મારી લાગણીશીલ કવિતાઓ Rutvik Wadkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી લાગણીશીલ કવિતાઓ

મારી લાગણીશીલ કવિતાઓ ભાગ – ૧ ને ખુબ સારો પ્રતિસાદ આપવા બદલ ખુબ અભાર. ફરી કૈક નવા અભિગમ સાથે મારી લાગણીશીલ કવિતાઓ પ્રસ્તુત કરું છું. આશા છે કે તમને ગમશે જ. કૂલ ૪ કવિતાઓ અહિયાં પ્રદર્શિત કરેલ છે.

આ કવિતાઓ નો શ્રેય ફક્ત ને ફક્ત મારા માતપિતા અને પ્રભુએ આપેલ અનમોલ ભેંટ સ્વરૂપ મિત્રો ને જાય છે.

  • . કૈંક ખૂટે છે!§
  • §

    આમ તો પ્રભુ એ આપણને ઘણું બધું આપી દીધું છે. પણ માનવી ની ઈચ્છા, મનીષા, વગેરે તેને સતત કૈંક ને કૈંક ખૂટતું હોય તેની પ્રતીતિ કરાવે છે. કદાચ તમને પણ તેવી પ્રતીતિ થતી હશે. પણ અહિયાં ફક્ત લાગણીઓની વાત ચાલી રહી છે. જ્યાં મને શું ખૂટ્યું તે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. કદાચ તમને પણ આવું કૈંક ખૂટતું હશે....

    કૈંક ખૂટે છે!

    મારામાં પણ અને તારામાં પણ, કદાચ;

    કશું ના બોલ, નહીંતર અહિયાં શબ્દો ખૂટે છે.

    મન ભરીને બોલું એવી દૂનિયા ખૂટે છે,

    મનથી બોલું તેવું સંભાળનાર કોઈ ખૂટે છે;

    કેટલું સાચવું?

    હા! મારી લાગણી ને સાચવનાર ખૂટે છે.

    સમજણ ના ખાડામાં પગ ફસાયો છે,

    ને કોઈ સમજી કાઢનાર ખૂટે છે;

    ગેર સમજ થઇ ગઈ છે કોઈને,

    બસ! સમજણ આપનાર ખૂટે છે.

    મન ભરીને હસવું છે,

    મન ભરીને રોવું છે; ને

    હસવા ખીલતો ખીલખીલાટ ખૂટે છે,

    રડવા ખૂણાનો ખોળો ખૂટે છે.

    થોડો ઘેરાયેલો છું આ દુનિયામાં,

    થોડી એકલતા ખૂટે છે;ને અહિયાં,

    સાવ એક્લોછોડી મુક્યો અધવચ્ચે,

    બસ! તારો એક જ સાથ ખૂટે છે.

    નજર સામે બધા પ્રેમ કરે બધાને,

    ને અહીં પીઠ પાછળ બધા કોસે છે;

    બસ એક જળ ઝુબાન ખૂટે છે; ને અહિયાં,

    સાચ્ચો એક જીગરી દુશ્મન ખૂટે છે.

    ખૂટતું રહ્યું છે, ને ખૂટશે જ, અહિયાં,

    માણસ છું, મારી સાચી ખોટ સમજનાર ખૂટે છે;

    રાહ જોઉં છું પૂર્ણઅવતાર તારી; ને અહિયાં,

    બસ તારી એક હાજરી ખૂટે છે.

    -ઋત્વિક વાડકર

  • . આ ઉપરની કવિતા ના જવાબમાં મારા પરમ મિત્ર જૈમીન સથવારા દ્વારા કૈક આવો જવાબ મળ્યો :
  • કૈંક ખૂટે છે - જૈમીન ના સથવારે મળેલો મને જવાબ.§
  • હું છું, તું છે, કાઇંક તો બોલ,

    અહીં શબ્દો નહિ - લાગણી ખૂટે છે.

    મન ભરી હું શું બોલું આ સ્વાર્થી દુનિયામાં,

    તું સાંભળે તો મારી આંખો પણ મજબુર છે કાઇંક બોલવા માટે,

    મનની લાગણી તો ઠીક છે અહીં તો મને પણ સાચવનાર ખૂટે છે.

    અણસમજ ના ચાર રસ્તા પર કોઈ કુંડાળા માં પગ પડ્યો લાગે છે,

    એટલે જ તો નાદાનિયત (અણસમજ) ને સમજનાર તું ખૂટે છે.

    ગેરસમજ તો ઠીક છે,

    બસ! મારા શાણપણ ને સમજનાર કોઈક ખૂટે છે.

    દોસ્ત! અહીં તો ખોબો ભરીને હસવું છે ને કૂવો ભરીને રડવું છે મારે,

    બસ એ તારા હાથનો ખોબો ખૂટે છે ને પાલવમાં છુપાયેલો એ કૂવો ખૂટે છે.

    મદમસ્ત દુનિયામાં ને એની ભીડમાં હું એકલો થઇ ગયો છું,

    મને ના છોડ આ ભીડમાં તું એકલો-અટૂલો;

    હા! તારો હાથ-તારો સાથ ખૂટે છે.

    એ તો દુનિયાનો દસ્તુર છે અટ્ટહાસ્ય કરવાનો,

    હું ને તું તો કાંઈ નથી દોસ્ત;

    અહીં તો ભગવાનને પણ પીઠ પાછળ દગો આપનાર ક્યાં ખૂટે છે?

    બસ! વાણી માં મા સરસ્વતીનો એ ભાર ક્યાં છે કોઈનામાં,

    દુશ્મન શું? અહીં તો એક સારો દોસ્ત ખૂટે છે.

    કાઈં ખુટ્યું નથી ને ખુટ્યું નથી ને ખૂટશે નહિ

    જ્યાં સુધી મારા ઈશ્વરનો સાથ છે ને અલ્લાહ નો મારી પર હાથ છે!!!

    તુચ્છ પ્રાણી છું મારા મનને જાણનાર કોઈ ખૂટે છે,

    કવિતારૂપી સામાન્ય શબ્દોને માનનાર કોઈ ખૂટે છે.

    શું રાહ જોવું હું હે ઈશ્વર અહિયાં!

    હું તો રોજ હાજરી ભરાવવા તારા દરબારમાં આવવા માંગુ છું,

    બસ! તારી જ હાજરી અહીં એકવાર ખૂટે છે!!!

    -ઋત્વિક વાડકર અને જૈમીન સથવારા

    . ચાલ ઝઘડીએ

    §

    આ કવિતા માં મેં મારા પરમ મિત્ર સાથે ઝગડો કરવા મારા આક્રમક મૂડને વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો. જો કોઈ મિત્ર આપણને અપના કહેવા છતાંય, ઘણા સમયે મળે ત્યારે એક મીઠો ઝગડો ના કરીએ?.

    પ્રથમ કડી માં તેના મિત્ર અને લડવા માટે અપીલ મળે છે, કારણ કે તે લાંબા સમયથી તેમની લાગણીઓનો જવાબ નથી આપતો. તે તેના દુઃખ અને સમયને યાદ રાખે છે જ્યારે તે તેના મિત્રને ખૂટતું હતું અને તે તેના માટે લડવા માગે છે. તે મિત્ર લાંબા સમયથી આ કવિ સાથે બોલતાં નથી, તેથી કવિ ની ઘણી ચર્ચા અને કહે છે, "ચાલો આપણે એક સાથે લડવા કરીએ" તે મિત્ર આને પ્રિય અને નજીકના મિત્ર સાથે કેવી રીતે લડશે તે મૂંઝવણ માં મૂકે છે? તેથી, કવિ લડવાની રીત આપે છે.

    બીજી કડી માં કવિ અને તેમના મિત્ર તેમના શાળાના દિવસોમાં જાય છે. કવિ કહે છે, "ચાલો શાળામાં જઈએ અને શાળાના દિવસો ની જેમ કરીએ"

    ત્રીજા અંતરા માં કવિ અને તેના મિત્ર યુવાન બન્યા અને ચર્ચા કરે છે કે બન્ને ભગ્ન હૃદય સાથે પણ કેવી સુંદર લાગણીઓ ધરાવે છે. હૃદય પરની તિરાડ પર મલમ લગાવવા માટે કંઈ નથી, સિવાય કે ભૂતકાળ ની અધૂરી છબીઓ.

    ચોથા અંતરામાં જ્યારે કવિનો મિત્ર ‘લડવાનું કેવી રીતે ?’ તે માટે શીખવવા જાય છે. ત્યારે કવિ કહે છે કે લડવાનું કેવી રીતે તે નિસર્ગ ના તે પવિત્ર સ્વભાવમાંથી શીખવા મળે છે. તેનો નિઃસ્વાર્થ સ્વભાવ પણ અમને શક્તિશાળી લડાઈ આપવાનું શીખવે છે.

    હવે, પાંચમી કડીમાં તેઓ રાજકીય લડાઈ વિશે વધુ અનુભવી બની ગયા. તેમાં ઉલ્લેખ કરેલા ચિહ્નો અને નામોના દૃષ્ટાંત વિશે વિચારો.

    છેલ્લી કડીમાં, બન્ને મિત્રોએ "ચાલ ઝગડીયે" બાબતે ઉદાર વાદી બન્યા. અને અંતે સુમેળ લાવે છે કે મિત્રતામાં પ્રેમ અને દુશ્મનાવટ ને વ્યાખ્યાન્વિત કરીએ. ચાલો આપણે હાથ મિલાવીએ, ચાલો મળીએ, ચાલો આપણે લડવા માટે, પણ ફરી ભેગા તો થઈએ!

    આશા છે કે તમે પાછળની સંજ્ઞાઓ અને હેતુનો આનંદ માણ્યો હશે.

    તેના પર તમારી ટિપ્પણીઓ આપો. હું રાહ જોવ છુ.

    તું અવાજ તો ઉચક, હું ટેકો આપું, અગડમ બગડમ કરીએ,

    યાદો ના પોટલા ફેંદી ખોટી ફજેતી કરીએ;

    ઉઘાડ માળિયા ના દરવાજા ઓ દુશ્મન--દોસ્ત ,

    પકડ આ પોટલું ફેંદી નાખ,

    ચાલ ઝઘડીએ.

    ચાલ શાળાએ જઈએ,

    ચાલ શાળાએ જઈને વર્ગે ધમાલ મચવીએ,

    મનની મોટપના વિશાળ બચપણ ને બોલાવીએ;

    ચલ, શિક્ષક સામે ઘોંઘાટો નો અત્યાચાર આદરીએ,

    ઘંટનો આતંકવાદ અટકાવી સમય ને રોકી લઈએ.

    છોડ આ બેગ ને પકડ દફતર,

    ચાલ ઝઘડીએ.

    ચાલ દિલ ને જોઉં,

    આ દિલ તો મારા-તારા ફૂટલાં, સંગે ગાંઠ અધુરી,

    ઠારે દિલ ના ઘા તેવી શું પટ્ટી છે કોઈ પૂરી?

    અંતરનું કમાડ ઉઘાડી વાસી છબીઓ ફેંદી લઈએ,

    ને પાળેલા સંચાઓથી(sewing Machine) થીગડે વળગાડી દઈએ;

    મુકી ગમ બાજુ પર, પકડ ઓશીકું,

    ચાલ ઝઘડીએ.

    ચલ કંઇક શીખવાડું”,

    અરે તું મને શું શીખવે,ચાલ કુદરત ના ખોલે શીખીએ,

    સાહસ તો સાવજ નું જો સામી છાતી એ જ ઝઘડીએ;

    હું નોળિયો ને તું નાગ બની જઈ ખુલ્લા વેરે વળગીએ,

    વૃક્ષોના મુળિયા સમું એ બાથમાં ઝેર ને જકડીએ.

    તું લાવ વાવાઝોડું ને બનું હું દાવાનળ,

    ચાલ ઝઘડીએ.

