Last typing - 12 books and stories free download online pdf in Gujarati

લાસ્ટ ટાઈપીંગ...12

અમે બંને કોલેજ પહોચ્યા.રોજની જેમ મસ્તી કરીને દિવસ પસાર કયો.કોલેજ થી છૂટીને સારા મને મળી.

“ચાલ વિશ્વ તું આવે છે.ક્લબ ?”સારાએ પૂછ્યું.

“હા હવે કહ્યું છે. તો આવવુ જ પડશે ને “મેં કહ્યું.

“ના તારે કામ હોય તો તું જઈ શકે છે.”સારાએ કહ્યું.

“ના હું આવું છુ ચાલ”મેં કહ્યું.

“ના રેહવા દે હું જતી રહીશ”સારાએ કહ્યું.

“ચાલ ને હવે નાટક નહી કર”મેં સારાને કહ્યું.

સારા ચુપ ચાપ બાઈક પર બેથીને મેં બાઈક ચાલુ કરીને હું અને સારા ક્લબ જવા માટે નીકળ્યા.થોડીવારમાં ક્લબ પહોચી ગયા.અમે જઈને સીધા જ કોચને મળ્યા.કોચએ અમને આવકાર્યા “આવો બેસો..”

“હા સર બોલો શું? સમાચાર આપવા માગો છો તમે”સારાએ કોચને પૂછ્યું.

“જો સારા તું ખુબ હોશિયાર અને આ વડોદરાની મેચ પહેલા જે તારી સાથે બન્યું કે,તું પડી અને તને ઈજા થઈ. એ પર થી સાબિત થાય છે કે તું ખુબ હિંમતવાત છોકરી છે.એતો છે પણ હવે આપણે મુદ્દાની વાત કરીએ. જો સારા ૨ મહીને પછી ઇન્ટરનેશનલ લેવલની ટુર્નામેન્ટ છે આ ટુર્નામેન્ટ અમેરિકામાં યોજાવાની છે.આ ટુર્નામેન્ટ નું નામ છે “વલ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપ” આ ટુર્નામેન્ટ માં ઘણા બધા દેશના ખેલાડી ઓ ભાગ લેવા માટે આવે છે.પોતાના સપના ઓ ને હકીકતમાં બદલવા માટે આવે છે”કોચે કહ્યું.

“પરંતુ સર ,બધા દેશના ખેલાડીઓ હશે ત્યાં હું કેમ જીતીશ?”સારાએ કહ્યું.

“ સારા તે ખેલાડી પણ માણસ છે અને તું પણ માણસ જ છે ક્યારેય પણ કોઈથી ડરવાનું નહિ “કોચે કહ્યું.

“ઓકે સર હું રમીશ”સારાએ ઉત્સાહ સાથે કહ્યું.

“શાબાશ સારા, તારા પ્રત્યે આજ આશા હતી.” કોચે કહ્યું.

“વેરી ગુડ સારા “મેં પણ કહ્યું.

“થેન્ક યુ વિશ્વ”સારાએ કહ્યું.

“સારા હવે ક્યારે તૈયારી શરુ કરવી છે.”કોચે સારાને પૂછ્યું.

“બસ તમે કહો એટલે શરુ...”સારાએ કહ્યું.

બધી વાતચીત થઇ ગઈ સારાએ કહ્યું “સર હવે અમે જઈએ”

“હા હવે તમે જઈ શકો પણ કાલે સમયસર પ્રેક્ટીસમાં આવીજે”કોચે કહ્યું.

“ઓકે સર “સારાએ કહ્યું.

અમે ક્લબની બહાર નીકળ્યા.ત્યારે મેં સારાને પૂછ્યું”સારા હવે તું એકલા જ ક્લબમાં આવીશ?”

“શા માટે ?”સારાએ સામે પ્રશ્ન કર્યો.

“અરે તું અહી પ્રેક્ટીસ કરે. હું શું કરું અહી? હું મને કંટાળો આવે”મેં કહ્યું.

“ઓકે કાલે તું નહિ આવતો બસ...”સારાએ કહ્યું.

“ઓક્કે..ચાલ હવે તને ઘરે મૂકી જાઉં “મેં કહ્યું.

