વેર વિરાસત - 31 Pinki Dalal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

વેર વિરાસત - 31

વેર વિરાસત

ભાગ - 31

રાતની ઊંઘ થઈ ન થઇ ને કેબિનની લાઈટ્સ ઓન થઇ ગઈ. ફ્લાઈટ પેરિસના ચાર્લ્સ દગોલ એરપોર્ટ પર ઉતરાણ કરવાની તૈયારીમાં હતી. માધવીએ શ્વાસોશ્વાસ કરીને જાણે પ્રાણાયામનો રોજનો નિયમ સાચવી લીધો હતો. એરપોર્ટ પર રીસીવ કરવા રોમા આવે એવી તો આશા રાખવી નિરર્થક હતી પણ માધવી ને રિયા બંને અચંબામાં પડી ગયા. આરાઇવલ લોબીના એક કોર્નર પર રોમા દૂરથી હાથ હલાવીને અભિવાદન કરી રહી હતી. બંને નજદીક આવ્યા કે રોમા દોડીને માધવી ને રિયાને એકસાથે હાથ પ્રસારી બંનેને ભેટી પડી.

રિયા તો હસીને વધુ મજબૂતીથી ઉષ્માભેર રોમાને ભેટી પણ આ દરમિયાન માધવી થોડી ખિસીયાણી પડી ગઈ હોય એમ લાગતું હતું. એ ઠંડો પ્રતિભાવ આપતી બંને બહેનોનું મિલન જોતી ઉભી રહી ગઈ હતી.

પ્રેગ્નન્સીના સમાચાર જાણ્યાં પછી અઠવાડિયે પેરીસનું પ્રયોજન થયું હતું પણ આ દરમિયાન જયારે જયારે રોમા સાથે ફોન પર વાત થતી હતી ત્યારે માધવીએ એક કલ્પના કરી રાખી હતી રોમાના નવા વિશ્વની, એના ચહેરાની. તેની બોડી લેન્ગવેજની. એને પસંદ કરી લીધેલા જીવનસાથીની, એ જીવનસાથી બનીને રહેશે કે પછી કાળની ગર્તામાં થવાકાળે તેમ ક્યાંક વહી જશે એ જ કહેવાનો હતો ને !!

માસીએ કેટલી સમજાવી હતી પણ આખરે તો માનું મન હતું. ક્યાંક કોઈ રોમાના મન સાથે ખિલવાડ ન કરી જાય એ ધાસ્તીએ એને સરખું ઊંઘવા પણ નહોતી દીધી.

નવો દેશ, અજાણ્યાં લોકો અને એમાં જેની સાથે દૂર દૂરથી કોઈ છેડાં ન મળે એવો આ છોકરો ક્યાંથી મળ્યો હશે રોમાને ?

ચિંતાને કારણે ઉડી ગયેલા ચેન ને નિદ્રાએ માધવીના મન પર જ નહીં શરીર પણ જ પણ ભારે અસર કરી હતી. હમેશ ઠસ્સાદાર દેખાતી માધવીના ચહેરા પરથી નૂર ગાયબ થઇ ગયું હતું. ચહેરો ફિક્કો થઈને સુકાતું જતું પાન હોય તેમ પીળી ઝાંય પકડી લીધી હતી. આંખોમાં અજબ પ્રકારની ઉદાસી તરતી દેખાતી રહી.

ખરેખર તો માધવીને હતું કે રોમાની દુબળી કાયા કદાચ ભરાવદાર થઇ હશે પણ ચહેરો નિસ્તેજ તો જરૂર થઇ ગયો હશે, મનમાં રહેલા ગિલ્ટને કારણે કરમાઈ તો નક્કી ગયો હશે. હોસ્ટેલમાં રહેલી, ને કદી હાથે ચા કરીને પીધી હોય તો ને, અને ઉપરથી આવી પરિસ્થિતિ !! કોઈ મદદ વિના છોકરી રાંધતી શું હશે ? ખાતી શું હશે ? કદાચ મીરો એની સાથે લગ્ન ન કરે તો ? બાળક આવી જાય ને પછી આવું જો કૈંક થાય તો ? માધવીને યાદ આવી ગયા એ દિવસો,જયારે રિયારોમા જન્મી નહોતી અને પોતાનો પ્રત્યેક દિવસ રાજાની રાહ જોવામાં પસાર થઇ જતો. શું થશે ? કેમ થશે ? એ ચિંતા તે વખતે પહાડ જેવી લાગી હતી ને !! ને જો માસી જીવનમાં ન આવ્યા હોત તો ?