    રા.ગા. જેવી ખોટી મોટી બંધીશો ચાલવીએ,

    .કે. જેવા ખોટા મોટા આક્ષેપો ઠાલવીએ;

    સાયકલ પર હાથી બેસાડી ગામ આખું ફેરવીએ,

    રાજનીતિ ની રંજીશોથી દેશ આખો રેલાવીએ.

    તું રાગડા તાણ હું ડ્રામા કરું,

    ચાલ ઝઘડીએ.

    પ્રેમની શું વ્યાખ્યા જ્યાં દુનિયા એકમેક ને દાઝે,

    નફરતની શું ફિતરત કે જે દુશ્મનીને ના લાજે;

    છૂટી બધું જ જવાનું હોય તો મુકીને અહીંજ જઈએ,

    યાદો કેરી ઢાલે છેલ્લા શ્વાસે બગાવત કરીએ.

    છોડ ફેંટ, પકડ હાથ.

    ચાલ મળીએ.

    પકડ આ પોટલું ફેંદી નાખ,

    ચાલ ઝઘડીએ.

  • ઋત્વિક વાડકર
  • . તારા નામ પર

    તારા નામ પર શું બાંધુ ?

    એક વાર રેડિયો પર વાત ચાલુ હશે, ને રડીઓ RJ ઘણી રેઅસ્પ્રદ રીતે મહાનુભાવો ના નામ લઈને સવિસ્તારથી રસ્તાઓ, ઈમારતો અને ઘણી દુનિયાની વસ્તુઓ કે જે તેમને પોતાના કોઈ પ્રિયતમ માટે બાંધી હોય. દા.. શાહ જહાએ મુમતાઝ માટે તાજ મહેલ બંધાવ્યો હતો વિગેરે વિગેરે. મને પણ થોડો વિચાર આવ્યો કે કદાચ મને પણ મારી કોઈ પ્રિયતમા (અત્યારે હાલ કોઈ નથી) માટે કૈંક બાંધવાનું મન થાય તો હું શું બાંધુ ?

    આમ કૈંક બાંધી શકાય,

    તારા નામ પર શું બાંધુ?

    તું હસીશ તો તારા નામે Laughing Club

    ને રડીશ તો બાંધી દઈશ ડેમ આંસુ રોકવા;

    ચાલીશ જ્યાં જ્યાં ત્યાં ત્યાં તારા નામે Sky વોક

    ને દોડીશ ત્યાં ત્યાં તારું Joggers પાર્ક.

    તને ભીંજાવું જ હોય તો વરસાવીશ વરસાદ,

    ને કોરી રહીશ તો પડીશ કચ્છ ના રણથી સાદ.

    બોલ-બોલ કરીશ તો હાજર કરીશ રેડિયો સ્ટેશન,

    ને ચુપ ચાપ બેસી રહીશ તો I will સ્ટાર્ટ convention;

    ઉડીશ તો આ આકાશ તારા નામે જ છે,

    ને બંધાઈશ તો silly known friendship belt.

    છૂટીશ તો તારા નામે સુગંધ ફેલાવીશ,

    ને તુટીશ તો ત્યાં તારા દિલ ના ટુકડા.

    તને રાગ ગવાનું મન થયું તો બંદિશો બાંધીશ,

    ને રાગડા તાણીશ તો બાંધીશ મૌન.

    લડીશ (ધમાલમાં) તો આ અરબ નો (ધમાલિયો) દરિયા કિનારો

    ને શાંત રહીશ તો બાંધી દઈશ રાણીનો નો હજીરો.

    ચડીશ ત્યાં તો જાહેર કરીશ ડુંગરા,

    ને ઉતારવા મથીશ તો બાંધીશ બાગવાળી લપસણી.

    તારા નામ પર શું બાંધુ? તું કહે-કરે એમ, તારી ઈચ્છા !!!

    -ઋત્વિક વાડકર

    In the end, a Romantic Shot:

    આજે નથી જાવું કોઇનાયે કામ પર

    અલ્યા ધીંગા વરસાદ તારા નામ પર

    વેણીભાઇ પુરોહિત

    ***