Love Puzzle Hiren Kavad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • શંખનાદ - 15

  કેન્દ્રીય ગૃહ પ્રધાન Shri સતીશ શાહ સાહેબે સીબીઆઈ ઓફિસર વિક્ર...

 • નિયતી - 1

  આખી ઓફિસનું વાતાવરણ ગમગીન હતું. એકદમ શોક છવાયેલો હતો. બધા એક...

 • પ્રેમ સમાધિ - પ્રકરણ-87

  પ્રેમ સમાધિ પ્રકરણ-87 કાવ્યા કલરવનાં પ્રેમભીનાં સ્પર્શથી આકર...

 • બચપન કા પ્યાર...

  ગીરજાને સ્કૂલનો આજે પહેલો દિવસ હતો. એની મમ્મીએ એને બહુ મસ્ત...

 • કાળું ગુલાબ

  કાળું ગુલાબ​​મંગલપુર માં રાજા ઉદયસેનનું રાજ હતું. રાજા ઉદયસે...

શ્રેણી
શેયર કરો

Love Puzzle

લવ પઝલ

હિરેન કવાડ© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

લેખક વિશે

હિરેન કવાડ એન્જીનીયર, ફીલોસોફર, રાઈટર, એક્ટર, ફીલ્મ એન્ડ પ્લે સ્ક્રીપ્ટ રાઈટર છે. પણ એમના મતે તે એક એન્ટરટેઈનરથી વધુ કંઈ જ નથી. હાલ એ ફુલ ટાઈમ આર્ટ્‌સ એન્ડ લીટરેચર સાથે સંકળાયેલ છે. એમને નાટકો જોવા ખુબ જ ગમે છે. એક્ટીંગ અને રાઈટીંગ પ્રત્યે એ ખુબ જ પેશનેટ છે. શોર્ટ સ્ટોરીઝ એ એમની પહેલી ગર્લફ્રેન્ડ છે. એ સિવાય એ મ્યુઝીક પણ જાણે છે. ક્લાસીકલ મ્યુઝીકના એ જબરા શૌખીન છે.

એમણે એમનુ એન્જીનીયરીંગ અમદાવાદની એક પ્રતિષ્ઠીત કોલેજમાંથી કર્યુ અને એન્જીનીયરીંગ પુરૂ કર્યાના બે વર્ષ પછી પોતાનો બધો જ સમય લીટરેચર અને આર્ટસમાં આપવાનુ નક્કિ કર્યુ. હાલ એ ‘એન્જીનીયરીંગ ગર્લ’ નામની એક નોવેલ, શોર્ટ સ્ટોરીઝ અને નાટકો પર કામ કરી રહ્યા છે.

આ સ્ટોરીઝના રીવ્યુઝ અને ફીડબેક આપવાનુ ભુલતા નહિ.

હ્લટ્ઠષ્ઠીર્હ્વર : ુુુ.કટ્ઠષ્ઠીર્હ્વર.ર્ષ્ઠદ્બ/ૈંરૈિીહાટ્ઠદૃટ્ઠઙ્ઘ

ર્ય્ર્ખ્તઙ્મી ઁઙ્મેજ : ુુુ.ર્ખ્તર્ખ્તઙ્મી.ર્ષ્ઠદ્બ/+રૈિીહાટ્ઠદૃટ્ઠઙ્ઘ

્‌ુૈંીંિ : ુુુ.ુંૈંીંિ.ર્ષ્ઠદ્બ/રૈિીહાટ્ઠદૃટ્ઠઙ્ઘ

હિરેન કવાડના બીજા પુસ્તકો

લવ પઝલ

ચંચળ હ્ય્દય, પ્રેમ, પેશન અને પરફેક્શન

મોડર્ન ગુજરાતી ટુંકી વાર્તાઓનો સંગ્રહ

હિરેન કવાડ

ૠણ સ્વિકાર

કોઈ પણ વસ્તુનુ સર્જન એક વ્યક્તિના પ્રયાસથી થતુ નથી. ભગવાન રામને પણ સેતૂની રચના કરવા માટે બંદરોની મદદ લેવી પડી હતી. એજ બંદરોમાં એક હનુમાન પણ હતો. જે આજે એક પ્રેરણા સ્ત્રોત તરિકે પુંજાય છે.

એટલે આ પુસ્તકની રચનામાં મને પણ મદદની જરૂર પડી છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે. આ પુસ્તકને આજે હુ આકાર આપી રહ્યો છુ કારણ કે આજે હું આ દુનિયામાં છુ. એટલે સૌપ્રથમ તો હુ મારા મમ્મી પપ્પાનો આભાર માનીશ કે જેમણે મને આ હસિન દુનિયાને જોવાનો મોકો આપ્યો અને મને જન્મ આપ્યો.

મારા મિત્રો જેમણે મારી સ્ટોરી વાંચીને નિષ્પક્ષ અને તટસ્થ રીવ્યુ આપ્યા. દરેક ક્ષણે મને પ્રોત્સાહન આપ્યુ એ શ્વેતા, ચિરાગ,યશ,અવનિ અને હર્ષદ. આઈ એમ થેંકફુલ ટુ ધેમ. પ્રકૃતિનો આભાર માનવો કેમ ભુલાય કારણ કે વાર્તાના વિષયો મને આ પ્રકૃતિ કાનમાં ફુંકી જતી હોય છે, એટલે આ કુદરતનો પણ આભાર.

એ સિવાય માઈક્રોસોફ્ટ વર્ડનો આભાર જેણે કાગળ અને પેનને બદલે ડીજીટલ પ્લેટફોર્મ પુરૂ પાડયુ. પ્રમુખ ટાઈપ પેડનો આભાર જેનાથી હું ગુજરાતી ખુબ ઝડપથી ટાઈપ કરી શક્યો

છેલ્લે મારી આત્માનો આભાર, એ મને આવા સુંદર કામ સુધી ખેંચી લાવ્યો.

ડ્ઢીઙ્ઘૈષ્ઠટ્ઠીંઙ્ઘ ર્ં દ્બઅ ટ્ઠઙ્મઙ્મ હ્લિૈીહઙ્ઘજ ટ્ઠહઙ્ઘ ર્ન્દૃૈહખ્ત ઇીટ્ઠઙ્ઘીજિ

લવ પઝલ

ચેપ્ટર - ૧ આઈ એમ હેપ્પી

વિધિષા આજે કોલેજથી થોડી લેઈટ આવી હતી..એ ગ્રેસ કોલેજ રાજકોટમાં ઈન્ટરીઅર ડીઝાઈન ફીલ્ડમાં ડીગ્રી કરતી હતી. પણ એના ચહેરા પર આજે કેટલા દિવસો પછી હંસી જલકતી હતી. ઘણા સમયથી એ થોડી ઉદાસ ઉદાસ દેખાતી હતી. હર્પિતા એટલે કે વિધિષાની સીસ્ટર, એણે વિધિષાને ઘણી વાર આ બાબતે પુછ્‌યુ પણ કંઈ જવાબ નહોતી આપતી. વિધિષા હર્પિતાથી બે વર્ષ જ નાની હોવા છતા એ હર્પિતાને પોતાના મનની વાંતો કહેવા ખચકાતી હતી, પણ એ દિવસે...

“હર્પિ.. ઈઈઈઈઈઈ.. આઈ હેમ હેપ્પી સો મચ ટુડે.. માય લવલી સીસ.”, દોડતી આવેલી વિધિષાનો હરખ હર્પિતા પર વરસ્યો.

“અરે આટલી બધી ખુશ શાને છે એ તો કહે.. પેલા..”, હર્પિએ કહ્યુ. “ગેસ વોટ શુ બન્યુ હશે....?”, વિધિષા એ હર્પિને સામો સવાલ પુછ્‌યો. “અરે મને કેમ ખબર હોય..? તુ જ કે ને.. અચાનક ગમગીન ચેહરાને ક્યા મુકી આવી અને આ કોમણ ખીલતા ફુલ જેવો ચેહરો ક્યા ખીલવી આવી..?”, હર્પિએ પોતાના વાળનો અંબોડો વાળાતા કહ્યુ.

“ડી..ઈઈઈઈ.. આ તારા પોએટીક વર્ડસ મારી સામે બકમા, મને નથી સમજાતા.. અને સાંભળ”, હર્પિતાના ગુજરાતી વર્ડઝ સાંભળીને એ ઈરીટેટ થઈ અને હર્પિતાના બેડ પર ગોઠણ વાળીને બેસી ગઈ.

“મમ્મી ઘરે છે..?”, વિધિષાએ પુછ્‌યુ. “હા.. કિચનમાં છે.. કઈક નાસ્તો બનાવે છે.. કેમ..?”, હર્પિએ જવાબ આપ્યો અને પુછ્‌યુ. વિધિષા ઉભી થઈ અને એણે હર્પિતાના બેડરૂમનો દરવાજો બંધ કર્યો. હર્પિતા સાથળ પર હાથ રાખીને ગોઠણ વાળીને બેસી ગઈ.

“કેમ બારણુ બંધ કર્યુ..?”,

“સીક્રેટ વાત છે દિદિ એટલે મમ્મીને ખબર ના પડે ને..!!!”, વિધિષા બોલી.

“પણ.. શું.?”

“તો વાત એમ છે.. કે ઘણા દિવસોથી મને એક છોકરા તરફ અટ્રેકશન હતુ.. કેટલા દિવસોથી એ મને લાઈન મારતો હતો.. અને તુ કહે છે ને કે કેમ ગમગીન રહેતી હતી તો સાંભળ એ જ્યારે કોઈ છોકરી પાસે જીને બેસતો ત્યારે ત્યારે મને જલન થતી હતી.. જે મને નહોતુ ગમતુ.. અને મારો મુડ મરી જતો..”, એક્સાઈટમેન્ટમાં વિધુ ફટાફટ બોલવા લાગી.

“ધીમે ધીમે બેન.. કંઈ ઉતાવળ નથી હો.. પહેલા શ્વાસ લઈ લે.. મારે હજુ અમદાવાદ જવાને બાર કલાકની વાર છે.. અને એ તો કહે એ છે કોણ અને એનુ નામ શુ છે..?”, હર્પિએ વિધુને કહ્યુ...

“એનુ નામ છે.. મિત, અને મારા જ ક્લાસમાં છે..”, વિધુએ કહ્યુ.

“બસ આટલુ જ બન્યુ...આજે?”,

“માય ડિયર હર્પિતા.. આજે તો ઘણુ જ બન્યુ હતુ અને મેં આજનો દિવસ ફુલ્લી એન્જોય્‌ડ કર્યો હતો..”, વિધુએ કહ્યુ.

“તો શું હજુ મારે તને કહેવુ પડશે કે શું થયુ હતુ.. એ બધુ મને ડીટેઈલમાં કહે..”, હર્પિતાએ વિધુને કહ્યુ.

“ઓકે.... ડી..”, દીદીના બદલે એની સ્ટાઈલમાં ડી જ કહેતા વિધિષાએ એ દિવસનુ વર્ણન ચાલુ કર્યુ..

***

અમે અમારી કોલેજ ગ્રેસના ગેટ પાસે ઉભા હતા.. જીસ્નાને પાણીની તરસ લાગી એટલે એ કોલેજના ગેટ પાસે એક પાઉચ વાળા બેન બેસેલા હતા એની પાસે ગઈ.

“ઓય.. જીસ્ના.. જો જો.. તારા વાળો આવ્યો..”, એ પાણીના પાઉચ લઈને આવતી હતી, મે એનુ ધ્યાન ખેંચ્યુ. એણે એની ચાલને ઝડપી બનાવી અને એ ઝડપથી મારી પાસે આવી.

“ઓહ આજે તો જોરદાર ફીટ લાગે છે.. યાર.. હ્‌રિતિક રોશન..”, મેં થોડુ વધારે જ ચડાવીને કહ્યુ.

“બસ બસ..બસ.. આટલો બધો ઉપર ના ચડાવ ..યાર. પણ આજે થોડો અલગ લાગે છે.. માય ડીઅર.. જેકીન.”, જીસ્નાએ કહ્યુ.

જેકીનની શાઈન બાઈક અમારી પાસેથી નીકળી અને એ પાર્કિંગ તરફ ગઈ. અમારે પણ કોલેજની અંદર જવાનુ હતુ એટલે અમે પણ કોલેજમાં એન્ટર થયા. પાર્કિંગ ગેટની અંદર આવતા જ હતુ, એટલે અમે જેકીનને જોઈ શકતા હતા. જેકીને એની બાઈક પાર્ક કરી, બ્લુ- સ્ટાઈલીશ નેરો કમરથી સહેજ નીચે પહેરેલુ પેન્ટ અને એના શરીરના કડક અને મસલ્સ વાળા બાંધાને લીધે ફીટ, ગ્રીન કલરનુ ટોમ એન્ડ જેરી વાળુ ટીશર્ટ અને દબંગ સ્ટાઈલ ગોગલ્સ પહેર્યા હતા અને એ બાઈક પાર્ક કરીને આવી રહ્યો હતો.