“હા ચાલ”

અમે બંને સારાના ઘર તરફ નીકળી પડ્યા.સારાનું ઘર આવ્યું.મેં સારાને તેના ઘરે ઉતારીને હું પણ ઘરે ગયો.ઘરે જઈને જામીને સુઈ ગયો.સવારે ઉઠીને કોલેજ જવા નીકળ્યો.કે તરતજ દીગેશનો ફોન આવ્યો.”ગુડ મોર્નિંગ ભાઈ.. ક્યાં છે.”

“ગુડ મોર્નિંગ , બસ તૈયાર થઇને કોલજ જવા નીકળ્યો છુ.”મેં કહ્યું

“તું તારી સોસાઈટીના ગેટ પાસે મારી રાહ જો હું આવું છું “દીગેશએ કહ્યું.

થોડીવાર માં દીગેશ આવ્યો.અમે બંને કોલેજ જવા નીકળ્યા.રસ્તા માં સારાનો ફોન આવ્યો”વિશ્વ હું ક્લબ જવાની છું એટલે આજે હું કોલેજ નહિ આવી શકું” “હા કઈ વાંધો નહિ “ મે કહ્યું. સારાએ ફોન મુક્યો.તરતજ દીગેશએ કહ્યું.”ભાઈ શું થયું ક્યાં પહોચી તમારી સ્ટોરી “કઈ સ્ટોરી ?”મેં મારી કિસ્મત પર અફ્સોફ ખાતા કહ્યું.”અરે તારી અને સારાની “દીગેશ એ કહ્યું.”કઈ નહિ શું થાય? હવે કઈ નથી “મેં કહ્યું.”ના કઈક છે બોલ”દીગેશ એ કહ્યું. “જે વ્યક્તિ મારા નસીબ માં નથી તેની રાહ જોઈ ને શું ફાયદો થવાનો”મેં કહ્યું.”હા એ વાત પણ સાચી ,પણ આ દુનિયા પણ ખુબ ગજબ છે? સાચો પ્રેમ જ હમેશા તડપાવે છે.“દીગેશ એ કહ્યું.”તો શું ,કઈ નહિ આવું તું ચાલ્યા કરે તું ફટાફટ બાઈક ચલાવ કોલેજ જઈએ”મેં કહ્યું.દીગેશ એ બાઈક નો સ્પીડ વધારી..અમે બંને કોલેજ પહોચ્યા.અમે બંને ક્લાસ માં ગયા..જઈને સીધાજ છેલ્લી બેંચ માં બેઠા.એક પછી એક લેકચર પસાર થતા ગયા.કોલેજ થી છુટીને બધા મિત્રો ઉભા હતા ત્યારે યશ આવ્યો અને કહ્યું”ચાલો ને આજે મારા ઘરે બધા મળીએ “ “હા..હા...આજે અને મોકો આપ્યો બસ જા જીલે અપની જીંદગી” નિકુંજે કહ્યું.”તું તૈયાર જ હોય..તને નથી પૂછતો બીજા ને પૂછ્યું છુ.“યશ એ કહ્યું.”હા ભાઈ મળીએ બસ “મેં કહ્યું.”તો મારે ઘરે શું જવું હું અને વિશ્વ અત્યારે જ આવીએ છીએ”દીગેશ એ કહ્યું.”હા તો આવું કરો”યશ એ કહ્યું.

અમે બધા એ બાઈક ચાલુ કરીને બધા છુટા પડ્યા.અમે બંને અને યશ તેના ઘર પહોચ્યા.અમે સીધાજ યશની રૂમ માં ચાલ્યા ગયા.યશ આવ્યો ને કહ્યું.

“આજે તો થાકી ગયા હો..પેલા કાનુડા નો લેકચર હતો ને”

“હું સમજી ગયો. તને કેટલો થાક લાગ્યો હશે”મેં કહ્યું.

“સમજદાર છો”યશએ હાસીને કહ્યું.

“પેહાલે થી જ “મેં કહ્યું.

“હા..પેલું સારા વાળું શું થયું?”યશ એ પૂછ્યું.

“ના કઈ નહિ હવે ઇન્ટરનેશનલ લેવલ પર જવાની તૈયારી કરે છે”મેં કહ્યું.

“ઓહ..congratulation કેહજે તેને”યશ એ કહ્યું.

“બસ હવે લાઈફ નવા મોડ પર જવાની તૈયારી માં છે.”મેં કહ્યું.

“કેમ શું થવાનું છે”યશ એ પૂછ્યું.

“બસ મને અંદર થી આવો ભાસ થાય છે”મેં કહ્યું..

અમે વાત કરતા હતા ત્યારે બધા મિત્રો આવ્યા.અમે બધા કોલેજ ની વાત કરતા હતા.વાત કરવામાં સાંજ કેમ પડી ખબર જ ન રહી.

“ચાલો હવે ઘરે નથી જવું. કોઈને મન નથી થઇ થતું ,ઘરે જવાનું “દીગેશએ કહ્યું.

“હા યાર આજે લેટ થયું ગયું વાતું કરવામાં” નિકુંજએ કહ્યું.

અમે બધા યશના ઘરે થી નીકળ્યા.દરવાજા પાસે હું પહોચ્યો ત્યારે યશ એ કહ્યું”બેસ્ટ ઓફ લક વિશ્વ” મને નવાઈ લાગી તેથી મેં પૂછ્યું “શા માટે બેસ્ટ ઓફ લક” ત્યારે યશએ કહ્યું “અત્યારે આ બેસ્ટ ઓફ લક ની તારી કોઈ જરૂર પડે ભવિષ્ય માં આ બેસ્ટ ઓફ લક ખુબ જ કામ લાગશે” “ઓકે સાચવીને રાખીશ આ બેસ્ટ ઓફ લક” મેં કહ્યું.અને હું ત્યાંથી નીકળી ગયો.ઘરે પહીચ્યા. ફ્રેશ થઈને ટીવી ચાલુ કરી.બધી ચેનલ બદલતો હતો.મને એક ચેનલ પર સારા એવું નામ સંભાળવા મળ્યું.તેથી મેં ચેનલ પાછળ લીધી. જોયું તો સારાનો ઇન્ટરવ્યુ ચાલુ હતો.એક રિપોર્ટર પૂછ્યું કે “તમારી સફળતા નું કારણ શું છે “ત્યારે સારા એ કહ્યું કે”મારી સફળતા નું કારણ છે મારી મેહનત અને તે બધા કે જેણે મને હિંમત આપી છે”આમ,ઘણા સવાલો રિપોર્ટર દ્વારા કરવામાં આવ્યા.સારાએ તેના જવાબ આપ્યા .ઇન્ટરવ્યુ પૂરો થયો ને મેં સારાને ફોન કર્યો “કેમ સારા આજે તો તું ટીવી માં આવી ને” “હા હો વિશ્વ.હું બધું બરાબર જ બોલી છું ને “સારાએ કહ્યું. “હા એક બધું પરફેક્ટ બોલી છે”મેં કહ્યું. “કઈ નહિ ચાલ બાય મારે ઘરે જવું છે અત્યારે હું ક્લબ પર છું.”સારાએ કહ્યું.સારાને બાય કહી ને મેં ફોન કટ કર્યો ત્યાં મમ્મી એ બુમ પાડી “ચાલ બેટા જમવાનું બની ગયું છે.” આ સંભાળતા ની સાથેજ હું ફટાફટ નીચે ગયો.અમે બધા જવા બેઠા ત્યારે જમતા જમતા પપ્પા એ પૂછ્યું “કેમ ચાલે બેટા ભણવાનું “મેં કહ્યું”બસ પપ્પા ચાલ્યા કરે.” આ સવાલ પૂછતા ની સાથેજ મેં મારી જમવાની ઝડપ રાખી.મને થયું કે જો ઝડપ નહિ રાખું તો પપ્પા બીજો સવાલ પૂછશે ? તે બીજો સવાલ પૂછે તે પહેલા હું જમીને રૂમ માં ચાલ્યો ગયો.રૂમ માં જઈને સુઈ ગયો.

વધારે વાંચવા માટે આગળના ભાગ ની રાહ જુઓ..અને આ સ્ટોરી પસંદ આવી હોય તો આપો તમારો feedback.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED