એહસાસ - 5 solly fitter દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એહસાસ - 5

એહસાસ

ભાગ - 5

ચરર… નાં હળવા અવાજ સાથે રેન્જ રોવર “સફા વિલા”નાં ગેટ પર ઉભી રહી, ઝડપથી ડાબી તરફ નો દરવાજો ખોલી સફા ગેટ તરફ દોડી, બહાર થી આંકડો માર્યો હતો, બે મહિના થી મમ્મા-ડેડી ને જોયા વગર અધીરી થઈ ગઈ, બંગલો જોતા જ અરબાઝ ભુલાઈ ગયો, આંકડો ખોલી એ જ અધીરી ચાલે બંગલા તરફ દોરાઈ, કલાત્મક વલસાડી સાગ નાં લાકડા સાથે ની સ્ટાઈલીશ સ્ટેનલેસ સ્ટીલ નાં પાતળા સળિયા વાળી જાળી અધખુલ્લી હતી, મેઈનગેટ ને તાળુ હતુ, ‘ ડેડી – મમ્મા આટલા બધા કેરલેસ તો છે જ નહિ!’ એ મૂંઝવણ માં પડી ગઈ, હિંચકા પર બેસી નસીબ ને કોસવા માંડી, ‘માંડ બે મહિને આવવા મળ્યું, ત્યાં બંને ગાયબ થઈ ગયા! ’ હવે એનું ધ્યાન ફલોર પર ગયુ, ઓટલા પર કેટલા દિવસો થી સાફ ન થયુ હોય તેટલી ધૂળ હતી, હા, થોડા નિશાન હતા બૂટ નાં ધૂળ માં, જે અંદર થી બહાર તરફ જતા હતા, લગભગ ડેડી નાં હતા, થોડા આછા નિશાન લેડીઝ શૂઝ નાં પણ હતા, જે મમ્મા નાં હતા, પોતાના હિલવાળા સેંડલ નાં આછી અને તાજી છાપ હતી, કંઈ યાદ આવ્યુ અને ગેરેજ તરફ દોડી,ગેરેજ નો દરવાજો પૂરેપૂરો ખુલ્લો હતો, પોતાની સેન્ટ્રો બરાબર પાર્ક થયેલી હતી, એની પર પણ અઢળક ધૂળ હતી, ડેડી ની CRV HONDA ગાયબ હતી, ‘ મતલબ કે એ લોકો કશે ઉતાવળ માં ગયા છે, પણ કયાં??’..

અરબાઝ પાછળ થી આવ્યો, “ વૉટ હેપ્પન્ડ, સફી? મમ્મા-ડેડી કયાં છે, અને અહીં શું કરે છે તું ?”

સફા એ ક્યાર નું ધરબી રાખેલુ રૂદન બહાર આવી ગયુ, “ઘરમાં કોઈ નથી, મેઈનડોર લોક્ડ છે, ડેડી ની કાર નથી, ઓટલા પર દુનિયાભર ની ધૂળ છે, એ લોકો ઘણા દિવસોથી કશે ગયા હોય તેવું લાગે છે, તોફાન નાં કારણે ડેડી ગભરાઈ ને ઘર છોડી જાય એ શક્ય નથી, પ્રોબ્લેમ કંઈક અલગ જ છે, શું છે, એ સમજાતુ નથી..”

અરબાઝ નાં મોંઢા પર એક ચિંતા ની રેખા આવી અને વિલુપ્ત થઈ ગઈ, એક અંદાજ પ્રમાણે એને પાકો શક થયો કે આ કારસ્તાન દાદા નું જ હોવુ જોઈએ, પરંતુ કેમ અને કેવી રીતે? એ પણ નહોતો જાણતો, પરંતુ ઓટલા પર ધૂળ વિશે એ પણ ચોંકયો, કારણ કે દાદા એ જો અંકલ-આન્ટી ને કોઈ બહાના થી કશે બોલાવ્યા હોય, તો કાલે જ બોલાવ્યા હોય શકે, કાલે રાત્રે વસીમ નાં મેસેજ દ્વારા એને ખબર મળી હતી કે એ લોકો સાંજ સુધી બંગલા માં જ હતા, એનાં કહેવા પ્રમાણે કર્ફ્યુ કાલે સવારે જ હટાવી લેવામાં આવ્યો હતો, બપોર સુધીમાં બધુ નોર્મલ થઈ ગયુ હતુ, પરંતુ અફવાઓ ન ફેલાય એ કારણ થી ફોન નાં નેટવર્ક મોડે થી એકટીવ થયા,’ સવા દસ વાગ્યે વસીમ નો મેસેજ આવ્યો, દાદા નાં હુકમ મુજબ પહેલા એમને જાણ કરી, દાદા નાં કહેવા પ્રમાણે સફા ને આ વાતની જાણ થશે તો એ તાબડતોબ ત્યાં જવાની જીદ પકડશે, અને એને રોકવુ હવે અશક્ય હતુ, એટલે કહેવાનું ટાળ્યું..

અરબાઝ ને સફા જોડે દાદા ની આ બધી ચાલબાજી પસંદ નહોતી, સફાને એ ચાહવા લાગ્યો હતો, પરંતુ નવાબ દાદા ની રિસ્પેક્ટ ખાતર એ ચૂપ રહેતો, અને એમ પણ દાદા સામે આખા પેલેસ માં કોઈ નુ ચાલતુ નહિ, એનાં બાપ - કાકાઓ નાં વાળ માં સફેદી દેખાવા માંડી હતી, છતા એ લોકો દાદા સામે ચૂં-ચા કરી શકતા નથી, તો એમની સરખામણીએ એ તો હજુ બચ્ચો હતો…!

“ સફી, ડોન્ટ વરી, આપણે એક કામ કરીએ, અહીં મારો સેલ નંબર લખી દઉં, ફોઈ લોકો આવશે, એટલે આપણ ને ફોન કરશે” અરબાઝે વોલેટ માંથી એક કાર્ડ કાઢી પોતાનો નંબર લખ્યો, અને હિંચકા ની કડી માં ભેરવ્યો.. સફા ને થોડી ધરપત થઈ કે અરબાઝ એનાં સાથે હતો, આવી કપરી પરિસ્થિતિમાં આટલુ મગજ ચલાવવા બદલ એને મનોમન બિરદાવ્યો પણ ખરો, પરંતુ…. એને ખબર હોત કે આ કાર્ડ અહીં રહેવાનો જ નથી..!, તો શાયદ એ ત્યાં થી એક પગલું પણ પાછળ ન ભરત..

શહબાઝ અને સાયમા ની આંખ એક-બે મિનિટ નાં અંતરે વારાફરતી ખૂલી,આંખો ચોળતા આસપાસ જોયુ, બંગલા નાં ગેરેજ માં હતા,હાથ પર મોંઘી રિસ્ટવોચ,વીસ હજાર રૂપિયા અને ત્રણ ચાર ક્રેડિટ કાર્ડ્સ વાળુ વોલેટ,બેગમ નાં ઘરેણા… બધુ જ સલામત હતુ, સાયમા બેગમ બોલ્યા, “થેંક ગોડ, પરંતુ એ લોકોએ આપણ ને કિડનેપ શું કામ કર્યા હતા?”,

“ આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ ” શહબાઝ પણ અસમંજસ માં હતા, ઘડિયાળ માં તારીખ- સમય જોયા, લગભગ એકવીસ કલાકે તેઓ ઘરે પરત ફર્યા હતા,કાર લોક કરી બંગલા તરફ ચાલતા બંને નાં મગજ માં કાલ રાત થી લઈ હમણા કલાક પહેલા સુધી ની બધી ઘટનાઓ ફિલ્મ નાં રિલ ની માફક ફરી રહી..

“કાર રોકો” પાછળ ની સીટ પર બિરાજમાન અણગમતા મેહમાન નાં સત્તા વાહી સ્વરે શહબાઝ હુસૈન ને કાર રોકવા પર મજબૂર કર્યા, “ મારી સફા…”, એક હટ્ટોકટ્ટો માણસે તરત આવી ને એમનો દરવાજો નૉક કર્યો, “ કોઈ સવાલ નહિ, દરવાજો ખોલી પાછળ ની સીટ પર આવો, જરા પણ ચાલાકી કરી છે, તો તમારી શરીકે હયાત મુર્દા થઈ જશે..” નવા આવેલ માણસે ડ્રાઈવીંગ સીટ સંભાળી લીધી, પાછળ બેઠેલ માણસ પણ કદાવર હતો, બેઠેલી હાલત માં પણ એના પડછંડ શરીર નો અંદાજો સહેજે આવી જતો હતો, એક વાત નુ એમને આશ્ચર્ય થયુ, એ માણસ ઘણી આદરપૂર્વક વાત કરી રહ્યો હતો,ધમકી પણ સન્માનિત ભાષામાં આપતો હતો,એનાં હાથ માં બે પટ્ટી હતી એમાંથી એક શહબાઝ ને અને એક સાયમા ને આપી આંખે બાંધવા હુકમ કર્યો, રિવોલ્વર સાયમા ની ગરદન સાથે લાગેલ હતી, એની મુખાકૃતિ જોઈ શહબાઝ ને કોઈ આડીતેડી હરકત કરવાની ઈચ્છા ન થઈ, રખે ને સાયમા ને ગોળી મારી દે…

આંખે પાટા ખોલાયા, ફાઇવસ્ટાર હોટલ નાં ભવ્ય સ્યૂટ જેવો રૂમ હતો, આરામદાયક ડબલબેડ, સોફાસેટ, 465 લિટર નું ફળફળાદિ ભર્યુ ફ્રિજ, 56” નું Led ટીવી, જાકુઝી સિસ્ટમ યુક્ત બાથરૂમ… સંપૂર્ણ સુવિધા ભરી લક્ઝુરીયસ કેદ હતી, કિડનેપર બહાર થી રૂમ બંધ કરી ને ગયો હતો, હાઈફાઈ ડિનર રૂમમાં જ સર્વ કરવામાં આવ્યુ,નોકર સાથે એક બંદૂકધારી આવ્યો,એને પણ પૂછ્યું, “શું જોઈએ છે તમને? મારી દીકરી ક્યાં છે?” “અમને કંઈ ખબર નથી, સાહેબ બહાર ગયા છે, આવી ને કહેશે ” ગનમેને જવાબ આપ્યો,ડિનર પછી શહબાઝ હુસૈન આખો રૂમ ખૂંદી વળ્યા, એક બારી કે વેન્ટિલેટર નામ માત્ર નો’તુ, બહાર ની દુનિયા થી સંપૂર્ણ અલિપ્ત કરી દેવામાં આવ્યા હતા એમને, રાત આખી ઉચાટ માં વિતાવી, બપોર સુધી પણ કોઈ ન ફરક્યુ, લંચ ટાઈમે પણ એજ જવાબ મળ્યો, છ વાગ્યે આંખે પાટા ફરી બંધાયા, ગાડી માં આગળ શહબાઝ અને પાછળ ની સીટ પર સાયમા ને બેસાડવામાં આવ્યા, એમને લાવનાર કદાવર માણસ એજ જગ્યાએ બેસ્યો, રસ્તા માં બંને હોશ ક્યારે ખોઈ બેઠા, યાદ નહોતુ આવી રહ્યુ..

પાંચ દિવસ માં તોફાનો ને કારણે ઓટલા પર ધૂળ બાઝી ગઈ હતી, એમાં થોડાઘણા પગલા નાં નિશાન નજરે પડ્યા, કેટલાક ભારેભરખમ બૂટ નાં હતા, તો કેટલાક લેડીઝ સેંડલ્સ નાં, હિંચકા ની કડી પર એક કાગળ ભેરવાયેલ નજર માં આવ્યો, ઉતાવળે ખોલ્યો,

“ શહબાઝ સાહબ, સુખી માનવ ની વ્યાખ્યા શું? ફાઈવ સ્ટાર હોટલ નાં વૈભવી કમરા માં પણ જેનાં ગળે ખોરાક માંડ ઉતરે, એ સુખી? કે આખો દિવસ મજૂરી કરી ને સાંજે પોતાના પરિવાર સાથે સૂકી રોટલી આનંદ થી ગળે ઉતારતો માણસ સુખી? આશા છે આપનો સફર સુખરૂપ રહ્યો હશે.. મારા માણસો થી કોઈ તકલીફ પહોંચી હોય, તે બદલ માફી ચાહું છું….”

એક દુઃખી માનવ…

ક્રમશઃ