21 મી સદી નો સન્યાસ part 11 Jitendra Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

21 મી સદી નો સન્યાસ part 11

21 મી સદી નો સન્યાસ

ભાગ 11

આપણે આગળ જોયું કે જીતુ અને ધ્વનિ એ વિક્રાંત અને પલ્લવી ને રંગે હાથ પકડવાની તૈયારી માં હતા ,

હવે આગળ ,

"What is the status there ?" હાલચાલ જાણવા ધ્વનિ એ કોલ કર્યો મને .

"અભી તક તો વિસ્મય હી ફૂલ કા માલી હે " ધ્વનિ ને મેં એના મોજીલા અંદાજ માં કહયુ.

સીંગિંગ , ડાન્સ અને ડ્રામાં જેવા અનેક પરફોર્મન્સ નો લહાવો હતો આજે તો , આડા દિવસે ના જોવા મળે એવા કપલ પણ જોવા મળે અને ભલભલા ને લાગતું હોય કે આ તો સિંગલ જ હશે એનો પણ લંગરિયો લઈ ને એ ફરતી હોય .આમ તો મને પણ જોઈ ને બધા એમ જ કહે કે આ સીધો છોકરો છે એની ગર્લફ્રેન્ડ ના હોય પણ તોય હતું ને આપડે પણ સેટિંગ ! ભલે જગ જાહેર નહોતું પણ હતું તો ખરી જ .

લંચ નો સમય થવા આયો હજુ તો બંને ટાર્ગેટ એકબીજા ને મળ્યા નહોતા હવે અમારા 'વેલેન્ટાઈન ડે ' મનાવવાનો સમય હતો અને ત્યાંજ ..

" હેલો , આજે સોના નો નેકલેસ નો મેળ પાડવાનો છે યાર એટલે આજે નહીં મળી શકાય કોલેજ માં , રાતે મળીયે 9 વાગે રિવરફ્રન્ટ પર" પલ્લવી એ ધીમા અવાજે કહેલું પણ આપડા ચાલક કાને પકડી પાડ્યું. હવે લાગતું હતું કે આજે આ કેસ સોલ્વ થઈ જવાનો છે. મેં તરત ધ્વનિ ને કોલ કર્યો ને આ બ્રેકીંગ ન્યુઝ આપ્યા અને ખાતરી કરી કે એ સમયે વિક્રાંત પણ કોલ પર હતો કે નહીં એમ.

હવે તો વેલેન્ટાઈન આ ડખો પતે પછી જ મનાવીશું એવા મક્કમ નિર્ણય સાથે રિવરફ્રન્ટ પર બોલાવવા નું નક્કી કર્યું.

હવે તકલીફ તો એ હતી કે વિસ્મય મારી સાથે ઝગડયો હતો એટલે હું એને બોલાવું તો પણ મેળ પડે એમ નહોતો.

વિસ્મય ને બોલાવાની ગડમથલ માં મારુ માથું ખવાઈ રહ્યું હતું ને ત્યાંજ એક ક્લિક થઈ.

આપડી પરબીડીયાવાળી ઘટના.

રોમેન્ટિક દિવસ સમાપ્ત થઈ ગયો હતો ,બધા વિદ્યાર્થી કોલેજ થી ઘરે જઈ રહ્યા હતા પણ અમારે પ્લાન બનાવાનો હોવાથી અમે નજીક ના કાફે માં રોકાયા.

"વિસ્મય ઘરે જશે હવે એ ઘરે જાય પછી તે જે મારી સાથે પરબીડીયા વાળી કરી હતી એજ કરવાનું છે "મેં ટૂંક માં કહ્યું.

"એટલે ?! " ધ્વનિ એ સહેજ આશ્ચર્ય થી પૂછ્યું.

"એટલે એમ કે તારે ડોરબેલ વગાડી ને એક પરબીડિયું નાખવાનું છે જેમ મારી સાથે કર્યું હતું એમ " મેં ફોડ પાડ્યો.

"પણ પરબીડીયા માં લખવાનું શુ ?" ધ્વનિ એ સવાલ કર્યો.

"પલ્લવી દ્વારા વાસના ભર્યો પત્ર બેબી !" મારા આ વાક્ય સાંભળી ને ઘડીક તો પલ્લવી ની આંખો પહોળી થઇ ગઇ.

પલ્લવી દ્વારા આવો મેસેજ મળતાં જ એ દોડ્યો દોડ્યો રિવરફ્રન્ટ પર આવશે એની મને ખાતરી છે અને એજ સમયે આ બંને ને રંગે હાથે એ પોતે જ જોઈ લેશે જેથી આપણી અત્યારસુધી ની બધી મહેનત ફળશે.

ફટાફટ પ્લાન પ્રમાણે ધ્વનિ એ પત્ર લખી દીધો.લગભગ સાત વાગી ગયા હતા એટલે વિસ્મય અત્યારે ઘરે પહોંચી જ ગયો હશે માટે ધ્વનિ એ એની બ્લેક ગાડી કાઢી અને એજ અદા માં ડોરબેલ વગાડી ને પરબીડિયું મૂકી ને ઝુમમ.. કરતી આવી ગયી.

બરોબર પ્લાનિંગ પ્રમાણે પ્લાન એક્ઝિક્યૂટ થઈ ગ્યો હતો હવે શું પરિણામ આવે છે એ જોવાનું છે .

મને અત્યાર સુધી કંઈક ને કંઈક મળતા મળતા રહી ગયું છે અને જો કંઈક મળ્યું છે તો સન્યાસ રૂપી જિંદગી જે હું જીવી રહ્યો હતો. પણ હવે આ કેસ સોલ્વ થાય તો સારું ..પલ્લવી અને વિક્રાંત ની પ્રેમલીલા શરૂ થાય એ પહેલાં જ હું રિવરફ્રન્ટ પહોંચી ગયેલો .

ધ્વનિ ને કોલ કર્યો પણ એને ઉપાડ્યો નહીં કદાચ એ રસ્તા માં હશે .એટલે મેં ટેક્સ્ટ કર્યો

" Finally , we are just few hour away from our valentine , i am waiting for you at riverfront "

( આખરે , આપણે આપડા વેલેન્ટાઈન મનાવવા ના થોડાક જ કલાક બાકી છે , રિવરફ્રન્ટ પર તારી રાહ જોઇ રહ્યો છું )

નક્કી કરેલા સ્થળ પર પલ્લવી તો આવી પહોંચી હતી .

ખુલ્લા વાળ અને નાઈટ ડ્રેસ માં એના શરીર નો ઉભાર જે પહેલા દિવસે કોલેજ ના કોરિડોર માં અથડામણ સમયે મને આંજી ગયેલો એનાથી કંઈક ગણો વધારે હતો .પરંતુ કામદેવ ની કૃપા નો એને દુરુપયોગ કર્યો એ મને બિલકુલ ના પચ્યું.

અને હવે તો આપણે ધ્વનિ માં પરોવાઈ ગયા હોવાથી , રાતે ને દિવસે એજ દેખાતી .અમુક વાર તો અમારા બંને ના બાળપણ ના અમુક પળો યાદ કરી કરી ને હસી પડતો કે હું એ સમયે કેવો મૂરખ હતો !

રોડ ચાલ્યો જતો હોઉં ને અમારા અત્યાર ના રંગીન પળો જ્યારે મારી આંખો સામે તરી આવતાં ત્યારે હું મલકાતો હોઉં તો લોકો મને પાગલ સમજી બેસતાં .

વિસ્મય ને મેં દૂર થી આવતા જોયો હાથ માં કંઈક બુકે જેવું લાગતું હતું .પણ અહીંયા હજુ વિક્રાંત આવેલો નહોતો એટલે મારે અહીંયા લબુ ઢબુ થઈ રહ્યો હતો હું કે જો આ બનેં પહેલા એક બીજા ને મળી જશે તો દાવ !

હું પલ્લવી જ્યાં હતી એનાથી થોડે દુર નાના ઝાડવા જોડે લપાઈ ને ખેલ જોવા આતુરતા થી બેઠો હતો ત્યાંજ

'મેરે સપનો કઈ રાની કબ આયેગી તું ..' મારા મોબાઈલ ની રિંગ વાગી પલ્લવી સાંભળી ના જાય ને સચેત ના થઇ જાય માટે ઝડપથી મોબાઈલ કાઢવા ગયો ત્યાં હાથ માંથી મોબાઈલ છટકી ગયો ને બેટરી નીકળી ગયી ફરી બેટરી લગાવી ને મોબાઈલ ચાલુ જ ન કર્યો કેમ કે પાછો ઓન કરું તો પણ અવાજ કરશે.ધ્વનિ ને તો જગ્યા પહેલે થી કહેલી જ હતી એટલે એતો આવતી જ હશે થોડીવાર માં.

પલ્લવી નદી ના પાણી ને જોઈ રહી હતી અને મોઢા પર ની મલક મને અટ્ટહાસ્ય કરતી હોય એવું લાગ્યું .કોણ જાણે કેમ કરી ને લોકો આટલી હદ સુધી પોતાના નજીવા ફાયદા માટે લોકો નો ઉપયોગ કરી જાય છે .

અને આ શુ ? વિસ્મય પલ્લવી ને જોઈ ગયો ! આટલા બધા દિવસ ની મારી અને ધ્વનિ ની મહેનત પર પાણી ફરી વળ્યું .ના જાણે કેટકેટલા ટાંપા કર્યા હશે ને કેટલુંય ગુમાવ્યું હશે પરંતુ બધું એળે ગયું .

***

વાંચક મિત્રો માટે ,

વિસ્મય ની હાજરી શુ નવા વણાંક લાવશે?

વિક્રાંત આવી પહોંચશે ? ધ્વનિ અને જીતુ નું વેલેન્ટાઈન કેટલું દૂર જશે ?

આટલી રાહ જોવા બદલ ફરી આપ સૌ નો ખુબ ખૂબ આભાર.તમારા બધા નો જે પ્રેમ મળ્યો છે એના લીધે જ અત્યારે આ માઈક્રો નવલકથા ને આ રૂપ મળ્યું છે .હવે પછી નું પ્રકરણ આખરી પ્રકરણ છે જે માતૃભારતી માં આવશે નહીં અને આપ સૌ ને જણાવતા આનંદ થાય છે કે હાર્ડકોપી નું કામ પૂર્ણ થવાના આરે છે માટે હવે પછી નો ભાગ જે આખરી ભાગ છે એ તમે હાર્ડકોપી સ્વરૂપ માં મેળવી શકશો. આપ સૌ ના અપાર પ્રેમ ને હું ખૂબ ખૂબ બિરદાવું છું.

પુસ્તક મેળવવવા માટે કે પછી આપના વિચારો મંતવ્યો માટે તમો આપની જાણકારી મને કોઈ પણ માધ્યમ દ્વારા પહોંચાડી શકો છો

Email : business.jbarts@gmail.com.

Contact : 9408690896