લાસ્ટ ટાઈપીંગ... 6 Krunal Dhakecha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાસ્ટ ટાઈપીંગ... 6

હું સારા પાસે ગયો. સારા એ પૂછ્યું “ શું કહ્યું ડોકટરે?”

હું કેવી રીતે તેને કહું કે ડોકટર એ૧૫ દિવસ ની આરામ કરવાનો કહ્યું છે. હું ચુપ રહ્યું. સારા એ ફરી પૂછ્યું “ શું કહ્યું બોલ ને કેમ ચુપ છે.. ? તું”. મારી આંખ માંથી આંસુ પડ્યું. સારા એ કહ્યું “ કેમ તું રડે છે? અને તું કેમ કશું બોલતો નથી”. મેં સારા ને કહ્યું” સારા ડોકટરે તને ૧૫ દિવસ ની આરામ કરવાનો કહ્યું છે” સારા એ ગભરાય પૂછ્યું” શું ?”. “હા, તારે ૧૫ દિવસ આરામ કરવાનો છે” મેં કહ્યું. સારા રડી પડી “ શું ૧૫ દિવસ તો હું કઈ રીતે રમીશ” આજે સારા કરતા વધારે દુઃખ મને હતું કે સારા હવે વડોદરા નહિ જઈ શકે. સારા એ પોતાની આંખ લુછી ને કહ્યું “ હું રમીશ”.

“શું તું પાગલ છે, તું ઉઠી શકે એ હાલત માં નથી અને તારે રમવું છે. ” મેં સારા ને કહ્યું.

“હા છતાં પણ હું રમીશ, તું જોઈ લે આ વખતે રાજ્ય લેવલ ની રમત ના હું જ જીતીશ. અને કોઈ ગમે તે કહે.. હું રમીશ એટલે રમીશ બસ... ”સારા એ કહ્યું.

“પણ તું આરામ કરી લે,હાથ પગ સારા હશે તો એક નહિ સો મેચ રમી શકીશ. ” મેં સારા ને કહ્યું.

“ના,હું રમીશ એટલે રમીશ બસ” સારા એ કહ્યું.

“ઓકે ,પણ તું કઈ રીતે રમીશ તારી હાલત તો જો” મેં કહ્યું.

“હું બધું કરી લઈશ “ સારા એ કહ્યું.

મેં સારા ને ખુબ માનવી પરંતુ તે એક ની બે ન થઇ. ત્યાર બાદ ડોકટર આવ્યા અને કહ્યું “ દવા સમયસર લેવી અને આરામ કરવો. ”

મેં ડોક્ટર ને કહ્યું “હવે અમે સારા ને ઘરે લઇ જઈ શકીએ?”

“ હા હવે તમે લઇ જઈ શકો છે”ડોકટરે કહ્યું.

સારા ને મેં કહ્યું તું અહી થોડી વાર બેસ હું પૈસા આપી ને આવું. હું રીસેપ્શન એરિયા પર ગયો અને પૈસા આપ્યા. મેં સ્મિત ને ફોન કરી ને ફોરવીલ લઈને બોલાવ્યો. હું સારા પાસે જઈને બેઠો સારા એ મને કહ્યું.

“વિશ્વ તને એમ થતું હશે ને કે હું શા માટે તારી વાત નથી માનતી, પણ એનું એક કારણ છે. આજે જો હું બેસી રહીશ તો હું ક્યારેય પણ આગળ નહિ વધી શકું. હું મારો સમય બરબાદ કરી શકું પણ તારો નહિ. તે મારી પાછળ કઈ ઓછી મેહનત કરી છે? આજે હું જે છું એ તારા થકી જ છું. અને હવે તું મને એમ કહે છે કે સારા તું આરામ કર.. હું કઈ રીતે આરામ કરી શકું. ”

“સારા તારી સફળતા માં મારો કઈ હાથ નથી, એ તો તારું ભાગ્ય છે. ”મેં સારા ને કહ્યું.

