રહસ્ય ભાગ ૨ Alpesh Barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્ય ભાગ ૨

ગૂંથી સુલજી નોહતી રહી, અને દરેક દિવસ જાણે માથે બોજુ બની ઉગતા હતા! અજય થાકી ગયો હતો. હરોરી ચુક્યો હતો. આજે પણ એ દ્રશ્યો આંખ સામે રમી રહ્યા હતા. વારંવાર ચાંચિયાઓ દેખાઈ રહ્યા હતા. અજય વિચારી-વિચારીને બેચેન થઈ ગયો હતો.

"અજલા, તીન પત્તીમાં પૈસા આપને, તું તો રમતો નથી, મને તો આપ યાર"

અજય તરફથી કોઈ જ પ્રત્યુતર મળ્યો નહિ.

વિજય ફરી બોલ્યો-'કેમ આ રોતલ રમીલા જેમ મોઢું ફુલાવી બેઠી છો?"

અજય જાણે કોઇ તપસ્વી હોય તેમ વડના વૃક્ષને ટેકો દઇ, આંખ બંધ કરી ઊંડા વિચારોમાં હતો.એટલે વિજયે પાસે જઈ છંચેડ્યો, અજય ભડકીને જાગી ગયો. "શુ થયું, વિજા?"

"કઈ નહિ, શુ વિચારી રહ્યો છે?"

"અજય બોલ્યો- "યાર, આખા ગામમાંથી એક પણ એવી વ્યક્તિ ન મળી, જે આ વિશે કઈ બતાવે, એવું તો શું રહસ્ય છે.જેનાથી સહુ ડરે છે!"

"હા, મેં મારા બાપાને પૂછ્યું, પેહલાતો મને બે ફરાવીને નાખી જ દીધી, અને કહ્યું તારા બાપનું શુ ડાટયું છે? જો આ વિષય પર ગામમાં કઈ બોલ્યો કે પૂછ્યું તો તારા ટાંટિયા ભાગી નાખીશ."

"આ પેહલી તો હું જ સુલજાવીશ જોજે તું, યાર આ કલ્પો એના મામાને ત્યાં રોકવા જતો રહ્યો, એને આપણી કઈ પડી છે?"

" ફોન કરીએ ક્યાર આવવાનો છે? વિજય બોલ્યો.

"તેલ લેવા ગયો, આપણને પૂછીને ગયો છે?"

અજયના ના કરવા છતાં, વિજયએ કલ્પેશને ફોન કર્યો અને ફોન કરતા જ કલ્પેશ ખૂબ હરખાતા હરખાતા બોલ્યો.

"સારૂ થયું, મને ફોન કર્યો! મારા બાપાએ મારા આઉટ ગોઇંગ કોલ બંધ કરાવી મુક્યાં છે. સ્માર્ટફોન પણ જટાઈ ગયો છે. સાચે યાર મને અહીં મામાને ત્યાં આવામાં કોઈ રસ નોહતો. પણ અહીં આવવામાં આપણો ફાયદો થયો."કલ્પેશ બોલ્યો.

"કેવો ફાયદો?"વિજય બોલ્યો.

"મંદિર વિષયે કઈ માહિતી મળી છે.ફોનમાં નહિ કહી શકું!

અને હા, કાલે સવારે તમે અહીં આવો, અને જરૂરી ચીજ-વસ્તુઓ લાવજો, હું ફક્ત એટલો કહીશ બહુ લાંબી સફર પર જવાના છીએ.પહેલું કહે છે ને એડવેંચર, એવું જ કઈ કરવા જવાના છીએ.કાલ સવારની વહેલી બસે આવો." વિજયને ઘણા બધા પ્રશ્નો પૂછવા હતા.પણ તે ફક્ત આટલું જ બોલી શક્યો.

"હા, અમે આવીશું?"

એમ આવીશું પાછળ તે પ્રશ્નાર્થ છોળતો ગયો. અને જાણે પોતાની ભૂલ સુધારતો હોય તેમ ફરી એક વખત બોલ્યો

"હા, અમે આવીશું."

પણ ત્યાં સુધી ફોન કલ્પેશે મૂકી દીધો હતો.

"કલ્પેશ શુ બોલ્યો, ક્યારે આવે છે?"

"એ નથી આવવાનો, આપણે જવાનું છે."

"આપણે?"

"હા આપણે!"

"કેમ તારા ચેહરા પર બાર વાગ્યા છે. શુ કહ્યું એને એવું તો?"

"અરે, વાત જ એવી છે!"

"આપણો કલ્પો, મંદિર વિશે કઈ જાણે છે.અને તાત્કાલિક ત્યાં બોલાવ્યા છે."

"મજાક કરતો હશે."

"ના તેના અવાજ પરથી તો નોહતું લાગતું એ મજકના મૂડમાં હોય."

"બીજું શું કહ્યું, અને ત્યાં જ કેમ બોલાવ્યા છે આપણે, ફોનમાં પણ કહી શકાતું હતું."

