મારી લાગણીશીલ કવિતાઓ - 1 Rutvik Wadkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી લાગણીશીલ કવિતાઓ - 1

કૈંક ખૂટે છે!

કૈંક ખૂટે છે!

મારામાં પણ અને તારામાં પણ, કદાચ;

કશું ના બોલ, નહીંતર અહિયાં શબ્દો ખૂટે છે.

મન ભરીને બોલું એવી દુનીયા ખૂટે છે,

મનથી બોલું તેવું સંભાળનાર કોઈ ખૂટે છે;

કેટલું સાચવું?

હા! મારી લાગણી ને સાચવનાર ખૂટે છે.

સમજણ ના ખાડામાં પગ ફસાયો છે,

ને કોઈ સમજી કાઢનાર ખૂટે છે;

ગેર સમજ થઇ ગઈ છે કોઈને,

બસ! સમજણ આપનાર ખૂટે છે.

મન ભરીને હસવું છે,

મન ભરીને રોવું છે; ને

હસવા ખીલતો ખીલખીલાટ ખૂટે છે,

રડવા ખૂણાનો ખોળો ખૂટે છે.

થોડો ઘેરાયેલો છું આ દુનિયામાં,

થોડી એકલતા ખૂટે છે;ને અહિયાં,

સાવ એક્લોછોડી મુક્યો અધવચ્ચે,

બસ! તારો એકજ સાથ ખૂટે છે.

નજર સામે બધા પ્રેમ કરે બધાને,

ને અહીં પીઠ પાછળ બધા કોસે છે;

બસ એક જળ ઝુબાન ખૂટે છે; ને અહિયાં,

સાચ્ચો એક જીગરી દુશ્મન ખૂટે છે.

ખૂટતું રહ્યું છે, ને ખૂટશે જ, અહિયાં,

માણસ છું, મારી સાચી ખોટ સમજનાર ખૂટે છે;

રાહ જોઉં છું પૂર્ણઅવતાર તારી; ને અહિયાં,

બસ તારી એક હાજરી ખૂટે છે.

-ઋત્વિક વાડકરકવિ ની કલ્પના અધુરી રહી ગઈ

એકલવાયા વાયરામાં એક અર્પણા અધુરી રહી ગઈ;

કોણ જાણે ? કોને કહું ? કવિ ની કલ્પના અધુરી રહી ગઈ.

શાળાની પાટલીએ ખોતરી'તી એને,

આંગણાની દીવાલોએ સજાવી'તી એને,

પરિવર્તનની બારી એની નજર દૂર કરી ગઈ;

કોણ જાણે ? કોને કહું ? કવિ ની કલ્પના અધુરી રહી ગઈ.

કદાચ વિષાદ હતો એ કર્મયોગનો,

કદાચ અપવાદ હતો એ સાંખ્યયોગનો,

રમત રમતમાં નિર્ધારણ વર્ષની એ ગણતરી અધુરી રહી ગઈ;

કોણ જાણે ? કોને કહું ? કવિની કલ્પના અધુરી રહી ગઈ.

આત્મસંયમની ધાર કેરી આરી એને બાંધી,

અડધી રાતે લાકડી તેડી લાવ્યો એતો ગાંધી,

એ ગાંધી કેરા સાથી ની મૂરત અધૂરી રહી ગઈ;

કોણ જાણે ? કોને કહું ? કવિ ની કલ્પના અધુરી રહી ગઈ.

એક જ સરખું આપનું આખી રાત ચલાવી આવ્યો,

એના અંતરમાં છાની પણ એક આગ લગાડી આવ્યો,

બેધ્યાન કરી એક ઘટના પાછી તળિયે અણદી ડૂબી ગઈ;

કોણ જાણે ? કોને કહું ? કવિ ની કલ્પના અધુરી રહી ગઈ.

બાતમીઓ નો મહાસાગર અવકાશ તળે ખૂટી ગયો,

ટીપું ટીપું ઉધાર માંગી આશ્વાસન એતો લૂંટી ગયો ,

બસ, કોઈક વ્યક્તિની કાચી ઓળખ એની વાત પૂરી કરી ગઈ;

કોણ જાણે ? કોને કહું ? કવિની કલ્પના અધુરી રહી ગઈ.

- ઋત્વિક વાડકર


એક મથામણ...

ચાગ ચોગાળે અદનો આદમી હું, બસ ગણતર કરવા મથું છું;

અંતર ના એ છેલ છોગાળે એક ચણતર કરવા મથું છું.

પથરાળે પથરાળે ખુંદી ખોદી, માટી જડતી રેતી છું;

નજારે નજારે વળી વળી ને હિસાબ કરતી બસ ખેતી છું,

એ સરવાળાની જ બાદબાકી કરતો, સિલ્લક ગણવા મથું છું;

ચાગ ચોગાળે....

પ્રશ્ન નો ઉકેલ, ઉકેલ નો સવાલ, ને સવાલ નો જવાબ જોડતો જ હતો;

કે જવાબ નો ઉકેલ, ને સવાલ ના પ્રશ્ન થકી કોયડો જ બનતો રહ્યો છું,

ઉત્તરદાયિત્વના આ ચગડોળે ચક્કર ખાઈ ને પડું છું;

ચાગ ચોગાળે....

ક્યારેક સંજ્ઞાઓ ના સર્વનામે વિશેષણ કરતો રહ્યો છું;

ક્યારેક નામયોગી તથા નીપાત સાથે કેવળ પ્રાયોગી રહ્યો છું,

અધીકરણની વિભાક્તિનો, તે સંબોધન લેવા ઝંખું છું;

ચાગ ચોગાળે....

હા ! ત્યાંજ!

તે કૃષ્ણની શાખ ઉપર મેં નર્તન રચતું જોઉં છું;

તે મન-મળી ની લાલ સજાવટ કીર્તન ને હું માનું છું,

હા તે જ હશે એ બાગબાન નો અભાર કરતા થાકું છું;

ચાગ ચોગાળે....

-- ઋત્વિક વાડકર


થોડું..ક... જગ જીતી લઈએ.


આજે આખું વિશ્વ જીતવાની જ વાત કરે છે
જીતેલા લોકોની પણ વાત લારે છે;
આપને પણ એ જ કરીએ છીએ, નહિ!
ચલ ને બકા આપણી પણ વાતો કોક ના મોઢે સંભાળીએ!
ચલ ને બકા, થો......ડૂક વિશ્વ જીતી લઈએ!

તને એમ લાગે છે કે તારી સ્વતંત્રતા ખોવાણી?
તને એમ લાગે છે કે તારી પાંખ ક્યાંક ઘવાણી ?
નભ હજીએ તારું જ છે,
ફક્ત તારે એક ઉડાન જ ભરવાની બાકી છે;
ચલ ને બકા આપની ઘવાયેલી પાંખ ફરી બનાવીએ!
ચલ ને બકા થો....ડૂક જગ જીતી લઈએ!

પુષ્પ ક્યારેય કોઈનુંય હોતું નથી,
જેણે લીધું તેનું પણ હોય છે,
જેણે ફેક્યું તેનું પણ;
કચડીને પણ તે સુવાસ જ ફેલાવે છે,
મને પણ તેવું મહેકતા આવડે છે;
ચલ ને બકા આપને થો...ડૂક મહેકીએ!
ચલ ને બકા થો....ડૂક જગ જીતી લઈએ!

મારું બારણું મને જ નથી મળતું;
તારું બારણું જડે તો પણ તારું નથી લાગતું,
તે બારણું ખોલવું જ કેમનું,
જે બારણું આપણું નથી લાગતું!
ચલ ને બકા એક આપણું જ બારણું બનાવીએ!
ચલ ને બકા થો....ડૂક જગ જીતી લઈએ!

ક્યાંક કશે આપને જ ભૂલા પડીએ છીએ,
ક્યાં ભૂલા પડ્યા તે હું પણ શોધું છું,
ચલ ને બકા આપને આપના મન નો અભ્યાસ કરીએ;
ચલ ને બકા આપને ક્યાં ભૂલા પડ્યા તે જાણીએ;
ચલ ને બકા થો....ડૂક જગ જીતી લઈએ!

માણસ ની ગણતરી કેમની થાય તેની મને ખાવર નથી;
મારી ગણતરી કોઈએ કેવી કરી તે પણ મને ખબર નથી;
ચાલ છોડ આ ગણતરી,
ચલ ને બકા આપને એક આપણું જ ગણિત કેળવીએ!
ચલ ને બકા થો..ડૂક જગ જીતી લઈએ!

જીવન અને મૃત્યુ આતો નિયમ જ રહ્યો;
પણ પ્રત્યેક માનસ એક યાદ બનીને રહ્યો;
હું પણ ક્યારેક જઈશ,
તું પણ ક્યારેક જઈશ,
ચલ ને બકા થો....ડીક યાદો છોડીને જઈએ,
ચલ ને બકા થો.......ડૂક પણ જગ જીતી લઈએ.
-
ઋત્વિક વાડકર
મનને શાંતિ મળે ના મળે, તું મારા મન માં મળે એટલું બસ છે;

કોઈ દોસ્તાર બને ના બને, તું મને દિલદાર મળે, બસ છે.

દુનિયા તારી સ્તુતિ ગાવા રાગડાય તાણે, પણ તું ક્યાં ટસ નો મસ છે;

હું થોડું ગાઉં , ને તું મારી સામેવાળામાં બેઠો મલકાય, બસ છે.

લખાણની વાતો વાંચી નથી, તારી એક કાવ્યપંક્તિ મળે બસ છે;

હું તો કવ છું મૌન રહે, બોલીશ જ ના, એક ઈશારો મળે, બસ છે.

તારા પ્રેમ ને હું શું ખોલું? , તું મારો યાર જબરદસ્ત છે;

તું મને સામે મળે કે ના મળે, મારામાં તું એક એહસાસ બસ છે.

તારું સર્જન તને યાદ કેમનું કરે?, એતો તારી ચીજ બડી મસ્ત છે;

તારી યાદમાં તારા હાથ નો કોળીયો ખાઉં ને તું એને પચાવે એટલું બસ છે.

મારી માં ને રીઝવવા લોકો તને છોડી જાગે, એ બધા જ અલમસ્ત છે;

હું તો બસ તને ભજું, ને તું માં બની તારા ખોળામાં લે એટલું બસ છે.

દુનિયા ના દરવાજા ખુલા દેખું છું, પણ લોકો મારાથી ત્રસ્ત છે;

હું દોડતો તારી પાસે આવું ને તું બોલાવે એટલું બસ છે.

વડીલો તારું નામ બોલે, કે તું દુનિયાદારી માં વ્યસ્ત છે;

હું આમ તો એકલો છું, તું તારા વિચાર વહેંચાવ્ડાવે એટલું બસ છે.

વિશ્વ આખું તને ચાર દીવાલે સજાવે ને બોલે તું કેટલો તંદુરસ્ત છે;

હું તને મારા માં જોવું , ને તું બીજા માં દેખાય એટલી દ્રષ્ટિ મળે એ બસ છે.

-
ઋત્વિક વાડકર