Naani shi vaat books and stories free download online pdf in Gujarati

Naani shi vaat

નાની શી વાત

જાહ્‌ન્વી અંતાણી

jahnviantani@gmail.com



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

નાની શી વાત

આજે જ ફેસબુક પર સખીઓ સાથે વાત કરતા.. એક ઈવેન્ટ નજરે ચડયો..’દોષિણી’ એમાં આપેલા મુદ્દાઓમાંથી એક પર વાર્તા લખવાનું સુચન... જોવા મળ્યું... એમાં એક મુદ્દો હતો સ્ત્રીઓમાં રહેલી આવડતને પણ... દોષ ગણી... અને સ્ત્રીઓને દોષી ઠેરવવામાં આવે છે, અને સીમા વિચારે ચડી...

આ દુનિયામાં સ્ત્રી શું અભિશાપ લઈને જન્મી છે?.. એનો દેખીતો કોઈ દોષ ન હોય તો પણ એનામાં રહેલા... સહજ ગુણ અવગુણને લઈને એને દોષી ઠેરવી દેવામાં આવે છે. એનામાં રહેલી આવડતને દોષ ગણી લેવામાં આવે છે... આવા વિચારોમાં અટવાયેલી સીમા શાક સમારતી... આંગળીમાં ચાકૂ વાગતા... તંન્દ્રામાંથી જાગી... એને યાદ આવ્યું...

આજે સવારે જ જ્યારે બા એ કહ્યું, "સીમા, મારે અગીયારસ છે... હું નાસ્તો નહીં કરૂં.." ત્યારે મારાથી કહેવાઈ ગયું, "હા, બા,ખબર છે..." બસ થઈ રહયું... એમણે કહયું," હા, એ તો તમને ખબર જ હોય પણ થયું કે તમે હોશિયાર છો તમને ખબર જ હશે... તો પણ મેં કહ્યું એનો કોઈ વાંધો તો નથી ને.. તમને!!”... શું જવાબ આપું?... સીમા તો વિચારતી જ રહી... કે આમાં હોંશિયારી ક્યાં આવી... વાત બહુ નાનકળી... પણ દુઃખ તો થયું... કે મને ખબર હતી એ મારો દોષ!!!!!!

આવું તો કેટકેટલું... સીમા સાથે બન્યા કરતું... સીમા સમર્થ સાથે પરણીને આવી ત્યારથી... આવું સહેતી આવી છે... ગ્રીષ્મા અને ગરિમા બંને નણંદો સાથે હતી... ત્યારે તે બંને સાથે સરખામણી થયા કરતી... એ બંને ભરત ગુંથણ કરે... છે તમને નથી ફાવતું!!? બધા નો એક જ શોખ હોવો જરૂરી નથી... મને ગાવાનું ગમે છે... વાંચવાનો શોખ છે... એમને બંનેને એ ગમે છે?.. ના પણ એ તો... હવે આવડે... એમાં કઈ નવું નહિ. વાંચવું એ તો જેને કામ કરવાનું ન ગમે એ થોથાં વાંચે... એવી વાતો સીમાને આડકતરી રીતે કહેવામાં આવી જ હતી એ સીમા ન સમજે એટલી નાદાન નહોતી. પિયરમાં મમ્મી પપ્પાને ત્યાં સ્વતંત્ર વાતાવરણમાં ઉછરેલી સીમા બધી રીતે તૈયાર હતી.. પિયરમાં જરૂર હતી ત્યારે નોકરી પણ કરેલી.. એટલે કોઠાસૂઝ એના લોહીમાં ભળેલી હતી... એટલે એ આવી નાની વાતો ને ધ્યાન માં ન લેતી પણ... મનમાં એક ટીસ ઉઠી આવતી... કે જેને દુનિયાદારીની સમજ સમાજમાં રહી ને કેળવી છે અને સંજોગો સામે લડીને જાતને કેળવી છે એની અહી તો કોઈ કદર જ નથી.

સીમાને આવા વિચારોમાં ગરકાવ થયેલી જોઈને સમર્થ કહેતો,”શું વિચારે છે? સીમા... બહુ વિચારો ન કર.જોજે તને એ વિચારો પ્રૌઢ બનાવી ન દે... ધ્યાન રાખજે...” સીમા એની સામે જોઈ રહી શું કહે?... એને પણ સીમાની લાગણી... પ્રેમ કરતા એ પ્રૌઢ દેખાશે એનીજ પડેલી છે!!! તો... અહી મારે શું બીજા ના ગમા-અણગમા મુજબ જ જીવવાનું છે!!... છતાં પણ સીમા બોલી તો ખરી જ...કે...” બધા માં એકસરખી આવડત ન હોય.. બા જયારે હોય ત્યારે... ગ્રીષ્માબેન અને ગરિમાબેન સાથે મને સરખાવે છે મને નથી મજા આવતી.. દરેક વ્યક્તિ ના શોખ સરખા ન હોય.. દરેક પોતાનાં સંજોગો મુજબ ઘડાયેલું હોય.. છે.. મારે ઘરે કમાવાની જરૂર હતી તો મને મારા શોખ પુરા કરવાનો સમય ન મળ્યો... તો પણ ગાવા નો શોખ તો છેજ ને.. અનતો પણ બા ને એમ થાય કે મને કઈ નથી આવડતું.”... ત્યારે સમર્થે હસી ને કહ્યું,” બસ, આટલી નાની શી વાત..!! એમાં આટલું વિચારાય...એટલી નાની વાત ને મોટું સ્વરૂપ આપી દેવાની જરૂર નહોતી...” સીમા અચરજથી સમર્થ સામે જોઈ રહી... કશું કહેવાનો કોઈ અર્થ જ નહોતો... પુરૂષને કેમ સમજાવવું કે સ્ત્રીઓની કોઈ મોટી આશા હોતીજ નથી..આવી નાની વાત ને કોઈ સરાહે એવી.. ચપટી હુંફ... ની જ જરૂર હોય છે.

સ્ત્રીના જીવનમાં આવી નાની નાની બાબતો જ દુખ પહોચાડતી હોય છે અને નાની નાની વાતો જ ખુશી આપતી હોય છે.. આવું કોણ સમજાવે?... એટલે મારી આવડત અને અણઆવડત બંને માટે હું જ જવાબદાર... એટલે સમર્થ પણ મને જ દોષી ઠેરવે છે... કે હું જ નાની વાત ને મોટું સ્વરૂપ આપું છું. સીમાની આંખો ભીની થઈ.

એક દીવસ વાત એમ બની કે બા મૂડમાં હતા અને સીમા પાસે બેસી ને રસોઈની તૈયારી કરતી તી..બા કહેતા હતા કે,”અમારે તો ઘૂંઘટ કાઢવો પડતો, ઘરના જ પુરૂષો સામે બેસી પણ ન શકતા.., અને બોલાતું તો બિલકુલ નહિ..વડીલો સામે છોકરાઓ ને સાદ પણ ન અપાતો... આજના જમાનાની જેમ નહિ... અત્યારે તો કોઈ મર્યાદા કે લાજ શરમ જેવું છે જ ક્યાં!!”... એમની વાત નો મર્મ સીમા ન સમજે એટલી નાદાન નહોતી. સીમાને મનમાં જરૂર થયું..કે આ વાત કોને કહેવાઈ રહી છે... અને એ બા ના બોલેલા શબ્દો અને આ બધું એમણે જાતે સહેવાનો એક અંદર.. નો ખટકો પણ સાંભળી જ રહી હતી. પણ જે એ લોકોએ સહન કર્યું એ અમારે પણ સહન કરવું કે... એમણે સહન કર્યું એ આગળની પેઢી સહન ન કરે એવું વર્તન કરવું જોઈએ?? આવું એ એક સ્ત્રી તરીકે પણ સમજતા નથી કે સમજવા માંગતા નથી!!..સીમા એક દ્બટ્ઠેંિી સ્ત્રી હતી જે બધું જ સમજતી હતી.. એને થતું કે સમાજ તો સ્ત્રીઓ ને દોષી સમજે... ત્યારે સ્ત્રીઓ સાથે મળીને એક તોડ કાઢી શકે... પણ આ સ્ત્રીઓ જ સ્ત્રીઓ ને દોષી સમજે ત્યારે શું કરવું?

પહેલાના જમાનામાં સ્ત્રીઓને પુત્રીને જન્મ આપવા બદલ... નિસંતાન રહેવા બદલ દોષી ઠેરવતા હતા... જમાનો બદલાયો છે એમ સ્ત્રી દોષી તો ગણાય જ છે પરંતુ એનું સ્વરૂપ બદલાયું છે.ગઈકાલે વોશિંગ મશીનમાં કપડા ધોતી વખતે બા સાથે થયેલો સંવાદ સીમા ને અત્યારે યાદ આવી ગયો. સીમા ગીત ગણગણતી મશીનમાં કપડા નાખી રહી હતી.. બા એ જોઈને બોલ્યા,”અમે તો તળાવ પર કપડા ધોવા જતા... શિયાળો અને કડકડતી ઠંડી માં પણ ગામના બૈરાઓ સૌ ભેગા મળીને કપડા ધોતા જીએને વાતો કરતા જીએ... એક કસરત હતી શરીર ને... અત્યારે તો બસ... આ કપડા નાખ્યા અને ધોવાયા... બસ... સ્વીચ દબાવતા જ કામ પત્યું. “...સીમા ગણગણતી ચુપ થઈ ગઈ... હવે મારે આ વોશીંગ મશીન પણ ન વાપરૂં તો છે... જમાનો બદલાય સુખ સગવડ ના સાધન બદલાય પણ આપણે તો,.એ લોકો ના જમાનામાં જ જીવવાનું..!!! હવે આનો કોઈ ઉપાય ખરો? ઘરમાં સગવડ છે તો ઉપયોગ કરૂં છું ને?