માધવી વધુ વિચારે એ પહેલા તો રોમાએ પોતાની માનું મન હોય અને એની ચિંતા દૂર કરવી હોય બાજુમાં આવીને ઉભી રહી ગઈ. મા પોતાના ડરેલાં બાળકને હૂંફભર્યું વહાલ કરીને હિમ્મત આપતી હોય તેમ એને પોતાના બંને હાથ માધવીના ગળે વીંટાળી માથું માધવીના ખભે ટેકવ્યું. : મમ, તમ્રે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કારણકે તમે હજી મીરોને મળ્યા નથી.... .

માધવી થોડી હેરતથી થોડા અહોભાવથી રોમાને ગઈ. : કાશ, એનો આ પોતાના પ્રેમમાં રહેલો વિશ્વાસ ક્યારેય તૂટે. . .

જો કે રોમાના એ આત્મવિશ્વાસનું કારણ દેખીઈતું દેખાતું હતું.

માધવીએ કરેલી તદ્દન વિપરીત પિક્ચર નજરે ચડ્યું.

રોમા પાતળી તો પહેલે થી જ હતી ને ગોરી પણ, પેરીસની ઠંડકે તો એના વર્ણને ઓર ખીલવી દીધો હોય તેમ ત્યાંની પ્રજા જેવી ગોરી દેખાઈ રહી હતી. , પ્રેગ્નન્સીને કારણે શરીર ભરાયું હતું. લંબગોળ ચહેરા પર બેબીફેટ જામી હોય તેમ ચહેરો તો બરાબર ગોળાકાર થઇ ચૂક્યો હતો અને એની પર દર્શાતી લાલિમા સાક્ષી હતી વિના લગ્નગાંઠે શરુ થયેલા સુખી સહજીવનની. રોમાના ચહેરા પર ખુશી જાણે સુરખી થઇ છલકાઈ રહી હોય તેમ એનો ગુલાબી ચહેરો ચમકી રહ્યો હતો. વારે વારે આંખોમાં જન્મતું સ્મિત હોઠ પર આવીને ઉભું રહી જતું હતું. આ રોમા કોઈક જૂદી જ વ્યક્તિ હતી, ક્યાં ધીરગંભીર, ઓછું બોલતી રોમા ને ક્યાં વારે વારે હાથ હલાવીને બોલતી રોમા, એ સતત વાતો કરી જ રહી હતી, ન જાણે કેટલી ખુશીની દેગ મમ્મી ને બેન સાથે વહેંચવી બાકી હતી..... હૈયામાં ઉછાળા મારતો પ્રેમનો મહાસાગર રેલાઈને સામેનાને સ્પર્શી ન શકે એવું તો કેમ બને?

'બસ, આટલો જ લગેજ ?' રોમાએ સમાન સામે જોતાં પૂછ્યું.

' તને મળવું જરૂરી હતું, ત્રણ દિવસ મળ્યા છે. . . તને મળી લઇ બને એટલી જલ્દી પહોંચવું છે મારે, મારી ફિલ્મનું પ્રીમિયર છે ને. . . !! ' રિયાએ થોડાં સંકોચ સાથે કહ્યું.

રિયા ધ્યાનથી રોમાનો ચહેરો તાકતી રહી. પોતાને નાની હતી ત્યારે રોમા માટે આવતી હળવી જલન એને થતી હશે ?

પણ એવું તો હરગીઝ ન લાગ્યું. બલકે રોમા તો પોતાના જ વિશ્વમાં વિહરતી લાગી રિયાને.

'અરે હા.... હું તો ભૂલી ગઈ કે હું તો મૂવીસ્ટારની સિસ્ટર છું.... ' રોમા ખુલ્લા દિલથી હસી પડી . એના મોહક સ્મિતને રિયા જોઈ રહી. હળવા નહીવત મેકઅપમાં રિયા માત્ર સુંદર જ નહીં જાજરમાન લાગી રહી હતી. રિયા ધ્યાન નહોતું ગયું પણ માધવીના ધ્યાન બહાર ન રહ્યું રોમાનું વિકસી રહેલું ઉદર.

એ આખી પરિસ્થતિનો ચિતાર આપી દેતું હતું. લાગતું હતું કે રોમાએ જાન બહુ મોડેથી કરી. કદાચ એમાં પણ કોઈક ગણતરી હશે. પાંચમો મહિનો બેસી ગયો હશે એવી અટકળ સહેજે કરી શકાય એમ હતી.

