Dampatya Jivan Neeta Kotecha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Dampatya Jivan

નીતા કોટેચા "નિત્યા "

9867665177

9699668394

દાંપત્ય જીવન

દાંપત્ય જીવન

.........................

"હે ભગવાન આજે પાછા ઝગડા,ભગવાને બાલ બચ્ચા નથી દીધા બે માણસ એકલા છે તોય ખબર નહી શું કામ આટલુ ઝગડે છે..."વનીતા એ પોતાનાં પતિ અમર ને કહ્યુ।


"પણ તારે શું છે? આ તો રોજ નું થયુ ..તુ તૈયાર રહેજે હમણા ભારતી ભાભી તારી પાસે હશે..અને

એમના બન્ને વચ્ચે

શું શું થયુ એ બધુ કહી નહી દે ત્યાં સુધી એમને અને તને બન્ને ને શાંતી નહી થાય." અમરે હસતા હસતા કહ્યુ..

વનીતા ચુપ થઈ ગઈ..કારણ કે અમર ની વાત સાચ્ચી જ હતી આ નીત્ય ક્રમ હતો...
ત્યાં ભારતી બેન આવ્યાં અને બાજુ માં બેસી ગયા.અને રડવા લાગ્યાં
વનીતા એ કહ્યુ "શાંત થઈ જાઓ ભારતી બેન ,કાંઇ નહી તમને ખબર છે ને કે એમનાં મનમાં કાંઇ ન હોય એ તો થાય જરા ગુસ્સે એમને પણ કેટલી ઉપાધી ઓ હોય બહારની ,કાંમકાજ ની ,આપણે ઘરે બેઠા રહેવુ છે..એમને તો કેટલા લોકો સાથે આખા દિવસ માં પનારો પડતો હોય્.સુરેશ ભાઈ રાતના ઘરે આવે ત્યારે એમને યાદ પણ નથી હોતુ કે સવાર નાં ઝગડો થયો હતો જાવા દ્યો ને""
અરે વનીતા બેન તમારી વાત સાચ્ચી છે પણ રોજ કેમ ચાલે આવુ ઓફીસ માં જાવા પહેલા"ભારતી એ વનીતા ને કહ્યુ
પછી રડતા રડતા જ ચાલ્યા ગયા...
ભારતી બેન ઘરે ગયા અને વનીતા બેન નાં ઘરે ફોન વાગ્યો
વનીતા બેન એ ઉપાડ્યો તો સામે છેડે સુરેશ ભાઈ હતા,વનીતાબેન ને અચરજ થયુ કે સુરેશ ભાઇ નો ફોન કેમ આવ્યો?
ત્યાં સુરેશ ભાઇ હસતા હસતાબોલ્યા"શું ભાભી, ભારતી ગઈ ઘરે"
વનીતા બેન નું અચરજ વધતુ જાતુ હતુ કે એક તો ઝગડો કરીને ગયા અને પાછા ફોન ક્રરે છે એમની પુછ્છા કરે છે અને પાછા એ પણ હસતા હસતા
ત્યાં સુરેશ ભાઇ કહે કે "અચરજ થાય છે ને તમને ,કે આ લોકો રોજ ઝગડે અને પાછા ફોન કરે..પણ શું કરુ મારા ઝગડા થી રડે એ સારુ..બચ્ચા માટે રડે એનાં કરતા ..બરોબરને?જરા સંભાળજો હં એને, ચલો મુકુ છુ..."
ગજબ નાં અચરજ સાથે વનીતા બેન એ ફોન મુક્યો..કે આ પાસુ તો મે વિચાર્યુ જ નહી....
હવે રોજ નાં ઝગડા થી વનિતાને ખુશી થાતી હતી....
આમને આમ ૬ મહીનાં થઈ ગયા...આજે અચાનક ભારતી બેન આવ્યા અને કહે કે તમને ખબર છે કાલે મારી માટે તમારા ભાઈ શું લાવ્યાં?એક સરસ લીલી સાડી લઈ આવ્યાં અને ગજરો લઈ આવ્યાં હતા હુ તો એટલી ખુશ થઈ ગઈ ને કે હજી મારી ખુશી માતી નથી.. વનીતા બેન નાં મગજ માં કેટલા વિચારો આવ્યા અને ગયા...
પણ એમણે કાંઇ ન કહ્યુ ખાલી હસ્યા..
આજે રવીવાર હતો આજે સવારથી ભારતી બેન નાં ઘરે શાંતી હતી..વનીતા બેને અમર ને કહ્યુ "કે આ દાંપત્યા જીવન ની કેડી કેવી વિચીત્ર છે કે જ્યાં ગુસ્સો હોય, નફરત હોય, લાગણી હોય કેટલુ હોય.. ક્યારેક જીવન સાથી સાથે શું કામ જીવીયે છીયે એ સવાલ મગજ માં આવે અને ક્યારેક એમ વીચાર આવે કે અમને બન્ને ને કોનો સહારો એક બીજા વગર..
પતિ પત્ની વચ્ચે જે પ્રેમ હોય એ જ

બીજા કોઈ પણ સંબધ કરતા

કદાચ નિસ્વાર્થ હોતો હશે .બે અજાણ્યા લોકો મળે અને એક બીજા માટે જીંદગી પુરી કરી નાંખે..તમને અચરજ નથી લાગતું,,

અમર હસવા લાગ્યો અન અને બોલ્યો કે ભારતી બેન અને સુરેશ ભાઇ નાં ઝગડા એ તો તને philosopher બનાવી નાંખી છે..
આમને આમ બીજા ૨ મહીના વીતી ગયા...
વનીતા બેન અને અમર ભાઈ જમીને હીંચકે બેઠા હતા ત્યાં ફોન આવ્યો..
વનીતા બેન એ ફોન ઉપાડ્યો તો ભારતી બેન રડતા હતા.
વનીતા બેન એ ઇશારા થી અમર ભાઈ ને કહ્યુ કે ભારતી બેન રડે છે..અમર ભાઈ હસવા લાગ્યા..
ત્યા વનીતા બેન એ ચીસ પાડી કે ભારતી બેન તમે ચીંતા ન કરો અમે આવીયે છીયે..અને એમણે અમર ભાઈ ને કહ્યુ કે જલ્દી ચાલો સુરેશ ભાઇ ને કાંઇક થઈ ગયુ છે...અમર ભાઈ હસવા નું બંધ થઈ ગયુ અને દોડ્યા...
ભારતી બેન નાં ઘરે ગયા તો જોયુ કે સુરેશ ભાઈ એમને એમ સુતા હતાં ચુપચાપ અને ભારતી બેન રડતા હતા॥વનીતા બેન ને જોઇ અને ભારતી બેન એ કહ્યુ વનીતા બેન આમને કહો કે ઝગડે મારી સાથે..ચુપ ન રહે....
અમર ભાઇ એ DR. ને ફોન કર્યો..
થોડીવાર માં DR આવ્યાં..અને એમણે જાહેર કર્યુ કે સુરેશ ભાઇ નું અવસાન થઈ ગયુ હતુ...
બહુ જબરો ઝટકો લાગ્યો બધાને, કોણ કોને સંભાળે એ જ ખબર નહોતી પડતી....
ભારતી બેન તો સંભાળાતા ન હતા ખાલી એક જ વાત કરતા હતા કે મારી હારે ઝગડો કરો...મારી હારે ઝગડો કરો..અને એ જ વાક્ય સહન નહોતુ થાતુ બધાથી..અને ખાસ તો વનીતા બેન થી....
માંડ માંડ એમને સંભાળ્યા અને સુરેશ ભાઇ ને આખરે વિદાઈ આપવા માં આવી..સ્મશાન માં જઈને પાછા આવ્યા અમર ભાઈ અને બધા છુટ્ટા પડયા...
આજે વનીતા બેન ભારતી બેન નાં ઘરે જ રોકાઈ ગયાં।
ભારતી બેન એક જ વાત કરતા હતા કે હવે મારી સાથે કોણ ઝગડો કરશે....
નીંદરની દવા આપીને ભારતી બેન ને સુવડાવવા પડ્યા...સવાર પડી અને વનીતા બેન ઉઠયા..બાજુ માં જોયુ તો હજી ભારતી બેન સુતા હતા જોઈને સારુ લાગ્યુ ધીમે થી દરવાજો બંધ કરીને તેઓ જલ્દી થી થોડુ કામ પતાવવા ઘરે ગયા..અળધી કલાક માં પાછા આવીને એમણે ચાવીથી દરવાજો ખોલ્યો..અંદર આવીને જોયુ તો હજી ભારતી બેન સુતા હતા..
ધીમે થી એમણે ભારતી બેન ને ઉઠાડ્યા..તો ભારતી બેન એ કાંઇ જવાબ ન આપ્યો.. પાછી એક વાર કોશીશ કરી તો પણ ભારતી બેને કાઈ જવાબ ન આપ્યો..હવે વનીતા બેન ને ચીંતા થઈ...એમણે અમર ભાઈ ને બોલાવ્યા.અમર ભાઈ એ કોશીશ કરી જોઇ તો પણ તેઓ ન ઉઠયા..
પાછા DR. ને બોલાવ્યા તો DR. એ ભારતી બેન ને મ્રુત જાહેર કર્યા..
વનીતા બેન વિચારવા લાગ્યા કે આ સારુ થયુ કે નહી॥પણ એ કોઈ નીર્ણય જ નહોતા લઈ શક્તા અને અચરજ એ થાતુ હતુ એમને પોતાને કે એમને ભારતી બેન નાં મ્રુત્યુ પામવાનું દુ;ખ પણ નહોતુ થાતુ॥એ વિચારતા હતા કે આવુ પણ હોય દાંપત્ય જીવન........

..........................

નીતા કોટેચા "નિત્યા"