વોટ્સ એપ લવ - ૧૨ Bhautik Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વોટ્સ એપ લવ - ૧૨

What’s app love

Part - 12

પ્રેમ અત્યારે અમદાવાદની બાલ્કની પર ઉભો હતો. કાલે સાંજે પ્રેમે હેતલ ને પ્રોમીસ આપ્યું હતું કે તે હેતલ માટે એક લવ લેટર લખશે. રાતના ૨ વાગ્યા હતા. પ્રેમના હાથમાં અત્યારે આઈ ફોન હતો. તે લગભગ 10 મિનીટ સુધી બેઢો રહ્યો, માનસ પટ પર પોતે જીવાયેલા કેટલાય પ્રસંગો યાદ આવ્યા. જે હવે શબ્દો દ્વારા રજુ કરવાના હતા. પ્રેમ હવે લખવા બેઢો.

Love letter

ડીયર હેતલ

હેતલ મેં તને પહેલી વાર જોઈ ત્યારે જ મેં તને મારું દિલ દઈ દીધું હતું. પ્રેમ કરવાનો પહેલો અહેસાસ મને થયો હતો. “love” કેટલો અદભુત વર્ડ છે નઈ હેતલ. કેટલા ભાગ્યશાળી હશે જે લોકો એ સાચો પ્રેમ કર્યો હશે અને પામ્યો હશે. તાજ-મહેલ પ્રેમ નો સાક્ષી છે. તારી સાથે આખી જિંદગી જીવવવી છે મારે.

હેતલ આ પત્ર જિંદગી નો પહેલો પત્ર છે જે હું તને લખું છુ. શરુઆત ક્યાંથી કરવી તે જ સમજાતું નથી. દુનિયા માં ઘણા પત્ર લખાયા હશે પણ આ પત્ર મારા માટે તો બેસ્ટ પત્ર માનો રહશે. આધુનિક યુગ માં પણ હું પત્ર લખવા બેઠો છુ, ફક્ત તારા માટે.

હેતલ નામ સંભાળતા જ મન માં ઘણો આનંદ આવે છે. હું તને કહેવા માગું છુ કે તારા વિનાની પહેલાની જિંદગી મારા માટે કેટલી શુંસ્ક હતી. હું જિંદગી જીવવાના કારણો શોધતો, પ્રેમ શોધતો. તેના માટે કેટલીય બૂક ના પાના ફફોળીયા છે કે શું છે આ જિંદગી અને પ્રેમ ? પણ કશા માંથી કઈ જ મળ્યું નઈ. તબ્લોભાઈ ને કઈ મળે. પ્રેમ કે જિંદગીને તો ફિલ કરવપડે, માણવીપડે, જીવવી પડે, સ્વપ્ના જોવા પડે જીવવા માટે. એક સ્વપ્ન માટે જિંદગી ના બધા દાવ પેચ લગાડવા પડે.

હેતલ તને ખબર છે મરવાના હઝારો વિચારો આવતા પણ હું અંદર દબાવીને રાખતો, પણ દબાયેલી સ્પ્રિંગ બમણા વેગે ઉસળે એ હું જાણતો હતો. એક દિવસ તો મેં નક્કી ભી કરેલું કે નથી જીવવી આ શુષ્ક, વાહિયાત, નીરસ જિંદગી અને તને ખબર છે તું મને મળી. પછી મને ખબર પડી કે જિંદગીને તો એન્જોય કરવાની હોય ફ્રેન્ડ સાથે, તારી સાથે, પરેન્ટ સાથે, ભાઈ અને સીબ્લીન્ગ્સ સાથે. મન ભરીને જીવી લેવાનું આ બધું તે જ તો મને શીખવાડ્યું છે.

મને હજીય યાદ છે જે ૧૫ મી તારીખે રાત ના 10 વાગ્યે ટ્રેન ની રાહ જોતી હેતલ, પહેલીવાર તને જોયેલી મેં. કેટલી સુંદર દેખાતી હતી તું સ્ટુપીડ. તારો સફેદ કલરનો ડ્રેસ તારી સફેદ ત્વચા સામે જંખો પડતો હતો. તારા સ્ટ્રેટ હેર, અને કલરે-કલર ના ઈયરિંગ્સ કોઈ પણ નું દિલ મોહી લે.

હેતલ તને યાદ છે મેં જયારે તારી પાસે મોબાઈલ નંબર માંગ્યો ત્યારે તે ક્ષણ મારા માટે કેટલી કપરી હતી. કારણકે મેં ક્યારેય કોઈ છોકરી પાસે જઈને સરખી વાત ભી નથી કરી. તે ક્ષણ મારું હર્દય ધબકારા કરવાનું ચુકી ગયું હતું.

ક્યારેક ફોન માં પણ આપડે વાતો કરતા હતા. તારો અવાજ સાંભળીને મારો દિવસ બની જતો હતો. તારી સાથેના મેં હઝારો સપના જોયા છે. કદાચ ઈશ્વર જ સપના બતાવે છે. બસ મારે તો તારી સાથે જ જિંદગી જીવવાનું સ્વપ્ના લઇ ને બેઢો છું. તારા માટે આટલું લખી શક્યો. પરંતુ હવે નહિ લખાઈ કારણકે મારે તારા આંખ માં આંશુ નથી જોવા.

લી.

તારો પ્રેમ.

હેતલે આ બધું વાંચ્યું. એકબાજુ તેની આંખમાં આંશુ હતા તો બીજી બાજુ બ્લર થઇ ગયેલી મોબાઈલ ની સ્ક્રીન. હેતલે પ્રેમ ને મેસેજ કર્યો love you too. આગળ કશુજ ના બોલી શકી.

૧ વર્ષ પછી

હેતલ અને પ્રેમની સગાઇ નક્કી થઇ ચુકી હતી. બંને પેરેન્ટ્સ પણ ખુશ હતા. એક જ મહિના પછી બંનેના મેરેજ થવાના હતા. પ્રેમ અત્યારે અમદાવાદ ના બંગલામાં બેઠો હતો. તેણે પોતાના પોકેટ માંથી આઈ-ફોન કાઢ્યો. હેતલ નો નંબર કાઢ્યો પ્રેમ હેતલ નું પ્રોફાઈલ જોવા તેના પર કલીક કર્યું. લગભગ 10 મિનીટ તેનું પ્રોફાઈલ જોતો રહ્યો. અદભુત, અકલ્પનીય સોદર્ય થી દેવતા પણ મોહી જાય. પ્રેમ હવે તેના સ્ટેટસ પર ક્લિક કર્યું. ખુબ જ સરસ વાક્ય લખેલું હતું.

આજ ફિર દિલ મેં નોટીફીકેશન આયા હેં,

લગતા હે પ્યાર અપડેટ હુવા હે.

પ્રેમે હેતલને hi લખ્યું

હેતલે 10 મિનીટ પછી રિપ્લાય આપ્યો.

હેતલ : ઓહ માય હેન્ડસમ હીરો.

પ્રેમ : હું કોઈ હીરો નથી હો.

હેતલ : હે. . . .

પ્રેમ : હાસ્તો વરી

હેતલ : prem I cant belive this કે આવતા મહિના માં આપડા મેરેજ છે.

પ્રેમ : હે. . તો આપડે પોસ્ટ-પોન્ડ કરી દઈએ

હેતલ : ના હો. મારે તો જલ્દી મારા પ્રેમ પાસે જવું છે.

પ્રેમ : તો ચાલી આવ ને અહિયાં હું તારી રાહ જોવ છુ.

હેતલ : ના હો તારે મને અહિયાં લેવા આવવી પડે.

પ્રેમ : હેતલ મારે તને મળવું છે. મારે તને એક વાત કહવી છે.

હેતલ : તું અત્યારે કહી શકે છે પ્રેમ મને.

પ્રેમ : ના આપડે કાલે લેક ગાર્ડન માં સવારે 10 વાગ્યે મળીશું.

હેતલ(જીદ છોડતા કહ્યું) : ઓકે કાલે મળીશું.

પ્રેમ : ચલ હવે સુઈ જા કાલે વહેલા પહોચી જજે મને લેટ પસંદ નથી.

