લાસ્ટ ટાઈપીંગ... 8 Krunal Dhakecha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાસ્ટ ટાઈપીંગ... 8

સારા ની એક મોટી ખાસીયત હતી. તે પોતાનો દર્દ ક્યારેય બીજા સામે રજુ ના કરતી હંમેશા લોકો સામે હસતી, મસ્તી કરતી..

“ સારા, હવે તું ઘરે ચાલ તારા મમ્મી પણ રાહ જુએ છે. અને તારો ફોન ક્યાં છે ? સ્વીચ ઓફ કેમ છે?” મેં સારા ને કહ્યું.

“અરે યાર ફોન માં બેટરી ઓછી છે. ” સારાએ કહ્યું.

“ભૂત તો કોઈક ફોન માંથી ફોન કરી કહી દેવાનું હોય. તને ખબર છે? તારા મમ્મી કેટલી ચિંતા કરતા હતા? હું તને શોધતો શોધતો તારી ઘરે ગયો હતો. ” મેં સારા ને કહ્યું.

“ભૂત, મમ્મી નહિ તું ચિંતા કરતો હતો એમ બોલ ને, મમ્મી વાળો “સારા એ મને હસી ને કહ્યુ.

“ચિંતા તો થાય જ છે. તારી હાલત ખરાબ છે તને?” મેં કહ્યું.

“ હા તો એમ બોલ ને મમ્મી ને શું વચ્ચે લાવે છે. ” સારા એ ફરી હસી ને કહ્યું.

“હા ભૂત ભૂલ થઈ ગઈ. હવે માફ કર અને ચાલ ઘરે” મેં કહ્યું.

“ હા ચાલ ભૂત “સારા એ કહ્યું.

“તારું મો જો રમી રમી ને ભૂત જેવું થઇ ગયું છે” મેં કહ્યું.

“તારું મો જો મને જોઈ જોઈ ને ભૂત જેવું થઇ ગયું છે” સારા એ કહ્યું.

આમ બંને લડતા લડતા સારાના ઘરે પહોચ્યા. ડોરબેલ માર્યો. સારા ના મમ્મી એ દરવાજો ખોલ્યો અને બોલ્યા “અરે બેટા તું?, સારા મળી મારો તો જીવ અધડો થઇ ગયો છે. ”

“આંટી હવે જીવ આખો થઈ જશે. ”

મેં સારા ને બોલાવી ને તેના મમ્મી ને કહ્યું “લ્યો આંટી તમારી છોકરી ક્લબ માં હતી, બેન ત્યાં બેડમિન્ટન રમી રહ્યા હતા”

“શું ??? “સારા ના મમ્મી એ મારી તરફ જોઈ પછી સારા સામે જોયું.

“સારા તને કઈ ખબર પડે છે? તું શું કરે છે?તને ડોકટરે કહ્યું હતું ને અરમ કરવાનું” સારા ના મમ્મી એ કહ્યું.

“મમ્મી અતો કહ્યા કરે તેનું કામ છે કહેવાનું “ સારા એ કહ્યું.

“પણ બેટા તને કઈ થઇ જશે તો અમે શું કરી શું? “સારા ના મમ્મી એ કહ્યું.

“મમ્મી હું તમારી દીકરી છું મને કઈ નહિ થાય” સારા એ કહ્યું.

“પણ બેટા.... ” સારા ના મમ્મી એટલું બોલ્યા ત્યાં સારા એ તેમને અટકાવ્યા.

“મમ્મી હવે હું આવી ગઈ છું અને મારે બપોરે ૧૨ વાગે વડોદર જવાનું છે” સારા એ કહ્યું.

“ના બેટા હવે હું તને ઘર ની બહાર પગ મુકવા દઈશ નહિ ” સારા ના મમ્મી એ કહ્યું.

“ના મમ્મી આજે મારી જીંદગી એ મને એક તક આપી છે. અને જીંદગી એક જ વાર તક આવે છે. એક વાર હું મેચ રમી લઉ પછી ૧ મહીનો આરામ કરીશ બસ” સારા એ તેના મમ્મી ને કહ્યું.

“પણ બેટા તું સમજ ને” સારા ના મમ્મી એ સારા ને ખુબ સમજાવી પણ સારા એકની બે ન થઇ ..

સારા પોતાના રૂમમાં ચાલી ગઈ. હું સારા ના મમ્મી ની બાજુ માં બેઠો સારા ના મમ્મી એ મને કહ્યું બેટા તું કઈક સમજાવ ને.. આંટી હવે સારા કોઈ ની વાત નહિ સંભાળે આંટી તમે ભાગ મિલ્ખા ભાગ મુવી જોયું? “હા જોયું છે” સારા ના મમ્મી એ કહ્યું. તો બસ તેમાં જે મિલ્ખાસિંગ છે હાલ માં એ મિલ્ખાસિંગ સારા છે. હવે તમે સમજી ગયા... પણ બેટા હું એક જ વાત પર જવાની રજા આપીશ. સારા ના મમ્મી એ કહ્યું. મેં કહ્યું બોલો તમે જે પણ કહેશો તે કરવા તૈયાર છીએ. ” તો સંભાળ હું સારા ને જવાની રજા આપું. જો તું તેની સાથે જતો હોય... ” સારા ના મમ્મી એ મને કહ્યું. ” હા હું જઈશ” મેં કહ્યું. પણ બેટા તું તેની પૂરી કાળજી રાખજે તેને કઈ થવું ના જોઈએ તેની જવાબદારી તારી.. હા તેની જવાબદારી મારી બસ ખુશ. મેં સારા ના મમ્મી ને કહ્યું.

ચાલો આંટી હું ઘરે જાઉં છું. હું પછી આવીશ અને મારે પેકિંગ પણ કરવું પડશે. ઓકે બેટા આવજે સારા ના મમ્મી એ કહ્યું... હું ઘરે ગયો અને તૈયાર થઇ ગયો મમ્મી એ પૂછ્યું બેટા” શું વાત છે? આજે કેમ ક્યાં જવાનું છે?” .

મેં કહ્યું” મમ્મી બસ મારા સપના ઓ પુરા કરવા જઉં છું. ”

“હા પણ ક્યાં?” મમ્મી એ પૂછ્યું.

” વડોદરા” મેં કહ્યું..

” સારું ક્યારે આવીશ “મમ્મી એ પૂછ્યું..

” સારું વહેલા આવજે” મમ્મી એ કહ્યું.

હું મારા મમ્મી ને પગે લાગ્યો ને કહ્યું” મમ્મી હું જાઉં છું મને આશીર્વાદ આપો કે હું મારા સપના પુરા કરી શકું” .

“અરે બેટા મારા આશીર્વાદ હંમેશા તારી સાથે જ છે. ” એમ કહી માથે હાથ મુક્યો.

મેં મારી બેગ હાથ માં લીધી અને સારા ના ઘર તરફ નીકળી પડ્યો. તેના ઘરે જઈ. હું અને સારા વડોદરા ની ટ્રેંનમાં નીકળી પડ્યા. વડોદરા પહોચી. અમે વડોદરા માં આવેલી ગુજરાત બેડમિન્ટન અસોસિએશન એ પહોચ્યા. મેચ ૫ વાગે શરુ થવાની હતી. અમેં ૪ વાગે ત્યાં પહીચી ગયા હતા. હું અને સારા ગેટ પાસે પહોચ્યા ત્યારે ત્યાં ઉભેલા માણસે અમારી પાસે રજીસ્ટ્રેશન ફોર્મ માગ્યું. સારા નું બેગ મારી પાસે હતું . સારા એ મને કહ્યું વિશ્વ મારી બેગ માં ફોર્મ છે જરા આપ ને. મેં ફોર્મ કાઢી ને પેલા માણસ ના હાથ માં મુક્યું. તેણે જોઈ ને અમને પરત આપ્યું. અમે અંદર ગયા. ત્યાં જઈ મેં સારા ને બેસાડી અને હું પણ બેઠો. અચાનક સારા એ કહ્યું વિશ્વ “તારો ખુબ ખુબ આભાર “

“શા માટે” મેં પૂછ્યું.

“બસ સાથ આપવા માટે “સારા એ કહ્યું.

“ સારા તારી સફળતા માં મારો કોઈ હાથ નથી. આતો તારી મેહનત રંગ લાવી છે” મેં કહ્યું.

“હા એ પણ છે. પરંતુ તારો પણ હાથ છે “સારા એ કહ્યું.

“હા હશે હું નથી જાણતો અને હા સારા જો એક વાત તને ચોખ્ખી કહું છું તને એવું જણાય કે તને પગ માં દુખાવો થઇ રહ્યો છે. તો તું રમત છોડી દેજે “મેં કહ્યું.

“વિશ્વ હવે તો જિંદગી જીવવાનું શરુ કર્યું છે. હવે કેમ રમ્યા વગર પછી ફરું” સારા એ કહ્યું.

“ખોટી જીદ ના કર કહ્યું એટલું કર “મેં કહ્યું.

“જો તું ફરી મારા માટે ચિંતીત છે. ” સારા એ કહ્યું.

“સારા ચિંતા ની વાત નથી તારા મમ્મી એ તને મારી જવાબદારી પર અહિયાં મોકલી છે અને તને કઈક થઈ જશે તો હું મારી જાત ને ક્યારેય માફ નહિ કરી શકું. ” મેં કહ્યું.

“હા હવે પગમાં દર્દ થશે તો હું બેસી જઈશ બસ” સારા એ કહ્યું.

થોડીવાર માં ત્યાં ઘણા બધા મેચ જોવા આવવા લાગ્યા. સારા ની જેમ બીજા લોકો પણ અહી રમવા માટે આવ્યા હતા. મને એ વાત ની ચિંતા હતી કે સારા ને કઈ પણ ન થાય. થોડીવાર થઇ ને ટુર્નામેન્ટ શરુ થઇ. સારા એ મને કહ્યું હવે તું તારી સીટ પર જઈને બેસી જા. હું ત્યાં થી નીકળ્યો. અચાનક મને કઈક યાદ આવ્યું મેં ફરી સારા પાસે ગયો.

“સારા best of luck” મેં સારા ને કહ્યું.

“વિશ્વ થેન્ક યુ. હવે હું મેચ જીતીજ જઈશ” સારા એ કહ્યું.

“ઓકે ચાલ હું જાઉં છું Take care “ કહી હું નીકળી ગયો અને મારી સીટ પર જઈ ને બેઠો. ટુર્નામેન્ટ શરુ થઇ શરૂઆત માં સારા નો દાવ હતો. સારા મેદાન માં આવી. તેના પગમાં પાટો બાંધેલો જોઈ મારી બાજુમાં બેસેલા ભાઈ બોલ્યા “આ છોકરી શું રમવાની આ ને તો પગ માં પાટો બાંધેલો છે. ” મેં તેને કહ્યું” ભાઈ પાટો એના પગ માં નહિ પણ તમારી આંખ પર બાંધ્યો છે. ” લોકો એ સાચી હકીકત જોવા ને બદલે નક્કર હકીકત ને અપનાવી બેસે છે.

વધારે વાંચવા માટે આગળના ભાગ ની રાહ જુઓ.. અને આ સ્ટોરી પસંદ આવી હોય તો આપો તમારો feedback.

***