Anokhi Maitri Nimish Bharat Vora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Anokhi Maitri

“અનોખી મૈત્રી”

નિમિષ ભરત વોરા

voranimish1982@gmail.com



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

“અનોખી મૈત્રી”

““હેય,નાના, હાઉ આર યુ?”” ઉત્સાહથી ભરપુર હિતેષે પોતાની આગવી સ્ટાઈલમાં નાના ને ત્યાં પહોચી એમના દરરોજના માળા ફેરવવાના ક્રમમાં બ્રેક માર્યો.

““હેલ્લો માય બોય હાઉ આર યુ?આઈ વોઝ વેઈટીંગ ફોર યુ સીન્સ મોર્ન્િાંગ. હાઉ વોઝ યોર જર્ની?”” હિતેષ ના નાના એટલે કે દિનમણીરાય માત્ર માળા ફેરવતા હતા બાકી એમના મનમાં તો આજે સ્.જીઝ્ર ફાઈનલ ની પરીક્ષા આપીને અમદાવાદથી ભુજ પહોચેલા પોતાના યુવાન મિત્ર અને સંબંધ નું નામ આપીએ તો દોહિત્ર ને મળવાની તાલાવેલી જ હતી.

“આઈ એમ પરફેક્ટલી ફાઈન. જર્ની વોઝ એઝ યુઝુઅલ, યુ નેવર આસ્કમી રીગારડીંગ માય પેપર્સ, ધીસ ઈઝ નોટ ફેઈર.” એમ કહી એ નાનાને ગળે વળગ્યો.

“અરે બેટા, આઈ નો યુ ફ્રોમ યોર ચાઈલ્ડ હૂડ, યુ મસ્ટ હેવ વર્કડ હાર્ડ, સો વાય ટુ આસ્ક અબાઉટ પેપર્સ નાવ?” ચશ્માં ઉતારીને કોઈને ખ્યાલ ના આવે એમ આંખનો ખૂણો દિનમણીરાયે લૂછ્‌યો. એમની આ હરકત એમના પરિવારજનોમાંથી કોઈને સમજમાં ના આવતી. નાની-નાની ખુશીના સમાચારમાં એમની આંખો ભીંજાય, ખુબ સારા સમાચારમાં ક્યારેક એ ધુ્રસકે ધુ્રસકે રડીને ઈશ્વરનો આભાર માને. અને જયારે કુટુંબ પર આપત્તિ આવે ત્યારે તેમનુ આજ નાજુક મન પહાડ જેવું અડગ બની જાય અને કુટુંબના મોભીને છાજે એવા નિર્ણયો લઈને ઉગારે. એમનું સૌથી પ્રિય અને સદાય હોઠ પર રહેતું ક્વોટ એટલે “ઈશ્વર ઈચ્છા બલિયસી”

એવુ જ બન્યું હતું આ દિવસથી બરાબર ૫.૫ વર્ષ પહેલા જયારે ૧૨ સાયન્સમાં ભણતા ખુબ તેજસ્વી હિતેષના મમ્મીને ત્રીજા સ્ટેજનું કેન્સર નિદાન થયું. આખા ફેમિલી પર જાણેકે વજ્રાઘાત થયો. કોઈ માની ના શક્યું કે ભગવાનમાં અખંડ શ્રધ્ધા ધરાવતા વ્યક્તિ ને જ ભગવાન આવડી જલ્દી એમની પાસે બોલાવવા તૈયાર થયો છે. આ સમાચાર મળતા દિનમણીરાયે જરાયે વિચલિત થયા વિના પોતાના પુત્રો સાથે મસલત કરીને પોતાની પુત્રીનો મુંબઈની સારામાં સારી હોસ્પિટલમાં ઈલાજ કરાવ્યો. પણ હિતેષની પરિક્ષાના ૨૦ દિવસ પહેલા જ એ સમાચાર આવ્યા જેનો અંદેશો કુટુંબીજનો ને વહેલો આવી ગયો હતો. આખરે ભગવાન જીત્યો. ૧૭ વર્ષના યુવાનને માં વિનાનો કર્યો.

