ભુજ, ભચાઉ પછી રાપર બસમાં ગયા. ત્યાંથી છકડામાં બેઠા,
જેનો અવાજ એટલો ભયંકર હતો કે આસપાસનું કઈ પણ સાંભળવુ મુશ્કેલ હતું.
બાવળ, બોરડી, અને ખીજળાના ઝાળવાળો આ પંથકમાં દૂર ક્ષિતિજ રેખા પાસે સફેદ લીસોટો દેખાતો હતો. જે સફેદ રણ હતું.
"કેટલું ચાલવાનું છે. હું થાકી ગયો છું." કલ્પેશે કહ્યું.
"હજુ આપણા સફરની શરૂવાત છે. થોળો કડક બન.. સામે જ કેટલાક મકાનો દેખાય છે.
કપલાને કોઈ પાણી પીવડાવો...." અજય બોલ્યો.
સતત સાત-આઠ કિલોમીટર ચાલ્યા હતા. કચ્છમાં ઉનાળાની સવારમાં પણ મધ્યાહન જેવો તડકો લાગતો. ગરમ લુ ફૂંકાવા લાગતી.. જે ચામડીને બાળી દે તેવી હતી.
***
"અહીં એક જુના ગાઈડ રહેતા તેનું ઘર ક્યાં છે?"
"થોડા આગળ જશો, એટલે રસ્તો જમણી તરફ વળશે, ત્યાંથી તેમના ઘર નું છાપરું દેખાશે. આગળ કોઈને પણ પૂછશો તો તમને ઘર સુધી મુકવા આવશે."
એક માલધારી જેવો દેખાતો મોટી ઉંમરના વ્યક્તિએ કહ્યું.
ગાય, ભેંસના મળ-મૂત્રમાંથી બનાવેલા મકાનમાં અજીબ પ્રકારની ગંધ આવતી હતી.
"નમસ્તે, શુ અમે અંદર આવી શકીએ.?"
લાંબા ઘુંઘટામાં એક યુવાન સ્ત્રીએ અમને આવકરતા કહ્યુ.
"આવો આવો...... " બેસવા માટે ખાટલો પાથરી અને "બેસો" કહ્યુ
અંદરના ઓરડામાં અવાજ આવ્યો. "કેર આય?"(કોણ છે?)
"મેમાન આય..." તેને જવાબ આપ્યો.
પાણીના લોટા માટલામાંથી પાણી ભરીને આપ્યું.
"આવો બાપા..." એક મોટી ઉંમરનો વ્યક્તિ ધ્રુજતા હાથે લાકડીના સહારે બહાર આવ્યા.
"બાપા, હું રમેશની છોકરી છું.
રમેશ પત્રકાર..."
થોડી ક્ષણ વિચારી..
"પિયા.... તું, ક્યારે આવી? કેટલી મોટી થઈ ગઈ છો."
"બાપા અમને તમારી મદદની જરૂર છે."
"મારાથી થશે એવી મદદ હું જરૂર કરીશ..
એવું શું થયું કે આટલું દૂરથી ખાસ મને મળવા આવું પડ્યું?"
પ્રિયાએ શરૂવાતથી જ વાત માંડી... કઈ રીતે અજયે ત્યાં ચાંચિયાઓ જોયા, ત્યાંના મંદિર પર કોતરેલી ભાષા...
ગાઈડકાકાએ ધ્યાનથી સાંભળ્યું અને કહ્યું.
"આ જગ્યા વિશે મેં ઘણું સાંભળ્યું છે અને હું ત્યાં આવ્યો પણ છું. ત્યાં ખરેખર મોટો ખજાનો છુપાયેલો છે.
પણ તે મેળવવો એટલો સરળ નથી. મંદિરની અંદરથી એક રહસ્યમય દરવાજો છે.
તે એક શિવમણીથી જ ખુલશે..."
"શિવમણી....."
ચારે એક સાથે બોલ્યા...
"ક્યાં મળશે આ શિવમણી?" પ્રિયાએ પૂછ્યું.
" તે એક ટાપુ પર છુપાવવામાં આવી છે. જેનું નામ જ શિવમ્ છે."
" આ ટાપુ સુધી જવું હોય તો?" અજયે પૂછ્યું.
" આ ટાપુને શોધવો એટલો સરળ નથી. ત્યાં સુધી હજુ સુધી કોઈ માનવી પોહચ્યો નથી."
" એવું તો શું છે આ ટાપુમાં કે કોઈ મનુષ્ય ત્યાં પોહચ્યો નથી?"
વિજયે કુતૂહલતાથી પૂછ્યું.
" આ ટાપુ માત્ર પૂર્ણિમાંના દિવસે જ દેખાય છે અને તે સિવાયના દિવસ દરમિયાન આ ટાપુ અદ્રશ્ય થઈ જાય છે.
આ ટાપુ પર મણીની રક્ષા ભૂત પ્રેતો કરે છે. એક મહિનાની અંદર આ ટાપુ પૂર્ણિમાં ની રાતના જ દેખાશે... સૂરજની કિરણ સાથે ફરી અદ્રશ્ય થઈ જશે"
" તો તો ત્યાં જવું અસંભવ છે." અજયે કહ્યું.
"ના અસંભવ નહિ, પણ મુશ્કિલ...
જે વ્યક્તિના મનમાં લોભ, લાલચ નહી હોય, જે ખરેખર સમાજ અને દેશ માટે આ ખજાનો શોધશે... તે ત્યાં જરૂરથી પોહચશે...આ ખજાનાની રાહ હજારો વર્ષોથી ઘણા લોકો જોઈ રહ્યા છે. ઘણા મુખોટાંઓ તમને રસ્તામાં મળશે.. જેનાથી તમારે ચેતવાનું છે."
"ત્યાં જવા માટે કોઈ નકશો?" પ્રિયાએ પુછ્યું.
"નકશો શિવ મંદિરના ઘુમ્મટમાં જ કોતરેલો છે."
"તમારો ખૂબ ખૂબ આભાર...."
કહેતા ટોળકીએ રજા લીધી...
"યાર ત્યાં જવામાં તો જીવનો ખતરો છે." કલ્પેશ બોલ્યો.
"પણ આપણે ત્યાં પોહચ્યા તો આપણું નામ આ દુનિયામાં અમર થઈ જશે એ તો વિચાર..." અજયે કહ્યું.
પ્રિયાએ પણ અજયની આ વાત સહમતી દર્શાવતા કહ્યું.
"ત્યાં જવું સરળ નથી..."
અજયે ફિલ્મી ઢબે.. પ્રિયાની આંખોમાં આંખ મેંળવાતા કહ્યું..
"મને સરળતાથી મળી જાય એ પસંદ જ નથી..."
***
ચિત્રકાર પાસેથી બારીકીથી નકશો બનાવ્યો.....
એકીટશે બધા નક્શાને હાથમાં લઈને તાકતા રહ્યા....
"ત્યાં જવા માટે આપણે હોડીની વ્યવસ્થા કરવી પડશે?" અજયે કહ્યું.
"તેની ચિંતા ન કરો.
મારો એક મિત્ર છે. મજીદ તે આપણને વ્યવસ્થા કરી આપશે..
બની શકે તો હું તેંને આપણી સાથે આવવા માટે મનાવી પણ લઈશ" વિજય બોલ્યો.
"તારો મિત્ર? તું તો અમને મૂકીને ક્યાં જતો નથી... તો આ તારો નવો મિત્ર ક્યાંથી ટપકી પડ્યો?" અજયે કહ્યું.
" એ તો હું મારા નાના ના ગામ ફરવા જાઉં છું ને અંજાર બાજુ...
ત્યાં જ રહે છે..."
"ઓહો... તો જોઈ તારો મિત્ર આપણી શુ મદદ કરે છે." કલ્પેશ બોલ્યો.
***
"આવો.. આવો... આજે આ તરફ ભૂલા પડ્યા.."મજીદ બોલ્યો.
"આ મારા મિત્રો છે.અજય, કલ્પેશ, પ્રિયા...."
મજીદે સ્માઈલ આપી...
"તારા જેવુ કામ છે..."
"ઓહો, શેઠને મારુ કામ પડ્યું!"
વિજયે આખી વાત... શરૂવાતથી માંડીને કહી...
હાથમાં રહેલો નકશો પણ બતાવ્યો....
નાનપણથી જ સમુદ્ર ખેડવા જતા મજીદે પણ આ ટાપુવાળી વાત સાંભળી હતી.
"અહીં જવામાં જીવનું જોખમ છે."
"અમને અમારી ચિંતા નથી.. અમે ત્યાં જવા માંગીએ છીએ. અમને હોડીની વ્યવસ્થા કરી આપ..." વિજય બોલ્યો..
"આ સમુદ્ર છે. ભુજની ગલીઓ નહિ... એક ને એક જગ્યાએ ફરતો રહીશ તોય તને ખબર નહિ પડે... તને એકલો નહિ જવા દઉ... હું તારી સાથે જ આવીશ.." મજીદના કહેતા જ
વિજય તેને ભેટી પડ્યો...
"જુવો... આ નકશો ધ્યાનથી જુવો... શિવમ્ ની આસપાસ બીજા કેટલાક અજાણ્યા ટાપુઓ છે. આપણે અહીંથી સહુથી નઝદીકનો ટાપુ પર જતાં એક અઠવાડીયા જેટલો સમય લાગશે..."
"અઠવાડીયુ?" અજયે પૂછ્યું.
" હા અઠવાડીયુ...
આપણે તમામ તૈયારીઓ કરી, વિચારી લેવું પડશે...
અહીંથી આપણે... સાત દિવસનું ભોજન,પાણી સાથે રાખીએ બાકીનું આપણને તે ટાપુ પરથી ફળ અને પાણી મળી રહેશે...."
"આપણે... શિવમ્ સુધી જતા કેટલો સમય લાગશે...." પ્રિયાએ કહ્યું.
"પચીસથી ત્રીસ દિવસ.."
"આજે.. અંધારી બીજ થઈ...
આવતી પૂનમ આવતા સુધી આપણને એક મહિનો મળવાનો.... જો આપણે આજે જ નીકળી જઈએ તો..." પ્રિયાએ કહ્યું.
"આજે નીકળવું મુશ્કેલ છે. આપણે બધી જરૂરી વસ્તુઓ ભેગી કરવામાં આખો દિવસ જોઈએ..." મજીદે કહ્યું.
"મેં સાંભળ્યું છે. ત્યાં સમુદ્રી લૂંટારાઓ હોય છે. તેનાથી બચવા માટે આપણે કઈ નહિ કરીએ?" પ્રિયાએ કહ્યું.
"મારો એક મિત્ર છે.તે આર્મીમાં છે અને નઝદીકમાં જ આર્મીની છાવણી છે ત્યાંં રહે છે. આપણે તેની પાસેથી મદદ માંગીએ" મજીદે કહ્યું.
આર્મીના પટ્ટાપટ્ટાવાળા ઘણા બધાં ટેન્ટો... દૂરથી જ દેખાતા હતા. આસપાસ કાંટાળી વાડ હતી. જેથી અંદર જવું સરળ નોહતું. ગેટ પાસે જઈને મજીદે કહ્યું....
"કેપ્ટન... રાજદીપ સિંહ છે?અમને મળવું છે."
તમે અહીં બેસો.. હું તેને મેસેજ આપું છું..."
" જય હિંદ રાજદીપ સિંહ... તમને મળવા કોઈ ગેટે આવ્યું છે. ઓવર..."
"કોણ છે... ઓવર..."
"નામ શું છે. તારું ભાઈ?"
"મજીદ...."
"મજીદ નામ છે. ઓવર...."
"અંદર આવા દે... જય હિન્દ. ઓવર એન્ડ આઉટ..."
"બોલ બોલ મજીદ આજે આ તરફ?"
"અરે કેપ્ટન સાહેબ, તમારા જેવું કામ હતું..."
"હું શું મદદ કરી શકું તારી?"
"આ મારા મિત્રો છે. વિજય, અજય, કલ્પેશ, પ્રિયા...."
"જય હિંદ..." કેપ્ટને કહ્યું.
સામે ચારે જણ... સેલ્યુટ મરતા
"જય... હિંદ કહ્યું.."
"બોલ મજીદ... "
મજીદે આખી વાત શરૂવાતથી કહી.... જે કેપ્ટન રાજદીપે ધ્યાન પૂર્વક સાંભળી...
" ત્યાં નાનકડી નાવ લઈને જવું.. ખતરાથી ખાલી નથી...
અને જો તમે ભારતની હદ બહાર કોઈ બીજા દેશની હદમાં ગયા તો પછી એ લોકો તમને છોડશે નહિ...
ઉપરથી ચાંચિયાઓ નો ત્રાસ...."
"આજ વિચાર અમને પણ આવ્યો... અમે પણ દેશ હિતનું જ કામ કરી રહ્યા છીએ.. એટલે જ તમારી પાસે આવ્યા છીએ..."
ખૂબ વિચાર્યા પછી.... કેપ્ટને કહ્યુ..
"હું કર્નલ સાહેબથી વાત કરું.. અને જો તે હા કરશે.. તો આપણને આ મિશનમાં પૂરું કરવામાં ઘણી રાહત થશે...."
"આપણે ને એટલે કેપ્ટન?"
"મને પણ આ મિશનમાં સાથે આવામાં રસ છે."
બધા એક સાથે બોલ્યા..
"મિશન...."
"તમે અહીં થોડીવાર બેસો હું... કર્નલ સાહેબ સાથે વાત કરીને આવું..."
ઘડિયાળના એક એક ટકોરા સાથે ચિંતાઓ વધી રહી હતી. જાણે તેના ભાવિનું નિર્ણય લેવાઈ રહ્યો હોય...
આજે બધું જ કેપ્ટન રાજદીપ હાથમાં હતું..
અને તેને મિશન શબ્દ વાપરી ચારે જણાની છાતી ચોડી કરી દીધી હતી.
એમાં પણ ઇન્ડિયન આર્મી સાથે...
બધાના રૂંવાડા ઉભા થઇ ગયા હતા.
ક્રમશ...