Ek divas aavo pan books and stories free download online pdf in Gujarati

એક દિવસ આવો પણ

એક દિવસ આવો પણ ...

રાત્રે મિત્રો સાથે ખૂબ મોડે સુધી પાર્ટી કર્યા પછી અર્જુન ઘરે આવી ને સિધો પથારી માં પડી ગયો અને ક્યારે ઘસઘસાટ નીંદર આવી ગઇ ખબર જ ના પડી...

.

.

...કુકડું કુ.... કુકડું કુ...

સતત 5-6 વખત એલાર્મ વગડયા બાદ અંતે અર્જુન પથારી માંથી ઉભો થયો , પોતાની દિનચર્યા પતાવી .. છાપું વાંચતો હતો ત્યાં અર્જુન ના મમ્મી સુધા બેન અર્જુન માટે ચા લઈ ને આવે છે

" બેટા , માસી ને ન્યાથી ફોન આયવો થો , જીગર ની ઘરે બાબો આયવો તો તું આજે થોડો વેલો આવી જા જે તો આપડે હોસ્પિટલે ખબર અંતર પૂછતાંવીએ ..." ચા આપતા સુધા બેને વાત ની શરૂઆત કરી..

" વાંધો નૈ મમ્મી હું આવી જઈશ , અને બીજું કાંઈ લઈ જવું પડશે ? મતલબ કે કાઈ છોકરા માટે ઝબલુ કે એવું કાંઈ તો હું વળતી વખતે લેતો આવું.. અર્જૂને ચા ની ચૂસકી લેતા જવાબ આપ્યો

" એક કામ કરજે ને તું આવી જા પછી આપડે બેય સાથે જ જશું ...અને હા મંજુ માસી ને પણ આ ખબર આપવા ની છે તો તું મને ફોન લગાડી આપજે ને...

ચા નો કપ સુધા બેન ને પાછો આપી અર્જુન મોબાઈલ પર એના સૌથી નાના માસી ને ફોન લગાડી આપે છે અને ફોન ની રિંગ વાગે છે એટલે અર્જુન ફોન સુધા બેન ને આપે છે ... અને પોતે ઓફિસે જવા માટે તૈયાર થવા પોતાના રૂમ માં જાય છે ...

( થોડા સમય પછી... )

મમ્મી , ચાલ હું ઓફિસે જાવ છું જય શ્રી કૃષ્ણ ... બાઇક ની ચાવી હાથ માં લઈ અર્જુન ઘર ની બહાર નીકળતા નીકળતા બોલે છે...

" બેટા , ભૂલતો નઈ વેલો આવી જજે હોસ્પિટલે જવાનું છે..

" હા આવી જઈશ.. તું ચિંતા ના કર.. " .. અને ગાડી ને સેલપ મારી સ્ટાર્ટ કરી .. સડસડાટ કરતી શેરી માંથી બહાર નીકળી જાય છે...

અર્જુન, સુધા બહેન અને સ્વ. કાંતિ ભાઈ શાહ નો એક નો એક પુત્ર છે આમ તો તેમને બે પુત્રો હતા પણ એક છોકરો 10 વર્ષ ની ઉંમરે એક્સિડન્ટ માં મૃત્યુ પામ્યો હતો.. અર્જુન એક સારી એવી કંપની માં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતો હતો પગાર પણ સારો છે એટલે પરિવાર ની આર્થિક હાલત સારી છે.. હજી હાલ માં જ થોડા મહિના પહેલા જ અર્જુન ની સગાઈ શહેર ના પ્રતિષ્ઠિત વેપારી શશીકાંત ભાઈ પંડ્યા ની પુત્રી માનસી સાથે થય હતી.. બન્ને એક બીજા ને કોલેજ વખત થી જ પસંદ કરતાં હતાં .. સમાજ એક હતો, છોકરો પણ સીધો સાદો અને હોશિયાર અને ઉપર થી કાંતિ ભાઈના સમાજ માટે કરેલા કાર્યો પણ ઘણેખરે અંશે અર્જુન માટે લાભદાયી નીવડ્યા હતા.. ટૂંક માં એક સરસ જીવન ચાલી રહયું હોય છે...

.

.

ઘરે થી નીકળ્યા બાદ રસ્તા માં અર્જુન ને યાદ આવ્યુ કે કાલે સમીર ની બર્થ ડે પાર્ટી માં જવા ના કારણે માનસી સાથે બરોબર વાત પણ થઈ શકી નથી ચાલ એને ગુડ મોર્નિંગ ની સાથે સોરી પણ કઈ દવ .. ચાલુ બાઈકે ખિસ્સા માંથી મોબાઈલ કાઢી અર્જુન માનસી ને ફોન કરે છે ... આખી રિંગ પુરી થઈ જવા છતાં પણ માનસી ફોન ઉપાડતી નથી.. એટલે અર્જુન બીજી વખત ટ્રાઈ કરે છે પણ માનસી ફોન ઉપાડતી નથી..

...એટલે અર્જુન ને થયું કે નક્કી..એ ખૂબ જ ગુસ્સે થઈ હયસે..થોડી વાર વિચાર કર્યા બાદ અર્જુન નક્કી કરે છે કે આમેય આજે હાલ્ફ લિવ લેવાની છે તો હાલ્ફ ની બદલે ફૂલ લિવ લય લવું.. અને માનસી ને કોઈક સારી હોટેલ માં લન્ચ માટે લઈ જાવ એનો ગુસ્સો પણ ઓછો થઈ જશે અને આમેય અઠવાડિયું થઈ ગયું છે હોટેલ માં જમવા ગયા એને... એમ વિચારી અર્જુન બાઇક ને યુ ટર્ન મારી માનસી ના ઘર બાજુ લઈ જાય છે....

... રસ્તા માં , એક ફૂલ ની દુકાન જોઈ જાય છે .. એટલે અર્જુન ને વિચાર આવે છે કે ચાલ એક ગુલાબ નું ફૂલ પણ લેતો જાવ.. માનસી ને ગુલાબ ના ફૂલ બોવ જ ગમે છે .. અને તેને એ ઘટના યાદ આવે છે જ્યારે અર્જુન અને માનસી બન્ને એક દિવસ અહીં શહેર ના એકમાત્ર બગીચા માં મળ્યા હતા ત્યારે અર્જુને માનસી ને પૂછ્યું હતું કે "માનસી તને ક્યુ ફૂલ ગમે છે ..? ત્યારે માનસી એ જવાબ આપ્યો હતો કે મને તો ગુલાબ ગમે છે અને તને ??

સામે આવેલા સવાલ ના જવાબ માં અર્જુને ખાલી એટલું જ કીધું કે મને જે ગમે છે એને તો ગુલાબ ગમે છે એમ કહી બન્ને હસવા લાગે છે

ત્યાં પાછળ થી ગાડી નો હોર્ન વાગે છે અને અર્જુન ભૂતકાળ માંથી વર્તમાન માં પાછો આવે છે.

કેવો પ્રેમાળ સમય હોય છે નહીં આ લગ્ન અને સગાઈ વચ્ચે નો સમયગાળો , ક્યારેક ઝઘડવું ક્યારેક મનાવવું સાથે હસવું તો સાથે સુખદુઃખ ની તમામ વાતો કરવી, અર્જુન ને યાદ આવે છે કે એક સમય હતો કે જ્યારે ફોન ઉપર તે કોઈ સાથે 2 મિનિટ પણ વાત નહોતો કરી શકતો આજે એ પુરીપૂરી રાત માનસી સાથે વાત કરે છે તો પણ રાત ટૂંકી લાગે છે ... આમ વિચારી અર્જુન ફૂલ ની દુકાન તરફ ગાડી ને વાળે છે...

પણ જેવો એ જમણી બાજુ ગાડી વાળવા જાય છે ત્યાં પાછળ થી એક ઘસમસતો ટ્રક આવી અર્જુન ને ફગોળી મૂકે છે... ક્ષણ વાર માં તો લોકો નું ટોળું ભેગું થઈ જાય છે લોહી અર્જુન ના માથા ના ભાગે થી અવિરત પણે વહેવા લાગે છે .. ટ્રક વાળો ટ્રક લઈ ને ભાગી છુટ્યો છે.. લોકો કુતુહલ થી અંદરો અંદર વાતો કરે છે અને લોહીલુહાણ હાલત માં પડેલા અર્જુન ને એકીટશે જોયા કરે છે... ત્યાં ટોળા માંથી એક ભાઈ આગળ આવી અર્જુન ને હોસ્પિટલે લઈ જવાની વાત કરે છે તો કોઈ કહે છે પોલીસ કેસ થશે પોલીસ ના લફડા માં કોણ પડે .. ત્યાં એક સજ્જન વ્યક્તિ વચ્ચે જંપલાવી 108 નંબર પર ફોન લગાડી અર્જુન ને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવાની વાત કરે છે.. અને 108 નંબર ઉપર ફોન લગાડી અકસ્માત ના સ્થળ નું નામ અને બીજી વિગતો અપાય જાય છે.... અને અહીં એકતરફ અર્જુન ના શ્વાસોશ્વાસ ની ક્રિયા બંધ થતી જણાય છે...

....ત્યાં થોડીજ વાર માં 108 વ્હીસલ મારતી મારતી આવે છે ....

અને અચાનક જ.... અર્જુન ની આંખ ઉઘડે છે તો તે જુએ છે કે " એલાર્મ સતત રણકી રહ્યો છે... અને પોતે આખો પરસેવે રેબ જેબ છે.... અને થોડીવાર માં સુધાબહેન અર્જુન ના રૂમ માં આવે છે અને કહે છે " બેટા , માસી નો હોસ્પિટલે થી ફોન આયવો થો... જીગર ની ઘરે બાબો આયવો છે... તું આજે ઓફિસેથી હાલ્ફ લિવ લઈ લેજે એટલે આપડે હોસ્પિટલે ખબર અંતર પૂછતાં આવશું....

... અને અર્જુન શૂન્ય મનસ્કે ઘડિયાળ નો ટિક ટિક અવાજ સાંભળી રહ્યો હોય છે...

સમાપ્ત..

બીજા રસપ્રદ વિકલ્પો