Aajno Sachcho Yuvan Neeta Kotecha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Aajno Sachcho Yuvan

નીતા કોટેચા

Neetakotecha.1968@gmail.com

9867665177

9699668394

“ આજનો સાચ્ચો યુવાન.."

આજે ગુલાબ ભાઈ પીઝાહટમાં એમનાં દીકરા નાં દીકરા હારે પીઝા ખાતા હતા.. આજુબાજુ બધાં ફક્ત ટીનએજર હતા.. બધાં આ દાદા અને પૌત્રને જોતા હતા..અને કાંઇક અંદર અંદર વાત કરીને હસતા હતા..પણ દાદા અને પૌત્ર કોઇને એ વાતથી કાંઇ જ ફરક નહોતો પડતો..બન્ને મજાથી પીઝાની મોજ માણી રહ્યા હતા..અંકિત અને એનાં દાદા..બસ જાણે એમની જ દુનિયા હતી..તોય દાદા ક્યારેક અંકિતથી છૂપી રીતે આજુબાજુનાં લોકોને જોઇ લેતા પણ અંકિત એટલો ચતુર હતો કે એની નજર પણ દાદાજી પર રહેતી..અને એ બોલતો "દાદાજી દુનિયા જાય ખાડામાં..આપણે મજા કરવાની આજુબાજુ જોવાનું નહી..અને ગુલાબ ભાઈ પાછાં પૌત્ર હારે દુનિયાને ભૂલી જતા..

ત્યાં થી બંને પિકચર જોવા ગયા..ખબર નહી કયુ હતું પણ અંકિત આજે એમને ઇગ્લીશ પિકચર જોવા લઈ આવ્યો હતો..આ અઠવાડીયાનો એક દિવસ નો ક્રમ હતો અંકિતનો..અંકિતે ગુલાબ ભાઈને sms વાંચતા લખતા. મોબાઈલ વાપરતા..કોમ્પુટર વાપરતા બધું જ એણે સિખવ્યું હતુ..અંકિતનાં પપ્પા એટલે ગુલાબ ભાઈનો દીકરો મહેશ .. DR.મહેશ..કે જે મુંબઈ નો મોટો હાર્ટ સ્પેસીયાલિસ્ટ કહેવાતો..પણ એને ગુલાબ ભાઇ સાથે જરા પણ ન જામતું..ગુલાબભાઇનાં પત્ની ઉષાબહેન નાં જીવતા જ એ અલગ રહેવા ચાલ્યો ગયો હતો..અને હાર્ટ સ્પેસીયાલિસ્ટ DR. મહેશ કામદારનાં મમ્મી હાર્ટ એટેક થી મ્રુત્યુ પામ્યા..દીકરાનું અલગ થવાનું દુઃખ એમને ખાઈ જતુ હતુ..ગુલાબભાઇ પત્નીની તબિયત જોઈને કેટલી વાર દીકરાને મનાવવા ગયા.પણ દીકરો ન જ માન્યો..અને જ્યારે ઉષા બહેને પોતાનો અંતિમ શ્વાસ લીધો ત્યારે જ ગુલાબભાઈ એ પત્નીની સાથે દીકરાનાં નામનું પણ નાહી લીધુ હતુ..નક્કી કરી લીધુ હતુ કે કાંઈ પણ થાશે હવે દીકરા સાથે વાત નહી કરુ..દીકરાનું મોઢું પણ નહી જોવ..પણ અકિતથી તેઓ દૂર ન રહી શક્યા..રહેવાની કોશિશ બહૂ કરી પણ અંકિતે તો જાણે વ્રત લઈ લીધુ હતુ દાદાજીને મનાવવાનું..અને આખરે એની સામે ગુલાબ ભાઇ હારી ગયાં. પણ હજી એમણે મહેશને તો માફ ન જ કર્યો..અંકિત ક્યારેક વાત પણ કાઢે તો પણ ગુલાબ ભાઈ ત્યારે કડક સ્વરે કહી દેતા".અંકિત જો તે મારી સાથે દોસ્તી કરી છે અને એ દોસ્તી માં ક્યાંય પણ મહેશ નામનો કોઇ વ્યક્તિ નથી આવતો..અને જો તેનું નામ લઈશ તો હુ તારી સાથે દોસ્તી તોડી નાંખીશ.."અને પછી અંકિતે કદી એનાં પપ્પાની વાત ઉચ્ચારી નહોતી. એ અને એનાં દાદા મજા કરતા..

ગુલાબ ભાઇને એ દિવસ યાદ આવ્યો જ્યારે એમની પત્ની ને ગયે અઢાર વર્ષ થયા હતા..હવે તે ખૂબ જ એકલા થઈ ગયા હતા..મિત્રો હતા પણ એમને કોઇ સાથે વધારે વાત કરવી ગમવી નહી. એમને બે દીકરીઓ અને એક દીકરો હતો..પોતે

જ્યારે અઢાર વર્ષનાં હતા ત્યારથી એમણે કમાવાનું શરૂ કરી નાખ્યું હતુ..કચ્છનાં ભચાઉ ગામમાં રહેતા હતા..એમનાં પપ્પાને લકવાનો હુમલો થયો હતો..અને એનાથી નાના બીજા ત્રણ ભાઇ બહેન હતા. અને ઘરમાં સૌથી મોટા ભાઈ તરીકે ની જવાબદારી પોતે લઈ લીધી હતી. દિવસ રાત કામ કરીને એ ઘર ચલાવતા હતા. ૨૫ વર્ષની ઉંમરે તેઓ મુંબઈની છોકરી ઉષા સાથે પરણ્યા..એટલે મુંબઇમાં આવવાની જગ્યા એમને મળી..ઉષાનાં પપ્પાને ગુલાબ ભાઈ ની મહેનત કરવાની લગન વિષે જાણ હતી..એટલે એમણે એમને મુબંઇમાં કસ્ટમમાં કામ અપાવી દીધુ..અને પછી ક્યારેય ગુલાબભાઇ પગ વાળીને બેઠા નહી..બધા ભાઈ બહેનોને એક એક કરીને કામે લગાડ્યા, પરણાવ્યા એમની વચ્ચે એમને ત્રણ સંતાન થયા..પછી એ બાળકોને સારામાં સારુ શિક્ષણ મળે બસ એ જ લગન..કારણકે પોતે ભણી નહોતા શક્યા..પોતે કોલેજમાં જઈ નહોતા શક્યાં..પોતાના મિત્રો જે મજા કરી હતી એ એમણે માણી નહોતી એટલે એ દીકરા દીકરીઓ ને કદી કોઇ વાતે ના ન પાડતા..એમનો એક જ કાયદો હતો જ્યા હો ત્યાંથી રાતના દસ વાગે ઘરે આવી જવું..દીકરીઓ M.B.A થઈ..દીકરા ને DR. બનાવ્યો..દીકરીઓને બંનેને ભણાવીને પરણાવી..બંને અમેરીકામાં સેટલ થઈ ગઈ..દીકરાને બસ ત્યાં જવાનો મોકો મળ્યો ત્યારે ગુલાબ ભાઈ એ હા ન જ પાડી..કે "ના તારે ભારતમાં જ રહેવાનું છે..બધાં આમ જ પોતાનો દેશ છોડીને ખાલી પૈસા કમાવા ત્યાં જતા રહેશો તો આ દેશનું શું થશે.?.આ એમની જીદ જ દીકરાને દૂર કરવાનું કારણ બન્યું..બે મોકા મહેશને મળ્યાં પણ બંને વખતે એમણે ના જ પાડી. અને જ્યારે મહેશ હાર્ટ સ્પેસીયાલિસ્ટ થઈ ગયો ત્યારે એણે નક્કી કરી લીધુ કે એ ભેગો નહી રહે..એનું કહેવું હતુ કે મારે મારું જીવન મારી રીતે જીવવું છે..લગ્ન થઇ ગયાં હતા..એક દીકરો થઈ ગયો હતો..જે હાથ જલો થઈ ગયો હતો..હવે એને એનાં માતા પિતાની જરુરત નહોતી. એને એનાં માતા પિતા આડા આવતા હતા..કેટ કેટલુ મનાવ્યું પણ આખરે એ અલગ થઈને જ રહ્યો..પછી પણ ક્યાં કોઇ કોશિશ ઉષા બહેને બાકી રાખી હતી..પોતે એને ના પણ ક્યાં પાડતા હતા..પણ મહેશ ન જ માન્યોં..આખરે ઉષા બહેન મ્રુત્યુ પામ્યાં..અને ત્યારે મહેશ આવ્યો ત્યારે ગુલાબ ભાઈ એ એને કાંઇ કરવા ન દીધુ..

પણ અચાનક એ દિવસે અંકિત ઘરે આવ્યો અને કહેવા લાગ્યો.."દાદાજી મારા દોસ્ત બનશો? પહેલા તો એમણે કાંઇ જ જવાબ ન આપ્યોં. પણ અંકિત જેનું નામ, જગ્યા પરથી ચાર કલાક ન ખસક્યોં..બસ એક જ વાત " પપ્પાને મૂકો એક બાજુ, મારા દોસ્ત બનશો કે નહી એ કહો? અને આખરે એમણે માનવું પડ્યું હતુ અને એ દિવસથી અંકિતનો દર અઠવાડીયાનો એક દિવસ દાદાજી સાથે વિતાવતો..રોજ કોલેજથી વળતા હાય બાય કરી જતો..ત્યાં એણે એક દિવસ કહ્યુ" શું તમે દાદાજી ક્યાંય બહાર આવતા જતા નથી? ક્યાંય હોટલમાં જમવા નથી જતા..પિકચર જોવા નથી જતા..કાંઇક તો કરો..કેટલા બોરીંગ છો તમે.." એક દિવસ અચાનક મોબાઇલ લઈ આવ્યો અને કહે "આ લ્યો આ તમારી હારે જ રાખવાનો.. અને હા આ પપ્પાનાં પૈસાનો નથી.. મારી કમાણીનો છે..એટલે ચૂપચાપ રાખી લેજો." કાંઇ પણ બોલ્યા વગર "દાદાજી એ મોબાઇલ સીખવા માંડ્યો..અને એકદમ આવડી ગયો.. ત્યાં એક દિવસ અંકિત પિકચરની ટિકીટ ઉપાડી આવ્યોં..અને કહે "તૈયાર થાવ આપણે પિકચર જોવા જવાનું છે.." કેટલી ના પાડી છતા પણ અંકિત ન જ માન્યો એના જીવનનો એક જ ફંડા હતો કે " આપણી માટે કોણ જીવે છે કે આપણે બધાનું વિચારીને જીવવાનું..?" કેટલીયે વાર એમને શરમ આવતી.જ્યારે અંકિતની ઉંમરનાં એમને જોઈને હસતા.. પણ અંકિત એમને પણ કાંઇ ન કહેતો..એ દાદાજીને કહેતો" દાદાજી દુનિયા જાય ખાડામાં..આપણે મજા કરવાની આજુબાજુ જોવાનુ નહી."અને હવે તો ગુલાબ ભાઈને પણ ફરક નહોતો પડતો..એમને એમ થવા લાગ્યુ હતુ જાણે એ પચ્ચીસ વર્ષ પાછા નાના થઈ ગયા હતા.. પાછાં જીવી ઉઠ્યા હતા.. એમને એમ થાતુ કે કેટલીયે વાર તેઓ આ પીઝાની હોટલ પાસેથી નીકળતા હતા ..એમને વિચાર પણ આવતો હતો કે આમા શું મળતુ હશે કે બધા જુવાનીયા જ આમા જાય છે..અને આજે એ ક્ષણ આવી હતી કે એ પોતે એમાં જઈને બેસતા અને ખાતા હતા..એકવાર મહેશ આવ્યો પણ હતો અને આવીને કહ્યુ પણ હતુ કે " પપ્પા જ્યારે મારા બાળકે મારી સામે જવાબ આપ્યો ત્યારે મને ખબર પડી કે માતા પિતાને કેટલું દુખ થાય જ્યારે બાળકો સામા થાય મને માફ કરી દ્યોં.". પણ ઉષાબહેનની પીડા તેઓ ભૂલી નહોતા શક્તા.. એમણે મહેશને કાંઇ જ ન કહ્યુ પોતે જ પોતાનાં ઘરમાંથી બહાર જતા રહ્યા..પછી મહેશ ન આવ્યોં..પણ અંકિતે દોસ્તી કરીને પોતાને જીતી લીધો હતો..ક્યારેક એ મસ્તીમાં કહેતો" એ ગુલાબ અપને સાથ મસ્તી નહી હો..જૈસા મૈ બોલતા હુ વૈસા કરનેકા.." અને ગુલાબભાઇ દિલ ખોલીને હસી પડતા. ં

બંને પિકચર જોઇને ઘરે જવાના રસ્તા પર ચાલતા હતા..વાતો કરતા હતા. ત્યાં અંકિતનાં બે દોસ્ત મળ્યાં.. એક સાથે અંકિત વાત કરતો હતો..બીજા સાથે નહોતો કરતો.. ગુલાબ ભાઈ બધુ જોતા હતા..ત્યા જેની સાથે અંકિત વાત કરતો હતો એ દોસ્ત બોલ્યો.." અંકિત યાર ભુલ જા ના સબ..અબ દોસ્તી કર લે ના ઉસસે વાપસ..કિતને દિન ચલેગા તુમ દોનો કા નાટક.." ત્યારે ગુલાબ ભાઈને ખબર પડી કે બીજા દોસ્ત સાથે અંકિતના અબોલા હતા.. ત્યા અંકિત બોલ્યો.." દેખ યાર મૈને તો ઉસે ચાર બાર્ર મોબાઇલ કીયા પર વો મેરા ફોન હી નહી ઉઠાતા..મુજે તો યે નહી બોલના પંસદ હી નહી..પુછ ઉસે.." અને હજી એ દોસ્ત બોલાવે ત્યાં તો અંકિતે જ બૂમ પાડી " એ નીલી ઇધર આ..બતા ઇસે મૈને તુજે ફોન કીયા થા કી નહી.." અને હજી એ કાંઇ બોલે એની પહેલા તો અંકિતે એને ગળે લગાડી દીધો..વાતાવરણ આખું જાણે ભાવ ભર્યુ થઈ ગયું..અને કોઇ દેખાડતુ ન હતુ પણ બધાના હ્ર્દયમાં હર્ષનાં આંસુ હતા..બધા રાજી થઈને અલગ થયા.. પાછાં ગુલાબ ભાઇ અને અંકિત ચાલવા લાગ્યા.. ગુલાબ ભાઇએ અંકિતને પુછ્યુ " શું થયું હતુ તમારે વચ્ચે?"

તો અંકિતે કહ્યુ "અરે દોસ્ત, એ અમારા ક્લાસની છોકરીની મસ્તી કરતો હતો તો મે એને ટોક્યો કે આમ ન કર..તો એણે મને એટલુ માર્યુ કે મારે છ ટાંકા લેવા પડ્યા હતા.."

ગુલાબ ભાઈએ કહ્યુ" તોય તે એને ફોન કર્યાં..?"

અંકિતે હસતા હસતા કહ્યુ " દાદાજી, પહેલ કોઇકે તો કરવી જ પડેને..અને હુ આજનાં જમાના નો યુવાન છુ ..જો હુ આવુ બધુ કરીશ તો મારે ન બોલવા વાળાઓનું લિસ્ટ લાંબુ થતુ જશે....મારું માનવું છે કે આજનાં યુવાનોમાં કોઇ પણ રીતની નફરત હોવી જ ન જોઇયે..બધા માટે ખાલી પ્રેમ અને આત્મભાવ હોવો જોઇયે..એટલે મે ફોન કર્યાં"

ગુલાબ ભાઇ વિચારમાં પડી ગયા ...થોડી વાર ચાલ્યા પછી એમણે અંકિતને કહ્યું "તારા બાપને ફોન લગાડીને પુછ એ ક્યાં છે ? મારે એને મળવું છે..હુ પણ તારો દોસ્ત છુ..હુ પણ સામેથી જઈશ એને મળવા.."

અને હવે અંકિત દાદાજે ને ભેટીને રડી પડ્યો.."હા દાદાજી હવે તમે મારા સાચ્ચા દોસ્ત અને આજનાં સાચ્ચા યુવાન.."

અને ગુલાબ ભાઈને પોતાનાં યુવાન થવા પર ગર્વ થવા લાગ્યો..કે યુવાન શરીર થી નહી પણ મન થી થવાય છે...અને સાથે વિચારતા હતા..કે અંકિત તુ જ આજનો સાચ્ચો યુવાન છો કે તે જે કામ માટે મારી હારે દોસ્તી કરી હતી એ કામ તારુ આજે પુરુ થયુ...જો બધા યુવાનો તારા જેવા થઇ જાય તો આ દેશમાં નહી પણ આ દુનિયામાં ક્યાંય અબોલા અને નફરત રહે જ નહી..