આવા બધા વિચારોમાં ગરકાવ સીમાને ઘંટી વાગી ત્યારે ખ્યાલ આવ્યો કે કોઈ ડોરબેલ વગાડી રહ્યું છે. જલ્દી જલ્દી બારણું ખોલવા ગઈ.. બા મંદિરેથી આવી ગયા હતા... એ જલ્દી રસોઈ પતાવવા રસોડામાં ગઈ અને બા માળા અને હાથમાં છાપું લઈને રસોડા સામે જ બેઠા. સીમા પોતાનું કામ પતાવવા લાગી..રસોઈ પતાવી બા ને જમાડી ને સમર્થ ના આવવાની રાહ જોવા લાગી.. છાપું વાંચતી બેઠી. ત્યાં જ સમર્થ આવ્યો... બંને જમ્યા અને... સમર્થ જમી ને પોતાનું કામ પતાવવા બહાર નીકળ્યો. સીમા રસોડું આટોપીને... આરામ કરવા રૂમમાં ગઈ અને આડી પડી.

આજે તો જાણે વિચારો એ મનમાં વંટોળ સર્જ્યો તો..જયારથી ફેસબુક ઈવેન્ટ જોયું ત્યારથી જાણે પોતાના જ જીવનને એક બીજી નજરે તપાસતી રહી... . આડી પડી... એવું ફરી પાછુ મગજ ત્યાંજ પહોંચી ગયું... યાદ આવ્યા એ દિવસો જયારે મકાન લેવાનું હતું.. બજેટ ઓછુ હતું અને અને એમાં માત્ર બે રૂમ રસોડું ખરીદી શકાય એવું હતું.. સીમા અને સમર્થ વિચારતા કે શું કરવું?... કેમ છેડા ભેગા કરવા... તો પણ બે જગ્યાએથી લોન લઈ મકાન ખરીદ્યું... ત્યારે તો બા અને બાપુજી પણ હતા... દલીલો થતી કે આવડાક ઘર માં કોણ સમાશે ? ઘરમાં બીજી કોઈ સગવડ પણ નથી... હું તો સાંભળી જ રહેતી... અરે, તમારા દીકરાના પગારમાં જે પોસાય એ મુજબ જ ઘર લેવાય ને!!... ફેસીલીટી તો મને પણ જોઈએ. પણ બજેટ પણ જોવું જોઈએને... પણ બસ નહિ અમારી સગવડ સાચવવી જોઈએ..તમારે... અંતે તો એમનું ધાર્યું જ થયું અને મકાન ન ખરીદી શક્યા. અને પછી ભાવ પણ વધી ગયા. જયારે પાછળ નજર કરીએ ત્યારે આવા સોસ અફસોસ અચૂક યાદ આવે જ... પણ જીવન છે ચાલ્યા કરે એમ સમજી ને જતું કરતા રહેવું પડે... આમ વિચારોમાં જ સીમાની આંખ મળી ગઈ.

આંખ ખુલી ચાર વાગી ગયા હતા બા માટે ચા બનાવીને સાંજ ની રસોઈની તૈયારી શરૂ કરી..સીમા એ... અને વિચાર્યું કે જો લખાશે તો જરૂર આ ઈવેન્ટમાં ભાગ લેવાનો પ્રયત્ન કરીશ... એમાં શું લખવું એનો વિચાર કરતા... સીમા ને થયું જીવન માં કેટકેટલી નાનીનાની બાબતો હોય છે..જ સ્ત્રી ને સમજવા માટે જરૂરી હોય... હંમેશા સ્ત્રીને જ શા માટે નિશાન બનાવવામાં આવે છે... બળાત્કાર હોય... કે નીસંતાનપણું... ઘરની સુખ સગવડ હોય ક બાળકોની જવાબદારી... આ બધું ઉઠાવ્યા પછી પણ સ્ત્રીની માત્ર એક જ ભૂલ એને દોષી ઠેરવવા માટે જરૂરી હોય છે... આવું જ શું કામ? સ્ત્રી શું માણસ નથી? એનાથી કોઈ ભૂલ ન થાય? કોઈ ક્યાં સંપૂર્ણ હોય છે?... આવું વિચારતા સીમા ને હસવું આવ્યું કે હું સીમા જ છું ને??

રાતે જમી પરવારીને સીમા... ફટાફટ પોતાનું રૂટીન પતાવીને... આજે કાગળ અને પેન લઈ ને બેઠી સમર્થ આ જોઈને હસ્યો કહ્યું.” કેમ... આજે શું કરવાનું છે? લેખિકા બનવાનું છે કે શું... શું લખશે તું!!” આ ઉપહાસ જોઈને સીમાએ મનોબળ મક્કમ કર્યું કે હવે તો મારે લખવું જ રહ્યું... કેમ મારા વિચારો મારે દર્શાવવા જ નહી તમે જેમ કહો એમ જ મારે કરવાનું!!!!તમે જેમ કહો એમ કહો તો હું સારી... નહિ તો હું ‘દોષિણી’????

બીજા રસપ્રદ વિકલ્પો