“જીસુ છાની માની ચાલવા માંડ એને બોલાવતી નહિ.. જસ્ટ નજીકથી પસાર થઈએ એટલે સામે જોજે.. નો સ્માઈલ ફ્રોમ અવર સાઈડ... પહેલા એને બોલાવવા દેજે..”, મેં જીસ્નાને કહ્યુ અને અમે કોલેજના બીલ્ડીંગ તરફ જોઈને ચાલવા લાગ્યા.

“હેય.. આજે લેકચર ભરવાના છો..?”, એણે એના ગોગલ્સ પોતાના ટી શર્ટ પર ગળા પાસે લટકાવતા પુછ્‌યુ.

“હા.. આજે તો ઈમ્પોર્ટન્ટ લેકચર છે.. ઈન્ટરીઅર-૨ નો લેકચર છે અને નતિકા મેડમ લેવાના છે..”, જીસ્નાએ ઉતાવળી થઈને જવાબ આપ્યો.

“પણ આજે તો રેડીયો મીર્ચીવાળાનો કોલેજના કેમ્પસમાં કંઈક શો છે.. આજે બધાને કહો કોઓપરેટ કરે.. ઈટ્‌સ અ વેરી નાઈસ શો..!!”, જેકીને અમને કહ્યુ.

“શેનો શો..?”, મેં કપાળ ઉંચું કરીને જેકીનને પુછ્‌યુ.

“રેડીયો મીર્ચીની કોઈક ઈવેન્ટ છે.. અને ઘણી બધી કોમ્પીટીશન્સ પણ છે.. રેડીયો મીર્ચીનો કોઈ આર.જે આવવાનો છે.”, જેકીને કહ્યુ.

“ઓકે સ્યોર, કોઈ ભરે કે ના ભરે.. અમે લેકચર નહિ ભરીએ.. પણ કેટલા વાગે છે ઈવેન્ટ..?”, મે જેકીનને પુછ્‌યુ.

જેકીને એની વ્રીસ્ટ વોચમાં જોઈને કહ્યુ, “અગિયાર વાગ્યા છે.. હવે તૈયારી જ હશે..”

“એમ કરને ઈવેન્ટ ચાલુ થઈ ગઈ હોય તો કોલ કરજે ને.. નંબર લખીલે..”, જીસ્નાએ કહ્યુ અને નંબર લખાવ્યો..

“ઓહ્‌હ્‌હ્‌હ નંબર ઈઝ વેરી નાઈસ..”, જીસ્નાના મોબાઈલ નંબરના લાસ્ટ ત્રણ ડીજીટ ૯૯૯ પોતાના મોબાઈલમાં ટાઈપ કરતા જેકિન બોલ્યો.

“ઓકે બાય..”, મેં કહ્યુ અને અમે ક્લાસ તરફ ચાલતા થયા.

***

ચેપ્ટર - ૨ રેડીયો મીર્ચી

“હેય ગ્રેસીયન્સ.. હાઉ આર યુ..?”, રેડીયો મીર્ચીના આર.જે. શિરિષ પટેલે એની હટકે સ્ટાઈલમાં બોલીને ચારે બાજુ ભેગા થયેલા ક્રાઉડને પુછ્‌યુ. સાથે સાથે ખિલાડી ૭૮૬નુ હુક્કા બારનુ સોંગ ધીમા અવાજમાં બેકગ્રાઉંડમાં પણ વાગી રહ્યુ હતુ.

“રોકીંગ...”, બધા જ એક સાથે બોલ્યા અને હું પણ.

“હેય ગાય્‌ઝ... ટુડે વી હેવ ટેકન પરમીશન ફ્રોમ યોર પ્રીન્સી.. સો ડોન્ટ વેઈટ ફોર લેકચર્સ કમ આઉટ ફ્રોમ યોર ક્લાસ..”, ચારે બાજુ જોઈ જોઈને આર.જેએ બીજા સ્ટુડન્ટને ભેગા કરવા ફરી એકવાર હાંકલો માર્યો.

“તેરે પ્યાર કા નશા કભી આર કભી પાર.. તેરા પ્યાર પ્યાર હુક્કા બાર.. તેરા પ્યાર પ્યાર હુક્કા બાર”, સોંગનુ મ્યુઝીક વોલ્યુમ વધ્યુ અને પગ હલાવતા હલાવતા, આર.જે એના હાથમાં રહેલા માઈકને તેની હથેળીમાં ટેપ કરવા લાગ્યો. બધાના પગમાં મીરાનુ ભુત ધીરે ધીરે આવવા લાગ્યુ.

“હેય.. વિધુ વિધુ.. જો જોપ મિત..”, જીસ્નાએ મારા હાથનુ બાવડુ પકડીને એની આંગળી આર.જેની લેફ્ટ સાઈડમાં ઉભેલા મિત તરફ કરી.

“આજે આ બોય્‌ઝને શું થયુ છે..? યાર કેટલો કુલ લાગે છે..”, બ્લેક પોલો પેન્ટ, ચેક્સ બ્લુ લોંગ શર્ટ વીથ બ્લેક જેકેટ એન્ડ ગળા પર લટકાવેલા મફલર ને જોઈને જીસ્ના બોલી.

“બસ હો.. નજર લગાડમાં.. હા હા”, મેં જીસ્નાને હસતા હસતા કહ્યુ.

“હા અને તારે સામેથી જેકીનને નંબર આપવાની શું જરૂર હતી.. તને ખબર છે.. જેમ તમે છોકરાઓને ઘાસ ઓછું ફેંકો એટલો એ તમને વધારે ભાવ આપશે.. એન્ડ જેટલો તમે વધારે ભાવ આપશો એટલો એ એટીટ્‌યુડ બતાવશે.. એટલે બને એટલુ ઓછુ જ બોલ અત્યારે.”, મેં જીસ્ના ને કહ્યુ.

આમ તો મીત ને હું પસંદ કરૂ છુ.. પણ હું એની સામે બવ ઓછુ જ જોવ છુ. જ્યારે એનુ ધ્યાન બીજે હોય ત્યારે જ મારે એના તરફ જોવાનુ થાય.. હું એને સામેથી પ્રપોઝ કરવા માંગતી નથી..

“યુ બીચીસ..!! તમે અહિં છો.. કેટલા કોલ કર્યા, રીસીવ પણ નથી કરતા તમે લોકો..?”, દિયતી આવી અને એણે કહ્યુ.

અમારી ત્રણની જોડી એક સાથે જ હોય.. એનો બોય ફ્રેન્ડ લક્ષિત જેકિન અને મિતનો ફ્રેન્ડ છે. પણ અમે લોકો એને જેકિન અને મિત તરફના અમારા અટ્રેક્શન વિશે કહેવાની ના જ પાડેલી.

“સો આર યુ રેડી ગ્રેસીયન્સ.. ફોર એન્જોયમેન્ટ..?”, ફરી એકવારે શિરિષે જોરથી માઈકમાં પુછ્‌યુ.. અને સ્ટુડન્ટ્‌સના ભેગા થયેલા ક્રાઉડમાંથી યપપપપપપપપપ.. એવો ગુ્રપીક અવાજ આવ્યો.

“વેલકમ ઈનટુ રેડીયો મિર્ચી પ્રેઝેન્ટેડ ‘સાઈટ ઓફ સરપ્રાઈઝ’ સ્પોન્સર્ડ બાય કેડબરીપ..”, શિરિષે એની ઈવેન્ટનુ નામ કહ્યુ. સ્ટેજની આસપાસ કેડબરી ડેઈરીમીલ્કની પ્રોડક્ટ્‌સના પોસ્ટર હતા અને એના પ્રમોશન માટે જ આ ઈવેન્ટ હતી પણપ. મજા આવી રહી હતી.

“સો યુ ઓલ લવલી ગ્રેઝીયન્સ વી હેવ લોટ્‌સ ઓફ ગેમ્સ ટીલ ૩.૦૦ ઁ.સ્ સો ટેક અ ડિપ બ્રીથ એન્ડ ગેટ રેડીપ.. નાઉ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટીંગ અવર ફર્સ્ટ ઈવેન્ટ ફોર ફ્રેશર્સપ..” આર.જે એ એનુ એન્કરીંગ ચાલુ રાખ્યુ.. અને બોલવામાં ગેપ પડતો હતો ત્યાં એસન્ટનુ ધેટ્‌સ માય નેમનુ મ્યુઝીક વાગી રહ્યુ હતુપ

“નેમ ઓફ ધીઝ ઈવેન્ટ ઈઝપ.. હું કેન સ્ક્રીમ લાઉડપ.?, એટલે ગુજરાતીમાં કહુ તો તમારે લોકોને પુરી તાકાતથી તમારા ગળાને હોર્સપાવર આપવાનો છેપ અને જેનો અવાજ સૌથી વધારે લાઉડ હશે એ બીજા રાઉંડમાં જશેપ”, શિરિષે ગેમ અનાઉન્સ કરી.

બેકગ્રાઉન્ડ મ્યુઝીક ચેન્જ થયુ અને એસન્ટનુ હોલ્ડ ઓન સોંગનુ મ્યુઝીક ચાલુ થયુપ

“સો આઈ એમ ગોઈંગ ટુ સીલેક્ટ કન્ટેસ્ટન્ટસપપ.”, ડીજે પર મ્યુઝીક વધારે વોલ્યુમમાં વાગવા લાગ્યુ.. અને બધા ડાન્સ કરવા લાગ્યાપ..

“સો ઓલ ફ્રેશર્સ પ્લીઝ કમ ટુવર્ડઝ મીપ..”, શિરિષે બધા ફ્રેશર્સને બોલાવ્યા. છ-સાત છોકરીઓ આગળ ગઈ અને ત્રણ છોકરા પણ ગયા. “ઓહહપ. શું આ કોલેજના છોકરાઓ મુંગા છે યારપપપપપ.???,”શિરિષે જોશ વધારવા માટે ડાયલોગ માર્યો.

“હેય યુ થ્રી બોય્‌ઝ કમ હીઅરપ. એણે ત્રણ છોકરાવને આગળ બોલાવ્યા. એ ત્રણ છોકરા ફ્રેશર્સ જ નીકળ્યા. તો ગેમ એવી છે.. બે છોકરા અને બે છોકરીની જોડી આવશે.. અને પછી. એમાથી જેની ચીસ વધારે મોટી હશે એ બીજા રાઉન્ડનો સામનો કરશેપ. પણ ચીસ નાક બંધ કરીને પાડવાની છેપ. હાહાહા.”, શિરિષે હસતા હસતા કહ્યુ અને બધા જ જોર જોરથી હસવા લાગ્યા.

“આજ તો જે થાય તે હું તો જેકીન ને પ્રપોઝ કરવાની છુપ.”, જીસ્ના એ મને ગેમ શરૂ થઈ રહી હતી એ દરમ્યાન કહ્યુ. “હા બસ તુ એજ કર હોપ.!!!”, મેં એને આંખો બતાવતા કહ્યુ.

“ઓય તમારે પ્રપોઝ કરવુ હોય તો કરો નહિંતરપ પણ ચીસો પાડવાનુ ચાલુ રાખોપપપપઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈ””, દિયતી એ બધાની સાથે ચીસો પાડતા કહ્યુ.

“હેયપ પીંક એન્ડ રેડ ટોપ વોટ્‌સ યોર સ્વીટ નેમપડીઅરપ.?, શિરિષે બે છોકરીને એના સ્ટેજ પર બોલાવીપ

શિરિષ છોકરાઓ તરફ માઈક લઈને ફર્યોપ “હેય હેન્કી સ્ટાઈલ એન્ડ યુપ માઈકલ જેક્સન ટી-શર્ટપકમ હીઅર..”, શિરિષે બે છોકરાને પણ બોલાવ્યા.

એ ફર્સ્ટ યર ઈન્ટરીઅરની છોકરીઓ હતીપ. બન્ને એનર્જેટીક અવાજમાં ખુબ જ મોટા અવાજ થી પોતાના નામ બોલીપપ “જ્યુબીલીપપ એન્ડ મીપ.. દ્ર્‌ષ્ટિકાપ”, દ્રષ્ટિતા જીતશે એ એના અવાજ પરથી નક્કિ થઈ ગયુ.

હવે વારો હતો બોય્‌ઝનોપ એકનુ નામ હતુપ ડેવીડ અને બીજાનુ નામ હતુપ. કશ્યપ..

“ત્રણ મિનીટ સુધી નાક બંધ કરીને બન્નેને ચીસો પાડવાની છેપ જેની ચીસોનુ વોલ્યુમ વધારે હશે અને જે વધારે સમય સુધી ટકી રહેશે, શી વીલ ગો ટુપ. નેક્સ્ટ રાઉન્ડ..તો શુરૂ કીયા જાયેપ..?”, શિરિષે એની ટાઈમર વોચ હાથમાં પકડી અને એ ગર્લ્સ પાસે ગયો..

“વનપટુપ થ્રીપગોપ!!!”, શિરિષે ટાઈમર ચાલુ કર્યુ..

બન્ને જ્યારે નામ બોલી ત્યારે તો બવ અવાજ નીકળતો હતો પણ જ્યારે નાક બંધ કરીને વારો આવ્યો ત્યારે જ્યુબીલી આગળ વધી ગઈપ. એની સીમલેસ, અને એક્ધારી ચીસે અમારા કાનમાં ધાક પાડી દીધાપ. એમ થયુ,,, કે બસ હવે તો આ બંધ કરે તો સારૂપ ત્યાંતો અચાનક દ્રષ્ટિકાની ચીસનુ વોલ્યુમ વધ્યુપ.

‘હેય ગર્લ્સ તમારો બધો ગુસ્સો તમારી ચીસોમાં બહાર કાઢો.. તમારા બોય ફ્રેન્ડ પરનો ગુસ્સો કાઢી નાખો..’ અને ત્યાતો જ્યુબીલીનુ વોલ્યુમ વધ્યુપ.. અને દ્ર્‌ષ્ટિકાને ખાંસી આવી ગઈપ દ્રષ્ટિકા આઉટપ.

“હેય દ્રષ્ટિકા વેરી વેલ ડનપપ વી આર ગીવીંગ યુ વેરી નાઈસ પ્રાઈઝ ફોર યોર.. પ્લીઝ હેવ અ કેટબરી ફ્રૂટ એન્ડ નટ્‌સ..”, શિરિષે દ્ર્‌ષ્ટિકા ને બોલાવીને એને પાર્ટીસીપન્ટ પ્રાઈઝ આપ્યુ. બધા લોકો ચીસો સાથે તાળીયો પાડવા લાગ્યા.

“હેય જ્યુબીલી કોન્ગ્રેટ્‌સપપ શું બોયફ્રેન્ડ પર બવ ગુસ્સો આવે છે..?”, શિરિષે પુછ્‌યુ અને બધા જ હસવા લાગ્યા. તો થોડો બચાવીને રાખજે... હજુ ફાઈનલ રાઉન્ડમાં જરૂર પડશે..

“હેય ડુડ.. ડેવીડ એન્ડ કશ્યપ પ્લીઝ કમ હીયર ઓન સ્ટેજ..”, શિરિષે બન્નેને બોલાવ્યા.

ડેવીડ અને કશ્યપમાંથી ડેવીડ એનો અવાજ એવો તે ગુંજાવ્યો કે કશ્યપના ફુસફુસીયા અવાજનુ કંઈજ ના આવ્યુ. ફાઈનલ રાઉન્ડમાં પણ ડેવીડ જ જીત્યો અને જ્યુબીલી રનર અપ બની. ડેવીડને બોક્સમાં પેકીંગ કરેલ કોઈ વસ્તુ પ્રાઈઝ તરીકે આપી અને જ્યુબીલીને બોર્નવિલે મળી..

“હેય ગાય્‌ઝ આર યુ રેડી ફોર કપલ રાઉન્ડપ.?”, સાંભળતા જ બધા ફરી ચીસો પાડવા લાગ્યા. આ રાઉન્ડમાં એક છોકરો અને છોકરીને બોલાવવામાં આવવાના હતા. જેમાં હું પણ સીલેક્ટ થઈ ગઈ હતી. મિત મારી સામે ખુબ મીઠી નજરે જોઈ રહ્યો હતો હું મનમાં જ હંસી. “નાવ બોય્‌ઝ યોર ટર્ન”, “યુ બ્લેક ટી-શર્ટપ એન્ડ યુ ચેક્સ બ્લુ શર્ટ..” શિરિષે પોતાની આંગળી ચીંધતા બે છોકરાને બોલાવ્યા અને બધા જોર જોરથી ચીસો પાડવા લાગ્યા. બેક ગ્રાઉન્ડમાં પાર્ટી ઓન માય માઈન્ડનુ સોગ્સ ચાલુ થઈ ગયુ..

મારા પગને જો મેં કાબુમાં ના રાખ્યા હોત તો કદાચ અત્યારે હું કુદી પડી હોત કારણ કે બ્લુ ચેક્સ શર્ટ એ મિત હતો. હું મનમાં જ જુમી રહી હતી. હવે હું કઈ પણ કરવા તૈયાર હતીપ. હું મનમાં એ જ માંગી રહી હતી કે મિત મારી સાથે પાર્ટનર બને, એટલે અમે સાથે જ ટાસ્ક કરી શકીએ. “એન્ડ જોડીઝ આર સુદિષા એન્ડ પિયુષ.. એન્ડ..,”, બસ આટલુ સાંભળતા જ મારા બધા જ સપનાઓ પુરા થયા હોય એવુ લાગ્યુ કારણ કે હું મિત સાથે હતી.

“તો આ એક લોંગ ટર્મ ટાસ્ક છે જેનો ટાઈમ બે કલાકનો રહેશે..” શિરિષ ટાસ્ક વિષે સમજાવવા લાગ્યો.

“દરેક જોડીએ સાથે રહીને કામ કરવાનુ છે. તમારે એક ટાસ્ક સુધી પહોચવાનુ છે અને એ ટાસ્ક સુધી પહોચવા માટે તમારે કેટલાક ક્લુનો ઉપયોગ કરવાનો છે. જે પહેલા પહોચશે એ બે ટાસ્કમાંથી કોઈ પણ એક સીલેક્ટ કરી શકશે અને બીજાને વધેલુ ટાસ્ક કરવુ પડશે.. ક્લુસ તમારી કોલેજના અલગ અલગ પ્લેસમાં સંતાડેલા છે. એ શોધવા માટે તમારે ઉખાણા ને ઉકેલવાના છે. જે જોડી જીતશે એને બે મુવી ટીકીટ્‌સ, બે હજારનુ કુપન ક્રીસ્ટલ મોલમાં શોપીંગ માટે અને લોટ્‌સ ઓફ ચોકોલેટ્‌સ તો ખરી જ. સો આર યુ રેડી..?, હા તમને જે લાસ્ટ ટાસ્ક મળે એમાં કઈ પણ કરી શકો છો, એમા તમારી પ્રાઈવસીની અમે ગેરન્ટી લઈએ છીએ. ઓનલી અવર જજ વીલ સી યોર ટાસ્ક એન્ડ જજ યુ.” આખી ગેમને અમે સાંભળી.

પ્રેમમાં કોણ જીત કે હારને જોતુ હોય છે? પ્રેમમાં તો ક્ષણને જીવીને એનો આનંદ લુંટી લેવાનો હોય છે. એટલે જીતુ કે હારૂ એની મને કોઈ જ પરવાહ નહોતી મને મિત સાથે બે કલાકનો સમય વિતાવવાનો મોકો મળી ગયો હતો.

***

ચેપ્ટર - ૩ પઝલ

“બાર વાગ્યા છે તમારી પાસે બે વાગ્યા સુધીનો ટાઈમ છેપ જો કોઈ આ ટાઈમમાં ટાસ્ક પુરૂ નહિ કરી શકે તો એને પ્રાઈઝ નહિ મળે. હું પહેલા ક્લુ માટેનુ ઉખાણુ વાંચુ છુપ

“રોજ તમે સાંભળો છો.. કેટલાક લોકો ગાળો આપો છે. તો કેટલાક પઢાકુ વખાણ પણ કરે છે.. જો તમે મારા અવાજને સાંભળીને જલદી નહિ કરો તો તમારી વાટ જરૂર લાગશે.. તો જલદીથી મારી અંદર આવો અને આગળ વધો. સો યોર ટાઈમ સ્ટાર્ટ્‌સ નાવપ”. શિરિષે કાઉન્ટ ડાઉન શરૂ કર્યુ.

“હાઈપ.. કઈ ખબર પડી પઝલમાં..?”, મિતે મને પુછ્‌યુ. મેં મોકો ના છોડયો. મેં મિતનો હાથ પકડયો, મિતનો હાથ ઠંડો અને કડક હતો. મારા શરીરમાં ધુજારી પ્રસરી ગઈ. અમે બન્ને દોડયા.. “હેય ક્યાં લઈ જાય છે..?”, મિતે મને પુછ્‌યુ. “તને હજુ નથી ખબર પડી..?”, .મે પુછ્‌યુ. “લેકચર શરૂ થતા પહેલા શુ થાય છે..? અવર બેલ વાગે છેપ. વોચ ટાવર..!!!”, મેં એને ઉખાણુ સોલ્વ કરતા કહ્યુ. અમે બન્ને લાઈબ્રેરી તરફ ગયા ત્યાંથી વોચ ટાવર સુધી જવાનો શોર્ટ રસ્તો હતો.. અમે લાઈબ્રેરી સુધી પહોચ્યા..

“શીટ.. વોટ ધ ફ.. દરવાજો તો બંધ છે.”, એણે એના શબ્દોને કંટ્રોલ કરતા કહ્યુ. અમે પાછા વળ્યા અને એડમીન ઓફીસમાં થઈને નીકળ્યા.. વોચ ટાવર સામે જ હતો. પણ સુદિષાની જોડી ત્યાં પહોચી ગઈ હતી. અમે દોડવાની સ્પીડ વધારી. વોચ ટાવરના ગેટ પાસે રેડીયો મીર્ચીનુ બોર્ડ એક સ્ટેન્ડ પર લગાવેલુ હતુ જેના પર બે ખીલ્લીઓ હતી, જેમાંથી એક ખીલ્લી ખાલી હતી. બીજા પર ચીટ્ઠી હતી. અમે જડપથી એ ચીટ્ઠીને ત્યાંથી ઉખાડી લીધી. ગેમ અલગ જ પ્રકારની હતી. બન્ને ચીટ્ઠીમાં અલ્ગ અલગ ઉખાણા જ હશે એવુ મને લાગ્યુ.

મેં મારૂ ઉખાણુ મોટેથી વાંચ્યુ, “મારી અંદર આવતા બધા જ ડરે છે.. હું ખુબ જ શાંત સ્થળે છુ. પણ મારી પાસે આવવા માટે તમારે કંઈક કારણ જોઈએ.. પણ મોસ્ટ ઓફ બધા મારી પાસે ફરિયાદ લઈને આવે છે.. અને મારી અંદર ગંભીર ચર્ચાઓ થાય છે..”

આ ઉખાણામાં શબ્દો ખબર પડતા હતા પણ ખાસ કંઈ ખયાલ નહોતો આવતો, સુદિષા અને પિયુષ બન્ને અમારાથી થોડા દુર વોચ ટાવર સામેના ફાઉન્ટેઈન પાસે ઉભા હતા. એ લોકો પણ પઝલ સોલ્વ કરી રહ્યા હતા. કદાચ એ લોકોએ આ પઝલ એટલા માટે છોડી દીધી હશે કારણ કે અઘરી હશે.. પણ એ લોકો હવે અમારા ક્લુ સુધી પહોચી ના શકે કારણ કે ચીટ્ઠીની નીચે લાલ અક્ષરે લખેલુ હતુ કે જો ક્લુની સીકવન્સ બરાબર નહિ હોય તો એ વિનર નહિ બની શકે..

“કોલેજમાં શાંત સ્થળ ક્યુ છે.. યાર જલદી થી વિચાર..”, મેં મિતને કહ્યુ. મિત એનુ માથુ ખંજવાળવા લાગ્યો. હું એની સામે જોઈને હસી પડી.

“શું..?”, એણે એના નેણ ઉંચા કર્યા ચહેરા પર સ્માઈલ લાવતા પુછ્‌યુ. “નથીંગ..”, મે મારા ચહેરા પર સ્માઈલ જાળવતા કહ્યુ. “યસ લાઈબ્રેરી..!! એ જગ્યાએ ખુબ જ શાંતી હોય છે..”, મિતે કહ્યુ. “પણ ત્યાં ગંભીર ચર્ચાઓ નથી થતી.. યાર”, મેં મિતના સોલ્યુશનનુ ખંડન કરતા કહ્યુ. “કોમ્યુનીટી હોલ પણ ના હોય, ત્યાં કોઈ ફરિયાદ લઈને ના જાય, એચ ઓ ડી ઓફીસ પણ ના હોઈ શકે કારણ કે ત્યા કોઈ ને કોઈ આવતુ જતુ રહે અને એ ડીપાર્ટમેન્ટમાં હોય એટલે એ પણ ના હોઈ શકે..”, મે કહ્યુ. સુદિષાની જોડીએ જડપથી વોચ ટાવરની બાહર દોડવાનુ શરૂ કર્યુ. એ લોકોએ ઉખાણુ સોલ્વ કરી નાખ્યુ હતુ.

“યસ યસ.. પ્રીન્સીપાલ ઓફીસ જે આપણ કોલેજના મેઈન કોમ્યુનીટી હોલની પાસે છે, ત્યાં લગભગ ખુબ શાંતી હોય છે અને આપણે લોકો ત્યાં કોઈ ફરિયાદ લઈને પણ જીએ છીએ..”, મિતે કહ્યુ. હું મિત સામે એકધારી તાકી રહી. અમે બન્નેએ વોચ ટાવરની બહાર જવા દોટ પકડી.

અમે લોકો વોચ ટાવરની ડાબી તરફ દોડયા. આર્ટીફીસીયલ નાળીયેરીના ગેટમાંથી અમે લોકો પસાર થયા. ઉપર કોઈ પાણી છાટી રહ્યુ હશે એટલે પાણીના છાંટાએ અમને પણ ભીંજવ્યા. ઠંડી હવાની ઝલક મહેસુસ થઈ. કોમ્યુનીટી હોલ દેખાઈ રહ્યો હતો. બસ હવે પ્રીન્સીપાલ ઓફીસ કંઈ દુર નહોતી. અમે ફરી એકવાર દોડવાની સ્પીડ વધારી.

ફાયનલી અમે પ્રીન્સીપાલ ઓફીસે પહોચી ગયા. પણ બહાર કોઈ સ્ટેન્ડ કે બોર્ડ નહોતુ. અમે ડાબી તરફની ગલેરીમાં ગયા.. ત્યા ઉપર રેડ કલરનુ બોર્ડ લગાવેલુ હતુ અને એક ચીટ્ઠી પણ લટકાવેલી હતી..

“મિત.. મિત જો ત્યાં”, મેં મિતને બોર્ડ બતાવ્યુ. મિતે આજુ બાજુ નજર કરી. “ચીટ્ઠી કેવી રીતે ઉતારીશુ..?”, ઉતાવળમાં જ એણે મહત્વનો પ્રશ્ન કર્યો. મારા મનમાં તરત જ વિચાર આવ્યો એ મને મારી કમર પકડીને ઉંચી કરે તો હું એ આંબી શકુ, પણ હું બોલી નહિ. અમે બોર્ડ નીચે ઉભા રહ્યા. મિતે બે ચાર કુદકા માર્યા પણ એના પ્રયાસ મરણિયા હતા. એ એક ફુટ જેટલો નીચે રહી જતો હતો. “વિધિષા.. પ્રાઈઝ કોઈ પણ રીતે આપણે જ જીતવાનુ છે..”, મિતે કહ્યુ. “હું એની સામે તાકી રહી. મને ખ્યાલ આવી ગયો હતો કે જે વિચાર મે બે મિનિટ પહેલા કર્યો હતો એને પણ એજ વિચાર આવ્યો. “તારો વજન મારી કરતા ઓછો હશે.. ચાલ સીધી ઉભી રહીજા..”, મિતે કહ્યુ. મારૂ હ્ય્દયની ધડકવાની સ્પીડ એકાએક વધી ગઈ. હું બોર્ડ તરફ ચહેરો રાખીને ઉભી રહી ગઈ.

એકદમ ઠંડા, બે દળદાર, કડક અને ખરડાયેલી હથેળી વાળા હાથે મારી કમરની નીચે મેં મહેસુસ કર્યા.. મિતના અગુંઠા મારી કમરને ભીંસીને અડી રહ્યા હતા. હું ઉડવા લાગી. “વિધિષા.. વિધિષા.. ચીટ્ઠી..”, મિતે મારૂ ધ્યાન દોરતા કહ્યુ. હું એક ક્ષણ માટે વિચારોમાં ખોવાઈ ગઈ હતી. એના બન્ને હાથ મારા શરીરમાં રોમાંચ જગાવી રહ્યા હતા. મારી ધડકનો ધીમી પડવાનુ નામ પણ નહોતી લેતી, મારા હાથમાં ધીમી ધૂ્રજારી પણ આવી રહી હતી. મેં ચીટ્ઠીને ખેંચી. મિતે એના હાથ મારી કમરેથી ઢીલા કર્યા. હું જેટલી જેટલી નીચે આવી એના હાથ મારા શરીરના ઉપરના ભાગ સુધી લપસી રહ્યા હતા, પ્રેમમાં મુક્ત થવાનુ ના હોય, એટલે જ હું બરબાદ થવા માંગતી હતી. કંઈક અલગ જ ફીલ થઈ રહ્યુ હતુ જે આજ સુધી મેં કદી મહેસુસ નહોતુ કર્યુ. એના હાથ મારી છાતીના બન્ને સાઈડમાં આવીને ઉભા રહી ગયા.. મેં પાછળ ફરીને જોયુ. એની આંખો કંઈક અલગ જ બોલતી હતી. મેં એની આંખોમાંથી મારી આંખો હટાવી, કારણ કે હું ઉત્તેજીત અને સીડયુસ થઈ ગઈ હતી. મેં ચીટ્ઠી તરફ જોયુ.

ચીટ્ઠી ખુલતી ગઈ અને મોટી થતી ગઈ. ચીટ્ઠીમાં ત્રણ ફોટાઓ લાઈનમાં ગોઠવાયેલા હતા. એફીલ ટાવર, તાજમહાલ અને સ્ટેચ્યુ ઓફ લીબર્ટી અને નીચે લખેલુ હતુ, “જ્યાં મારા વિષેની માહિતી છે..”.

અમે લોકો વિચાર કરવા લાગ્યા કે આ અજાયબીઓની માહિતિ ક્યાં હોઈ શકે..? “કદાચ આર્કિટેકચરલ ડીઝાઈન ડીપાર્ટમેન્ટમાં હોઈ શકે..”, મિતે કહ્યુ.

“કદાચ આપડા ડિપાર્ટમેન્ટમાં પણ ક્યાંક હોઈ શકે..”, મેં કહ્યુ. “ના મેં આપણા ડિપાર્ટમેન્ટમાં અજાયબીની તસવીરો ક્યાંય નથી જોઈ..”, મિતે કહ્યુ.

“તો બન્ને અલગ અલગ જગ્યાએ જીએ..?”, મિતે કહ્યુ. “પણ કોન્ટેક્ટ કેમ કરીશુ... એક બીજાને જાણ કેમ કરીશુ. ?”, હું ઉતાવળમાં બોલી પડી. મિતે એનો સેમસંગ ગ્રાન્ડ કાઢ્‌યો અને મારી સામે ધરી દીધો. “જલદીથી બોલ તારો નંબર..”, મિતે કહ્યુ. મેં મારો નંબર લખાવ્યો. મિત આર્કિટેકચરના ડીપાર્ટમેન્ટમાં ગયો અને હું અમારા ડીપાર્ટમેન્ટ તરફ ચાલી.

હું મારા ડીપાર્ટમેન્ટમાં પહોંચી, હું ડીપાર્ટમેન્ટના સ્ટાફરૂમ તરફ ચાલી અને નોટીસબોર્ડ તરફ જોયુ. પણ ત્યાં કંઈ દેખાણુ નહિ. હું એચ.ઓ.ડીની ઓફીસ તરફ ગઈ. ત્યાં પણ કંઈ ખાસ ના મળ્યુ. હું થોડી ડીસઅપોઈન્ટ થઈ. મેં થોડી વારમાં બધી મેઈન મેઈન જગ્યા જોઈ નાખી, જ્યાં અજાયબીઓની માહિતી હોવાની શક્યતા હોય એ બધી જગ્યાએ હું આંટો મારી આવી. હું ડીપાર્ટમેન્ટની બહાર નીકળવાની તૈયારીમાં હતી ત્યા જ મારો મોબાઈલ વાઈબ્રેટ થયો. મિતનો જ નંબર હતો.

“ક્લુ મળ્યો..?”, મેં કોલ રીસીવ કર્યો કે તરત જ મિત બોલ્યો.

“તે બધી જગ્યાએ ચેક કર્યુ..?”, મેં પુછ્‌યુ..

“હા લગભગ બધી જગ્યા જોવાઈ ગઈ છે..”, “એક મિનિટ મને યાદ આવ્યુ... તુ જલદીથી લાઈબ્રેરીમાં આવ..”, મે મિતની વાત કાપતા જ કહ્યુ.

મને યાદ આવ્યુ કે હું ફર્સ્ટ યરમાં બુક્સ લેવા લાઈબ્રેરીમાં ગઈ હતી ત્યાં મોટા મોટા પોસ્ટર્સ લગાવેલા હતા. મે તરત જ દોટ મુકી. હું એડમીન ઓફીસ થઈને લાઈબ્રેરી પહોચી. ત્યાંજ સાડા બાર વાગ્યાનો બેલ વાગ્યો. હું લાઈબ્રેરીમાં પ્રવેશી.. મારે મારી ઝડપ ઘટાડવી પડી કારણ કે લાઈબ્રેરીના શાંત વાતાવરણે મને એની શાંતીથી જ વોર્નીંગ આપી દીધી હતી.

મિત મોટા મોટા પોસ્ટરોની સામે એક નાની એવી ચીટ્ઠી લઈને પોતાનુ માથુ ખંજવાળતો ઉભો હતો. હું ફરી એકવાર હંસી પડી. હું મારા પગને એવી રીતે ઝડપથી કાળજી પુર્વક મુકી રહી હતી કે જેથી વધારે અવાજ ના થાય અને હું મિત પાસે પહોંચી.

“કેટલી પઝલ્સ બાકી છે યાર હવે..?”, મેં મિતને થોડુ ચીડાઈને પુછ્‌યુ.

“ખબર નહિ”, મિતે કહ્યુ.

“તો ખબર પડી, કંઈ..?”, મેં કહ્યુ.

“અઘરૂ છે”, એણે એક પતાકડુ મારા હાથમાં ધરી દીધુ.“

“અહિંથી જ બધુ શરૂ થાય છે, અહિ આવ્યા વિના તમે કોલેજમાં ક્યાંય ના જી શકો અહિ આવ્યા સિવાય તમે ઘરે જી શકો.” ચીટ્ઠીમાં લખેલુ મેં મોટેથી વાચ્યુ.

“સાલી આવી જગ્યા કંઈ છે..?”, મિતે એનુ માથુ ખંજવાળતા કહ્યુ.

“પાગલ વિચાર કઈક, અડધો કલાક તો પુરો થઈ ગયો ગ્યો છે. અને હવે જે ટાસ્ક મળશે એ તો પતાવવાનુ બાકી છે.”, હું એની ખુબ જ નજીક ગઈ અને એના હાથને અડીને કહેવા લાગી. મને ખબર હતી કે જવાબ શું છે, પણ હું એને સ્પર્શવા માંગતી હતી.

“આઈ કાન્ટ, તુ ઈન્ટેલીજન્ટ છે, તુ જ વિચાર.”, મિતે કહ્યુ.

“હેય આપડી કોલેજ નો ગેટપ!!”, મેં કહ્યુ.

“શું..?”, મિતનો ચહેરો પ્રશ્ન કરતો હતો.

“હા, બહાર અને અદંર આવવુ હોય તો ગેટથી જ અવાય-જવાય”, મેં કહ્યુ.

“તો વાટ શેની જો છો. ચાલને હવે”, મિતે કહ્યુ.

અમે લોકો લાઈબ્રેરી માંથી ઝડપથી બહાર નીકળ્યા. ફરી એડમીન બ્લોકમાં થઈને પાર્કિંગમાં પહોચ્યા. મારા મનમાં ગેટ પાસે વહેલા પહોંચવાની ઉતાવળ નહોતી. કારણ કે મારે વધારેને વધારે સમય મિત સાથે વિતાવવો હતો. મને નહોતી ખબર કે હું એને ક્યારે પ્રપોઝ કરવાની છુ. ન તો મને એ ખબર હતી કે એ મને લવ કરે છે કે નહિ. પણ મને એટલી ખબર હતી કે મારી પાસે બે કલાક છે એમા મારે જેટલી આનંદની ક્ષણો જીવવાની હતી એ આજ બે કલાકમાં જીવવાની હતી. આવો મોકો ફરી ક્યારે આવી શકે..? અમે ઝડપથી ગેટ તરફ આગળ વધી રહ્યા હતા.

“હેય,.. મિત.”, પાછળથી તીણો, મીઠો અવાજ આવ્યો. બ્લુ જીન્સ અને પીંક ટી-શર્ટમાં કોઈ છોકરી હાથમાં નાનુ પર્સ પકડીને ઉભી હતી.

એ ઘણી દુર ઉભી હતી, એની પાસે જવા માટે ટાઈમ હતો કે નહોતો એ મને નહોતી ખબર પણ મારી પાસે એક જ સવાલ હતો. આ કોણ છે.?

“તુ ગેટ પાસે પહોંચ હુ બે જ મિનિટમાં આવુ છુ”, મિતે કહ્યુ.

મારો બીહેવીઅર એક જ સેકન્ડમાં ચેન્જ થઈ ગયો, અથવા તો મેં જાણી જોઈને ચેન્જ કરી નાખ્યો હતો.

“જીશુ તો બન્ને સાથે જ”, મેં કહ્યુ.

“તો ચાલ મારી સાથે..”,મિતે કહ્યુ અને એ આગળ ચાલતો થયો.

ત્યાં પહોચતા જ પેલી છોકરીએ હાથ મેળવ્યો પણ મિતે એનો હાથ ખેંચીને એને ગળે વળગાવી. હું એ ક્ષણ માટે તરસી બની ગઈ. ખબર નહિ આ હું શું અનુભવી, અને ઈચ્છી રહી હતી. પણ મારે મિતની કડક અને માંસલ છાતી, મારી કોમળ અને પોચી છાતી પર જોઈતી હતી. એના તાકતવર હાથ મારી પીઠ પાછળ ભીંસેલા જોઈતા હતા. કદાચ આ કામદેવનો પ્રકોપ હતો કે એની ઈચ્છા મારી ઈચ્છા દ્વારા પુરી કરવાની ઈચ્છા. પણ હું ઉભી ઉભી તરસી રહી હતી. એ ક્ષણ માટે હું બહેરી બની ગઈ હતી. કારણ કે આંખ જ બધુ સાંભળી રહી હતી.

“કપડા સારા લાગે છે”, સાવ સામાન્ય લાગતા કપડાને જોઈને પણ મિતે કમેન્ટ કરી.

