21 mi sadino sanyas - 10 books and stories free download online pdf in Gujarati

21 મી સદીનો સન્યાસ 10

21 મી સદી નો સન્યાસ

ભાગ 10

આપણે અત્યાર સુધી જોયું કે જીતુ અને વિસ્મય વચ્ચે અણબનાવ થતા જીતુ બેગ પેક કરી ને ઘરે જવા નીકળે છે અને કંઈક વિચાર માં પડી જાય છે હવે આગળ…

જીતુ ને અચાનક યાદ આવ્યું કે " વિસ્મય તો સત્ય થી અજાણ છે કદાચ હું વિસ્મય ની જગ્યા એ હોત તો હું પણ આજ રિએક્શન આપત ! અને બીજું કે આ સત્ય સુધી પહોંચવામાં મારી મદદ કરનાર ધ્વનિ નું શુ ?"

હવે મારે આ સન્યાસી જીવન ના અઘરા પડાવો પાર કરવાનાં હતાં, ગમેતેમ કરી ને વિસ્મય ને પલ્લવી ની અસલિયત થી વાકેફ કરવાનો હતો .

મારા કહેવાથી તો વિસ્મય હવે માનવાનો નહોતો માટે વિસ્મય ને હાજરા હજુર પલ્લવી ની અસલિયત દેખાડવી જ રહી .

ધ્વનિ નો સાથ એ મારા માટે ' દુબતે કો તીનકે કા સહારા ' માફક હતો .

કોલેજ એટલે મન માં જાગતા દરેક ઉકાળા ને બહાર કાઢવાની જગ્યા ! ભલે ને પછી એ ભણતર માં હોય કે પછી....

ફેસ્ટિવલ ની વાત આવે એટલે કોલેજ ની હાજરી 100% હોય .

એક જોતા બધું સારું છે કેમ કે જવાની તો જવાની ના દિવસો માં જ માણવાની હોય !

આ વખતે કોલેજ માં વેલેન્ટાઈન ડે નજીક હતો , આ દિવસ ની રાહ અનેક બગલા બગલી ઓ રાહ જોતા હોય છે ; કોઈક વર્ષો ની તપસ્યા નું ફળ મેળવવા તો કોઈ મળેલા ફળ ની મોજ માણવા.

બજાર માં નીકળીએ તો લાલ, પીળા, સફેદ દરેક વેરાયટી ના ફૂલ તમારા શેરી ની દુકાને દુકાને આવી પહોંચ્યા હોય, પોતાની સુગંધ થી તમને એવાં આકર્ષે કે તમે એને લીધા વિના ના રહો .

આ દિવસે કોલેજ માં પલ્લવી ને રંગે હાથ ઝડપી ને વિસ્મય ને સાક્ષાત રાક્ષસી ના દર્શન કરાવી દેવા છે .

પણ હવે તો વિસ્મય નું ઘર પણ મૂકી દીધું હતું હવે મારે કોના ઘરે રહેવું ?

ફરી આ વિસંગત પરિસ્થિતિ માં મને જો કોઈ મદદ કરી શકે એમ હતું તો એ ધ્વનિ જ હતી.

ફટાફટ નંબર ડાયલ કર્યો ( હવે તો ધ્વનિ નો નંબર મોઢે થઈ ગયેલો હતો ) .

"હેલો"

"હાય, ડાર્લિંગ " સામે થી ધ્વનિ એ જવાબ વાળ્યો .

"એક જરૂર પડી છે માય ડિયર " મેં ધીમા સ્વરે કહ્યું .

" બોલ ને જાનું, તારા માટે તો જાન છે પણ તને ક્યાં ભાન છે ? " ધ્વનિ નો આ નટખટ સ્વભાવ મને બહુ ગમતો

મેં વિગતવાર વિસ્મય સાથે થયેલી બધી કહાની કહી અને તાત્કાલિક રૂમ ની જરૂર પડી છે એ જણાવ્યું .

" હું તને 10 મિનિટ માં જ કોલ કરું " ધ્વનિ એ કહ્યું .

સખત ભૂખ લાગી હતી એટલે સ્ટેશન પર ચા ની કીટલી એ ચા અને વેફર નું પેકેટ લઈ ને બેઠો .

મને મારી આ પરિસ્થિતિ પર માન પણ થતું કેમ કે ઈચ્છા હોટ તો હું ઘરે જઈ શકતો હતો પરંતુ એના કરતાં વધારે મહત્વનું મારે વિસ્મય ની જિંદગી બરબાદ થતાં બચાવવાની હતી .

વેફર નું પેકેટ હજુ પૂરું નહોતું થયું ને ત્યાં ફોન રણક્યો .સામાં છેડે ધ્વનિ હતી ,

" હેલો બેબી, મારો ફ્રેન્ડ છે આપણી કોલેજ નો જ છે મારા કલાસ માં છે એ અત્યારે આમ પણ રૂમ પાર્ટનર શોધી રહ્યો છે તારું કામ થઈ ગયું, મેં વાત કરી લીધી છે, તું બિન્દાસ પહોંચી જા. હું તને એડ્રેસ અને એનો નંબર મોકલું છું ."

વેરાન રણ માં ફરી આનંદ ની નદીઓ વહેવા લાગી, ધ્વનિ ને જોરદાર hug આપવાનું મન થયું પણ ફોન પર હતી એટલે બહુ લાંબી કિસ આપી. અને thank you નો વરસાદ કરી દીધો.

ધ્વનિ એ આપેલા સરનામેં જઈ ને પેલા મિત્ર ને મળ્યો.અમારી કોલેજ નો જ હતો એટલે ક્યાંક જોયેલો હોય એમ લાગ્યું ખરું એટલે જલ્દી થી હળીમળી ગયાં.