“ હા પણ ભાગ્ય એમજ ના બને તક અને તૈયારી બંને એક થાય ત્યારે ભાગ્ય બને અને આજે મને તક મળી છે અને હું તક નો લાભ ઉઠાવવા તૈયાર પણ છું. ” સારાએ કહ્યું.

થોડી વાર થઈને સ્મિત નો ફોન આવ્યો. હું પહોચી ગયો. મેં કહ્યું “બસ આવુ જ છું”. સારા ને કહ્યું “ ચાલ હવે ભૂત ઉભી થા. ”

“હા ભૂત, મદદ કરો તો ઉભી થઉં ને” સારા એ હસી ને કહ્યું.

મેં સારા ને ખભો આપ્યો. હું તેને લઇ ને કાર પાસે પહોચ્યો. દરવાજો ખોલી સારા ને બેસાડી. હું પણ બેઠો. મેં સારા નું ઘર પણ ન જોયું હતું.

મેં સારા ને પૂછ્યું” તમે ક્યાં રહો છો?”

“ઘર માં કઈ રોડ પર નહિ રેહતા. “સારા મસ્તી કરતા બોલી.

“ મને થયું રોડ પર રહેતા હશો. ” મેં પણ કહ્યું.

સ્મિત એ સારા ને કહ્યું “ તમને દર્દ નથી થતો. તમારી હાલત તો જુઓ અને તમે મસ્તી કરો છો. ”

સારા એ કહ્યું” જેને વિશ્વ જેવા મિત્ર હોય અને શું દર્દ થાય”

મેં કહ્યું” ઓહ્હો ખુબ મોટી વાત કરી નાખી. ”

“ બસ હવે મસ્તી નહિ, વેસ્ટન વિલા જોયું? ત્યાજ રહું છું. ” સારા એ કહ્યું.

સ્મિત એ ગાડી ચાલુ કરી ને અમે હોસ્પિટલ થી નીકળી સારા ના ઘરે પહોચ્યા. સારા ને હું નીચે ઉતાર્યો અને સારા ને નીચે ઉતારી અને હાથ આપી ને ઘર પાસે ગયા અને ડોરબેલ માર્યો. સારા ના મમ્મી એ દરવાજો ખોલ્યો. ”અરે સારા, આ શું થયું. ” સારા ના મમ્મી એ સારા ને પૂછ્યું. હું સારા ને હાથ આપી ને અંદર લઇ ગયો. તેને બેસાડી,અમે પણ બેઠા.

સારા એ તેના મમ્મી મેં કહ્યું “ કઈ નથી થયું બેડમિન્ટન રમતા રમતા પડી. ”

સારા આંગળી મારી તરફ કરી તેના મમ્મી ને કહ્યું “ આ વિશ્વ મારો ફ્રેન્ડ છે,અમે બંને સાથે સ્કુલ માં ભણતા”

મેં સારા ને કહ્યું “ચાલ હવે અમે જઈએ” સારા એ કહ્યું “ બેસ ને” મેં કહ્યું. ”ના બેસવું નથી કામ છે. ”

સારા એ કહ્યું “ઓકે”

અમે ત્યાં નીકળ્યા. સ્મિત એ મને કહ્યું” ચાલ હું તને ઘરે મૂકી જાઉં”

મેં કહ્યું “ઓકે ચાલ”

હું ઘરે પહોચ્યો. ફોન ચાલુ કરી ફેસબુક ચાલુ કર્યુંજોયું તો દીગેશ ઓનલાઈન બતાવતો હતો મેં તેને મેસેજ કર્યો.

“hi”

“hi બોલ ને ભાઈ,શું કરે છે. ”દીગેશ નો મેસેજ આવ્યો.

“કઈ નહિ હમણાં સારા ના ઘરે જઈ ને આવ્યો છું. ”મેં દીગેશ ને કહ્યું.

“તું અને સારા ના ઘરે? શું વાત કરે છે. ”દીગેશ નો મેસેજ આવ્યો.

“હા “ મેં કહ્યું.

“કેમ ત્યાં “દીગેશ પૂછ્યું.

“આજે હું અને સારા બંને ક્લબ ગયા હતા. ત્યાં તે પડી તો વાગ્યું. ત્યાંથી હોસ્પિટલ લઇ ગયો ત્યાંથી સારા ને ઘરે મુકવા ગયો”મેં કહ્યું.

“ઓહ બિચારી”દીગેશ નો મેસેજ આવ્યો.

“બોલ નવીન માં શું ચાલે “મેં કહ્યું.

“તમે બોલો નવીન માં તમારી જેવું થોડું હોય. ”દીગેશ એ કહ્યું.

“કેમ અમારા એવું અમારે શું છે વળી “મેં કહ્યું.

“અરે ભાઈ મસ્તી કરું છું. કઈ નહિ તું તો કોલેજ નથી આવતો હમણાં એટલે કંટાળો આવે ત્યાં. ”દીગેશ એ કહ્યું.

“હમણાં થોડા દિવસ નહી આવું પછી વિચારું છું. ”મેં કહ્યું.

“બસ એ કરો” દીગેશ એ કહ્યું.

“એક સવાલ છે ભાઈ?” દીગેશ એ કહ્યુ.

“શું બોલ” મેં કહ્યું.

“તું સારા પાછળ એટલી મેહનત કરે છે તને શું ફાયદો થશે. ” દીગેશ એ કહ્યું.

“ ના ભાઈ કઈ જ ફાયદો નથી. બસ એના માટે કરું એટલે હું મારા માટે કરતો હોય આવું લાગે છે.

“કઈ રીતે” દીગેશ એ પૂછ્યું.

“એ ખબર નથી પણ બસ અંદર થી લાગણી આવે છે. ”મેં કહ્યું.

“ઓકે સમજી ગયો... “ દીગેશ એ કહ્યું.

“શું સમજયો ?” મેં પૂછ્યું.

“ના કઈ નહિ” દીગેશ એ કહ્યું.

“ના બોલ “ મેં કહ્યું.

“તું તેને હેલ્પ કરે છે. ” દીગેશ નો મેસેજ આવ્યો.

“હા “ મેં કહ્યું.

“ચાલ બાઈ મારે કામ છે” દીગેશ નો મેસેજ આવ્યો.

“ઓકે બાઈ “ મેં કહ્યું.

જ્યારથી સારા પડી ત્યાર પછી મારી સારા સાથે એક પણ વખત વાત થઈ ન હતી. હું એ વિચાર માં જ રહતો કે સારા શું કરેશે હવે... મંગળવાર નો શનિવાર થયો. શનિવારે સાંજે હું જમીને ઘરની બહાર નીકળો ને થોડો આગળ ચાલ્યો. મેં મારો ફોન ખીચા માંથી બહાર કાઢી ને જોયું તો સારા નો મેસેજ આવ્યો હતો.

“Hi વિશ્વ”

“કેમ છે તું?”

મેં તેને જવાબ આપ્યો.

“મજામાં ન હતો પણ હવે મજા માં થઈ ગયો. ”

“કેમ આવું બોલે છે તું “ સારા એ પૂછ્યું.

“છોડ હવે અ વાત ને તને કેમ છે હવે” મેં કહ્યું.

“બસ પેહલા કરતા સારું છે” સારા એ કહ્યું.

“સારા એક વાત પુછુ” મેં સારા ને કહ્યું.

“હા બોલ ને “ સારા એ કહ્યું.

“સારા આજે શનિવાર છે અને તારે સોમવારે જવાનું છે તને યાદ છે” મેં સારા ને કહ્યું.

“હા વિશ્વ મને યાદ જ છે બધુ” સારા એ કહ્યું.

વધારે વાંચવા માટે આગળના ભાગ ની રાહ જુઓ.. અને આ સ્ટોરી પસંદ આવી હોય તો આપો તમારો feedback

***