ભીંજાયેલો પ્રેમ ભાગ - 8 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

ભીંજાયેલો પ્રેમ ભાગ - 8

ભીંજાયેલો પ્રેમ - 8

અર્પિત અને મેહુલ વચ્ચે હવે ગેરસમજણ દૂર થતી જતી તેવું લાગતું હતું. બંનેએ બાળપણનીખુબ વાતો કરી અને રાત્રે રોકાણ કરી પછીના દિવસે મેહુલ અને અર્પિત બંને કોલેજ જવા માટે નીકળ્યા…આજે વાતાવરણ કંઈક અલગ જ હતું.. બંનેને ઘણા દિવસો પછી સાથે જોઈને બધા અવનવી વાતો માંડતા હતા. ખાસ કરીને રાહી અને સસેજલના આશ્રયનો પાર ન રહ્યો. ઘણા બધા તણાવના દિવસો જોયા પછી આજે ખુશીનો માહોલ ઉભો થયો હતો.

Continue

“મેહુલ કેવું રહ્યું અર્પીતના ઘરે. ?” સેજલે પૂછ્યું.

“તારે એક રાત રહેવા જવું જોઈએ, ખુબ જ મજા આવે તેવું છે” મેહુલે સેજલની મશ્કરી કરતા કહ્યું.

“એમ નહિ મને ખબર હતી તારી અને અર્પિત વચ્ચે હજી ગેરસમજણ હતી તે દૂર થયી કે નહિ અને કાલે થયું શું અર્પીતના ઘરે?” સેજલે વળતો સવાલ કર્યો

મેહુલે થોડીવાર અટકીને રાહી સામે જોયું અને પછી કહ્યું અત્યારે ક્લાસ શરુ થવામાં છે બ્રેકમાં કૅન્ટીનમાં વિસ્તારથી કહીશ અને તેમ ભી સસ્પેન શરૂઆતથી જ ખબર પડી જાય તો સ્ટોરીમાં રસ ના રહે. ”

બધા થોડીવાર શાંત થયી ગયા જાણે મેહુલે કોઈકને ટોન્ટ માર્યો હોય તેવું લાગતું હતું, તેટલામાં ક્લાસ માટે બેલ વાગી અને બધાએ ક્લાસને ન્યાય આપ્યો.

એવું માનવામાં આવે છે કે આપણે જે કઈ અનુભવતા હોઈએ એના વિશે જે પ્રકારના વિચારો કરીયે છીએ તેની અસર આપણી શારીરિક ક્ષમતા પર અવશ્ય થાય છે. આપણું મગજ કહેશે કે આપણે થાકી ગયા છીએ તો આપણું શરીર, જ્ઞાનતંતુઓ અને સ્નાયુ આ વિચારને સ્વીકારી લે છે. પણ તમે કોઈ વ્યક્તિ માટે ખાસ લાગણી ધરાવતા હો અને તેના માટે મગજ કોઈ નકારાત્મક વિચાર કરે તો હૃદય તેનાથી તદ્દન વિપરીત વિચારે છે. બંને વચ્ચે સંઘર્ષ થાય છે અને વ્યક્તિ મૂંઝવણમાં ધકેલાય છે. વાત મેહુલની જ કરીયે તો મેહુલને ખબર પડી કે અર્પિત અને રાહી નાનપણના દોસ્ત છે તો સ્વાભાવિક રીતે તેના મગજમાં ઘણાબધા પ્રશ્નો થયા જ છે અને આ બધા સવાલ શંકાસ્પદ અને નકારાત્મક જ છે, પણ તેનું હૃદય કંઈક અલગ જ વાત કરે છે, મગજ અને હૃદય બંને વચ્ચે તે મૂંઝવણમાં મુકાયો છે. એટલા માટે રાહી તરફનું મેહુલનું વર્તન બદલાયેલું છે. રાહી આ વાતથી અનજાન ખુશ થાય છે કે મેહુલ અને અર્પિત વચ્ચે સુલેહ થઇ ગયો છે.

એક લેક્ચર પૂરો થતા રાહી મેહુલને ઈશારો કરી પૂછે છે કે કેમ ચૂપ બેઠો છો?.

“કઈ નહિ રાહી બસ આમ જ” મેહુલે શાંતિથી કહ્યું.

રાહીએ ઠીક છે કહી બીજો લેકચર ભર્યો જયારે મેહુલ તેની ટેવ મુજબ વિચારોમાં ગુમ થઇને બેઠો હતો. મેહુલે મનને શાંત કર્યું, હૃદયની વાત સાંભળી અને રાહી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. રાહી ક્લાસ પૂરો થતા લોબી માંથી જતી હતી ત્યાં મેહુલે તેને રોકી.

મેહુલે કહ્યું “સાંભળ રાહી મને એ વાતની ખબર છે કે તું અને અર્પિત નાનપણથી જ એકબીજાને ઓળખો છો અને હું એ વાતથી ખુશ છું. ”

રાહી શાંત ઉભી હતી અને તેની કાળી કાજળવળી આંખો આંસુથી છલકાવવા તૈયાર હતી કૅમ કે રાહીને સવારે અર્પિતે આ કહી હતી તેથી રાહીને લાગતું હતું કે તેણે ખુબ મોટી ભૂલ કરી છે, તે બસ મેહુલની વાત શાંતિથી સાંભળતી હતી.

મેહુલે વાત આગળ વધારતા કહ્યું “કાલે મારી અને અર્પિત વચ્ચે આ બધી જ વાત થઇ છે અને થોડી અર્પિતની અને થોડી મારી ભૂલ હતી જેથી અમારા વચ્ચે ગેરસમજણ ઉભી થયી હતી બસ મને એ જ નથી સમજાતું હું મારી રાહી પ્રય્તે એટલો વફાદાર રહ્યો તો પણ મારી રાહીએ આ વાત કહેવા એક વાર પણ વિચાર ના કર્યો?. ”

હવે રાહીથી રહેવાયું નહિ અને તે ધ્રુજતા સ્વરે કહ્યું “ઘણીવાર પ્રયત્ન કરેલો પણ હું તને ગુમાવવા માગતી ન’હતી અને અર્પીતે મને કહ્યું હતું હું આ વાત મેહુલ સુધી ના પોહ્ચાડું નહીતર મેહુલ બીનબુનીયાદી શક કરશે, અને મને તેની વાત સાચી લાગેલી એટલા માટે ના કહ્યું. ”આટલું કહેતા કહેતા રાહીની આંખોમાં આંસુ આવી ગયા.

“અને આ વાત ગમેત્યારે મને ખબર તો પડવાની જ હતી અને ત્યારે મને તારા પર ગર્વ મહેસુસ થાય નહિ અને કોઈના કહેવા ના કેહવાથી હું તારા પર બીનબુનીયાદી શક કરું???? મને તારા પર વિશ્વાસ હોય કે બીજા લોકો પર થોડુક તો વિચાર યાર, , , અને હા તારી આ વાતથી મને કઈ તારા માટેની લાગણીમાં ઘટાડો નહિ થાય ઓકે, , બસ ખાલી આ વાત તારા થકી ખબર પડી હોત તો દુઃખ ના થાત અને તું ચિંતા ના કર હું જ તને કહું છુ થોડા દિવસ આમ અપસેટ રહીશ અને પછી હતો ને તેવો થઇ જઈશ” આટલી વાત કેહતા જ મેહુલનું મન ભારે થઇ ગયું અને જેમ સૂર્ય આથમે અને સૂર્યમુખીનું ફૂલ મુરઝાય જાય તેવો મેહુલનો ચેહરો થઇ ગયો હતો.

અને સામે.. .. .. , સામે રાહીની હાલત મેહુલથી વધારે બત્તર થઇ ગયી હતી, તેની એક ભૂલને કારણે આજે આવી ઘટના બની ગયી હતી. એક બાજુ આંસુના કારણે બધું ધૂંધળું બતાતું હતું અને બીજું મગજમાં એટલી ખાલી ચડી ગયી હતી કે તે સહન કરી તેમ ન હતી. તે એક બેન્ચની પાટલી પર બેસેલી હતી અને મેહુલ તેની સામેની બેંચ પર બેસેલો હતો. રાહીએ પોતાના માથા પર હાથ રાખ્યો અને કઈક બોલવા જતી હતી ત્યાં ચક્કર આવતા તે જોરથી મેહુલના ખોળામાં ઢળી પડી.

“શું થયું રાહી?” મેહુલથી ચીસ નીકળી ગયી અને રાહીને જગાવવાનો પ્રયત્ન કરતો હતો તેટલામાં થોડા કલાસમેટ અને અર્પિત-સેજલ સામેથી આવતા જણાયા, મેહુલે તરત જ બધાને બોલાવી મદદ માંગી. સેજલે બેગમાંથી પાણીની બોટલ કાઢી અને પાણીનો ચટકાવ કર્યો. રાહી થોડીવાર પછી ભાનમાં આવી તો તેણે પોતાને મેહુલના ખોળામાં માથું નાખીને સુતેલી માલુમ થાય છે અને મેહુલ તેને પૂછી બેસે છે “તું પાગલ થઈ ગયી છો?, આમ તો કોઈ કરતુ હશે, એકવાર કહેવાય તો ખરી…આમ આવી વાતો સાંભળીને થોડા બેભાન થઇ જવાય. ?”

રાહીનું હજી રડવાનું ચાલુ જ હતું તે મેહુલને વળગીને રડતી જ જતી હતી અને તેના કારણે જ રાહીની આંખો રાતીચોળ થઇ ગયી હતી જાણે સળગતો અગ્નિ જોઈલો. રાહીએ એકવાર મેહુલને કહેલું કે તે જયારે રડે છે ત્યારે એક શબ્દ પણ બોલી શકતી નથી અને તેટલા માટે મેહુલે રાહીને શાંત કરવનો પ્રયત્ન કર્યો.

“રાહી, કશું જ નથી થયું. જો આપણે બધા સાથે તો છીએ અને એ માત્ર એક ગેરસમજણ હતી જે દૂર થઈ ગયી છે હવે પ્લીઝ ના રડ” મેહુલે રાહીના માથા પર હાથ ફેરવતા કહ્યું.

“આમ જો તો ખરી રાહી તને બધા જોઈ રહ્યા છે પછી કાલે બધા તારી મજાક ઉડાવશે હો” સેજલે પણ રાહીને ચૂપ કરાવવા કોશિશ કરી.

ધીમે-ધીમે બધા ત્યાંથી વિખાઈ ગયા અને રાહી પણ શાંત થઈ ગયી હતી. સેજલને લાગ્યું કે હવે આ બંનેને થોડીવાર અહીં એકલા જ રહેવા દેવા જોઈએ જેથી રાહીને સારું ફીલ થાય તે હેતુથી સેજલે ત્યાથી એક કામનું બહાનું બનાવી અર્પિતને સાથે લઇ નીકળવા કહ્યું..

રાહીએ સેજલને જતા જતા કહ્યું “જો સેજલ હું અને અર્પિત નાનપણમાં સાત વર્ષ એક જ શાળામાં સાથે ભણેલા છીએ આ બાબતથી તને કોઈ પ્રોબ્લેમ તો નથી ને?” રાહીએ પશ્ર્યાતાપથી કહ્યું તેવું લાગ્યું. આ સાંભળી સેજલ હસી પડી અને કહ્યું “અરે બકુ અર્પિતે હમણાં બધી વાત કરી અને સવારે ફોનમાં મેહુલે પણ બધી વાત કરી હતી એટલે મને તો બધી ખબર જ છે આતો મેહુલ તને આ વાત કહી શકતો ન હતો એટલે મેં જ તેને આમ વાત કહેવા કહેલું નહીંતર મેહુલે જે કર્યું તે હું જ કરવાની હતી. ”

રાહીને હજી પોતાના પર જ ગુસ્સો આવતો હતો અને તેને અફસોસ હતો કે મેહુલને પહેલા વાત કરી દીધી હોત તો આ બધું થાત જ નહિ. રાહી હજી મેહુલના ખોળામાં માથું રાખી સૂતી હતી અને મેહુલને વારંવાર પોતાની ભૂલ ગણવતી હતી અને મેહુલ…. , મેહુલ તો બસ રાહીને જોઈને સુદબુદ્ધ ખોઈ બેઠો હતો. બંને વારંવાર એક બીજા સામે જોતા થોડીવાર હસતા તો થોડીવાર ગંભીર થઇ જતા હતા અને બીજી બાજુ અર્પિત અને સેજલની સ્ટોરી પણ આગળ વધી રહી હતી અને અર્પિત પણ વારંવાર સેજલને સોરી સૉરી કહેતો ફરતો હતો.

***

છોકરા આવા જ હોય છે કઈ પણ ભૂલ થાય અથવા એવું લાગે કે ભૂલમાં આવશું તો તેની છટકબારી તૈયાર જ હોય, બધું હસીમજાકમાં લઇ લે છે અને કાલાવાલા કરી છોકરીને મનાવી જ લે છે જયારે તેનાથી તદ્દન વિપરીત જયારે કોઈ છોકરીથી ભૂલ થાય છે ત્યારે તે બધું પોતાના પર ઓઢી લે છે અને તે ભૂલથી આગળ તેના જેવી ભૂલ ના થાય તેની કાળજી રાખે છે.

બીજા કિસ્સામાં જયારે છોકરીને ભૂલ હસી મજાકમાં કાઢવી હોય તો તેના માટે તે લપ શરુ કરી દે છે અને સાર વિનાની વાતો કરે છે અને જયારે બે બહેનપણી સાથે મળી તો સમજી જવાનું કે શબ્દોના બાણ છૂટવાના છે અને તેની સામે છોકરો જો ભૂલને ગંભીરતાથી લઇ લે તો કોઈની સાથે વાતો કરતો નથી બસ તેની ધૂનમાં જ વ્યસ્ત રહે છે. આવી રીતે આ દિવસ ચારેય લોકો માટે જુદા જુદા તજુર્બા લાવ્યો હતો, કોઈને ભૂલ સમજાણી, તો કોઈએ ભૂલ સમજાવી. કોઈક રડ્યું તો કોઈકે શાંત રાખવા પ્રયત્ન કર્યો. જે થયું તે પણ દિવસના અંતે બધાની મુંજવણ દૂર થઈ ગયી અને મેહુલ અને અર્પિત તરફથી બંને ગર્લ્સને કૅન્ટીન કોફીની મહેફિલ પણ મળી હતી. ચારેય કોફીની મહેફિલ માણી છુટા પડ્યા. અર્પિત સેજલને અને મેહુલ રાહીને ઘર સુધી પોહ્ચાડવા નીકળી પડ્યા મિશન પર…

પછીનો દિવસ

“મેહૂલ ગુડ મોર્નિંગ”----

(ક્રમશઃ)

શું લાગે દોસ્તો બધાની ગાડી પાટા પર ચડી ગયી છે કે હજી આગળ મુસીબત રૂપી અવરોધો મેહુલની રાહ જોઈને બેઠા છે.. ???અને આ કોણ છે જેણે મેહુલને ગુડ મોર્નિંગ કહ્યું.. શું રાહી હશે, કે પછી સેજલ.. યા કોઈ ઔર ઘણા બધા સવાલ છે જે જાણવા માટે તમારે આ સ્ટોરીના આગળના ભાગની રાહ જોવી પડશે.

આગળ શું થઇ શકે છે તેના મંતવ્યો અથવા આ સ્ટોરી સંબંધિત કોઈ વાત કહેવી હોય તો તમે અચૂક વ્યક્તિગત સંપર્ક કરી શકો છો.

Whats app Contact - 9624755226

Facebook :- Mér Méhùl

Twitter :-@Mon2b2898

Instagram :-mon2b2898

-Mer Mehul