25-36-25 હું-કોંકણ-ગર્લફ્રેન્ડ Rutvik Wadkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

25-36-25 હું-કોંકણ-ગર્લફ્રેન્ડ

પ્રાસ્તાવિક:

નાનપણથી જ હું ખુબ લાગણીશીલ સ્વભાવ ધરાવું છું. એક માનવી તરીકે સ્ત્રી હોય કે પુરુષ, બાળક હોય કે વૃદ્ધ, બધાં સાથે મેળ-સુગમ ખુબ સરળતાથી બેસી જાય છે. ઘણીય વાર હું કેટલીક ગમતી વ્યક્તિના પ્રેમમાં પણ પડ્યો છું. ક્યારેક વ્યક્તિ ની સાથે પ્રેમ કરતાં કરતાં સુરમ્ય કુદરતી સ્થળ, ગામડું કે શહેર પણ મને પ્રેમ ની અવસ્થામાં મૂકી શકે તેવું પહેલી વખત બન્યું. અહિયાં હું વ્યક્તિ પ્રેમ ની સાથે વસ્તી (સંસ્કૃતિ) પ્રેમ ને પણ સમજાવવાનો એક માસુમ પ્રયત્ન કર્યો છે. અહિયાં આપેલું શીર્ષક કદાચ સમજી ગયા હશો. 25 વર્ષ નો હું અને મારી ગર્લફ્રેન્ડ કે જેમણે જીવનની ૩૬ મિનીટ ની દરેક પળો સાથે ગાળી. મને આશા છે કે તમને ગમશે ને તમે પણ પ્રેમ માં પડશો જ. કોંકણ અને કોંકણની વ્યક્તિ બંને ના પ્રેમ માં પડ્યાનો મને ખુબ જ આનંદ છે. મારા માટે તો પ્રેમ એટલે “Intellectual Love Towards God”. આ એક શબ્દને સામાન્ય આનંદ (pleasure) થી માંડીને તીવ્ર આંતરવૈયક્તિક આકર્ષણ જેવી વિવિધ લાગણીઓ, સ્થિતિઓ અને અભિગમોના સંદર્ભમાં ટાંકી શકાય છે. કોઈ મનોવૈજ્ઞાનિક આધાર મુક્યા વગર તેને ઓળખી ના શકાય.

જીવનની ઘણી મુસાફરીમાં કો’ક, આવું કૈક મળી જાય છે કે કહેવાનું મન થાય;

And tell you our feelings are nothing to fear?

Would it be ok if I took some of your time?

Would it be ok if I wrote you a rhyme?

To tell you there's nothing I'd rather do

Than spend my whole life loving only you...

- Ryan Stiltz

જીવનની મુસાફરીમાં સાઈબર(ઈન્ટરનેટ) પર સફર હોય કે જમીન પર, કો’કની સાથે, જે પરિવાર સિવાયનું ગમતું પાત્ર હોય, જેની સાથે સમય પસાર કરવા મળે, કે જેને હું સંભાળું-સંભાળું, મને પણ સંભાળે-સંભાળે,મારી માટે ગાય હું પણ તેની માટે મન મુકીને ગાઉં,અને છેલ્લે તેની સાથે જ જીવન વિતાવવાનું નાક્કીકારું....એવી જ હોય એક ગર્લ ફ્રેન્ડ..ખરું ને?

શું તમારી કોઈ ગર્લ ફ્રેન્ડ છે? ક્યારેક હતી ખરી? કેટલા સમય માટે? અંગત રાખજો. કદાચ ટેમ્પરવરી (temporary) મારા જેવી હોઈ શકે,નહિ કે? ગર્લ ફ્રેન્ડ નો અર્થ વ્યુંત્પત્તીશાસ્ત્ર(Etimology) પ્રમાણે પુરૂષ ની પ્રેમિકા. મારા મતે અત્યાર સુધી જેની પણ સ્ત્રી મિત્ર (ગર્લ ફ્રેન્ડ) જોઈ છે, જાણી છે બધી જ આ પ્રમાણે છે, જેમ કે કાળજી લેનારી ,છેલ છબીલી, ક્યારેક હાથ પકડીને ‘ચાલ અહિયાં જઈએ?’ ‘ચાલ ત્યાં લઇ જાઉં!’, ક્યારેક આંખોથી ઈશારા કરતી રહે અને વાતો કરતી જ રહે. કેમ,નહિ કે? પણ છેલ્લે તો જે પુરુષ નું મન જીતીલે છે એવી પ્રેમમાં પડે તેનું નામ જ ગર્લ ફ્રેન્ડ, બરોબર ને?

