ લાઈન માં ઉભો રહી ગયો..

કવિતા ધીરે પગલે જઈને પગથિયાં પર બેસી ગઈ..

અને પાછી વિચારે ચડી ગઇ .. કે કેમ સમજાવું અવિનાશ ને કે એણે અને વિનય એ કેટલી વાર અહીંયાં એક બીજાં નાં થઈ જવા માટે માગ્યુ હતુ..પણ ક્યાં એ લોકો થયા હતા એક બીજાનાં..

ત્યાં એની આગળનાં પગથિયે બેઠેલા એક માતા અને દિકરા ની વાત સંભળાણી ..

દિકરા એ કહ્યુ "મમ્મી , હુ આ ઉંદર મામા ને કહીશ કે મને મારા ssc નાં રિઝલ્ટ માં ૯૦ % અપાવો તો આવી જશે ને"

મમ્મી એ હસીને જવાબ આપ્યોં" બેટા મંગાય એવુ કે જે વ્યાજબી હોય્..તુ પરીક્ષા આપી આવ્યો છે .હવે બે દિવસ માં રિઝલ્ટ છે અને એમની પાસે થી માર્ક્સ ન મંગાય.. બુધ્ધિ મંગાય..તુ એમ માંગ ને કે હવે હુ જે ભણું એ ખુબ સરસ ભણું એવી બુધ્ધિ આપજો"

અને કવિતા એ વિચાર્યું શુ પોતાની માંગ વ્યાજબી નહોતી ..

..હા નહોતી જ તો, એની માંગ ક્યાં વ્યાજબી હતી..પણ જો એ વ્યાજબી ન હતી તો ભગવાને એ બંને ને હેરાન કરવા મળાવ્યાં જ શું કામ હતા...

આમ આપણે બધા વડીલો નાં મોઢે બોલતા સાંભળ્યું છે કે પ્રભુ જે કરે એ સારુ ..

તો આમાં કેમ એ જ નિયમ બદલાવી નાંખ્યોં..

આ વડીલો પણ પોતાની મરજી પ્રમાણે નિયમ બદલાવતા રહે..અને એટલે જ તો એનું મન બગાવત પોકારી ઉઠ્યું હતુ..કે હવે તો તુ જાણે પ્રભુ..હવે તો મને વિનય જોઈયે જ..

પણ કોઇને એની બગાવત ની નહોતી ચિંતા..બસ બધા ફકત એનાં પર ગુસ્સો જ કરતા હતા..અને એ આગળ વિચારે એની પહેલા અવિનાશ ત્યાં આવી ગયો..કવિતા ને અવિનાશ નું આવવુ ગમ્યું નહી પણ કંઇ ઇલાજ ન હતો..

અને અવિનાશ બોલ્યોં "કવિ તને ખબર છે મે શું માગ્યું..??"

અને કવિતા એ એનાં મોઢા પર હાથ મુકી દીધો અને કહ્યું કે " ના અવિનાશ કંઇ જ ના બોલતો..તારી ઇચ્છા તમારાં ત્રણ વચ્ચે જ રહેવી જોઈયે..કોઇને કહીશ તો એ ઇચ્છા પૂરી નહી થાય.."

અને અવિનાશ હસવા લાગ્યો અને બોલ્યો"પોતે આવી તો નહી માંગવા ત્યારે કહે કે આ બધી અંધશ્રધ્ધા છે ..અને હવે આ વાત કહે છેં ..તુ પણ ગજબ ની ન સમજાય એવો કોયડો બનતી જાય છે અહીંયાં આવીને..પણ તુ કહે છે એમ હોય તો હુ તને પણ નહી કહુ બસ .."

અને કવિતા એ એની સામે જો્યું ..અવિનાશ પ્રેમ થી કવિ સામે જોતો હતો..કવિ ને એનુ આમ જોવું ખૂબ મીઠું લાગ્યું..

અવિનાશે એનો હાથ પકડ્યો અને એ બંને કાર તરફ જવા લાગ્યાં..

એમની કાર જુહુ તરફ જવા લાગી એ લોકો બરોબર બીચ ની સામે.. સન એન્ડ સેન્ડ માં ઉતર્યાં હતા..

હોટેલ પર પહોચીને તે લોકો થોડી વાર લોન માં બેસીને બીચ ને જોતા રહ્યાં ..

અવિનાશ ધીરે ધીરે રોમેન્ટીક થતો હતો..

તેઓ જમીને પોતાની રુમ માં ગયા . હવે એને ખબર હતી કે આગળ શું થશે?

એટ્લે એણે થોડી વાર માટે વિનય ને મગજ માં થી બહાર કાઢવાની કોશિશ કરી ..અને એણે પોતાનાં શરીર ને અવિનાશ ને સમર્પિત કરી દીધુ, પણ મન સમર્પિત ન કરી શકી..

અવિનાશ ને નિંદર આવી એટેલે તે ઉભી થઈ ને બાલ્કની માં રાખેલા સોફા પર બેઠી..અને પાછી ભૂતકાળ માં સરી પડી..આ જ એ જુહુ બીચ હતો..હમણા પણ સમુદ્ર સામે જે ઘુઘવાટા મારતો હતો..એને લાગતુ હતુ જાણે સમુદ્ર એની સામે જોઇને , ના એને વિનય વગર જોઇને એની પર હસતો હતો..કારણ એણે અને વિનયે કસમ ખાધી હતી કે જ્યાં સુધી આ સમુદ્ર માં પાણી હશે એ લોકો એક બીજા નો સાથ નહી છોડે..અને એક બીજા ને પ્રેમ કરશે અને હંમેશ સાથે રહેશે..પણ આજે એ સમુદ્ર નું પાણી જ હતુ, બીજુ કાંઇ ન હતુ. એટલે એને એમ થતુ હતુ કે એ સમુદ્ર એની પર હસતો હતો..કે જો હુ તો છુ ..ક્યાં છે તમારો પ્રેમ અને ક્યાં છે તારો વિનય.. એની પાસે કંઇ જ જવાબ ન હતો ..કારણ એ કહી નહોતી શક્તી કે મન માં હજી વિનય છે .. પણ સાથે અવિનાશ પણ હતો..

એને યાદ આવ્યું કે એક વાર ભુલ થી વિનય નો હાથ એનાં હાથ પર આવી ગયો હતો અને પછી એને એ સ્પર્શ નુ જે વ્યસન લાગ્યું હતુ .. અને એ દિવસ પછી એણે પોતાને વિનય ને સર્મપિત કરી દીધી હતી.. વિનય નાં ખભા પર માથુ રાખીને સુઇ જતી હતી ને પહેલા વિનય નો હાથ એનાં વાળ પર ફરતો..પણ પોતે જ એનો હાથ ધીરેધીરે પોતનાં શરીર નાં બીજા અંગ પર ફેરવવા માંડ્યો.. પછી તો વિનયે ક્યાં કોઇ સીમા જ રહેવા દીધી હતી..અને પોતાને પણ એ ગમતુ જ હતુ ને..કઈ સ્ત્રી ને ન ગમે પુરુષ નો હાથ ફરે એ...

ત્યાં અવિનાશ એ પાછળથી કહ્યું "અરે કવિ શું કરે છે અહિયાં બેઠા બેઠા. સુઇ જા નહી તો બીમાર પડીશ .." અને હવે અવિનાશ નો પ્રેમ પણ એને નહોતો ગમતો..કારણ એને રહેવુ હતુ એની ભુતકાળ ની યાદ માં , અને અવિનાશ દર વખતે વચ્ચે આવી જતો હતો..

એણે અવિનાશ ને કહ્યું "તમે સુઇ જાવ , મને નિંદર આવશે એટલે હુ પણ સુઇ જઇશ..

પણ અવિનાશ માને એ બીજો..આખરે એ કવિતા ની બાજુ માં બેસી ગયો.અને કહ્યું ".ઠીક છે ચલ આપણે બંને જાગીયે"

અને આ વિચારો માં એને અવિનાશ નો સાથે નહોતો જોઈતો..એટલે એણે પરાણે ઉભુ થવુ પડ્યું. અને એ સુઇ ગઈ અવિનાશ ની બાહો માં ..

અને ત્યારે એને પણ ન ખબર પડી પણ વિનય પોતે જ ચુપચાપ વિચારો માં થી દૂર જતો રહ્યોં..

- સવારે બંને ની નિંદર મોડી ઉડી . ઉઠી ને તૈયાર થઈ ..અને અવિનાશ ને ગમતો ગુલાબી કલરનો ડ્રેસ પહેર્યો .. એને યાદ આવ્યું વિનયને મરુન કલર ગમતો હતો.

જેવો અવિનાશ દૂર થયો વિનય ચોર પગલે ક્યારે પાછો મન માં આવીને વસી ગયો ખબર ના પડી..

આજે એમને અવિનાશ નાં કાકી ને મળવા જવાનું હતું..પેડર રોડ પર સ્મ્રુતિ બિલ્ડીંગ મા તેઓ રહેતા હતા..કાકી એકલાં જ હતા..

એમનાં બંને દીકરાઓ અમેરીકા માં સ્થાઈ થઈ ગયાં હતા..કાકી પણ હવે લગભગ ૭૦ ની આસપાસ નાં હતા..તેઓ એમના ઘરે પહોચ્યાં ,

કાકી એ રસોઇયા પાસે બધું બનાવડાવી રાખ્યું હતું..અને અવિનાશ ને જોઇને તેઓ ખૂબ રાજી થયાં..અડધો દિવસ એમને ત્યાં જ વાતો માં વિતાવ્યો ..

વિનય ત્યારે પણ થોડી થોડી વારે ડોકિયાં કાઢતો હતો મન નાં ખૂણા માં..પણ હમણાં એણે વિનય નું રાજ ન ચાલવા દીધુ..

હમણાં એ કાકી નો પ્રેમ લેવા માં અને એમને પ્રેમ દેવા મા વ્યસ્ત રહેવા માંગતી હતી..

આખો દિવસ ત્યાં માણી ને તેઓ ત્યાં થી નીકળીને ક્યાં ફરવા જવું એનો પ્રોગ્રામ બનાવવા લાગ્યા..

ત્યાં અવિનાશે કહ્યું "તારું બચપણ તો અહીંયાં જ વીત્યું છે ,તારી કોઇ ખાસ ગમતી જગ્યા હોય તો કહે ને તો ત્યાં જઈયે."

કવિતા એ કહ્યું " અવિનાશ ,મારી માટે આખું મુંબઇ ગમતી જગ્યા હતી..કોઇ એવી એક જગ્યા નથી૘ એ વાત ને ટાળવા માંગતી હતી..

પણ અવિનાશ જેનું નામ.. એણે પાછું પૂછ્યું "કવિ , તમે લોકો અહીંયાં જ રહેતા હતા ને, તો પછી તારા મમ્મી લોકો આવું મુંબઈ જેવું શહેર મૂકીને કેમ અહીંયાં થી નાશિક ચાલ્યા ગયાં.."

કવિતા એ કહ્યું"અવિનાશ , પપ્પા ને એટેક આવ્યો હતો.પછી એમને અહીંયાં ની હાયવોય વાળી જિંદગી નહોતી જીવવી.એટલે આપણાં લગ્ન થયા પછી તેઓ ત્યાં શીફ્ટ થઈ ગયાં..આમ પણ સંતાનો માં હુ અને ભાઈ તો હતા.

અવિનાશે પુછ્યું"કવિતા,એટેક આવવાનું કોઈ ખાસ કારણ હતું કે એમ જ આવી ગયો હતો."

કવિતા હવે ચીડાઈ ગઈ"અવિનાશ તને એ બધા મળશે ને ૧૦ દિવસ પછી,ત્યારે એમને જે પૂછી લે જે ને..મને શું કામ આટલાં સવાલો પૂછે છે?"

અવિનાશ ને બહુ અચરજ થયું કે એવું તો કાંઇ ન હતુ સવાલ માં કે કવિતા ચીડાઈ જાય.પણ કવિતા નો ખરાબ મુડ જોઇને એણે ચુપ રહેવું જ વ્યાજબી સમજ્યું..

"okk, ચાલ મને હવે એ તો કહે કે ક્યાં જશું,આપણે મુંબઈ ફરવા માટે વહેલાં આવ્યા તો તારું મુંબઈ તો બતાવ મને"

કવિતા એ કહ્યું "એવું કંઇ ખાસ નથી મુંબઈ માં,પણ ચાલ આજે આપણે મહાલક્ષમી મંદિર જઈ આવીયે અને માતા નાં દર્શન કરી આવીયે.."

અવિનાશ માની ગયો..

તેઓ ત્યાં જવા રવાના થયાં..ત્યાં જઈને દર્શન કરીને કવિતા એ કહ્યું "ચાલો આપણે હવે નીચે પથરા પર બેસવા જઈયે"

પણ નીચે ગયાં તો ત્યાં હવે બેસવા દેતા નહોતા..બધે બાજુ જાળી બંધાઈ ગઈ હતી..એવી જ જાળી કે જેવી હવે અવિનાશ નાં પ્રેમે વિનય નાં પ્રેમ પર બાંધી દીધી હતી

કવિતા થોડી નારાજ થઈ ગઈ..પણ પછી અવિનાશ સાથે બેસીને મહાલક્ષમી ના ભજિયાં ખાધા..એ સ્વાદ નહોતો બદલાયો..

ત્યાં થી નીકળીને તેઓ હોટેલ પર જવાનું વિચારી રહ્યાં હતા..

ત્યાં અવિનાશ એ કહ્યું"ચાલ ને કવિ આપણે થોડી વાર કિનારા પર ચાલીયે.."

કવિતા એ કહ્યું "okk અવિનાશ , ચલ ચાલીયે."

અને તે લોકો હાજીઅલી ની શરૂઆત થી કિનારા પર ચાલવા લાગ્યા..

ત્યાં અવિનાશ ની નજર હાજીઅલી ની દરગાહ પર પડી..

અને ત્યાં જવાના રસ્તા પર પડી..

અને ઓચિંતા નો એ બોલ્યોં "ચાલ ને કવિ આપણે પણ ત્યાં જઈયે..અંદર પાણી ની વચ્ચે બનેલા એ રસ્તા પર જઇયે"

કવિતા એ કહ્યુ,"ના અવિનાશ એની શું જરુરત છે ..મને ત્યાં જવા મા બહુ બીક લાગે,આપણે દૂર થી જોઇયે"

પણ અવિનાશ ને તો જાણે મુંબઈ ને બરોબર માણવું હતું..

એ તો કવિતા નો હાથ પકડીને બોલ્યોં.."કેમ મારા પર ભરોસો નથી?? હુ તને બરોબર સાંભળીશ."

પછી કવિતા કંઇ ન બોલી શકી..

અવિનાશે બહાર થી ફૂલ ની ચાદર લીધી અને તો પણ કન્ફોર્મ કરવા એણે એ ફૂલ વાળાને પૂછી લીધુ "સાહેબ એક બાત પુછુ."

ફૂલ વાળો તો રાજી થઈ ગયો કે કોઇ મોટાં સાહેબ એ એને સાહેબ કહ્યું..

એણે કહ્યું "હા ભાઈજાન બોલીયે ના"

અવિનાશ ને એ ભાઈજાન બોલ્યો એ બહુ ગમ્યું..

અવિનાશ એ પુછ્યું "હમ હિંદુ હૈ,પર હમે વહા જાના હૈ, તો હમ જા સકતે હૈ ના."

ફુલ વાળો કહે " ભાઈજાન યહા સબ ધર્મ કે લોગ આતે હૈ.. ખ્વાહીશ પુરી હોતી હો ઇસલીયે યા ફિર યે બના હૈ ઐસી જગહ પે ઇસલીયે, વો તો પતા નહી..પર ભાઇજાન આપ કિસલીયે જાના ચાહતે હો .યે તો બતાઓ હમે.."

અવિનાશે કહ્યું"જુઠ નહી બોલુંગા પર યે પાની કે રાસ્તે મે સે જાના હૈ તો વો દેખને કે લીયે હી જાના હૈ"

ફુલ વાળો હસ્યોં અને કહ્યું "અચ્છા લગા, સચ બોલા ઇસલીયે, જાઓ સાહેબ પર મન્નત ભી માનના,યહા માંગા હુવા પુરા હોતા હૈ"

અવિનાશ વિચારવા લાગ્યોં કે મુંબઇ આમ તો માયાવી નગરી કહેવાય પણ આટલો ભરોસો મુંબઈ વાસીને ભગવાન પર છે એટલે જ મુંબઈ ટક્યું છેં..મંદિર કે મસ્જીદ કે દરગાહ જ્યાં જઈયે ત્યાં જે માંગીએ એ પૂરું થાય એની લોકો ગેરેંટી પણ આપે છે પાછા। અવિનાશ આ બધું વિચારીને થોડું હસી પડ્યો

એ અને કવિતા અંદર જવા લાગ્યાં..

અવિનાશે કહ્યું"કવિતા મારો હાથ પકડી લે જે..કંઇ નહી થાય ,આટલાં લોકો જાય જ છે ને."

કવિતા એ વિચાર્યું કે અવિનાશ ને કેમ સમજાવે..કે એ અને વિનય કેટલી વાર આવી ગયાં હતા..આ રસ્તો એની માટે એક પરિચિત રસ્તો હતો ..એક યાદ હતી .અને હવે એક દર્દ હતું..

પણ અવિનાશ આ બધી વાતો થી બેખબર કવિતા સાથે ચાલતો હતો..અને એને સંભાળતો હતો..

એક એક પગલું જાણે કવિતા ને ભારી લાગતું હતુ.

પણ અવિનાશ ને એ કંઇ કહી શકે એમ નહોતી..

ત્યાં જઈને તેઓ બહાર આવ્યા .અવિનાશ બહુ જ ખુશ હતો..

અવિનાશ બોલ્યો "આટલું સરસ તારે માણવું નહોતુ શું થયું જો તો..પાગલ જ છો"

કવિતા એ વિચાર્યું કે એ અવિનાશ ને કેમ સમજાવે કે એનાં હ્રદય નાં કેટલાં ટુકડા થાય છેં..

પણ એવું કંઇ બોલવાનું ન હતું..

ત્યાં થી નીકળીને તેઓ એમ્બેસેડર માં જમવા ગયાં.અને પછી હોટેલ તરફ રવાના થયા..

આજે અવિનાશ બહુ થાક્યો હતો એટલે રુમ પર જઈને શાવર લઈને તે સુઇ ગયો..

કવિતા ને થયું એને ઉઠાડે અને કહે મને એકલી ન મૂક , પાછો વિનય મને હેરાન કરશે..મને તારી બાહોમાં જકડી ને સુઈ જા..

પણ ૯૦ % ભારતીય સ્ત્રી એ કદી નથી કરતી ..સામે થી પતિ ને કદી નહી કહે કે મને તમારી બાહો માં છુપાવી લ્યોં..કારણ એને એમ જ થાય છે કે પતિ ને કેવું થશે કે આ રહી નથી શકતી મારા વગર..અને એ દૂર જ રહે છેં..

આખરે વિનય એ પાછો એનાં મન અને મગજ પર કબજો જમાવી લીધો..

મુંબઈ એનાં મમ્મી પપ્પા એ એને લીધે જ તો છોડ્યું હતું..

પણ હમણાં વિનય એ વિચારવા દે એમ ન હતો..હમણાં તો એનું રાજ હતુ.

એને યાદ આવ્યું જ્યારે તેઓ બીચ પર બેસતા..ત્યારે વિનય થોડો ઘભરાતો કેૢ કોઇ જોઇ જશે તો..

પણ કવિતા ને દુનિયા ની કોઈ ફિકર ન હતી..એની માટે તો આખી દુનિયા જાણે વિનય જ હતો.. વિનય નો સ્પર્શ મેળવવો એટલે એની માટે દુનિયા નુ પરમ સુખ હતું..

એ દિવસ એને યાદ આવ્યો જ્યારે વિનય એ એને કહ્યુ હતું કે એણે ૫ દિવસ માટે બહારગામ જવાનું છે અને એ કેટલું રડી હતી...અને કહેતી હતી કે ના અહીંયાં હુ એકલી નહી રહુ મને પણ લઈ જા સાથે..

વિનય એની વાતો સાંભળીને હસતો હતો અને કહ્યું હતું"આટલી અધીરી ન થા કવિ.હુ ત્યાં રહેવા નથી જતો ..પાછો આવીશ.."

પણ કવિ થી એનુ દૂર જવું સહન જ નહોતુ થતું..

અને એ દિવસે વિનય એ એને ચુંબન નાં વરસાદ થી ભીંજવી નાખી હતી..

અને બીજે દિવસે એ ચાલ્યો ગયો હતો..

કવિતા પાંચ દિવસ કોલેજ નહોતી ગઈ..એને કંઇ કરવું ગમતું જ નહોતુ..

એને તો બસ વિનય જોઇતો હતો અને એનો સ્પર્શ જોઇતો હતો..

એ દિવસે એને ખબર પડી કે એને જો વિનય નહી મળે તો એ પાગલ થઈ જશે..

કેટલું પાગલપણુ હતું ત્યારે એ સ્પર્શ નું ..આખરે તો વાસના જ હતી ને..પણ કવિતા એમાંથી બહાર નહોતી આવવા માંગતી..

વિનય પાસે રહેતી ત્યારે એને એક ડર હંમેશ રહેતો કે શું આ બંધન એનાં માતા પિતા એનો સમાજ સ્વીકારશે..

