એહસાસ - 3 solly fitter દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

શ્રેણી
શેયર કરો

એહસાસ - 3

એહસાસ - 3

રેહમત બીબી સફા ને લઈને ખાવિંદ નવાબ સાહેબ નાં શયનકક્ષ નાં પ્રવેશદ્વાર પાસે અટકી દરવાજો નોક કરી અંદર દાખલ થવાની પરવાનગી માંગી, વાહેદ અલી ખાન ભવ્ય આરામખુરશી માં લાંબા થઈ પડ્યા હતા, એમની લગભગ પાંસઠ વર્ષીય દેહાકૃતિ જોઈ સહેજે કોઈ ને પણ અંદાજ આવી જાય કે આ ખંડેર એક જમાના માં ભવ્ય ઈમારત રહી ચૂકી હશે, એમની આંખો છત તરફ તકાયેલી રહી, “બીબી, આપને ખબર છે, આપે અહીં દાખલ થવા માટે પરવાનગી લેવાની જરૂર નથી, આપ અમારી શરીકે હયાત છો, આપણો નવાબી સમય ચાલ્યો ગયો, હવે એ જૂના રિવાજો પાળવા જરૂરી નથી, ખેર, અમારી નવાસી ને જોવા અમે ઉત્સુક છીએ ” સફા આગળ આવી, એ પણ નવાબ નાના ને જોવા તલપાપડ હતી, “ માશાઅલ્લાહ.. અહીં આવો બેટા, અરબાઝ કેમ કરી આપને શોધી શક્યો? અત્યાર સુધી અમને એ વાત નું તાઅજ્જુબ થતુ હતુ, પરંતુ આજે અમને જવાબ મળી ગયો ” એમનાં બુઝુર્ગ હાથો એ સફા ને માથે વહાલ કર્યુ..

“ ગુસ્તાખી માફ નાના જાન, પણ જયારે કે અરબાઝે મને ઓળખી, તો એ મમ્મા ને મળવા ઘરે કેમ ન આવ્યા? અને મને કિડનેપ કરી અહીં લાવ્યા ! અને મને હમણા નાની જાન થી જાણવા મળ્યુ કે એ તમારો હુકમ હતો! આ કોઈ તરીકો છે તમારા નવાબી ખાનદાન નો..!? મમ્મા અને ડેડી ને કેમ ન બોલાવ્યા? મને એકલી ને જ કેમ?” સફા એ થોડા ગરમ અંદાજ માં સવાલો નો ઢગલો કરી દીધો નવાબ સાહેબ સામે.. એણે નોંધ્યુ કે એનાં સવાલો પર નાના નાં ચેહરા નાં રંગ બદલાવા લાગ્યા હતા, પણ છેલ્લા સવાલે ફરી એમનાં હોઠો પર નવાબી સ્મિત ફરકી ગયુ..

“ બેટા, અમે આપના ગુનેહગાર છીએ, અમને માફ કરજો, પરંતુ સંજોગો ને કારણે આપને આ રીતે અહીં લાવવામાં આવ્યા છે, આ આપનો જ પેલેસ છે, અહીં આપને કોઈ પણ પ્રકારની તકલીફ નહિ પડે, એ માટે અમે વચનબદ્ધ છીએ, બે ખાદિમા આપની ખિદમત માં ચોવીસ કલાક રહેશે, રહી વાત આપના મમ્મા અને ડેડી ની, અમે એમને ખબર મોકલાવી આપીશું, જો એમને અહીં આવવુ હશે તો આવશે, અને આપને કશે બહાર જવુ હોય તો અરબાઝ ને કહેશો, એ આપના દિલનવાઝ મામા નો નાનો શહજાદો છે, પરિવાર નાં બીજા સદસ્યો સાથે પણ મોડો વહેલો પરિચય થઈ જશે… અચ્છા બેટા આરામ કરો, આપને સફર ની થકાન હશે, રાત્રે ડાઈનિંગ હોલ માં મળીશુ..” નવાબ સાહેબે રેહમત બીબી ને સંબોધ્યા “ સફા બેટી ને એમનાં કમરા મા પહોંચાડો, નાહી-ધોઈ એમને આલિયા અને અરબાઝ સાથે બજાર માંથી એમને જોઈતા જરૂરી કપડા અને સામાન ખરીદી કરાવડાવો, અને કમલી અને શબાના ને અહીં મોકલો ” અને આરામખુરશી માં ફરી પગ લંબાવી દીધા, આ ઈશારો હતો મિટીંગ પૂરી થવાનો, સફાને હજી એનાં સવાલો નાં જવાબ નહોતા મળ્યા , પરંતુ નાનીજાન ના હાથ પકડી ખેંચવાને કારણે અસમંજસ ભરી ચાલે એ એમની પાછળ દોરાઈ..

સિત્તેર જેટલી વ્યકિતઓ નું વિશાળ કુટુંબ અને પચાસ જેટલા નોકરો ના કાફલા થી આખો પેલેસ હમેશાં ધમધોકાર દોડતો રહેતો, આઠ વાગ્યે વિશાળ ડાઇનિંગ ટેબલ પર નવાબ સાહેબે પરિવારજનો સમક્ષ સફા નો વિધિવત નવાસી તરીકે પરિચય આપ્યો, બધા મામા-મામીઓ અને કઝિન્સ વારાફરતી ખુશદીલી થી સફા ને મળ્યા, અને પોતાની ઓળખાણો આપી, કોઈ કોઈ એ સાયમા બેગમ ની ખબર પૂછ્યા, નવાબે બધા ને સફા નું સંપૂર્ણ ધ્યાન રાખવાની તાકીદ કરી, કે પેલેસ માં અથવા પેલેસ બહાર એને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડવી જોઈએ…

અરબાઝ પોતાનો કઝીન છે, એ જાણી સફા ખૂબ જ ખુશ થઈ હતી, એ મનોમન એને પસંદ કરવા લાગી હતી, પણ જે રીતે એ એને કિડનેપ કરી લાવ્યો હતો, એથી એના પ્રત્યે નારાજગી પણ હતી, એ કારણે બધા કઝીન્સ સાથે એ નોર્મલ બિહેવ કરતી, જયારે અરબાઝ ને અવૉઈડ કરતી, અરબાઝે પણ આ વાત નોટ કરી, પંદર દિવસ કયાં પસાર થયા, સફા ને પોતાને પણ ખબર ન પડી, એ જયારે પણ મમ્મા ને મળવાનો ઉલ્લેખ કરતી, કોઈ પણ બહાને વાત ઉડાવી દેવામાં આવતી, એક – બે વાર એણે ચોરીછૂપી થી કઝીન્સ નાં મોબાઈલ થી મમ્મા ને કોલ કરવા ટ્રાય કરી, પણ મોબાઈલ પાસવર્ડ પ્રોટેક્ટેડ હતા, પાસવર્ડ માંગ્યા તો જવાબ મળ્યો, “દાદા સાહેબ ની મનાઈ છે “ નાની પાસે સીમકાર્ડ ની માંગણી કરી, ત્યાં પણ એજ જવાબ મળ્યો, એને સમજાઈ ગયું કે, આ કિલ્લા મા એ બંદી છે,એ અહીં નજરકેદ છે, કમલી અને શબાના, એ બે નોકરાણી ચોવીસ કલાક એના પર નજર રાખે છે, કિલ્લા ની બહાર અરબાઝ બોડીગાર્ડ બની ને નજર રાખે છે, સમજ મા નહોતુ આવી રહ્યુ કે, મમ્મા એમની સગી પુત્રી હોવા છતા શું કામ આ લોકો એમને અહીં લાવતા નથી, એમની સાથે વાત પણ નથી કરાવતા, અને મને કેમ મમ્મા પાસે જવા નથી દેતા?!

જયાં સુધી વ્યવહાર ની વાત હતી, પરિવાર નો એકેએક સભ્ય સફા નો ખ્યાલ રાખતુ, કોઈ વાત માં એને ઓછુ આવવા નહિ દેતા, બધા શોખ પણ પૂરા કરવામા આવતા, અહીં આવી એ ઘોડેસવારી શીખી, બાઈક રાઈડીંગ પણ શીખી, ઈન્ફેક્ટ તલવારબાજી પણ અરબાઝે શીખવી, અરબાઝ સાથે દુશ્મની નો અંત આવ્યો હતો, એણે માફી માંગી હતી, “ મોહતરમા, મૈં આપકા ગૂનેહગાર હૂં, મુજે આપકે નાના ઔર મેરે દાદા નવાબ વાહેદ અલી ખાન ને હુકમ દિયા થા, કિ મૈં આપકો બિના કોઈ તકલીફ દિયે યહાં તક લે આઉં, ઔર ઐસે તો આપ આને સે રહી, ઈસલિયે મુજે બિલ્લી કા બચ્ચા આપકે સામને રખના પડા, ઔર કિડનેપર બનના પડા, બલકે અબ તો મૈં ખુદ આપકે હુસ્ન કે જાલ મેં કિડનેપ હોકર રેહ ગયા હૂં, વરના બંદા મૈં બહોત હી સીધાસાદા હૂં, ઈમાન સે !” માફી નો આગ્રહ અને પ્રેમ નો એકરાર એટલો નાટકીય અંદાજ માં થયો હતો કે એ હસી પડી અને શરમાઈ ગઈ, એણે મોં થી કોઈ જવાબ તો ન આપ્યો, પણ એ દિવસ પછી આ ‘કેદખાનુ’ એને ખરા અર્થમાં પેલેસ લાગવા માંડ્યુ, હવે એ આખો દિવસ અરબાઝ ને શોધતી, અરબાઝ કશા કામ અર્થે બહાર જતો તો એ એકલી પડી જતી, ડાઇનિંગ હોલ માં અરબાઝ જયાં બેઠો હોય ત્યાં એની બાજુ માં જઈ બેસી જતી, પરિવારજનો થી આ બધુ છૂપુ ન રહ્યુ, નાની અને મામીઓ તરફ થી એને આ વિશે પૃચ્છા કરવામાં આવી, એનો શરમાળ હકાર મળતા મિટીંગ ગોઠવાઈ, અને એક દિવસ ધામધૂમ થી બંને ની સગાઈ કરવામાં આવી, સગાઈ નાં દિવસે આખો કિલ્લો અદ્ભુત લાઈટીંગ થી શણગારવા માં આવ્યો, બહાર નાં મેહમાનો માં થોડા સરકારી અમલદારો અને ફોરેસ્ટ ઓફિસર્સ નાં જોડા આવ્યા હતા, સફા એટલી હદે ખુશ હતી, કે એ પણ વિસરી ગઈ કે આ પેલેસ માં એ કિડનેપ થઈ ને આવી હતી, એ વાત ને આજે પિસ્તાળીસ દિવસ થયા હતા..

ધણા દિવસો થી સફા ને મમ્મા પાસે જવા માટે બંડ પોકારવાનું મન થતુ, પણ એને ધાક હતી, કે બળવા થી કદાચ આ લોકો નો પ્રેમ, ઝુલ્મ માં ન ફેરવાઈ જાય, વગર કારણે તકલીફો વેઠવાનો સમય ન આવે, અને પ્રેમ થી આ લોકો મમ્મા-ડેડી સાથે એની મુલાકાત કરાવવા રાજી થઈ જાય, એ માટે યોગ્ય સમય ની રાહ જોતી હતી, એ સમય હવે એનાં હાથ માં હતો, અરબાઝ નાં રૂપ માં…!