જયારે વ્યક્તિ ગુમાવ્યાનું દુઃખ આખું કુટુંબ વ્યક્ત કરતુ હતું ત્યારે દિનમણીરાય અડધો દિવસ મૌન રહ્યા અને કુટુંબ સામે એકપણ આંસુ સાર્યા વિના હિતેષને પાસે બોલાવ્યો. બસ આ ક્ષણ હતી જયારે ૧૭ વર્ષ ના હિતેષ અને તેના ૬૨ વર્ષના નાનાની અનોખી મિત્રતા ચાલુ થઈ, જે સમયાંતરે ગાઢ થતી ગઈ.

હિતેષ પોતે કઠણ મનોબળવાળો વ્યક્તિ, પણ માંને ગુમાવનાર વ્યક્તિનું મનોબળ ગમે તેટલું કઠણ કેમ ના હોય એ આઘાતમાંથી નીકળતા વાર લાગે જ. તે દિવસે બંને મિત્રો વચ્ચે ઘણી વાતો થઈ અને દિનમણીરાયે હિતેષને પરિક્ષા આપવા અને ડ્રોપ-આઉટ ના થવા સમજાવ્યો. ભણવામાં, વકતૃત્વ સ્પર્ધામાં, નિબંધ સ્પર્ધામાં હમેશ અવ્વલ રહેતા હિતેષને પણ ડ્રોપ-આઉટ થવું એ ભગવાન સામે જુકવા જેવો નિર્ણય લાગ્યો તેથી તે પણ ફક્ત ૩-૪ દિવસમાં ફરી પરીક્ષાની તૈયારીમાં લાગ્યો. મમ્મીની લાંબી માંદગીને કારણે ૫-૬ મહિના બરાબર અભ્યાસમાં ધ્યાન ના અપાયા છતાં છેલ્લા ૧૫ દિવસમાં લડી જ લેવું છે એવું વિચારીને રીતસરનો મહેનતમાં જોતરાયો. ડોક્ટર બની ગરીબો ની સેવા કરવાના મમ્મીના સપનાને ત્યારે આંચકો લાગ્યો જયારે હિતેષ નું પરિણામ આવ્યું અને એ ૬૫% સાથે પાસ થયો.

ફરી બે કઠણ મનોબળવાળા મિત્રો ભેગા થયા આગળનો એકસન પ્લાન બનાવવા. શિક્ષણ વિભાગમાં ખુબ મહત્વના હોદ્દા પરથી નિવૃત્ત થનાર દિનમણીરાય અભ્યાસનું મહત્વ બરાબર સમજતા હતા, અને એટલે જ એ તેમના પૌત્રો/દોહિત્રોને જે ક્ષેત્રમાં રસ હોય તેમાં હમેશા આગળ વધવાનું કહેતા. હિતેષમાં નાનપણ થી લાઈબ્રેરી જવાના, ભણતા ભણતા કમાણી કરવા ટ્‌યુશન લેવાના, અભ્યાસ સાથે શારીરિક તંદુરસ્તી માટે ચાલવા જવું વગેરે જેવા અનેક ગુણો તેના નાનાએ જ રોપ્યા હતા. હિતેષને મેડીકલ નહિતો રઅજૈષ્ઠજમાં રસ હોવાથી છેવટે ભુજમાં જ મ્.જીષ્ઠ. માં એડમિશન લેવાનું નક્કી થયું અને તેમાં યુનિવર્સીટીમાં પ્રથમ નંબર લાવી સ્.જીષ્ઠ (ઁરઅઅઅજૈષ્ઠજ) અમદાવાદમાં એડમિશન લીધું.

ભુજના કોલેજકાળ દરમિયાન બંને મિત્રોનું મસ્ત શિડયુલ રહેતું. હિતેષને સવારે વહેલા ઉઠીને વાંચવાની આદત હતી. તેના પપ્પા અને તે એમ બંનેએ ઘરના કામ વહેચી લીધા હતા. હિતેષ અને તેના પપ્પા જેને તે તાતા કહે તે પણ હિતેષના મિત્ર જ હતા. હિતેષ વાંચી, કામ પતાવી અને પહોચી જાય નાના પાસે. હવે ઉમર ના હિસાબે દિનમણીરાયને વાંચવામાં તકલીફ પડે એટલે હિતેષનું પહેલું કામ તે દિવસ ના પેપર ના બધાય હેડીંગ મોટેથી વાંચી સંભળાવવાના. અને જે હેડીંગમાં નાનાને રસ પડે એ આખો લેખ વાંચી સંભળાવવાનો. આ કામમાં હિતેષને બહુ મજા આવતી કેમકે એમાં નાનાના પોતાના વિચારો પણ વચ્ચે વચ્ચે જાણવા મળે. હિતેષ અને નાના વચ્ચે સમજુતી હતીકે બંનેએ હમેશ અંગ્રેજીમાંજ વાત કરવી જેથી બંને નું અંગ્રેજી ભાષાનું જ્જ્ઞાન વધે. આ ઉમરે પણ દિનમણીરાયમાં રૂેંફછદ્ગયુવાનો ને શરમાવે એવી જીજ્જ્ઞાસા હતી. પેપર વાંચ્યા બાદ બંને દેશ વિદેશના રાજકારણની વાતો કરે. દિનમણીરાય ના ઘણા મિત્રો બહારગામ હોવાથી એ હિતેષ પાસે પત્રો લખાવે અને જેમના જવાબ આવ્યા હોય એમના પત્રો પણ વંચાવે. ફરી સાંજે બંને મિત્રો મળે અને એજ જ્જ્ઞાન અને રાજકારણ ની વાતો નો દોર જામે. ક્યારેક જો સંજોગોવસાત એકબીજાને મળી ના શક્યા તો બંને એકબીજાને ખૂબ મિસ કરે અને બીજા દિવસે ૨ કલાક વધુ વાતો કરીને આગલા દિવસનું સાટું વાળે. તે લોકો ગેમ પણ રમેં અને એ પણ કઈક જ્જ્ઞાન મળે એવી. અંગ્રેજી ના એક વર્ડ ના લાસ્ટ લેટર પરથી બીજાએ બીજો વર્ડ બનાવવાનો એવી અંતાક્ષરી. મહિનામાં ૧ દિવસ રીક્ષા કરી અને નાના નાનીને શહેરના મંદિરોમાં દર્શને લઈ જવાનો પણ હિતેષ નો ક્રમ.

અમદાવાદ જવાના દિવસે હિતેષ ખુબ અપસેટ હતો. તેની દુનિયા તેના નાના અને તાતા જ તો હતા જે બંને ને છોડી દુર જવાનું હતું. તે દિવસે નાનીએ તેને નાના સાથે ત્યાજ જમવાનું કહ્યું. તે રાજી થયો કે વધુ સમય પસાર થઈ શકશે મિત્ર સાથે. પરંતુ એ દિવસે એ નાતો પેપર કે પત્રો વાંચી શક્યો, ના કોઈ ચર્ચા કરી શક્યો કે ના જમી શક્યો. નાનાએ પણ એને પેપર વાંચવા, વાતો કરવા કે જમવા કોઈજ ફોર્સ ના કર્યો કેમકે તેના મનની પરિસ્થિતિ પણ એજ તો હતી. છતાં દિનમણીરાય નોર્મલ હોવાનો દેખાવ કરી અમદાવાદ માં તેનું સ્વાસ્થ્ય સારૂં રાખવાની સલાહ આપતા રહ્યા. વિદાય ની રાતે એકલા પડયા ત્યારે બન્ને ની પાપણ ભીની હતી.

હિતેષ જયારે અમદાવાદ થી આવે ત્યારે નાના માટે ક્યારેક આમળા તો ક્યારેક નાના ના ફેવરીટ આંબા હળદર લાવે. દિનમનીરાય વતી હિતેષ તેમના અમદાવાદના મિત્રોને મળવા પણ જાય. આજે બંને મિત્રો એટલે રાજી હતા કે કાલે ફાઈનલ પેપર આપીને હિતેષ ભુજ આવી ગયો હતો અને હવે કમસેકમ રીઝલ્ટ સુધી ફરી એ વાર્તાલાપ અને ગેમ્સનો દોર જામશે. અને આવતાવેત અંગ્રેજીમાં વાતો નો દોર જામી પણ રહ્યો હતો ત્યાં જ...

“હવે તમે લોકો જો આવી જ રીતે વાત કરવાના હોવ તો હું દેવ દર્શને જતી રહું. કૈક સમજાય એવું તો બોલો ભાઈસાહેબ. આ આવળા દિવસે આવ્યો છે એને ચાય નાસ્તો પૂછ્‌યા વગર શું તમે પણ ચાલુ થઈ ગયા?” હિતેષના નાની ક્યારેય હિતેષને કઈ કહેતા નહિ. હમેશા દિનમણીરાય નેજ ટોકવાના. બન્ને મિત્રોની અંગ્રેજી માં વાત ચાલુ હોય તેનાથી નાની ક્યારેક ખુબ ચીડાતા કેમકે એ ભલે અંગ્રેજી સમજતા નહિ પણ જાણતા હતા કે રમુજી સ્વભાવના દિનમણીરાય ઘણીવાર એમની ફીરકી લેતા અંગ્રેજીમાં.

“સી, હિતેષ માય ક્વીન આલવાય્‌ઝ હેઝ ૨ પોઈન્ટ્‌સ ટુ ડિસ્કસ આઈધર ફૂડ ઓર ટેમ્પલ. નાવ યુ હેવ ટુ ઓર્ડર સમથીંગ સો ધેટ વી કેન ટોક પીસફુલી”

હિતેષ કઈ કહેવા જાય તેના પહેલા નાની બોલી ઉઠ્‌યા “તમે શું કહ્યું મને? હું ભલે અંગ્રેજી ના જાણું પણ આ જયારે કઈ મારા વિષે વાત કરવી હોય ત્યારે ક્વીન બ્વીન કરો છો એ મને ખબર છે. તમે જો મને આમ જ ચીડવશો તો આજે તમારૂં જમવાનું જાતે રાંધજો.”

“અરે પણ મેં તો તે મને જે પૂછવાનું કયું એ જ પૂછ્‌યું કે તારે શું ખાવું છે એ નાનીને કહીદે એટલે આપણા બે માટે એ સ્વાદિષ્ટ વાનગી બનાવી લાવે, તુ જ પૂછી લે હિતેષ ને” સાચે જાતે રાંધવાની નોબત ના આવે તો સારૂં એ વિચારવા લાગ્યા દિનમણીરાય. ત્યા જ હિતેષ બોલ્યો

“નાની એમણે એમ કહ્યું કે નાનીને યાતો મંદિર સુજશે યાતો ખાવાનું, તું તારે જલ્દી નાની ને ભગાડ અહીંથી રસોડામાં” હિતેષ પોતાના મિત્રની ફીરકી ઉતારવાનું ચૂકતો નહિ ઉલટું પોતાના મસાલા નાખીને નાની ને નાના વિષે વધુ ચીડવતો.

“એમને તું દાદ ના દેતો થોડો ટાઈમ પોતે સીધા થશે. હવે તારે જવાનું નથી ને?પરિણામ ક્યારે આવવાનું?”

“ના નાની હમણાંતો અહીજ આપણી મહેફિલ જામશે, પરિણામને હજુ વાર છે ત્યાં સુધી બધે એપ્લાય કરે રાખવાનું અને તમારા હાથનું આરોગે રાખવાનું”

પરિણામ નો દિવસ આવી ગયો અને હિતેષ હવે “ગોલ્ડ મેડાલીસ્ટ” હિતેષ તરીકે ઓળખાયો. પરિણામના દિવસે બંને મિત્રો એકબીજાને વળગીને ખુબ રડયા. ફરી ખુશી ના આંસુ..

નાના ના પ્રોફેસન, ટીચિંગને જ હિતેષે અપનાવ્યું અને ગરીબ છોકરાવ ને મફત શિક્ષણ આપીને ગરીબો ને મદદ કરવાનું મમ્મીનું અધૂરૂં રહી ગયેલું સપનું પણ એ રીતે પૂરૂં કર્યું. હવે સવારે નહિ પણ સાંજે બન્ને મિત્રો ની ગોષ્ઠી જામતી. ઘણી ઓફર્સ આવવા છતાં હિતેષ પોતાના નાના, તાતા અને મમ્મી ના સપના ને છોડી ને નહોતો જવા માંગતો. સાંજની નાના સાથે ની મોજ એજ એનું આખા દિવસની મહેનત પછી નું ફળ હતું. એની એકજ ડીમાંડ હતી એના ભગવાન પાસે કે આ મૈત્રીનો ક્યારેય અંત ના આવે. પણ આપણે જે વધુ પ્રિય હોય એજ ભગવાન સૌથી પહેલા છીનવી લે છે?

