Aa Vamalo Nu Shu? books and stories free download online pdf in Gujarati

Aa Vamalo Nu Shu?

આ વમળો નું શું ?

વ્રજેશ શશિકાંત દવે “વેદ”



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

આ વમળો નું શું ?

અજયે પોતાના જમણા હાથમાં એક પથ્થર લીધો અને હિમાલયની પહાડીઓમાં થઈને સંગીત ની સુરાવલીઓની જેમ એકધારા વહેતા ઝરણાંના નીચે પડીને શાંત થયેલ પાણીમાં ફેંકવા હાથ ઊંંચો કર્યો. તમામ શક્તિ, તમામ ઝનૂન હાથના ખભામાં કેન્દ્‌રિત કરીને હાથના પથ્થરને પાણીમાં નાંખી, તેમાં વમળો ઉત્પન્ન કરવાના ઈરાદાથી તેણે હાથને ૪૫ ડિગ્રી પીઠની પાછળ લીધો. અને પથ્થર ફેંકવા જેવો આગળ લાવવા ગયો, ત્યાંજ આનંદે અજયના હાથને પાછળથી પકડી લીધો.

આનંદની પકડમાં વધુ જોશ હતું કે પછી અજયને ખબર હતી કે આનંદ તેને આમ પથ્થર ફેંકતા રોકશે જ , ગમે તે કારણ હોય પણ અજય નો હાથ અટકી ગયો. અજયે પાછળ ફરીને આનંદ ની સાથે નજર મિલાવી. બન્નેએ સ્મિતની આપલે કરી. આંખોથી કઈંક વાતો થઈ.

અચાનક જ આનંદે પોતાની પકડ ઢીલી કરી. આંખના ઈશારાથી પથ્થર ફેંકવાની જાણે મૂક સંમતિ આપી હોય તેમ અજયે હાથ છોડાવી લીધો. પૂરી તાકાતથી પેલા પથ્થરને પેલા શાંત વહેતા પાણીમાં ફેંકી દીધો.

તેના ફેંકવામાં એટલી શક્તિ હતી કે જાણે તે પોતાની અંદર ચાલી રહેલી ઉથલપાથલ ને એક ઝાટકે પોતાની અંદરથી કાઢીને બહાર ફેંકી દેવા માંગતો હોય.,ખાલી થઈ જવા માંગતો હોય.

પેલો પથ્થર, પાણી માં જઈ પડયો અને શાંત પાણી માં અસંખ્ય વમળો પેદા થઈ ગયા. અજય તે વમળોને જોઈ રહ્યો.

વમળો ક્ષણ વારમાં જ ફરીને શાંત થઈ ગયા . ફરીથી બધું જ શાંત થઈ ગયું. એજ ધૈર્યથી ઝરણાં વહેવાં લાગ્યાં. પાણી તેની ગહનતા , વિશાળતામાં પુનઃ શોભવા લાગ્યું. પણ એ તો પાણીના વમળો ! જેને ઉઠતા પણ વાર ના લાગે અને શમતા પણ વાર ના લાગે . પણ માનવ મનમાં કે હ્ય્દયમાં ઉઠતાં વમળો તે આમ શાંત થોડા થઈ જાય છે ?

અજયની પણ એજ હાલત હતી.

મનની અંદર , હ્ય્દયની અંદર કશુંક ખળભળતું હતું. જે અનેક તરંગોને - વમળોને ઉત્પન્ન કરતું હતું. પૂરી તાકાતથી પથ્થર ફેંકીને મનના એ વમળોને બહાર ફેંકવાની કોશિશ હંમેશા નિષ્ફળ રહેતી. એથી ઉલ્ટા વમળો વધુ ને વધુ મનને ખૂંચવા લાગતા. એટ્‌લે જ આનંદ તેના હાથને રોકતો, પણ પછી મૂક સમ્મતિ પણ આપી દેતો.

છેલ્લા પાંચ છ માસથી આ દ્રશ્ય હૂ લગભગ રોજ જોઉ છું.

હિમાલયની ઉત્તુંગ પહાડીઓ વચ્ચે દેહરાદુન ના મારા અસ્થાયી નિવાસની બહાર રોજ સાંજે હું કુદરતના સાન્નિધ્ય માં ખોવાઈ જાઉં છું ત્યારે ઘરની સામેજ થોડી દૂર પર વહેતા ઝરણાઓની સાથે અજય અને આનંદની આ રમતને રોજ નિહાળું છુ .

અજય અને આનંદ , દેહરાદુન ની પેટ્રોલિયમ યુનિવર્સ્િાટિ ના એંજીન્યરિંગ ના પ્રથમ વર્ષના વિધ્યાર્થીઓ ! કોલેજમાંથી સમય મળતાંજ રોજ સાંજે બંને પેલા દૂર વહેતા ઝરણા પર આવીને બેસી જતાં.

બંન્ને હમેશા સાથે જ જોવા મળે , પણ તદ્દન વિપરીત વ્યક્તિત્વ અને સ્વભાવના એ બંને !

અજય ! ખૂબ જ ચંચલ ! સદાય તરવરાટ સાથે હરતો ફરતો. પાણી સાથે જાણે ગયા જન્મનું કોઈ વેર હોય તેમ, તેમાં પથ્થર નાંખ્યા જ કરે અને શાંત પાણીને અપસેટ કરતો રહે.

આનંદ , શાંત અને ધૈર્યવાન ! ખૂબ જ ગંભીર બની આકાશ, પર્વત, વાદળો, બરફ , ઝરણાં ને નિહાળ્યા કરે. વહેતા પાણીને સ્પર્શવાનો પણ પ્રયાસ ના કરે. કદાચ એને ડર હશે કે પાણીને અડવાથી તેના કુદરતી સુંદર્યનો કૌમાર્ય ભંગ તો નહીં થઈ જાય ને ! અને તે માટે તે પોતાના પર કોઈ આરોપ કે દોષ લેવા લગીરે તૈયાર જ નહીં.

તેમને જોઈને તો એમ જ લાગે કે બંને જન્મથી જ આવા હશે. એક વહેતું ઝરણું તો બીજો પહાડ પર યુગોથી સ્થિર થયેલ બરફ.

મેં પણ એમ જ ધારી લીધેલું જયારે મેં તેમને ગયા ઓગસ્ટ માસમાં પહેલી વાર જોયા હતા .

મને તેમના વિરોધાભાસી વ્યક્તિત્વમાં રસ પડયો હતો અને તેથી જ તેમની જોડે દોસ્તી કરવાનો ઈરાદો લઈ ર્હૂં પહોંચી ગયો હતો તેમની પાસે અને કરી લીધી દોસ્તી - પાકી દોસ્તી.

મેં તેમના વિષે જાણવાનો પ્રયાસ કર્યો, તો ખબર પડી કે મારી ધારણા તદ્દન ખોટી છે . .

અજય ભારતના પશ્ચિમ છેડે આવેલ દ્વારકા નો વાતની. દરિયા પ્રત્યે, વહેતા પાણી પ્રત્યે જન્મજાત પ્રેમ ! ભણવામાં હોંશિયાર. વાંચન લેખન પણ ખૂબ જ ગમે મૂળ સ્વભાવ શાંત અને સાલસ . હિમાલય ને અનેક પુસ્તકોમાં માણ્‌યો અને ટીવી અને ઈન્ટરનેટ પર નિહાળ્યો હતો એટ્‌લે હિમાલય પ્રત્યેનું આકર્ષણ પણ ગજબનું ! હિમાલયને રૂબરૂ અનુભવવા માટે તો દેહરાદુનની આ કોલેજ પસંદ કરી હતી. હિમાલયને મળવાનું છે, તેની સાથે રહેવાનુ છે તે જાણી ને તેની અંદર થી ખુશીનો ધોધ વહેવા લાગ્યો. વર્ષોથી શાંત અને સાલસ સ્વભાવની તેની છબી કોઈએ પથ્થર મારી કાચ તોડી નાંખ્યો હોય અને કાચ ના ચૂરેચૂરા થઈ જાય તેમ પળવારમાં તૂટી ગઈ - વિખરાઈ ગઈ. ચંચળતા , યૌવન અને નટખટપણું ક્યાંથી આવીને તેના વ્યક્તિત્વનો એક ભાગ બની ગયા તેની તેને પણ ખબર ના રહી !

હિમાલય ના પ્રેમ માં તે સાવ બદલાઈ ગયો. શાંત થીજેલો બરફ ધસમસતું ઝરણું બનીને વહેવા લાગ્યો.

