Last Typing... 4 books and stories free download online pdf in Gujarati

લાસ્ટ ટાઈપીંગ... 4

"કેમ તને એવી છોકરી ગમે" સારા એ પૂછ્યું.

" બસ આજ કાલ ના લોકો માત્ર ટાઇમ પાસ કરવા માટે Love કરતા હોય છે,શું love નું મુલ્ય કઈજ નથી? શું પ્રેમ એટલો સસ્તો છે ?"મેં કહ્યું.

"અરે... વાહ્હ્હ તું કેમ એટલું બધું જાણે છે love વિશે?" સારા નો રીપ્લાય આવ્યો.

" બસ એમજ મને ખુબ નફરત છે. એવા લોકો થી કે જે લોકો પ્રેમ ને એક નાટક સમજે છે,એક રમકડું સમજે છે.. !!! રમી ને ફેકી દીધું... " મેં કહ્યું.

"Nice.. ક્યાંથી શીખ્યો આટલું બધું? મને તો તું સાવ સીધો લાગતો" સારા એ મને કહ્યું.

" ના હજુ પણ સીધો જ છું અને આ હું ગમે ત્યાંથી પણ શીખ્યો બસ love ને સપોર્ટ કરું છું એટલે ખબર હોય"મેં સારા ને રીપ્લાય કર્યો.

" તો અમને પણ જણાવ શું હોય છે LOVE " સારા એ મને કહ્યું

" કેમ તારે શું કામ છે જાણી ને?" મેં સારા ને કહ્યું.

"ના બસ જાણવાની ઈચ્છા છે એટલે "સારા નો રીપ્લાય આવ્યો.

" હ્મ્મ્મ, તો સંભાળ , પ્રેમ એ એવું વસ્તુ છે કે ગમે તેટલી કીમત ચૂકવો તો પણ સાચો પ્રેમ મળવો મુશ્કેલ છે. પ્રેમ કરવા માટે તો રાત ભર જાગવું પડે છે.

પ્રેમ માં વ્યક્તિ ના દિલ પર જયારે દુ:ખ આવે તો તે સમય માં નવા જન્મેલા નાના બાળક થી પણ વધારે નાજુક થાય જાય છે. ક્યારેક તો નાની વાત માં રડવા લાગે છે. અને જયારે આ પ્રેમ પર કોઈ પણ મુશ્કેલી આવે તો વ્યક્તિ બધું ભૂલી જાય છે કે તે કોણ છે, તે એ કાર્ય શા માટે કરે છે. અને તે એવા પણ કામ કરી નાખે છે કે જે તેના માટે અશક્ય હોય. આ હોય છે પ્રેમ ની તાકાત. જયારે તાજમહેલ બન્યો ત્યારે ખુદ શાહજાહ ને પણ ખબર ન હતી કે તેના દ્વારા બનાવેલો આ મહેલ દુનિયા ની એક અજાયબી બનશે. તેણે તો ફક્ત મુમતાજ માટે બનાવ્યો હતો. પણ તેમનો પ્રેમ સાચો હતો અને શાહ્જાહ એ માત્ર તેના પ્રેમ ને જ પ્રેમ કર્યો હતો. જોત જોતા ની સાથે આજે તાજ મહેલ પ્રેમ ના પ્રતિક કરીકે જાણીતો છે. "મેં સારા ને રીપ્લ્યાય કર્યો.

" ઓહ્હ્હ્" સારા એ મને કહ્યું.

" પણ એ બધું તો છે પણ પ્રેમ માં કેવા અનુ ભવ થાય ?" સારા એ મને પૂછ્યું.

" એ તો થાય ત્યારેજ ખબર પડે"મેં સારા એ કહ્યું.

" પણ થોડું તો કે શું થાય"સારા નો રીપ્લાય આવ્યો.

"પ્રેમ ખુબ અજીબ હોય છે. પહેલા તો ખબર જ ના પડે કે વ્યક્તિ પ્રેમ માં છે. બસ એક સબંધ હોય છે પરંતુ સબંધ નું નામ હોતું નથી. આ સબંધ મિત્રતા થી વધુ અને પ્રેમ થી અલગ લાગે હોય છે. પ્રેમ એ કોઈ પણ વ્યક્તિ ની જીંદગી સુધારી શકે છે. અને બગડી પણ શકે છે. પણ વ્યક્તિ જો કોઈ પણ સ્વાર્થ વગર પ્રેમ કરે તો તે ક્યારેય પણ વ્યર્થ જતો નથી. સાચા પ્રેમ નો માર્ગ ખુબ મુશ્કેલીઓ થી ભરેલો હોય છે. અને આ મુશ્કેલી ઓ પાર પડ્યા પછી લોકો વધારે એક બીજા ની નજીક આવે છે. એ મુશ્કેલી પર પડ્યા પછી એક નવો સબંધ ઉભો થાય છે. અને એ સબંધ નું નામ છે ' પ્રેમ' "મેં સારા ને કહ્યું.

" ઓહહ... સરસ" સારા નો રીપ્લાય આવ્યો.

સારા એ મને By કહી ને Offline થઈ ગઈ અને પછી મેં મારા લેપટોપ માં ગીત વગાડવાનું ચાલુ કર્યું, ન જાણે આજે કેમ આજે એમ લાગતું હતું કે બધા ગીત મારા માટે જ ગવાયા હશે. જે મારા દિલ ની લાગણી હતી એ જ ગીત માં આવી આવી રહ્યું હતું.