"કલ્પેશ કઈક લાંબી સફરનું કહેતો હતો. કઈ એડવેંચર કરવાનું છે. જરૂરી ચીઝ વસ્તુઓ લેતા આવજો."વિજય બોલ્યો.

ચપ્પુ, દોરડા, થોડા કપડા, ખાવાની વસ્તુઓ, લાઈટર જેવી વસ્તુઓ બને જણાએ ટ્રાવેલ બેગમાં પેક કરી લીધી હતી. અને

સવારની ૫:૪૫ની પેહલી જ બસમાં કલ્પેશના મામાના ગામ જવા નીકળી ગયા હતા.

બને ગામના પાદરે વડલા નીચે બેઠા હતા.

'કેમ થયો, આપણે બોલાવીને મારો હારો હુતો ના હોય?"

"તારા બાપા મહેસાણા હતા?"અજયે પૂછ્યું.

"ના!"

"તો, આ મારો હારો, મારો હારો શુ માંડ્યું છે!"

"એ તો, હું એક વખત મહેસાણા ફરવા ગયો તો ને...."હજુ વિજય વાક્ય પૂરું કરે ત્યાં જ અજય બોલ્યો.

"જો કલ્પેશ આવે છે અને સાથે કોઈ છોકરી પણ છે."

"મારી હારી, આ કુણ હશે?"

અજય વિજયને કતરાળી આંખે જોયું.

"હવે નહિ બોલું બસ.."

"અરે બોલને મારા હારા.."કેહતા જ બને હસવા લાગ્યા. કલ્પેશ આવતા જ બોલ્યો

"શુ ખેખળા કરો છો?"

"કઈ નહિ, આ તો એમ જ જોક ટાઈમ યુ નૉ?" છોકરીઓ જોઈ અજય હમેશા ઈંપ્રેશન પાડવા માટે અંગ્રેજી બોલતો. કલ્પેશ આ વાત સારી રીતે જાણતો.

"મામાની છોકરી છે.પ્રિયા"

પ્રિયા બોલતા જ, અજયે વિજયને આંખ મારી.

એટલે વિજયથી રહેવાયું નહિ અને હસવા લાગ્યો.

એટલે બે આંગળીથી બધુંકની જેમ અજય સામે કરી.

"મજાક નહિ, મારી બેન છે."

"હા, ખબર છે

તમે ખોટું નહિ લગાવતા અમારી મજાક કરવાની આદત છે..છે ને કલ્પેશ?" અને કલ્પેશે મુંડી હલાવી.

અજય પ્રિયા સાથે હાથ મળાવી બોલ્યો.

"અજય"

વિજય બોલ્યો-"આળસુ"વિજય અને કલ્પેશ હસવા લાગ્યા.

"હું પ્રિયા, કલ્પેશના મામાની છોકરી, અમદાવાદમાં ભણું છું, મને આ પુરાતત્વવાળી વસ્તુઓમાં ખૂબ જ રસ છે. મેં એ વિષય પર ખૂબ અભ્યાસ કર્યો છે. અને ઘણી બધા પુસ્તકો પણ વાંચ્યાં છે.હું તમારી સાથે રહીશ"

"ઓહ, નાઇસ!"વિજય બોલ્યો.

"જ્યારે ફુવા, કલ્પેશને અહીં મુકવા આવ્યા, ત્યારે તેને કહ્યું કે કલ્પેશ તેના બગડેલા ભાઈબંધો સાથે શિવ મંદિરની આસપાસ બહુ ભટકે છે. અને આખા ગામમાં બધાને પૂછતાં ફરે છે. એટલે અહીં મૂકી જાઉં છું!ત્યારે હું બધું સાંભળી ગઈ, અને જ્યારે કલ્પેશને પૂછ્યું, તો તેને બનેલી તમામ ઘટનાઓ મને કહી.

આ બાબતમાં આપણી મદદ એક જ વ્યક્તિ કરી શકે છે. તે પહેલાં એકલના રણમાં ગાઈડ તરીકે ફરજ બજાવતા હતા. પણ હાલ તે નિવૃત છે.તે ક્યાં રહે છે, શુ કરે છે, કોઈને પણ કઈ જાણકારી નથી.પણ આપણે ઈચ્છીએ તો સરળતાથી મેળવી શકીશું અને તે આપણે અચૂક રસ્તો બતાવશે."

"તું આટલું, દાવા સાથે કેમ કહી શકે?"

"તેને જ મને કહ્યું હતું કે આ વિષય ઉપર તને ભવિષ્યમાં જયારે પણ જરૂર પડે તો હું બેઠો છું.અને મને કહ્યું હતું કે ભૂતિયા મહાદેવની આસપાસ ખજાનો છે.મારી આખી ઉંમર નીકળી ગઈ, તારે આ વિષય પર અધ્યન કરવું જોઈએ, પણ મને તેની વાતો ત્યારે તથ્ય વગરની લાગી."

ચારે જણા રાપર જવા નીકળી ગયા અને આસપાસ ગોઠવાઈ ગયા.

ત્યારે પ્રિયા રાપરની બંજર જમીનના ગુણગાન કરતી ભૂતકાળમાં સરી પળી.

"ગાઇસ, તમે લખપત, અને આ રાપરનો જો ભવ્ય ભૂતકાળ જાણો તો તમને આંખમાં જળજળીયા આવી જાય એટલો ભવ્ય છે.આ બજરં જમીન સોનુ ઉગલતી, સોનુ.

અને લખપતની તો વાત જ અલગ છે."

અજય બોલ્યો"હા, લખપતની તો વાત જ અલગ છે.ત્યાં એક એક વેંત જેવળા લાલ ચોખા થતા, અને દરેક વ્યક્તિની માથા દીઠ આવક ત્યારે લાખોમાં હોતી.

લખપતથી આખી દુનિયામાં વેપાર થતો. ત્યાં તે જમાના પણ વેપારીઓને અન્યાય ન થાય એટલે, અલગ કોર્ટો ચાલતી. સજા થતી."

"તો પછી, આ બધું અચાનક કેમ આવુ થઈ ગયું?"

" એ ગોજારો ભૂકંપ, સિંધુ નદીના વેણ ફરી ગયા અને બધું વેરાન થઈ ગયું."

કલ્પેશ બોલ્યો. "આપણે જે રણમાં જઈએ છીએ, તે પણ સફેદ છે. એવું કેમ?"

ત્યારે પ્રિયા બોલી.

"ખરેખર ત્યાં રણ છે જ નહીં, મીઠું જ છે. પેહલા ત્યાં વિશાળ સમુદ્ર હશે, જે ત્યાંથી કોઈ સમયે પાછળ ખસી ગયો હોવો જોઈએ."

"તું દાવા સાથે કેમ કહી શકે?"કલ્પેશ બોલ્યો.

"દાવા સાથે તો નહીં, પણ ત્યાં મળી આવતા સમુદ્રી જીવોના અવશેષ આ વાતની ચાડી ખાય છે. ત્યાં સદીઓ પેહલા સમુદ્ર હોવો જોઈએ.ક્યારે ફ્રી હશું તો આપણે હબાય, લોડાઈ, જેવા ભુજના તે ગામડાઓમાં જશું.ત્યાં જવા માટેના રસ્તા, પર્વતો, અને ત્યાંનો એક એક પથ્થર તમને સાબિતી આપશે, કે અહીં સમુદ્ર રહ્યો હશે!"

અજય બોલ્યો-"આટલું બધી માહિતી?"

"હું તો ત્યાંની હવામાં જ મોટી થઈ છું. લોકોના મોઢે સાંભળેલી, અને ક્યાંક અનુભવી આ વાતો છે.અને પોતાની માતૃભમિ પ્રયત્યે કોને માન ન હોય? અને એમાં પણ આપણા કચ્છમાં તો આખી દુનિયામાંથી લોકો જોવા આવે છે.તો કોઈ કઈક આપણી જેમ શોધવા આવે છે!"

ત્યાં જ કલ્પેશ બોલ્યો." આ તો પ્રોફેસરેની જેમ બોલે છે નહિ?"

અજય જાણે તાકતો જ રહી ગયો. અને પ્રિયા પણ કઈ કમ નોહતી, બ્યુટી વિથ બ્રેન, આધુનિક હોવા છતાં તેને જૂની વસ્તુ પસંદ હતી.

તેને જોઈને જ લાગતું હતું, ખોટા દેખાવમાં તેને રસ નોહતો.

રેડ સિમ્પલ પ્લેન ટી-સર્ટ અને હાઈવેસ્ટ જીન્સ પહેરી હતી.

આજકાલની છોકરીઓ સેન્ડલમાં હોય, પ્રિયા સૂઝમાં હતી.

ગોળ આકારના ગોગલ ચેહરા પર જજતા હતા.

સુંદર નમણું ચેહરો હતો. કોઈ અપ્સરા તો નહી, પણ તે જ્યારે હસ્તી હોય ત્યારે તેના દાડમની કળી જેવા સુંદર દાત અને ચેહરા પર પડતા ખજનો કોઈને પણ પ્રેમમાં પાળવા માટે પૂરતા હતા. અને અજયને પેહલી નઝર વાળો પ્રેમ થઇ ગયો હતો.

ક્રમશ.

-અલપેશ બારોટ

(નોંધ આ રહસ્ય વાર્તા છે. ઘટનાઓ અને પાત્રો બધું કાલ્પનિક છે.

સ્ટોરી માટે જગ્યા અને સ્થળના નામ સાચા છે. હજુ કહાનીની શૂરવાત છે. જો તમેંને રોમાંચ વાર્તાઓ પસંદ હોય તો જરૂર વાંચજો... રહસ્ય)