હેતલ : ઓહ્ તારી જેમ નથી.

પ્રેમ ને એક કોલ આવ્યો તેણે હેતલ ને બાય કહ્યું.

***

સવાર ના 10 વાગ્યા હતા. સૂર્ય પોતાની યથાશક્તિ પ્રમાણે તાપ વરસાવાનો પ્રયત્ન કરતો હતો. પ્રેમ પોતાની બાઈક લઇ ને લેક ગાર્ડન પાસે હેતલની રાહ જોઇને ઉભો હતો. એક ખૂણા માં એક વયોવૃદ્ધ માંજી બે હાથ વડે ભીખ માંગવાનો પ્રયત્ન કરતો હતા. પ્રેમ અચાનક જ તે માંજી પાસે ગયો. તેના હાથ માં ૧૦૦ રૂપિયાની નોટ આપી. માંજી એ એક સુંદર પત્ની મળેના આશીર્વાદ આપ્યા. પ્રેમ થોડો મુશ્કેરાયો. અચાનક જ પ્રેમ ને હેતલની યાદ આવી. તેણે હેતલ ને ફોન કરવા માટે પ્રયત્ન કર્યો સામે થી જ હેતલ પોતાની મોપેડ લઇ ને આવતી જોઈ. પ્રેમ એક વાર જોતો જ રહ્યો.

હેતલે પ્રેમને જોયો. તેના તરફ આવવા તેણે મોપેડ સાઈડ માં લેવાનો પ્રયત્ન કર્યો. અચાનક જ સામે થી ફૂલ સ્પીડ માં ટ્રક આવતો હતો. હેતલ હજુ સાઈડ લેવા જતી હતી ત્યાં તો ટ્રક તેના પર થી જતો રહ્યો. એક જ મિનીટ માં ખુબ લાંબી ચીસ પડી. હેતલની મોપેડના ડુંછા વળી ગયા હતા જે દર્શાવતા હતા કે અકસ્માત કેટલો દર્દનાક હતો. ફૂલ સ્પીડથી આવતો ટ્રક ત્યાં થી જતો રહ્યો હતો. એક લોહિયાળ જીવતી લાસ ત્યાં પડેલી હતી. એક મિનીટ માં જિંદગી ના ખેલ રમાય ચુક્યા હતા. પ્રેમ ને કલ્પ્નના પણ ના હતું જે બની ગયું. પ્રેમે જોર થી ચીસ પાડી હેતલ. પ્રેમ તરત જ ત્યાં પહોચી ગયો. આખા શરીર માંથી લોહી નીકળતું હતું, પ્રેમે પોતાના રૂમાલ વડે હેતલના માથાને દબાવ્યો. પરંતુ લોહી બંધ થયું નહિ. લોકોની ભીડ ત્યાં આવી પહોચી. પ્રેમે તરત જ ૧૦૮ માં ફોન કર્યો. જીવન અને મરણ વચ્ચે જંગ લડતી હેતલને તરત જ પ્રેમે હેતલને જગાડવાનો પ્રયત્ન કર્યો, કોઈ એ પાણી આપ્યું જે હેતલના મો પર છાંટ્યુ. પરંતુ હેતલ બેભાન હતી. પ્રેમે હેતલને ૧૦૮ માં બેસાડી પ્રેમ અત્યારે ભગવાનને પ્રાર્થના કરતો હતો. ૧૦૮ માં બેસેલી નર્સ હેતલની સારવાર કરતી હતી. લગભગ અડધા કલાક માં હેતલને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી. 5 ડૉકટરની ટીમ ઓપરેશન રૂમ માં દાખલ થયા. પ્રેમ આ બધાને જોતો જ રહ્યો. તેણે ડૉકટરને પૂછવાની કોશિશ કરી પરંતુ જે કામયાબ ના હતી.

લગભગ ૩ કલાક ઓપરેશન ચાલ્યું. પ્રેમને સ્વરાના શબ્દ યાદ આવ્યા, જે તેને કોલેજ માં કહ્યા હતા “તું પણ તડપીશ કોઈના માટે” જે શબ્દ પ્રેમના કાને પહોચતા હતા. અભિશાપ રૂપ સાબિત થતા હતા. પ્રેમે હેતલના ફેમેલીને જાણ કરવા ફોન કાઢ્યો પરંતુ હેતલનો એક મેસેજ હતો. ઝડપ થી તે ખોલ્યો.

“પ્રેમ ક્યારેક બધું જ વિખેરાય જતું હોય છે, ત્યારે પણ માનવજાતે તેના ગુણો અને નિયમોને છોડવા જોઈએ નહિ. પ્રેમ કાલથી મને અજીબ વિચારો આવે છે ખબરનઈ કેમ. મુર્ત્યું મારી સમીપ હોય તેવું લાગે છે. પરંતુ હું ડરતી નથી. મને ક્યારેય ડર લાગ્યો જ નથી. પરંતુ તારી ફિકર સતાવે છે. તારો ચહેરો મારી સામે આવે છે કે તને કઈ ના થઇ જાય. તુ મને એક પ્રોમિસ આપ કે મારા જવા થી તને કંઈ જ ફરક નઈ પડે. તું ક્યારેય રડીશ નઈ. તું જો રડીશ ને તો હું તને ક્યારેય માફ નહિ કરું. (પ્રેમના આંખ માંથી આંશુની ધાર થી એક બાજુનો શર્ટ ભીજાય ગયો હતો)તારે મને પ્રોમિસ આપવાનું છે કે તું ફરી થી ઉભો થઈશ. ફીનીક્ષ પક્ષીની જેમ રાખ માંથી જીવતો થઈશ. હું મારા પ્રેમને સફળતા ના શિખરો આંબતા જોવા માંગું છુ. હું મારા પ્રેમને ફરીથી કોઈ સાથે પ્રેમમાં પડતો જોવા માંગું છું. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે આવતા જન્મ માં ફરીથી મળીશું પ્રેમ. (પ્રેમ જોર જોર થી રડવા લાગ્યો. હેતલ તું ક્યાય નહિ જાય મારે તારી સાથે જિંદગી વિતાવવી છે. સુખ-દુખ આપડે બંને સાથે જોઈશું. )

પ્રેમે હેતલનું છેલ્લું વાક્ય વાચ્યું. “True Love Never End. ”પ્રેમે ફોનની સ્ક્રીન પર આંગળી ફેરવી લાસ્ટ સીન રાત્રીના ૨:૩૦ હતું, જે હંમેશા માટેનું રહી ગયું. સામેથી જોરદાર પવન આવ્યો જે હેતલને પોતાનામાં સમાવી ગયું. બાકી રહ્યું તો હેતલનું મૃત શરીર. પ્રેમ હેતલ પાસે ગયો તે પ્રશનાથ નજરે હેતલને જોઈ રહયો. તેનાથી રડાયું નહી ગળા સુધી ડૂમો ભરાઈ આવ્યો. પ્રેમે દુર સુધી નજર નાખી અને લાંબો શ્વાસ લીધો. એક આત્મા દુર સુધી જઈ રહ્યો હતો, તેવો પ્રેમને આભાસ થયો.

સમાપ્ત

મને પ્રેરણા આપનારી પંક્તિ

  • ના બેઠ થક કે હાર કર, કાયરતાકો ખાર કર, યે દન્દ્રના કિસી ઓર કા તું પહેલે ઉઢ કર વાર કર.
  • અપને અસ્કો કો લાત કર, યે વક્ત ના બરબાદ કર, યે તો ખ્વાહીસોકા દસ્તુર હેં અપને હોશલે સે સવાંદ કર.
  • અપની આશક્તિઓ કો ત્યાગ કર, તું બસ મનકો એકાગ્ર કર, હર લક્ષ ફતેહ હો જાયેગા બસ તું શરુ તો પુરુષાર્થ કર.
  • ના દર પે કિસીકો ફરિયાદ કર, તું બસ આયને સે પ્યાર કર, પરિવર્તન તો જિંદગી હેં તું બસ સબ્ર કો આત્મસાર કર....
  • ભૌતિક પટેલ

    ૮૮૬૬૫૧૪૨૩૮