મારી સાથે પણ કૈક આવું જ બન્યું, તે પણ ટેમ્પરરી. હું જયારે ગણપતીપુળે, રત્નાગીરી,કોંકણ ફરવા ગયો ત્યારે ||પ્રાચિન કોંકણ|| ની મુલાકાત સમયે પ્રેમ માં પડ્યો. ટેમ્પરવરી (ટેમ્પરરી). કામચલાઉ પ્રેમ હતો, પણ એ પ્રેમ હતો. કોઈ પ્રેમ માં ભલેને ટૂંક સમય માટે પડે, પણ તે ‘પ્રેમ’માં જ પડે છે ભલે ને એ વસ્તુ હોય કે વ્યક્તિ!

હું મારી સી.એ.ની (Chartered Accountancy) પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ મારા માતા-પિતા સાથે દેવસ્થાનની યાત્રા એ નીકળ્યો હતો. ગણપતીપુળે દેવસ્થાન નજીક એક ||પ્રાચિન કોંકણ|| નામક ઓપન એર મ્યુઝિયમ છે, જેમાં હુબહુ પ્રાચિન કોંકણ ના પ્રતિકો કુદરતી અને કૃત્રિમ બંને રીતે પ્રસ્થાપિત કરાવ્યા છે. ત્યાં આવતા દરેક મુસાફરો તે મ્યુઝિયમની અચૂક મુલાકાત લે છે અને કોંકણ સાથે સમય પસાર કરે છે. કોઈ ગુજ્જુ આવે તો આપણા કાકાસાહેબ કાલેલકરને ચોક્કસ યાદ કરે જ , અને હા મારા જેવા ત્યાં પ્રેમમાં પણ પડે છે (ભલે ને એ વસ્તુ હોય કે વ્યક્તિ). જે દિવસે અમે ગણપતીપુળે પહોંચ્યા તે જ દિવસે સાંજે કોંકણની મુલાકાતે ગયા. એક્દમ સુવ્યવસ્થિત ત્યાંની પરિચારિકાઓ (ભોમિયા (ગાઈડ) તરીકે) અમારા આગમન માટે જાણે તૈયાર જ હતી. ખુબ સરસ વેલ કમ કર્યા બાદ અમને 5 મિનીટ માટે કમ્પલસરી રાહ જોવા કીધી (જેથી તેમનો ગાઈડ સમઝણ પૂરી પાડવા તૈયાર થઇ જાય). બરોબર છઠી મિનીટે અમને પ્રાચિન કોંકણની સફરે લઇ જવામાં આવ્યા. ત્યાં પ્રવેશ માટે ટીકીટ લઈ અમે રાહ જોતા પ્રાચિન કોંકણ ના છાયાચિત્રો જોતા જ હતા કે પાછળથી મારા નામની હાંક પડી. એ અવાજ ખૂબ સુંદર હતો. મને આકર્ષી ગયો. એટલે હું અને મમ્મી-પપ્પા તરત અવાજ તરફ ગયા. પેલી છોકરી પહેલી પાંચ મીનીટમાં જ જાણે મારી પર છવાઈ ગઈ. મારી કાયમની સ્ત્રીઓ સાથેની વાત કરવાની આદત પ્રમાણે હું તેની આંખમાં આંખો પરોવી સંભાળવા લાગ્યો. અને ક્યારે અમે આંખોથી વાતે વળગ્યા ખબર જ ના પડી. પ્રથમ વખત નહોતું છતાં આ વાતો કૈક વિશેષ હતી.