'મમ, કેમ કંઈ બોલતા નથી ? હજી પણ નારાજ છો ? ' રોમા માધવીના મનમાં ચાલી રહેલી વાત પામી ગઈ હોય તેમ બોલી. માધવીને કહેવું હતું કંઈક પણ એનો અવકાશ જ ન રહ્યો. સામેથી આવી રહેલા છ ફૂટની હાઈટ ને શાર્પ ફીચર્સવાળા યુવકે આવીને માધવી સામે હાથ જોડ્યા. : નમસ્કાર મિસ સેન, હું મીરો ....

માધવી સમસમી ગઈ. થનાર સાસુને કોઈ આવું સંબોધન કરે ? અજબ જ છે ને, એક તરફ ભારતીય નમસ્કાર કહીને હાથ જોડે છે ને મમ્મીજી કે આંટી બોલવાને બદલે નામથી બોલાવે છે ? કેટલું તોછડું ? એનો અર્થ કે આ મીરો કદીય લગ્ન નહીં કરે....

માધવી રોમા સામે જોઈ રહી. રોમા જાણે એ જ ઘડીની રાહ જોઈ રહી હોય તેમ મુક્ત મને હસી પડી. : તમે નહીં માનો મમ પણ મેં મીરો ને કહ્યું કે આવી રીતે મારી મમને સંબોધશે તો એને ઝટકો જ લાગવાનો.... .

માધવી રોમાને મીરો શું કહેવા માંગે છે એનો તાળો મેળવવાનો પ્રયત્ન કરી રહી હતી.

'પણ, મિસ સેન તમે જ વિચારો કે તમારા જેવા ગ્રેસફુલ લેડીને મમ્મી કે આંટી કહું તે એમના માટે અપમાનજનક કહેવાય કે નહીં ?'

માધવી જોઈ રહી રોમાને અને ઘડીકમાં મીરોને . કલ્ચરશોક શું કહેવાય એ કદીય અનુભવ્યું નહોતો જે સમજદાર દીકરી ને થનારો જમાઈ મજાકમસ્તીથી હળવો કરી રહ્યા હતા.

મીરો વિદેશી હતો પણ નખશિખ સજ્જન લાગ્યો માધવીને. પોતે કરેલી કલ્પનાથી જોજનો દૂર.

સવારની પહોરમાં બંને એરપોર્ટ આવ્યા એ જ ભારે હુંફાળું ને આવકારદાયક લાગ્યું માધવીને.

મીરોની જૂની સિટ્રોન સવારમાં જ શરુ થઇ ગયેલા ટ્રાફિકને ચીરતી સરકી રહી હતી.

કલાકની ડ્રાઈવ પછી મીરોની કાર એક નાનકડા કોટેજ પાસે આવીને અટકી. હતું તો રોમા માટે હાયર કરેલા ફ્લેટ પાસે જ પણ એ ખ્યાલ આવી ગયો કે રોમા પોતે પણ અહીં વધુ સમય ગાળતી હશે.

'મમ,આ છે મીરોનું અપાર્ટમેન્ટ, સ્ટુડીઓ કમ રેસિડન્સ.... ' માધવી જે રીતે અવલોકન કરી રહી હતી તે જોતાં રોમાએ ખુલાસો કર્યો.

'રોમા, એટલે હવે તું આપણે હાયર કર્યું હતું તે.... ' માધવી પૂરું બોલી રહે પહેલા જ મીરોની એન્ટ્રી થઇ.

'રોમા પણ અહીં શિફ્ટ થશે, આમ પણ ચાર મહિનાની વાર છે. ત્યારે ત્યાંની લીઝ પૂરી થશે અને આ ઘરમાં આવશે નવા બે મેમ્બર, બેબી ને બેબીની મોમ..... ' મીરો સ્મિત કરીને બોલ્યો. પિતા બનવાની ખુશી એના ચહેરા પર હતી, જેવી રોમાના ચહેરા પર પણ હતી. મીરો જ બધું કહી ચૂક્યો હતો એટલે હવે વાત વધારવાની જરૂર નહોતી.

માધવી મીરોનું રહી. એક સાચા કલાકારનું ઘર. એક એક ખૂણો, એક એક દીવાલ એવી નહોતી જ્યાં મીરોનું બ્રશ સ્પર્શ્યું ન હોય. એ સ્થપતિ પણ હતો. ઘરના ઘરના ખૂણે ખૂણે મીરોએ ઘડેલી આકૃતિઓ ગોઠવાઈ હતી. જ્યાં જુઓ ત્યાં પાશ્ચાત્ય અને પૂર્વના દેશોની કલાનું ફ્યુઝન મોડર્ન આર્ટ સ્વરૂપે સજાવ્યું હતું. બ્રાઈટ ને વોર્મ કલર્સનો ઉપયોગ કુનેહથી કર્યો હતો.