“થેંક્સ ડીઅર, આ કોણ છે..?”, પેલીએ પુછ્‌યુ.

“ઓહ્‌હ્‌હ, એ તો ભુલાઈ જ ગયુ..”, મિતે કપાળ સાથે હાથ મારીને કહ્યુ અને મારા તરફ ફર્યો.

“એ, તો હવે ભુલાઈ જ જાય ને..!”, મેં ટોન મારતા કહ્યુ.

પેલીએ મિત સામે જોયુ અને નેણ ઉંચા કરીને શું..? એવુ પુછવાના એક્સપ્રેશન દર્શાવ્યા. ચોક્ક્સ એ લોકોને મેં શું કહ્યુ એ ખ્યાલ આવ્યો જ હશે.

“વિધિષા આ ભુમિ, ભુમિ આ વિધિષા મારી ક્લાસમેટ”, એણે ઈન્ટ્રો કરાવ્યો.

મેં અને ભુમિએ હાથ મેળવ્યો.

“તો આ તારી ગર્લ-ફ્રેન્ડપ?”, મેં મિત સામે જોઈને બોલી નાખ્યુ.

“હાહાહા”, એ લોકો હસવા લાગ્યા, બન્ને પોતાનુ હસવાનુ રોકી નહોતા શકતા,

“આપ.. મારી ગર્લ ફ્રેન્ડપ?”, મિતે હસતા હસતા અને અટકતા અટકતા જ કહ્યુ.

હું એમતો ના જ કહી શકુ કે ભુમિ ખુબસુરત નહોતી કારણ કે એ મારા કરતા ક્યાંય બ્યુટીફુલ હતી. બસ આજે એણે જે કપડા પહેર્યા હતા એ ખાસ એને સુટ નહોતા થતા. પણ છતા મને એનાથી જલન થતી હતી. હું એનાથી દુર ચાલી જવા માંગતી હતી પણ એકલી તો નહિ જ. મિતને પણ મારી જોડે લઈ જવો હતો. મને મળેલા બે કલાકના સમયમાં મારી અને મિત વચ્ચે કોઈ આવે એ મને પોસાય એમ નહોતુ. મારામાં રાઈના દાણા જેટલી સુધ્ધા ધીરજ નહોતી.

“મિત, આપડો નેક્સ્ટ ક્લુ સામે છે, અને આપડી પાસે વધારે ટાઈમ નથી..”, મેં મિતને કહ્યુ, ભુમિ અમારી સામે આશ્ચર્યથી જોઈ રહી.

“ક્લુ તો આવ્યા રાખે, હારવા જીતવાથી શું ફરક પડશેપ? કેટલા ટાઈમ પછી અમે મળ્યા છીએ.. યાર, પાંચ મિનિટ”, મિતે મને ઈગ્નોર કરતા કહ્યુ અને ભુમિ સામે તાકી રહ્યો.

“પણ, તમે પાર્ટીસીપેટ કર્યુ છે.. હું પછી મળીશ તને.. પેલા તમે ગેમ પુરી કરો..”, ભુમિએ કહ્યુ.

“ના, યાર કેટલા દિવસો પછી તને હેરાન કરવાનો મોકો મળ્યો ને હું તને જવા દવ..?”, મિત ભુમિ સામે જોઈને ફલર્ટ કરતા બોલ્યો.

“પણ, મિત ગેમ પતે પછી નિરાંતે મળજે ને..”, મેં કહ્યુ.

“ઓકે, તુ ત્યાં જીને શું ટાસ્ક છે એ જો અને એના વિષે વિચાર, હું પાંચેક મિનિટમાં જ આવુ છુ.”, મિતે મારી સામે જોઈને કહ્યુ.

બસ હવે હું મારૂ ઈગ્નોરન્સ સહન કરી શકવા માટે સક્ષમ નહોતી. કદાચ પહેલીવાર મારામાં આંસુ બહાર કાઢવાની હિમ્મત આવી હતી. મને જરાય સારૂ ફીલ નહોતુ થઈ રહ્યુ. હું કોલેજના ગેટ પાસેની સીક્યોરીટી કેબીન તરફ ચાલતી થઈ. જ્યાં રેડીયો મિર્ચીનુ બેનર લાગેલુ હતુ. પચાસ મિટરનો રસ્તો ખુબ ટુંકો હોય છે પણ મારે એ પાર કરવા માટે બે મિનિટનો ટાઈમ નહોતો જોઈતો. મારે ત્યાં સુધી પહોચવા માટે બે કલાક જોઈતી હતી, એટલે જ હું ખુબ ધીમે ધીમે ચાલી રહી હતી.

મારા મનમાં એક જ સવાલ હતો, કે મિતને એવી તે શું સીક્રેટ વાતો કરવાની હતી કે એણે મને ત્યાંથી તગડી મુકી. મને જીસ્નાને કહેલા મારા જ શબ્દો યાદ આવ્યા. “છોકરાવને બવ ભાવ ના અપાય” બસ આટલુ દુખ મને એટલે જ થઈ રહ્યુ હતુ કારણ કે મને મિત તરફ જરૂર કરતા વધારે અટ્રેક્શન હતુ.

“હેયપ. જડપથી ચાલ કેમ આટલી ધીમે ચાલે છે.”, પાછળથી મિત આવ્યો અને એણે મારા ખભા પર હાથ મુક્યો અને કહ્યુ.

“હારવા જીતવાથી શું ફરક પડેપ.”, મેં શબ્દો ગોળ ગોળ ફેરવ્યા.

“તારે જે કહેવુ હોય એ ચોખ્ખા શબ્દોમાં કે..”, મિતે મને એના તરફ ફેરવતા કહ્યુ.

“કંઈ નહિ, ચાલ પોતપોતાનુ કામ કરીએ..”, હું આગળ ચાલવા લાગી.

“મને આવી ખબર નહોતી કે તુ આટલી બધી નેરો માઈન્ડ છે..”, મિતે કહ્યુ.

“મારા વિષે એક શબ્દ પણ બોલવાનો હક તને નથીપ હાંપ?”,

“મને ખબર છેપ પણ તારૂ આ બીહેવીઅર બરાબર નથી એ કહેતા મને કોઈ રોકી શકે એમ નથી.”

“જો તને સારૂ બીહેવ કરતા આવડતુ હોય તોપ. તો તુ જ કહેને કેવું બીહેવ કરૂપ.”, મેં ગુસ્સામાં મિતની સામે જોતા કહ્યુ.

“એક મિનિટ, આપણે ક્યાંય બેસીને પહેલા આર્ગ્યુમેન્ટ કરી લઈએ અને પછી આગળ વધીએ..”, મિતે કહ્યુ.

“મારે કોઈ આર્ગ્યુમેન્ટ નથી કરવીપ ટાસ્ક પતાવીએ.. અને પોત પોતાના રસ્તે..”, મેં મારી ચાલવાની ઝડપ વધારી.

અચાનક મારા બાવડા પર એક હાથ આવ્યો અને હું પાછળ ખેંચાઈ. “ના પહેલા વાત પછી જ ટાસ્ક”, મિતે મારૂ બાવડુ પકડયુ અને મને પાર્કિંગ પાસેની લોન તરફ ખેંચીને લઈ ગયો. મારા બાવડા ખુબ ભીંસાયેલા હતા એ હું અનુભવી રહી હતી. અને મને મિતના કડક હાથ કોઈએ ભીંસીને દોરડુ બાંધ્યુ હોય એવો આભાસ કરાવી રહ્યા હતા.

“હા, બોલ બે મિનિટમાં તારૂ ફટકી કેમ ગયુપ?”, એ મિતે મને પરાણે લોન પર બેસારતા કહ્યુ. હું મારો ચહેરો બીજી તરફ કરીને મુંગી બેસી રહી.

“તને કવ છુ, વિધુપ”,એણે એના હાથના પાંચે આંગળા વડે મારા ચહેરાને પકડયો અને મારો ચહેરો એના ચહેરા તરફ કર્યો.

“શું, છે...?”, મેં ભાવ ખાતા કહ્યુ.’

“મને નથી ખબર કે તને શું થયુ, પણ એ મારી સ્કુલફ્રેન્ડ હતી અને અમે લોકો બે વર્ષો પછી મળ્યા હતા”, મિતે ચોખવટ કરતા કહ્યુ.

“તોપ મને શામાટે કહે છે..?, જા ને એની પાસે..”,મેં મારો ચહેરો બીજી તરફ ફેરવતા કહ્યુ.

“બે વર્ષની વાત બે મિનિટમાં ના થાયપ”, મિતે ધીમા સાદે કહ્યુ.

“તો હુ કવ તો છુ, હારવા જીતવાથી શું ફરક પડે, જા તુ એની પાસે મન ભરીને વાતો કર”, મેં ગુસ્સામાં ચિલ્લાઈને કહ્યુ અને હું ઉભી થઈ.

“મને ખબર છે, આ બધુ તુ શામાટે કરે છે..?”, એણે મારો હાથ પકડયો અને ફરી મને એના તરફ ખેંચી.

“ઓકે, ગુડ ચાલ હવે આપણે શું ટાસ્ક છે એ જોવા જીએ..?”, મારી ધડકનો વધી ગઈ હતી, કારણ કે શું એને ખરેખર ખબર હતી કે હું એને લવ કરૂ છુ. પણ મેં ભાવ ખાવાનુ ચાલુ રાખ્યુ.

“હેય..”, એણે અચાનક મારો હાથ ફરી પકડયો અને મને એના તરફ ખેંચી. હવે હું એના હાથમાં જે નરમાઈ હતી એ ફીલ કરી રહી હતી. એણે મારો ચહેરો એના ચહેરાને સ્પર્શયા વિના જેટલો નજીક આવે એટલો નજીક ખેંચી લીધો હતો. મારી ધડકનો ખુબ વધી ગઈ હતી. મારા પેટમાં પતંગીયા ઉડી રહ્યા હતા. હ્ય્દય છાતીમાંથી કુદીને બહાર આવવા માંગતુ હતુ. પણ એને મારી છાતીને ચામડાની દિવાલ નડતી હતી અને મારા સ્તન એની છાતી સાથે ભીંસાયેલા હતા એટલે એ શક્ય નહોતુ. હાથમાં જીણી ધ્રૂજારી પણ હું અનુભવી રહી હતી.

“તને જલન થતી હતી..?”, જે શબ્દોની હું આશા કરીને બેઠી હતી એ આ શબ્દો નહોતા. મેં મારી ઈચ્છા વિરૂધ્ધ એના હાથમાંથી છુટવાનો પ્રયાસ કર્યો. પણ એના હાથ મારા બાવડાને કસીને જકડાયેલા હતા.

“મને શામાટે જલન થાય..?”, મેં ગુસ્સામાં મારા જમણા હાથનુ કાંડુ એના હાથમાં મસળાવતા કહ્યુ.

“એ તને ખબર છે, અને ભુમિ જસ્ટ મારી ફ્રેન્ડ જ હતી..”, મિતે હળવુ સ્મિત એના ચહેરા પર લાવતા કહ્યુ.

મારા મનમા હવે ફુલો ફુટી રહ્યા હતા, હું વાટ જોઈ રહી હતી કે ક્યારે એ મેઈન ટોપીક પર આવે.

“તો હું શું કરૂ..?”, મે પણ થોડી સ્માઈલ લાવતા કહ્યુ. એક જ સેકન્ટમાં બધો સીન ચેન્જ થઈ ગયો. બન્ને એ સામસામી સ્માઈલ કરી.

“આઈ લવ યુ”, મિતે કહી દીધુ. મારો ચહેરો એના ચહેરા થી ત્રણ ઈંચ જ દુર હતો. હું ચાહતી હતી કે એ મને કીસ કરે. પહેલી વાર મને કોઈ કીસ કરે એવુ હું ચાહતી હતી. મિતના મોમાંથી ફ્રેશ મીન્ટની સુગંધ આવી રહી હતી. હવે હું એની બોડીમાં પુરી જકડાઈ ચુકી હતી. એણે મારી પીઠ પાછળ હાથ જવા દીધા, અને મને એના તરફ ખેંચી. આ ક્ષણ જેટલી ગલીપચી અત્યાર સુધી મને કદી નહોતી થઈ. કદાચ એ મને કીસ કરવા જઈ રહ્યો હતો. પણ હું કેમ હેંગ થઈ ગઈ હતી. મારી હા વિના એ કીસ કેમ કરશે..?

મે જસ્ટ એની સામે સ્માઈલ કરી..

“ડુ યુ લવ મી..”, એણે પુછ્‌યુ.

“આઈ, લવ યુ ટુ...”, નેચરલી મારા મોમાંથી શબ્દો નીકળી ગયા. બસ હવે એ એના હોઠ મારા હોઠ પર રાખી દે એ સિવાય હું કંઈ જ નહોતી ચાહતી.

એણે એની કડક હાથની આંગળીઓ મારી પીઠમાં વધારે ભીંસી અને એના તરફ એક ઈંચ ખેંચી. બસ હવે એ ક્ષણ આવી ગઈ હતી.

“હુહુહ્‌હ્‌હ્‌હ્‌હ્‌હ્‌હ્‌હ્‌હ્‌હ્‌હ્‌હ્‌હુપપવૂઓઓઓઓ”, અમે લોકો એકબીજાથી દુર ખસી ગયા. પિયુષ અને સુદિષા એકબીજાનો હાથ પકડીને જડપથી કોલેજના ગેટ તરફ દોડી રહ્યા હતા.

અમને યાદ નહોતુ કે આ દિવસ હતો, અને દિવસના અંજવાળામાં કોલેજના કેમ્પસમાં અમે લોકો એકબીજાની આટલા નજીક હતા. જો કોઈ સર કે મેડમે અમને જોયા હોત તો શું થાતપ કારણ કે અમે લગભગ કીસ કરવાના જ હતા.

બન્નેએ એકબીજાના હાથ ભીંસ્યા, એકબીજા સામે જોઈને સ્માઈલ કરી અને દોટ મુકી. પિયુષ અને સુધિષા ગેટ પાસે પહોચવાની તૈયારીમાં જ હતા. અમે બને એટલી જડપ વધારી. એ લોકો એ એક કાર્ડ હાથમાં લીધુ અને વાંચવા લાગ્યા. અમે બસ હવે થોડા જ દુર હતા. એ લોકોએ બીજુ કાર્ડ હાથમાં લઈને એક બીજા સામે જોયુ. અને એ કાર્ડ પાછુ બોર્ડ પર લટકાવી દીધુ.

અમે લોકો પહોચ્યા. જે કાર્ડ લટકાવેલુ હતુ એ મિતે એના હાથમાં લીધુ. સુદિષા અને પીયુષ બન્ને ત્યાંજ હતા. એ અમારી સામે જોઈને હસી રહ્યા હતા. મિતે એ વાંચ્યુ, અને મને આપ્યુ.

મારી ખ્વાઈશ તો આ ટાસ્ક જ પુરૂ કરવાનુ હતુ. કાર્ડમાં લખ્યુ હતુ.

“કેડબરી ડેરીમીલ્ક ની એવી એડ તૈયાર કરો કે જેમાં કીસનો કન્સેપ્ટ આવતો હોય”

નીચે સુચના પણ લખી હતી. કેમેરા અને જરૂરી સામગ્રી તમને કોલેજના ઓડીટોરીયમમાં મળી રહેશે. એડવર્ટાઈઝનો વિડિયો બે મિનિટથી વધારેનો ના હોવો જોઈએ.

હું મિતની સામે જોઈ રહી. સાથે પિયુષ અને સુદિષા પણ અમારી સામુ જોતા જોતા હસતા હતા. એ લોકોએ જાણી જોઈને આ ટાસ્ક નહોતુ લીધુ કારણ કે એમા કીસનો સીન આવતો હતો.

“હેય, તમારે શું ટાસ્ક છે..?”, મેં સુદિષાને પુછ્‌યુ.

“બ્રેકઅપના કન્સેપ્ટ પર કેડબરીની એડ બનાવવાની છે..”, સુદિષાએ હસતા કહ્યુ.

અમારા ભાગે જે એડ આવી હતી એ જ હું ચાહતી હતી. અમે ચારેય લોકો ઓડીટોરીયમ તરફ ચાલતા થયા. હા, હું મારી લાઈફની ફર્સ્ટ કીસ કરવા જી રહી હતી, જે કદાચ ખુબ જ રોમાંચક અને રોચક હતી.

***

ચેપ્ટર - ૪ નટખટ ડેઈરી મીલ્ક

હવે એક કલાક બાકી રહ્યો હતો. ઓડીટોરીયમમાં બે યંગ છોકરાઓ હતા. જે કદાચ ૩૦ની ઉંમરના હતા. ઓડીટોરીયમમાં કેમેરા અને કોસ્ચ્યુમ પણ હતા. એ બન્ને છોકરાવે અમને કાગળ અને પેન આપ્યા. સાથે જણાવ્યુ કે એમા સ્ક્રીપ્ટ લખવાની હતી. મે મિતના હાથમાં હાથ નાખ્યો, અને ઓડીટોરીયમની ચેઈર પર સાવ પાછળ જીને બેસી ગયા.

“બોલ શું સ્ટોરી બનાવી શકાય, જેમા કીસ પણ આવી જાય અને કેડબરી પણ..!!”, મિતે કહ્યુ.

“કંઈક હટકે વિચાર..”, મેં મિતનો હાથ દબાવતા કહ્યુ.

“આઈ વોન્ટ ટુ કીસ યુ..”, મિતે કહ્યુ.

“ના, આપડી ફર્સ્ટ કીસ તો કેમેરામાં કેદ થઈને યાદગાર બનશે, અને એ કેડબરીનો કન્સેપ્ટ જ કરાવશે..”, મે મિતને કહેતા કહ્યુ.

સ્મિતે મારા હાથમાંથી કાગળ અને પેન લીધા અને એ લખવા લાગ્યો એણે બે પાનાની સ્ક્રિપ્ટ લખી નાખી. એ ફરી એકવાર વાંચી ગયો અને એમાં સુધારા પણ કર્યા, એણે મને એ વાંચવા આપી. હું પણ એ વાંચી ગઈ. મને એ વાંચીને ખુબ જ રોમાંચ થયો. જો વાંચવાથી આટલો રોમાંચ થાય તો એ ઈમ્પ્લીમેન્ટમાં કેટલો થશે, એક ક્ષણ માટે હું વિચારવા લાગી. અમે લોકોએ પંદર મિનિટમાં એ કામ પતાવ્યુ. અમે કેમેરામેન તરફ ગયા અને સ્ક્રિપ્ટ એ લોકોને સબમીટ કરી. એ તૈયાર થઈ ગયા. કોલેજના જે લોકેશન પર એનુ શુટીંગ કરવાનુ હતુ એ અમે સજેસ્ટ કર્યુ. સ્કુલ ડ્રેસના કોસ્ચ્યુમ પહેર્યા પછી અમે બે, કેમેરામેન અને એક આસીસ્ટન્ટ લોકેશન તરફ ચાલવા લાગ્યા.

“કેમેરા, એક્શન..”, મ્યુઝીક તો હતુ નહિ એટલે એ બોલ્યા વિના જ શોટ શરૂ કરવાનો આદેશ આપ્યો.

સ્કર્ટ અને એના પર ટોપના સ્કુલ ડરેસમાં પહેલો સીન મારો જ હતો. એક ઉદાસ ચહેરાની છોકરીને મુંગે મો સીડીઓ ચડીને ક્લાસ તરફ જવાનુ હતુ. જેવુ એક્શન સાંભળ્યુ એટલે હું મારા ખભા પર ભારેખમ બેગ જેમાં બુક્સ તો હતી જ નહિ પણ બીજો નકામો સામાન ભરેલો હતો એ બેગ લઈને ધીમે ધીમે ચાલવા લાગી. મને નહોતી ખબર કે આ ડરેસમાં હું કેવુ એક્ટ કરી રહી હતી. પણ મેં જ્યારે આ વિડિયો જોયો ત્યારે મારૂ પરફોર્મન્સ ખુબ સારૂ હતુ એવુ મને લાગ્યુ.

મારા ચહેરા પર ઉદાસી હતી. હું કંઈજ બોલવા નહોતી માંગતી. મારી ચાલવાની સ્પીડ ખુબ જ ધીમી હતી. જાણે હું સ્લો-મોશનની દુનિયામાં આવી ગઈ હતી. ચડતા ચડતા મારો પગ દાદર પરથી લપસી પડે છે.

“કટ.., ગુડ શોટ ગુડ શોટ..”, મિત મારી સામે જોઈને હસવા લાગ્યો.

“કિસ માટે તો કેટ કેટલુ કરીશ તુ..?”, મિતે મારા હાથને પકડી એનો હાથ મારા હાથની ચારે તરફ મસળતા કહ્યુ. મેં મિતને ના રોક્યો.

“તારે નથી કરવી કીસ..?”, મેં કહ્યુ.

એ મારી સામુ તાકીને જસ્ટ સ્માઈલ કરતો રહ્યો. કેમેરામેને મને આગળની સ્ક્રિપ્ટ પ્રમાણે ટમેટાનો સોસ આપ્યો. જે મારે મારા ગોઠણ પર લગાવવાનો હતો. અને નેક્સ્ટ શોટ ચાલુ થયો.

“અરે તને વાગ્યુ તો નથી..?”,એક સ્કુલ ડરેસમાં છોકરો આવ્યો અને દસમાં ધોરણના છોકરાની જે મેચ્યોરીટી હોય એ રીતે એણે મારા ગોઠણને પકડી લીધો.

“સ્સ્સ્સ્સ્સ.. સ્સ્સ્સ્સ્સ..”, એ મારા ગોઠણને અડયો એટલે મેં સીસકારા કર્યા. કારણ કે મારા ગોઠણ પર વાગ્યુ હતુ એ દુખતુ હોય એવુ નાટક કરવાનુ હતુ. એ છોકરાએ એનો શર્ટ ફાડી નાખ્યો અને મારા ટમેટો સોસ વાળા ગોઠણ, જે સીડીઓ પરથી ગબડવાના કારણે થયા હતા એના પર પાંટો બાંધી દીધો. મેં એની નિર્દોષ આંખોમાં જોયુ. હું પણ નાની છોકરી હોવ એમ એક્ટીંગ કરવા લાગી. હું રડતી હતી. મારી આંખોમાં ગ્લીસરીનને કારણે આંસુ હતા. એ સ્કુલબોયે એના હાથ વડે મારી આંખો લુછી.

“કટ..”, કેમેરામેને શોટ કટ કર્યો.

અમે લોકો હસ્યા, “એક શર્ટનુ નુકસાન થઈ ગયુ.”, મિતે હસતા હસતા કહ્યુ. “તો કોઈની સેવા કરવા ન જવાય ને..!”, મેં વળતો જવાબ આપ્યો.

“ઓકે નેક્સ્ટ શોટ શરૂ કરવાનો છે તૈયાર થઈ જાવ”, કેમેરામેને કહ્યુ. અમે લોકો સીડી પાસે જીને ઉભા રહી ગયા. હું નીચે મારો ગોઠણ પંપાળી ને બેસી ગઈ. એ છોકરો(મિત) પણ મારી પાસે મારો ગોઠણ પકડીને બેઠો હતો.

“એક્શન.. કેમેરા”,

“રડમા..!!, બકા રડમા..!!”, સ્કુલ બોય બોલ્યો.

“મેં હોમ વર્ક નથી કર્યુ, ટીચર બોલશે..!!”, મેં કહ્યુ.

“પહેલા ક્લાસમાં ચાલ..”, સ્કુલબોયના વેશમાં મિત બોલ્યો.

એણે મારો હાથ પકડયો, અને મને ઉભી કરી, હું લંગડાતી લંગડાતી ચાલી, એણે મારો હાથ પકડી મને દાદર ચડાવવામાં હેલ્પ કરી. હું ધીમે ધીમે ઉપર ચડી રહી હતી. કેમેરા મેન ઉપર ચડીને ચાલતો ચાલતો શુટ કરી રહ્યો હતો.

અમે લોકો ક્લાસમાં પહોચ્યા. અને અમારી ચાલ એક્ટીંગ પ્રમાણે ધીમી જ રાખવાની હતી. અમે લોકો બેન્ચ પર બેસ્યા. મે ફરી રડવાનુ ચાલુ કર્યુ. નાના છોકરાવ જેમ રડતા રડતા આંખો ચોળે એમ મેં પણ રડતા રડતા આંખો ચોળવાનુ શરૂ કર્યુ. મિતે એના પેન્ટના ખીસ્સામાંથી કેડબરી ચોકોલેટ્‌સનો ઢગલો કરી દીધો. હું રડતી બંધ થઈ ગઈ.

“રડમા.. આ બધી જ તારા માટે”, મિતે એના રોલ પ્રમાણે કાલુ કાલુ બોલતા કહ્યુ.

“મારા માટે..?”, મેં કહ્યુ.

“હા,”, એણે મને એક ચોકોલેટ કાગળ કાઢીને આપતા કહ્યુ.

હું રડતી બંધ થઈ ગઈ. સ્ક્રિપ્ટ પ્રમાણે એ ખાવાની ચાલુ કરી.

ચોકોલેટ તો બવ જ ભાવી રહી હતી, એ કોને ના ભાવે ?

***

ચેપ્ટર - ૫ લવ પઝલ

“ટક ટક ટક”, હર્પિતાના બેડરૂમનો દરવાજો ખખડયો..

“હર્પિ.. ઓ હર્પિ હું છુ બારણુ ઉઘાડ”, હર્પિતાના મમ્મીએ બહારથી હર્પિને કહ્યુ.

વિધિષાએ એના ખોળામાં રાખેલા ટેડીબીયરને બેડ પર ફેંકતા ઉભી થઈને ડોર ઓપન કર્યો.

“શું છે..?”, વિધુએ કહ્યુ.

“નાસ્તો નથી કરવો તમારે? ગરમા ગરમ સમોસા અને ખજુરની ચટણી છે.”, વિધિષાના મોમાં પાણી આવવા લાગ્યુ.

“પંદર મિનિટમાં આવીએ.. તમે ચટણી ફ્રીજમાં મુકી દો”, વિધિષાની પેટની ભુખ સામે એની બોલવાની ભુખ જીતી ગઈ.

“પણ તમે અંદર કરો છો શુ..?”,

“કંઈ નહિ મમ્મ, જસ્ટ ટાઈમ પાસ કરૂ છુ દિદિ સાથે”, વિધુએ કહ્યુ અને ડોર ફરી બંધ કર્યો. વિધિષાએ ડોર બંધ કર્યો એટલે હર્પિતાએ એના હાથમાં મેસેજ ટાઈપ થઈ રહેલો મોબાઈલ રેડ સ્વીચ દબાવીને સાઈડમાં મુકી દીધો.

“ઓહ્‌હ્‌હ, દી કોને મેસેજ કરે છે..?”, વિધિષાએ પુછ્‌યુ.

“કોઈને નહિ, મારી ફ્રેન્ડને મેસેજ ફોર્વડસ કરતી હતી, ચાલ પછી શુ થયુ એ કહે.”, હર્પિતાએ કહ્યુ.

“પછી તો સ્ક્રીપ્ટ પ્રમાણે મારા આખા ચહેરા પર કેટબરી જ કેડબરી.. અને હવે મિતને એ કેડબરીને ચાટવાની હતી..”, વિધિષાએ કહ્યુ.

“બસ બસ.. હવે ગપ્પા ચાલુ કર્યા તે, કોલેજમાં કોઈ ઈવેન્ટ હોય એમા આવા સીડયુસીવ સીન્સ ના હોય..”, હર્પિતાએ કહ્યુ.

“પણ દી, આ ગેમની શરૂઆતમાં જ તો શિરિષે કહ્યુ હતુ કે તમારા ટાસ્કની પ્રાઈવસી જળવાઈ રહેશે”, વિધિષાએ વધુ ખુશીના એક્સપ્રેશન લાવતા કહ્યુ, હવે એ એની વાત કરવામાં ડુબી ગઈ હતી.

“પછી મિત મારી પાસે આવે છે. હું મારા ચોકોલેટથી બગડેલા હાથ એને બતાવતી હતી, એ મારી બેન્ચે બેસ્યો.. એણે મારા હાથ ની આંગળીઓ ચાટવાનુ શરૂ કર્યુ...” “મેસેજ આવ્યો, મેસેજ આવ્યો, મેસેજ આવ્યો..”, હર્પિતાના મોબાઈલમાં આવેલા મેસેજની રીંગે વિધિષાને ઈન્ટરપ્ટ કરી.

“દી, આ તારા ડબલાને થોડી વાર બંધ કર તો..!”, વિધિષાએ કહ્યુ.

“એક મિનિટ ફ્રેન્ડનો મેસેજ છે વાંચી લવ..”, હર્પિતાએ કહ્યુ.

હર્પિતાએ એનો મોબાઈલ હાથમાં લીધો, મેસેજની નોટીફીકેશન ઓપન કરી અને મેસેજ મનમાં જ વાંચ્યો.

“શું મેસેજ કર્યો હતો ડીઅર.. કંઈ સમજાણુ નહિ..!”

મિતાલી નો મેસેજ વાંચીને હર્પિતાએ ફટાફટ ડીલીટ કરી નાખ્યો.

“ચાલ હવે પહેલા નાસ્તો કરી લઈએ,.”, હર્પિતાએ કહ્યુ.

“ના, હવે બસ થોડુક જ બાકી છે.. દિ થોડીવાર બેસને”, વિધિષાએ હર્પિતાના કોમળ સાથળ પર ભીંસીને હાથ દબાવતા કહ્યુ.

“મિત એના હોઠ મારા હોઠ તરફ લાવ્યો, એની જીભથી એ બરફના ગોલા ચુસતો હોય એવી રીતે એ મારા ગાલોને ચુસવા લાગ્યો, એણે મારા ગાલ થોડી જ વારમાં લાલ લાલ કરી દીધા, મારા શરીરમાં એક ધૂ્રજારી ઉઠી ગઈ હતી. મારા પેટમા પતંગીયા ઉડી રહ્યા હતા, મારા દિલની ધડકનો વધારે જડપી બની ગઈ હતી. કંઈક અલગ જ ફીલ થઈ રહ્યુ હતુ. મારા પગમાં અને હથેળીઓમાં ધીમે ધીમે પરસેવો વળવા લાગ્યો. હવે હું મારા કાબુમાં નહોતી, મેં મિતને મારી તરફ ખેંચ્યો, એણે કેમેરામેનને બહાર જવાનો ઈશારો કરી દીધો. એ મારી તરફ જ.. ક્યો. એણે મારા ચોકોલેટથી લથપથ હોઠોને ચાવવાનુ ચાલુ કરી દીધુ..”

“મેસેજ આવ્યો મેસેજ આવ્યો.. મેસેજ આવ્યો..” હર્પિતાએ મોબાઈલનુ રેડ બટન દબાવ્યુ અને ચુપચાપ કોઈ જ એક્સ્પ્રેશન વિના સાંભળવા લાગી, જેમ એ સાંભળતી ગઈ એ સીરીયસ થતી ગઈ..

“પંદર મિનિટ જેટલી લાંબી કીસ કર્યા બાદ, એણે એના હાથ મારી ચેસ્ટ તરફ આવવા દીધા. કદાચ આટલી સીડયુઝ હું કદી નહોતી થઈ, મારા પેટમાં કંઈક શેરડા પડતા હતા, આવુ તો ક્યારેય ફીલ નહોતુ થયુ. ખબર નહિ આ ફીલીંગ મારે તને કેવી રીતે કહેવી, હર્પિતા.. એણે ફરી મારા હોઠ તરફ એના હોઠ આવવા દીધા. એનો એક હાથ મારા ટી-શર્ટની અંદર હતો, અને બીજો મારા વાળની અંદર અટવાયેલો હતો. મારી લાઈફની પહેલી કીસ ખુબ જ ટેસ્ટી હતી. ચોકોલેટ અને મીન્ટનુ કોમ્બીનેશન મેં પહેલીવાર ચાખ્યુ. એણે મીન્ટોફ્રેશ ખાધેલી હશે કદાચ. એણે મારા હોઠની લોલીપોપ ચુસવાનુ ચાલુ રાખ્યુ. ખબર નહિ આ રસ ક્યો હતો. આટલો સ્વાદિષ્ટતો મારો ફેવરીટ કેરીનો રસ પણ નથી લાગ્યો કે પછી ધોમધખતા તડકામાં લીંબુ સરબત કે પછી શેરડીનો રસ મળી જાય ત્યારે જે ટેસ્ટ આવે એના કરતા પણ વધારે આ ટેસ્ટી હતો..”

“બસ.. મને ભુખ લાગી છે..”, હર્પિતા ઈરીટેટ થઈને ઉભી થઈ ગઈ.

“દી શું થયુ છે તને..?, બેસને પાંચ મિનિટ..”, વિધિષાએ કહ્યુ.

હર્પિતા ઉભી ઉભી જ મેસેજ ચેક કરવા લાગી.

“વોટ આર યુ ડુઈંગ ડાર્લીંગ, આન્સર આપને..? મમ્મી સાથે છે..?”, હર્પિતાએ મિતાલીનો મેસેજ મનમાં જ વાચ્યો.

“ડી બેસને પાંચ મિનિટ.. મારે તને લાસ્ટ સીક્રેટ કહેવો છે..”, વિધિષાએ એક્સાઈટમેન્ટ અને ફનના એક્સપ્રેશન સાથે મુંગી થઈ ગયેલી હર્પિતાને કહ્યુ.

“ડી, આજનો દિવસ મારી લાઈફનો સૌથી સારો દિવસ હતો., ડી સેક્સ સિવાય અમે આજે બધુ જ કર્યુ હતુ, અમે કોમ્પીટીશન પણ જીતી ગયા. મને મિત પણ મળી ગયો. સાથે આજની યાદો કદાચ ક્યારેય ભુલાઈ એવી નથી..”, હર્પિતાએ કહ્યુ. સાથે ફરી હર્પિતાની મેસેજ ની રીંગ વાગી.

આ વખતે વિધિષાએ હર્પિતાનો મોબાઈલ લઈ લીધો અને વાંચવા લાગી..

“ચાલ ડીઅર તને જણાવી દવ, આપડો આજનો પ્લાન સકસેસ ગયો છે..”, વિધિષાએ મોટેથી મેસેજ વાંચ્યો.

“હેય,ડી, ક્યો પ્લાન..?, આ મિતાલી કોણ છે? અને એનો લવ યુ વાળો મેસેજ..?”, વિધિષા એઝ યુઝુઅલ ફટાફટ સવાલો કરવા લાગી.

“લાવને મારો મોબાઈલ.”, થોડુક ઈરીટેટ થઈને હર્પિતાએ વિધુના હાથમાંથી મોબાઈલ લઈ લીધો અને મિતાલીનો નંબર ડાયલ કર્યો.

હર્પિતાએ સ્પીકરફોન ઓન કર્યુ. રાંજણા મુવીના તુમ તક સોંગની કોલરટ્‌યુન વાગી રહી હતી.

“હેય ડાર્લીંગ.. કેમ આન્સર નહોતી આપતી..”, સામેથી એક છોકરાનો કડક અને સીરીયસ અવાજ આવ્યો.

“હા, તુ પ્લાન વિષે શું કહેતો હતો..?”, હર્પિતાએ ધીમા અવાજે પુછ્‌યુ.

“પ્લાન, સક્સીડ ડાર્લિંગ”, સામેથી અવાજ આવ્યો. વિધુ ગંભીરતાથી આ બધુ સાંભળી રહી હતી.

“મિત, તને એમ નથી લાગતુ કે તે પ્લાનને થોડો વધુ પડતો સક્સેસ બનાવી દીધો છે..?”, ફાઈનલી વિધુને ખબર પડી કે એ મિત હતો, એને મિતનો અવાજ યાદ આવી ગયો. એના ચહેરા પર આશ્ચર્ય અને ઉદ્‌ગાર છવાઈ ગયા, સાથે થોડી ઉદાસી પણ.

“અરે થોડુક વધી ગયુ હતુ, પણ પ્લાન તો સક્સેસ ગયો ને..”, મિતે કહ્યુ.

“થોડુક નહિ થોડુક વધારે વધી ગયુ છે..!!, યુ બાસ્ટર્ડ, ચીટર.. ફક યોર સેલ્ફ.!”, હર્પિતાએ ફોન કટ કરી નાખ્યો.

“સોરી, વિધુ.. આઈ.એમ.સો સોરી”, અમારો પ્લાન તને જસ્ટ એપ્રીલ ફુલ બનાવવાનો હતો. એ જસ્ટ તને પ્રપોઝ કરવાનો હતો. મિત મારો બોયફ્રેન્ડ છે.”, હર્પિતાએ ચોખવટ કરી. સાંભળતા જ વિધિષા આઘાતમાં પડી ગઈ. એક જ ક્ષણમાં એ કદાચ બેભાન થઈ જાય એવી સ્થિતિમાં આવી ગઈ.

“એ, હરામીએ મને તો કારણ વિના ચુંથી નાખીન..!”, વિધુએ કહ્યુ એ એના હાથ અને પગ સંકોચીને એમા માથુ ઘાલી ધૂ્રસકે ધૂ્રસકે રડવા લાગી.

“કસમથી વિધુ, મિત આવુ કરશે એવી મને ભનક પણ નહોતી, એ ખુબ સારો લાગતો હતો.”, હર્પિતાએ વિધુને મનાવતા કહ્યુ, હર્પિ વિધુની પાસે બેસી ગઈ. એ મિતાલી ના નામે આવી રહેલા મિતના કોલને કટ કરી રહી હતી.

“હું, આ કેમ સહન કરી શકુ, બે મિનિટ પહેલા મિતના કીસ કરી રહેલા હોઠ જે મને કોમળ ફુલ જેવા લાગતા હતા, એ દ્રશ્યો મને અત્યારે યાદ આવે છે ત્યારે કાંટાની જેમ વાગે છે”, વિધુએ કહ્યુ અને રડવાનુ શરૂ રાખ્યુ.

“આ બધુ મારા લીધે જ થયુ છે, જો અમે એવો કોઈ પ્લાન ના બનાવ્યો હોત તો આ કંઈ જ ના થયુ હોત’, હર્પિએ કહ્યુ.

ફરી મિતનો કોલ આવ્યો. “હું તારી સાથે વાત કરવા નથી માંગતી”, હર્પિએ આટલુજ કહીને કોલ કટ કરી નાખ્યો.

***

“હાહા, હાહાહા,.. હાહાહા, હ્‌હ્‌હ્‌હ્‌હ હ્‌હ્‌હ્‌હ..”, એકાએક વિધુના ધૂ્રસકા રાક્ષસી હાસ્યમાં બદલાવા લાગ્યા. એક જ ક્ષણમાં એ ખુબ જોર જોરથી હસવા લાગી.

“હેય, કંટ્રોલ યોર સેલ્ફ.. કંટ્રોલ યોર સેલ્ફ વિધુ..”, હર્પિ ડરી ગઈ કે આ વિધિષાને શું થયુ.

“વિધુ વિધુ શું થાય છે..?”, વિધુનુ હસવાનુ હજુ બંધ નહોતુ થઈ રહ્યુ.

“મમ્મીઈઈઈઈઈઈઈઈ.. મમ્મીઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈ”, હર્પિએ બુમ પાડી એટલે તરત જ વિધુએ એના મોં આડે હાથ કરી દીધો. એ હજુ એનુ હસવાનુ માંડ માંડ રોકી રહી હતી.

“ડી,ઈઈઈ. ઓ ડીઈઈ.. તુ હોશમાં આવ, મને કંઈ નથી થયુ.”, વિધુએ કહ્યુ. આ બોલતા બોલતા પણ એ હંસી જ રહી હતી.

“ડીઈઈઈઈઈઈઈઈઈઈ એપ્રીલ ફુલ”, બોલીને વિધુ હર્પિને ચીપકી ગઈ.

“ઓહ્‌હ્‌હ માય ગોડ.. વોટ..?”, હર્પિનુ મોઢુ ફાટ્‌યુ રહ્યુ.

હર્પિના ચહેરા પર હસતો હાંશકારો આવ્યો..

“તમે બન્નેએ મળીને મને ફુલ બનાવી, પણ તને આવુ શામાટે લાગ્યુ કે હું મિત ને લાઈક કરૂ છુ..?”, વિધિષાએ પુછ્‌યુ.

“એકવાર તે મિત જોડે મોડી રાત સુધી ફેસબુક પર ચેટ કર્યુ હતુ, જે દિવસે હું અમદાવાદ હતી અને મારો બર્થ ડે હતો એ દિવસે.. જો તને યાદ હોય તો..”, એ દિવસે મિત મારી સાથે જ હતો, અને અમે બન્ને તારી સાથે ચેટ કરતા હતા.

“ઓહ્‌હ્‌હ, શીટ તે મને કહ્યુ કેમ નહિ..?, સાલી બીચ..”, વિધુએ હસતા હસતા મીઠો ગુસ્સો કર્યો.

“હું આ એપ્રીલફુલ ડેની વાટ જોતી હતી”, હર્પિતાએ કહ્યુ.

***

“આજે જ્યારે મિતે મને એપ્રીલફુલ બનાવી ત્યારે જ મેં નક્કિ કર્યુ હતુ કે આજે તો તને રડાવવી જ છે. મને તો મિત જ્યારે પ્રપોઝ કરવા આવ્યો ત્યારે જ વ્હેમ હતો, કારણ કે ફર્સ્ટ એપ્રીલે થતા મોસ્ટઓફ પ્રપોઝ એપ્રીલફુલ જ હોય છે, અને ડી આ આઈડીયા જુનો થઈ ગયો છે”, વિધુએ કહ્યુ.

“ઓકે, પણ સાચુ બોલ તુ મિતને લવ તો નથી કરતીને..?”, હર્પિએ સેન્ટી થઈને પુછ્‌યુ.

“ના, હું નથી કરતી.. દી..”, વિધુ કાલુ કાલુ બોલી.

“તો તુ આવી ત્યારે જેટલી ખુશ હતી, એટલી મેં તને ક્યારેય નથી જોઈ, આ ખુશી પણ એપ્રીલફુલનો પાર્ટ હતી..?”, હર્પિતાએ પુછ્‌યુ.

“કહેવુ જરૂરી છે..?”, વિધિષા બોલી.

“હા, એબ્સોલ્યુટલી...”, હર્પિ બોલી.

વિધિષાએ એનો મોબાઈલ કાઢ્‌યો, એણે એના એન્ડરોઈડમાં પેટર્ન લોકમાં ત્ન આકાર કર્યો, લોક ખુલી ગયો. મોબાઈલ ફોટોઝ કાઢ્‌યા.. અને હર્પિ સામે ધરી દીધા.

“વિધુ...? આ બધુ હું શું જોવ છુ..? આ તુ છે..?”, હર્પિતાએ પુછ્‌યુ અને એ ખરેખર આશ્ચર્યમાં હસતી હતી.

“હા, હું જ છુ આજ સુધી તે આવો મારો રંગ નહિ જોયો હોય.. નહિ..?”, વિધુએ કહ્યુ.

“આઈ કાન્ટ બીલીવ... આ ક્યારથી અને તુ આ કારણે ઉદાસ હતી હમણા?”, હર્પિએ પુછ્‌યુ.

“એ પણ કહેવુ પડશે..તો.. સાંભળ.., આ છે મારી ફ્રેન્ડ જીસ્ના.. બવ સારી અને મસ્ત છોકરી છે મને બવ ગમે છે અને એને હું ગમુ છુ.. મને બોય્‌ઝમાં ક્યારેય ઈન્ટરેસ્ટ નહોતો.. તુ મિત સાથેના ચેટની વાત કરે છે તો એમા મેં એની સીસ્ટર વિષે વધારે પુછ્‌યુ હતુ. કારણ કે એનો ટેસ્ટ પણ અમારા જેવો જ છે. એ પણ છોકરીઓને પસંદ કરે છે.. ડી હું લેસ્બીયન છુ.. આહ.. જીસ્ના જસ્ટ લવ યુ..”

“ઓહ્‌હ્‌હ માય ગોડ..”,

“દીદી આજે અમે જીસ્નાના ઘરે બવ જ એન્જોય કર્યુ.. ખરેખર આજ જેવો પ્લેઝર ક્યારેય મળ્યો નથી.. ખુબ જ મજા આવી.. એટલે હું જ્યારે ઘરે આવી ત્યારે ખુબ ખુશ હતી.. જ્યારે તે મને પુછયુ ત્યારે અચાનક મને તને ખોટુ કહીને એપ્રીલ ફુલ બનાવવાનો આઈડીયા આવ્યો.. પણ આજનો દિવસ ખરેખર બવ મસ્ત હતો.. આઈ લવ જીસ્ના આઈ લવ્ડ ધીઝ એપ્રીલફુલ..”, એમ કહીને એ હર્પિતા સાથે ચીપકવા ગઈ.

“ઓય.. મારાથી તો હવે તુ દુર જ રહેજે હો.. હાહા”, એણે વિધુને કહ્યુ અને હસવા લાગી.

***

“આજે જ્યારે મિતે મને એપ્રીલફુલ બનાવી ત્યારે જ મેં નક્કી કર્યુ હતુ કે આજે તો તને રડાવવી જ છે. મને તો મિત જ્યારે પ્રપોઝ કરવા આવ્યો ત્યારે જ વ્હેમ હતો, કારણ કે ફર્સ્ટ એપ્રીલે થતા મોસ્ટ ઓફ પ્રપોઝ એપ્રીલફુલ જ હોય છે, અને ડી આ આઈડીયા જુનો થઈ ગયો છે”, વિધુએ કહ્યુ.

“ઓકે, પણ સાચુ બોલ તુ મિતને લવ તો નથી કરતીને..?”, હર્પિએ સેન્ટી થઈને પુછ્‌યુ.

“ના, હું નથી કરતી.. દી..”, વિધુ કાલુ કાલુ બોલી.

“તો તુ આવી ત્યારે જેટલી ખુશ હતી, એટલી મેં તને ક્યારેય નથી જોઈ, આ ખુશી પણ એપ્રીલફુલનો પાર્ટ હતી..?”, હર્પિતાએ પુછ્‌યુ.

“કહેવુ જરૂરી છે..?”, વિધિષા બોલી.

“હા, એબ્સોલ્યુટલી..”, હર્પિ બોલી.

વિધિષાએ એનો મોબાઈલ કાઢ્‌યો, એણે એના એન્ડરોઈડમાં પેટર્ન લોકમાં ત્ન આકાર કર્યો, લોક ખુલી ગયો. મોબાઈલ ફોટોઝ કાઢ્‌યા.. અને હર્પિ સામે ધરી દીધા.

“વિધુ...? આ બધુ હું શું જોવ છુ? આ તુ છે..?”, હર્પિતાએ પુછ્‌યુ અને એ ખરેખર આશ્ચર્યમાં હસતી હતી.

“હા, હું જ છુ.. આજ સુધી તે આવો મારો રંગ નહિ જોયો હોય.. નહિ..?”, વિધુએ કહ્યુ.

“આઈ કાન્ટ બીલીવ... આ ક્યારથી.. અને તુ આ કારણે ઉદાસ હતી હમણા..?”, હર્પિએ પુછ્‌યુ.

“એ પણ કહેવુ પડશે..તો.. સાંભળ.. આ છે મારી ફ્રેન્ડ જીસ્ન.. બવ સારી અને મસ્ત છોકરી છે.. મને બવ ગમે છે અને એને હું ગમુ છુ.. મને બોય્‌ઝમાં ક્યારેય ઈન્ટરેસ્ટ નહોતો.. તુ મિત સાથેના ચેટની વાત કરે છે તો એમા મેં એની સીસ્ટર વિષે વધારે પુછ્‌યુ હતુ. કારણ કે એનો ટેસ્ટ પણ અમારા જેવો જ છે. એ પણ છોકરીઓને પસંદ કરે છે.. ડી હું લેસ્બીયન છુ.. આહ.. જીસ્ના..જસ્ટ લવ યુ..”

“ઓહ્‌હ્‌હ માય ગોડ..”,

“દીદી આજે અમે જીસ્નાના ઘરે બવ જ એન્જોય કર્યુ.. ખરેખર આજ જેવો પ્લેઝર ક્યારેય મળ્યો નથી.. ખુબ જ મજા આવી.. એટલે હું જ્યારે ઘરે આવી ત્યારે ખુબ ખુશ હતી.. જ્યારે તે મને પુછયુ ત્યારે અચાનક મને તને ખોટુ કહીને એપ્રીલ ફુલ બનાવવાનો આઈડીયા આવ્યો.. પણ આજનો દિવસ ખરેખર બવ મસ્ત હતો.. આઈ લવ જીસ્ના આઈ લવ્ડ ધીઝ એપ્રીલફુલ..”, એમ કહીને એ હર્પિતા સાથે ચીપકવા ગઈ.

“ઓય.. મારાથી તો હવે તુ દુર જ રહેજે હો.. હાહા”, એણે વિધુને કહ્યુ અને હસવા લાગી.

***

“એય છોકરીઓ.. હવે બહાર આવો છો કે હું અંદર આવુ...”, બહારથી મમ્મીનો અવાજ આવ્યો.

વિધુ ડોર ખોલવા માટે આગળ ચાલવા લાગી, હર્પિએ ફટાક દઈને હર્પિના બમ્પ પર હાથની લફાટ મારી અને હસવા લાગી. વિધુએ હર્પિની સામે ડોળા ફાડતા કહ્યુ “બસ હો.. મારો રોગ તને કેમ લાગુ પડી ગયો..?”, વિધુ હસતા હસતા બોલી.

બન્ને ડાઈનીંગ ટેબલ તરફ ગયા, અને બાજુ બાજુની ચેઈરમાં બેઠા. સમોસા અને ખજુરની ચટણી પીરસાઈ ગઈ..

હર્પિએ જમણા હાથમાં સમોસુ લીધુ, ચટણીમાં બોળ્યુ. એનો ડાબો હાથ ચેઈરની ડાબી તરફ બેસેલી વિધુના સાથળ પર લઈ ગઈ. વિધુએ ફરી આંખો ફાડી. હર્પિએ સમોસુ ખાવા માટે ઈશારો કર્યો. વિધુએ હાથ લઈ લેવા ઈશારો કર્યો.

હર્પિ એનો હાથ વિધુના સાથળ પર ફેરવવા લાગી, પછી એણે એના પોતાના હોઠ ચાવ્યા. વિધુને બટકુ ભરતી હોય એવી ક્રુર એક્ટીંગ દુરથી જ કરી. અને છેલ્લે ફ્લાઈંગ કીસ આપી.

‘આપડે બન્ને એકબીજાને કેટલીવાર એપ્રીલફુલ બનાવીશુ..?’, વિધુએ હસતા હસતા કહ્યુ.

‘કોણ એપ્રીલફુલ બનાવે છે..?’, હર્પિ એનુ હસવુ રોકી ન શકી. જુઠ બહાર આવી ગયુ.

‘મિત તારો બોયફ્રેન્ડ છે એમ?’, વિધુએ આંખો ફાડીને સ્માઈલ કરતા કહ્યુ.

‘હા કેમ..?’, હર્પિ સતત હસી રહી હતી.

‘નાટક બાજ! મિતે તારા આખા પ્લાન વિશે મને ક્યારનુય કહી દીધુ હતુ. આ અમારી એડ જો. અમે વિનર થયા છીએ!’, વિધિષાએ શુટ કરેલી એડવર્ટાઈઝમેન્ટ બતાવી. વિધુ સતત સ્માઈલ કરતી રહી.

‘સાલી કુત્તી મને એપ્રીલફુલ બનાવ છે! ડબલ એપ્રીલ ફુલ..!’, હર્પિતાએ મુક્કો બતાવતા કહ્યુ. પરંતુ તરત જ એકબીજાને ગળે વળાગી ગયા.

‘હી લવ્સ મી સો મચ!’, વિધિષા બોલી.

‘યા આઈ નો. બટ મને જીસ્નાનો નંબર મળશે..?’, હર્પિતા હસતા હસતા બોલી. બન્ને ખડખડાટ હસી પડયા.

The EnD