એ હતો રજા નો દિવસ.એકબીજાને સવારે પણ મળવાનો દિવસ. દિનમણીરાય પોતાના નિત્યક્રમ મુજબ ૫ વાગે ઉઠીને આંગણું સાફ કરવા લાગ્યા. હિતેષ આજે પોતાને ઘરે આરામથી ૮ વાગે ઉઠી ને વિદ્યાર્થીઓના પેપર્સ તપાસવા બેઠો. એના તાતા તેને કહી અને બજાર નીકળ્યા અને હિતેષ સ્નાન કરવા ગયો. હજુ તો તેણે શાવર ચાલુજ કર્યો કે તેણે હલચલ અનુભવી. ધીમે ધીમે એ ધણધણાટી વધી તે સાથે જ હિતેષને ખ્યાલ આવી ગયો કે આ ધરતીકંપ છે. હા એ ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ નો ગોજારો દિવસ હતો સમય સવારના ૮ઃ૪૬. હિતેષ ૫માળ ના બિલ્ડીંગ માં ૩જા ફ્લોર પર રહેતો હતો. થોડી જ ક્ષણોમાં આખું બિલ્ડીંગ જમીનદોસ્ત થઈ ગયું.

આ બાજુ દિનમણીરાય ના મકાન ને ખાસ નુકસાન ન હોતું છતાં હવે ઘરે રહી શકાય એમ ન હોતા આખું કુટુંબ જયારે મોટા દીકરાના ઘરની બહાર ચોકમાં ભેગા થયા ત્યારે કઠણ મન રાખીને હિતેષના સમાચાર એમને આપ્યા. અને એમનું રેઅકસન?“ઈશ્વર ઈચ્છા બલિયસી” અને અડધા દિવસ નું મૌન. એ જયારે મૌન ધારણ કરતા ત્યારે આખા કુટુંબ પર જાણે નિરાશાના વાદળો ઘેરાઈ જતા. એમના ખાસ મિત્રના આ સમાચાર સાંભળીને પણ કુટુંબ સામે એમની આંખમાંથી ૧ પણ આંસુ ના ટપક્યું. ત્યારે એ ઘરના મોભીના રોલમાં આવતા આખા કુટુંબને હવે પછી શું કરીશું એ વિચારવા મદદ કરવા લાગ્યા કેમકે કોઈના ઘર રહેવા લાયક રહ્યા ના હતા.

આ બાજુ હિતેષના મામા, તાતા લોકો એ હિતેષ ને શોધવામાં, બૂમો પાડીને સ્પોટ કરવામાં કોઈ કસર બાકી ના રાખી. છેલ્લે ૨૪ કલાકની મહેનત પછી પણ કોઈ જવાબ ના મળતા અને આજુબાજુમાંથી એજ બિલ્ડીંગના રહેવાસીઓની બોડી મળવા લાગતા રહીસહી આશા પણ મરી પરવારી. કુટુંબીજનો હારી ગયા. પણ કુદરત નો ખેલ અહી પૂરો નોહતો થયો.

જેવો હિતેષ પામી ગયો કે આ ધરતીકંપ છે તેણે સમય-સુચકતા વાપરી તરત બાથરૂમ બહાર નીકળીને ફર્નીચરની સેટી નીચે બંને પગ છાતી સરખા રાખી બેવડ વડી ને બેસી ગયો. જેવો તે બેઠો કે તરત ઉપર ના ૨ માળના સ્લેબ્સ પડવા લાગ્યા. થોડી મીનીટો સુધી ધૂળ ના ગોટા અને ભયંકર અવાજો સિવાય કઈ તેની આજુબાજુ ન હતું.થોડો સમય વીત્યો,ધૂળના વાદળો વિખેરાયા બાદ તે થોડો શ્વાસ લઈ શક્યો પણ આજુ બાજુ ઘોર અંધકાર સિવાય કઈ જ ન હતું. તેના પર ૨ માળ જેટલો કાટમાળ પડતા તેણે પાડેલો પોકાર “ઉપર” સુધી પહોંચ્યો નહિ. તે બિલકુલ સલામત પણ ૨ માળની નીચે દબાયેલ હતો એટલે કેટલો સમય સલામત રહે એ સવાલ હતો.બહુ બૂમો પાડયા બાદ એ શાંત થયો, એ મુસ્કુરાવા લાગ્યો અને એની મમ્મી એને બોલાવતી હોય તેવો આભાસ થવા લાગ્યો, તે પણ થાક્યો હતો, હવે તે મમ્મી પાસે જવા ઉતાવળો બન્યો હતો એની ગોદ માં સદાય ને માટે આરામ કરવો હતો અને એ જ ક્ષણે એ બેહોશ થયો અને હવે કોઈ અવાજનો તે જવાબ આપી શકે તેમ ના હતો. કુદરત ની રમત હજુ ચાલુ જ હતી.

હિતેષને પોતાને ખબર નથી કે કેટલા કલાક પછી ફરી તેની એજ ઘોર અંધકાર માં આંખ ખુલી,તેને લાગ્યું જાણે મમ્મીએજ એને ધક્કો માર્યો, એ રાડ પાડવા ગયો પણ એના શરીર માં હવે તાકાત જ નહોતી. શરીર માં પાણી તદ્દન ઘટી રહ્યું હતું. શક્તિ મેળવવા પોતાનું મૂત્ર પીધું અને બાદમાં પુરા જોશથી “તાતા”, “મામા”ના નામની બૂમો પાડી જે ત્યાંથી પસાર થતા રાહદારી એ સાંભળી.

કુટુંબીજનો પાસે ખબર પહોચતાજ બધા ત્યાં પહોચ્યા અને રેસ્ક્યુ ઓપેરેશન ચાલુ પણ થઈ ગયું. આ બાજુ દિનમણીરાયને માત્ર એટલું કહ્યું કે “હિતેષ નો અવાજ આવે છે અને એ જીવતો છે” ત્યાતો એમની આંખ માંથી દડદડ કરતા અશ્રૂઓ વહેવા માંડયા. કેમે કરીને એ શાંત ના રહે. નાની પણ કહેકે “એમને રડી લેવાદો,ક્યારનો હ્ય્દય પર ભાર લઈને બેઠા હતા.”

હિતેષ પુરા ૩૬ કલાક પછી બહાર આવ્યો અને એ સમયે એની આંખ માં પણ આંસુ હતા. બંને મિત્રો અલગ અલગ જગાએ પણ એકજ સમય પર અશ્રૂધારા વહેતી હતી. હિતેષને બાહરી ઈજા મામૂલી હોતા સૌથી પહેલા તેની ઈચ્છા મુજબ એમ્બ્યુલન્સમાં નાના પાસે લઈ ગયા બંને એક પણ શબ્દ બોલ્યા વિના ફક્ત આંખો માં આંખો મિલાવી રડતા રહ્યા. હિતેષને અમદાવાદ લઈજવામાં આવ્યો જ્યાં ડોકટરે કહ્યું એકજ પોઝીસન માં ૩૬કલાક રહેવાને કારણે બન્ને કીડની ફેઈલ થઈ છે. આ સાંભળીને હિતેષ તાતા સામે મુસ્કુરાયો અને તેમને નાના સાથે ફોન પર વાત કરાવવાની વિનંતી કરી. પોતાની બીમારીને છાની રાખીને મિત્ર સાથે ખૂબ બધી વાતો કરી એ પણ અંગ્રેજી માં જ. તેને સંતોષ થયો. તે રાતે તેણે આંખ બંધ કરી અને ફરી તેને મમ્મી દેખાવા લાગી, આ વખતે તે મમ્મી ને ચસ્કી ને વળગી પડયો જાણે કહેતો હોય હવે તું ધક્કો મારશે તો પણ ક્યાય નહિ જાઉં. બહુ દુર રહ્યો તારાથી, અને મુસ્કુરવા લાગ્યો. ફરી એ આંખો ખુલીજ નહિ.

આ સમયે ભુજમાં દિનમણીરાય અચાનક ઊંંઘ માંથી ઉઠ્‌યા અને જલ્દી અમદાવાદ ફોન કરવાનું કહ્યું. તેમનો અંદેશો સાચો પડયો અને જયારે કહેવામાં આવ્યું કે” હિતેષ ઈઝ નો મોર”, ફરી એજ અડધા દિવસ નું મૌન. ત્યારબાદ કોઈએ એમને અંગ્રેજી બોલતા સાંભળ્યા નથી.

નિમિષ ભરત વોરા

voranimish1982@gmail.com