લાસ્ટ ટાઈપીંગ...11 Krunal Dhakecha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાસ્ટ ટાઈપીંગ...11

૩ વાગે આલાર્મ વાગ્યું. હું ઉઠ્યો અને સારા ને ફોન કર્યો “સારા ૪ વાગ્યે મુવી નો છે અને હું તને લેવા માટે આવી રહ્યો છું તારા ઘરે તું તૈયાર થઈને બેસજે. તારે તૈયાર થવામાં ખુબ સમય લાગે છે. ”સારાએ કહ્યું” હા કઈ વાંધો નહિ, અત્યારે મને કહે છે. તૈયાર થવા માં સમય લાગે છે. તારા લગ્ન થશે ત્યારે તારી પત્ની ને કેહીશને? તારે તૈયાર થવા માં સમય લાગે છે. પછી જો તારા હાલ”. “હા એતો આવે ત્યારે જોઈશું,પણ અત્યારે તૈયાર થવામાં સ્પીડ રાખજે. ” મેં કહ્યું. “હા આવતો હોય તો આવને” સારાએ કહ્યું.

હું મારા ઘરેથી નીકળ્યો અને સારાના ઘરે ગયો. આજે સારા રોજ કરતા કઈક અલગ અંદાજમાં હતી. સારાએ તેના મમ્મીને કહ્યું ”મમ્મી હું જાઉં છું” “ચાલ વિશ્વ”સારાએ કહ્યું.

“સારા આજે તું મસ્ત લાગે છે હો.. ”મેં કહ્યું.

“હા બસ હવે ખોટા વખાણ નહિ કર ચુપ ચાપ ગાડી ચલાવ “સારાએ કહ્યું.

અમે બંને મસ્તી કરતા કરતા PVR પહોચ્યા. અમે બંને અંદર ગયા. સારાએ પૂછ્યું:“કઈ સ્ક્રીન છે”. “૪ નંબર ની” મેં કહ્યું. થોડી વાર અમે ત્યાં બેઠાને આગળનો શોવ પૂરો થયો. આ સાથે જ હું અને સારા સ્ક્રીન નંબર ૪ માં ગયા. રાષ્ટ્રગીત વાગ્યું અને મુવી ચાલુ થયું. ”વિશ્વ લોકો કહે છે ખુબ જ સારું મુવી છે. આજે જોઈએ લોકો કેટલું સાચું બોલે છે”સારાએ કહ્યું. ”હા હવે તારું મો બંધ કર અને મુવી જો નહીતર બાવો આવશે”. “શું તું પણ નાના છોકરાને રમાડતો હોય તેમ રમાડે છે”સારાએ કહ્યું. મેં કહ્યું:“તું હજુ નાનું બાળક જ છે. ”આ બોલાતી સાથે જ સારાએ મારા માથા માં હળવે થી ટપલી મારીને કહ્યું “બુધ્ધુ તું નહિ સુધરે” મેં કહ્યું: “ચાલ હવે હવે ઈન્ટરવલના પડે ત્યાં સુધી કોઈ બોલશે નહિ” “હા પણ પેલા તું તારું મો બંધ રાખજે” સારાએ કહ્યું. અમે બંને ચુપ ચાપ મુવી જોવા લાગ્યા. થોડીવારમાં ઈન્ટરવલ પડ્યો. “હકીકત મુવી ખુબ સરસ હતું” સારાએ કહ્યું. “હા હો સારા ખુબ જ સરસ છે”. “તું અહી બેસ પોપકોન લઈને આવું” મેં કહ્યું. “ના હું પણ આવું ચાલને”સારાએ કહ્યું. “ઓકે ચાલ” હું અને સારા કેન્ટીનમાં ગયા ને ૨ પોપકોન લીધા. પોપકોન લઈને અમે બંને ફરી અંદર ગયા ને મુવી ચાલુ થયું. મુવી આગળ ચાલતું ગયું. મુવી પૂરું થવાની તૈયારી હતી. બધા ને લાગતું હતું કે હવે આ હીરો અને હિરોઈન ક્યારેય પણ નહિ મળે પણ સ્ટોરી માં વળાંક આવ્યો અને બંને છેલ્લે મળે છે. જયારે હીરો અને હીરોઇન મળ્યા ત્યારે બધા ની આંખ માં આસું હતા. સ્ક્રીન બંધ થઈને બધા બહાર નીકળ્યા. હું અને સારા પણ નીકળતા હતા ત્યારે સારા એ મને કહ્યું. ”વિશ્વ કેટલા મજબુર હોય છે એ લોકો કે જેનો પ્રેમ આવી રીતે તડપાવતો હોઈ. ” મને ઘણું મન થયું મારી લાગણીઓ જણાવવાનું પણ મેં મારું મન મક્કમ રાખ્યું ને કહ્યું “હા સારા તેનો દર્દ તો જે તડપતા હોય તેને જ સમજાય” એમ કહ્યું મેં મારી લાગણીની એક જલક આપી.

અમે બંને બહાર નીકળ્યા.

સારાએ કહ્યું: “બોલ ક્યાં જવું છે ડીનર માટે”

“જ્યાં તું લઇ જઈશ”મે કહ્યું.

“ઓકે તો ચાલ એન્જોય રેસ્ટોરન્ટમાં જઈએ” સારાએ કહ્યું.

“ઓકે ચાલો બીજું શું તમે થોડી કઈ કહેવું પડે” મેં કહ્યું.

“વિશ્વ તું કેટલું બોલે આખો દિવસ? “સારાએ પૂછ્યું.

“કેમ?” મેં પૂછ્યું.

“આખો દિવસ બોલ બોલ કર્યા કરે” સારાએ કહ્યું.