મેં પેક કરેલી બેગ ફરી અનપેક કરી અને એક એક વસ્તુ ગોઠવી ને રૂમ માં મારી બાજુ નો ભાગ ગોઠવી દીધો.

આ રૂમ એટલો મોટો તો નહોતો પણ ચાલી જાય એવો હતો. પણ ખબર નઈ મને વિસ્મય જોડે ઘર જેવી ફીલિંગ આવતી અને અહીંયા સહેજ અજુગતું લાગતું.

રાત પડી ને હજુ મેં કાંઈ નક્કી નહોતું કર્યું કે રાતે કોણ બનાવશે જમવાનું .

થોડી વાર પછી પેલો મિત્ર બહાર થી આવ્યો ત્યારે મેં પૂછ્યું કે જમવું નથી ભાઈ !

તો એને કહ્યું કે "મેં તો જમી લીધું બહાર તું જમ્યો નથી હજુ ?"

વિસ્મય જોડે રહેતો ત્યારે તો અમે જાતે બનાવતા રસોઈ. વારા ફરતી વારો હોય એક દિવસ હું જમવાનું બનાવું ને એક દિવસ એ બનાવે.

પણ એનો વારો આવે એટલે એને કાંઈ આવડે તો નહીં બનાવતા એટલે મેગી બનાવે એટલે બેય ભૂખ્યા રહીએ !

પછી મોડી રાત્રે મને કહે કે ચાલ જીતુ બહાર નાસ્તો કરવા જઈએ, ને પછી એ નાસ્તો કરવા લઈ જાય ત્યારે મેળ પડે.

થોડી વાર માટે વિસ્મય ની બધી યાદો મારી આંખ સામે તરી આવી. હું સ્વભાવે સહેજ લાગણીશીલ હતો એટલે કદાચ હું મિત્રતા ના દિવસો ને વાગોળી ને ગળે ડૂમો બાઝી ગયેલો.

અહીંયા તો રાતે જમવાનું બહાર હતું એટલે હું મન્ચુરિયન ખાઈ ને આવતો રહ્યો. આમ પણ ધ્વનિ સાથે વાત કરવાની હતી વેલેન્ટાઇન દિવસે પલ્લવી ની પોલ ખોલવા નાં પ્લાનિંગ માટે .

રાત્રે ફોન પર મોડે સુધી વાત કરવા માટે હું અગાસી માં આવ્યો. આખા દિવસ નો થાક માત્ર ધ્વનિ નો ફોટો જોઈ ને ઉતરી જતો અને બહાર થી આવતો પેલો રોમેન્ટિક પવન તો ખરો જ!

ફોન પર બધું નક્કી થઈ ગયું હતું બીજે દિવસે વેલેન્ટાઈન ડે હતો એટલે આખો દિવસ હું પલ્લવી પર વોચ રાખવાનો હતો ને ધ્વનિ વિક્રાંત પર .

આછો વાદળી શર્ટ ને ક્રીમ પેન્ટ એટલે આપણી તહેવાર ના ટાણે પહેરવાં રાખેલી જોડી. આજે એ પહેરવા કાઢી. ઉપર થી નીચે સુધી તો ટનાંટન હતો પણ પગ માં પહેરવા બુટ નતા, એક સ્પોર્ટ ના બુટ હતાં પણ એ તૂટી ગયા હતા એટલે મેં કીધું વળી આજ ના દિવસે ક્યાં આવા પહેરે એટલે પછી આપણે થોડા જુના પણ ચપ્પલ પહેરી લીધા. એટલે આમ સહેજ કઢંગી ફેશન થઈ પણ ચાલે એમ કહી ને મન મનાવ્યું મેં .

નક્કી કર્યા મુજબ મારે અને ધ્વનિ ને ડાયરેક્ટ પોતાના ટાર્ગેટ પાસે પહોંચી જવાનું હતું ને બપોર ના લંચ માં 'અમારો વેલેન્ટાઈન ' મનાવવા નું હતું !

રિક્ષામાં બેસી ને કોલેજ આગળ પહોંચ્યો ને ધ્વનિ ને કોલ કર્યો તો એને કહ્યું કે એ ઓલરેડી ટાર્ગેટ ( વિક્રાંત ) ની પાસે છે. એટલે હવે મારે મારો ટાર્ગેટ ( પલ્લવી) ને શોધવાનો હતો .

To be continued......

વાંચક મિત્રો માટે ,

શુ જીતુ નો આ પ્લાન સફળ જશે ?

શુ ધ્વનિ અને જીતુ ની લવસ્ટોરી આગળ કોઈ રૂપ લેશે?

પલ્લવી નો ભાંડો ફૂટી જશે તો વિસ્મય નું શુ રિએક્શન હશે ?

મિત્રો લગભગ 6-7 મહિના થી આ પાર્ટ રજૂ ન કરી શક્યો એના માટે ખરા દિલ થી માફી માંગુ છું. મારી વ્યસ્તતા અને અન્ય પ્રાથમિકતા ને લીધે આ માઈક્રો નોવેલ અધૂરી રહી ગઈ હતી. પરંતુ તમારા સતત સંપર્ક અને અપાર પ્રેમ ને લીધે આ ભાગ આવ્યો છે. હું આપના મંતવ્યો ની કાગડોળે રાહ જોઈ રહ્યો છું મને મારા નંબર પર ટેક્સ્ટ મારફતે કે વહાટ્સએપ મારફતે આપની ઈચ્છા અને પ્રતિભાવો જરૂર આપજો. અને હા આ માઈક્રો નોવેલ ની હાર્ડકોપી નું કામ શરૂ થઈ ગયું છે ટૂંક સમય માં તમારી પાસે ઉપલબ્ધ હશે.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED