8.02 મિનિટે Prafull shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

8.02 મિનિટે

૮ . ૦૨ મિનિટ

સૂરજ ઊગ્યાં પહેલાં જ શહેર ઊઠી ગયું છે. આનંદ મંગલ સોસાયટીમાં ચોથે માળે ફલેટ નંબર ૪૧ સિવાય નાં ફેલટમાં સવાર હજી નથી પડી. ભગવાનભઈને ૮. ૦૨ ની લોકલ ટ્રેન પકડવાની ઉતાવળ છે, એટલે અહીં ધમાલ છે. આ ધમાલમાં ભગવાન ભાઈ ની પત્ની ને પણ સામેલ થવું પડે છે. ધમાલમાં થઈ જાય ક્યારે ક ક્યારેક ધાંધલ અને ભગવાન ભાઈ ની પત્ની બરાડી ઊઠે, “ બે મિનિટ મોડું થ્યું તો તમારો શેઠિયાં નું કે તમારું કશું લુંટાઈ નહીં જાય સમજ્યાં કે?”

પણ આજની વાત અલગ હતી. આજે દાદુમવાલી ને મળવાનું છે. આ વાત જો પત્નીને કહે તો આવી જ બને ભગવનભાઈનું! સવાલોમાં થી સવાલો, પેટા સવાલો પૂછાય અને આ વાત સોસાયટીમાં ફેલાય તો ભગવાનભાઈને નાકે પાણી આવે સૌ ને સમજાવતાં સમજાવતાં! કારણ ભગવાન ભાઈ એટલે ભગવાનનાં માણસ અને દાદુ મવાલી એટલે મવાલી. નામ પ્રમાણે ગુણ. કોઈ એને વતાવે નહીં.

ભગવાન ભાઈની જિંદગી ઘસાઈ ગઈ શહેરમાં ગધ્ધા મજૂરી કરતાં કરતાં. આ શહેરની ખાસિયત પ્રમાણે તેમનું નસીબ હજી તેમનાં દરવાજે ટકોરા મારવાં આવતું નથી. સાડા સાતી જો હઠી જાય તો તો રાજયોગ છે. પૈસો પૈસો છે.. પણ ક્યારે? માં’રાજ ટિપ્પણી જોયા કરે છે અને આશાનું ગુલાબ હાથમાં પકડાવી દક્ષિણા લઈ કાળો દોરો હાથમાં બાંધી શુભેચ્છાનો પ્રસાદ આપે છે. ભગવાનભાઈ ને મા’રાજના વચનમાં વિશ્વાસ છે કારણ એક છોકરી ને બે છોકરાં, જે ભણવામાં હોંશિયાર છે.

ભગવાન ભાઈને એક જ વાત નથી સમજાતી કે આ શહેરમાં મહેનત ઉપરાંત નસીબ અને કરામત પણ જોઈએ આગળ આવવા માટે જે તેમનામાં નથી એવું તેમને તેમના પોતીકા કહી જાય છે. કરામત એટલે આડાઅવળા કામ કરવા તે . આ વાત તે સારી રીતે જાણે છે. પણ નાનપણમાં સત્યનાં પ્રયોગો નામની ચોપડી વાંચી ને લેબલ લાગી ગયું તેમના ઉપર- “ ભગવાનનો માણસ છે. ” પરિણામે છોકરી ને નોકરી મળી પણ શહેરી જીવનની જાહોજલાલીથી વંચિત રહી ગયા. મંદી ના સમયમાં નોકરી ચાલી ના જાય તેથી સમય પહેલાં નોકરી પર પહોંચી જવું એ નિયમ રાખેલો આજના કોમ્પ્યુટર યુગમાં. ના કહેવાય ના સહેવાય જેવી સ્થિતિ ભગવનભાઈની હતી.

ભગવનભાઈ તૈયાર હતા. છોકરાઓ પણ તૈયાર થવાની તૈયારી કરી રહ્યાં હતાં. વારેઘડીએ ઘડિયાળ જોયા કરતાં ભગવાન ભાઈએ આદત મુજબ પૂછ્યું કે કેટલી વાર છે. પાંચ મિનિટ. જરા જલ્દી કર . આજકાલ ટ્રેન પણ સમયસર દોડતી નથી. શબ્દોનું થઈ ગયું બાષ્પીભવન ટિફિન હાથમાં આવતાં. ચાલો , જે શ્રીકૃષ્ણ કહી ઘરેથી નીકળતાં દરવાજો વાસી નીચે ઊતરવા લાગ્યાં.

બસની લાઈનમાં ઊભા રહેતાં ભગવાન ભાઇને રીક્ષા માટે ફાંફાં મારતાં જોઈને સોસાયટીનો વોચમેન નવાઈ પામ્યો

આજનો દિવસ ભગવનભાઈ માટે મહત્વનો હતો. ગમેતેમ ભગવનભાઈ પ્રત્યે દાદુ ને કૂણી લાગણી ખરી. છૂપી રીતે ઘણી વાર દાદુ પાસેથી ઉધાર પૈસા ની લેતીદેતી કરતાં પણ ખરાં. આ બાબતે ઘરમાં ઝઘડો પણ થયો હતો. “ આખું ગામ એનાથી દૂર ભાગે છે અને તમે એની સાથે પૈસાનો સબંધ રાખો તેમાં આપણી આબરૂ જાય તે જરા સમજો. ઘરમાં જુવાન છોકરી છે. ” આ વાતની જ્યારે દાદુને ખબર પડી ત્યારે દાદુએ માફી માગતાં કહ્યું ,” ભગવનભાઈ , મને માફ કરો. મારા લીધે તમારા ઘરમાં ઝઘડો થયો. ” છતાં દાદુ મવાલી કોઈ અજીબ કારણ સર તેમનાં પ્રત્યે ખેંચાતો રહેતો.

***

“ દાદુ, બોસ કા ઓડર હૈ ……” આખી વાત સાંભળી દાદુ મવાલી પરેશાન થઈ ગયો. ગેંગ નો હુકમ માન્યા વગર છૂટકો જ ન હતો. દાદુએ ભગવનભાઈનું ટિફિન લઈ ગેંગ નું ટિફિન આપવાનું હતું, કોઈ પણ રીતે સમજાવીને, અથવા ભગવનભાઈને ખબર ના પડે એ રીતે બદલી નાખવાનું હતું. ભગવનભાઈના ઘરની જવાબદારીની ખાતરી પણ દાદુને આપવામાં આવી હતી. ભગવનભાઈ જે ટ્રેન માં જાય છે તે ટ્રેન બોંમ્બ વિસ્ફોટ દ્રારા ઉડાડી દેવાનો પ્લાન ઘડાયો હતો. દાદુએ ૮. 0૨ લોકલ ઉપડ્યા પછી ૮. ૦૫ ની બોરીવલી થી વિરાર લોકલ માં બેસીને વિરાર જવાનું ને ત્યાંથી બેસી સીધું દાદુએ તેનાં ગામે પહોંચવાનું. કોઈ પણ જાતનાં સંપર્કમાં રહેવાની મનાઈ પણ કરી હતી. આખી યોજના સાંભળીને દાદુ તો હેબતાઇ ગયો હતો, અને દાદુ જાણતો પણ હતો કે તેનાં પર વોચ ચાલુ થઈ ગઈ હશે. ઓ. કે. કહી, પ્લાન સમજી તેને પોતાની ચાલ રમવાનું શરું કરી દીધું.

***

દાદુ પાસે સમય ન હતો. મોબાઈલ કે ફોન દ્વારા વાત કરવાની મનાઈ હતી. દાદુ એ ઘડિયાળ જોઈ. રાત્રે આઠ થી સાડા આઠ વચ્ચે ભગવાન ભાઈનો ઘરે પહોંચવાનો સમય. બસ સ્ટોપ પાસે ઊભો રહ્યો ચહેરો છૂપાવીને. સાત ત્રીસ થઈ હતી. કેવી રીતે વાત માંડવી એ વિચારોમાં એ ખોવાઈ જતો હતો. જો કે કોઈને ધમકાવવો, કોઈને લોહીલુહાણ કરવો, કે કોઈનું ખૂન કરવું એ દાદુ માટે ડાબા હાથનો ખેલ હતો . લાગણી, દયા એનાં દિલોદિમાગમાંથી ગોત્યે ના જડે. આમેય મવાલી ગેંગ ને એ રીતે જ તૈયાર કરવામાં આવી હતી. જે પોતાને સોંપેલાં કામ માં નિષ્ફળ જાય તેને ગોળી મારી ખતમ કરી નખાતો હતો. ના દોસ્તી ના દુશ્મની પણ કેવળ કંપની વફાદારી જરૂરી હતી. પહેલી વાર રાજુની આંખો સમક્ષ ભગવાન ભાઈનો પરિવાર ગોળ ગોળ ચક્કરડાની જેમ ફરવા લાગ્યો. ભગવાન ભાઈની પત્ની, એની દીકરી, એનો દીકરો બધા ચોધાર આંસુ એ રડી રહ્યાં છે. એની દીકરી, પત્ની બેહોશ થઈ ઢળી પડે છે આઠ કલાક ને બે મિનિટ ની લોકલ ટ્રેન બોરીવલી થઈ ચર્ચગેટ જે જઈ રહી હતી તેમાં બોંબ બ્લાસ્ટ થયા ના સમાચાર સાંભળીને.. જેમાં ભગવનભાઈ હોય છે, અને મળતાં નથી તે જાણીને. દાદુ સામે આવી ઘટના વર્ષો પહેલાં બની હતી.

તે નાનો હતો. તેનાં ગામ માં કોમી રખમાણો ફાટી નીકળ્યાં હતાં. તેની આંખો સામે તેનાં ભાઈને બાળી નખાયો હતો. તેનાં ભાઈની છોકરી એ જે કરાગોર કરેલી તે જોઈ પથ્થર જેવો પથ્થર પણ પીગળી જાય! તેની ભાભી તો અઠવાડિયા સુધી બેહોશ હતી. “ ક્યાં સોચ મેં હો” કોઈ ધીરેથી પૂછી ચાલી ગયું. દાદુ ચોકયો. નીચે પડેલી કાગળની પડીકી હાથમાં લઈ ધીરેથી ખોલી ને વાંચી. આદેશ હતો. પોગ્રામ પાર પડવો જોઈએ. દાદુએ ઘડિયાળ જોઈ. હજી સાત ને ચાલીસ થઈ હતી. બસ સ્ટોપ પર ભીડ પણ ન હતી. દાદુ બાજુમાં બેઠેલ શીંગ ચણાવાળા પાસે ઊભો રહ્યો. સમય પસાર કરવા એક શીંગ ચણા નું પડીકું લીધું. એક એક શીંગ કે ચણો મોમાં મૂકી ચાવવા લાગ્યો, પણ સમય અડીયલ ટટુ ની જેમ આગળ પરાણે ચાલતું હતું. જોઈ રહ્યો શીંગ ચણા ની ખાલી પુડીને! ધીમેથી ખોલી. અક્ષરો વાંચવા લાગ્યો. કોઈ ધાર્મિક પુસ્તકનું પાનું હતું. એક નજર લખાયેલા શબ્દો પર, બીજી નજર બસમાંથી ઉતરતા મુસાફરો પર મંડાયેલી હતી. કોઇ નું સારું ના કરી શકો તો કોઇ તમને કશું કહેશે નહીં, પણ કમસે કમ કોઈ નું અહિત તો ના કરો. તમારો આત્મા તમારો મિત્ર છે. રાત્રે સૂતાં પહેલાં તેની જોડે સંવાદ કરો.. ત્યાં જ ભગવાનભાઈ ને બસમાંથી ઉતરતાં જોયાં. હાથમાં રહેલાં કાગળનો ડૂચો કરી ગુસ્સાથી ટોપલીમાં નાખ્યો અને ભગવનભાઈની લગોલગ ઉભો રહ્યો. દાદુ ને જોતાં તે આશ્વર્ય પામ્યાં. બંન્ને જણ વિસ્મયથી એકબીજાને જોઈ રહ્યાં. અનેક પ્રશ્નો સાગરની જેમ ઘૂઘવી રહ્યાં હતાં બન્નેનાં મૌનમાં. ક્યાંથી શરૂઆત કરવી એ દાદુને સમજાતું નહીં. “બોલ શું કામ છે મારું. ” ભગવનભાઈ પણ થથડાતી વાણીથી બોલ્યાં. બન્ને વચ્ચે આમ જુઓ તો કોઈ સંબંધ પણ ન હતો.

“ભગવાનભાઈ , તમારી મદદની જરૂર છે. ”

“ મારી મદદની?” હવે ભગવાનભાઈ માટે આશ્વર્ય પામવાનો વારો હતો.

“ હા, મારે કાલે મુંબઈ સેન્ટ્રલ જવાનું છે. મારા ભાભી ને કેન્સર છે. પૈસા મોકલવાના છે, એક લાખ .. ” કહી તે અટકી ગયો. અને ભગવાન ભાઈ પરસેવોથી ભીંજાઈ ગયા. તેમને માની લીધું કે આ પૈસાની જોગવાઈ તેમને કરવી પડશે. ના પાડી શકાશે નહીં. કારણ દાદુએ ધણી વાર મદદ કરી હતી. પત્નીનાં શબ્દો યાદ આવી ગયાં. “ મને ઇ માણસ સારો નથી લાગતો. બધું વ્યાજ સાથે વસુલ કરશે. આપણા માં એને પહોંચી વળવાની ત્રેવડ પણ નથી. ” વધુ વિચારે એ પહેલાં દાદુએ કહ્યું કે તે સવારે આઠ ને બે ની લોકલમાં મળશે. કોઈ ને શક ન પડે એટલે ટિફિન માં પૈસા મૂકી ને આવશે. ”

નિરાંતનો શ્વાસ લેતાં ભગવાનભાઈ એ ચોખવટ કરી કે તેમને શું કરવાનું છે.

“ ટિફિન ની અદલાબદલી. કોઈ ને શક ના પડશે તારા પર. આપણે આગળ પાછળ રહીશું. મુંબઈ સેન્ટ્રલ મારો ભાઈ આવશે. પૈસાનું ટિફિન તે લઈ જશે દેશમાં. સમજ્યો. આ કામમાં તારી મદદ જોઈએ છીએ. મદદ કરીશ? બીજું આ વાત આપણા બે સિવાય કોઈ ને ખબર ના પડવી જોઈએ. મારા ઘણાં દુશ્મનો છે. તારા ઘરમાં પણ કોઈ ને આ વાતની ખબર સુધ્ધાં ના પડવી જોઇએ. ”

“ બસ, આ કામ છે. થઈ જશે. તે મને ધણી મદદ કરી છે. મારા માટે તો તું ભગવાન છે. મને તારા ઉપર ભરોસો છે. તું મને ફસાવીશ નહીં. ”

“ તો કાલે આઠ ને બે મિનિટે. સમયસર આવી જજો. મારી રાહ જોજે. કોઈ ને આ બાબતની પૂછપરછ ના કરતો. બસ મારી રાહ જોજે. ” કહી દાદુ ભીડમાં ઓગળી ગયો.

***

ના બસ, ના રિક્ષા.. ભગવાનભાઈ અકળાઇ ગયાં હતાં. પંદર મિનિટ બાકી હતી. આખરે બસ આવી. તેમના જીવને હાશ વળી. દાદુ રાહ જોતો હશે. પોતાની જાતને ધન્ય સમજી રહ્યાં હતાં. ઈશ્વર પણ લેણદેણ કેવી રીતે પૂરું કરે છે તે વિચારી રહ્યાં હતાં. સ્ટેશન પર પહોંચ્યા. બધું રાબેતા મુજબનું હતુ. એ જ ભીડ, એ જ દોડાદોડી.. આજુબાજુ નજર ફેરવતાં રહ્યાં. પણ દાદુ નજરે ના ચડ્યો. ગાડી આવી રહી છે ની જાહેરાત થઈ. જેવી ગાડી આવી કે પ્રચંડ માનવ મોજું ઘૂસી ગયું ટ્રેનનાં કમ્પાર્ટમેન્ટમાં. એની સાથે ભગવાન ભાઈ પણ ઘસડાયા. ઓ આ હા .. ના શોર બકોર વચ્ચે ભજન મંડલીએ ભજન ઉપાડયું, “ વૈષ્ણવ જન તો તેને રે કહીએ.. ” હૉર્ન વાગ્યું . ટ્રેન હળવે રહીને ઊપડી અને અચાનક એક ઝાટકા સાથે ઊભી રહી. એ સાથે જ એક જબરદસ્ત ધડાકો થયો. ધુમાડા નાં ઘોટેઘોટા વચ્ચે ચિચિયારીઓ, ભાગાભાગ,.. સમાચાર ફરી વળ્યાં બોંબ બ્લાસ્ટ નાં…. આઠ બે ની લોકલ ટ્રેનમાં…..

ભગવાન ભાઈની સોસાયટી નાં સભ્યો દોડી ગયાં તેમનાં ઘરે. સૌ કોઈને ખબર ભગવાન ભાઈ આ સમયે ટ્રેન પકડે છે. મોબાઈલ સેવા પડી ભાંગી હતી. ઘરમાં માયુસી ફેલાઈ ગઈ હતી. ટીવી પર સૌની નજર હતી. કેટલાંક સભ્યો સ્ટેશન તરફ દોડતાં ગયાં. હમદર્દી આશ્વાસન, વચ્ચે ભગવાન ભાઇની પત્ની અર્ધ બેહોશીમાં ફસડાઈ પડી હતી. અચાનક શાંતિ છવાઈ ગઈ. સૌની નજર ટીવી તરફ નાં બ્રેકિંગ ન્યુઝ તરફ હતી. બોરીવલી સ્ટેશન પર આઠ ને પાંચ મિનિટે યાર્ડમાં ઊભેલી ટ્રેનમાં બોંબ બ્લાસ્ટ થયો છે. ”

સમાપ્ત.

પ્રફુલ્લ આર શાહ.