આનંદ નું પણ કઈક આવુંજ . દક્ષિણ ભારતના શહેર કાલિકટ નો વતની એ. દરિયાની દોસ્તી એને પણ જન્મથી જ મળેલી . જન્મથી જ અત્યંત ચંચલ, ચપળ.! અભ્યાસમાં તેજ તો અન્ય પ્રવૃતિમાં પણ નંબર વન ! તેના પરાક્રમો શહેર આખામાં જાણીતા. તોફાનો ખૂબ કરે પણ કોઈને નુકશાન કરવાનો ક્યારેય ઈરાદો નહી. વાંચન પણ ખૂબ ગમે. તેને પણ હિમાલય એટલો જ ગમે. હિમાલયની વિશાળતા , તેની સ્થિર પહાડીઓ પરનો બરફ, ગંગાની પવિત્રતા, વહેતા ઝરણાં વગેરેએ તેના મનમાં અડિંગો જમાવી દીધેલ. હિમાલય નો સંગાથ મળવાનો છે એ જાણીને તોફાની, ચંચલ આનંદ તેના શરીર ને છોડીને ક્યાંય ગાયબ થઈ ગયો અને એક ધીર ગંભીર , ઠરેલ આનંદનો જન્મ થયો.

હિમાલય - છે તો એકજ , પણ તેનો પ્રભાવ કેવો અલગ અલગ ! માણસના વ્યક્તિત્વને કેવો બદલી નાંખે છે - પળવારમાં !

વ્યક્તિત્વના સામસામા છેડા જેવા અજય અને આનંદ ભેગા થઈ ગયા દેહરાદુનમાં. એક દિવસમાં તો બની ગયા અતૂટ ભાઈબંધ. દોસ્તી તો હ્ય્દય થી થાય અને બંનેના હ્ય્દયમાં વસે છે દરિયો અને હિમાલય ! એટ્‌લે તો બંને વિપરીત સ્વભાવના માણસો પણ બની ગયા પાકા દોસ્ત.

મને તેઓનું આમ રોજ આવવું ગમવા લાગ્યું. હું એન્વાયરમેન્ટ એંજીન્યરિંગનો સંશોધક અને એ પેટ્રોલિયમ એંજિનયરિંગના વિધ્યાર્થીઓ . દોસ્તી થતાં જ અમારા વચ્ચે ઉમર અને વ્યક્તિત્વની સીમાઓ ઓગળી ગઈ. મારા અને એમના વચ્ચે ખાસ્સા ૧૫ વર્ષનો તફાવત. પણ દોસ્તીમાં એવું કઈ નડયું જ નહીં. એ જ તો મજા ચ્હે દોસ્તીની ૧ કોઈની સાથે કરી તો જુઓ .

સંવાદનો નિયમ છે કે તમારે યોગ્ય સંવાદ કરવો હોય તો સંવાદને સ્વીકારનાર વ્યક્તિની ઊંંચાઈ સુધી, તેના સ્તર સુધી જવું પડે. જો સ્વીકારનાર અને આપનાર એકજ સ્તર પર, એકજ ઊંંચાઈ પર હોય તો બાકીની તમામ દીવાલો ખરી પડે છે અને વહે છે માત્ર નિર્મળ સંવાદ !

અમને ત્રણેયને ગમવા લાગ્યું એકબીજાનું સાનિધ્ય, જેમાં હિમાલય, ગંગા, દરિયો, મશીનો , ખેલકૂદ, રાજકારણ, અર્થવ્યવસ્થા, જેવા અનેક વિષયો દેહરૂપ લઈને શામેલ થઈ જતાં અમારી ગોઠડીમાં. અમારી વાતો થતી કોઈ પણ દંભ વિના, આવૃત વિના. હદયને અનાવૃત કરવું અમારા માટે સહજ થઈ ગયું.

કદાચ, દોસ્તીની આ જ હશે પરમ સીમા. જેની સામે , જેની સાથે મનના બધાજ પડળ ખોલીને અનાવૃત થઈ જવાનું મન થાય એનું નામ દોસ્ત !

જોત જોતામાં શિયાળો બેસી ગયો. કેટલોય બરફ વર્ષી ગયો. જાન્યુઆરી મહિનો પૂરો થવા આવ્યો. મારા પ્રોજેક્ટને પૂરો થવામાં બે જ મહિના બાકી રહ્યાં હતા. ર્હૂં તેને સમેટવાના કામમાં ગળાડૂબ થઈ ગયો. એક દિવસ અચાનક મારા ઈ-મેઈલ ના ઈન બોક્સ માં એક મેઈલ આવ્યો. આસામ ના ગૌહાટી શહેરની એક કોલેજના પ્રિન્સિપાલ ડો બરૂઆનો હતો એ.

“ મિ. પ્રશાંત , તમારા એનવાયરોનમેંટ એંજિનયરિંગના પ્રોજેકટ વિષે ઈન્ટરનેટ દ્વારા માહિતી મળેલ છે. અમો ખુબજ પ્રભાવિત છીએ. આથી તમારા પ્રોજેક્ટને જાણવા- સમજવા અમારી કોલેજના ચુનંદા વિધ્યાર્થીઓને પ્રોજેકટ ટુર પર આપની પાસે દેહરાદુન મોકલવા માંગીએ છીએ. જો આપને અનુકૂળ હોય તો સંમતિ મોકલશો.”

ઈ-મેઈલ વાંચી હું તો ખૂબ ઉત્સાહિત થઈ ગયો. રોમાંચિત પણ ! દેશના કોઈક ખૂણે મારા કાર્યની નોંધ લેવાઈ રહી છે - એ જાણીને.

મેં આ વાત અજય અને આનંદ ને કરી. વાત સાંભળતાં જ અજયે ઈમેલને રિપ્લાય પણ કરી દીધો, “ ૈં ર્ષ્ઠહકૈદ્બિ, ઙ્મીટ્ઠજી જીહઙ્ઘ કેઙ્મઙ્મ ઙ્ઘીંટ્ઠૈઙ્મજ ુૈંર જેૈંટ્ઠહ્વઙ્મી ઙ્ઘટ્ઠીંજ.”

મારા માટે કોઈ અવકાશ જ ન હતો. ફેબ્રૂઆરીના બીજા અઠવાડિયે તો ૨૬ વિધ્યાર્થીઓ આવી ગયા દેહરાદુનમાં અમારા અતિથિ બનીને. એ ગુપ માં છોકરાઓ કરતાં છોકરીઓની સંખ્યા વધુ હતી. મને આનંદ થયો તેઓની પર્યાવરણ પ્રત્યેની જાગરૂકતા જોઈને.

તે ગ્રુપ ચાર દિવસ રોકાયું. મારા પ્રોજેક્ટના તમામ પાસાઓ ની વિસ્તૃત માહિતી લઈ , સંતુષ્ટ થઈને પરત ગૌહાટી રવાના પણ થઈ ગયું આ ચાર દિવસ અજય અને આનંદનો મને પૂરો સાથ સહકાર મળ્યો. મિશન ક્યારે અને કેટલી સરળતાથી સંપન્ન થઈ ગયું તેની મને તેઓએ ખબર પણ ન પડવા દીધી.

દોસ્તો સાથે હોય તો દરેક વાત પ્રસંગ બની જાય !

પ્રસંગ પતિ ગયો હતો. ચાર દિવસની દોડધામ બાદ આજે આરામનો મૂડ હતો. સાંજ પણ પડી ગઈ હતી. હું મારા રૂમ ની બહાર આવીને બેઠો. રોજની જેમ અજય અને આનંદના આવવાની પ્રતિક્ષા કરવા લાગ્યો.

થોડી વારમાંજ નિત્યક્રમ પ્રમાણે તેઓને આવતાં જોયા. એજ ઝરણું અને એ બંને.!

અજયે રોજની જેમ નીચા નમી જમણા હાથમાં પથ્થર લીધો. હમણાંજ હાથ ઊંંચો થશે અને પાણીમાં પથ્થર મારવા જશે, રોજની જેમ આનંદ તેને રોકવા પ્રયત્ન કરશે. અજય પાછું વળી જોશે. આનંદ સાથે આંખ મળતાજ સ્મિત કરશે. આંખોથી જ મૌન વાત થશે અને પછી આનંદની મૂક સંમતિ મળતા જ પેલો પથ્થર અજયના હાથમાંથી છૂટી વહેતા પાણીમાં પડશે... વમળો ઉઠશે ....અને શાંત થઈ જશે . ...

પણ , મારી ધરણાં આજ સાવ ખોટી પડી-પહેલી વાર !

અજયના હાથમાં પથ્થર તો છે પણ તેના હાથમાં પેલો જુસ્સો, પેલું ઝનૂન , પેલો ઉત્સાહ ક્યાંય નથી. તેની ચાલમાં પણ નરમાશ છે.

યંત્રવત તેણે હાથ ઊંંચો તો કર્યો પણ તેમાં ક્યાય પથ્થરને ફેંકવાની ઈચ્છા દેખાતી નથી. તેણે તેનો હાથ એમજ હવામાં ઊંંચો કરી રાખ્યો છે - એ અપેક્ષાએ કે આનંદ આજે પણ તેનો હાથ પકડીને તેને પથ્થર ફેંકતા રોકે. તેણે મનસૂબો કરી લીધો કે જેવો આનંદ તેના હાથને રોકે કે તરતજ પથ્થર છોડી દેવો.

આજે નથી ફેંકવો પથ્થર પેલા શાંત પાણીમાં ! ખૂબ વમળો પેદા કર્યા છે અને શાંત પાણીને કેટલી તકલીફ દીધી છે- કોઈ હિસાબ જ નથી. પણ હવે બસ. નથી જ ફેંકવો પથ્થર

પણ આનંદે જરાય પણ પ્રયાસ ના કર્યો અજયના ઊંંચા થયેલ હાથને રોકવાનો. અજયથી રહેવાયું નહીં. તેણે પાછળ ફરી આનંદ તરફ દ્રષ્ટિ કરી.

આનંદ દૂર ઊંભો હતો. તેના હાથમાં એક પથ્થર હતો. આનંદે તેનો જમણો હાથ ઊંંચો કરી પૂરા ઝનૂન સાથે પથ્થર ફેંકી દીધો પાણીમાં ! હાથ કોઈ પણ હોય, પાણીના ભાગ્યમાં તો વમળો જ લખાયેલ છે હું અને અજય જોતાં રહ્યા પાણીમાં ઉત્પન્ન થયેલા વમળોને !

કેવો વિપરીત સંયોગ છે !

આજે અજય શાંત અને આનંદ ચંચળ બની ગયો.

હજુ કઈ વધુ સમજાય તે પહેલાં તો આનંદે બીજા બે ચાર પથ્થર ફેંકી દીધા અને પાણીમાં વમળોની હારમાળા સર્જાવા લાગી - મારા મનમાં પણ !

આનંદે પથ્થર ફેંકવા ફરી હાથ ઊંંચો કર્યો. આ વખતે અજય દોડી ગયો , પકડી લીધો આનંદના હાથને. આનંદે અજય સાથે આંખ મિલાવી, સ્મિતની સાથે આંખોથી ઈશારાઓની આપ-લે થઈ, અજયે હાથ છોડી દીધો આનંદનો, ... અને........ પથ્થર ફરી સર્જવા લાગ્યો વમળોને !

મારા માટે આ તદ્દન અનપેક્ષિત હતું. અજય અને આનંદના વ્યક્તિત્વની અદલા બદલી થઈ ગઈ. મારા માટે આ નવું હતું- સમજની બહાર હતું.

બંને એકબીજાની સામે જોવા લાગ્યા અને પછી મન મૂકીને ખડખડાટ હસવા લાગ્યા.

અચાનક જ બંને ગંભીર બની ગયાં વ્યક્તિત્વમાં પળવારમાં જ આવેલ પરીવર્તન તેઓને દિલથી ગમવા લાગ્યું પણ મન બેચેન બની ગયું. જાણે કઈંક ખૂટતું હોય , કઈંક ખૂંચતું હોય તેવો અનુભવ કરવા લાગ્યા. મને તો મનથી પણ અને દિલથી પણ આ પરિવર્તન અજાણ્‌યું લાગવા માંડયુ.

હું દોડી ગયો તેમની પાસે. બંને ની આંખો મારી આંખમાં રહેલાં આશ્ચર્ય ને જોતી રહી. જયારે મને તેઓની આંખમાં અજાણ્‌યા પ્રશ્નની આકૃતિ સ્પષ્ટ દેખાવા લાગી.

પળવારમાં એ આકૃતિ શબ્દ બનીને તેઓના મુખ વાટે સરી પડી., “ પ્રેમ થઈ જાય તે માણસ કેવો બની જાય?”

ક્ષણાર્ધમા જ મને સમજાઈ ગયું કે બંને ને પ્રેમ થઈ ગયો છે. પણ કોની સાથે. ?

મારા મનમાં અનેક વિકલ્પો આવવા લાગ્યાં ... કદાચ કોલેજની કોઈ છોકરી જોડે........

કશુંય સમજાય તે પહેલાં તો આનંદના મોબાઈલમા ઘંટડી વાગી. ગૌહાટીથી હતો એ કોલ . આનંદે કોલ રિસીવ કર્યો. સામે છેડેથી યુવતીનો અવાજ સંભળાયો. આનંદ સંકોચ સાથે વાત કરવાનો પ્રયાસ કરતો રહ્યો. ...... સામે છેડેથી ફોન કપાઈ ગયો.

અજયે એક વખત પોતાના મોબાઈલની સ્ક્રીન પર જોઈ લીધું કોઈ કોલ ન હતો પણ તેની આંખમાં કોઈ પ્રતિક્ષા સ્પષ્ટ દેખાતી હતી.

મને સમજાઈ ગયું કે ગૌહાટીથી આવેલ કોલેજ કન્યાઓમાંથી કોઈ યુવતીઓએ બને પર પ્રેમનો જાદુ કરી દીધો છે.

મારૂ મન પુનઃ પેલા પૂછાંયેલા સવાલના જવાબને શોધવા મથી રહ્યું.

“ પ્રેમ થઈ જાય તે માણસ કેવો બની જાય?”

મારા મનોપટલ પરથી છેલ્લાં સાત - આઠ માસમાં અજય - આનંદ સાથે વિતાવેલી ક્ષણો મુંબઈની ધસમસતી લોકલ ટ્રેનની જેમ પસાર થઈ ગઈ. મને જવાબ મળી ગયો.

મેં બંને ની સામે જોયું. હજુ પણ બંનેની આંખમાં એજ પ્રશ્ન ડોકયા કરતો હતો.

“ પ્રેમ થઈ જાય તે માણસ કેવો બની જાય?”

મેં જવાબ આપવા માંડયો, “ જેને શુદ્ધ પ્રેમ થઈ જાય તે માણસ નિર્વિકાર થઈ જાય... બધાં જ આવરણો ખરી પડે અને માણસ ઓરિજનલ બની જાય...”

મારો જવાબ તેઓને સમજાયો નર્હિં કે તેઓની અપેક્ષા જુદી હશે, તેઓ મને અન્યમનસ્ક નજરે જોઈ રહયાં , હું તેઓને તાકી રહ્યો.

કેટલીક ક્ષણો વિતી ગઈ. ---- એમ જ.

અજયે મૌન તોડયું,” શું પ્રેમ આપણી અંદરના વમળોને શમાવી દે છે? અંદરના ખળભળાટને શાંત કરી દે છે?”

કોઈ જવાબ મારા મનમાં આવે તે પહેલાં તો આનંદ બોલી ઉઠ્‌યો , “ શું પ્રેમ આપણી અંદર વમળો પેદા કરે છે? આપણને અંદરથી હચમચાવી નાંખે છે?”

બંને નો પ્રશ્ન સ્પષ્ટ હતો - પ્રેમ વમળો પેદા કરે છે કે વમળોને શાંત કરે છે? અંદરનું બધુ શાંત કરે છે કે નવું તોફાન જગાવી હ્ય્દયને ખળભળાંવી નાંખે છે?....

હું નિરૂત્તર બની જોતો રહ્યો દૂર થીજી ગયેલા બરફના પહાડોને... મારી પાસે એનો કોઈ જવાબ ન હતો...

આપની પાસે છે?

નામ - વ્રજેશ શશિકાંત દવે “વેદ”

એડરૈસ- છ / ૨૫૨, આમ્રકુંજ એપાર્ટમેંટ , સોનલ ચાર રસ્તા ,

ગુરૂકુળ રોડ , સુભાષ ચોક પાસે ,

મેમનગર, અમદાવાદ - ૩૮૦૦૫૨

ફોન - ૦૯૧૬૭૨ ૨૮૩૫૧, ૦૯૬૧૯૭ ૨૯૩૯૬, ૯૪૨૬૦ ૪૧૧૦૭

ઈ મેઈલ - ઙ્ઘટ્ઠદૃી.દૃટ્ઠિદ્ઘીજરજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

પરિચય

જન્મ - દ્વારકામાં , જન્મ તારીખ - ૨૩/૧૦/૧૯૬૪

અભ્યાસ - મેટ્રિક સુધી દ્વારકામાં, ૧૧ ૧૨ મીઠાપુર હાઈ સ્કૂલમાં

કોલેજ - રાજકોટ અને અમદાવાદમાં

B. Sc. , LL.B., CAIIB, MBA

હાલનો વ્યવસાય - દેના બેન્ક માં ચીફ મેનેજર , મુંબઈ મુકામે.

અન્ય પ્રવૃતિઓ - વકતૃત્વ, નાટ્‌ય લેખન, ચેસ, સંગીત

બીજા રસપ્રદ વિકલ્પો