Manobal Jahnvi Antani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • આત્મજા - ભાગ 12

  આત્મજા ભાગ 12“શું બોલી તું..? મગજ ખરાબ થઈ ગયા છે..? મગજ ખરાબ...

 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

શ્રેણી
શેયર કરો

Manobal

મનોબળ

જાહ્‌ન્વી અંતાણી

jahnviantani@gmail.com© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

મનોબળ

પંછી બનું ઉડતી ફિરૂ મસ્ત ગગન મેં આજ મેં આઝાદ હું દુનિયા કી ચમન મેં...

એક પછી બીજું...

ચાંદ તારો કો છુને કિ આશા... આસમાનો મેં ઉડને કી આશા,

અને ફરી એક ત્રીજું...

આજ મેં ઉપર આસમાં નીચે, આજ મેં આગે જમાના હૈ પીછે...

બસ ધારીણી... આજે એક પછી એક ગીત ગણગણતી વિનય સાથે અમદાવાદથી ભુજ ઈન્નોવામાં પાછી ફરી રહી હતી... આજે બહુ ખુશ હતી... એની અઢી વર્ષની તપસ્યા ફળી હતી આજે. એ આજે વોકર પણ બાજુ મૂકી ને ફરી પોતાના જ પગ ઉપર ઉભી હતી. અને એમાં એને એના વિનય નો ખુબ સહારો અને હુંફ મળ્યા હતા એ વગર આ ફરી પાછુ ઉભા થવું એના માટે શક્ય નહોતું.

એ ઈનોવા માં આજે અમદાવાદ થી ડા. સુદીપ શાહને મળી ને આવતી હતી અને આજે એના પગ જાણે હવામાં ઉડતા હતા, એ વિનયના ખભે માથું રાખીને બેઠી હતી.. વિનય એનો ખુશખુશાલ ચહેરો જોઈ રહ્યો હતો. એને પણ આજે એની ધારીણી પાછી મળી હતી. ધારીણી ઉપર ના બધા જ ગીતો ગણગણતી ક્યારેક ગાડી ની બહાર અને વિનય સામે જોતી હતી.

આજે એને યાદ આવી રહ્યા હતા એને અઢી વર્ષ પહેલાના દિવસો... એને પગ ખુબ જ દુખતા. શરૂઆતમાં એને થતું કે એમજ દુખતા હશે,.. ભુજ માં જ ઘણા ડા. ને બતાવ્યું. કોઈ કહે નસ નો પ્રોબ્લેમ છે કોઈ કહે કેલ્સીયમ ઓછુ... આમ ઘણો સમય એણે આવું સહન કર્યું.

એક દિવસ એનો પગ ઉપડયો જ નહિ, એના ઘરમાં એના સાસુ સસરા અને પોતે બે એમ ચાર જણા હતા... એનાથી ઉભા જ ન થવાયુ. એના મમ્મી અને પપ્પા એ જ ગામમાં રહેતા હતા. વિનયની પોતાની જ ઓફીસ હતી. અને આજે એનાથી ઓફીસ છોડાય એવું નહોતું. એટલે સાંજે ધારીણીના પપ્પા એને એક સિવિલ હોસ્પિટલ ના જાણીતા સર્જન પાસે લઈ ગયા,... એ ડા. એ ટ-ટ્ઠિઅ પડાવ્યો અને એ જોઈને નિદાન કર્યું. પગમાં એક એવી જગ્યા એ ગાંઠ છે કે જેને કાઢવી નામુમકીન છે. કેમ કે એ માણસના શારીરિક અંગો ની ધોરી નસો સાથે જોડાયેલી છે.. ડા. એ ધારીણીના પપ્પાને સમજાવ્યું. કે થોડું ચિંતાજનક તો છે. અને એ માટે તમારે અમદાવાદમાં આવા ગાંઠ ના ઓર્થોપેડીક ઓન્કોલોજિસ્ટ ડા. સુદીપ શાહ ને જ મળવું પડશે. અને ધારીણીના પપ્પાની પગ નીચે ની જમીન ખસકી ગઈ. એક ૩૫ વર્ષ ની યુવાન પુત્રી.. જેના જિંદગી ના બધાજ અરમાન બાકી છે... અને એને આવું!!