'મમ, તમને કંઇક બતાવું . . . ' એક સાચા કલાકારને મનોમન બિરદાવી રહેલી માધવીને રોમા બોલાવી રહી હતી.

એ દોરી ગઈ એક રૂમમાં જ્યાં આવનાર નવા મહેમાન માટે તૈયારીઓ લગભગ પૂરી થવા આવી હતી.

એ જોયા પછી તો માધવીના મનમાં રહ્યોસહ્યો સંશય પણ પાણી પાણી થઇ ગયો. બસ એક જ વાત ખૂંચી રહી હતી, વિના લગ્ને.... !! એનો પણ ઉકેલ તો હાથવગો જ હતો ને !!

કલાક ત્યાં વિતાવી માધવીને બેઉ દીકરીઓ રોમાના અપાર્ટમેન્ટ પર પહોંચ્યા ત્યારે બપોર ઢળી રહી હતી.

ઘરમાં પ્રવેશતાં જ માધવીને ખ્યાલ આવી ગયો દીકરીની વ્યહવારુ બુદ્ધિનો. મમ્મી ને બેનને કોઈ તકલીફ ન પડે એવી તમામ વ્યવસ્થા ગોઠવી રાખી હતી.

માધવીનું શરીરનું અણુએ અણુ કળતું હતું. જાણે મૂઢ માર વાગ્યો હોય. એ બેડરૂમ સુધી પહોંચવા સુધી પણ રાહ ન જોવા માંગતી હોય તેમ લિવિંગરૂમના કાઉચ પર જ ફસડાઈ પડી.

***

'રોમા, બસ તમને બંનેને મનભરીને મળી લીધું ને સાચું કહું તો મનને સંતોષ થઇ ગયો. જો ન આવી હોત તો દિલમાં ઉદભવેલો ચચરાટ શમતે નહીં. બીજું મનમાં ન કોઈક શંકા છે ન ઈચ્છા..... ' બે અઠવાડિયા ક્યાં વીતી ગયા ખ્યાલ ન આવ્યો. મીરો ને રોમા તો એવી આવભગત કરવામાં પડ્યા હતા કે એને જોઇને માધવી હેરતમાં પડી જતી હતી. મીરોની સંગમાં રહીને રોમા એક આર્ટીસ્ટ તરીકે તો ખીલી જ રહી હતી પણ એક કુશળ મેનેજર બની રહી હતી. પોતાની દીકરી આવી હોનહાર આર્ટીસ્ટ હોય તે વાત જ માધવીને સંતોષ આપતી હતી ને સાથે સાથે આમ ગૃહિણીની જેમ ઘર સંભાળવું !! ને બાકી હોય તેમ હવે એક વધુ ભૂમિકા માતાની. . . આટલી નાની ઉંમરમાં એ કઈ રીતે શીખી ?

માધવીની વિચારયાત્રા વધુ આગળ ચાલે એ પહેલા બ્રેક મારી શોપિંગ પરથી પછી આવી ગયેલી બંને દીકરીઓએ.

'મમ, તમને શોપિંગમાં ન રસ પડે સમજ્યા પણ પેરીસ આવીને આર્ટગેલેરીઓ ને મ્યુઝીયમ જોવા જવાને બદલે ઘરમાં જ બેઠાં રહ્યા છો !! આ તે કંઈ વાત થઇ ?'

દીકરીઓનો આક્રોશ ખોટો નહોતો પણ માધવીનું મન કોઈ વાતમાં નહોતું.

'તમે હજી મારાથી નારાજ છો મમ ? કે પછી રિયાની તમને કોઈ ચિંતા છે ? વાત શું છે તે તો કહો ? 'રોમા તો જાણે મા હોય તેમ વર્તી રહી હતી.

રોમાની સમજાવટ રિયા જોતી રહી. એના મનમાં પણ કશુંક ઉગતું ને આથમતું રહ્યું.

માધવી થોડી ક્ષણ ચૂપ રહ્યા પછી મનની વાત હોય તેમ રોમા રહી.

'રોમા, તને નથી લાગતું કે તમે બંને, મીરો ને તું,એકમેક માટે આટલા કટિબદ્ધ હો તો તમને બંનેને જ લગ્નસૂત્રે બંધાવું જરૂરી નથી લાગતું ?'

અચાનક જ શાંતિ છવાઈ રહી. રોમા હસી.

'ઓહ તો મારો ડર સાચો છે ? મીરોની સંસ્કૃતિમાં આ જરૂરી નથી ને એ કોઈ પ્રકારના કમીટમેન્ટમાં માનતો પણ નથી એમ જ ને ?' માધવીએ એક ઊંડો શ્વાસ લીધો. આટલા દિવસ જોયેલું રોમાના એક પૂર્ણ પરિવારનું પિક્ચર પરફેક્ટ ભાંગી જતું લાગ્યું એને.

'અરે ના મમ, વાત ઉલટી છે.... . ' રોમાના ચહેરો ગંભીર હતો. : તમે જો નોટીસ કર્યું હોય તો મીરોને તો ઇન્ડિયન સંસ્કૃતિ ગમે છે. એને તો એવો પ્રસ્તાવ મૂક્યો હતો કે આપણે ઇન્ડિયા જઈને વેદિક વિધિ પ્રમાણે લગ્ન કરીએ પણ મમ. . . સાચું કહું હું જ આ બધા માનવસર્જિત ફોર્માલિટીઝમાં માનતી નથી. અમે બે એકમેક સાથે જીવવાનું પસંદ કરીએ એમાં ત્રીજું કોણ આવી શકે ? તમે જ કહો ને !!

રોમા બોલી હતી એમાં માધવીને યુવાનવયમાં સેવાતી નિર્લેપતા જ કારણ લાગી પણ માધવીને ક્યાં ખબર હતી કે વેકેશનમાં ઘરે આવતી રોમાએ ચોરીછૂપે માધવીની એ ડાયરીના પાનાં વાંચી લીધા હતા જેમાં એક એક શબ્દ માધવીના આંસુથી ભીનો હતો .

''એ વાત તો સાચી રોમા પણ મોટી દેખાડાભરી ધૂમધામ નહીં પણ મીરો કહે છે તેમ અગ્નિની સાક્ષીએ કોઈક સાત્વિક વિધિ થાય તો એમાં કોઈ સમસ્યા ખરી ??'

માધવીને થયું પોતાની સમજાવટ પથ્થર પર પાણીથી વિશેષ નથી, છતાં એક ચાન્સ લેવામાં શું જાય છે ?

'ઓકે મમ, તમને એનાથી ખુશી મળતી હોય તો મને એનો વાંધો પણ નથી.... પણ તમે પોતે પણ એ વાત સાથે તો સહમત થશો જ ને કે પ્રેમને આ બધી વિધિઓ સાથે કોઈ સંબંધ નથી હોતો !! ' દરેક પરિસ્થતિનો સ્વીકાર રોમાનો સ્વભાવ હતો અને આ તો પોતાની માને સુખ આપતી વાત હતી. પોતે આ બધી વાતો સાથે સહમત હોય કે ન હોય પણ મમ્મીને ખુશી મળતી હોય તો એ કરવામાં વાંધો પણ નહોતો ને !!

પેરિસના એક પરામાં આવેલી ઇન્ડિયન રેસ્ટોરન્ટના પાછલાં હિસ્સામાં બનાવેલા નાનકડાં ગણેશ મંદિરમાં આ વિધિ થઇ શકે એવી માહિતી રોમાને નહોતી પણ મીરોને હતી.

રેસ્ટોરંટના બ્રાહ્મણ માલિક આવી શુભ વિધિ નિશુલ્ક કરાવીને ભારતીય સંસ્કૃતિના હિસ્સો રહ્યા હોવાનો સંતોષ લેતા હતા.

'માસી, તમારા વિના આ વિધિ કરાવવી મને એવું અડવું લાગે છે પણ, હવે કરવું શું ? ' માધવીએ લગ્નની વિધિ પહેલા માસીને ફોન કર્યો હતો.

' અરે, એમાં અડવું શું ? શુભ કામમાં દેર શું ? 'માસીએ માધવીને ધરપત કરાવતા કહ્યું.

'ના પણ માસી, તમે હોત તો આ જ વિધિ ઘરે પોતાની રીતે કેવી સરસ રીતે કરતેને. . . ' માધવીને માસી લગ્નવિધિમાં ઉપસ્થિત નહીં રહે એ વિચાર કઠતો હતો.

'હા પણ મધુ, શું થાય ? મારી પાસે પાસપોર્ટ જ નથી. ને એ બધું કરાવવામાં સમય લાગે ને !! '

'હા માસી એ વાત સાચી, પણ મને પહેલા થયું કે હું એ લોકોને લઈને ઇન્ડિયા જ આવું ને અહીં જ બધી વિધિવિધાન કરીએ, પણ માસી.... ' માધવી ક્ષણભર માટે ખંચકાટ અનુભવી રહી હોય તેમ લાગ્યું : માસી, રોમાને પાંચમો મહિનો બેસી ચૂક્યો છે.... ને એની તબિયત મને બરાબર નથી લાગતી. .

'ના ના આવી બધી વાતમાં સાચવવું સારું ' માસીએ સલાહ આપીને ફોન તો મૂક્યો પછી ખ્યાલ આવ્યો કે રોમાની તબિયત બગડી જતી હોય તો માધવીએ અહીં આવવાની ઉતાવળ કરવાને બદલે એની સાથે રહેવું વધુ યોગ્ય હતું.

***

होमयज्ञादिकार्येषु भवामि च सहाय्‍यकृत्‌ ।

धर्मार्थकामकार्येषु मनोवृत्तानुसारिणी ।।

सर्वेऽत्र साक्षिणस्‍त्‍वं मे पतिर्भूतोऽसि सांप्रतम्‌ ।

देहो मयार्पितस्‍तुभ्‍यं सप्‍तमे साऽब्रवीव्दरम्‌

સપ્તપદીનો સાતમો ફેરો ચાલી રહ્યો હતો. રોમા ને મીરો પતિપત્ની બની ચૂક્યા હતા અગ્નિની સાક્ષીએ . ગુલાબી રંગના સલવાર કુરતામાં સજ્જ ઉદરમાં પોષાય રહેલા પાંચ મહિનાના ગર્ભસ્થ શિશુ સાથે ફેરાં લઇ રહેલી રોમા ને જોઇને માધવીની આંખો થઇ આવી. સામે આવી ગયું એ દ્રશ્ય જેની એને કલ્પના પચીસ વર્ષ પૂર્વે કરી હતી. પોતે જોયેલું, અધૂરું રહી ગયેલું એ સપનું.... આજે રોમાના જીવનમાં સાચું પડી રહ્યું હતું એની ખુશી આંખથી વહી રહી હતી જેમાં ધોવાઇ રહ્યો હતો હૃદયના એક ખૂણે ધરબાઈ રહેલો વર્ષો જૂનો સંતાપ.

'મમ. . . ' બાજુમાં બેઠેલી રિયાએ મમ્મીને આશ્વાસન આપતી હોય તેમ એનો હાથ દાબ્યો. : મમ્મી, એને ક્યાં વિદાય લઈને જવાનું છે તે રડો છો ? એ તો અહીં જ રહેવાની છે, વિદાય તો આપણે લેવાની છે ને !! રિયાએ મમ્મીનો મૂડ બદલાય એવા ભાવાર્થથી કહ્યું.

જવાબમાં માધવીએ રીયાએ રિયાએ પકડેલો હાથ ચૂમી લીધો ને એના વાળ પસવારવા માંડ્યા.

ક્યારેય નહીં ને મમ્મીએ પોતાનો હાથ ચૂમ્યો? ને વાળ પસવાર્યા ? રિયાના અણુએ અણુએ ઝણઝણાટી વ્યાપી રહી: ક્યાંક મમ્મીને મારાને કરણના લગ્નનો વિચાર આવી ગયો હશે ?

જ્યારથી રિયાએ રોમા અને મીરોનો પ્રેમી પંખીડા જેવો સંસાર જોયો હતો ત્યારથી મન તો થતું હતું પહેલી ફ્લાઈટ પકડીને મુંબઈ ભેગી થઇ જાઉં. એક તરફ પ્રીમિયર હોય ને એની પાર્ટીમાં લગ્નની અનાઉન્સમેન્ટ. ખોવાઈ ગઈ એ કલ્પનામાં, સામે રોમા ને મીરો નહીં, જાણે એ ને કરણ ફેરાં ફરી રહ્યા હતા.

રિયાના મનમાં કરણનું નામ ઉગ્યું ને સુરખી બનીને ચહેરા પર ફેલાયું. : નથી બનવું હિરોઈન, નથી બનવું લાખો દિલની ધડકન , સવાર પડે કરણનો ચહેરો જોઇને ને રાત. . . એની છાતી પર માથું ટેકવી ને !!