“नमस्कार! मी रूशाली ||प्राचिन कोंकण|| मध्ये आपला सर्वांच स्वागत करत आहे”| આ બોલતા એણે વેરેલું મારી તરફ નું સ્મિત, એની સુંદર મહારાષ્ટ્રિયન હેર સ્ટાઈલ, એના નેઈલ પોલીશ વાળા સુંદર હાથ, એનો વારલી પેઈન્ટીંગ વાળો રેડ ડ્રેસ....આહ હા!... બસ ફિદા થઇ ગયો. આખું કોંકણ પણ એની જેમ જ લાલ-લાલ દેખાવા લાગ્યું હાતું. (પણ થોડીવાર પછી ખબર પડી કે કોંકણની લાલ પથ્થર વાળી જમીન જ છે) પછી ટીકીટ તરફ નજર ગઈ અને મેં પ્રાચિન કોંકણ તરફ નજર કરી, રુશાલી એ જ્યાં સરસ સમઝણ આપવાની શરૂઆત કરી. રસપ્રદ છે.

રાશિબાગ :

શરૂઆત જ રાશિબાગ થી થઇ.મારા કાન કૂતરાની જેમ અદ્ધર થઇ ગયા.(પ્રેમ માં પણ ત્યારે જ પડવાનું લખેલું હશે). જયારે તે એમ બોલી (મરાઠીમાં) કે આ રાશિબાગ છે, ત્યાંજ મારી નજર રુશાલી પર પડી, અને તે થોડું હસી પડી, એનું વર્તન સંભાળતા બોલી કે અહિયાં રાશિ અનુસાર વૃક્ષોની ગોઠવણી કરવામાં આવી છે, જેની જે રાશિ તેની મતે સ્પેસિફિક આરાધ્ય વૃક્ષ. જો વ્યક્તિ તેની જન્મ રાશિ અનુસાર વૃક્ષની વાવણી, જતન, આરાધના અને આરોગે તો તેનું દીર્ઘાયુષ્ય કોઈ રોગ તોડી ના શકે. એટલીવાર માં જ મારી નજર ધનુરાશિ કે જે મારી રાશિ છે તેની ઉપર પડી, હું સહજ બોલ્યો કે મારી રાશિ ધનુ છે, અને ત્યાંજ રુશાલી મારી આંખોમાં જોતા બોલી, આ તુલા રાશિ નું વૃક્ષ છે અને એણે મારી સામું જોતાં જ મારા હોઠ બીડી ગયા. અમે બંનેની આંખો એક સાથે બંધ કરીને હકાર આપી ઉઠ્યા. અમે બંને એક સાથે મંદ મંદ હસતા રહ્યા અને વૃક્ષો નિહાળતા રહ્યા. તે જ સમયે અમારી સાથે એક યુગલ જોડાયું કે જેમને ત્યાં ફોટોગ્રાફી માટે છૂટછાટ આપવામાં આવેલી, એટલે હું પણ આંખોથી રુશાલી ને પૂછી ઉઠ્યો કે શું આપણે પણ ફોટા લઈએ? એટલે તરત જ રુશાલી એ આંખો મોટી કરતા વીજીલંસ કેમેરા ઉપર ઈશારો કર્યો અને આંખો મોટી મોટી કરી ના પડતા નીચલો હોઠ દાબીને હસી પડી.. ને મને આ પંક્તિઓ યાદ આવી જયારે અમારી મુલાકાત નો કાળ હતો:

પ્રેમમાં પડનારને શા શુકન શા અપશુકન?;

મુલાકાતની “કાળ”માં જ શરૂઆત થઇ હતી.

નજરોની બે-ત્રણ રજા ચિઠ્ઠી મળી હતી;

ભલેને પછી એ કચરાપેટીમાં ગઇ હોય.

ચવાટ દેવ

આગળ જતાં તે બોલી,કે “આ ‘ચવાટ દેવ’ છે, કોંકણમાં ભૂતો ભરપુર છે તેમ મનાય છે” . આમ એ બોલી એમાં તો હું થોડો ગભરાઈ ગયો, કોંકણમાં મારો પ્રથમ પ્રવાસ હતો. આમ હું કોઇથી ગભરું નથી,ભૂતથી પણ નહિ કારણ પિતાજીએ શીખવ્યું છે, જો પ્રભુ આપણી સાથે જ હોય તો કેવો ડર? પણ મારી આંખો થોડી ડરેલી જોઈ રુશાલી મંદ મંદ હસી પડી અને તરત મારી સામે જોઈ બોલી, ગભરાશો નહિ આ ચવાટ દેવ ને પગે લાગી લો, તે આખા ગામની ભૂતોથી રક્ષા કરશે. અમે બંને સાથે પગે લાગ્યા.મારી આંખોમાં જોઈ તે આંખોથી ખુબ હસી પડી’તી. અને હસતા હસતા આગળ વધી, હું તો ખુબ શરમાયો. ગુજરાતીમાં ઉક્તિ છે, પરાણે પ્રીત ન થાય. એવું જ પ્રેમમાં છે. ડરાવ્યે ડર્બી જીતી શકાય, કોઈનું મન નહીં. મન જીતવા માટે તો ડર રાખવો પડે અને ડર રાખીને સ્નેહ સાથે આગળ વધવું પડે.

એમ અમે પણ આગળ વધ્યા. (પ્રાચિન કોંકણ જોવા)

પાળિયા (Stone Memorial)

આગળ વધતા એક સ્મારક આવ્યું, ત્યાં અમને થોભાવ્યા પછી તે એક પાળિયા (Stone Memorial) પાસે લઇ ગઈ. જેમ ગુજરાતી સંસ્કૃતિમાં કોઈ શહીદ ના સ્મારક તરીકે શહીદ ના નામે સ્મારક બનાવાતું તેમ અહિયાં પણ શહીદીની ગૌરવગાથા રૂપ પાળિયા કરવાનો રીવાજ છે. હું શહીદો માટે થતી વાત સંભાળતા કાયમની સૈનિકની જેમ ઉભા રેવાની ટેવ પ્રમાણે સજ્જડ ઉભો રહી ગયો. ધારી ધારીને તે સ્મારક જોતો જ હતો કે રુશાલી એ ગળું સરખું કર્યું ને અમારી નજર મળી, તેએ આંખોના ઇશારાથી પૂછ્યું તું આવો બહાદુર ખરો? ને હું પણ આંખોથી હા બોલ્યો, મારી સ્ફૂર્તિ જોઈ તેને થોડોક ભરોસો પણ બેસ્યો હશે,પણ કાયમની જેમ જાણે એની આંખો એમ કહી આગળ વધી કે બસ હા! હોશિયારી ઓછી. અને હું પણ મન માં બોલ્યો, કંટ્રોલ ઋત્વિક, કંટ્રોલ.

વારલી પેઈન્ટીંગ

આગળ વધતા જ હતા કે પપ્પાએ વારલી પેઈન્ટીંગ જોયું અને બોલ્યા કે આ પારંપરિક ચિત્રકલા છે. જે લુપ્ત થવાને આરે છે. લકીલી રુશાલીએ પણ વારલી પેઈન્ટીંગ વાળો જ ડ્રેસપહેરેલો, તે જોઈ પપ્પા બોલ્યા કે આ વારલી પેઇન્ટિંગ વાળો ડ્રેસ ખુબ સરસ છે. ને આ સંભાળીને રુશાલી મારી સામું જોઈ શરમાઈ ગઈ ને મારું સામું જોયું એટલે તરત હું પણ આંખોથી હા બોલી ઉઠ્યો. પપ્પા આગળ બોલ્યા કે આજ કાલ વારલી પેઈન્ટીંગ ફક્ત ગુજરાત માં લગ્ન પ્રસંગો એ ઘરની દીવાલો પર થાય છે. પપ્પા એ રુશાલી ને પૂછ્યું કે અહીંયાં એવું પેઇન્ટિંગ કરનારું કોઈ ખરું કે? ત્યારે તરત તેણીએ ના પડતા પડતા મારી આંખોમાં જોયું, સહેજ ડાબી બાજુ માથું ઝુકાવ્યુ અને આંખોથી જ પૂછ્યું, “શું આપણે પણ કરાવીશું?” અમે બંને આંખોથી મંદ મંદ હસી પડ્યા અને આગળ વધ્યા. મત્સ્યઉદ્યોગ નું પ્રતિક જોયું. અને જાણ્યું. મને પણ મન થયું કે લાવ હું ને રુશાલી મધ દરિયે જઈએ તો! રુશાલી ને પણ મારી આંખોથી સંકેત કર્યા અને એ મને આગળ લઇ ગઈ.

નાભિક(વાળંદ):

આગળ વધતા નાભિક એટલે કે વાળંદ નું ઘર આવ્યું. દરિયે જવાની મારી વાત હજી આંખોથી પૂરી થઇ જ નહો’તી કે નાભિક નું ઘર આવ્યું. શરૂઆતમાં અમારી વાત અધુરી હોવાને કારણે રુશાલી સમજાવતી વેળાએ થોડી ડીસ્ટર્બ થઇ ગઈ. આગળ શું બોલવાનું? થોડું ભૂલી ગઈ. એટલે મેં એને પ્રેમાળ આંખોથી કામ પર ધ્યાન આપવા કહ્યું.. પછી તેણે ખુબ સરસ સમજાવ્યું. નાભિક વિષે સમજાવ્યું કે ગામના નાભિક પાસે અખા ગામની ખબર હોય, અને બારટર સિસ્ટમમાં નાભિક પાસે અખા ગામનું કૈંક ને કૈંક હોય. જો તમે ગામ ના નાભિક ને એક વાર મળી જાવ એટલે સમજી લેવું કે આખું ગામ આપનું સ્વાગત કરવા માટે તૈયાર જ હશે. એવામાં રુશાલી એક્દમ ચુપ થઇ ગઈ, એટલે મારી નજર એની અખોમાં પડી જાણે એ બોલી કે “તું મારે ગામ ક્યારે આવીશ? હું સ્વાગત કરીશ”. તરત મારા હાથ મારી પીઠ પાછળ બીડાઈ ગયા અને માથું ધુણાવી હું આગળ વધ્યો, ને રુશાલી પણ મંદ મંદ હસતી હસતી આગળ લઇ ગઈ, ને ત્યારે જ હું મિર્ઝા ગાલીબ ની શાયરી બોલ્યો:

वो आएँ घर में हमारे, ख़ुदा की क़ुदरत है;

कभी हम इन को, कभी अपने घर को देखते हैं |

ખોત (A Villege Officer)

રુશાલીએ આ વખતે થોડી ઉતાવળ કરી , પણ પાછી વળીને જોયું અને જાણે આંખોથી કહી ગઈ કે ચાલ કૈંક રસપ્રદ વાત કહું. અને અમે આગળ વધ્યા. ત્યાં ખોત, એટલે કે રાજા નો પ્રતિનિધિ. ગામના કાયદા કારણો, ખટલા , ન્યાય પ્રક્રિયા વિગેરેની જવાબદારી આ ઓફિસરની હતી. ગામના ધાર્મિક કે રાજકીય બાબતો ઉપર આ ઓફિસર નું માન પહેલા રખાતું. આ ઓફિસર પ્રમુખપણે મરાઠા કે બ્રાહ્મણ જાતિ ના લોકોને મળતું હોવા છતાં કેટલીકવાર નીચલી જાતિ ના, પણ ભણેલા બાહોશ લોકોને પણ આવું બિરુદ મળતું. આ લોકોના બેસવાના ઠાઠમાઠ અને વૈભવી રહેણીકરણી પરથી તેમનો રુઆબ સમજી આવતો. એટલી વાત થતા થતા રુશાલી અને મારી નજર મળી, અને એ ખુબ ખુશીથી ખોતની પત્ની તરફ આંગળી કરી બોલી, થોડું આડકતરી રીતે ગળું પણ સાફ કર્યું (કદાચ મને મને કેન્દ્રિત કરવા) અને પછી સ્ત્રી નું વર્ણન કરતા કહ્યું કે, આ સ્ત્રીઓ દેખાવમાં ખુબ સુંદર અને સભ્ય હતી. ઘર નો ઉંબરો એ તેની મર્યાદા હતી.

હું આ વાતો ખુબ ધ્યાનથી સંભાળતો હતો અને ખુબ ચીવટ પૂર્વક અવલોકન પણ કરતો હતો. એટલામાં રુશાલીએ મને બોલાવવા દુપટ્ટો સરખો હોવા છતાં સરખો કરતા કરતા મારીસમે જોયું, એની હિલચાલ જોતા મારું ધ્યાન તેની તરફ ગયું અને અમારી ફરી આંખો મળી. એણે અન્ખોથી કહ્યું,”હું પણ આવી રીતે ઠામ થી રહીશ, તું આવું જ રાખીશ ને?” મે પણ આંખોથી સહમતી આપી અને આગળ વધતો જ હતો કે રુશાલીએ તે ખોત ના ઘર નું વર્ણન શરુ કર્યું. ખોત નું ઘર એ કોંકણી રહેણીકરણી નો ત્યાં ઉત્તમ નમૂનો હતો. ઘરનો સ્લેબ બે લેયરનો (જેમ પુસ્તક નું કવર પેજ છે) હતો. બે લેયર વચ્ચે જગ્યા રાખવામાં આવતી જેથી કરીને હવા ઉજાસ રહે, અને ઘર ઠંડુ રહે. કોંકણી ઘરોના આંગણામાં તુલસી નો ક્યારો હોય જ, તુલસી એ પવિત્ર છોડ માનવામાં આવે છે, તેની પૌરાણિક પરંપરાથી પૂજા થતી આવે છે. તુલસીને પંપાળતા પંપાળતા મમ્મી રુશાલી સાથે કૈંક વાત કરતી’તી એટલે હું સંભાળવા નજીક ગયો ત્યારે મમ્મી બોલતી’તી કેઅમારા ઘરે પણ તુલસી છે પણ ક્યારો નથી, એટલે મેં પપ્પા ને ઓર્દેર કર્યો, કે પપ્પા ઘર રીનોવેશન કરતી વખતે તુલસી ક્યારો જોઈએ જ. એટલે રુશાલી મારી સામું જોઈ હસતા હસતા નાક મચકોડીને આગળ વધી. અને મને ‘મરીઝ’ યાદ આવ્યા.

આ મોહબ્બતની રાહ લાગે છે,

ત્યાગમાં પણ ગુનાહ લાગે છે.

પ્રેમપંથે શિખામણો છે ગલત,

એજ સાચી સલાહ લાગે છે.

એમ લાગે છે સૌ જુએછે તને,

સૌમાં મારી નિગાહ લાગે છે.

આંખ તારી ઉપર ઠરી ના શકી,

દિલમાં ભરપૂર ચાહ લાગે છે.

તેથી અપનાવી મેં ફકીરીને,

તું ફકત બાદશાહ લાગે છે.

આશરો સાચો છે બીજો શાયદ,

સૌ અધૂરી પનાહ લાગે છે.

કેમ કાંઠો નઝર પડેછે ‘મરીઝ’?

કાંઈક ઊલટો પ્રવાહ લાગે છે.

– મરીઝ

નાક મચકોડીને આગળ વધતી જ હતી કે રુશાલીનું પગથીયું ચુક્યું ને ત્યાં જ....

(વધુ બીજા અંક માં)

(આ અંક નો અભિપ્રાય ચોક્કસ અપશો)