પેલ બ્લુ ડોટ Harsh Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પેલ બ્લુ ડોટ

આજકાલ સોશિઅલ મીડિયા નું ભૂત બધા પર સવાર છે, ફેસબુક, વોટ્સએપ, યૂટ્યૂબ વગેરે આપણી રોજબરોજના જીવનનો જાણે હિસ્સો બની ગયા છે. આ બધા મીડિયા પર જરૂરી કરતા બિનજરૂરી માહિતી વધુ જ મળે છે, તેમાં કોઈ શંકા નથી. હા ક્યારેક જરૂરી માહિતી પણ મળે છે, આમ એક દિવસ એમજ 'યૂટ્યૂબ સર્ફિંગ' કરતા એક વિડિઓ જોયો. તે વિડિઓ મને થોડો રસપ્રદ લાગ્યો.

જો તમે 'યૂટ્યૂબ સર્ચ' માં 'BEST SPEECH' ફક્ત એટલું લખશો તો 'suggestion' ના ઓપ્શન થી આપોઆપ ઘણા સજેશન્સ મળશે, તેમાંથી એક હશે 'Best speech about Huminity'. આ વિડિઓ મેં ઓનલાઇન ચાલુ કર્યો, ને થોડું Interesting લાગવાથી પછી Download કરીને ફરીથી આખો જોયો. વિડિઓ કંઈ વધારે મોટો નથી, ફક્ત 5. 30 મિનિટ જેટલો હશે, પરંતુ કન્ટેન્ટ બહુ સારું છે, તેમાનું થોડુંક શેર કરું છું.

વિડિઓ 'Carl Sagan' (કાર્લ સેગન) નામના વ્યક્તિએ બનાવેલો છે, પાછળથી સર્ચ કરતા ખબર પડી કે તેને આ ઉપરાંત પણ કેટલાક વિડિઓ બનાવ્યા છે. વિડિઓ કંઇક આવી રીતે ચાલુ થાય છે, તેમાં એક ફોટો બતાવેલ છે, જે 'Pale Blue dot'કહેવાય છે આ ફોટો 1990 માં Voyegar 1 space માંથી લેવામાં આવ્યો છે, લગભગ પૃથ્વી થી6 બિલિયન K. M. દૂરથી.

શરૂઆત માં કંઇક નાનું બિંદુ જેવું બતાવેલું છે, તેની આજુબાજુ પ્રકાશી લીસોટો છે, જેમાં આ બિંદુ ક્યાંક આવેલ છે,

" આટલા વિશાળ અંતર થી આ પૃથ્વી વધુ રસપ્રદ લાગતી નથી, પરંતુ આપણા માટે તે અલગ છે. ફરીથી એ બિંદુ ને જુઓ, તે આ જ છે, તે ઘર છે. તે આપણે છીએ.

તેની ઉપર તે દરેક જેને તમે પ્રેમ કરો છો, તે દરેક જેને તમે જાણો છો, દરેક કે જેના વિશે તમે સાંભળ્યું છે, તે દરેક મનુષ્ય કે જે તેની જિંદગી જીવી ગયો છે, આનંદ અને પીડા બંનેનું મિશ્રણ પામી ગયો છે, હજારો ધર્મ, કંઈક લાખો માન્યતાઓ બધુજ તેમજ દરેક શિકાર અને શિકારી, દરેક વીર તેમજ ડરપોક, માનવતા ને બનાવનાર તેમજ ખતમ કરનાર દરેક, દરેક રાજા અને કેદીઓ, તે દરેક યુવાન અને યુવતી જે પ્રેમમાં છે, દરેક માતા અને પિતા, અનંત જિજ્ઞાસા તથા આશાઓ જેમાં રહેલી છે તે દરેક બાળક, દરેક સંશોધક અને વૈજ્ઞાનિક, દરેક શિક્ષક જે તમને નૈતિકતા શીખવે છે અને દરેક ભ્રષ્ટ નેતા, બધા લોકપ્રિય વ્યક્તિ અને મહાન હસ્તીઓ, દરેક સંત અને ડાકુ જે બધા આની પર, અહીંના ઇતિહાસમાં જીવી ગયા છે, કે જે પૃથ્વી ફક્ત એક ધૂંધળું પિંડ છે જે પ્રકાશી લીસોટામાં ક્યાંક દૂર પડેલ છે,

આ પૃથ્વી 'Cosmic Area' ની સરખામણી એ બહુ જ નાની છે, વિચારો તે લોહીની નદીઓ વિશે કે જે દરેક તાનાશાહ અને ક્રૂર વ્યક્તિઓએ વહાવી છે, જેથી તેની મહાનતા તથા દબદબો કાયમ રહે ફક્ત આ બિંદુ(પૃથ્વી )ના નાનકડા ભાગ માટે. વિચારો કે તે દરેક આપખુદી, ક્રૂરતા અને અમાનવીયતા કે જે આ બિંદુ(પૃથ્વી)ના કોઈક ખૂણે રહેલ લોકોએ અનુભવી છે, તેજ બિંદુ ના કોઈ અલગ ખૂણે રહેલ માનવી દ્વારા, તેમની ગેરસમજ કેટલી છે, તેમનામાં બીજાને મારી નાંખવાની કેટલી આતુરતા છે, આપણાં ખુદના સ્વાર્થ આપણી મહત્વાકાંક્ષા, આપણી માન્યતા કે આ મહાન વિશ્વ માં આપણે કંઈક છીએ તે દરેક ને આ પ્રકાશ પળેપળ ચુનોતી આપી રહ્યો છે,

આટલા મહાન 'કોસ્મિક ડાર્ક' માં આપણો ગ્રહ એકલો-અટુલો જ છે, આપણું દુર્ભાગ્ય એ પણ છે કે આપણી આજુબાજુ આટલી વિશાળતા હોવા છતાં એવી કોઈ શક્યતા નથી કે આપણી મદદ કરવા કોઈ આવી જશે, ને આપણે બચી શકીએ એવી કોઈ ગેરંટી પણ નથી. અત્યાર સુધી પૃથ્વી જ એક એવો ગ્રહ છે કે જેમાં જીવસૃષ્ટિ જોવા મળેલ છે ( હા, થોડા થોડા સમયે કોઇકોઈ ગ્રહ પર પાણી તથા જીવસૃષ્ટિ હોવાના સમાચાર મળતા રહે છે, પણ કોઈ 100% ખાતરી ન આપી શકે), આથી એવી કોઈ જગ્યા નથી( કમસેકમ નજીકના ભવિષ્યમાં તો નથી જ )કે જ્યાં આપણે સ્થાનાંતર કરીને જઇ શકીએ. હા વિઝિટ કરી શકીએ પણ ત્યાં સેટલ ના થઇ શકાય.

આપણે ફિકર હોય કે ના હોય, ગમે કે ના ગમે પણ એક આ પૃથ્વી જ છે, કે જ્યાં એ આપણે આપણું જીવન ટકાવી શકસું. એવું કહેવાય છે કે ખગોળશાસ્ત્ર એ બહુ નમ્ર તથા વ્યક્તિત્વ નિખારનાર વિષય છે, આપણી દુનિયા ના આ અતિ નાના ચિત્ર થી વધુ બીજી કઇ બાબત માનવ-ગૌરવ ની મુર્ખામી બતાવી શકે. તેથી આ આપણી જવાબદારી બની જાય છે કે આપણે એકબીજાથી સારી રીતે વર્તીએ, ને આપણાં એકમાત્ર રહેઠાણ એવા વાદળી ટપકા ને સારી રીતે સાચવીએ. "

(પોતાના વિડિઓ માં તે આટલું જ કહે છે, હવે તેની અધૂરી વાત હું પુરી કરું છુ. )

ઉપર કહેલી વાતો 100% સાચી છે, એ આપણે સૌ જાણીએ છીએ:

"આપણે હજારો વર્ષોથી થયેલ ક્રૂર માનવસંહાર ના સાક્ષી છીએ, પોતાની ઇચ્છાઓ ભલે તે મહાન બનવાની હોય, શક્તિશાળી બનવાની હોય, કોઈનો પ્રેમ મેળવવાની હોય, કોઈને તુચ્છ બતાવવા માટે હોય કે કોઈ પણ કારણથી હોય પળેપળે માણસ દરેક રીતે આ પૃથ્વી તથા અહીંની પ્રજાતિઓનો પોતાના ઉપયોગ મુજબ શોષણ કર્યો છે, પરિસ્થિતિઓ જો પોતાના વશ માં હોય તો ભલે ને ના હોય તો ગમેતે રીતે તેને વશમાં કરી છે, આમ કરતા ગમેતે થયું હોય પણ તેને પાછળ વળીને કદીએ જોયું નથી. તેને મફતમાં મળતી દરેક ચીજોને 'Taken For Granted' માની લીધી છે. જેમ કઠિયારો ક્યારેક કોઈ ડાળી પર બેસીને બીજી ડાળ કાપે છે, ત્યારે તે ભૂલેચુકે પણ પોતે જેના પર બેઠો છે એ ડાળ નથી કાપતો, જેમ હકીકતમાં (વાર્તામાં બધું આવે) ઈંડા મેળવવા કોઈ મરઘી નું પેટ નથી ચીરતો આટલી સામન્ય સમજ હોવા છતાં પણ પોતાને જ્ઞાની તથા Intellectual ગણાવતા લોકો જ પોતાના જ્ઞાન નો ઉપયોગ કરીને લોકોને સાચે માર્ગે નથી દોરી રહ્યા.

તેઓ જાણે છે કે આજના વિશ્વ માં જ્યારે પ્રદુષણ, ગ્લોબલ વોર્મિંગ, વસ્તીવધારો વગેરે જેવી અનેક સમસ્યા હોવા છતાં પણ ધરા ના એક નાનકડા ટુકડા માટે જ્યારે લોકો જીદે ચડે છે, પોતાના પાડોશીઓને (પાડોશી દેશોને) ગમે તેમ હરાવવા કે નીચું દેખાડવા કાવતરા કરે છે, આતંકવાદી હમલા કરે છે (કે કરાવે છે), હજારો માસુમ લોકોનો જાન લે છે, વિજ્ઞાન જે મનુષ્યની સુખાકારી માટે વિકસ્યું છે, તે વિજ્ઞાનના સહારે જ મનુષ્ય જાતિ નું કાસળ નીકળી રહ્યું છે, ને છેવેટે તો આ પૃથ્વીનું જ હરપ્રકારે શોષણ થઈ રહ્યું છે ને, આ બધું બનતું હોવા છતાં લોકો ચૂપ કેમ છે.

જો આપણું એકમાત્ર ઘર - આપણી પૃથ્વી જ પહેલા જેવી નહીં રહે તો (આપણી પ્રગતિ/અધોગતિ જોતા નજીક ના ભવિષ્યમાં બહુ જલ્દી આવું બનવાનું જ છે) તો થોડાક કિલોમીટર જમીન માટે ઝઘડા શું કામ?નજીક ના ભવિષ્યમાં કયાંક એવું ના બને કે બસ પૃથ્વીની સુંદરતા બતાવતા ચિત્રો જ જોવા મળે, વાસ્તવમાં તે એકદમ કદરૂપી તથા અચેતન બની જાય. જ્યારે પળેપળ પૃથ્વી ની તબિયત ખરાબ થઈ રહી છે, ત્યારે કોઈકને તો વૈદ બનવું પડશે ને?જો એવું ના થઇ શકે તો કંઈક એવું જરૂરથી કરીએ કે આપણે આવનારી પેઢીઓ માટે પૃથ્વી ની જે Originality ને Purity છે તેને વધારે ના બગાડીએ. "