ધારીણી પણ અંગ્રેજીમાં માસ્ટર થયેલી. એને પણ ખ્યાલ તો આવી જ ગયો.. પણ એના પપ્પા મમ્મી અને એના પ્યારા વિનય ખાતર... એને ચહેરા પર એક સહજતાનું મહોરૂં ચડાવી દીધું... કે એને કઈ બહુ નથી જે કઈ હશે એ ડા. કહેશે.. અને નિદાન થયું તો દવા પણ થઈ જશે અને હું સારી થઈ જ જીશ. આ બાજુ ઘરે આવીને ધારીણીની મમ્મી ને વાત કરી.. એની મમ્મી પણ સ્તબ્ધ બની ગઈ. અને ચિંતા માં પડી ગઈ. અને ધારીણી નું ઘર નજીક હોતા એને એના ઘરે મૂકી આવ્યા, પછી ઘરે આવી અને ધારીણીના પપ્પા મમ્મીના ચહેરા પર એક ચિંતાનું વાદળ છવાઈ ગયું. આ છોકરી નું શું થશે.. આપણે આટલી મોટી કરી અને એને મનગમતા પાત્ર સાથે પરણાવી.. તો હવે જાણે કુદરતની જ નજર લાગી ગઈ. એની મમ્મી ની આંખ માં આંસુ સુકાતા નહોતા.. એના પપ્પા નો ચહેરો જાણે સતત હવે શું થશે એવી ચિંતા માં અટવાયેલો દેખાતો. અને વિનય પણ ધારીણી સામે હિંમત દેખાડતો પણ અંદરથી ચિંતા એને પણ કોરી ખાતી.. હું ધારીણી માટે કઈ પણ કરવા તૈયાર છું. અને ધારીણી તો જાણે જે હશે તે જોઈ લેશું... પડશે તેવા દેવાશે એવા અડગ મનોબળ થી લડી લેવા તૈયાર હતી. અત્યારે એના જીવન સામે એક મોટો પ્રશ્નાર્થ આવી ને ઉભો હતો પણ જાણે એ કોઈ પણ ઉતર માટે તૈયાર હતી.. અને મજબુત મનોબળ થી ટ્રીટમેન્ટ ચાલુ થઈ.

કોઈપણ ગાંઠ ને બાયોપ્સી તો કરવી જ પડતી હોય છે અને ત્યારે દર્દી અને સગાવહાલાઓના મન માં એક ભય પેસી જતો હોય છે. કે આ ગાંઠ શેની હશે? એની ગાંઠ ને બાયોપ્સી કરવામાં આવી અને આઠ દિવસે રીપોર્ટ મળશે. એટલે એની રાહ માં ઘર ના છ સભ્યો તેત્રીસ કરોડ દેવતાઓનું મનન કરવા લાગ્યા ધારીણી પોતાની રીતે... વિનય પોતાની રીતે, ધારીણીના સાસુ સસરા પણ દીકરી જેવી વહુ માટે અથાગ પ્રાર્થના કરતા રહ્યા. ધારીણી ના મમ્મી પપ્પા તો જાણે જીવાવાનુજ ભૂલી ગયા તા, મજબુત મનોબળ અને ઈશ્વર કૃપા હમેશા જોડાયેલા હોય છે. અને એની પહેલી સાબિતી મળી...

જ્યાં મનોબળ મક્કમ હોય ત્યાં ઈશ્વરને હાજર રહેવું પડે છે અને બાયોપ્સી નો રિપોર્ટ નોર્મલ આવ્યો. જાણે ૫૦% બાજી જીતી ગઈ ધારીણી.

પછી શરૂ થયો ટ્રીટમેન્ટનો દોર.. સૌ પ્રથમ અમદાવાદમાં ડા. સુદીપ શાહને મળ્યા. એમને સમજાવ્યું કે જોખમ શું છે. અને કહ્યું આમ જુઓ તો કઈ નથી પરંતુ ધારીણી, તારા જેવા ઘણા દર્દી અમારી પાસે ઘણા આવતા હોય... પણ તારે જે જગ્યાએ છે ત્યાંની આસપાસની બધી મેઈન નસો ને બ્લોક કરવી પડશે. અને એ ઓપેરેશન ૧ થી દોઢ કલાક ચાલશે... અને ત્યાર પછી ગાંઠનું ઓપેરેશન કરશું તો નસને કોઈ પ્રોબ્લેમ નહિ થાય.

અને ડા. સૌ પ્રથમ ૬ ઈન્જેકશન અને ૯ ઈન્જેક્શન નો કોર્સ કર્યો એમાં દર મહીને ધારીણીને અને વિનય ને અમદાવાદ આવવું પડતું. દર વખતે કેલ્સીયમ ચેક કરાવવું પડતું.. આવી જટિલ પ્રક્રિયામાં પણ ધારીણી હિંમત ન હારતી... બધા ઈન્જેકશન પત્યાં પછી એને થયું કે હાશ હવે કૈક નિવેડો આવશે મારા દર્દ નો પણ... ધારીણીને ખબર નહોતી ટ-ટ્ઠિઅમાં હજુ એની કસોટી બાકી હતી... હજુ એને જિંદગીના જંગ માં પોતાના દર્દ સામે ૬ મહીના લડવાનું હતું. રીપોર્ટ આવ્યો ધારીણીના મમ્મી પપ્પા સાથે હતા ડા. ને બતાવ્યો... ડા. એ કહ્યું, ”રીપોર્ટ સારો છે ગાંઠ નાની પણ થઈ છે પરંતુ એને કાઢવી તો પડશે એના માટે એક મેજર ઓપેરેશન કરવું પડશે.”... બસ ધારિણીની આંખો અનરાધાર વરસતી રહી હવે એ થાકી હતી પણ,... એને આ દર્દ માંથી છૂટવું પણ હતું. ધારીણીના પપ્પા ને થયું કે ડા. હવે કદાચ... આપણને ઉલ્લુ તો નથી બનાવતો? આપડે એક બીજો ઓપીનીયન લઈ જોઈએ... એમને વિશ્વાસ નહોતો આવતો. મોટા શહેરોમાં મોટા ડો ઘણી વખત ઉઘાડી લુંટ ચલાવતા હોય છે.. આપણી સાથે કોઈ એવી રમત તો નથી રમતું ને? અને દીકરીની જાત એને કઈ પગમાં વધુ પ્રોબ્લેમ થાશે તો એ વિચારે ડરતા હતા... શું કરવું ? મનોમન ઈશ્વર સાથે ઝગડતા કે તને દયા ન આવી મારી આવી ફુલ જેવી દીકરી ને આવી પીડા આપી... આમ પણ બાપ દીકરી નો સંબંધ લાગણીથી ભરપુર હોય છે. બાપ માટે દીકરી વહાલનો દરિયો હોય છે. દીકરીની ચિંતા પિતાને વધુ થતી હોય છે,. તેથી એવું નથી કે મા ને ન થતી હોય મા ને પણ થતી જ હોય પણ મા સ્ત્રી હોવાને નાતે દીકરી ની પીડાને સમજી શકતી હોય એટલે દીકરીની પીડા દર્દ, દુખ, વેદના વખતે મા એ દીકરી ની હિંમત બને છે અને બાપ એ દીકરીને હુંફ પૂરી પાડે છે.

પણ ધારીણી જેનું નામ એકદમ અડગ જ રહી અને એને એના વિનય ના સહારે ગજબ ની હિંમત બતાડી ગમે તે હોય મારે મારૂં ઓપેરશન કરાવવું જ છે. અને હું હવે આ દર્દ પીડા થી છુટવા માંગું છું. તમે મને સાથ આપો. વિનયના સહારે ધારીણીની ઓપેરેશન ની તારીખ આવી ગઈ. અને ઓપેરેશન સતત ૫ કલાક ચાલવાનું હતું... ૫ કલાકની જહેમત બાદ ડા. સુદીપ શાહ એ કહ્યું, “ઓપેરેશન ઈસ સક્સેસ..” અને એને પણ આ પડકારરૂપ ઓપેરેશન માં જીતવું ગમ્યું. ધારીણીના સગાવહાલા પણ ત્યાં જે હતા એ બધા ખુશ થયા.એના પપ્પા મમ્મી અને વિનયની આંખો હર્ષ ના આંસુથી ભીની બની... અને ઈશ્વરનો હાથ જોડી ને આભાર માન્યો.

પરંતુ ડા. જાણે દવાનો ડોઝ ધીમે ધીમે આપે એમ ધારીણીની એક પછી એક કસોટી કરતા રહ્યા. ઓપેરેશનના આઠ દિવસ પછી રજા આપતી વખતે હજુ ચાલવાનું નથી અને પથારીમાંથી ઉભા પણ નથી થવાનું. બધુ જ પથારી માં. પછીના આઠ દિવસ વોકરથી ચાલવાનું... અને જાણે નાનું બાળક ચાલતા શીખે એમ ચાલવાનું... પગ પર વજન નહિ આપવાનું.આમ કરતા ધારીણી એ આવા ત્રણ મહિના કાઢ્‌યા, ત્રણ મહિના પુરા થયા... હતા અને આજે ધારીણી...

ઈનોવામાં ડા. ને બતાવીને પછી ફરી રહી હતી... અને ખુશ મિજાજ... જાણે જીવન રૂપી લડાઈ માં દર્દ રૂપી મોટો જંગ જીતી ને... ઈશ્વરની કૃપાથી વડીલોના આશીર્વાદથી એ ફરી પોતાના પગ પર ઉભી રહી શકી હતી.

આંખ બંધ કરીને ધારીણી... પોતાની જિંદગી ના અઢી વરસ પલકારામાં વિતાવીને વિનયના ખભે સુતી હતી... અને વિનયે આસ્તેક થી માથા પર હાથ ફેરવ્યો... તેણે આંખો ખોલી વિનય સામે જોયું... વિનયે કહ્યું,” ચાલો. ઘર આવી ગયું.” સામે એના મમ્મી અને પપ્પા હાથ માં દીવો અને કંકુ ની થાળી લઈ ઉભા હતા... જીવનમાં આવેલ મહાકાય પડકાર જીતી ને આવી હતી... દીકરીને પોંખવા.