સાંજે પણ હું કાલ ની જેમ તાપી કિનારે બેસવા ગયો એક જગ્યા એ બેઠો એ પૂનમ ની ચાંદની, પ્રેમ ની ખુશ્બુ લઈ ને આવતો પવન , દિલ ની લાગણી વ્યક્ત કરતો આ પાણી નો અવાજ.. આ વાતાવરણ ખુબ રંગીન હતું. મને વિશ્વાસ ન હતો કે મેં જે આજે સારા ને પ્રેમ વિષે કહ્યું તે ક્યાંથી આવ્યું. હું વિચારો માં ખોવાયો. અચાનક દિલ માંથી એક અવાજ આવ્યો " I Love sara " બસ આ અવાજ ની સાથેજ મને મારા બધા સવાલો ના જવાબ મળી ગયા. મારા બધાજ વિચારો શાંત પાડી. હું બસ સારા ને યાદ કરતો હતો. શું કરતી હશે... !! વગેરે વગેરે જેવા પ્રશ્નો મારા દિલમાં ઉભા થવા લાગ્યા. હું ફટાફટ ઘરે ગયો ને online થયો. થોડો સમય રાહ જોઈ અને બસ મારી સારા નહિ મારી દિલ ને લાગણી ઓ online થઈ ખરેખર પ્રેમ ખુબ અજીબ હોય છે. આજે મારા દિલ માં સારા માટે પ્રેમ છે પણ કહેવાની હિમ્મત ન હતી. દુનિયા માં ઘણા લોકો આ પ્રેમ નો શિકાર છે. જે દિલ ની વાત ક્યારેય પણ કોઈ ને કહી શકતા નથી. હું પણ આ શિકારી નો શિકાર થઈ ગયો. ઊંડો શ્વાસ લઈ ને મેં બધા વિચારો ને શાંત પડ્યા અને સારા ને મેસેજ કયો.

" Hi... ઓય હિરોઈન "

" કોણ??" સારા નો રીપ્લાય આવ્યો.

" તું કેમ ના હોય" મેં કહ્યું.

"ના જ હોય" સારા નો રીપ્લાય આવ્યો.

" હોય જ ને" મેં કહ્યું.

" અચ્છા તો તુ જણાવ શા માટે હું હિરોઈન છું" સારા નો રીપ્લાય આવ્યો.

"બસ તું છે એમાં કોઈ પણ કારણ ના હોય છે.. તો છે.. " મેં સારા ને કહ્યું.

" ઓકે બસ" સારા મને કહ્યું.

" એક સવાલ પુછુ?"મેં સારા ને પૂછ્યું.

" બોલ ને" સારા એ મને કહ્યું.

"તેને ક્યારેય પ્રેમ થયો?"મેં તેને પૂછ્યું.

" ના હજુ તો થયો નથી, પણ કેમ તું મને આવું પૂછે છે. "સારા એ મને કહ્યું.

" ના તું મને પૂછતી હતી પ્રેમ વિષે એટલે મેં કહ્યું થયો હશે" મેં સારા ને કહ્યું.

" chal by , ગૂડ નાઈટ , ટેક કેર, સ્વીટ ડ્રીમ " સારા એ મને કહ્યું.

" ઓકે by " મેં પણ સારા ને by કહીને ફોન મુક્યો.

હું ફ્રેશ થઈ ને પથારી માં પડ્યો અને વિચારોમાં ખોવાઈ ગયો વિચારતો હતો કે હું સારા ને કેવી રીતે મારા દિલ ની વાત જાણવું. વિચારતા વિચારતા ઊંઘ ક્યારે આવી ગઈ તેનું ભાન જ ન રહ્યું. પણ જેને પ્રેમ થાય તેને જ સમજાય જયારે પ્રેમ થયો હોય તેની પહેલી રાતે શું થાય? મિત્રો એ મારા પ્રેમ ની પહેલી રાત હતી. મારું મન તો સુઈ ગયું હતું પણ દિલ જાગતું હતું. અને મને આખી રાત બસ સારા ની જ યાદ આવી રહી હતી. મારું મન પણ જાગી ને દિલ ને માનવતા કહેવા લાગ્યું" સુઈ જા હવે... " પણ મન શું જાણે પ્રેમ તો દિલ એ કર્યો છે.

સવારે ઉઠી ને નિત્યક્રમ પતાવી હું કોલેજ જવા નીકળ્યો. એમ વિચાર કર્યો કે આજે હું સારા ને પ્રોપોસ કરીશ. કોલેજ ગયો ક્લાસ માં જઈ ને છેલ્લી બેંચ માં બેઠો અને પેલી બેંચ પર સારા ને જોવા લાગ્યો... લેકચર પત્યો પછી હું સારા અને મારા મિત્રો અમે બધા કેન્ટીન માં ગયા. સારા મારી સાથેજ હતી. પણ હું તેને કઈ પણ જણાવી શકતો ન હતો. કેટલો અજીબ હોય છે સાચો પ્રેમ પાસે હોવા છતા ન તો કઈ બોલી શકીએ ના તો કઈ કહી શકીએ. હવે હું શું કરું કઈજ સમજાતું ન હતું. મેં સારા ને કહ્યું "સારા એક કામ હતું તારું" સારા એ કહ્યું " બોલ ને" મારે કહેવું હતું પણ હિમ્મત ના થઈ એટલે કહ્યું" ના કઈ નહિ... "સારા ફરીથી બોલી" બોલ ને જે કામ હોય તે" મેં કહ્યું “ના કઈજ નહી મસ્તી કરતો હતો. ”..આગળ ની સ્ટોરી આવતા ભાગ માં....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED