આંસુ ઓ નો જવાબ Altaf lakhani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • ભીતરમન - 1

  એક સુંદર આલીશાન હવેલીના સુંદર બગીચામાં એક સરસ સાગના લાકડામાં...

 • મારા અનુભવો - ભાગ 3

  ધારાવાહિક:- મારા અનુભવો ભાગ:- 3 શિર્ષક:- અતિથિ દેવો ભવ લેખક:...

 • ચુની

  "અરે, હાભળો સો?" "શ્યો મરી જ્યાં?" રસોડામાંથી ડોકિયું કરીને...

 • આત્મા નો પ્રેમ️ - 8

  નિયતિએ કહ્યું કે તું તો ભારે ડરપોક હેતુ આવી રીતે ડરી ડરીને આ...

 • નિસ્વાર્થ પ્રેમ

  તારો ને મારો એ નિસ્વાર્થ પ્રેમ ની ભાવનાયાદ આવે છે મને હરેક પ...

શ્રેણી
શેયર કરો

આંસુ ઓ નો જવાબ

" એક ભાવનગર ... અવિનાશે ટિકિટ બારીએ પૈસા હાથ માં રાખી ને કહ્યું

ત્યાં જ થોડી વાર માં બાજુ માં એક યુવાન સ્ત્રી નો અવાજ સંભળાણો

" ભાઈ મને બે રાજકોટ ની અને બે પ્લેટફોર્મ ટિકિટ આપજો...

અવિનાશે અછડતી નજર કરી ને જોયું તો એક પરિચિત ચહેરો અને તેની સાથે તેણે જીવેલી અનેક મધુર ક્ષણો એક સાથે જીવિત થય ગય... અને એક જ નામ યાદ આવ્યું ... સ્નેહા પારેખ

એજ ચહેરો , એજ અવાજ , એજ આંખો , અને એજ રમણીય કાયા કે જેણે કોલેજ ના ત્રણ ત્રણ વર્ષ સુધી પોતાના શ્વાસો શ્વાસ માં ... ભરપૂર જીવી લીધી હતી... આ એજ સ્નેહા પારેખ ..

" એ ભાઈ તમારી ટિકિટ લ્યો ને જલ્દી... અને આગળ નીકળો... પાછળ લાંબી લાઈન છે... ; પાછળ થી આવેલ અવાજથી અવિનાશ ની તંદ્રા તૂટી ગય અને એ યાદો રૂપી વાદળો માંથી વાસ્તવિકતા ની જમીન પર પાછડાયો...

... પણ એક વાક્ય તેના કાનો માં સતત ગુંજતું રહ્યું " પાછળ લાંબી લાઈન છે.. !! અને અવિનાશ કોલેજ કાળ માં પાછો ખોવાઈ ગયો

શામળદાસ કોલેજ (ભાવનગર) ના પાર્કિંગ પ્લોટ માં જયારે છોકરાઓ બાઇક પર લયબન્ધ રીતે લાઈન માં ગોઠવાઈ ચુક્યા હોય છે અને તેમની એક જ ઇન્તજારી હોય છે કે... ક્યારે GJ 4KL 9143 નંબર ની એક્ટિવા કોલેજ ના પ્રાંગરણ માં પ્રવેશ કરે અને તેઓ દિવસ ના આ અંજવાળા માં ચાંદ ના સાક્ષાત દર્શન કરે... અને બરાબર 11 : 50 યે એક્ટિવા નો અવાજ આવે છે ત્યારે જાણે કોલેજ આખી "pause mode" માં આવી ગય હોય અને માત્ર ને માત્ર એ સૌંદર્ય ની સોડમ કોલેજ ને સુગંધિત કરતી કરતી ... એકટિવા પાર્ક કરી ને પોતાના ક્લાસ માં પ્રવેશ કરે છે ત્યાં સુધી બસ એને જોયા જ કરે છે ......

" અવિનાશ પંડ્યા ????... ... અવિનાશ ..... સ્નેહા એ જોર થી બૂમ મારી...

અને અચાનક જ અવિનાશ એ "pause mode" માંથી " play mode માં આવે છે ...

" ક્યાં ખોવાઈ ગયો હતો ??? અને આમ આજ સુરેન્દ્રનગર માં ક્યાંથી ?? ... કે પછી અહીં જ " સ્થાઈ " થય ગયો છે ??

સ્નેહા ની એક સાથે અનેક સવાલો કરવા ની આદત ગય નથી લાગતી... એવું મનોમન વિચારતો તે બોલ્યો...

" નારે ના ... હું તો હજી ભાવનગર જ રહું છું , આતો એક નજીક ના સબંધી ના લગ્ન માં આવ્યો હતો , અને તું આજે ઘણા દિવસે ,, અને અહીં ??

" હું મારા પતિ સાથે અહીં મારા ભાભી ના શ્રીમત માં આવી હતી...

પતિ શબ્દ સાંભળ્યા પછી જ... અવિનાશ ની નજર સ્નેહા ના ગળા માં રહેલા મંગળસૂત્ર અને માથા માં પુરેલા સિંદૂર પર ગય ...

દિલ ને એક હળવો ધક્કો લાગ્યો.. શરીર ઘડીક શ્વાસ લેવાનું ભૂલી ગયું .. પણ થોડીક જ વાર માં અવિનાશે સ્વસ્થ હોવા નો ડોળ કર્યો...

" અરે વાહ.. શું વાત છે લગ્ન કરી લીધા ???... bdw ક્યાં છે તમારા પતિ મહોદય કે પછી ઘરે જ મૂકી ને આવી છે.. થોડુંક કૃત્રિમ હાસ્ય કરી ને અવિનાશે કહ્યું..

" ના ..ના.. ઘરે નથી મૂકી ને આવી એ તો એક બેગ ભૂલી ગયા તા તે તેઓ લેવા ગયા છે આવતા જ હશે..

બોલ બીજું તારે કેવું ચાલે છે ?? તે લગ્ન કર્યા કે નહીં ??

" હવે મારે લગ્ન કરી ને શું કરવું.. જે જે સારી છોકરીઓ હતી એમણે તો લગ્ન કરી લીધા છે અવિનાશે એક મીઠો ઈશારો સ્નેહા તરફ કર્યો..

સ્નેહા વાત ને પામી ગય કે અવિનાશ ભૂતકાળ ના પાના ઓ ફરી ઉથલાવવા માંગે છે એટલે એને સ્પષ્ટતા કરી...

" જો અવિનાશ, એ જે પણ આપણી વચ્ચે હતું એ આપણો ભૂતકાળ હતો .. now i'm married .. અને હું ઘણી જ ખુશ છું એટલે plzz એ બધી વાતો ફરી ના ઉખેળીશ .. આપણે સદાય ને મિત્ર ના બની શકીએ ??

" મિત્ર તો હતા જ ને સ્નેહા .. હું તો just મઝાક કરતો હતો ..

Bdw .. કેટલા વાગે ટ્રેન છે ?? - અવિનાશે વાત ટૂંકાવતા કહ્યું

" 3:45 ની છે ... અને તારે ??

" મારે 4:25 ની... !!

સ્નેહા એ ઘડિયાળ માં જોયું 3: 35 થય હતી .. પછી અવિનાશ તરફ જોઈ ને કીધું " ઓહહ.. તો તો તારે હજી એક કલાક અહીં રાહ જોવી પડશે એમ ને .. ??

' આખું જીવન રાહ જોવાનું આદિ બની ગયું છે સ્નેહા... એવું મનોમન બોલતો ..

" હા.. બીજો છૂટકો પણ નથી.. !!

ત્યાં જ સ્નેહા ના ફોન ની રિંગ વાગી .. " ચાહા હે તુજકો .. ચાહુંગા હરદમ ... એની રીંગટોન સાંભળી ને અવિનાશ ને ધ્રાસકો પડ્યો...

અરે આતો મારુ ફેવરિટ સોન્ગ છે , શું સ્નેહા હજુ મને ભૂલી નથી તો પછી આ મેરિડ ને ... હું ખુશ છું ... નો ડોળ શા માટે કરે છે ?? અવિનાશ વિચારો ના વંટોળ માં અટવાયેલો હતો ત્યાં સ્નેહા એ ફોન ઉપાડ્યો..

" હા , બોલ સ્વીટુ... અને ક્યાં છે હું અહીં ક્યારની તારી રાહ જોવ છું ??

સામે થી ફોનમાં " આ ટ્રેન 3 નબર ના પ્લેટ ફોર્મ પર આવવા ની છે તો હું નયા ઉભો છું તું આવી જા અહીં.. "

ત્યાં સ્નેહા એ સામે ની તરફ દૂર રહેલા પ્લેટફોર્મ 3 પર નજર કરી તો જીગર સ્નેહા ને ગોતતો આમતેમ જોઈ રહ્યો હતો..

" હા ચાલ હું આવું છું .. bye સ્વીટુ !!

" ચાલો , અવિનાશ હવે હું જાવ છું મારા પતિ વેઇટ કરે છે .. ફરી ક્યારેક મળશું... એમ કહી અવિનાશ ના જવાબ ની રાહ પણ જોયા વગર સ્નેહા એ ઓવર બ્રિજ તરફ પ્રયાણ કર્યું ..

અવિનાશ સમસમી ગયો... એ હજી કહેવા જ જતો તો કે ક્યાં છે તારા ખુશ નસીબ મિસટર હસબન્ડ .. ચાલ એને મળી જ લવ.. પણ આ શું સ્નેહા તો સડસડાટ કરતી ચાલી જ પડી...

પણ અચાનક જ ઓવર બ્રિજ ની રોલિંગ પર સ્નેહા અટકી ગય અને એક નજર અવિનાશ પર કરી ..

" સ્નેહા ની એ આંખો અવિનાશ ને વિચારો માં ભ્રમણ કરતી મૂકી દીધી હતી.. એ આંસુ શું સૂચવે છે ??....

--------- 8 દિવસ પછી---------

" રોજ ની જેમ જ એલાર્મ રાઈટ એના ટાઈમે 6 વાગે રણકી ઉઠ્યો.. એલાર્મ બન્ધ કરી અવિનાશ નોકરીએ જવા માટે ઉભો થયો ત્યાં તેને યાદ આવ્યું અરે આજે તો રવિવાર છે ... અને પોતે રાત્રે સુતા પહેલા એલાર્મ બન્ધ કરવા ભૂલી ગયો હતો એ યાદ આવ્યું..

હવે ઉભો થયો જ છું તો ચાલ ને નાહીને ફ્રેશ થય ને ચુંનિકાકા ની મસ્ત આદુવાળી ચા નો લાભ લઇ શકાય .. એવું મનોમન નક્કી કરતો અવિનાશ ઉભા થયને બાથરૂમ તરફ પગ ઉપાડ્યા..

ચુનીકાકા ની લારી પર રવિવારે સરસ ભીડ જોવા મળે છે કારણ એક જ હતું ચુનીકાકા નું વ્યક્તિત્વ ... ચુનીકાકા ને જોઈ ને અવિનાશ હંમેશ વિચારતો કે કોઈ વ્યક્તિ આટલો સરળ , નિખાલસ , અને નિષ્ઠાવાન કઈ રીતે હોઈ શકે ... ચા પીધા પછી અવિનાશ ન્યુઝ પેપર લઇ રૂમ તરફ જવા ઉપડ્યો અને રસ્તા માં શામળદાસ કોલેજ આવતા જ ફરી એ યાદો અને સ્નેહા સાથે થયેલી મુલાકાત અવિનાશ ના માનસપટ પર તાજી થય ગય ...

" એ આંસુ આખરે શું સુચવતા હતા ?? ...

પછી નિરાશા ખનખેરી અવિનાશ ઘર પર પહોંચી ખુરશી પર બેઠો અને ન્યૂઝ પેપર વાંચવા માટે હાથ માં લીધું અને

પહેલા જ પાને

પાકિસ્તાને ફરી કર્યું સીઝફાયર ઉલ્લંઘન , એક જવાન શહીદ..

એવી રીતે પાના ફેરવતા ફેરવતા અવિનાશ ની નજર એક ન્યુઝ પર પડી ...

પતિના શંકાશીલ સ્વભાવ ના કારણે રાજકોટ ની પરિણીતા નો આપઘાત ...

અને ઇન્સેટ ન્યુઝ માં નામ વાંચ્યું તો...

સ્નેહા જિગરભાઈ મહેતા ....

.

.

.

.

.

.

.

.

.

.

શું આજ હતો એ આંસુ ઓ નો જવાબ ...??