વિનય તો ચોખ્ખી ના પાડતો અને કવિતા ને કહેતો કે"આ સંબંધ કોઇ શરતે આગળ નથી વધવાનો..હજી જોઇયે તો આપણે પાછાં ફરી જઈયે..

પણ કવિતા કહેતી " વિનય તુ મારી સાથે ભાગી ન શકે..કે..આપણે બંને ભાગી જશું.."

અને વિનય જરા હસીને ચુપ થઈ જતો..

એની આ ભાષા એને સમજાતી જ નહી..કે એ કેમ હસીને ચુપ થતો..પણ વિનય વાત ને ટાળવા કહેતો "કવિ હમણાં એ ચિંતા કરીને કંઇ જ નહી મળે..હમણાં ચાલ જિંદગી ની મજા માણી લઇયે.."અને એ પોતાંને એને સમર્પીત કરી દેતી..

આજે એ વિચારતી હતી કે શું એ સાચ્ચી હતી પણ ત્યારે જોબન પૂર બહાર માં ખીલવા જ માંગતું હતુ..અને એનો પોતાનો એની પર કંઇ કાબૂ નહોતો..

અને આખરે એ વાત ઘર વાળા ઓ ને ખબર પડી ગઈ...

અને ઘર માં આખાં કુટુંબ માં તોફાન મચી ગયું ...

બધાં જ બોલતા હતા..કોઇ એવું ન હતુ કે એ ચુપ હોય.આજે ૨ વર્ષે ઘર માં આ વાત ની ખબર પડી હતી ..

અને જ્યારે ખબર પડે ત્યારે આ થવાનું જ હતુ..એ પણ ખબર હતી ..બધાં નુ માથું ફરેલું હતું..

બધાં એ બંને પર ગુસ્સો કરતા હતા..

શું જવાબ આપવો એ અમને પણ નહોતુ સમજાતુ..વિનય તો નીચું મોઢું કરીને ઉભો હતો..

એ પોતે હજી કંઇક ચર્ચા માં ઉતરતી હતી..

વિનય એનાં સગા માસી નો દીકરો હતો..

પણ જુવાની એ કાંઇ વિચાર્યા વગર આ પગલું ભર્યું હતુ..

એની માસી પણ રડતા હતા..

અને એનાં પપ્પા પણ રડતા હતા..એમનાથી સહન નહોતી થતી આ વાત..

એની મમ્મી અને એનાં માસા બંને ખુબ ગુસ્સો કરતા હતા..

કવિતા એ તો પણ બધાને સમજાવવાની કોશિશ કરી હતી કે "મમ્મી હવે આવું બધુ નથી રહ્યું કે માસી નાં દીકરા સાથે લગ્ન ન થાય..હવે જમાનો બદલાઇ ગયો છેં.."

અને મમ્મી નાં હાથ નો જોરથી તમાચો મોઢા પર પડ્યો હતો..

અને કવિતા સુન્ન થઈ ગઇ હતી.

એને એમ થયું કે જો હવે એ કંઇ પણ બોલશે તો અનર્થ થઈ ને જ રહેશે..

એનાં માસા અને માસી વિનય ને લઈને ચાલ્યા ગયાં..પછી પણ મમ્મી નુ ચાલુ જ હતુ..એનાથી સહન જ નહોતુ થતુ..

રાત નાં ઘર માં રંધાણુ જ નહી ..

બધા ભૂખ્યાં સુઇ ગયાં ..

રાતનાં એનાં પપ્પા એની પાસે આવ્યા ..

બાજુ માં બેઠા અને કહ્યું "જો કવિતા આપણાં સમાજ ની કોઈક મર્યાદા બાંધેલી છે કે જેમાં મામા, માસી, ફુઇ, કાકા એમ એક બીજાં નાં છોકરાઓ એક બીજાં ને ન પરણી શકે..અને એ સમાજ નાં નિયમો થી આપણે અલગ નથી રહેવાતુ..અને તને ખબર છે, વિનય ને બહુ ગુસ્સો કર્યો તો વિનય એ એનાં મમ્મી ને શુઁ કહ્યુ એણે, હું શું કરુ કવિતા મને છોડતી જ ન હતી"

અને કવિતા ની આંખો અચરજ થી મોટી થઈ ગઈ એને એ વાત નું બહુ દુખ થયું

હવે કવિતા ને એમ થયુ કે આ એણે શું કર્યું એક કાયર માણસ ને પ્રેમ કરી બેઠી હતી..અને એણે એને ભુલવાનુ નક્કી કર્યું ..

આજે એનાં સ્પર્શ વિષે વિચારી ને પણ જાણે આખાં શરીર મા એને એમ લાગતું હતુ કે જાણે વીંછી ડંખ મારતા હતા..

હવે એને યાદ આવતું હતું એનું હસવું..કે એ કેવો હસીને ચુપ રહી જતો હતો અને કહેતો કે ૘હમણાં એ વાત જવા દે ને કવિતા હમણાં જિંદગી નિ મજા માણી લઇયે..૘અને એણે હકીકત મા ફકત એની સાથે મજા જ માણી હતી..

એનું મુંબઇ આવવાનું કારણ પણ એ જ હતો.. વિનયની જ દીકરી નાઁ લગ્ન હતા..અને એમને ત્યાં થી કાર્ડ આવ્યું

અને અવિનાશે એ કહ્યું "ચાલ ને કવિતા એ બહાને મુઁબઇ જોઇ અવાશે..કેટલા વર્ષો થઇ ગયાઁ આપણે મુંબઇ જોવે ગયાને ..

અને એણે વિચાર કર્યો હતો કે કેટલાં વર્ષો થઇ ગયાં હતા વિનય ને જોયે..

અને એ પણ તૈયાર થઇ ગઇ હતી..તેઓ અઠવાડિયાં પહેલાં આવ્યા હતા જેને લીધે તેઓ મુંબઇ ફરી શકે..પણ જેમ જેમ એને મળવાના દિવસો નજીક આવતા હતા એની ધડકન તેજ થતી હતી..

કે કેવો લાગતો હશે કેવી હશે એની પત્ની ..કેવી હશે એની દીકરી ..હજારો સવાલ એની આજુબાજુ વીઁટળાઇ વળ્યા હતા..

આખરે એ દિવસ પણ આવી ગયો કે જ્યારે એની સામે થવાનું હતુ ..પહેલાં તેઓ મમ્મી પપ્પા ને મળ્યા પછી બધાં સાથે લગ્ન મા ગયાં..એની નજર એને શોધતી હતી..કે ક્યાં છે વિનય ..ત્યાં એક સ્ત્રી એની મમ્મી પાસે આવી અને એ મમ્મી ને પગે લાગી..

મમ્મી એ ઓળખાણ કરાવી કે "કવિતા આ વિનય ની પત્ની સુધા છે અને બંને ની નજર મળી..અને સુધા બોલી " ઓહ તમે કવિતા છો ??.તમારી બહુ વાતો સાંભળી છે

અને ଓકવિતા જાણે ધડકન ચૂકી ગઈ..એણે તરત વિનય તરફ જોયું પણ વિનય નુઁ ધ્યાન ન હતુ એ તો બધુ જોવા મા મશગુલ હતો..

સુધા ની નજર એના ડર ને પારખી ગઇ.. એણે કવિતા ના હાથ પર હાથ રાખ્યો ને બસ નજર થી કંઇક કહ્યું અને ચાલી ગઇ..

ત્યાં બેઠેલા એનાં મમ્મી પપ્પા બધાને ખબર હતી કે ત્યાં શું ચર્ચા થઇ અને કોણ શુઁ બોલ્યું પણ બધા એવી રીતે વર્તવા લાગ્યા જાણે કાંઇ થયું જ ન હતુ..

થોડી વાર થઇ ત્યાં વિનય આવ્યો આવીને એણે મમ્મી પપ્પા ને પગે લાગ્યું પછી તે અવિનાશ ને મળ્યો અને એમનો લગ્ન માં આવવા માટે આભાર પ્રદર્શીત કર્યો..

પછી એણે કવિતા સામે જો્યું અને કેમ છો કેમ નહી ની આપ લે થઇ..પણ આંખો ની ભાષા માં જાણે વર્ષો એક મિનિટ માં એમની વચ્ચે થી પસાર થઇ ગયાં..

કામ છે એમ કરી ને એણે ત્યાં થી વિદાઇ લીધી..

અને કવિતા નું મગજ અને મન પાછુ એ જ બધા વિચારો માઁ દોડવા લાગ્યું..ત્યાં મમ્મી એ કહ્યું "જાવ તમે પણ બંને માસી માસા ને મળી આવો"

..કવિતા એ અવિનાશ્ ને પુછ્યું "જઇ આવશું મળવા ?"

અવિનાશ તરત જ ઉભો થયો અને કહ્યુ " હા ચાલ કવિ.."

અને તેઓ માસી માસા ને મળવા ગયાં ..

આ એ જ માસા હતા કે જેઓ જેમ મન માઁ આવે બોલ્યા હતા

અને તેનાથી પપ્પા ની તબિયત બગડી ગઇ હતી..હોસ્પીટલ માં દાખલ કરવા પડ્યા હતા..

અને જેવા પપ્પા ને દાખલ કર્યા એણે નક્કી કર્યુ હતુ કે હવે તે લગ્ન કરી લેશે..

અને એણે એની મમ્મી ને કહ્યુઁ હતુ "મમ્મી મારે માટે છોકરાઓ જોવાનું કરો.મારે લગ્ન કરવા છે ..હુ અહીંયાં રહીશ એટલા દિવસ તમે બંને આમ જ હેરાન થશો..

અને શરૂ થયુ હતુ છોકરાઓનુ લિસ્ટ આવવાનું..અને વધારે પડતા છોકરાઓ મુંબઇ ના હતા.

પણ કવિતા એ અવિનાશ પર મોહર મારી હતી કારણ એને અહીંયાં રહેવું જ ન હતુ..

તેઓ માસી ને મળવા ગયાં ..ત્યાં જોયુ તો માસા ની તબિયત બિલકુલ સારી નહોતી..જાણે બેઠા હતા માંડ માંડ..તેઓ માસી અને માસા ને પગે લાગીને ત્યાંથી નીકળી ગયાં

પછી હવે કવિતા ને તાલાવેલી હતી વિનય ની દીકરી ને જોવાની..એણે અવિનાશ ને કહ્યું "જરા ચાલશો આપણે જેનાં લગ્ન છે એને જોઇ તો આવીયે..

અવિનાશ એ કહ્યુઁ ૘તુ જા કવિતા હું મમ્મી પપ્પા સાથે બેઠો છુ ત્યાં હુ ક્યાં આવુ??"

અને વિનય સાસુ સસરા પાસે બેસવા ચાલી ગયો..અને કવિતા એક પછી એક રૂમ માઁ વિનય ની દીકરી ને શોધતી હતી..

એ એક રૂમ પાસે પહોચી તો ત્યાં એને વિનય નો અવાજ સંભળાણો..

વિનય એની પત્ની ને કહેતો હતો "જો જોઇ તે કવિતા ને , એક સમયે એ આ બાહો મા રહેવા તડપતી હતી..અને આજે કહુ તો પણ એ સમાઇ જાય."

ત્યાઁ સુધા એ કહ્યું " આમ ન બોલો આમ બોલીને તમે એનુ અને મારું બંને નુ અપમાન કરી રહ્યાં છો

વિનય જોર જોર થી હસવા લાગ્યો..અને કવિતા ને એમ થયું કે એણે કેવા માણસ ને પ્રેમ કર્યો હતો કે જેને સ્ત્રી નુ અપમાન ન કરાય એ ખબર નહોતી..

એ ત્યાં થી નીકળી ગઇ ..પણ એનું માથું ફાટ ફાટ થાતુ હતું..

માંડ માંડ લગ્ન પુરા કર્યા .અને જવા માટે રવાના થતા હતા..બધાં મળવા આવ્યા એમને..

નીકળતા વખતે માસી અને સુધા ને ખુબ પ્રેમ થી મળી..અને આવજો કહ્યું ..અને વિનય સામે એણે જોયુઁ જ નહી. બે વાર વિનય એ એને આવજો કહ્યું પણ એણે કંઇ જ જવાબ ન આપ્યો ..

એ સુધા સાથે જ વાત કરતી હતી..અને એણે ત્યારે સુધા ની આંખો મા ચમક જોઇ..

અને એને પોતાને પણ એમ થયુ કે એણે એક સ્ત્રી નુ માન વધાર્યું હતુ ..હવે વિનય કોઇ દિવસ એને કંઇ કહી નહી શકે..

કાર માં બેસતા સુધી એણે વિનય સામે જોયું પણ નહી..અને કાર ચાલવા લાગી..તેઓ હોટેલ તરફ રવાના થયાં..અને કવિતા એ પોતાનું માથું અવિનાશ ની છાતી પર રાખી દીધુ..

અને એણે જોયુ ત્યાં ક્યાંય વિનય ન હતો હવે..