“તો હવે હું સાવ ચુપ જ રહીશ એક શબ્દ નહી બોલું” મેં કહ્યું.

“ના હું મસ્તી કરું છું. વિશ્વ ખોટું નહિ લગાડ અને બાઈક ચાલુ કર અહિયાં રોડ પર કોઈ કેન્ડલ લાઈટ ડીનર નહિ કરાવે.. “સારાએ કહ્યું.

મેં બાઈક ચાલુ કરીને અમે બંને એન્જોય રેસ્ટોરન્ટ પહીચ્યા અને અંદર ગયા. ત્યાંરે વેઈટરે અમને આવકારી કર્યું “વેલકમ સર એન્ડ મેમ “

અમે બંને છેલ્લા ટેબલ પર જઈને બેઠા અને વેઈટર આવીને કેન્ડલ સળગાવી ગયો સારાએ કહ્યું”વિશ્વ તું બધી જગ્યારે છેલ્લી જગ્યા જ કેમ પકડે કોલેજમાં છેલ્લી બેંચ, અહિયાં છેલ્લું ટેબલ?”

હું હસ્યો ને કહ્યું “કઈ નહિ બસ એમજ “

વેઈટર આવ્યો ને કહ્યું”ઓર્ડેર પ્લીઝ”

સારાએ કહ્યું “બોલ વિશ્વ, તું શું ઓર્ડર કરીશ?”

મેં કહ્યું. ”તું ઓર્ડર કર તે મારા માટે પણ કર. ”

સારાએ વેઈટર ને ઓર્ડર લખાવ્યો. વેઈટર થોડીવારમાં ઓર્ડર પ્રમાણે લઇ ને આવ્યો. અમે બંને એ ડીનર કરવાની શરૂઆત કરી.

મને અંદાજ પણ ન હતો કે સારા મારી એટલી સંભાળ રાખશે કે તે મને ડીનર પર લઇને આવશે. પાગલ હું જ હતો કે હું તેને પ્રેમ કરી બેઠો. અમે બંને એ ડીનર પતાવ્યું અને વેઈટર બીલ લઇને આવ્યો. સારાએ તેને પૈસા આપ્યા અને તે જતો રહ્યો. મેં તેને પાછો બોલાવ્યો અને ૨૦૦ રૂ. પીટ્સ આપી.

તેને કહ્યું”થેંક યુ સર” હું અને સારા બંને બહાર નીકળ્યા.

”ચાલ વિશ્વ હવે આપણે જઈશું નહિ ? ઘરે તારા અને મારા મમ્મી રાહ જોઈને બેઠા હશે” સારાએ કહ્યું.

”હા જો તને જાણવાનું રહીજ ગયું આજે જયારે મેં મમ્મીને કહ્યું કે મારું જમવાનું સાંજે નહિ બનાવતા ત્યારે મમ્મીએ શું કહ્યું ખબર?” મેં કહ્યું.

સારાએ પૂછ્યું: “શું કહ્યું?”

“કહ્યું કે, ક્યાં વહુ સાથે જાય છે” મેં કહ્યું.

“પછી શું થયું”સારાએ જીજ્ઞાશા સાથે પૂછ્યું.

”પછી શું જુઠ્ઠું બોલવું પડ્યું કે મિત્રો સાથે જાઉં છું. ”મેં દિલગીરી સાથે કહ્યું.

”તું હવે એક મસ્ત છોકરી શોધી લે એટલે તારે જુઠ્ઠું ના બોલવું પડે”સારાએ હસી ને કહ્યું.

”બસ આવી ગયું બધું. તું ચુપ થઇજા. ચાલ તને ઘરે મૂકી જઉં ત્યાં સુધી તું ચુપ નહિ બેસે” મેં સારાને કહ્યું.

બાઈક ચાલુ કરીને સારા બેઠી અમે હું અને સારા તેના ઘર તરફ નીકળી પડ્યા. સારાને તેના ઘરે મુકીને હું પણ મારા ઘરે ગયો. કઈ પણ બોલ્યા વગર નો ચૂપ ચાપ રૂમમાં ચાલ્યો ગયો. નહી તો પપ્પા ૧૭ સવાલ પૂછે. રૂમમાં જઈને સારાને ગૂડ નાઈટ કહીને હું સુઈ ગયો.. ..

બીજા સવારે હું સારાને કોલેજ જવા માટે તેના ઘરે જેવા માટે ગયો. સારા અને હું કોલેજ જતા હતા ત્યારે રસ્તા માં સારાને એક ફોન આવ્યો. સારાએ ફોન ઉપાડ્યો અને વાત કરી. વાત કરતા કરતા સારા અચાનક એટલી ખુશ થઈ કે તેની ખુશીનો પાર ન રહ્યો. સારાએ ફોન મુક્યો ત્યારે મેં તેને પૂછ્યું શું થયું સારા કેમ એટલી ખુશ છે. ત્યારે સારાએ મને કહ્યું” વિશ્વ ૨ મહિના પછી ઇન્ટરનેશનલ લેવલની બેડમિન્ટનની ટુર્નામેન્ટ છે. તો કોચનો ફોન હતો તેણે કહ્યું કે જો તું આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે તો મને આનંદ થશે.. અને આ માટે કોચે મને ક્લબ આવવાનું કહ્યું છે. ”

આ જાણીને મને પણ આનંદ થયો તેથી મેં સારાને કહ્યું “હા સારા તું આ ટુર્નામેન્ટ માં ભાગ લેશે તો મને પણ ગમશે. ”

“હા પણ કોલેજ થી છૂટીને આપણે બંને ક્લબ જઈશું”સારાએ કહ્યું.

“ઓક્કે.. ”મેં સારાને કહ્યું.

***